Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાળ સ્ટેજ પરનો રાસોત્સવ હજારો પ્રેક્ષકો નિહાળશે
જામનગર તા. ૨૦: જામનગરમાં અનેકવિધિ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતી લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ શારદીય નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ પરંપરા મૂજબ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા. ૨૨-૯-૨૫થી તા. ૧-૧૦-૨૫ સુધી સરગમ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર મહોત્સવની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંઈઠ બાય સાંઈઠ ફૂટના વિશાળ સ્ટેજ પર દીકરીઓ પરંપરાગત તથા અર્વાચિન ગરબાઓ પર રાસ રમશે. લાઈટીંગ અને સાઉન્ડ સિસ્ટમથી સુસજ્જ નૃત્ય એરીના પર તાલીમ મેળવેલ કન્યાઓના રાસોત્સવને હજારો લોકો નિહાળી શકે તે માટે સાત હજાર પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
મહોત્સવની સુરક્ષા વ્યવસ્થા માટે ૨૫થી વધુ ખાનગી સુરક્ષાકર્મીઓ તથા ૧૫થી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે.
સમગ્ર મહોત્સવમાં વિવિધ સંતો-મહંતો સત્તાધીશો, તબીબો વગેરે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અતિથી બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial