Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાની જમીનના ટ્રસ્ટના નાણાની ગોલમાલના કેસમાં બેની જામીન અરજી રદ્દ

કલમના ઉમેરા માટે અદાલતે આપી મંજૂરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના કનસુમરામાં આવેલી એક જમીનના ટ્રસ્ટના રૂ.૧૭ કરોડની ઉચાપત થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી કેટલાક આરોપીની ધરપકડ થઈ હતી. તેમાંથી બે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી જિલ્લા અદાલતે નકારી છે અને આરોપીઓ સામે એક કલમના ઉમેરાની મંજૂરી આપી છે.

જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલી ગ્રામ સમસ્તની માલિકીની ર૧ એકર જમીન જે તે વખતે સંપાદનમાં જતા રૂ.રર કરોડની રકમ છૂટી થઈ હતી. તેના સંકલન માટે જે તે સમયે ગ્રામજનોએ ટ્રસ્ટ રચ્યું હતું. આ ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાક વ્યક્તિઓએ અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અલગ અલગ ખર્ચા બતાવી રકમ વાપરી નાખતા ઈરફાન ઈસ્માઈલ ખીરા નામના આસામીએ પોલીસમાં અરજી કરી હતી.

તે પછી પોલીસે ટ્રસ્ટી કાસમ દોસમામદ ખીરાની ફરિયાદ પરથી અકરમ સલીમ ખીરા, અકરમ ઈસુબ, અલ્તાફ જુસબ, આમદ મામદ, ઈકબાલ હારૂન, ઈસ્માઈલ હાસમ, વલીમામદ દોસમામદ, હુસેન સુલ્તાન, હનીફ અલારખા ખીરા સામે રૂ.૧૭ કરોડથી વધુની રકમ ઓળવી જવા અંગે ગુન્હો નોંધાયો હતો.

આ પ્રકરણમાં જેલહવાલે થયેલા અકરમ સલીમ, ઈસ્માઈલ ખીરા નામના બે આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નકારી હતી તેથી બંને આરોપીએ જિલ્લા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અન્વયે મૂળ ફરિયાદીના વકીલ યુ.ડી. ચાવડા, બેનઝીર જુણેજા, વી.યુ. ચાવડા તથા સરકારી વકીલ દીપક ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીની અરજી નામંજૂર કરી છે અને આરોપીઓ સામે આઈપીસી ૪૦૯નો ઉમેરો કરવાની પોલીસ દ્વારા અરજી કરાતા તે કલમનો ઉમેરો કરવા મંજૂરી અપાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh