Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી મિશનનું માનવ સેવાના કાર્યાે માટે વિવિધ શહેરોમાં સન્માન કરાયું

માનવ સેવાના દરેક કાર્યમાં સજાગ-સક્રિય સેવાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ તાજેતરમાં સંત નિરંકારી મિશનનું માનવ સેવાના કાર્યાે માટે ભારતના વિવિધ શહેરોમાં સન્માન કરવામાં આવ્યંુ હતું. સેવાદળ સંચાલિકા આરતી તહેલરામણીજીએ જણાવ્યંુ કે, માનવતાની નિઃસ્વાર્થ સેવાના પથ પર અગ્રેસર સંત નિરંકારી મિશન, સત્ગુરૃ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શનમાં સમાજ કલ્યાણ હેતુ નિરંતર સમર્પણ ભાવથી કાર્ય કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલી કુદરતી આફતો જેવી કે પુર, વાદળ ફાટવું અને ઓપરેશન સિંદૂરના સમયે, મિશને અત્યંત સંવેદનશીલતા અને તત્પરતા સાથે રાહત કાર્યાેમાં ભાગીદારી નોંધાવી. પ્રભાવિત પરિવારો સુધી ખાદ્ય સામગ્રી, દવાઓ અને જરૃરી સહાય પહોંચાડી મિશને ફરી એકવાર સાબિત કર્યું કે તે માનવ સેવાના દરેક કાર્યમાં સજાગ અને સક્રિય છે.

શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં જમ્મુ-કાશ્મીરના નાયબ રાજ્યપાલ મનોજ સિન્હાએ સંત નિરંકારી મંડળના સચિવ જોગિન્દર સુખીજાને મિશનની આ નિઃસ્વાર્થ સેવા માટે વિશેષ સન્માન આપ્યું.

આ વર્ષે પણ મિશન દ્વારા દેશના અનેક રાજ્યો સહિત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ રક્તદાન શિબિરોનું આયોજન કરાયું હતુ. આ પ્રયાસોને સમાજ, સરકાર તરફથી પૂરતો પ્રતિસાદ અને પ્રશંસા મળી રહી છે. માનવ સેવાના આ ઉત્કૃષ્ઠ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસના ઉપલક્ષ્યમાં અઈમ્સ, નવી દિલ્હી ખાતેના બ્લડ ટ્રાન્સક્યુઝન કાઉન્સિલ દ્વારા સંત નિરંકારી મંડળના મહાસચિવ સુખદેવ જીને મિશનની આ દિવ્ય સેવા માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિશનના મેડિકલ સર્વિસ કો-ઓર્ડી. ડો. નરેશ અરોરા જીની ગૌરવપૂર્ણ હાજરી રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh