Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં ૭૧૬૬ કેસનો આવ્યો સુખદ નિકાલ

રૂ।.ર૧ કરોડથી વધુની રકમમાં સધાયુ સમાધાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ગયા શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોકઅદાલતમાં રજૂ થયેલા કુલ કેસમાંથી ૭૧૬૬ કેસનો નિકાલ થવા પામ્યો હતો. રૂ।.૨૧ કરોડથી વધુની રકમમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-અમદાવાદના માર્ગદર્શન હેઠળ શનિવારે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૧૬૬ કેસનો નિકાલ થયો હતો અને રૂ।.૨૧ કરોડ ૭૬ લાખ ૯૭૮૪૧માં સેટલમેન્ટ થયું હતું.

ઉપરોક્ત લોકઅદાલતમાં પ્રિન્સીપાલ એન્ડ ડી. સેશન્સ જજ એન.આર. જોષી સહિતના ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેંકની સંસ્થા, વીજ કંપની વગેરેએ પણ તેમાં ભાગ લીધો હતો.

ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગો. ઈન્સ્ટ્રુ.ના કેસ, બેંકના રીકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, વીજળી અને પાણીના બીલ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના કેસ સહિતના અન્ય સિવિલ કેસો પણ રજૂ થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh