Advertisement
Author: નોબત સમાચાર

વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓની સ્થાવર અને જંગમ મિલકતો થશે જપ્ત

જામનગર મહાનગરપાલિકા આકરા પાણીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, પરંતુ અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો નથી માટે કરોડો રૂપિયાની વસૂલાત બાકી રહી છે.

ત્યારે હવે મહાનગરપાલિકાએ આકરા તેવર દેખાડ્યા છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવામાં આવે છે, પરંતુ અનેક આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. પરિણામે કરોડો રૂપિયાની વસૂલાત બાકી છે.

જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સથ્વાર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે.

આવા આકરા પગલાંથી બચવા તા. ૩૧ માર્ચ ર૦ર૬ પહેલા ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી આપવો હિતાવહ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh