Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નાકા વિસ્તારમાં રેન્જ આઈજીની સૂચનાથી એક ઈમારતનું ડિમોલિશનઃ વહેલી સવાર સુધી કામગીરી કરાઈ

સંવેદનશીલ વિસ્તારોની આઈજી દ્વારા લેવામાં આવી જાત મુલાકાતઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાય આવી પહોંચ્યા પછી તેઓએ તાજેતરમાં બનેલા કેટલાક ભારે ગુન્હાઓની જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની સાથે ચર્ચા કર્યા પછી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ જામ્યુકોના વોર્ડ નં.૧રની જાત મુલાકાત લીધા પછી ત્યાં આવેલી એક ઈમારત ગેરકાયદે હોવાનું જણાઈ આવતા તેને તોડી પાડવા માટે સૂચના આપી હતી. જેના પગલે એસપી ડો. સૈનીની સૂચનાથી ગઈરાત્રે જ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તેમજ સ્ટાફ અને એલસીબી, એસઓજીની ટીમની નિગરાની હેઠળ આ ઈમારત જમીનદોસ્ત કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી શરૂ થયા પછી જેસીબીમાં ટેકનિકલ ક્ષતિ જણાઈ આવતા થોડી કલાક માટે ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું અને મોડીરાત્રે ફરીથી શરૂ થયેલા ડિમોલિશનમાં સંખ્યાબંધ રૂમ ધરાવતી આ ઈમારત પાડી નાખવામાં આવી હતી. આ કાર્યવાહી વહેલી સવાર સુધી પૂર્વવત રાખવામાં આવી હતી. ઉપરોક્ત વિસ્તાર ઉપરાંત કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડ, ખાટકીવાડ, વાઘેરવાડા વગેરે સ્થળોએ પણ રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh