Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-ઘાના વચ્ચે આયુષક્ષેત્રે સહકાર મજબૂત બનશે
જામનગર તા. ૨૩: ભારત-ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઈટ્રા-જામનગરમાં યુએચએએસ ઘાનાના વાઈસ ચાન્સેલરે મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ ૩ જૂલાઇના ઘાના દેશની મુલાકાત દરમિયાન ભારત અને ઘાના વચ્ચે પરંપરાગત ચિકિત્સા તથા આયુષ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર (એમઓયુ) જાહેર કર્યા હતા. આ ઐતિહાસિક સમજૂતીને પ્રાયોગિક સ્તરે અમલમાં મૂકવાના મહત્ત્વપૂર્ણ ભાગરૂપે, ઘાનાની યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસના વાઇસ ચાન્સેલર પ્રોફેસર લીડિયા અઝાઇતોએ તા. ૧૯-૨૦ ઓગસ્ટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઈટ્રા), જામનગરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ તેમને આવકારી આયુર્વેદ અને જામનગરના ભવ્ય વારસાને ઉજાગર કર્યો હતો તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રીલેશનના સુકાન ભટ્ટ તેઓને ગુજરાત રાજ્યના પ્રિતિનિધિ સ્વરૂપે સાથે જોડાયા હતા.
આ મુલાકાત દરમિયાન તેઓએ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને વધુ જીણવટપૂર્વક સમજવા પ્રયાસ કર્યો હતો. તેઓએ ઇટ્રામાં ભગવાન ધન્વન્તરિજીની મૂર્તિને ફૂલહાર કર્યા હતા ત્યારબાદ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આયુર્વેદ ચિકિત્સા, સંશોધન અને શિક્ષણ વિષેની તજજ્ઞો સાથે ચર્ચા બાદ આધુનિક લેબોરેટરીની મુલાકાત કરી હતી. ઘાનાની હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસ વિશ્વવિદ્યાલય સાથે આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને જોડી નવા કયા આયામો આપી શકાય તે માટે ચર્ચા-વિમર્શ કર્યો હતો.
જે અંતર્ગત ઈટ્રા જામનગર અને યુ.એચ.એસ.એ.ઘાના વચ્ચે શૈક્ષણિક સહકારઃ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો માટે વિનિમય કાર્યક્રમો, તાલીમ અને ક્ષમતા વિકાસઃ સંયુક્ત તાલીમ, વર્કશોપ તથા અભ્યાસક્રમો, સંશોધન સહકારઃ આયુર્વેદ તથા પરંપરાગત ચિકિત્સા વિષયક સંયુક્ત અભ્યાસ, પ્રોજેક્ટ અને પ્રકાશનો, સાંસ્કૃતિક આદાન-પ્રદાનઃ બંને દેશોની આરોગ્ય પદ્ધતિઓ અને પરંપરાઓમાં સહયોગ, ધોરણો અને પ્રમાણપત્રઃ ગુણવત્તા અને વૈશ્વિક માન્યતા માટે સંસ્થાઓ વચ્ચે સહયોગ, ઉચ્ચ સ્તરીય સંવાદઃ બંને દેશો વચ્ચે નિયમિત માળખાગત ચર્ચા માટે વ્યવસ્થા જેવી બાબતો શામેલ છે.
આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે થયેલી ચર્ચાઓ દરમિયાન ભવિષ્યના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, શિક્ષણ તેમજ તાલીમ કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા થઈ. ભારત-ઘાના સહકારને પ્રાયોગિક સ્તરે આગળ ધપાવવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી.
ઈટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી એ જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતઘાના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઘાના મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારને અમલમાં લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ સિમાચિન્હ સાબિત થશે. શિક્ષણ, સંશોધન, તાલીમ તથા સાંસ્કૃતિક સહકાર જેવા ક્ષેત્રોમાં આ યાત્રા આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે નવી દિશાસૂચક બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial