Advertisement
Author: નોબત સમાચાર

કોલંબોમાં કાલે ભારત-પાક. વચ્ચે ટી-ર૦નો રોમાંચક મૂકાબલોઃ વરસાદની સંભાવના

ગઈકાલે રાત્રે ટીમ ઈન્ડિયા કોલંબો પહોંચીઃ પોઈન્ટ ટેબલની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મેચઃ વર્લ્ડકપની ૮ માંથી ૭ ટી-ર૦ મેચ ભારત જીત્યુ છે

                                                                                                                                                                                                      

કોલંબો તા. ૧૪: આવતીકાલે ટી-ર૦ વર્લ્ડકપમાં ભારત - પાકિસ્તાન વચ્ચે રોમાંચક મૂકાબલાની રાહ ક્રિકેટ રસિકો જોઈ રહ્યાં છે, વરસાદનું ફોરકાસ્ટ હોવાથી વિઘ્ન આવે  તેવી સંભાવના પણ જણાવાઈ રહી છે.

જો કે, ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચનો આનંદ વરસાદ બગાડી શકે છે. ્૨૦ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં ટકરાવાની છે, પરંતુ આ દિવસે શહેરના ૬૦% વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જો આવું થયું તો ચાહકો ક્રિકેટની આ મોટી મેચને ચૂકી જશે.

ટીમ ઈન્ડિયા ગત રાત્રે ૧૦ વાગ્યે કોલંબો પહોંચી. જ્યારે પાકિસ્તાનની ટીમ તેની બધી મેચ કોલંબોમાં જ રમી રહી છે. ટીમે અમેરિકા અને નેધરલેન્ડ્સને શરૂઆતની મેચમાં હરાવ્યા હતા. જ્યારે ભારતે અમેરિકા અને નામિબિયાને હરાવ્યા હતાં.

ભારતે મુંબઈમાં અમેરિકાને પહેલી મેચમાં હરાવ્યું, જયારે દિલ્હીમાં નામિબિયા સામે જીત મેળવી. પાકિસ્તાન પણ ૨ મેચ જીતી ચૂકયું છે. હવે ૧૫ ફેબ્રુઆરીની મેચ જીતનારી ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-૧ પર પોતાની સ્થિતિ મજબૂત કરશે.

૧૫ ફેબ્રુઆરીએ આખા ૨૪ કલાક વરસાદનું અનુમાન છે. સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી ૬૦% થી ૫૦% સુધી વરસાદ પડી શકે છે. મેચ દરમિયાન સાંજે ૭ થી રાત્રિના ૧૨ વાગ્યા સુધી પણ ૧૦ થી ૨૦% સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

કોલંબોમાં મેચના એક દિવસ પહેલા ૧૪ ફેબ્રુઆરીની સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી ૩૫% વરસાદની સંભાવના છે. સાંજે ૬ વાગ્યા સુધી ૨૫% વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ૧૦% જ વરસાદની આશંકા છે.

જો વરસાદના કારણે મેચ થવામાં અવરોધ આવે અથવા મેચ આખરે રદ થાય, તો બંને ટીમને ૧-૧ પોઇન્ટ આપવામાં આવશે. ટી-૨૦ વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. ટીમ ઈન્ડિયા હાલમાં ગ્રુપ-છમાં આગળ છે, જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે. બંને ટીમ પાસે દરેક ૪ પોઇન્ટ છે, પરંતુ ભારતનો રન રેટ પાકિસ્તાન કરતા નોંધપાત્ર રીતે સારો છે.

જો આ મેચ રદ થાય છે, તો ટીમ ઈન્ડિયા સુપર-૮માં સ્થાન મેળવવાની લગભગ ખાતરી છે. જોકે, ટેક્નિકલ રીતે, તેઓ ક્વોલિફાય નહીં થાય. પાકિસ્તાન મેચ પછી, ભારત નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી મેચ રમશે. જો ટીમ ઈન્ડિયા તે મેચ જીતી જાય છે, તો તેઓ સુપર-૮ માટે ક્વોલિફાય થશે.

પરંતુ જો ભારત નેધરલેન્ડ્સ સામે હારી જાય છે, તો તેમણે આશા રાખવી પડશે કે પાકિસ્તાન નામિબિયા સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ હારી જાય. આવી સ્થિતિમાં, ભારત વધુ સારા રન રેટના આધારે સુપર-૮માં સ્થાન મેળવશે. વધુમાં, જો ભારત-પાકિસ્તાન મેચ રદ થાય છે, તો યુએસએ અને નામિબિયા સુપર-૮ની રેસમાંથી બહાર થઈ જશે.

પાકિસ્તાન સરકારે ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા ભારત સામે મેચ રમવાની ના પાડી દીધી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ને ફટકાર લગાવી. પીસીબીએ આઈસીસી સામે ૩ માગણીઓ મૂકી હતી, પરંતુ આઈસીસીએ એક પણ ન સાંભળી અને પાકિસ્તાનને મેચ રમવા મજબૂર કરી દીધું. આઈસીસીની ફટકાર બાદ પીસીબીએ મેચ રમવા પર મંજૂરી આપી દીધી.

પાકિસ્તાન ભારતને માત્ર એક જ વાર હરાવી શક્યું: આઠ માંથી સાત હાર્યુ

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ૮ મેચ રમાઈ છે. ૭માં ભારત અને માત્ર ૧માં પાકિસ્તાનને જીત મળી. પાકિસ્તાને ૨૦૨૧માં દુબઈના મેદાન પર એકમાત્ર જીત નોંધાવી હતી. જ્યારે ભારતે ૨૦૦૭માં પાકિસ્તાનને ફાઈનલમાં પણ હરાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh