Advertisement
Author: નોબત સમાચાર

ઢીંચડામાં તીનપત્તી રમતા છ શખ્સને રૂ.દોઢ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ

સોનવડીયામાંથી છ મહિલા સહિત નવ જુગાર રમતા ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામજોધપુરના સોનવડીયા ગામમાં ગંજીપાનાથી જુગાર રમતા છ મહિલા અને ત્રણ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે. કાલાવડના મોટા વડાળામાંથી પાંચ પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. જ્યારે જામનગર નજીકના ઢીંચડામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા છ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.દોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામની સોસાયટી વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાનાથી જુગાર રમતા પુરીબેન વસંતભાઈ સોલંકી, હંસાબેન વિરજીભાઈ રાઠોડ, કાંતાબેન રૂડાભાઈ ચૌહાણ, ગીતાબેન રવજીભાઈ સીંગરખીયા, નયનાબેન કિરણભાઈ ચૌહાણ, શાંતિબેન કિરીટભાઈ ચૌહાણ તથા રમેશભાઈ મેપાભાઈ બગડા, ગોવાભાઈ રામજીભાઈ ચૌહાણ, અરજણભાઈ હમીરભાઈ વાઘ નામના નવ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૨૨૫૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના મફતીયાપરામાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા અવેશ અસરફભાઈ પોપટપોત્રા, દિલાવર અજીતભાઈ મોગલ, અસલમ શકુરભાઈ પોપટપોત્રા, મનિષ હસમુખભાઈ શ્રીમાળી, મીલન ભરતભાઈ ગોંડલીયા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં રૂ.રપ૫૦ સાથે પકડાઈ ગયા છે.

જામનગર નજીકના ઢીંચડા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં રોનપોલીસ રમતા શબ્બીર જુમાભાઈ દોદેપોત્રા, મહેશ બાબુભાઈ ચાવડા, નરેશ પ્રેમજીભાઈ નારોલા, હિતેશ કિશોરભાઈ સોલંકી, અસલમ અનવરભાઈ બેગાણી, અલારખા હુસેનભાઈ દોદેપોત્રા નામના છ શખ્સ બેડી મરીન પોલીસ સ્ટેશનના દરોડામાં ઝડપાઈ ગયા છે. પોલીસે રૂ.૭૨૫૦૦ રોકડા, છ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૂ.૧,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh