Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્યસમાજ જામનગરના પ્રતિનિધિઓ જોડાયા
જામનગર તા. ૧૫: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નિશ્રામાં એક વૈદિક પ્રચાર-પ્રસાર ચિંતન ગોષ્ઠિ અને ફિલ્મ '' ૧૮૫૭ ડાયરી ધી હિડન પેજીસ'' નામના ચલચિત્રના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું.
આ કાર્યાલયમાં આર્ય સમાજ-જામનગરના પ્રમુખ અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી દીપકભાઈ ઠક્કરને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મંચસ્થ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્રજી આર્ય દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. અને દીપકભાઈ ઠક્કર દ્વારા સમગ્ર ગુજરાતની આર્યસમાજોના કાર્યોની વિસ્તારપૂર્વક માહિતી આપી, રાજ્યપાલના ૯૦ મિનિટના પ્રવચનમાં તેમણે જણાવેલ કે ૧૯મી સદીના મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી સમાજને અંધવિશ્વાસ, કુરીતિઓ, જાતિવાદમાંથી મુક્ત કરવાનું કાર્ય કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના આદર્શ, આત્મનિર્ભરતા, સ્વદેશી, મહિલા સશક્તિકરણ અને સામાજિક સમરસતાને વ્યવહારમાં લઈ આવવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં આર્ય સમાજ-જામનગરમાંથી નરેન્દ્રભાઈ મહેતા અને વિનોદરાય નાંઢા સહિત ગુજરાતભરના આર્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial