Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ગાયત્રીનગરમાં કોમી એકતાની ભાવના સાથે ગણેશોત્સવ

હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તથા મોમીન સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧: ભાણવડના ગાયત્રીનગરમાં હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તથા મોમીન સમાજના સંયુક્ત ઉપક્રમે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડયું છે.

આ ગણેશોત્સવમાં વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

શહેરની ભાગોળે ગાયત્રીનગર વિસ્તારમાં વસવાટ કરતા હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ અને મોમીન સમાજે સંયુક્ત રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. નાતજાતના ભેદભાવ વગર ભાવિકો ગણપતિ બાપાની ભાવભેર આરાધના કરી રહ્યા છે. સત્યનારાયણ કથા, ધૂન ભજન અને બટુકભોજન સહિતના કાર્યક્રમો શાનદાર રીતે યોજાઈ રહ્યા છે.

શનિવારે મોમીન સમાજના યુવા અગ્રણી અનવરભાઈ ગુલામહુશેનભાઈ કોટડીયા પરિવારે સાંજે ગણપતિ બાપાની આરતી કરી હતી, ગાયત્રીનગર વિસ્તારના સેવાભાવી અનવર કોટડીયા, મનસુખભાઈ ગોસાઈ, યોગેશ રાઠોડ, દીપક વડગામા, મયુર ભરડવા, નિકુંજ રાઠોડ, નરેન્દ્ર નકુમ, કમલેશ કવા, જીતુ ભરડવા તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh