Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના પાલિકાના પૂર્વ પ્રમુખ ૮૦ વર્ષિય
ખંભાળિયા તા. ૧પઃ કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સામાન્ય રીતે ૮૦ વર્ષે વ્યક્તિ સશક્ત અને કંઈક રોગમાં સપડાયેલા હોય ત્યારે ખંભાળિયાના રાજપૂત અગ્રણી તથા પાલિકાના પૂર્વ પ્રમુખ તથા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ગિરીરાજસિંહ જાડેજા (ગિરૂબાપુ) ૮૦ વર્ષે ૩૧ મા વર્ષે ખંભાળિયાથી માતાના મઢ આશાપુરા ૪પ૦ કિલોમીટરની પદયાત્રાએ ગઈકાલે નીકળ્યા હતાં.
ખંભાળિયાના પ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિર ખામનાથ પાસે માતાજીના દર્શન કરીને પદયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. ૧૯૯૪ થી શરૂ થયેલ તેમની પદયાત્રા આ વર્ષે ૩૧ વર્ષમાં પ્રવેશી છે. ૮૦ વર્ષે પણ યુવાનની જેમ જુસ્સાથી ૪પ૦ કિલોમીટર અંતર કાપીને ગીરૂભા જાડેજા તથા તેમના સાથે પદયાત્રીઓ માતાના મઢ નવરાત્રિના સમયમાં પહોંચી જાય છે.
ગીરૂભા જાડેજાને આશાપુરા માતાના મઢના પદયાત્રા વિદાયમાન કરવા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા, દ્વારકા તથા જામનગર રાજપૂત સમાજ પ્રમુખ તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, ખંભાળિયા રાજપૂત સમાજ પ્રમુખ નટુભા ગોપાલજી જાડેજા, ઘનશ્યામસિંહ વાઢેર વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ગીરૂભા જાડેજાની આ પદયાત્રાની પ્રેરણાથી જ રાજપૂત સમાજના ગામો કુબેર વિસોત્રી, બારા, ભાતેલ, સોનારડી વિગેરે ગામમાંથી પણ અનેક યુવાનો આશાપુરા માતાજીના મંદિરે પદયાત્રા કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial