Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય વિભાગ અને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા
જામનગર તા. ૩: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક મેગા આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પો યોજાયા હતાં.
તા. ૨૩/૦૯/૨૦૨૫ના ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ થીમ અંતર્ગત ઉમા હોલ ઉમિયા સોસાયટી, ધ્રોલમાં આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) મોટા ઈટાળામાં અને આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) મેઘપરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગર ડો. હિરેન ઠક્કર, મોટા ઈટાળાના મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ સોનગરા તથા મેઘપરના મેડિકલ ઓફિસર ડો. કશ્યપ ચૌહાણ દ્વારા દરેક દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને ઋતુજન્ય રોગચાળો સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું તેમજ સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત સ્વસ્થવૃત, મીલેટસ,અને રસોડાના ઔષધોની માહિતી દર્શાવતી પત્રિકાઓ અને તે અંગેના બેનર લગાવી લાભાર્થીઓને જનજાગૃતિ આપવામાં આવી હતી તેમજ આહારવિહાર અને આયુર્વેદનું મહત્ત્વ સમજાવતી આયુર્વેદ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા(૭૬ કાલાવડ), ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા, ધ્રોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા, ધ્રોલ નગરપાલિકા સદસ્ય સંજય સિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહજી જાડેજા ધ્રોલ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ ગોવિંદભાઈ દલસાણીયા, પૂર્વ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મૂંગરા, પ્રમુખ સરપંચ સંગઠન ધ્રોલ રામજીભાઈ મુંગરા, સામાજિક અગ્રણી ફિરોજભાઈ સોલંકી ઉપસ્થિત રહૃાા હતા.
તમામ માનવંતા મહેમાનો દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી ધન્વન્તરિ ભગવાનની સ્તુતિ અને પૂજન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હિરેન ઠક્કર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી મેગા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં આપવામાં આવનાર સેવાઓ અંગે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ દરેક દર્દીઓની નાડી પરીક્ષણ દ્વારા ચિકિત્સા કરી પથ્ય પાલન અંગે સમજણ આપવામાં આવી હતી.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા ઉપસ્થિત લોકોને પોષણમાં આયુર્વેદ અપનાવવા માટે સૂચન કર્યા હતા અને લોકોને મીલેટ્સ અને રસોડાના મસાલાઓને ઔષધ તરીકે ઉપયોગ કરી પોષણમાં મહત્ત્વ સમજાવ્યું હતું.
આ નિદાન કેમ્પમાં ઉકાળા, સ્વસ્થવૃત અને સંશમની વટી સહિતના લાભો અપાયા હતા. એકંદરે ૭૦૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ લાભો મેળવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial