Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ ફેબ્રુઆરી, ગુરૂવાર અને ફાગણ સુદ બીજનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોના કાર્યની કદર-પ્રસંશા થાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની  હળવી થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર  મળી રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. બપોર પછી ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬

 

Cancer (કર્ક: ડ-હ)

માનસિક-પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતાના લીધે કામકાજમાં વિલંબ  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં પરિવારનો સહકાર મળી રહે. અગત્યની મુલાકાત  થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

બપોર સુધી આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. પરંતુ ત્યારબાદ કામમાં કોઈને કોઈ રૂકાવટો  આવ્યા કરે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ શાંતિ-રાહત થતા જાય. આપના કાર્યમાં વ્યસ્ત થતા જાવ.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૪

 

Capricorn (મકર: ખ-જ)

સીઝનલ ધંધામાં આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી દોડધામ-શ્રમ  ઘટે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ ઉચાટ-ઉદ્વેગ  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. બપોર પછી  રાહત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh