Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ સામે કરાઈ હતી ચેક પરતની ફરિયાદઃ
જામનગર તા. ૯: જામનગરમાં વેપાર કરતા એક આસામીએ પોતાના મિત્રના ખરાબ સમયમાં આર્થિક મદદ કર્યા પછી તે રકમ પરત કરવા માટે અપાયેલો ચેક બેંકમાંથી પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે. આરોપીની દલીલ હતી કે, ફરિયાદીની આ રકમ હાથઉછીની આપવાની આર્થિક પરિસ્થિતિ નથી તે દલીલ અદાલતે અમાન્ય રાખી છે.
જામનગરમાં વસવાટ કરતા અને બ્યુટી પ્રોડક્ટ્સનો વેપાર કરતા હિતેશ ચંદુભાઈ મહેતાએ પોતાના પાડોશમાં રહેતા વિજય નરેન્દ્રભાઈ છત્રાલીયાને મિત્રતાના દાવે રૂ।.૫,૯૦,૦૦૦ આપ્યા હતા. તે રકમ પરત ચૂકવવા વિજય છત્રાલીયાએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા હિતેશ મહેતાએ નોટીસ પાઠવ્યા પછી અદાલત માં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસનું સમન્સ આરોપી બહારગામ ક્યાંક ચાલ્યા ગયા હોવાથી બજતું ન હતું. તે પછી આરોપી હાજર થયા હતા. કેસ ચાલવા પર આવતા આરોપીએ દલીલ કરી હતી કે, હિતેશ મહેતાએ પાંચ સ્થળેથી લોન મેળવી છે, તેઓનો વેપાર ખૂબજ નાના સ્કેલનો છે ત્યારે તેઓ ખુદ નાણાકીય સહાય લેતા હોય તો આરોપીને આવડી મોટી રકમ આપે તે માનવાલાયક નથી તેની સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદીએ લોન લીધી હોય તે કારણથી તેમની ફાયનાન્સિયલ કેપેસીટી નબળી ગણી શકાય નહી અને ફરિયાદીએ મિત્રતાના સંબંધમાં બીજા મિત્રને ખરાબ સમયમાં મદદ કરી હોય તે રકમ પરત આપવામાં આરોપીએ ગુન્હો આચર્યાે છે તે ગંભીર બાબત છે.
બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી વિજય નરેન્દ્રભાઈ છત્રાલીયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકની રકમ એક મહિનામાં વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ અનિલ જી. મહેતા તથા તેમની ટીમના અર્જુનસિંહ સોઢા, વિવેક જાની, ભરત વસરા, પાયલ રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial