ચિરવિદાય

જામનગરઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ઉષાબેન (ઉ.વ.૭૩), તે ભગવાનજી બી.દવેના પત્ની, તથા રાજેશભાઈ (રાજ સ્ટેશનરી), વિજય દવે (પી.જી.વી.સી.એલ.-દરેડ) ના માતા, હિમાંશુ પ્રભુલાલ જોષી (અમદાવાદ), સરલા આર. ત્રિવેદી (વાંકાનેર), જયોતિબેન એચ. જોષીના બહેનનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતનું તથા પિયરપક્ષનું બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરના કૃષ્ણકુમાર તનસુખરાય માંકડ (ઉ.વ.૭૪) તે યજ્ઞાબેનના પતિ, ચાર્મી આશિત હાથીના પિતા, પાર્થિવ, નિશિત, મનાલીના કાકાનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જામનગરઃ મનહરલાલ જયંતિલાલ દવે (જીઈબી) ના પત્ની શીલાબેન (ઉ.વ.૮૩), તે હિમાંશુભાઈ, દિપ્તીબેન અશોકભાઈ ત્રિવેદી, સંગીતાબેન એમ. દવેના માતા, કુશલ અશોકભાઈ ત્રિવેદીના નાની, સ્વ. પ્રતાપરાય, વિનોદરાય, હરીશભાઈના ભાભીનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખેલ છે.

જામખંભાળીયા નિવાસી સ્વ. મણીલાલ નરશીદાસ દત્તાણી (પરિવાર સેલ્સવાળા)ના પત્ની ગં.સ્વ. સવિતાબેન દત્તાણી (ઉ.વ.૮૭), તે કિશોરભાઈ, જયંતભાઈ, હંંસાબેન જનકરાય બદીયાણી (અમદાવાદ)ના માતા, હર્ષાબેન કિશોરભાઈ, રેખાબેન જયંતભાઈના સાસુ, અંકિત, આસ્થા, માનસી, કોમલ, રીમાના દાદી, હાર્વિના પરદાદી, વિરલ, દિપેનના નાની તથા નારણદાસ દેવશીભાઈ પોપટ (રાવલવાળા)ના પુત્રીનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૦ ને બુધવાર સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન જલારામ મંદિર, પ્રાર્થનાહોલ, જામખંભાળીયામાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગરઃ રાધાબેન (ઉ.વ.૬૨) તે દિનેશભાઈ માવજીભાઈ સભાયાના પત્ની, સુમિતભાઈ, બિનતભાઈના માતા, કર્મ, દયાની, હરમનના દાદી, સ્વ.મનજીભાઈ તુલસીભાઈ, સવજીભાઈ , જેન્તીભાઈ, મુકતાબેનના ભાભી, ભરતભાઈ, અનિલભાઈ, દિલીપભાઈ, કલ્પેશભાઈ, અંજનાબેન, કલ્પનાબેનના કાકી તથા નિશિથ, ભાર્ગવ, સુરભી, મૈત્રીના ભાભુનું તા. ૭ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ના સાંજે ૪ થી ૫ દરમ્યાન કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ રાજેશભાઈ બાલમુકુંદ ભટ્ટ (ઉ.વ.૬૧) તે સ્વ. ગુલાબભાઈ, સ્વ. ધર્મેન્દ્રભાઈ, સ્વ. પ્રમોદભાઈ, દિનેશભાઈના ભાઈ, સુનિલભાઈ, ધિરેનભાઈ, પંકજભાઈ, સ્વ. સચિનભાઈના કાકાનું તા. ૬ ના અવસાન થયુું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 'શાંતિ વાડી', કૈલાશપાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપવાળી શેરી, ગુલાબનગર પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh