Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારી સામે કાતર કેમ મારે છે તેમ કહી ધ્રોલમાં યુવાનને ધોકાવી નખાયોઃ
જામનગર તા. ૧૧: ધ્રોલમાં વસવાટ કરતા એક યુવાનને ગઈકાલે રાત્રે તેના ઘર પાસે જઈ બે શખ્સે ધોકા-પાઈપથી માર માર્યાે હતો. મારી સામે કાતર કેમ મારે છે તેમ કહી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે જામનગરમાં રામેશ્વરનગર પાછળ ક્રિષ્ના પાર્કમાં એક યુવાને પોતાના ઘર પાસે ખોટા ધંધા ન કરવાનું કહેતા એક મહિલા સહિત ચારે તે યુવાનને માર માર્યાે હતો અને એક શખ્સે છરીથી ઈજા પહોંચાડી હતી ધંધામાં વચ્ચે આવ્યો તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. લોનના હપ્તા માટે ગયેલા એક રિકવરી એજન્ટને ઓફિસમાં લઈ જઈ બે શખ્સે માર માર્યાે હતો.
ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા શાહરૂખ હારૂનભાઈ મુલ્લા નામના યુવાને ધ્રોલના જોડિયા નાકા પાસે વસવાટ કરતા મહેબુબ સલીમભાઈ લાડક, શબ્બીર સલીમભાઈ લાડક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈકાલે રાત્રે શાહરૂખભાઈ પોતાના ઘરની બહાર હતા ત્યારે ત્યાં ધસી આવેલા મહેબુબ તથા શબ્બીરે ગાળો ભાંડી ધોકાથી હુમલો કર્યાે હતો. સાથે રહેલા હાજીભાઈ સાથે પણ ઝપાઝપી કરી હતી. અવારનવાર સામસામે મળી જતા શાહરૂખ તથા મહેબુબની આંખો બળતી ત્યારે મહેબુબે મારી સામે કેમ કતરાય છે તેમ કહ્યું હતું. તે પછી ગઈકાલે રાત્રે હુમલો કરાયો હતો.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા ક્રિષ્નાપાર્કમાં રહેતા ધનરાજસિંહ નવલસિંહ પરમાર નામના યુવાને પોતાના પાડોશમાં રહેતા રાજેન્દ્રસિંહ પરમારને ત્યાં ખોટા ધંધા ન કરવા અને અન્ય સ્થળે કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી.
ત્યારપછી સોમવારની રાત્રે ધનરાજસિંહ પોતાના ઘર પાસે હતા ત્યારે રાજેન્દ્રસિંહે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. દોડી આવેલા દિવ્યરાજસિંહે લાત મારીને પછાડી દીધા હતા અને રાજેન્દ્રસિંહે પોતાની પાસે રહેલી છરીથી હુમલો કરી ઈજા કરી હતી. તે ઉપરાંત અર્જુનસિંહ પરમાર અને ઈન્દુબાએ પણ ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને અમારા ધંધામાં વચ્ચે પડ્યો તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધનરાજસિંહે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં લોનના હપ્તાના કલેક્શનનું કામ કરતા મયુરધ્વજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાને ગઈકાલે બપોરે સુભાષબ્રિજ પાસે પેટ્રોલપંપ નજીક હપ્તો લઈ જવા માટે હુસેન ભાયા નામના આસામીએ આવી જવા કહ્યું હતું.તેથી તેની ઓફિસે ગયેલા મયુરધ્વજસિંહને ઓફિસમાં લઈ જઈ હુસેનભાઈ તથા મોહસીનભાઈએ ફડાકા તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ગાળો ભાંડી હતી. હપ્તો લેવા આવીશ તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial