Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા જીએસટી માળખાના સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે દેશમાં મેન્યુફેકચરીંગ - ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કોટન સહિતની ગુડ્સ પર આયાત ફ્રી કરી દેતાં આજે ફંડો, મહારથીઓએ સતત ચોથા દિવસે અવિરત તેજી કરી હતી. ઉપરાંત ચોમાસાની સમગ્ર દેશમાં થયેલી સાર્વત્રિક સારી પ્રગતિને કારણે ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે મબલક પાક મળવાની આશા સાથે કૃષિ ઉત્પાદન વધવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થવાની સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
આ સાથે વૈશ્વિક સ્તરે પણ સકારાત્મક સંકેતો મળ્યા સાથે યુક્રેન - રશીયા યુદ્ધમાં અમેરિકામાં મળેલી ટ્રમ્પ - ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગ બાદ ગમે તે ઘડીએ સીઝફાયર થવાની શક્યતા પ્રબળ બનતા આજે વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ તેજીમય બન્યું હતું અને તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૪% અને નેસ્ડેક ૦.૬૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૨ અને વધનારની સંખ્યા ૧૮૪૨ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ટેક, સર્વિસીસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ ૦.૪૬%, ટાઈટન કંપની લિ., બીઈએલ, લાર્સન લિ. અને ભારતી એરટેલ જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઇટર્નલ લિ., હિન્દુસ્તાન યુનીલીવર, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ લિ., એશિયન પેઈન્ટ, ટીસીએસ લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા સ્ટીલ જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૯૯૧૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૨૮૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૦૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૯૦૫૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૨,૭૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૮૧૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૫૦૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૨,૫૨૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં એફએમસીજી સેક્ટર મોનસૂનના સારી રીતે આગળ વધતાં ગ્રામીણ ડિમાન્ડમાં સુધારાની આશા સાથે તેજી દર્શાવી શકે છે, જયારે ઘટાડો દર્શાવતા સેક્ટરોમાં મેટલ, રીયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરનું નામ લેવામાં આવે છે. મેટલ સેક્ટર પર ચીન તરફથી આવતી નરમાઈ અને કાચા માલની કિંમતમાં ઘટાડાની આશંકા દબાણ લાવી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટને કારણે ખરીદીમાં ધીમાપણું અનુભવ્યું છે. ઓટો સેક્ટરમાં ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટમાં વેચાણમાં માઠાશ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારો સાવચેતી જોવા મળી રહી છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત માટે તાજેતરમાં બે મોટા સકારાત્મક વિકાસ નોંધાયા છે. એક તરફ સરકાર દ્વારા જીએસટી દરમાં ફેરફારના સંકેત આપવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ એક સ્તર ઉપર સુધાર્યું છે અને આઉટલુકને સ્થિર રાખ્યું છે. આ બંને પગલાં બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરે છે અને દેશની આર્થિક વિશ્વસનીયતા અંગે સકારાત્મક સંકેત આપે છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ હકારાત્મક સમાચારોથી વિદેશી રોકાણકારોની તાત્કાલિક વાપસી શક્ય નથી. વાસ્તવિક તેજી ત્યારે જ આવશે જ્યારે કંપનીઓની કમાણીમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને નીતિગત વાતાવરણ સ્થ રિ રહેશે. એનએસડીએલના આંકડા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ.૧.૧૭ લાખ કરોડના શેર વેચ્યા છે.
વિદેશી રોકાણકારો હાલ ઉભરતા બજારો તરફ નજર રાખી રહ્યા છે, કારણ કે અમેરિકામાં એઆઈ આધારિત તેજીથી શેરના ભાવ ખૂબ ઊંચા પહોંચી ગયા છે. ભારતે પાછલા ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન કર્યું છે, પરંતુ નિષ્ણાંતોને આશા છે કે ૨૦૨૫ - ૨૬ના બીજા ભાગમાં પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. તહેવારોની મોસમ, રિઝર્વ બેંક તરફથી વ્યાજ દર ઘટાડાની શક્યતા અને સરકારના વધુ નીતિગત નિર્ણયોથી કંપનીઓની કમાણીમાં વધારો થવાની ધારણા છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સોવરિન રેટિંગ અપગ્રેડ ભારત માટે ખૂબ સકારાત્મક છે, પરંતુ હાલના સમયમાં ટેરિફ (આયાત ડયુટી) સૌથી મોટું જોખમ છે. જો કે ટેરિફ સંબંધિત પરિસ્થિતિને કારણે શેરબજારમાં ઘટાડો થાય, તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક બની શકે છે.