Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધીઃ દ્વારકાધીશ મંદિરમાં પૂજા-દર્શનઃ ખનિજ ચોરીના સ્થળોની મુલાકાત

રાજકોટ રેન્જ આઈ.જી.પી.એ

                                                                                                                                                                                                      

ખંભાળિયા/દ્વારકા તા. ૧રઃ રાજકોટ રેન્જ આઈ.જી.પી. તરીકે નિયુક્ત થયેલા નિર્લિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતન લીધી હતી.

દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી ખંભાળિયામાં તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા સાથે ચર્ચા કરી જિલ્લાની કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમની સાથે ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા તથા સાગર રાઠોડ જોડાયા હતાં.

તેમણે કલ્યાણપુર પોલીસ સ્ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. અગાઉ જ્યાંથી કરોડો રૂપિયાની બોક્સાઈટ ચોરી થતી હતી તે સ્થળો કલ્યાણપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લઈને આગામી સમયમાં ખનિજચોરો પર કડક કાર્યવાહી થવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. આ કાર્યવાહીના જાણકાર અનુભવી અધિકારીઓ સાથે કઈ રીતે ખનિજ ચોરી થતી તથા ક્યા પગલાં લેવાતા તે અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ બોક્સાઈટ ચોરી કૌભાંડમાં ખનિજચોરો તો ઠીક પણ ખનિજ ચોરોનું પાઈલોટીંગ કરીને સલામત કાઢનારા અમુક અધિકારીઓ પણ કરોડોમાં રમતા થઈ ગયા હતાં.

દ્વારકાધીશ મંદિરે પૂજા-દર્શન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિરમાં દર્શને નિર્લિપ્ત રાય ગયા હતાં ત્યાં ભગવાનના દર્શન, પાદૂકા પૂજન કર્યા હતા.

દ્વારકાધીશ દર્શનમાં પૂજારી દ્વારા તેમને આશીર્વાદ તથા વિશેષ પૂજા કરાવાઈ હતી. દ્વારકા પોલીસ અધિકારીઓ તથા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ દ્વારા દ્વારકાધીશની છબિ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં ડીવાયએસપી, પીએસઆઈ બારસિયા તથા સ્ટાફે તેમનું સ્વાગત કર્યું હતું, જ્યાં તેમણે દ્વારકાધીક મંદિર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા, શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી સૂચના આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh