Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આંગણવાડી કાર્યકરો માટે તાલીમ કાર્યક્રમ

નશામુકત ભારત અંગે શપથ લેવડાવવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જામનગર તાલુકાના આઈસીડીએસ ઘટક-૧નાં આંગણવાડી કાર્યકરો માટે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, આર.જે.શિયાર દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, પોક્સો એકટ, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, અને રૂલ્સની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

પ્રોટેક્શન ઓફિસર જસ્મીનભાઇ કરંગીયા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષાની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર સગુણરાય ચાવડા દ્વારા નાશામુકત ભારત વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ નાશામુકત ભારત અંગે શપથ  લેવડાવામાં આવ્યા હતા.

ત્યારબાદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિભાપરના મેડિકલ ઓફિસર, ડો.અંકિતાબેન સોલંકી દ્વારા પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓને સ્થૂળતા વિષે વિસ્તૃત જાણકારી તથા કેન્સર જાગૃતિ અંતર્ગત સ્તન અને સર્વાઈકલ કેન્સર વિષે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા આંગણવાડી કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિ, જિલ્લા પંચાયત જામનગરના ચેરમેન ભાવનાબેન ભેસદડીયા, પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર તેમજ આઈસીડીએસ ઘટક-૧નાં સુપરવાઈઝર અને કર્મચારીઓ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh