Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં પોલીસના ત્રાસથી યુવાનને આપઘાત કરવો પડ્યો તે દુઃખદઃ કરણી સેનાના દોલતસિંહ જાડેજા

કરણી સેના-રાજપૂત સેના દ્વારા જિલ્લા પોલીસવડા તથા વાડીનાર પોલીસને રજૂઆતઃ રાજપૂત સમાજ ઉમટ્યો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: કરણી સેના, રાજપૂત સમાજ દ્વારા વાડીનારા પોલીસ તથા જિલ્લા પોલીસવડાને ભરાણા ગામે પોલીસના કથીત ત્રાસથી રાજપૂત યુવાનની આત્મહત્યમા મુદ્દે રાજપૂત સમાજે જોરદાર રજુઆત કરી હતી.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કરણસિંહ માલજી જાડેજા ઉ.વ. ૨૧ વાળો દારૂ કેસમાં પકડાયેલ જેને બે જમાદાર પદુભા ગોહિલ તથા કરશનભાઈ ગોઝિયાના કહેવાતા કહેવાતા મારથી જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કરતા પહેલા તેને ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલ પછી જામનગર ત્યાંથી રાજકોટ અને પાછા જામનગર જી.જી.માં દાખલ કરેલ જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવના સંદર્ભમાં પોલીસની બેદરકારી હોય, પગાલં ભરવાની માંગ સાથે વિશાળ સંખ્યામાં રાજપૂત સમાજ મહાકાળ ગ્રુપ, કરણી સેનાના આગેવાનોએ ગઈકાલે વાડીનાર પોલીસ સ્ટેશનને ઘેરાવ કરીને ન્યાયની માંગ કરી હતી તથા દારૂ પીવાના નજીવા બનાવમાં ઢોરમાર મારીને મૃત્યુ થતા આપઘાત કરવા સુધી યુવાનને પ્રેરિત કરનાર પોલીસ કર્મીઓ સામે પગલાં-કેસ અને ફરિયાદની માંગ કરવામાં આવી હતી. આ પછી કરણી સેનાના રાજ્ય ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં રાજપૂતો દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની પાસે ખંભાળિયા આવ્યા હતાં.

એસ.પી.ના જવાબથી સંતોષ

કરણી સેનાના દોલતસિંહ જાડેજાએ જણાવેલ કે પોલીસના ત્રાસથી આપઘાત કરવો પડ્યો તે ભરાણાના રાજપૂત યુવાનના પ્રકરણમાં દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ અમારી તમામ રજૂઆતો તથા વાતો સાંભળી તે આ પ્રકરણમાં સત્યની તપાસ વ્યવસ્થિત કરીને પગલાં તથા કાર્યવાહીની ખાતરી આપતા અમને સંતોષ છે કે પોલીસ કાર્યવાહી કરશે અને જ્યાં ખોટું થયું છે ત્યાં પગલાં લેશે જેથી ન્યાય મળે.

ઉલ્લેખનિય છે કે, જામનગર આ કરણસિંહ જાડેજાના મૃત્યુ થવાના બનાવ પછી દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ તુરત જ આ બનાવ અંગે પી.આઈ. કક્ષાના પોલીસ અધિકારીને તપાસ કરવા સોંપીને ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના માર્ગદર્શનમાં તપાસ શરૂ કરાવીને આ પ્રકરણમાં જેમના સામે ફરિયાદ થઈ હતી  જે બે પોલીસ જમાદારો પદુભા ગોહિલ તથા કરસનભાઈ ગોઝિયાને તત્કાલની અસરથી સસ્પેન્ડ પણ કરી દેવાયા હતાં તથા બનાવમાં ઊંડી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

વાડીનાર પોલીસ સ્ટેશને એકાદ હજારથી વધુ રાજપૂતોના ટોળા ઉમટતા તથા પોલીસ સ્ટેશને ઘેરાવ કરતા તંગ સ્થિતિ થઈ હતી, જો કે પોલીસ દ્વારા કડક પગલાં સસ્પેન્શન તથા તપાસ અને પગલાની મક્કમ ખાતરીથી વાતાવરણ શાંત થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh