Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે ઈશુદાન ગઢવી સહિતના અગ્રણી નેતાઓએ રામધૂન બોલાવીઃ શીશ ઝુંકાવ્યું

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું આગમનઃ

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ઉપરાંત ધારાસભ્ય હેમતભાઈ ખવા સહિતના 'આપ'ના નેતાઓ તળાવની પાળ સ્થિત અને વિશ્વપ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં જોડાયા હતાં. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ખેડૂત સંગઠનના પ્રમુખ પ્રવિણભાઈ રામ અને જામનગરના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં 'આપ'ના નેતાઓએ બાલાહનુમાનજીના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. ત્યારપછી ત્યાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં જોડાઈને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh