Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પ હવે મફતમાં કોઈ ખોટો કે ખોટનો ધંધો કરવા માંગતા નથીઃ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુ પૌરાણિક મહા કથા સાગર મંથન બાબતે સાવ અજાણ છે. દેવોએ સાથે મળી મેરુ પર્વતને વલોણું બનાવી સમુદ્ર મંથન કર્યું હતું. દેવોનો પ્રયાસ હોવા છત્તા તેમાંથી હળાહળ નીકળ્યું! દેવોના દૈવી વલોણાથી અમૃતની સાથે કાતિલ વિષ નીકળ્યું, અમૃતપાન માટે દેવો ઝઘડી પડ્યા. વિષ મળતા દેવો હતપ્રભ થયા અને તેના પાન માટે કોઈ તૈયાર ન થયું. આખરે કથા અનુશાર દેવોના દેવ મહાદેવે વિષપાન કરવું પડ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પને યાદ કરીને આ સમુદ્ર મંથન કથા યાદ આવી જાય છે. કારણ કે, તે અમેરિકાના હિતો મજબૂત કરવા અને આર્થિક મજબૂતી વધારવા માટે મન ઘડંત ઘમ્મર વલોણા ફેરવી આખી દુનિયાને ટ્રમ્પ ઉજાગરા કરાવે છે તેના માટે ઉત્તમ ઉદાહરણ છે. અંતે શું પ્રાપ્ત થશે તે સમય કહેશે. રોજ નિતનવા ગતકડાં રજૂ કરે છે. પરિણામે દુનિયા જ નહીં આખું અમેરિકા ગોટે ચડ્યું છે. ટ્રમ્પ દાદા માને છે કે, આખી દુનિયા ખાસ કરીને ભારત અમેરિકાને મોટા પાયે લૂંટી રહૃાું છે અને અમેરિકા જેવી મહાસત્તા ધંધાની લાલચે મૂર્ખ બનાવી રહી છે. અમેરિકાની જાહોજલાલી લૂંટવા માટે લાખો વિદેશીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યા છે. અમેરિકાને દાયકાઓથી રશિયા અને ચીન આંખના કણાની જેમ ખૂંચે છે. હવે તેમાં ભારત ભળ્યું છે.
પ્રશ્ન
ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો પણ સાવ નાખી દેવા જેવા નથી. મહદ્અંશે તેની પીડા સાચી છે. વિયેતનામ થી લઈને અફઘાનિસ્તાન સુધી તેની સેના ખાસ કઈ ઉકાળી શકી નથી. જગત જમાદાર થવાની લાહૃામાં અમેરિકાની તિજોરી ખાલી થઈ રહી છે. છેલ્લે રશિયાને ગાળિયો નાખવા માટે યુક્રેન અને નાટોને આગળ કર્યા. પરંતુ પુતિન મચક આપતા નથી. હવે ઝડપથી મેક ઓવર ન કરવામાં આવે તે દેશની તગતગતી જવાની ખખડી જવાની. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી ટીન એજ બનાવવા માંગે છે. અમેરિકાની જવાનીના લાભ માત્ર અમરીકને જ મળવા જોઈએ તેવું તે માને છે.
ભારતના સંદર્ભમાં વાત કરીએ તો, આપણે અમેરિકાના માલ ઉપર બહુ મોટા કરવેરા લાદ્યા છે તે હકીકત છે. એપલનો આઈ ફોન ભારતમાં બને છે. દેશમાં રૂપિયા ૧ લાખમાં વેચતા આ ફોનનું અર્થશાસ્ત્ર જોઈએ તો, તેની પડતર કિમત માત્ર ૩૩ હજાર રૂપિયા છે. બાકીના ૩૩ હજાર કંપનીનો નફો છે અને છેલ્લા ૩૩ હજાર ભારતને ટેક્સ રૂપે મળે છે. આમ પડતર કિંમત ઉપર જોઈએ તો ૧૦૦ ટકા ટેક્સ થયો ગણાય. આમ અમેરિકન ટેકનોલોજી ઉપર ભારતને મોટી કમાણી અને વધુ રોજગારી મળે. અમેરિકાની ટેકનોલોજી હોવા છતાં એપલ કંપની ત્યાંની સરકારને માત્ર ૧૦-૧૫ ટકા નફાનો ટેક્સ ચૂકવે. કોઈ પણ હાઇ ટેક ટેકનોલોજી વિકસાવ્યા પછી અમેરિકાએ તમાચો મારીને ગાલને લાલ રાખવો પડે છે. માત્ર આપણે ત્યાં જ નહીં, આખી દુનિયામાં આ હાલત છે. અમેરિકાના ખર્ચાળ સંશોધનો બાદ દુનિયા કાજુ બદામ ખાય છે અને અમેરિકાના ભાગે મગફળીના દાણા જ આવે છે!
શસ્ત્રો
અમેરિકાનો યુદ્ધ શસ્ત્રોનો સૌથી મોટો ધંધો છે. આધુનિક શાસ્ત્રોના સંશોધનો ઉપર અબજો મિલિયન ડોલર ખર્ચ કરે છે. દુનિયામાં ઝગડા કરવી આ ઉદ્યોગને ધમધમતો રાખે છે. પરંતુ મોટી તકલીફ એ છે કે, મોટાભાગના દેશોને તેના શસ્ત્રો લોન ઉપર આપવા પડે છે અને મોટા ભાગના દેશો લોન ચૂકવવામાં અખાડા કરે છે. હવે શસ્ત્રો આધારિત દેવું માથા ઉપર જતું રહૃાું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોટાભાગના યુદ્ધ મેદનોમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે.
શસ્ત્રોમાં પણ મોટી દાણચોરી થાય છે. અમેરિકા હવે ચોરીછૂપીથી બળવાખોરોને માલ આપી શકતું નથી.
લોસ ફરાદ
ગેરકાયદે શસ્ત્રોના વેપારને જાણવા માટે અમેઝોન પ્રાઇમ ઉપરની સ્પેનિસ વેબ સીરિઝ 'લોસ ફરાદ' જોવા વિનંતી છે. તેમાં ૧૯૮૦ ના શીત યુદ્ધના સમયની વાર્તા છે. નિકરાગુવા, ઈરાક, ઈરાન આફ્રિકા, કોંગો, નાઈજીરિયા, લિબિયા, એંગોલાને તોડી પાડવા રશિયા અને અમેરિકા ગેરીલા યુદ્ધને ટેકો કરે છે. દાણચોરીથી શસ્ત્રો પૂરા પાડે છે. બળવાખોરોને ગેરકાયદે શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવા બે દલાલ વચ્ચેના સંઘર્ષની આ કથા છે. અમેરિકાના શસ્ત્ર ધંધાને જાણવો હોય તે આ વેબ જોઈ લેવી. ડોનાલ્ડ ટ્રમ્પ હવે મફતમાં કોઈ ખોટો કે ખોટનો ધંધો કરવા માંગતા નથી.
અનેક નિર્ણયો
ડોનાલ્ડ ટ્રમ્પનો ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના શરૂ થયેલો બીજો કાર્યકાળ, અભૂતપૂર્વ માત્રામાં એક્ઝિક્યુટિવ કાર્યવાહીથી વ્યસ્ત રહૃાો છે. અમેરિકાના રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ અને વ્યાપક અસરો વાળો રહૃાો. સપ્ટેમ્બર ૨૦૨૫ ના મધ્ય સુધીમાં ૨૦૦ થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર, ૫૦+ મેમોરેન્ડા અને ૮૦+ ઘોષણાઓ કરી ચૂક્યા છે. ટ્રમ્પના નિર્ણયો અને વિચારો ઇમિગ્રેશન અમલીકરણ, નિયમનમુક્તિ, સાંસ્કૃતિક/વૈચારિક સુધારાઓ અને વિદેશ નીતિ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જોકે તેઓએ કાનૂની પડકારો અને પક્ષપાતી વિભાજનને વેગ આપ્યો છે. જ્યારે કોઈ એક પણ નિર્ણય એકમાત્ર ''મુખ્ય'' નિર્ણય તરીકે ઊભો થતો નથી, સૌથી પરિવર્તનશીલ અને વ્યાપકપણે ટાંકવામાં આવેલ નિર્ણય ઇમિગ્રેશન નીતિમાં મોટા પાયે ફેરફાર કર્યા, જેમાં દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી, મેક્સીકન ડ્રગ કાર્ટેલને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા, અને ગેર કાયદે વસાહતીઓને મોટા પાયે દેશનિકાલ શરૂ કરવાનો સમાવેશ થાય છે. આથી સરહદ અસરકારક રીતે સીલ થઈ ગઈ છે, પહેલા આઠ મહિનામાં ગેરકાયદેસર ક્રોસિંગમાં ૯૦% થી વધુ ઘટાડો થયો છે, અને એક લાખથી વધુ ગુનેગારો અને આતંકવાદીઓને દેશનિકાલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેને ટ્રમ્પના મુખ્ય ''અમેરિકા ફર્સ્ટ'' વચનને પૂર્ણ કરવા તરીકે જોવામાં આવે છે અને સમર્થકો દ્વારા તેને શબ્દની સૌથી મોટી જીત તરીકે બિરદાવવામાં આવી છે, જ્યારે ટીકાકારો તેને કઠોર ગણાવે છે.
મોદીને પોતાના મિત્ર ગણાવતા ડોનાલ્ડ દાદા ભારતને સોટીએ સોટીએ ફટકારે છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીઓને હાથ પગમાં બેડીઓ પહેરાવી દેશનિકાલ કર્યા. આવી ઘટના ચીન કે પાકિસ્તાન સામે બની નથી. ભારત નિર્ણાયક જીત મેળવે તે પહેલાં પકિસ્તાન સાથેનું યુદ્ધ રોકાવી દેવાનો ઉચ્ચાર ૩૦ વખત કરી ચૂક્યા છે. આ કારણે દેશમાં મોદી સરકારે વ્યાપક ટીકાઓનો ભોગ બનવું પડ્યું છે. પાકિસ્તાન સાથે અંગત વ્યાપાર માટે પણ તે વારંવાર નિર્ણયો લઈ રહૃાા છે. પાકિસ્તાનના સેના પ્રમુખને વ્હાઇટ હાઉસમાં બોલાવી આગતા સ્વાગત કરી.
આવા અનેક નિર્ણયો અને ઉચ્ચારણો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ શું સાબિત કરવા કે સિદ્ધ કરવા માંગે છે તે સ્પષ્ટ નથી.
સમુદ્ર મંથન
દેવોના સમુદ્ર મંથનમાં હળાહળ વિષ પણ નીકળ્યું હતું. તે ભગવાન શિવે ગટગટાવવું પડ્યું હતું. વર્તમાન સમયમાં જો ઝેર નીકળશે તો શું ડોનાલ્ડ ટ્રમ્પ પીશે? વિષપાન માટે ભાગીદાર મળશે? ડોનાલ્ડના વર્તમાન કાર્યકાળને હવે ત્રણ વર્ષ બાકી છે. તે શું ત્રણ વર્ષમાં અમેરિકાને ફરી સદ્ધર કરી શકશે? અમેરિકાને વિશ્વમાં ફરી મહાસત્તા બનાવી શકશે? અમેરિકનોને રોજગાર આપી શકશે? ગેરકાયદે વસાહતીઓને તગેડી શકશે?
બીજી તરફ ડોનાલ્ડને ભારત, ચીન અને રશિયા બહુ ગંભીરતાથી લેતા નથી. રશિયા યુક્રેનમાંથી પાછું હટવા તૈયાર નથી. યુક્રેનના પ્રમુખ પણ અમેરિકી પ્રમુખની ટોપ ટીમને ખરી ખોટી સાંભળવી ચાલ્યા ગયા હતા. ચીન અને પાકિસ્તાન પોતાના ગેરકાયદે વસાહતીઓને સ્વીકારવા માટે ગલ્લાંતલ્લાં કરે છે.
ટ્રમ્પના સમુદ્ર મંથનમાં ભરપૂર વિષ મળી રહૃાું છે. જો કે હજુ પ્રારંભિક તબક્કો હોવાથી નકારાત્મક અસરોની નોંધ લેવાતી નથી, પરંતુ ભવિષ્યમાં અમેરિકાનો ઇતિહાસ લખાશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હીરો હશે કે વિલન હશે તે અત્યારે નક્કી કરવું મુશ્કેલ છે. જે હશે તે, પરંતુ ઇતિહાસકારોએ તેની અવશ્ય નોંધ લેવી પડશે. અને થોડા ઘણા સફળ રહૃાા તો, આગામી અનેક પ્રમુખોએ તેને અનુસરવું પડશે!
વિઝા
અમેરિકાએ તેની વિઝા પ્રક્રિયા બહુ કડક કરી દીધી છે. નોકરિયાતો માટેની વિઝા ફી માં પણ ધરખમ વધારો કર્યો છે. વિઝા ધરાવતા હોય તેમાને પણ કડક પૂછપરછમાંથી પસાર થવું પડે છે. ચીન અને પાકિસ્તાનના લોકોને તો નવા વિઝા આપવાનું લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે. ૪૫ દેશોમાં તો અમેરિકન એમ્બેસીની વિઝા અરજી સાઇટ ઠપ્પ છે. અસંખ્ય લોકો હવે દુબઈની એમ્બેસીમાંથી વિઝાની તારીખો મેળવી રહૃાા છે. ભારતમાં વિઝાની કાયદેસરની ફી ઉપરાંત ૨૫૦૦ થઈ ૩ હજાર એજન્ટ ચાર્જ કરે છે, દુબઈમાં આ ભાવ ૩૦ હજાર સુધી પહોંચ્યો છે!
તાજેતરમાં એચ-વન વિઝાની ફી વધારી દેવામાં આવી અને અનેક અમેરિકન કંપનીઓએ તેના વિઝા ધારક કર્મચારીઓને અચાનક અમેરિકા પરત બોલાવ્યા, તેથી હવાઈ ભાડા આસમાને પંહોચી ગયા છે. અમેરિકા જતા ધંધાર્થીઓ અને અભ્યાસુઓની સંખ્યા નોંધનીય રીતે ઘટતા એરલાઇન્સ કંપનીઓ પણ ગૂંગણામન અનુભવી રહી છે.
સારાંશ
અમેરિકાના ધમપછાડા ધરતીકંપના આંચકા જેવા છે. અમેરિકા એક નવી કેડી કંડારવા માંગે છે. તે પોતાના દેશને આર્થિક રીતે સદ્ધર કરી મહાસત્તાની ટેગ વધુ મજબૂત કરવા માંગે છે. અમેરિકાના કડક નિર્ણયોના સારા નરસા પરિણામો થોડા દિવસો કે મહિનાઓમાં દેખાય તેમ નથી. તેની અસરો જાણવા માટે થોડા વર્ષોની રાહ જોવી પડે. નરેન્દ્ર મોદી સ્વદેશી માટે બહોળો પ્રચાર કરી રહૃાા છે, તેની અસરો પણ રાતોરાત દેખાશે નહીં. ભારતીય લોકોને વિદેશી માલની લત લાગી ગઈ છે. સ્વદેશી માલ હજુ બાલ્યાવસ્થામાં છે. વિદેશી માલ અને ટેકનોલોજીનો વરસાદ થાય છે. ભારત ટેકનોલોજીની બાબતમાં હજુ ઘણું પાછળ છે. આપણી માનસિકતા સંશોધનો માટે બહુ નબળી છે. સુંદર પીચાઇ જેવા લોકો પણ વિદેશી નોકરી કરે છે. અમેરિકામાં નોકરી કરવાનો ક્રેઝ છે.
ભારતને ટેકનોલોજી ક્ષેત્રે પગભર થવા માટે હજુ ૨૫ વર્ષ લાગે તેમ છે. આપણી કોઈ ટેકનોલોજી ડેવલપ થાય તો વિદેશી કંપનીઓ તેને ખરીદી લે છે. ઈમેલ ક્ષેત્રે ભારતીય શબ્બીર ભાટિયાનું હોટમેઈલ એક સમયે ટોચ ઉપર હતું. આજે ક્યાં છે તે કોઈને ખબર નથી! થમ્સ અપ જેવું ઠડું પીણું હવે કોકાકોલા હસ્તક છે.
અમેરિકાનું સમુદ્ર મંથન લાંબા ગાળે નવાજૂની કરશે તે નક્કી છે!
'નોબત'ના વાચકો અને ચાહકો સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરે તેવો હાર્દિક અનુરોધ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ દૈવી સ્ત્રી દુર્ગાના સન્માન માટે સમર્પિત છે
નવરાત્રિ હિન્દુ દેવીઓની ભક્તિનું પર્વ છે. માતાજીના અસંખ્ય સ્વરૂપોને ભક્તો ભાવથી પૂજે છે. સામાન્ય રીતે તો સમગ્ર વર્ષ દરમિયાન ૩૩ કરોડ દેવતાઓની વિવિધ વિધિ વિધાનથી ભક્તિ કરવામાં આવે છે. પરંતુ નવરાત્રિ માત્ર આદ્યશક્તિ માતાની આરાધના કરવાનો સમય છે. નવરાત્રિનું મુખ્ય પ્રતિક ગરબો છે અને તેની આસપાસ નૃત્ય દ્વારા ભક્તિ, આરાધના કરવામાં આવે તેને ગરબી કહેવામાં આવે છે.
નવરાત્રિ વાર્ષિક હિન્દુ તહેવાર છે જે નવ રાત સુધી ચાલે છે, જે દૈવી સ્ત્રી દેવી દુર્ગાના સન્માન માટે સમર્પિત છે. ચાર નવરાત પૈકી સૌથી વધુ ઉજવવામાં આવતી શારદા નવરાત્રિ છે, જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પાનખર મહિનામાં આવે છે. આ તહેવાર વિજયાદશમીમાં સમાપ્ત થાય છે, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દુષ્ટતા પર વિજયનું પ્રતીક છે.
નવરાત્રિના પવન પર્વ પ્રસંગે અહીં માતાજીના મુખ્ય સ્થાનકોની અક્ષર યાત્રા કરીએ.
વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.
જેના નામ વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, રાક્ષસ રાજા મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધ થયું હતું.
જ્યાં દસમા દિવસને વિજયાદશમી (શાબ્દિક રીતે 'વિજય દિવસ') તરીકે ઉજવાય છે.
માં દુર્ગના નવ નમોમાં (૧) શૈલ પુત્રી, (૨) બ્રહ્મચારિણી (૩) ચંદ્રઘંટા (૪) કુશમાંડા (૫) સ્કંદમાતા (૬) કાત્યાયની (૭) કાલરાત્રિ (૮) મહા ગૌરી અને (૯) સિદ્ધિદાત્રી છે.
આઠમ કે નોમને દિવસે કુમારિકા ભોજન પણ કરાવવામાં આવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
સોમવારથી શરૂ થતા માઁ ના પવિત્ર દિવસો નિમિત્તે આજે ૫૧ શક્તિપીઠનો અક્ષર પ્રવાસ કરીએ.માન્યતા અનુસાર ૫૧ શક્તિપીઠ છે, જે તમામ દેવી માતા પાર્વતી સાથે સંકળાયેલા પવિત્ર સ્થળો માનવામાં આવે છે. આ મંદિરો દેશભરમાં ફેલાયેલા છે, પ્રાદેશિક પરંપરાઓને કારણે યાદીઓમાં થોડો તફાવત છે. મુખ્ય ઉદાહરણોમાં આસામમાં કામાખ્યા, જમ્મુમાં વૈષ્ણો દેવી અને કોલકાતામાં કાલીઘાટનો સમાવેશ થાય છે.
શક્તિપીઠોને શાક્ત પીઠો અથવા સતી પીઠો પણ કહેવાય છે, તે હિન્દુ ધર્મમાં માતા દેવી સંપ્રદાય, શક્તિવાદમાં મહત્ત્વપૂર્ણ મંદિરો અને તીર્થસ્થાનો છે. આ મંદિરો આદિ શક્તિના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. શ્રીમદ્ દેવી ભાગવતમ જેવા વિવિધ પુરાણોમાં ૫૧, ૫૨, ૬૪ અને ૧૦૮ શાક્ત પીઠોની હોવાનો ઉલ્લેખ છે, જેમાંથી ૧૮ને મધ્યયુગીન હિન્દુ ગ્રંથોમાં અષ્ટદશ મહા (મુખ્ય) અને ૪ ને ચતસ્રહ આદિ (પ્રથમ) તરીકે નામ આપવામાં આવ્યું છે.
શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર મહા (મુખ્ય) શાક્ત પીઠોમાંનું એક છે અને તે બધામાં સૌથી વધુ ભક્તો અહી આવે છે. અહીં દર વર્ષે ૧૫ મિલિયનથી વધુ લોકો આવે છે.
ઉદગમ
શાક્ત પીઠો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા તે વિશે ઘણી દંતકથાઓ છે. સૌથી વધુ લોકપ્રિય પીઠો હિન્દુ ધર્મ અનુસાર દેવી સતીના મૃત્યુની વાર્તા પર આધારિત છે. શિવ સતીના શરીરને વહન કરતા હતા, તેમના દંપતી તરીકેના ક્ષણોને યાદ કરતા હતા, અને તેને લઈને બ્રહ્માંડમાં ફરતા હતા. વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને તેમના શરીરને ૫૧ શરીરના ભાગોમાં કાપી નાખ્યા હતા, જે પૃથ્વી પર પડ્યા અને પવિત્ર સ્થળો બન્યા જ્યાં બધા લોકો દેવીને શ્રદ્ધાંજલિ આપી શકે. આ કાર્ય પૂર્ણ કરવા માટે, શિવે ભૈરવનું રૂપ ધારણ કર્યું.
સંખ્યા
દેવી પૂજાના મોટાભાગના ઐતિહાસિક સ્થળો ભારતમાં છે, પરંતુ નેપાળમાં કેટલાક, બાંગલાદેશમાં સાત, પાકિસ્તાનમાં બે અને તિબેટ, શ્રીલંકા અને ભૂટાનમાં એક-એક છે. પ્રાચીન અને આધુનિક સ્ત્રોતોમાં ઘણી દંતકથાઓ છે જે આ પુરાવાને દસ્તાવેજીકૃત કરે છે. દેવી સતીના મૃતદેહના પતનના ચોક્કસ સ્થળોની સંખ્યા અને સ્થાન અંગે સર્વસંમતિનો અભાવ છે, જોકે અમુક સ્થળો અન્ય સ્થળો કરતા વધુ સારી રીતે માનવામાં આવે છે.
શાકંભરી શક્તિ પીઠ, સહારનપુર, ઉત્તર પ્રદેશની બ્રહ્મ પુરાણના ૧૦૮ સિદ્ધ પીઠોમાંથી એક છે અને દેવી શાકંભરીના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. દર વર્ષે લગભગ એક કરોડ લોકો મંદિરની મુલાકાત લે છે.
મલ્લિકાર્જુન મંદિર ભારતના એવા ત્રણ મંદિરોમાંનું એક છે જે જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંનેને સમર્પિત છે. શક્તિપીઠ એ સ્થાનો છે જ્યાં શિવની પ્રથમ પત્ની દેવી સતીના અંગો તેમના બલિદાન પછી ભગવાન શિવ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા.
૫૧ શક્તિપીઠની યાદી અત્રે રજૂ કરી છે.
(૧) મહામાયા શક્તિપીઠ, બિલાસપુર, છત્તીસગઢ
(૨) કાત્યાયની શક્તિપીઠ, ખાગરીયા, બિહાર
(૩) વિશાલાક્ષી શક્તિપીઠ, વારાણસી, યુ. પી.
(૪) લલિતા દેવી શક્તિપીઠ, અલ્હાબાદ, યુ. પી.
(૫) રામગીરી શક્તિપીઠ, ચિત્રકૂટ, યુ. પી.
(૬) પંચ સાગર શક્તિપીઠ, વારાણસી, યુ. પી.
(૭) મલ્લિકાર્જુન શક્તિ પીઠ, આંધ્ર પ્રદેશ
(૮) જ્વાલા દેવી શક્તિપીઠ, કાંગડા, હિમાચલ પ્રદેશ
(૯) ત્રિપુરમાલિની શક્તિપીઠ, જલંધર,પંજાબ
(૧૦) સાવિત્રી શક્તિપીઠ, કુરુક્ષેત્ર, હરિયાણા
(૧૧) પાટણ દેવી શક્તિપીઠ, પટના, બિહાર
(૧૨) મિથિલા શક્તિપીઠ, દરભંગા, બિહાર
(૧૩) જનસ્થાન શક્તિપીઠ, નાસિક, મહારાષ્ટ્ર
(૧૪) અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા, ગુજરાત
(૧૫) ગાયત્રી મણિબંધ શક્તિપીઠ, પુષ્કર, રાજસ્થાન
(૧૬) અંબિકા શક્તિપીઠ, ભરતપુર, રાજસ્થાન
(૧૭) સર્વશૈલ/રાકિની શક્તિપીઠ, રાજમુન્દ્રી, રાજસ્થાન
(૧૮) ભ્રમરામ્બા શક્તિ પીઠ, કુર્નૂલ, આંધ્ર પ્રદેશ
(૧૯) ભગવતી અમ્માન મંદિર, કન્યાકુમારી, તમિલનાડુ
(૨૦) સુચિન્દ્રમ શક્તિપીઠ, કન્યાકુમારી, તમિલનાડુ
(૨૧) કામાક્ષી અમ્માન શક્તિપીઠ, કાંચીપુરમ, તમિલનાડુ
(૨૨) માઁ ફુલ્લરા શક્તિપીઠ, બીરભુમ, પશ્ચિમ બંગાળ
(૨૩) બહુલા શક્તિપીઠ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ
(૨૪) મહિષાસુરમર્દિની શક્તિપીઠ, બીરભુમ
(૨૫) કાલી ઘાટ શક્તિપીઠ, કોલકાતા
(૨૬) કંકલીતાલા શક્તિપીઠ, બીરભુમ
(૨૭) રત્નાવલી શક્તિપીઠ, હુગલી, પશ્ચિમ બંગાળ
(૨૮) ત્રિસ્ત્રોટા શક્તિપીઠ, હુગલી
(૨૯) નંદીપુર શક્તિપીઠ, બીરભુમ
(૩૦) ઉજાની શક્તિપીઠ, બર્ધમાન
(૩૧) ભાર્ગભીમા શક્તિપીઠ, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ બંગાળ
(૩૨) કામાખ્યા દેવી શક્તિપીઠ, ગુવાહાટી, આસામ
(૩૩) નર્તિયાંગ દુર્ગા શક્તિપીઠ, જયંતિયા હિલ્સ, મેઘાલય
(૩૪) ત્રિપુરા સુંદરી શક્તિપીઠ, ઉત્તર ચંદ્રપુર, મહારાષ્ટ્ર
(૩૫) બિરાજા શક્તિપીઠ, જાજપુર, ઓરિસ્સા
(૩૬) વિમલા મંદિર, પુરી, ઓરિસ્સા
(૩૭) જય દુર્ગા શક્તિપીઠ, દેવઘર, ઝારખંડ
(૩૮) ભૈરવ પર્વત શક્તિપીઠ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ
(૩૯) કલમાધવ શક્તિપીઠ, શાહડોલ, મધ્યપ્રદેશ
(૪૦) નર્મદા શક્તિપીઠ, અનુપપુર, મધ્યપ્રદેશ
(૪૧) નાગપૂષની અમ્માન શક્તિપીઠ, નૈનાતીવુ, શ્રીલંકા
(૪૨) ગંડકી ચંડી શક્તિપીઠ, મુક્તિનાથ, નેપાળ
(૪૩) ગુહૃોશ્વરી શક્તિપીઠ, કાઠમંડુ, નેપાળ
(૪૪) સુગંધા શક્તિપીઠ, બારિસલ,બાંગ્લાદેશ
(૪૫) ભવાનીપુર શક્તિપીઠ, બોગરા, તેલંગાણા
(૪૬) જેશોરેશ્વરી શક્તિપીઠ,ઈશ્વરીપુર, બાંગલાદેશ
(૪૭) સપ્તશ્રૃંગી મંદિર, નાસિક
(૪૮) માં લક્ષ્મી શક્તિપીઠ
(૪૯) મનસા શક્તિપીઠ, કૈલાશ માનસરોવર
(૫૦) શિવહરકારાય શક્તિપીઠ, કરાચી, પાકિસ્તાન
(૫૧) હિંગળાજ શક્તિપીઠ, લસબેલા, પાકિસ્તાન
હિન્દુઓમાં માન્યતા અને શક્તિ અનુસાર ભાવ ભક્તિ કરવામાં આવે છે. જૂનાગઢના લોકો ગિરનાર રોડ ઉપરના વાઘેશ્વરી માતાની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવે છે. હાલારના લોકો જોગવડના આશાપુરા માતાજીને પણ ભજે છે.
અંબાજી માતા મંદિર
બનાસકાંઠાના દાંત ગામ નજીક આવેલું અંબાજી મંદિર એક મહત્ત્વપૂર્ણ શક્તિપીઠ છે, જે ૫૧ પવિત્ર સ્થળોમાંનું એક છે, જ્યાં સતીના મૃત્યુ અને ભગવાન શિવના વિનાશક નૃત્ય પછી તેમનો જમણો હાથ અથવા હ્ય્દય પડી ગયું હતું. ગુજરાતના ગબ્બર ટેકરી પર સ્થિત આ પ્રાચીન મંદિર દેવી અંબાને સમર્પિત છે. મંદિરનું મૂળ પ્રાચીનકાળમાં ખોવાઈ ગયું છે, પરંતુ તેનું અનેક નવીનીકરણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં મુઘલ કાળ દરમિયાન સમારકામ અને ૧૮મી સદીમાં મરાઠા શાસકો દ્વારા વ્યાપક પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. મંદિર અનન્ય છે કારણ કે તેમાં ભૌતિક મૂર્તિનો અભાવ છે, મધ્ય ગોખ (મંદિર) દેવીના જેવું શણગારેલું છે. વર્તમાન મંદિર મૂળ નાગર બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
અંબાજીનું મંદિર ખાસ પુરાતત્ત્વીય કથા ધરાવતું નથી. ગર્ભગ્રહમાં માતા દેવીની દિવાલમાં એક તિરાડ છે. ત્યાં કોઈ મૂર્તિ નથી, પરંતુ કપડાં, એસેસરીઝ અને ચહેરાના માસ્ક સમયાંતરે ગોઠવાયેલા હોય છે જેથી વિવિધ દર્શનો જોઈ શકાય, જેમ કે માતા દેવી વાઘ પર સવારી કરતી હોય. નજીકમાં બે શાશ્વત દીવાઓ ઘીથી સળગતા હોય છે. દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે, અને મંદિરના પૂજારી બ્રાહ્મણો હોય છે. શહેરમાં, ફક્ત ઘીનો ઉપયોગ થાય છે (ક્યારેય તેલ નહીં) અને સ્ત્રીઓની પવિત્રતાનું કડક પાલન કરવામાં આવે છે. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી અનુસાર આ સ્થાન પર અંબાજીની પૂજા ઓછામાં ઓછી ૧૪મી સદીની છે.
નોંધનીય છે કે, સૌથી છેલ્લું નવીનીકરણ ૨૦૧૬ માં પૂર્ણ થયું હતું. વધુમાં, રાજ્ય સરકારે તાજેતરમાં જુલાઈ ૨૦૨૫માં મંદિર સંકુલ માટે ૫૦ વર્ષનો નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગબ્બર ટેકરી સાથે જોડતો એક નવો કોરિડોર શરૂ કર્યો, જેનો હેતુ યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાનો છે.
માતા દુર્ગા મંદિર
ભારતભરમાં માઁ દુર્ગા મંદિરો ભક્તોને આકર્ષે છે. જેમાં જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિર અને આંધ્રપ્રદેશના વિજયવાડામાં કનક દુર્ગા મંદિર જેવા મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. અન્ય મહત્ત્વપૂર્ણ મંદિરોમાં પશ્ચિમ બંગાળમાં દક્ષિણેશ્વર કાલી મંદિર, ગુજરાતમાં અંબાજી મંદિર અને કર્ણાટકના આઈહોલમાં દુર્ગા મંદિરનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ શિલ્પ કલા સાથેનું એક પ્રાચીન સ્થળ છે.
ભક્તિ
ભક્તિ માનસ અને આસ્થાનો વિષય છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિ જ સર્વસ્વ હોય હોય એ સ્વાભાવિક છે. માતાજીની ભક્તિની પ્રથમ શરત 'આચારસહિંતા' છે. જે બહુ સ્પષ્ટ અને કડક છે. માતાજીની ભક્તિ મનોરંજન નથી. આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ નથી. લાખો રૂપિયાના વસ્ત્ર પરિધાન કે ભવ્યતા પણ જરૂરી નથી. માત્ર એક દીપક અને અગરબત્તી દ્વારા પણ માતાજીની ભક્તિ થઈ શકે છે. ભક્તિ મટે નૃત્ય કરી શકાય, પરંતુ તેના માટે ડાન્સ ક્લાસમાં જવું જરૂરી નથી. માત્ર બે હાથ જોડી, આંખો બંધ કરીને પણ માતાજીની ભક્તિ કરી શકાય છે.
'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને નવરાત્રિ પ્રસંગે હાર્દિક શુભેચ્છા અને આગામી સમયે સુખ, શાંતિ અને પ્રગતિમય નિવડે તેવી માતાજીને પ્રાર્થના.
જય માતાજી....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ નિશ્ચિત શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર ઉજવાય તે જરૂ.રી
ધર્મ સંસ્કાર, શાંતિ અને આત્મા સાથે સંકળાયેલો વિષય છે. ફિલ્મી ગીતકાર રવીન્દ્ર જૈને રાજકપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલી ફિલ્મ માટે બહુ સરસ પંક્તિઓ લખી હતી....માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાની!
ધાર્મિક માન્યતાઓ માટે આનાથી વધુ ચોટદાર શું લખી શકાય? ધર્મ અને અંધશ્રદ્ધા બાબતે બૌદ્ધિકો સમયે-સમયે, પ્રસંગે પ્રસંગે લખતા રહૃાા છે. બૌદ્ધિકોના મંતવ્યો સ્વીકારવા કે ન સ્વીકારવા તે ધર્મ પાળતી વ્યક્તિ ઉપર આધાર રાખે છે. ધર્મ મૂળભૂત રીતે નિષ્ઠા, પ્રામાણિકતા, કરૂ.ણા, લાગણી, તટસ્થતા ઉપર આધારિત છે. ધર્મ લોભ, લાલચ, લૂંટ, ભ્રષ્ટતા, સ્વાર્થનો સદંતર વિરોધી છે. આપણે ધર્મ પાળીએ છીએ પરંતુ તેના ઉપદેશોથી દૂર રહીએ છીએ. 'જીસને પાપ ના કીયા હો, વો પહેલા પથ્થર મારે.. લૈલા મજનૂ ફિલ્મનું આ ગીત પણ અહીં બરોબર ફીટ બેસે છે. જેના મનમાં સ્વાર્થ, લોભ, લાલચ, મોહ ન હોય તે વ્યક્તિ જ ધાર્મિક હોવાનો દાવો કરી શકે. જે કળિયુગમય હોય તેને ધર્મધુરંધર હોવાનો દેખાવ કે દાવો કરવાનો અધિકાર નથી!
વાચકોને સવાલ થશે કે, એન્જિઑગ્રાફીની ગાડી કેમ અચાનક ધર્મ ઉપદેશ ઉપર ચડી ગઈ? કારણ કે, અંગ્રેજી કેલેન્ડરના છેલ્લા ૬ માસ ધાર્મિક દિવસો અને પ્રસંગોથી ભરપૂર હોય છે. તમામ ધર્મોના મોટાભાગના મહત્વના દિવસો જુલાઈથી ડિસેમ્બર સુધીમાં આવે છે. હિન્દુ લોકોના શ્રાવણ, નવરાત્રિ, દિવાળી પણ આ ગાળામાં આવે. ૨૨ તારીખથી ગુજરાતીઓનો ગમતો તહેવાર, ઉત્સવ નવરાત્રિ ઉજવાશે. માતાજીની આરાધના માટે આ સપ્તાહ બહુ મહત્ત્વનું છે. વિદેશોમાં તો નવરાત્રિના કાર્યક્રમો શરૂ. પણ થઈ ગયા છે. ગાયક કલાકારો પોતાના સાજિંદાઓ સાથે સાત સમુંદર પાર ગરબાઓની રમઝટ બોલાવી રહૃાા છે. આદિત્ય ગઢવીને ત્યાંના ગરબા આયોજકોએ ટેસ્લાની ડ્રાઈવર વગરની સઈબર ટ્રક મોડેલની કારમાં મુસાફરી કરાવી. આદિત્યએ પોતે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો. જે કલાકારને નવરાત્રિ પ્રસંગે વિદેશમાં કામ ન મળે તે મોટો કલાકાર કહેવતો નથી! નાના અને નવા કલાકારો મફતના ભાવમાં પણ વિદેશ જાય, સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂકી પોતાના ભાવ વધારે. મોટા કલાકારો બહુ નખરાં કરે છે તેવી ફરિયાદ ત્યાંના સ્થાનિક આયોજકો કરતા હોય છે. મોટા કલાકારો પૂરા ત્રણ કલાક પરફોર્મ કરતા નથી તેનો વસવસો અનેક આયોજકો કરે.
વડોદરાના એક નામી કલાકારે અમેરિકામાં ફક્ત એક કલાક જ ગરબાની રમઝટ બોલાવી શો પૂરો કર્યો ત્યારે આયોજકો સાથે મોટો ઝઘડો થયો. નામી કલાકારે કોન્ટ્રેક્ટ પેપર બતાવ્યું, તેમાં એક કલાક જ લખ્યું હતું, આયોજકે ઉત્સાહમાં કે ઉતાવળમાં તે શરત વાંચી નહીં. આમ હવે આપણા ગુજરાતી કલાકારોના કોન્ટ્રેક્ટ પેપર ત્યાં વકીલોની સલાહ બાદ જ આગળ વધે છે. કારણ કે, મોટા કલાકારો જે માંગે તે આપવામાં આવે તો, સોના કરતા ઘડામણ મોંઘું પડે છે.
આપણા ગુજરાતમાં તો હાલ દાંડિયા રાસ અને ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે વિદેશમાં તો રાસ ગરબાની રમઝટ જામી છે. ગુજરાતી કલાકારો નામ રોશન કરવા માટે ત્યાં સ્ટેજ ગજવી રહૃાા છે. સ્ટેજ ઉપર જોવા મળતા ગુજરાતી ગાઈકા કિંજલ દવે ઓફ સ્ટેજ જુદા પહેરવેશમાં વિદેશી નઝારો માણતા સોશિયલ મીડિયા ઉપર જોવા મળે. તેમની વેસ્ટર્ન ડ્રેસિંગ સેન્સ બહુવિધ અને ઊંચી હોય છે. લાખો ગુજરાતી નારીઓ અને કન્યાઓ તેમના ડ્રેસને ફોલો કરે છે.
ચાલો.. આજે વિદેશની થોડી શબ્દ સફર કરીએ. ત્યાં શું ચાલી રહૃાું છે.
અમેરિકા
ન્યુ જર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ, ન્યુયોર્ક જેવા ભારતીય વસ્તી ધરાવતા વિસ્તારોમાં નવરાત્રિ વ્યાપકપણે ઉજવવામાં આવી રહી છે. વિવિધ સમુદાયો મોટા પાયે ગરબા અને દાંડિયા કાર્યક્રમોનું આયોજન કર્યું છે, કોમ્યુનિટી હોલ, મંદિરો અથવા ખુલ્લા મેદાનમાં નવરાત્રિ યોજાયા છે. ચાલુ વર્ષ માટે, પરંપરાગત સંગીત સાથે વાઇબ્રન્ટ ડાન્સ નાઇટ્સની પણ વ્યવસ્થા છે, જ્યાં ખેલૈયાઓ ચણિયા ચોલી અને કુર્તા-પાયજામા જેવા રંગબેરંગી પોશાક પહેરે છે. ટેક્સાસ, કેરી, ઉત્તર કેરોલિના અથવા હૃાુસ્ટનના મંદિરોમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સિલિકોન વેલી વિસ્તારમાં ઉપવાસ પરંપરાઓ સાથે સુસંગત, સાત્વિક (શુદ્ધ) શાકાહારી વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ સાથે બહુ-દિવસીય ઉત્સવોનું આયોજન છે. સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર નવરાત્રિના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે.
બ્રિટન
લંડન, લેસ્ટર અને બર્મિંગહામ જેવા શહેરોમાં, નવરાત્રિ એક મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે. કોમ્યુનિટી હોલ, રમતગમતના મેદાનો ગરબા અને દાંડિયા સ્થળોમાં પરિવર્તિત થયા છે, જેમાં લાઇવ બેન્ડ અથવા ડીજે પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીત ધબકી રહૃાું છે. બ્રિટિશ હિન્દુ સમુદાય જેવા જૂથો અથવા નીસડેનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જેવા સ્થાનિક મંદિરો દ્વારા આયોજિત સમાન મોટા મેળાવડા જમ્યા છે. ભક્તો ઘટસ્થાપન (કળશમાં દેવીને બોલાવીને) અને દૈનિક પૂજા કરી શકે છે, જેમાં કેટલાક ઉપવાસ અને ફળો અને ખીર જેવા પ્રસાદનો સમાવેશ થાય છે. ખોરાક અને કપડાંના દાન સહિતની સેવા પણ કરવામાં આવે છે.
કેનેડા
ટોરોન્ટો, વાનકુવર અને બ્રેમ્પટનમાં, નવરાત્રિ ઉજવણીઓ મુખ્ય છે, ખાસ કરીને ગુજરાતી અને ઉત્તર ભારતીય સમુદાયોમાં આ સમય મુખ્ય આકર્ષણ બને છે. સ્થાનિક સમુદાય આયોજિત ગરબા રાત્રિઓની માંગ ઘણી ઊંચી છે, બેન્ક્વેટ હોલ અથવા સાંસ્કૃતિક કેન્દ્રોમાં ટિકિટવાળા કાર્યક્રમો યોજાય છે, જેમાં પરંપરાગત રાસ ગરબા અને માતાજીના ભક્તિ ગીતોનો સમાવેશ થાય છે. મંદિરોમાં દુર્ગાના નવ સ્વરૂ.પો માટે ખાસ પૂજાઓ કરવામાં આવે છે, ભક્તો ઉપવાસ રાખે છે. આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને સાબુદાણા ખીચડી જેવી નવરાત્રિ-વિશિષ્ટ વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલનો સમાવેશ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા
સિડની અને મેલબોર્નમાં, નવરાત્રિ ભારતીય સાંસ્કૃતિક સંગઠનો દ્વારા ગરબા અને દાંડિયા કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. શ્રી વેંકટેશ્વર મંદિર જેવા સમુદાય કેન્દ્રો અને મંદિરો પૂજા અને સાંસ્કૃતિક રાત્રિઓનું આયોજન કરે છે. દરેક દિવસ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા હોય છે. નવરાત્રિના પરંપરાગત પોશાક પહેરીને સાથીદારો કે પરિવાર સાથે આઉટડોર અથવા ઇન્ડોર રાસ ગરબા યોજાય છે. નવરાત્રિના દિવસોમાં ઉપવાસ અને આધ્યાત્મિક પ્રવચનો પણ યોજાય છે.
અન્ય પ્રદેશો
સિંગાપોર, મલેશિયા અને યુએઈ જેવા દેશોમાં, જ્યાં ભારતીય ડાયસ્પોરા સમુદાયો ખીલે છે, નવરાત્રિમાં મંદિર પૂજા, સાંસ્કૃતિક શો અને નૃત્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સિંગાપોરમાં, લિટલ ઇન્ડિયાના મંદિરો આરતી અને ભજનનું આયોજન હોય છે, જ્યારે દુબઈમાં, મોટા પાયે ગરબા કાર્યક્રમો સામાન્ય છે, જે ઘણીવાર ખુલ્લા સ્થળો અથવા ઓડિટોરિયમમાં આયોજિત થાય છે. આ ઉજવણીઓ ઘણીવાર સ્થાનિક લોકો આપણ સામેલ થાય છે, જેમાં ડાયસ્પોરાના સ્વાદને અનુરૂ.પ ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.
વિદેશોમાં ગુજરાતી ગરબાને ગુગલમાં શોધવા પણ બહુ કપરૃં છે, કારણ કે જ્યાં જ્યાં વશે ગુજરાતી, ત્યાં ત્યાં ઉજવાય નવરાત્રિ! ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન 'મફત પાસ'નું બહુ મોટું દૂષણ છે. આયોજકો નવરાત્રિથી નથી થાકતા તેટલા, મફત પાસ માંગણીથી કંટાળી જાય છે. નવરાત્રિ દરમિયાન પાંચ હજારની જાહેરાત આપનાર વ્યક્તિ ૧૦ હજાર રૂ.પિયાના મફત પાસ માંગે!
વિદેશોમાં મફત પાસ જેવું કઈં નથી. એડવાન્સમાં પૈસા ચૂકવી ટિકિટ ખરીદવાની! ત્યાં મોટા ભાગના ધાર્મિક મેળવડાઓ ફી સાથે કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર વર્તમાન નવરાત્રિ દરમિયાન ૧૦૦થી વધુ નામાંકિત ગાયક, સંગીત અને નૃત્ય કલાકારો અમેરિકામાં હાલ છે.
શાસ્ત્રોક્ત ભક્તિ
ધાર્મિક તહેવારો પંચાંગ, દિવસ અને સમય અનુસાર શાસ્ત્રોક્ત પદ્ધતિએ ઉજવવા ફરજિયાત છે. કૃષ્ણ જન્મ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૨ વાગ્યે જ ઉજવવો જોઈએ. રામ જન્મ દિવસ, હોલિકા દહન, દશેરા, નવું વર્ષ જેવા તમામ ગુજરાતી, હિન્દુ તહેવારોનો દિવસ, સમય શાસ્ત્રોએ નક્કી કરેલો છે. નવરાત્રિનું પણ તેવું જ છે. માતાજીના આ દિવસો ચોક્કસ પંચાંગ અનુસાર જ ઉજવવા જોઈએ.
હવે નવરાત્રિના નામે આખો મહિનો વિવિધ નામો સાથે રાસ ગરબા ચલે છે. જે શાસ્ત્રોક્ત નથી. વિદેશોમાં પણ વિક એન્ડમાં અનુકૂળ હોય ત્યારે નવરાત્રિ ઉજવવામાં આવે છે. એક બાબત પણ સત્ય છે કે, ભક્તિભાવને કોઈ સમય બંધન નથી. પરંતુ નવરાત્રિ જ્યારે ઉજવાતા હોઈએ ત્યારે પંચાંગમાં દર્શાવેલ સમય પત્રકને અનુસરવું ફરજિયાત છે.
હિન્દુ પરંપરા નવ દિવસ સિવાય નવરાત્રિ પૂજાને માન્યતા આપતી નથી. માતાજીના ગરબા ગાવા માટે કે ગરબે રમવા માટે પણ સ્પષ્ટ નિયમો છે. મહિલાઓ માટે પણ કડક નિયંત્રણો અને નિયમો શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. તેનું પાલન ફરજિયાત છે. માતાજીના નવરાત્રિના દિવસો દરમિયાન હવે ભક્તિના નામે ભેળસેળ પીરસવામાં આવી રહી છે. માતાજીની આરતી ક્યારે કરવી તે પણ નિશ્ચિત છે. દરેક આયોજકોએ માતાજીની ભક્તિ માટેની આચારસહિંતા પાળવી જોઈએ. માતાજીના સ્થાપન સમયે મૂર્તિનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ તે પણ નિશ્ચિત છે. માતાજીના સ્થાપન અને ઉત્થાપન માટે ચોઘડિયું જોવું અને યોગ્ય મૂહરતમાં તે વિધિ કરવી જોઈએ.
મને લાગે છે કે નવરાત્રિના બહાને મોટાભાગના વિધિવિધાન કોરાણે મૂકવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શ્રેણીમાં પાત્રો દરેક ખુશીના પ્રસંગે ગરબા ગાય છે. આ યોગ્ય ગણી શકાય. પરંતુ નવરાત્રિના સ્થાપન સાથે તો માતાજીના પ્રોટોકોલ સાથે જ ભક્તિ થઈ શકે.
પરંપરા
વિદેશોમાં પણ સાદગી પૂર્ણ રીતે નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરવામાં આવતી હોય છે. કેટલાક પરિવારો ઘરમાં એકત્ર થઈ બેઠા ગરબા ગાય છે. નાગર જ્ઞાતિના બેઠા ગરબા પ્રસિદ્ધ છે. અમેરિકાના ટેક્સાસમાં પણ અનેક ગુજરાતી ઘરોમાં બેઠા ગરબા ગુંજે છે. જામનગરમાં જલાની જારની પુરૂ.ષોની ભક્તિ પણ નોંધનીય છે. આજે પણ નવરાત્રિની ભક્તિ પરંપરાગત રીતે કરવામાં આવતી હોવાના અસંખ્ય દાખલાઓ છે. પુરૂ.ષો ધોતિયું કે અબોટિયું પહેરી ગરબે રમે તે પરંપરા છે.
માતાજીને શૃંગાર બહુ પસંદ છે તેથી કુમારીકાઓ, કન્યાઓ અને મહિલાઓ શણગાર સાથે રમે તે ઉચિત ગણાય. નવરાત્રિના ડ્રેસ હવે ભાડે પણ મળે છે. વિદેશમાં વસતા અનેક નૃત્ય પ્રેમીઓ ગુજરાતમાંથી ચણિયા ચોળી અને હાર, બુટ્ટી સહિતના શણગાર મંગાવે છે. કેટલાક તો ખરીદી કરવા માટે ખાસ આવે છે. ગુજરાત સરકાર પણ વાઇબ્રન્ટ નવરાત્રિ ઉજવવા વિદેશીઓને ખાસ આમંત્રણ આપે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને નવરાત્રિ પ્રસંગે હાર્દિક શુભકામના અને જય માતાજી.
- ૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
માસ્ટર શેફ ઇન્ડિયાના સ્પર્ધક દીપા ચૌહાણ સિંધી પાક કલાના માહિર છે
સિંધી સમાજ વિષે બહુ લખાતું નથી. ગુજરાતમાં અને રાજ્ય બહાર આ સમાજ સુસંસ્કૃત રીતે જીવન નિર્વાહ કરી રહૃાો છે. 'જય ઝૂલેલાલ' નો નાદ સંભળાય એટલે સમજવું કે સિંધી પરિવાર ભક્તિભાવ કરી રહૃાો છે. આજે અહી તેમની સામાજીક એન્જિઑગ્રાફી કરવી નથી. આ સમાજનો એક પ્રગટ ન થયેલો એંગલ લખવાનો વિચાર આવ્યો છે. ગુજરાતીઓની વેપારની ખાસિયત જગ પ્રસિદ્ધ છે. સિંધી લોકો પણ વેપાર વણીજ્યને પચાવીને બેઠા છે. કચ્છીઓની જેમ તેમની બોલી અલગ. કોઈ ખાસ ઉન્માદ વગર આગળ વધે. શાંતિ પ્રિય. તેમની અટકમાં છેલ્લે 'ણ' જરૂર આવે. નાનો સમાજ હોવાથી નાગરોની જેમ રાજકીય વર્ચસ્વ નામ માત્રનું છે. સિંધ પ્રાંતમાંથી આવ્યા હોવાનું ઇતિહાસ કહે છે. લાલકૃષ્ણ અડવાણી અને રામ જેઠમલાણી બહુ મોટા અને સન્માનીય નામો છે. એક જમાનામાં મુંબઈ નજીકનું ઉલ્લાસ નગર બહુ પ્રખ્યાત હતું. અહી સિંધીઓની વસ્તી મોટી. એવું પણ કહેવાતું હતું કે, ઉલ્લાસ નગરના કારીગરો દુનિયાની મોટાભાગની ચીજોની ડુપ્લિકેટ બનાવી આપે, પાછા તેના ઉપર લખે.. મેડ ઇન યુ.એસ.એ!
આજે વાત માંડવી છે સિંધીઓની ચટાકેદાર રસોઈની અને દીપા ચૌહાણ નામની સેલિબ્રિટી શેફ મહિલાની.
રાજકારણ પછી રસોઈ મારો પ્રિય વિષય છે. એન્જિઑગ્રાફીના અનેક વાચકો ફૂડ ઉપર લખવા માટે આગ્રહ કરતા હોય છે. રાંધણ કળા ઉપર પણ તક મળે ત્યારે કલમ 'વઘારી' નાખું છું.
તારીખ ૪ અને ૫ સપ્ટેમ્બરના હરિદ્વારમાં સિંધી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન યોજાયું છે. આ અધિવેશનમાં આગામી મુદ્દત માટેના નવા રાષ્ટ્રીય પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોની વરણી કરવામાં આવશે.
દીપા ચૌહાણ
શેફ દીપા ચૌહાણ ફૂડએક્સપી ચેનલ પર 'સિંધ જી રસોઈ' નામનો પોતાનો ટીવી શો હોસ્ટ કરે છે. તે માસ્ટરશેફ ઇન્ડિયાના સ્પર્ધક રહી ચૂક્યા છે અને સિંધી ભોજનના પ્રચારક તરીકે પણ જાણીતા છે, આ પરંપરાને તે તેના પોપ-અપ્સ, ફૂડ ફેસ્ટિવલ્સ અને શો દ્વારા વૈશ્વિક પ્રેક્ષકો સાથે શેર કરવાનો પ્રયાસ કરે છે.
વિશ્વ કક્ષાએ નામના ધરાવતા કૂકરી શો 'માસ્ટરશેફ ઇન્ડિયા'ની વર્ષ ૨૦૨૩ની સાતમી સીઝનમાં શેફ દીપા ચૌહાણ દેખાયાં હતા. અંતિમ ૧૬ સ્પર્ધકમાં તે નવમાં સ્થાને રહૃાા હતા. ત્યારબાદ તેણે બહુ ખ્યાતિ મળી. સિંધી ભોજનના પ્રચારક બનવાની તેમની સફર તેના ઘણાં સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. આજે, તે પોતાના સિંધી મૂળની વાનગીઓને પ્રોત્સાહન આપવા અને દેશ અને દુનિયામાં લુપ્ત થતી વાનગીઓનું પ્રદર્શન કરવા માટે જાણીતા છે.
ઘરનું ભોજન દરેક ભારતીય માટે મુખ્ય આકર્ષણ હોય છે પરંતુ દરેક માટે તે સંપૂર્ણપણે અલગ હોય છે. પરંપરાગત ભોજન ઇતિહાસ અને સંસ્કૃતિની ઓળખ આપે છે. શેફ દીપા ચૌહાણ માટે, પરંપરાગત ભોજનનો અર્થ તેના સિંધી મૂળને જાળવી રાખવાનો છે.
શેફ દીપા હંમેશાં ખોરાક પ્રત્યે ઉત્સાહી રહી છે અને ખાસ કરીને તેના સિંધી વારસાને રજૂ કરતી વાનગીઓ તેમના શોખનું હાર્દ છે. નિયમિત પોપ-અપ્સનું આયોજન કરીને અને તેના રસાયણ-મુક્ત, તૈયાર-કુક પેસ્ટ અને મસાલા બ્રાન્ડ મોર્ટાર્સ અને પેસ્ટલ્સ દ્વારા તેની રાંધણ પ્રતિભાનું પ્રદર્શન કરીને, તેણીએ તેની પ્રતિભાને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડી. તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ સાથેના સહયોગમાં મુંબઈમાં તેમનું નવીનતમ સાહસ 'સિંધી સ્વાદ' દ્વારા ખાસ ભોજનને પ્રોત્સાહન આપે છે. કોકી બાઇટ્સ જેવા નાના નાસ્તા ઉપરાંત સ્વાદવાળી લબનેહ, ખીમા ટિક્કી અથવા ક્લાસિક દાલ પકવાન જેવા નાસ્તાને પરંપરા સાથે જોડવામાં આવે છે. તેણી સિંધી કઢી, દાલ ટિક્કી, લગ્ન માટે ખાસ શાદી કી ભાજ, પાપડ ચૂરી, બિરિસ્તા સાથે સિંધી પાપડના ભૂકો અને મસાલાવાળું મિશ્રણ અને સુગંધિત સિયાલ મટન અને ઘણી બધી ક્લાસિક વાનગીઓ પણ એકસાથે લાવી રહી છે, જે બધા કોન્સેપ્ટ મેનુ રજૂ કરે છે.
દીપા ચૌહાણ આજે પણ 'ફૂડ- એક્સપી' નામની લોકપ્રિય ભોજન ચેનલ ઉપર 'સિંધ જી રસોઈ' નિયમિત હોસ્ટ કરે છે તેમાં અવનવી સિંધી વાનગીઓ રસપ્રદ રીતે રજૂ કરે છે.
ભોજન
સિંધી ભોજન, એ સિંધી લોકોનું પરંપરાગત ભોજન છે, જે તેના અનોખા સ્વાદ માટે જાણીતું છે, જે મસાલેદાર, મીઠા અને તીખા સ્વાદનું મિશ્રણ કરે છે. મુખ્ય વાનગીઓમાં સાંઈ ભાજી (પાલક અને મસૂરની કઢી), દાળ પકવાન (મસૂરની કઢી સાથે તળેલી ફ્લેટબ્રેડ), સિંધી કઢી (એક ગાઢ, તીખી કરી), અને કોકી (મસાલેદાર ફ્લેટબ્રેડ) શામેલ છે. સામાન્ય ઘટકોમાં ડુંગળી, કમળના દાંડી જેવા વિવિધ શાકભાજી અને ચણાનો લોટનો સમાવેશ થાય છે, જેમાં ભૂગા ચાવલ (કારામેલાઇઝ્ડ ડુંગળી ચોખા) અને સેયુન (મીઠી વર્મીસેલી) જેવી વાનગીઓ પણ લોકપ્રિય છે. સિંધી ભોજનમાં પાપડ અને ખાસ કરીને ચોખાના પાપડ લોકપ્રિય છે.
ગુજરાતમાં સિંધી ભોજન સિંધી પરંપરાગત વારસા અને સ્થાનિક અનુકૂલનનું મિશ્રણ છે, જેમાં ગુજરાતની મોટાભાગની શાકાહારી વસ્તીને અનુરૂપ ઘણી વાનગીઓ શાકાહારી બની છે. ગુજરાતી રાંધણ પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે, જેમ કે સિંધી વાનગીઓને ગુજરાતી અથાણાં અથવા દહીં સાથે આરોગવામાં આવે છે. ગુજરાતમાં પંજાબી સિંધી રસોઈનું વધુ ચલણ છે. સ્વાદિષ્ટ સિંધી રસોઈ હજુ રેસ્ટોરાંના મેનુમા જોવા નથી મળતી.
દાલ પકવાન
એન્જિઑગ્રાફીના લેખકનું આ પ્રિય ખાણું છે. જામનગરમાં અનેક સ્થળો ઉપર દાલ પકવાન મળે છે. તેમાં સેન્ટ્રલ બેન્ક પાસેના દાલ પકવાન લોકપ્રિય છે. આ એક સિગ્નેચર સિંધી નાસ્તાની વાનગી છે. તેમાં મસાલેદાર ચણાની દાળ (બંગાળી ચણા) હોય છે જે પકવાન નામના ક્રિસ્પી, ડીપ-ફ્રાઇડ ફ્લેટબ્રેડ અથવા ગુજરાતી ભાષામાં કહીએ તો કડક પૂરી સાથે પીરસવામાં આવે છે, જે મેંદા અથવા બેસનમાંથી બને છે. તેને ઘણીવાર ફુદીના-ધાણાની ચટણી, ડુંગળી અને લીંબુથી સજાવવામાં આવે છે. આ વાનગી અમદાવાદના સિંધી રેસ્ટોરાંમાં મુખ્ય વાનગી છે અને તેના ક્રન્ચી ટેક્સચર અને તીખા સ્વાદ માટે તેને પસંદ કરવામાં આવે છે.
સિંધી કઢીઃ ચણાના લોટ (બેસન), ભીંડા અને બટાકા જેવા શાકભાજી અને મસાલાથી બનેલી એક અનોખી, તીખી કઢી ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ગુજરાતી કઢીથી વિપરીત સ્વાદ મળે છે, જેમાં છાશનો ઉપયોગ થાય છે, સિંધી કઢી વધુ જાડી અને મસાલેદાર હોય છે, જે ઘણીવાર બાફેલા ભાત સાથે પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી ખાણીપીણીમાં લોકપ્રિય ઉત્સવની વાનગી છે.
સાંઈ ભાજીઃ ચણાની દાળ, ટામેટાં, ડુંગળી અને જીરૂ અને લસણ જેવા મસાલાઓથી બનેલી પૌષ્ટિક પાલક આધારિત કઢી છે. તે ઘણીવાર ભાત અથવા ભૂગા ચાવલ (સિંધી-શૈલીનો પુલાવ) સાથે બનાવવામાં આવતી એક પૌષ્ટિક વાનગી છે. સાંઈ ભાજી તેના સ્વસ્થ છતાં સ્વાદિષ્ટ દેખાવ માટે ગુજરાતમાં પ્રિય છે.
કોકીઃ ઘઉંના લોટ, ડુંગળી, ધાણા, દાડમના બીજ અને ઘીથી બનેલી જાડી, મસાલેદાર ફ્લેટબ્રેડ. તે પરાઠા કરતાં થોડી વધુ કડક હોય છે અને ઘણીવાર દહીં, અથાણું અથવા દાળ સાથે પીરસવામાં આવે છે. કોકી એ ગુજરાતના સિંધી ઘરો અને રેસ્ટોરાંમાં એક લોકપ્રિય નાસ્તો છે. સામાન્ય રીતે કોકી સાતમના દિવસે ટાઢું ખાવાનું હોય ત્યારે બનવવાવમાં આવે. મહેમાનોને પણ 'ચા કોકી' નો નાસ્તો આપવામાં આવે.
તરયલ પટાટા (આલુ): બારીક કાપેલા, તળેલા અથવા ઊંડા તળેલા બટાકા, સ્થાનિક મસાલાઓ સાથે પકવવામાં આવે છે. આ બહુમુખી વાનગી સિંધી ઘરોમાં મુખ્ય છે અને સામાન્ય રીતે ભાત, દાળ અથવા રોટલી સાથે બનાવવામાં આવે છે. તે એક સરળ છતાં સ્વાદિષ્ટ સાઇડ ડિશ છે જે ગુજરાતના સિંધી ભોજન સ્થળોમાં જોવા મળે છે.
તૈરીઃ ખાંડની ચાસણીથી બનેલી મીઠી ભાતની વાનગી, જે ઘણીવાર ચેટી ચાંદ જેવા તહેવારો દરમિયાન અથવા શુભ પ્રસંગો માટે પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. તે રચનામાં બિરયાની જેવું લાગે છે પરંતુ તે મીઠી હોય છે અને સામાન્ય રીતે તળેલા આલુ અને પાપડ સાથે જોડવામાં આવે છે. તૈરી ગુજરાતમાં સિંધીઓમાં સાંસ્કૃતિક રીતે પ્રિય છે.
મીઠો લોલોઃ ઘઉંના લોટ, ઘી અને ખાંડની ચાસણી, એલચીથી બનેલી મીઠી, તળેલી ફ્લેટબ્રેડ છે. તે ખાસ પ્રસંગોએ પીરસવામાં આવે છે, જેમ કે દિવાળી અથવા માંદગીમાંથી સ્વસ્થ થવું, અને ઘણીવાર દૂધ અથવા છાશ સાથે ભેળવવામાં આવે છે. આ મીઠાઈ જેવી બ્રેડ ગુજરાતના સિંધી સમુદાયોમાં લોકપ્રિય છે. આ કોકીનું સ્વરૂપ છે, જે દીકરીને સાસરીમાં પ્રસંગ હોય ત્યારે મોકલવામાં આવે છે.
માજૂનઃ નારિયેળના ભૂકા, સૂકા ફળો અને ઘીથી બનેલી એક શિયાળુ મીઠાઈ, જેને ઘણીવાર ચાંદીના વરખથી સજાવવામાં આવે છે. તે પરંપરાગત રીતે લગ્ન દરમિયાન દુલ્હનોને આપવામાં આવે છે અને તેના ગરમ ગુણધર્મો માટે મૂલ્યવાન છે. અમદાવાદમાં સિંધી મીઠાઈની દુકાનોમાં તમને માજૂન મળશે.
સેવિયાં (સેવૈયા): એક મીઠી મીઠાઈ, ક્યારેક દૂધ આધારિત, ચેટી ચાંદ (હિન્દુ સિંધીઓ દ્વારા) અથવા ઈદ (મુસ્લિમ સિંધીઓ દ્વારા) જેવા તહેવારો દરમિયાન પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી રેસ્ટોરાં અને ઘરોમાં જોવા મળતી હળવી, સુગંધિત મીઠી વાનગી છે.
સિંધી પાપડઃ સિંધી ભોજનમાં એક અનિવાર્ય વાનગી છે. આ શેકેલા અથવા તળેલા પાપડ છે, ક્યારેક મસાલા સાથે મસાલેદાર. તે તૈરી, દાલ પકવાન અથવા સાંઈ ભાજી જેવી વાનગીઓમાં ક્રન્ચી તત્ત્વ ઉમેરે છે અને ગુજરાતમાં તેનો વ્યાપકપણે આનંદ માણવામાં આવે છે.
ધાલ છોલાઃ ગુજરાતીઓના રગડા પેટીસનું આ એક સિંધી વર્ઝન છે.
ધારણ જી કઢીઃ પંજાબીઓની ગટ્ટા કઢીનું આ સ્વરૂપ છે. સામાન્ય રીતે રોટલી કે ભાખરી સાથે ખાવામાં આવે છે.
બીજા કેટલાક વ્યંજનોમાં સિંધી આલુ ટૂક, ભીંડી ભસાર, ભી આલુ, ડોડો, બોરી, સત્તા પણ છે.
જામનગરમાં સિંધી પરિવારો મોટાભાગે ધંધા વ્યવસાયમાં વ્યસ્ત છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભાગલા સમયે આવ્યા હતા. આ પૈકીનાં કેટલાક પરિવારો ભારતમાં પ્રથમ જુનાગઢ નજીકના બાંટવા ગામે આવ્યા અને ત્યાંથી જામનગર આવ્યા અને વસ્યા. જામનગરમાં સિંધી લાડી લોહાણા અને સિંધી ભાનુશાલી સમાજની વસ્તી સૌથી વધુ છે.
તમામ સિંધી ભાઈ-બહેનોને 'નોબત'ના ચાહકો અને વાચકો તરફથી હાર્દિક શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શાંતિ સન્માન માટે વધુ કડક અને વાસ્તવિક માપદંડો નક્કી કરવાની જરૂર
વર્તમાન સમયમાં ચાલતા ગાઝા અને યુક્રેન યુદ્ધમાં ૬૪ હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે. લાખો અપંગ થયા છે. આ ખુવારીમાં મોટાભાગના મહિલા અને બાળકો છે. ગાઝામાં ભૂખમરો ચરમસીમા ઉપર છે તેવું યુનાઈટેડ નેશન્સ કહે છે. કાશ્મીર અને કોંગો જેવા પ્રદેશોમાં શાંતિની કેવી હાલત છે તે કટકે કટકે બહાર આવે છે. આપણાં કાશ્મીરના પહેલગામની બેસરણ વેલીમાં ૨૮ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા! માનવતા વિરૂદ્ધની આવી ક્રૂર ઘટનાઓનો હિસાબ નથી. ભવિષમાં પણ ઘાતકી લોકોના દિલમાં રામ વશે તેવું લાગતું નથી. અમેરિકાના વર્તમાન તરંગી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર જાહેરમાં કહે છે કે, મે દુનિયામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો અટકાવ્યા છે. પાકિસ્તાનના લશ્કરી વડાએ તો ટ્રમ્પ માટે નોબેલ પીસ પ્રાઇઝની ભલામણ પણ કરી દીધી. આપણા વધપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડાં વર્ષો પહેલાં શાંતિ માટેના આ સહુથી પ્રભાવશાળી પુરસ્કાર માટેની દોડમાં સામેલ હતા.
સવાલ
સૌથી મોટો સવાલ એ છે કે, ત્રણ વર્ષના સમયગાળામાં જો ૧૬ હજારથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં મૃત્યુ પામે, લાખો અપંગ બને, લાખો બેઘર બને તો 'શાંતિ પ્રયાસોનું શું?' મારા મતે ૨૦૨૫નો નોબેલ શાંતિ પુરસ્કાર કોઈને પણ આપવો ન જોઈએ. દુનિયામાં જેટલા પણ યુદ્ધો ચાલે છે, તેમાં સીધો કે અડકતરો અમેરિકાનો જ હાથ છે. ઈરાક, ઈરાન, અફઘનિસ્તાન, જેવા અનેક દેશોમાં માનવતાના નામે અમેરિકાએ નરસંહાર કર્યો છે. બળવાખોરો કરતાં નિર્દોષ લોકો વધુ મર્યા છે, અથવા પીડિત બન્યા છે.
ગાઝાના યુદ્ધમાં અનેક પત્રકારો પણ ભોગ બન્યા. તાજેતરમાં અલ જઝીરા સમાચાર ચેનલના પત્રકારને ઈઝરાઈલી સેનાએ ઠાર કર્યા. ત્યાર બાદ સેનાએ ખુલાસો કર્યો તેમાં પત્રકારને 'ડેલીબરેટલી' શબ્દ વાપર્યો. તેનો અર્થ એવો કે પત્રકારને જાણી જોઈને, હેતુ પૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે! દુનિયામાં અમેરિકા અને રશિયા બન્ને દેશ જો સાચા દિલથી ઈચ્છે તો સ્વર્ગ જેવી શાંતિ બની જાય. જો કે, દુનિયાના યુદ્ધો માટે નાટો નામનું આંતરરાષ્ટ્રીય સંગઠન પણ જવાબદાર છે. આમ તો તે પોતાની જાતને શાંતિ દૂત માને છે અને તેની સેનાનું નામ પણ 'પીસ કીપીંગ ફોર્સ' છે. જે મોટા ભાગે અશાંતિ સર્જે છે. નાટો સંગઠન દ્વારા અમેરિકા અને બ્રિટન સહિતના ૧૭ દેશો દુનિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગે છે. અને તેનું મુખ્ય ધ્યેય રશિયા અને ચીનના પ્રભુત્વને ખતમ કરવાનું છે. અમેરિકાએ વિએટનામ સાથે ૩૬ વર્ષ યુદ્ધ કર્યું. હાથમાં વિનાશ અને તારાજી જ આવ્યા. હાલમાં વિએટનામ અમેરિકાએ યુદ્ધ બાદ ત્યજી દીધેલાં શસ્ત્રો પ્રવાસીઓને બતાવી કમાણી કરે છે.
દુનિયામાં એક પણ સંઘર્ષ માનવતાના ઉત્કર્ષ માટે નથી. બધી લડાઇઓ માથાભારે લોકો પોતાના સ્વાર્થ અને ધંધા માટે લડી રહૃાા છે. આવા સમયે નોબેલ શાંતિ પુરસ્કારની યથાર્થતા કેટલી?
નોબેલ શાંતિ પુરસ્કાર
૧૯૦૧ થી ૨૦૨૪ના વર્ષ સુધીમાં આ સન્માન ૧૧૧ વ્યક્તિગત અને ૩૧ સંગઠનોને આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર વિજેતાઓ શું દુનિયામાં કાયમી કે કામચલાઉ શાંતિ સ્થાપી શક્યા છે ખરા? તેમના પ્રયાસો અને વિચારો શાંતિ માટે ઉત્તમ હશે, પરંતુ તે ટકાઉ રહૃાા નથી તે પણ વાસ્તવિકતા છે. આ સન્માન સ્થાપવાનો ઉદેશ ઉત્તમ હતો. પરંતુ હવે લાગી રહૃાું છે કે, શાંતિ પુરસ્કારોના ધારાધોરણો બદલવાની કે કડક કરવાની બહુ જરૂર છે. શાંતિ દુત તરીકે પ્રખ્યાત કબૂતર હવે લુચ્ચા, સ્વાર્થી, લેભાગુ અને ગુંડાઓના હાથમાં તરફડી રહૃાું છે.
શાંતિની વાતો માત્ર નબળા લોકો કરે છે, બહુબલી લોકો કાંઠલો પકડી પડાવી લે છે.
૨૦૨૪માં આ શાંતિ પુરસ્કાર જાપાનના નિહઓન હિદેનકોને આપવામાં આવ્યો હતો. તેમણે ન્યુક્લિયર શસ્ત્રો મુક્ત દુનિયા માટે કામ કર્યું હતું. શું તેના કાર્યથી સોઈ જેટલું પણ અણુ કે પરમાણુ શસ્ત્ર નાબૂદ થયું છે ખરૃં? પાકિસ્તાને ભારતને ન્યુક્લિયર હુમલાની ધમકી આપી હોવાનું ટ્રમ્પ કહે છે. તો નિહઓનના પ્રયાસોનું શું થયું?
કલયુગ એટલો પ્રભાવી છે કે, વર્તમાન સમયમાં દુનિયામાં રાવણ રાજ છે. મારે તેની તલવાર છે. હાલમાં શાસ્ત્રોના કહેવા અનુસાર ૨૮ મો કળયુગ ચાલી રહૃાો છે. ૫૬ મો કળયુગ પૂરો થશે ત્યાર બાદના સતયુગ પછી ધરતી ઉપર સ્વર્ગ ઉતરશે. હિન્દુ શસ્ત્રો મુજબ હાલમાં શાંતિ અશક્ય છે. ઠેર ઠેર રાવણ અને દુર્યોધનો કાળો કેર વર્તાવી રહૃાા છે.
નોબેલ શાંતિ પુરસ્કારને હવે થોડો સમય વિરામ આપવાની જરૂર છે.
કારણ કે, યુદ્ધખોર નેતાઓ કોઈ કોઈના કહૃાામાં નથી! હવેની લડાઇઓ માનવતા માટે નથી પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે છે. શાંતિના પરેવાં ફફડી રહૃાાં છે.
અધમતા
દુનિયામાં માનવતા નેવે મૂકીને અધમતા આચરવામાં આવી રહી છે. ગાઝામાં ભૂખમરાથી બચવા માટે ખોરાક અને પાણીની લુંટ ચલાવતા લોકોમાં અંધાધૂંધી ફેલાતાં ૨૬૦૦ લોકો કચડાઈ મર્યા. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારની કહાની પણ રૂવાંડા ઊભા કરી દે તેવા છે. અહી એશિયાની સૌથી મોટી નિરાશ્રિત છાવણી છે. અહી બાંગ્લાદેશની સૌથી મોટી ગટરના પાણીની નદી વહે છે. અનેક પરિવારો પેટ ભરવા આ ગટર નદી ઉપર નિર્ભર છે. પેલેસ્ટાઇન પણ નર્ક સમાન છે. અહી ભૂખમરો ચરમસીમા ઉપર છે. આ ત્રણેય દાખલા માટે મહાસત્તાઓનો આંતરવિગ્રહ જવાબદાર છે. એક પણ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અહી શાંતિ સર્જી શકે તેમ નથી.
મલાલા
અફઘનિસ્તાનની મલાલા યુસુફ જાઈ સૌથી નાની ઉમરે આ પુરસ્કાર મેળવનાર હતી. પાકિસ્તાનમાં જન્મેલી મલાલા સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ છે. કન્યા શિક્ષણના વિરોધી તાલિબાનોએ તેણીને ટાર્ગેટ કરી હતી. સંઘર્ષમય જીવન જીવ્યા બાદ તે બીજા અફઘાન કન્યાઓના શિક્ષણ માટે બહુ કઈ મોટું પરિવર્તન કરી શકી નથી. કારણ કે, તેની લડાઈ ખૂંખાર, સ્વાર્થી, લાલચી અને નરાધમ ત્રાસવાદીઓ સામે છે. જ્યાં રશિયા અને અમેરિકા પણ થાકી જતા હોય ત્યાં આ બાળકીનું શું ગજું છે!
ભારત
નોબેલ શાંતિ પુરસ્કારમાં ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. જેમાં વિજેતાઓમાં મધર ટેરેસા (૧૯૭૯), દલાઈ લામા (૧૯૮૯) અને કૈલાશ સત્યાર્થી (૨૦૧૪)નો સમાવેશ થાય છે. મધર ટેરેસાને તેમના માનવતાવાદી કાર્ય માટે માન્યતા આપવામાં આવી હતી, અને કૈલાશ સત્યાર્થીને બાળ મજૂરી અને તસ્કરીને સમાપ્ત કરવાના તેમના પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, નોબેલ ફાઉન્ડેશને મહાત્મા ગાંધીની અહિંસક પરંપરાને અનુસરવા બદલ નોંધ લીધી હતી.
નોબેલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે, વ્યક્તિઓ અને સંગઠનોએ રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો, સ્થાયી સૈન્ય નાબૂદ કરવા અથવા ઘટાડવા, અને શાંતિ પ્રયાસોને પ્રોત્સાહન આપવા, અથવા શસ્ત્ર નિયંત્રણ, શાંતિ વાટાઘાટો, માનવ અધિકારો અથવા વધુ શાંતિપૂર્ણ વિશ્વમાં નોંધપાત્ર યોગદાન માટે સૌથી વધુ કાર્ય કર્યું હોવું જોઈએ. ઉમેદવારોને લાયક વ્યક્તિઓ દ્વારા નામાંકિત કરવા જોઈએ, જીવંત વ્યક્તિઓ હોવા જોઈએ, અથવા સક્રિય સંસ્થાઓ હોવા જોઈએ, અને વિજેતા માટેનો નિર્ણય નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા લેવામાં આવે છે. વિજેતાના ભૂતકાળ અને વર્તમાનકાળને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવે છે. પુરસ્કાર વિજેતા ભવિષ્યમાં કેટલા અસરકારક કે સક્રિય રહેશે તે બાબત અધ્યાહાર રહે છે.
નોબેલ પુરસ્કાર એ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા દ્વારા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિમાં માનવજાત માટે નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૯૦૧ થી એનાયત કરાયેલ, દરેક વિજેતાને મેડલ, ડિપ્લોમા અને રોકડ પુરસ્કાર મળે છે. આ પુરસ્કારોનું સંચાલન સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અને સખત પસંદગી પ્રક્રિયા પછી સ્વતંત્ર પુરસ્કાર-પ્રદાન કરતી સંસ્થાઓ દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે. ૧૯૦૧ થી ૨૦૨૪ ની વચ્ચે ૧,૦૧૨ લોકો અને સંસ્થાઓને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે.
૨૦૨૫ માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના શુક્રવારના સવારે ૧૧ વાગ્યે ઓસ્લોમાં નોર્વેજીયન નોબેલ સંસ્થામાં કરવામાં આવશે. આ નોબેલ પુરસ્કારની જાહેરાતના અઠવાડિયાના સમયપત્રકનો એક ભાગ છે.
સારાંશ
નોબેલ શાંતિ પુરસ્કાર એ વૈશ્વિક સન્માન છે. તે કોઈ દેશ, ખંડ કે રાજ્ય પૂરતું સીમિત નથી. આ સન્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, સંસ્થા કે સંગઠને બહુ મોટી કે વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી હોવી જોઈએ. ગત વર્ષે ન્યુક્લિયર શસ્ત્રો વિરૂદ્ધ કાર્ય કરનાર જાપાનના વ્યક્તિને સન્માન આપવામાં આવ્યું. મારો અહી સીધો સવાલ છે કે, આ વ્યક્તિના પ્રયાસોનું પરિણામ શું આવ્યું? ન્યુક્લિયર નામની કે કામની એક નાની સોઈનો પણ કોઈ દેશે નાશ કર્યો નથી. શિક્ષણ ક્ષેત્ર બહુ અટપટું અને ખર્ચાળ બની રહૃાું છે ત્યારે નોબેલ સમિતિ શા માટે તેની ગણતરી કરતું નથી.
નોબેલ સમિતિ ઉપર એવા પણ આક્ષેપો થઈ રહૃાા છે કે, તે વાતાનુકૂલિત ખંડમાં બેસી માત્ર બાયો ડેટા વાંચી કમ પૂરૃં કરે છે. વાસ્તવમાં ફિલ્ડમાં શું પરિસ્થિતિ છે તેનું જમીની આકલન કરતી નથી.
નોબેલ શાંતિ સમિતિએ જીવિત હોય તેટલા આ સન્માન પ્રાપ્ત મહાનુભવોને ગાઝા, પેલેસ્ટાઇન, યુક્રેન, કોક્ષ બઝાર, આફ્રિકા, પાકિસ્તાન મોકલવા જોઈએ. અમેરિકા અને રશિયામાં યુદ્ધ વિરોધી ચર્ચા સભાઓ આયોજિત કરવી જોઈએ. યુદ્ધખોર નેતાઓ સામે દેખાવો કરવા કરવા જોઈએ.
આજની એન્જિઑગ્રાફી લખવાનો હેતુ એક જ છે કે જ્યારે અતિ હિંસક યુદ્ધમાં હજારો નિર્દોષ લોકો પીડાતા હોય ત્યારે 'નોબેલ શાંતિ પુરસ્કાર' જાહેર કરવાનો અર્થ રહેતો નથી.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું
આંબાના ઝાડને કુંડામાં પાંગરવાની આઝાદી મળતી નથી. પરંતુ જ્યારે જમીન મળે ત્યારે તો પાંગરવું જ જોઈએ. આ કુદરતનો નિયમ અને શરત બન્ને છે. આંબાના ઝાડ ઉપર હવામાન, કિટકો, ખાતરો જેવી અનેક અસરો આવે છે, જે ઝાડ તેને પચાવી જાય તે પાંગરે છે, માલિક તેની માવજત પણ કરે છે. જે ઝાડ ફળ નથી આપતું તે વેરહાઉસમાં વેતરાઈ જાય છે. કલમી આંબાએ પણ પોતાનું મૂળભૂત પોત અને જમીન છોડવા ન જોઈએ.
એન્જિઑગ્રાફીના વાચકોને લાગશે કે, આ વખતે લેખક ખેતીના રવાડે ચડી ગયા છે. ના.. એવું નથી. આજના સ્વતંત્રતા પર્વ પ્રસંગે આપણા દેશ માટે ફીટ બેસે તેવો દાખલો આંબાના માધ્યમથી આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે ૧૯૪૭ માં બ્રિટીશરોના કુંડામાંથી મુક્ત થયા. વિસ્તારવા માટે આઝાદી મળી. હવે આપણી જમીન, આપણું હવામાન, આપણું પોષણ છે અને આપણે જ માળી છીએ! સ્વતંત્રતા સ્વછંદતા ન બની જાય તેની ખાસ કાળજી લેવાની છે. ૧૯૪૭ પહેલાં દુશ્મનો હતા અને આજે પણ છે. માત્ર ચહેરા અને મહોરાં બદલાયા છે. ૧૯૪૭ પહેલાં આપણા ઉપર ગુલામી થોપી દેવામાં આવી હતી, આજે આપણે જાતે સ્વીકારી લીધી છે.
સ્વદેશી
આઝાદીના જંગમાં અનેક વ્યૂહાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા. માત્ર હથિયારો કે સંઘર્ષ જ લડાઈ માટે જરૂરી નથી. ભારતની આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ સહિતના નિતિકારોએ અંગ્રેજો સામે લડવા માટે સ્વદેશીનું હથિયાર નક્કી કર્યું હતું. તે સફળ પણ રહૃાું. કારણ કે, લોકોનો અદ્ભુત પ્રતિશાદ મળ્યો હતો. દેશના લોકોએ વિદેશી માલની જાહેરમાં હોળીઓ કરી હતી. ઠેર ઠેર વિદેશી માલનો વિરોધ થયો. વિદેશી ચીજવસ્તુઓનો વિરોધ થતાં તેના પડઘા આખી દુનિયામાં પડ્યા. વિશ્વને ખબર પડી કે ભારતમાં અંગ્રેજો વિરૂદ્ધ મોટી ચળવળ ચાલી રહી છે.
૧૯૦૫ની આસપાસ બંગાળના વિભાજનના પ્રતિભાવમાં શરૂ થયેલી સ્વદેશી ચળવળ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો. તેણે બ્રિટિશ ઉત્પાદનો અને સંસ્થાઓનો બહિષ્કાર કરતી વખતે ભારતીય માલ અને ઉદ્યોગોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. આ ચળવળે ભારતીયોમાં આત્મનિર્ભરતા અને રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપ્યું, જે વ્યાપક સ્વતંત્રતા ચળવળને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
સ્વદેશી ચળવળનું મુખ્ય ધ્યાન બ્રિટિશ નિર્મિત ઉત્પાદનો, જેમાં કાપડ, ઉત્પાદિત ચીજવસ્તુઓ અને અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવા પર હતું. વધુમાં ભારતીય ઉદ્યોગોનો પ્રોત્સાહન આપી આત્ મનિર્ભર બનવાનું પણ લક્ષ્ય હતું. આ ચળવળે કાપડ, હસ્તકલા અને અન્ય વ્યવસાયો સહિત ભારતીય ઉદ્યોગોના વિકાસ અને સમર્થનને પ્રોત્સાહન આપ્યું હતું.
સ્વદેશી આંદોલન દરમિયાન વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને તેના કારણે બંગાળ નેશનલ કોલેજ અને બંગાળ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવી રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજોની સ્થાપના થઈ, જે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપતી હતી, જે બ્રિટિશ પ્રભુત્વ ધરાવતી શૈક્ષણિક પ્રણાલીને પડકારતી હતી. ભારતીયો હવે સ્વદેશી વિચારવા લાગ્યા. તેને અનુભવ થયો કે વિદેશી શિક્ષણથી વ્યક્તિમાં વિદેશી ભાવનાનો જન્મ અને વિકાસ થાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, અન્ન એવો ઓડકાર. જેવું શિક્ષણ મેળવીએ તેવી વિચારસરણી જન્મે. વિદેશી વિચારોને મૂળમાંથી ખતમ કરવા માટે સ્વદેશી શિક્ષણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બ્રિટિશરોના માળખામાં રહી ભારતીયો પણ તેની સંસ્કૃતિમાં ઢળવા લાગ્યા હતા. આથી તેના ભારતીય આત્માને જાગૃત કરવો પણ જરૂરી હતો. તેથી સાંસ્કૃતિક ઓળખના પુનરૂત્થાન માટે ભારતીય પરંપરાઓ અને વારસાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, આ ચળવળમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને સાહિત્યનું પુનરૂત્થાન પણ જોવા મળ્યું.
સ્વદેશી ચળવળની અસરો વ્યાપક અને ઊંડી દેખાવા લાગી હતી. તેનાથી ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને આપણે પગભર થવા લાગ્યા. સ્વદેશી ચળવળે ભારતીય ઉદ્યોગોને, ખાસ કરીને કાપડ અને હાથશાળમાં, નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપ્યું, કારણ કે ભારતીય ચીજવસ્તુઓની માંગ વધી.
સ્વદેશી ચળવળનો જે મુખ્ય ઉદેશ હતે તે રાષ્ટ્રવાદનો ઉદય થયો. તેણે ભારતીયોમાં રાષ્ટ્રવાદી ભાવના અને રાજકીય ચેતનામાં ઉછાળો આપ્યો, જેનાથી વ્યાપક સ્વતંત્રતા ચળવળ માટે મજબૂત પાયો બન્યો. આ આંદોલનની આર્થિક અસર બહુ વ્યાપક થઈ. બ્રિટિશ માલના બહિષ્કારને કારણે આયાતમાં ઘટાડો થયો અને વસાહતી અર્થતંત્ર પર અસર પડી, જેના કારણે મજૂર હડતાળ અને અશાંતિ થઈ.
સ્વદેશી ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષનો સમાવેશ થાય છે. સ્વદેશી ચળવળમાં ગાંધીજીની ભૂમિકા પણ હદયસ્થ રહી. આપણે આજે પણ બાપુને તેના ચરખા સાથે જ ઓળખીએ છીએ. ગાંધીજીએ એક એવા સમાજની કલ્પના કરી હતી જે આર્થિક સ્વનિર્ભરતા અને સામાજિક સુમેળ દ્વારા વર્ગીકૃત થયેલ હોય. સ્વદેશી કાર્યકર માત્ર ચરખા અને ખાદીનું પ્રતીક જ નથી, પરંતુ સાદગી અને આધ્યાત્મિકતામાં પણ જીવે છે. ગાંધીજીના સ્વદેશી વિચારો અને આચરણમાં, અર્થશાસ્ત્રનું સ્થાન હતું. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો અને ખાદી અપનાવો. તેનાથી હાથશાળ કારીગરો પ્રત્યે તેમની સહાનુભૂતિ દેખાઈ હતી.
૨૦૨૫
૧૨૦ વર્ષ પછી આજે પણ સ્વદેશી અભિયાનની જરૂર પડી છે, તેનો અર્થ એવો પણ કાઢી શકાય કે સવા સદી પછી પણ આપણે પગભર કે આત્મનિર્ભર થયા નથી! મોંઘી મોંઘી આયાતો કરી, દેવું કરી, તમાચો મારીને ગાલ લાલ રાખી રહૃાા છીએ. દેશના ૭૯ મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે 'સ્વદેશી અભિયાન' શા માટે પ્રસ્તુત છે? આજે કેમ જરૂર પડી? આપણે કેમ સ્વદેશી ભૂલી ગયા? વિદેશના મોહમાં કેમ ફરી અંજાઈ ગયા છીએ? આઝાદીના લાંબા સમય પછી કેમ જૂનો વિચાર યાદ આવે છે? શું ૧૯૦૫ એ ૨૦૨૫ છે? ત્યારે થયું તે અત્યારે થઈ શકે ખરૃં? સ્વદેશી આંદોલનના પ્રણેતા એવા બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ અને ગાંધીજી આજે ક્યાં છે? પૂજાનું પાત્ર પવિત્ર હોવું જોઈએ, તેમ પ્રજાને દિશા નિર્દેશ આપનાર નેતાઓ પણ પૂજાના પાત્ર જેવા પવિત્ર હોવા જોઈએ.
આજે અમેરિકાના પ્રમુખ રોજબરોજ નિતનવી ધમકીઓ આપ્યા કરે છે. ટેરિફ નામના હથિયારથી હુમલાઓ કરે છે. બીજી તરફ ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાન સાથે ઈલુ ઈલુ કરે છે. પહલગામ આતંકી હુમલા પછી ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદુર માત્ર ત્રણ દિવસમાં આટોપી લેવું પડ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ તેનો જશ ખાટવા માટે ઉધામા કરે છે. તે કહે છે આ યુદ્ધ વિરામમાં તેમણે વેપ ાર સહાનુભૂતિનું વચન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરોધી વલણ છતાં આપણું લોહી હજુ ગરમ કેમ થયું નથી? તે મોટો સવાલ છે. ભારતની ૧૪૦ કરોડની પ્રજા જો સ્વદેશી ચળવળ શરૂ કરે તો આખા વિશ્વની અર્થવ્યવસ્થા હ ચમચી જાય! આપણી દેશભક્તિ ક્યાં ખોવાઈ ગઈ છે? શું આપણે વિદેશી માલ વગર જીવી શકીએ તેમ નથી? શું આપણી પાસે જીવવા માટે સ્વદેશી નિર્માણ નથી? સવારે કોલગેટ થઈ શરૂ કરવી પડે છે. કેલોગ્સનો નાસ્તો કરીએ છીએ. એન્ડ્રોઇડ અને માઈક્રોસોફ્ટ વડે ઓફિસ ચલાવીએ છીએ. વિદેશી ટેલિવિઝન ઉપર મનોરંજન માણીએ છીએ. એડીદાસ કે નાઇકના જોડા પહેરીને કસરત કરીએ છીએ.
તાજેતરમાં હું મુંબઈ ગયો ત્યારે તેના એક વૈભવી મોલમાં વિદેશી ચીજોના ગંજ ખડકાયેલા જોવા મળ્યા! ત્યાં પાણીથી માંડીને ગાડી સુધી બધું આયાતી જ હતું. તેના ભાવ તો આસમાનથી પણ ઉપર હતા. ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર એલોન મસ્કના નવા નવા ખુલેલા ટેસ્લા ગાડીના શોરૂમ ઉપર ગીર્દી હતી! કોકાકોલા, પેપ્સી, મેક ડોનાલ્ડ, સ્ટારબકસ, હોન્ડા, સુઝુકી, હૃાુંડાઈ, બર્ગર કિંગ, વિવો, ઓપો, એપલ જેવા હજારો નામે આપણને ફરી ગુલામ બનાવી દીધા છે. બટેટાની તળેલી કતરીને યુવાનો હવે 'ફ્રેંચ ફ્રાય' કહે છે. દુબઈના ડયુટી ફ્રી શોપમાંથી બિન્દાસ દારૂની વિદેશી બોટલો લાવે છે. ત્યાં પણ એક સાથે એક ફ્રીની સ્કીમ ચાલે છે! ગુજરાતમાં તે કહેવાય છે કે, રાજસ્થાન કે મહારાષ્ટ્રનો દારૂ તો પછાત લોકો પીવે. ગુજરાતમાં ઓરિજિનલ વિદેશી બ્રાન્ડ દારૂની ખપત વધતી જાય છે.
ક્રોકસ
આપણે બહુ મોટી કે આધુનિક ટેકનોલોજી કે અટપટી એ.આઈ. કરામતનો ઉલ્લેખ નથી કરવો. સાદા ચપ્પલ બાબતે પણ ભારતીયો અમેરિકાના નવા ચપ્પલ પાછળ ઘેલા બન્યા છે. તે છે 'ક્રોકસ'. કરોડો લોકો આજે આ નવી સ્ટાઈલના જૂતાં પહેરી રહૃાા છે. તે મૂળમાં અમેરિકન બનાવટ અને સંશોધન છે. ક્રોક્સની મૂળ રચના અને સ્થાપના બ્રૂમફિલ્ડ, કોલોરાડો, યુએસએમાં કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક હજુ પણ કોલોરાડોમાં છે, આ જૂતાંનો બહુ મોટો સ્ટોર મુંબઇમાં એપલ અને ટેસ્લા જેવી હાઇફાઈ કંપનીઓના સ્ટોર છે ત્યાં બીકેસીમાં છે. આ જૂતાં ૭ હજારથી લઈ ૧૧ હજાર સુધીના છે! હવે ભારતમાં તેની નકલો પણ બહુ બનવા લાગી છે અને સસ્તી પણ છે. ૨૦૨૫ માં પણ આપણે અમેરિકન જૂતાં પહેરીએ અને તેની નકલ કરીએ તે બહુ શરમજનક વિકાસ કહેવાય!
સારાંશ
સ્વદેશી બનો. બાબા રામદેવ કે તેના જેવા સ્વદેશી સાહસિકોને પ્રોત્સાહન આપો. વિદેશી મોહ છોડો. જો કે આપણી માનસિકતા અનુસાર આ બહુ અઘરૃં છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે, ભારતમાં મોટાભાગની પ્રવૃત્તિમાં રાજકારણ છે. નવા સંશોધનો બાબતે બહુ મોટો શૂન્યાવકાશ છે. ક્રોકસ જેવા જૂતાં, ચપ્પલ પણ જો આખી દુનિયામાં ફરી વળતાં હોય તો અમેરિકા મહાસત્તા હોય તે સ્વાભાવિક છે. ભારતમાં ટાટા નેનો ન ચાલી, ક્રાઉન ટીવી, સેલોરા ટીવી, નિરમા વોશિંગ પાઉડર, વિડીયોકોન, માઇક્રોમેક્સ મોબાઈલ જેવી હજારો સ્વદેશી કંપનીઓને વિદેશીઓ ગળી ગયા છે.
સ્વતંત્રતા પર્વ પ્રસંગે તમામ દેશવાસીઓ સંપૂર્ણ સ્વદેશી બને અને મહાસત્તાઓની ચુંગાલ માંથી છૂટી ટટ્ટાર ઊભા રહે તેવી શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ૫ વર્ષમાં અમેરિકાથી આયાતમાં ૮૦%નો જંગી વધારો!
બે બળિયા બાથે વળગ્યા.
આ કહેવત બહુ જૂની છે, પરંતુ મને તેનો પૂરો અને સાચો અર્થ ૨૦૨૫ માં સમજાયો! અમેરિકામાં અતિ ધનિક ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખ બન્યા પછી તેના તેવર જુદા છે. જાણે કે અમોલ પાલેકરમાં અલ્લુ અર્જુનનો આત્મા પ્રવેશી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ટેરિફનો દંડો પછાડી રહ્યા છે. જો કે દાદાના ડંગોરાએ હજુ કોઈ મોટી ક્રાંતિ કરી નથી. નજીકના ભવિષ્યમાં પણ કોઈ નવી અર્થ વ્યવસ્થા ઊભી થાય તેવા સંકેત નથી. આર્થિક લેણદેણના તાણાંવાણા એટલી અટપટી રીતે ગૂંથયેલા છે કે તેમાં કોઈ ભાત પડી ન હોવા છતાં ઉકેલવા કે નવેસરથી ગોઠવવા બહુ કપરૃં છે. ડોનાલ્ડ ટ્રમ્પને મહાન બનવાના અને નોબેલ શાંતિ પારિતોષિક જીતવાના અભરખા જાગ્યા છે. બીજી તરફ તે રશિયા અને ઇરાનના નામે બધાને ધમકાવે છે. ઈરાન ઉપર અમેરિકાએ લગભગ બે દાયકાથી વેપાર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઈરાન કંગાળ બન્યું નથી. ઈરાનની જાહોજલાલી હજુ બરકરાર છે. પાકિસ્તાન જેવા દેશને ગધેડામાંથી ડરબી રેસનો ઘોડો બનાવી દેવાના શેખચલ્લી જેવા નિવેદનો કરી પોતાનું સ્તર ઘટાડી રહ્યા છે! અમેરિકા ફર્સ્ટનો તેમનો વિચાર ખોટો પણ નથી. અમેરિકામાં લાખો લોકો ગેરકાયદે ઘૂસી ગયા છે. ત્યાં તોફાનો, દાદાગીરી કરે છે. અમેરિકાની અર્થવ્યવસ્થા અને છાપ ધનિકની હોવાને કારણે ભારત સહિત અનેક દેશો તેના ઉત્પાદનો ઉપર મોટો કર લાદીને તગડી કમાણી કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ ચલાવી લેવા માંગતા નથી.
ભારત
ટ્રમ્પના તઘલખી વર્તનને કારણે દુનિયાનું શું થશે તે વિચારવાને બદલે આપણું શું થશે? તે વિચારવું પડે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજા કાર્યકાળ ભારત માટે બહુ ખુશનુમા રહ્યો નથી. જો કે, આપણું અર્થતંત્ર હાથી જેવડું મોટું અને સિંહ જેવું શક્તિશાળી છે. ભારતની ૧૪૦ કરોડની વસ્તી અને અને તેમની ખરીદશક્તિ જ ચાલક બળ છે. નબળું પાસું એ છે કે, ભારત બહુ મોટી રીતે અમેરિકાની ટેકનોલોજી ઉપર નિર્ભર છે. ભારતમાંથી અમેરિકા અને ચીનની ટેકનોલોજી બાદ કરી નાખવામાં આવે તો આપણે પંગુ બની જઈએ. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ટેકનોલોજીની બાબતમાં આત્મનિર્ભર નથી. ભારતમાં મફતમાં વાપરવા મળતી વોટ્સએપ જેવી એક એપને કારણે દેશનું ટપાલ ખાતું ખખડી ગયું! અહી ડિ જિટલ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ફોન કોલ અને વિડીયો કોલ મફત અથવા નગણ્ય ભાવમાં કરવા મળે છે. ભારતમાં મેટા અને આલ્ફા (ગૂગલ) વગરનું જીવન હવે શક્ય નથી. તે ઉચ્ચ ગુણવત્તા પણ ધરાવે છે.
ભારત પાસે પોતાની કોઈ નવીનતમ શોધ નથી કે જેના ઉપર દુનિયા આધારિત હોય.
અમેરિકા તેના સંશોધનો અને ટેકનોલોજીને કારણે દાદાગીરી કરે છે.
સ્વદેશી
વર્તમાનમાં આપણી હાલત બ્રિટિશ રાજ કરતા પણ ખરાબ છે. દેશમાં વિદેશી વેપારીઓ અને આપણી વિદેશી માનસિકતા ચરમસીમા ઉપર છે. નરેન્દ્ર મોદી સ્વદેશી માટે વારંવાર હાકલ કરે છે પણ તેની કોઈ અસર નથી. એક સમયે અમેરિકાના પી.એલ. ૪૮૦ ઘઉં ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ એક દિવસ ઉપવાસની હાકલ કરી હતી. આખો દેશ તેમાં ઉત્સાહથી જોડાયો હતો અને ત્યારથી દેશમાં સ્વદેશી ઘઉં ઉત્પાદન માટે મોટી જાગૃતિ આવી હતી!
આજે શું કરવું જોઈએ? દેશના નાગરિકોએ સપ્તાહમાં એક દિવસ વ્હોટ્સએપ, ફેસબુક, જીમેલ સહિતના તમામ વિદેશી ઉત્પાદનો ન વાપરવા જોઈએ. જેવાં હોય તેવાં, સ્વદેશી ઉત્પાદનો જ વાપરવાનો આગ્રહ રાખવો.
મારા મતે.. હવે સ્વદેશી બનવું બહુ કપરૃં છે. આપણી માનસિકતા જ સોફ્ટ લાઇફ ની બની ગઈ છે. વિદેશી ઉત્પાદનો વગર જીવન શક્ય નથી. દેશમાં નવી જાગૃતિ લાવવા માટેની બાબત મરી પરવારી છે. કોરોના કાળમાં થાળી વગાડી હતી તેવી જાગૃતિ સ્વદેશી માટે પણ હવે જરૂરી છે.
નરેન્દ્ર મોદી
ડોનાલ્ડ ટ્રમ્પના તઘલખી સ્વભાવ અને નિર્ણયોને કારણે ભારતના શકિશાળી અને દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભા ઝાંખી પડી છે. ભારતની વિદેશનીતિ ઉપર સવાલો કરવામાં આવી રહ્યા છે. પહલગામ હુમલા પછી ત્રણ દિવસમાં યુદ્ધ આટોપી લેવાનો નિર્ણય ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે કરે? ભારતે આવી ગુસ્તાખી શા માટે ચલાવી લેવી જોઈએ? ભારતના જૂના અને હઠીલા દુશ્મન પાકિસ્તાનને ટ્રમ્પ શા માટે પંપાળી રહ્યા છે? તેવા સવાલોની ચર્ચા બહુ થઈ. હવે ટ્રમ્પ ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે.
ટ્રમ્પને કારણે ભારતની અર્થનીતિ અને વિદેશનીતિ સામે ઉઠેલા સવાલોનો ભારતે એકવાર પણ ખોંખારો ખાઈને વળતો જવાબ આપ્યો નથી! નરેન્દ્ર મોદીએ એકવાર પણ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈ તેના નિવેદનોનો જવાબ આપ્યો નથી! નરેન્દ્ર મોદી અને અમિત શાહે જવાહરલાલ નહેરૂનું નામ લીધું તેને બદલે એકવાર પણ ટ્રમ્પનું નામ લઈ સંસદમાં જવાબ આપ્યો હોત તો વધુ ઉચિત ગણાત.
નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં ૨૦૨૫ બહુ ભારે લાગે છે. વિદેશનીતિ બાબતમાં એસ. જયશંકર ઉપર આપણને બહુ મદાર હતો, પરંતુ ૨૦૨૫માં તે પોકળ પુરવાર થયો. ભારતના ગેરકાયદે વસાહતીઓને હાથ પગમાં સાંકળ બાંધી અમેરિકાએ દેશનિકાલ કર્યા તે બહુ ગંભીર ઘટના બની હતી.
અમેરિકાએ ચીનના લોકોને હાથ પગ બાંધી કેમ ડિપોર્ટ ન કર્યા?
ડોનાલ્ડ ઇરાનના નામે આપણને ધમકાવે છે, તેની સાથે વેપાર ન કરવા માટે ઉગ્ર ભાષામાં સલાહ આપે છે. બીજી તરફ તાજેતરમાં ઇરાનના વડાપ્રધાન પાકિસ્તાનનો પ્રવાસ કરી આવ્યા. અનેક વેપાર સમજૂતીઓ કરી. ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આ ઘટના ઉપર મૌન છે? ભારતે પણ અમેરિકા સામે આ ઘટના નારાજગી સાથે દુનિયા સમક્ષ મૂકવી જોઈએ.
બીજી બાજુ
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નિર્ણયોના અર્થ પણ સમજવા જોઈએ. ચૂંટાયા પછી ટ્રમ્પે પ્રથમ નિવેદન કર્યું હતું કે ભારત તો બહુ ધનિક દેશ છે, તેના લોકો દુનિયામાં સૌથી ઊંચા કરવેરા ભરે છે! ભારત અમેરિકાના ઉત્પાદનો ઉપર બહુ ઊંચો કર વસૂલ કરે છે. આ બાબતની પણ નોંધ લેવી જોઈએ. ડોનાલ્ડ બહુ સફળ ધંધાદારી છે, તેને કરવેરાની ઊંચી જાણકારી હોય તે સ્વાભાવિક છે. ભારત માત્ર અમેરિકા જ નહીં, તમામ આયાતો ઉપર ઊંચો કર વસૂલ કરે છે. ઊંડું વિચારીએ દેશમાં મોંઘવારી બહુ ઓછી છે, પરંતુ કરવેરાને કારણે બજારભાવ ઊંચા રહે છે. પેટ્રોલ ૯૫ રૂપિયે લીટર હોવાનું કારણ ઊંચા કરવેરા જ છે.
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ વૈશ્વિક વાણિજ્યનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમાં બંને દેશો માલ અને સેવાઓમાં નોંધપાત્ર દ્વિપક્ષીય વેપારમાં રોકાયેલા છે.
કુલ દ્વિપક્ષીય વેપાર (૨૦૨૪): નાણાકીય વર્ષ ૨૨-૨૩ માં ભારત અને યુએસ વચ્ચે માલ અને સેવાઓનો કુલ વેપાર આશરે ડોલર ૧૩૦ બિલિયન હતો, જે અંદાજ મુજબ ૨૬-૨૭ સુધીમાં તે ડોલર ૩૦૦ બિલિયન સુધી પહોંચી શકે છે. વેપાર સંતુલનઃ ૨૦૨૩માં, ભારતનો વેપાર સરપ્લસ આશરે ડોલર ૩૬ બિલિયન હતો, જેમાં નિકાસ ડોલર ૮૮ બિલિયન અને યુએસથી આયાત ડોલર ૪૩ બિલિયન હતી.
ભાગીદારીઃ અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ અને એકંદરે ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે, જે ભારતીય માલ અને સેવાઓ માટે મુખ્ય બજાર છે. યુનાઈટેડ નેશન્સના ડેટાબેઝ મુજબ, ભારતે ૨૦૨૪માં અમેરિકામાં ૭૯.૪૪ બિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી. ભારતે અમેરિકામાં ૭,૩૪૬ કોમોડિટીઝની નિકાસ કરી હતી, જેમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ ગુડ્સ ડોલર ૧૭.૬ બિલિયન ઇલેક્ટ્રોનિક ગુડ્સઃ ડોલર ૧૦.૦ બિલિયન, રત્નો અને ઝવેરાત ડોલર ૯.૯૦ બિલિયન, ફાર્માસ્યુટિકલ્સ (ડ્રગ ફોર્મ્યુલેશન્સ અને બાયોલોજિકલ) ડોલર ૮.૭૨ બિલિયન, પેટ્રોલિયમ ઉત્પાદનો ડોલર ૫.૮૩ બિલિયન, રેડીમેડ ગાર્મેન્ટ્સ, કપાસ, કાપડ સહિત ડોલર ૪.૭૧ બિલિયન છે.
કુલ નિકાસ ડોલર ૫૨.૯૫ બિલિયનમાં મુખ્ય વસ્તુઓ એન્જિનિયરિંગ ગુડ્સ ડોલર ૧૨.૩૩ બિલિયન, ઇલેક્ટ્રોનિક ગુડ્સ ડોલર ૬.૭૯ બિલિયન, ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ડોલર ૬.૩૪ બિલિયન, રત્નો અને ઝવેરાત ડોલર ૬.૨૮ બિલિયન, કપાસઃ ડોલર ૩.૩૨ બિલિયનની છે.
વેપાર વૃદ્ધિઃ માર્ચ ૨૦૨૫ માં અમેરિકામાં ભારતીય નિકાસ ૩૫% વધીને ડોલર ૧૧ બિલિયન થઈ, જે નાણાકીય વર્ષ ૨૪-૨૫ માટે ડોલર ૮૭ બિલિયનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી. ઇલેક્ટ્રોનિક નિકાસ, ખાસ કરીને આઈફોન્સ ૩૨% વધીને ડોલર ૩૮ બિલિયન થઈ હતી. કોફીના વૈશ્વિક ભાવ વધારાને કારણે ભારતની અમેરિકામાં કોફી નિકાસ ૪૦% વધીને ડોલર ૨ બિલિયન થઈ.
મોટી આયાતોમાં ખનિજ ઇંધણ અને તેલઃ ડોલર ૯.૯૮ બિલિયન, મોતી અને અર્ધ-કિંમતી પથ્થરો, ડોલર ૩.૨૧ બિલિયન, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક ઉપકરણો ડોલર ૨.૮૧ બિલિયન, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો ડોલર ૨.૦૨ બિલિયન.
આયાત વલણોઃ અમેરિકાથી આયાતમાં સતત વધારો થયો છે, પાંચ વર્ષમાં એટલે કે, ૨૦૨૦ માં ડોલર ૨૭ બિલિયનથી વધીને ૨૦૨૪ માં ડોલર ૪૩ બિલિયન થઈ છે. આયાતોમાં ખનિજ ઇંધણની આયાત, ખાસ કરીને ક્રૂડ તેલ, એક મોટો હિસ્સો ધરાવે છે, ૨૦૨૩માં ભારતમાં અમેરિકામાંથી આયાતનો નિકાસનો ૨૭% હિસ્સો આ સેગમેન્ટમાંથી થાય છે.
વેપાર અસમાનતાઃ ભારત અમેરિકાથી તેની ટોચની પાંચ આયાતો પર તેની ટોચની પાંચ નિકાસ પર મેળવેલ નિકાસ ફરજોની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ આયાત છે. આ અસમાનતા વેપાર વાટાઘાટોમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે.
ટેરિફ ચિંતાઓઃ અમેરિકાએ ભારતીય લોખંડ, સ્ટીલ અને ઓટો સમાન પર વધારાનો કર લાદયો છે, આ કારણે અમેરિકામાં ભારતીય એન્જિનિયરિંગ નિકાસમાં વાર્ષિક ડોલર ૪ બિલિયનનો ઘટાડો થવાની સંભાવના છે.
રોકાણઃ એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૬૮ બિલિયન ડોલરના ફ્લો સાથે અમેરિકા ભારતનો વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)નો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત છે.
વેપાર વૃદ્ધિઃ દ્વિપક્ષીય વેપાર ૨૦૦૦ માં ૨૦ બિલિયન ડોલરથી વધીને ૨૦૨૪ માં ૧૧૮ બિલિયન ડોલર થયો છે, જેમાં યુએસ ૨૦૨૩ માં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો.
પડકારોઃ ભારત અન્ય બજારોમાં ચીન તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે, જે યુએસમાં તેની નિકાસને અસર કરી શકે છે, ખાસ કરીને એન્જિનિયરિંગ માલમાં દેશ બહુ પાછળ છે.
સારાંશ
વિદેશી નિર્ભરતા ઘટાડો. જેવો છે, તેવો સ્વદેશી માલ વાપરો. મોદી સરકારે સ્વદેશી ઉત્પાદનો ઉપર જંગી રાહતો આપવી જોઈએ. ટેકનોલોજી પણ સ્વદેશી હોય તે જરૂરી છે. વ્હોટ્સએપ અને જીમેલ આપણા ટપાલ તંત્રને ગળી ગયા છે. શું આપણી પાસે આવા બે નાના સ્વદેશી એપ ન હોઈ શકે?
'નોબત'ના વાચકો અને ચાહકો સપ્તાહમાં એક દિવસ વિદેશી ઉપવાસ કરે તેવી વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાછલી જિંદગીમાં સુખી થવા..૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!
૧૨ વર્ષ પહેલાં ગુજરાતી ગાયક દેવાગ પટેલનું ગીત આવ્યું હતું..
'દુનિયા જાય તેલ લેવા, તું જલસા કર બાપુ જલસા કર' તે સમયે બહુ ચાલ્યું. પછી ભુલાઈ ગયું! તંદુરસ્ત રહેવાની આ જડીબુટ્ટી હતી.
જલસા ક્ષણીક બન્યા અને મગજ મારી કાયમી ઘર કરી ગઈ.
જીવનનો મધ્યમ તબક્કો બહુ કપરો હોય છે. ભણતર પૂરૃં થયા પછી નોકરી અને રૂપિયા શાંતિ ખાઈ જાય છે. લગભગ ૩૦ થી ૫૫ વર્ષ વચ્ચેના સમયમાં રૂપિયાના પ્રમાણમાં ચિંતા અને રોગ વધુ પ્રમાણમાં આવે છે. ક્રિકેટ મેચમાં ચોગા છગ્ગા ઉપર કિકિયારી કરતા દર્શકોની હાલત ઘરમાં બહુ કફોડી હોય શકે છે!
આપણે આજે આવો નિર્ણય કરી શકીએ ખરા?.. કે
જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજીથી જીવીશ.
જીવનનો અંતિમ તબક્કો હું મારી મરજી અનુસાર જીવવા માગું છું.
જીવનનો અંતિમ તબક્કો કોને ગણવો તે 'તુંડે તુંડે મતિ ભિન્ના' હોય શકે છે. અગ્રેજોની વિચારધારાને માનીયે તો ૫૮ વર્ષ નિવૃત્તિની વય છે. કેન્દ્ર સરકાર ૬૦ ને અને શિક્ષણ વિભાગ ૬૨ને નિવૃત્તિની વય માને છે. અંબાણી, અદાણી, ટાટા કે ધંધાદારી લોકો માટે નિવૃત્તિની વય નક્કી નથી. આર્થિક લાચાર લોકોએ પણ જીવનના છેલ્લા દિવસો સુધી ભાર વેંઢારવો પડે છે.
ધનિકો અને ગરીબો... બન્ને માટે નિવૃત્તિ નથી.
કરોડો લોકો નિવૃત્તિ માણવા માટે માનસિકતા કેળવી શકતા નથી. પારકાનો ભાર વેંઢારવાનું તેના લમણે લખાયું હોય છે. કુદરતના નિયમ અનુસાર વૃક્ષ પણ પાનખરમાં બધું ખંખેરી નાખે છે. સાપ કાંચળી ઉતારી નાખે છે. વૃક્ષ ઉપરથી પાકેલા ફળ આપમેળે ખરી પડે છે. આપણા વિચારો, માન્યતા કે આવશ્યકતા કેમ આપોઆપ શૂન્ય થતા નથી? શ્વાસ બંધ થાય ત્યારે જ વિચારો કે ઈચ્છા બંધ થાય છે! જીવ શૂન્ય થાય ત્યારે જ જરૂરિયાતો શૂન્ય થાય છે!
જીવનના અંતિમ તબક્કામાં મનપસંદ પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં કરવી જોઈએ, રમત ગમત હોય કે ધર્મ ધ્યાન હોય, ગમે તે જ કરવાનું.
ભાર
જીવનના ભારની વ્યાખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. 'ભાર વગરનું ભણતર' છે, તેમ 'ભાર વગરનું વૃદ્ધત્વ' કેમ ન હોઈ શકે? અમેરિકા અને બ્રિટન માટે એમ કહેવાય છે કે, ત્યાં સંતાન પુખ્ત એટલે કે ૧૮ વર્ષનું થાય એટલે માં બાપને છોડી પોતાના રસ્તે ચાલ્યું જાય છે. પશુપક્ષીમાં પણ પાંખ આવે એટલે ઊડી જાય છે. અર્થ એ કે, સમય અનુસાર ભાર હળવો કરી નાખવો જોઈએ. ભારનું બીજું નામ જવાબદારી પણ છે. પશુ પંખીની જેમ આપણે સંતાનોને પડતાં મૂકી શકતા નથી. પૌત્ર, પૌત્રીની જવાબદારી પણ છોડી શાકતા નથી.
વૃદ્ધાવસ્થાની સામાજિક સમસ્યાઓ વૃદ્ધની સુખાકારી અને જીવનની ગુણવત્તાને અસર કરે છે. જે મુખ્ય નીચે મુજબ છે.
એકલતાઃ ઘણાં વૃદ્ધ વયસ્કો નિવૃત્તિ, મિત્રો અથવા પરિવાર ગુમાવવાને કારણે સામાજિક એકલતા અનુભવે છે. એકલતા ડિપ્રેશન જેવા ઊંચા જોખમો સાથે જોડાયેલી છે. અભ્યાસો સૂચવે છે કે વિકસિત દેશોમાં ૨૦-૩૦% વૃદ્ધ વયસ્કો એકલતા અનુભવે છે, નબળા સમુદાયમાં આ દર વધુ છે.
વય ભેદભાવઃ આને આપણે જનરેશન ગેપ પણ કહીએ છીએ. વયવાદ આત્મસન્માન ઘટાડી શકે છે અને તકોને મર્યાદિત કરી શકે છે, સર્વેક્ષણો દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ૫૦% જેટલા વૃદ્ધ વય-આધારિત પૂર્વગ્રહનો અનુભવ કરે છે.
મર્યાદિત હલચલઃ નાણાકીય અસલામતી ઘણા વૃદ્ધ વ્યક્તિઓને ગંભીર અસર કરે છે, ખાસ કરીને જેઓ નિશ્ચિત પેન્શન પર આધાર રાખે છે અથવા બચત વિના છે. અમેરિકામાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૧૦% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. પરિવહન, ટેકનોલોજી અથવા સમુદાય સેવાઓનો તે લાભ લઈ શકતા નથી. તે તેમને સમાજથી વધુ અલગ કરે છે.
સંભાળ અને નિર્ભરતાઃ વૃદ્ધ વયના લોકો ઘણીવાર પરતંત્રતા જેવા પડકારોનો સામનો કરે છે. કૌટુંબિક સંભાળ રાખનારાઓ કામમાં વ્યસ્ત હોય અથવા વધુ પડતા બોજ હેઠળ દબાયેલા હોઈ શકે છે. વૈશ્વિક સ્તરે, લગભગ ૧૫% વૃદ્ધ વયના લોકોને દૈનિક પ્રવૃત્તિઓમાં સહાયની જરૂર પડે છે, જેના કારણે સામાજિક અને પારિવારિક જીવન ઉપર તાણ આવે છે.
આરોગ્ય સમસ્યાઃ વૃદ્ધ વયના લોકો આરોગ્યની સમસ્યાઓ અથવા અપૂરતી વૃદ્ધાવસ્થા સંભાળને કારણે સુખી અને સંતોષજનક જીવન જીવવા માટે સંઘર્ષ કરી શકે છે. સંધિવા, ઉન્માદ, પેરાલીસીસ જેવી બીમારી આ લોકોને અસર કરે છે,
ડિજિટલ અજ્ઞાનઃ સંદેશાવ્યવહાર, બેંકિંગ અને સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપી પરિવર્તન આવી રહૃાા છે. ટેકનોલોજીથી અજાણ ઘણાં વૃદ્ધ વયના લોકો લઘુતાગ્રંથિ અનુભવે છે. યુવા વર્ગથી અલગ થઈ ગયાનો અહેસાસ કરે છે. તેની જાણ બહાર કૌટુંબિક પ્રવૃત્તિ ચાલતી હોવાનું દુઃખ અનુભવે છે. આર્થિક વ્યવહારો પણ મુશ્કેલ બને છે. વય આધારિત નબળાઈ કારણે બેન્ક જઈ શકતા નથી. આંખ નબળી હોવાથી મોબાઈલ ઑપરેટ કરવામાં તકલીફ પડે છે. શ્રવણ શક્તિ નબળી પડવાથી પણ મુશ્કેલી રહે છે.
સામાજિક નુકસાનઃ નિવૃત્તિ અથવા જીવનસાથીનું મૃત્યુ સામાજિક સક્રિયતા છીનવી શકે છે, આ સમસ્યાઓને ઉકેલવા માટે સમુદાય જોડાણ, સમજ સુધારા જેવા નીતિગત હસ્તક્ષેપો અને વયવાદ સામે લડવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે પહેલની જરૂર છે.
વૃદ્ધોએ જાત ચાલે ત્યાં સુધી સક્રિય રહેવું જોઈએ.
અપેક્ષા
ઉમર વધવાની સાથે વ્યક્તિગત અપેક્ષા ઓછી કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશેનું સૂત્ર અપનાવી લેવું જોઈએ. નાની વયમાં જે કરતાં તે હવે ન કરવું જોઈએ. એક વ્યક્તિએ પૂછ્યું.. ૬૦ વર્ષ પછી સુખે થી જીવવું હોય તો શું કરવું?
જવાબ મળ્યો.. ૬૦ વર્ષ સુધી જે કર્યું હોય તે ૬૦ વર્ષ પછી ન કરવું!
ઈચ્છા
ઈચ્છાઓને મારવી અશક્ય છે. અમીબાની જેમ જેટલી કાપો તેમાંથી નવી નવી જન્મતી જ રહે. ઈચ્છા કદિ મરતી નથી... તે છે ઈચ્છા અનુસાર જીવવું. જવાબદારીઓના પોટલાં વધતાં જ જાય છે. મનને ખંખેરી શકાતું નથી. આમ કરવાની આપણી દાનત પણ નથી. વૃદ્ધત્વ જીવનનો અંતિમ પડાવ છે. આ સમજવા છતાં આપણે નવા નવા ભાર વેંઢારીને હિમાલય ગમન માટે કુચે મરીએ છીએ.
સમાજ પણ ઘણો જ ક્રુર છે! ૬૫ વર્ષના વૃદ્ધને બધા પુછે રાખે છે કે, શું કરો છો આજકાલ?
મારો જ દાખલો લો. અનેક લોકો મળે ત્યારે પૂછે કે, સમય કેમ પસાર કરો છો? મારી પાસે જવાબ સ્પષ્ટ હોતો નથી. એટલે કહું કે, ઘડિયાળ રાખતો નથી એટલે ખબર નથી!
નિવૃત્તિ
નિવૃત્તિની પ્રવૃત્તિઓ બાબતે ફિલોસોફી ઝાડતા તજજ્ઞો હજાર રસ્તાઓ બતાવશે. સલાહના પોટલાં ખોલશે. તે બીજા દિવસે ફરી નવા વિષય ઉપર લેક્ચર ફાડી નાખશે.
જીવનના અંતિમ તબકકામાં શાંતિ બહુ જ મહત્ત્વની છે. ઘણી વખત શાંતિ મેળવવા માટેના પ્રયાસોમાં જ અશાંતિ સર્જાય છે. સંબંધોમાં પણ આંટીઘૂંટી અસ્થિરતા સર્જે છે.
હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો છે. સંતાનો ભણીગણીને મોટા શહેરોમાં કે વિદેશ ઉડી જાય છે. એક મિત્ર તો સંતાનો સાથે સુખ માણવા વિદેશ ગયા. થોડા સમયમાં લીલા તોરણે પાછા ફર્યા. મને કહે કે, ત્યાં મોટેથી હસવાનું નહીં, ફોન ઉપર જોર જોરથી વાતો કરવાની નહીં, રોટલી ઉપર ઘી ચોપડવાનું નહીં, સંતાનોના મિત્રો આવે ત્યારે આપણે બેડરૂમમાં પુરાઈ જવાનું!! જાણે કે, સાદી કેદની સજા!
કેટલાક કિસ્સાઓમાં તો વહુ આવે એટલે વૃદ્ધો 'આઉટ ઓફ ડેટ' થઈ જાય. પુજા કરતા સમયે ઘંટડી જોરથી નહીં વગાડવાની... મેડમની ઊંઘમાં ખલેલ પડે! ટીવી જોરથી નહીં રાખવું, બાળકોને ભણવામાં નડે છે.
શરીર
જીવનભર જેણે સાથ આપ્યો તે.. આપણું શરીર જ સહકાર નથી આપતું! ડાયાબિટીસ, બ્લડપ્રેસર, લકવો, હદય રોગ જેવા રોગો ઘેરી વળે છે. પ્રવાસનો શોખીન જીવ પથારી પણ છોડી શકતો નથી. ૫૬ ભોગ જમતો માણસ ખાખરા ખાઈ જીવે. જીવનના અંતિમ તબક્કામાં અશક્તિ જ મારી નાખે છે. લાચારી ચરમસીમાએ હોય છે. ૭૦ વર્ષની વય સુધી જો શરીર સારૃં ચાલે તો ભગવાનનો આભાર માનવો. ૭૦ પછી પણ ચાલતા રહો તો નશીબદાર માનવું.
એક તબીબને બીમાર વૃદ્ધએ પૂછ્યું કે, પથારીવસ થઈ જાય તો શું કરવું? તબીબે કહૃાું કે, પંખો જોવાનો!
શરીર મજબૂત હોય ત્યાં સુધી જ દુનિયા માણવા લાયક છે. યુવાન વયે અભિમાન ન કરવું. શરીર અને શક્તિ તકલાદી છે. છેલ્લા શ્વાસ સુધી ટેકો આપે તો નસીબ.
સારાંશ
વૃદ્ધાવસ્થા બહુ કપરી છે. ૬૦ કે ૬૫ વર્ષ પછી નોકરી કે વ્યવસાય હો તો તેનાથી અલિપ્ત થવું. પરિવારને સમય આપવો. શેઠ પૈસા આપસે.. પરિવાર હુંફ દેશે. આર્થિક લાચારી ન હોય તો નોકરી કે ધંધો ન કરવો. હકારાત્મક વિચારો રાખવા. નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે મોરારિબાપુ જેવા બહુ ઓછા નસીબદાર હોય છે. જે જતી જિંદગીએ પણ ઊડાઊડ કરતા હોય!
'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને જીવનનો અંતિમ તબક્કો સુખમય નિવડે તેવી શુભકામના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સૂર્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે રાજસ્થાન પછી ગુજરાત બીજા ક્રમે
ગુજરાતીઓના પ્રિય અને ધર્મ શિરોમણી માસ શ્રાવણનો આજથી પ્રારંભ થયો. ભક્તો શિવમય બન્યા છે. ગુજરાતીઓના દિલમાં ધર્મ અને ધંધો કાયમ માટે ટોપ ટ્રેન્ડ કરતો હોય છે. જો કે હમણાં હમણાં તે ક્રમમાં નાનકડો ફેરફાર જણાયો છે. આ શ્રાવણ માસમાં ધર્મ પછી બીજા ક્રમે 'સોલાર' ટ્રેન્ડ કરે છે. લગભગ ગુજરાતની ૫૦ ટકા વસ્તી સોલાર શક્તિમાંથી કમાણી કરવાના અવનવા રસ્તા શોધે છે! જ્યાં તક મળે ત્યાં સોલાર પેનલ ફીટ કરવા માટે જગ્યા શોધે છે. હજારો ખેડૂતો ખેતી કામ છોડી ચૂક્યા છે. સોલાર પાવર કંપનીઓ જમીન ૩૦ વર્ષના ભાડા પટ્ટે રાખે છે. બે વર્ષનું ભાડું કરાર સમયે જ આપી દે છે! ખેતીમાં હવે રસકસ રહૃાો નથી. ભાગીયા ભાગે આવવા દેતા નથી. દલાલો કમાવા દેતા નથી. જીવાતો પાક બગાડી નાખે છે, ખાતર સમયસર મળતું નથી. મોંઘવારી બેફામ વધી રહી છે. આવા સંજોગોમાં લાંબાગાળાની કાયમી મોટી આવકની લાલચ જાગે તે સ્વાભાવિક છે.
અંબાણી, અદાણી, ટાટા જેવા અબજોપતિ લોકો પણ જો સૂર્યશક્તિમાંથી શક્તિમાન થવાના પ્રયાસો કરતા હોય ત્યારે માધ્યમ વર્ગ તો કેમ બાકાત રહી શકે? કચ્છથી બનાસકાંઠા સુધીની જમીનો ઉપર કોર્પોરેટ કંપનીઓના સોલાર ફાર્મ ચાલુ થઈ ગયા છે. જામનગરથી જામજોધપુર અને જામનગરથી ઓખા સુધીના પટ્ટ ઉપર સોલાર પેનલો પથરાઇ રહી છે.
હવે સોલાર ફાર્મ અને પવન ચકીની સાથે 'હાઇબ્રીડ ફાર્મ'નો કોન્સેપ્ટ આવ્યો છે. સોલાર પેનલોની વચ્ચે પવન ચકી નાખવાની! આમ સૂર્ય અને હવા એમ બન્નેમાંથી વીજળી મેળવવાની!
જામનગર
જામનગર જિલ્લામાં સોલાર ફાર્મનો ક્રેઝ ટોચ ઉપર છે. કેટલાક ગામોમાં જમીનોના ભાવ આસમાને પહોેંચ્યા છે. એક વિઘા જમીનના ભાવ ૬૫ લાખથી એક કરોડ સુધી પહોેંચ્યા છે. જમીન ૩૦ વર્ષના ભાડે દેવી હોય તો એક વિઘા જમીનનું તગડું ભાડું આપવામાં આવે છે. જમીનો લેવા માટે ઠેર ઠેર દલાલો ફરી રહૃાા છે. કરાર કર્યા પછી જ્યાં સુધી સોલારની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતને ખેતી કરવાની છૂટ પણ આપવામાં આવે છે. દર ત્રણ વર્ષે પાંચ ટકાનો ભાડા વધારો પણ આપવાની શરત છે. જામનગર જેવી હાલત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. ત્યાં પણ ખેડૂતો હવે ખેતીમાંથી છૂટવા માંગે છે. ૩૦ વર્ષની લાંબા ગાળાના બેઠી આવકના સુંદર સ્વપ્ન આવે છે.
ફોસીલ એનર્જી
વર્તમાન સમયમાં આપણે ઉર્જા મેળવવા જે પેટ્રોલ, ડિઝલનો ઉપયોગ કરીએ છીએ તેને ફોસીલ એનર્જી અથવા અશ્મિભૂત એનર્જી કહેવામાં આવે છે. તેના પુરવઠાનો અંત હવે નજીક છે. આથી, વૈક્લપિક ઉર્જા ઝડપથી વિકસાવવી જરૂરી છે. જરૂરિયાત સંશોધનની માતા છે. અશ્મિભૂત એનજીનું સ્થાન ઝડપથી પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા લઈ રહી છે. ભારત સરકારે જાહેર કર્યું છે કે, દેશમાં કુલ વપરાશના ૫૦ ટકા બિન અશ્મિભૂત એનર્જીએ સ્થાન લઈ લીધું છે. આ લક્ષ્ય ૨૦૩૦ સુધીનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે લક્ષ્ય ૨૦૨૫ માં જ એટલે કે, પાંચ વર્ષ પહેલાં સિદ્ધ કરી લેવામાં આવ્યું છે! ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૪.૮ ગીગા વોટની છે, તેની સામે બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન ૨૪૨.૮ ગીગા વોટ થયું છે! આમ ભારત હવે ફોસીલ એનર્જી ઉપરની પોતાની નિર્ભરતા બહુ ઝડપથી ઘટાડી રહૃાું છે.
પવન ઉર્જા
ભારતમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રનો હવા, પવનથી પ્રારંભ થયો. ગુજરાતીઓ સૌ પ્રથમ સુઝલોન કંપનીથી આ ક્ષેત્રને ઓળખતા થયા. પવન ઉર્જા નવીનીકરણીય ઊર્જાનું એક સ્વરૂપ છે જે પવન ટર્બાઇનનો ઉપયોગ કરીને પવનની ગતિ ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટર્બાઇન્સમાં બ્લેડ હોય છે, જે પવન ફૂંકાય ત્યારે ફરે છે, અને આ પરિભ્રમણ એક જનરેટર ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. પવન ઊર્જા એક સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્ત્રોત છે, જે વધુ ટકાઉ ઊર્જા પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ઉર્જા નિર્માણ કાર્યમાં હવાની ગતિ બહુ મહત્ત્વની છે. જેની ઝડપ/ગતિ કાયમ એક સમાન રહેતી નથી, મોટી વધઘટ થાય છે. આથી ઉત્પાદન પણ અનિશ્ચિત રહે છે. તે માત્ર મેદાનોમાં જ સ્થાપિત કરી શકાય છે. સ્થાપન પણ બહુ ખર્ચાળ છે. નિર્માણ અને મરામત બન્ને સમય અને શક્તિ માંગે છે. સામાન્ય લોકોને માટે તે કપરૃં કામ છે.
પવન ઉર્જા ઉત્પાદનમાં રહેલી ક્ષતિઓને કારણે તેનો વિકાસ બહુ થયો નથી. તેની સામે સુર્ય શક્તિ આધારિત ઉર્જા સુલભ, સરળ અને નિયમિત હોવાથી તે ઝડપથી ફેલાઈ રહી છે. નાની અગાસીમાં પણ સોલાર પેનલ લગાવી શકાય છે. સામાન્ય જ્ઞાન ધરાવતા કારીગરો ફીટ કરી શકે છે અને જાળવણી પણ કરી શકે છે. ઉર્જાનો આ કાયમી અને નિશ્ચિત સોર્સ છે. પવન કરતાં તેની ગુણવત્તા પણ ઊંચી છે.
અમલ
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં, ગુજરાત ભારતના સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે, જેની કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા ૧૬.૭ ગીગા વોલ્ટ (૧૬૭૯૫ મેગા વોલ્ટ) છે. ગુજરાત રાજસ્થાન પછી ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું સૌર ઉર્જાથી ચાલતું રાજ્ય છે. દેશની વસ્તીના માત્ર ૫% વસ્તી હોવા છતાં, ગુજરાત ભારતના રહેણાંક છત સોલાર સિસ્ટમના લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. મે ૨૦૨૫ સુધીમાં, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ ૩.૩૬ લાખથી વધુ છત સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ૧૨૩૨ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થાય છે. આના પરિણામે ૧૨૪૮ મેટ્રિક ટન કોલસાની બચત થઈ છે અને ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ ના પ્રથમ નવ મહિનામાં, ગુજરાતે ભારતના છત સૌર સ્થાપનોમાં ૩૮% ફાળો આપ્યો હતો.
મુખ્ય સૌર પ્રોજેક્ટ્સ
ચારણકા સોલાર પાર્કઃ પાટણ જિલ્લામાં આવેલું, આ એશિયાના સૌથી મોટા સૌર પાર્કમાંનું એક છે, જેની ક્ષમતા ૭૦૦ મેગાવોટથી વધુ છે. તે જાહેર-ખાનગી ભાગીદારી માટે એક મોડેલ રહૃાું છે અને તેણે રોજગારની તકો ઊભી કરી છે.
ધોલેરા સોલાર પાર્કઃ ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ, તે ૫ ય્ઉ ક્ષમતાનું લક્ષ્ય રાખે છે, જે મોટા પાયે સૌર વિકાસ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.
ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કઃ કચ્છના રણમાં વિકાસ હેઠળ, આ હાઇબ્રિડ પાર્ક (સૌર અને પવન) ૩૦ ય્ઉ રિન્યુએબલ ઉર્જાનું લક્ષ્ય રાખે છે, જેમાં ૨૦૨૫ સુધીમાં ૩ ય્ઉ પહેલાથી જ કાર્યરત છે, જે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થવાની અપેક્ષા છે. તે ૧૫,૨૦૦ થી વધુ ગ્રીન જોબ્સનું સર્જન કરશે અને વાર્ષિક ૫ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે.
કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટઃ વડોદરામાં નર્મદા કેનાલ પર ૧૦ મેગાવોટનો કેનાલ-ટોપ સોલાર પ્લાન્ટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરતી વખતે પાણીનું બાષ્પીભવન ઘટાડે છે.
નીતિ અને પ્રોત્સાહનો
ગુજરાત સોલાર પોલિસીઃ આ નીતિએ સૌર પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા મર્યાદા દૂર કરી, સૌર ઉત્પાદન માટે છત ભાડે લેવાની મંજૂરી આપી અને નેટ-મીટરિંગ સુવિધાઓ પૂરી પાડી. સરપ્લસ વીજળી પ્રથમ પાંચ વર્ષ માટે ૨.૨૫ /યુનિટના દરે ખરીદવામાં આવે છે, પછી સ્પર્ધાત્મક બોલી દ્વારા નક્કી કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% છે.
સૂર્યશક્તિ કિસાન યોજનાઃ ખેડૂતોને સૌર પેનલ ઇન્સ્ટોલેશન ખર્ચ પર ૬૦% સબસિડી મળે છે, જેમાં ૩૦% ઓછા વ્યાજની લોન તરીકે હોય છે, અને તેઓ પ્રથમ સાત વર્ષ માટે ૭/યુનિટ અને ત્યારબાદ ૩.૫/યુનિટના દરે ગ્રીડમાં વધારાની ઊર્જા નિકાસ કરી શકે છે.
પીએમ સૂર્ય ઘર યોજનાઃ ૩ કિલો વોલ્ટ સુધીની છતવાળી સોલાર સિસ્ટમ માટે ૪૦% સુધી અને ૩-૧૦ કિલો વોલ્ટ વચ્ચેની સિસ્ટમ માટે ૨૦% સુધીની સબસિડી આપે છે. રાજ્ય સરકારે ૧૭૭ કરોડ સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર લગાવવા માટે આપ્યા છે.
ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસીઃ ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનજીર્નો લક્ષ્યાંક રાખે છે, જેમાં સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ૫ લાખ કરોડના રોકાણ લક્ષ્યાંકનો સમાવેશ થાય છે.
ઉત્પાદન અને માળખાગત સુવિધા
ગુજરાત સૌર ઉત્પાદન માટેનું કેન્દ્ર છે, જેમાં અદાણી સોલાર (૩.૫ ગીગાવોટ ક્ષમતા), વારી એનર્જી (ચીખલીમાં ૫.૪ ગીગાવોટ સોલાર સેલ ગીગાફેક્ટરી), અને સોલેક્સ એનર્જી (સુરતમાં ૧૫ ગીગાવોટ મોડ્યુલ અને ૫ ગીગાવોટ સેલ ક્ષમતાનું આયોજન) જેવી કંપનીઓ છે. આ સુવિધાઓ હજારો નોકરીઓનું સર્જન કરે છે, જેમાં વારી એકલા ૯,૫૦૦ પ્રત્યક્ષ અને ૩૦,૦૦૦ પરોક્ષ નોકરીઓનું સર્જન કરે છે.
નવીન પહેલ
મોઢેરાઃ ભારતનું પહેલું ૨૪ટ૭ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, જેમાં ૧,૩૦૦ થી વધુ છત પર સોલાર સિસ્ટમ અને જમીન પર માઉન્ટેડ પ્લાન્ટ છે.
સુરતનો સૌર ઉર્જાથી ચાલતો બસ ડેપોઃ ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ૧.૬ કરોડનો ખર્ચ છે અને વાર્ષિક ૭ લાખ ઊર્જા ખર્ચ બચાવે છે.
ગ્રીન હાઇડ્રોજનઃ ગુજરાત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની શોધ કરી રહૃાું છે, ડિસેલિનેશન અને નિકાસ ક્ષમતા માટે તેના દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહૃાું છે.
પડકારો
પવન અને સૂર્ય ઉર્જા પ્રોજેક્ટમાં રોજગારી બહુ ઓછું સર્જન થાય છે. ચારણકા સોલાર પાર્ક પ્રોજેક્ટ્સને સ્થાનિક ઇકોસિસ્ટમને અસર કરવા અને નોકરીઓ (૩૦ હજારના વચન સામે માત્ર ૬૦ સ્થાનિક નોકરીઓ) અને સ્વચ્છ પાણી જેવા વચન આપેલા લાભો પહોંચાડવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. પ્રદૂષણ ઓછું કરવા માટે રામબાણ ઈલાજ ગણાતાં પવન અને સુર્ય ઉર્જા રોજગારી આપવામાં નબળા પડે છે.
પોતાના ઘરની છત ઉપર સોલાર ફીટ કરનારને વીજ બિલમાં મોટી રાહત મળે છે, આથી આ પરિવારો વીજળીનો બેફામ ઉપયોગ કરે છે. કામ વગર પણ ઉપકરણો ચાલુ રાખે છે. વીજળી વેડફે છે. ઉર્જા વપરાશ ક્ષેત્રે આપણે બહુ બેજવાબદાર છીએ.
'નોબત'ના વાચકો અને ચાહકો વીજળી, પેટ્રોલ, ડીઝલ ઈંધણનો કરકસરયુક્ત વપરાશ કરે તેવી હાર્દિક વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈઝરાઈલી વેબ 'ઓફ રોડ' સાહસ પ્રવાસનનો નવો અનુભવ કરાવે છે
નાના પડદાનું મનોરંજન રંગ જમાવે છે. અહી દેશી વિદેશી કલા કસબીઓની રચનાઓ માણવા માટે મોટો ખજાનો છે. અનેક નાના અને પડદા પાછળ ધકેલાઇ ગયેલા કલાકારો દર્શકોને જકડી રાખવામાં સફળ થયા છે. એક સમયની લોકપ્રિય અભિનેત્રી નીના ગુપ્તા પંચાયતની ચાર સિઝન કરી ચૂકી છે. પદ્યમીની કોલ્હાપુરે પૃથ્વીરાજ ચૌહાણમાં જોવા મળે છે. મારા જેવા અનેક લોકો છે, જે મોટા સિનેમાઘરમાં બહુ ઓછા જાય છે. તેમના માટે તો આ ઘેર બેઠા ગંગા છે. તાજી ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા'થી લઈ ઈઝરાઈલી વેબ સીરિઝ 'ઓફરોડ' જોઈ નાખી. ચાલો, આજે 'નોબત'ના વાચકોને પણ મનોરંજનનો આસ્વાદ કરાવીએ. આજે અહીં મારધાડ કે દક્ષિણની ફિલ્મોની અતિરેક ધરાવતી મારધાડથી ભરપુર ફિલ્મોની એન્જિઑગ્રાફી કરવી નથી, પરંતુ શાંત દિમાગે માણી શકાય તેવી કેટલીક ઓટીટી રિલીઝ ઉપર વિહંગાવલોકન કરવું છે.
ઓફ રોડ
દુનિયામાં યહૂદી દેશ ઇઝરાઈલને આપણે માત્ર લડાયક અને જાસૂસી કરતા દેશ તરીકે જ ઓળખીએ છીએ. ઇઝરાઈલ તેના આધુનિક શસ્ત્ર માટે વિશ્વમાં નામના ધરાવે છે. આપણને એ ખબર નથી કે હાલમાં દુનિયામાં ઈઝરાઈલી ફિલ્મ 'ફૌદા' ધૂમ મચાવે છે. આ એક વેબ ફિલ્મ, ઓટીટી રીલીઝ છે. ફૌદા એક્શન વેબ છે. તેના અભિનેતા લીઓર રાઝની ટ્રાવેલ, એડવેન્ચર સિરીઝ 'ઓફ રોડ' જોઈ. મજા આવી. આ પણ એક ઇઝરાઇલનું નિર્માણ છે. પ્રવાસન અને એડવેન્ચર ભરપુર અનેક સિરિયલ્સ આવી તેમાં આ નોખી ભાત પડે છે. ઓફ રોડમાં પ્રથમવાર તેલઅવિવથી મધ્ય એશિયાના કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો જોખમી પ્રવાસ દર્શાવામાં આવ્યો છે. ૨૫ દિવસ અને ૨૫૦૦ કિલોમીટરની દુર્ગમ રસ્તાની કાર ડ્રાઈવ દર્શકો માટે રોમાંચક બને છે. લીઓરની સાથે ઇઝરાઈલની સેલિબ્રિટી ટીવી અભિનેત્રી રોટેમ સેલા છે જે 'અમેરિકન આઈડોલ'થી પ્રસિદ્ધિ પામી. બન્ને પોતપોતાનાં રૂટિન કામથી બ્રેક લેવા માટે આ જોખમી પ્રવાસ શરૂ કરે છે.
ઓફ રોડના નૈસર્ગિક રૂશ્યો અદભૂત છે. જેનું શબ્દ વર્ણન શક્ય નથી. ફિલ્મના નિર્માતાએ પણ કુદરતની લીલા કચકડે કંડારવા માટે અનેકવાર ડ્રોન અને હેલિકોપ્ટરનો સહારો લીધો છે. અફાટ રણ, લીલાચ્છમ મેદાનો. કિર્ગિસ્તાનમાં દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું તળાવ છે. પાણી ખારૃં હોવાથી શિયાળામાં પણ જામતું નથી. અહીની નાની હોટલો પણ જોવા જેવી છે.
આ ૬ ભાગની નેટફ્લિક્સ શ્રેણી છે જેમાં ઇઝરાયેલી કલાકારો લિયોર રાઝ અને રોટેમ સેલા કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનની રોડ ટ્રીપ પર છે. આ શો મધ્ય એશિયાની સંસ્કૃતિ અને સુંદરતાની શોધ કરે છે. શ્રેણીમાં પરંપરાગત કોક બોરૂ રમત, ઇસિક-કુલ તળાવ અને એક દૂરના ગામની મુલાકાતનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં બિશ્કેક, ઇસિક-કુલ તળાવ, ગરમ પાણીનો ઝરણું, પશુધન ફાર્મ, કારાકોલ શહેર અને જિરગાલાંગ ગામની મુલાકાતોનો સમાવેશ થાય છે. અહીની સંસ્કૃતિ પણ દર્શાવવામાં આવી છે. અહીંયા કેટલાંક વિસ્તારો એવા પણ છે જ્યાંના બાળકો, યુવાનો પોતાના પિતાને જાણતા જ નથી હોતા! તેમને પિતાની ઓળખ કરવાની તમન્ના પણ નથી. આ વિસ્તારમાં સેક્સ બહુ સામાન્ય પ્રવૃત્તિ છે. ભારતીય સંકૃતિમાં જીવતા આપણાં લોકો માટે આવી વાતો બહુ આશ્ચર્યજનક લાગે છે. સાહસ અને પ્રવાસનના શોખીન દર્શકોને ઓફરોડ જોવા માટે ખાસ ભલામણ છે.
હેડ્સ ઓફ સ્ટેટ
હોલીવુડ સ્ટફ ધરાવતી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સીટાડેલ પછી તરત 'હેડ્સ ઓફ સ્ટેટ્સ' ફિલ્માં ચમકી છે. પ્રિયંકાનો સ્વેગ જોઈ લાગે કે તે બોલીવુડ કરતાં હોલીવુડ માટે જ જન્મી છે. આ એક રૂટિન અંગ્રેજી ફિલ્મ છે. આપણી દેશી કુડી હોવાથી ફિલ્મ જોવાનું મન થાય તે સ્વાભાવિક છે. મગજ સિનેમા હોલની બહાર મૂકીને જવું. મુંબઈ અને હોલિવૂડનો સંબંધ બહુ જૂનો છે. એક સમયે ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ જેમ્સ બોન્ડની ફિલ્મોના ભારતના વિતરક હતા. તેમણે જયપુરમાં ૧૯૮૩ માં રજૂ થયેલી 'ઓકટોપસી'માં અભિનય પણ કર્યો હતો. કબીર બેદી પણ અંગ્રેજી ફિલ્મોમાં અનેકવર ચમક્યા. ઐશ્વર્યા રાય, અમિતાભ, ઓમ પૂરી, ડીમ્પલ કાપડિયા સહિત અનેક કલાકારો અમેરિકન ફિલ્મોમાં ભાગ્ય અજમાવી ચૂક્યા છે. આ બધા કલાકારોમાં પ્રિયંકા સૌથી સફળ રહી છે.
હેડ્સ ઓફ સ્ટેટ્સમાં અમેરિકા અને બ્રિટનના પ્રધાનમંત્રી એક સાથે અમેરિકાના એરફોર્સ વન જેવા હાઈટેક વિમાનમાં પ્રથમવાર સાથે મુસાફરી કરે છે. વિમાન ઉપર હુમલો થાય છે અને આ બન્ને સિવાય બધા પ્રવાસીઓ મૃત્યુ પામે છે. બન્ને પેરેસ્યૂટ વડે જંગલમાં ઉતરે છે. અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાના વડા એકલપંડે ભટકે છે, દુશ્મનો તેમનો પીછો કરે છે. આવા કપરા સમયે આપણી અભિનેત્રી પ્રિયંકા ચોપરા કમાન્ડો બની બન્નેનો અદ્ભુત બચાવ કરે છે. પ્રિયંકા બ્રિટનના વડાપ્રધાનની પ્રેમિકા પણ હોય છે તેથી અહી લાગણીઓનું યુદ્ધ પણ ખેલાય છે. અહી અમેરિકાના પ્રમુખની ભૂમિકા લોકપ્રિય અભિનેતા માચો મેન જોન સીનાએ ભજવી છે. બ્રિટિશ વડાપ્રધાનની ભૂમિકામાં ઇદ્રીશ એલબા છે.
ઉપ્પુ કાપ્પુરામ્બુ
દક્ષિણની આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. મારધાડ ઉપરાંત દક્ષિણના મનોરંજન નિર્માતાઓ પણ અજબ ગજબના નવતર વિષયો લાવે છે. વિચિત્ર નામધારી ફિલ્મ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. હિન્દી ડબ વર્ઝન હોવાથી આપણને મજા પડે.
આ ફિલ્મમાં ચીટ્ટી જયપુરામ નામના એક નબળા ગરીબ ગામની વાર્તા છે.
હિન્દુ સંસ્કાર અનુસાર મૃતદેહને અગ્નિદાહ દેવાનો હોય છે, પરંતુ આ ગામમાં અગ્નિદાહ આપવામાં આવે તો ભયંકર આપત્તિ આવે અને જીવલેણ દુકાળ પડે તેવી માન્યતા છે. આથી જેમનું મૃત્યુ થાય તેને દફન કરવામાં આવે છે, એટલે કે સમાધી આપવામાં આવે છે.
દાયકાઓ બાદ ગામના કબ્રસ્તાનમાં હવે સિમિત જગ્યા છે તેથી કજીયા કંકાસ થવા લાગે છે. ધનિક, માથાભારે, લાગણીશીલ લોકો પોતાના માટે અથવા સ્વજન માટે સમાધી સ્થળ મેળવવા દાવપેચ શરૂ કરે છે... આ દાવ પેચ તે જ ફિલ્મની વાર્તા...! મુળ તેલુગુ ફિલ્મ હિન્દી સહિત પાંચ ભાષામાં ડબ કરવામાં આવી છે.
ફિલ્મના પ્રારંભમાં જ ગામના સરપંચનું અવસાન થાય છે. પરંપરા અનુસાર તેનો પુત્ર સરપંચ બને, પરંતુ તેને પુત્ર ન હોવાથી પુત્રી એટલે કે ફિલ્મની નાયિકા સરપંચ બને છે. તેને ગામના રાજકારણમાં જરા પણ રસ નહતો અને અનુભવ પણ ન હતો. નવા સરપંચને પરેશાન કરવા માથાભારે લોકો કાવાદાવા કરે છે. સૌથી ગંભીર સમસ્યા ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે, ગામના સમાધી વિસ્તારમાં હવે જૂજ લોકોને જ દફનાવી શકાય તેમ છે. આસપાસના ગામોમાં સમાધીની પ્રથા ન હોવાથી કોઈ આ કામ માટે જમીન આપતા નથી. લાગણીશીલ સરપંચ આ સમસ્યા કેવી રીતે ઉકેલે છે તે જોવું રોચક બને છે. કથા લેખકે મહેનત કરી છે. અભિનેત્રીની ભૂમિકામાં કીર્તિ સુરેશ ભૂમિકાને ન્યાય આપવામાં સફળ રહી છે. કઇંક નવું જોવા માંગતા દર્શકોએ સાઉથની ફિલ્મો જોવી જોઈએ.
આપ જૈસા કોઈ
આ પરંપરગત હિન્દી ફિલ્મ છે. આ વાર્તા જમશેદપુરના એક મધ્યમ વયના સંસ્કૃત પ્રોફેસર શ્રી રેણુ ત્રિપાઠી વિશે છે જે ફ્રેન્ચ શિક્ષક મધુ બોઝના પ્રેમમાં પડે છે. તેમના સંબંધો પર કૌટુંબિક દબાણ અને સામાજિક રિવાજોનું બંધન છે. ફિલ્મ આપ જૈસા કોઈનું શૂટિંગ મુખ્યત્વે કોલકાતા અને ઝારખંડમાં કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક ભાગનું શૂટિંગ મુંબઈમાં થયું હતું. કોલકાતાના મુખ્ય સ્થળોમાં કુમારતુલી, છોટાલાલ ઘાટ અને બોબજારનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિકામાં આર. માધવન, ફાતિમા શેખ અને આયશા રઝા છે. આધુનિક પ્રેમકથા તરીકે રજૂ કરાયેલી આ ફિલ્મ ભાવનાત્મક સંબંધો, સ્ત્રી પુરૂષોના સંબંધોમાં બીજી તકની શોધ કરે છે. ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, આપ જૈસા કોઈ એક આધેડ લગણીઓની વાર્તા છે.
કાલીધર લાપતા
માનસિક રોગીઓથી છૂટકારો પામવા માટે પરિવાર દ્વારા તેને કુંભ મેળામાં રખડતા મૂકી દેવાની વાર્તા અનેક ફિલ્મોમાં આવી ગઈ છે. અહી કાલીધરની ભૂમિકામાં અભિષેક બચ્ચન છે. ઘણાં લાંબા સમય પછી અભિષેકનો અભિનય સંવેદનશીલ રહૃાો. મંદબુદ્ધિનો કાલીધર ભટકતો રહે છે. નાનો અનાથ બાળક તેનો આધાર બને છે. બન્ને અહીં તહીં ભટકે છે. ફિલ્મ કોઈ મોટા ટ્વિસ્ટ અને ટર્ન વગર ચાલે છે. સમય પસાર કરવા માટે કાલીધર જોઈ લેવું.
પંચાયત
ઓટીટી ઉપર ચર્ચા કરતાં હોઈએ અને પંચાયતનો ઉલ્લેખ ન કરીએ તો અધૂરૃં લાગે. ત્રીજી સિઝનમાં વર્તમાન સરપંચ નિના ગુપ્તા ચુંટણી હારી જાય છે. સચિવ અને સરપંચ પુત્રી પિંકીની લવસ્ટોરી ચુંબન સુધી પંહોચી ગઈ છે. જોકે નિના ગુપ્તા અને રઘુવીર યાદવનું શાસન પૂરૃં થાય છે, સચિવજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને ફુલેરા ગામ છોડવાના છે તે નક્કી થઈ ગયું છે.માથાભારે વિધાયકને પક્ષે હકાલપટ્ટી કરી નાખી છે.
આટલા બધા વળાંકો પછી પંચાયતની ચોથી સિઝન આવી રહી છે. દર્શકોને જકડી રાખવામાં ફુલેરા ગામના પાત્રો સફળ રહૃાા છે. નિર્માતાઓના દાવ અનુશાર તે આ શ્રેણીની ૧૦ સિઝન કરવા માંગે છે!
મિસ્ટ્રી
આ એક ભારતીય કોમેડી-થ્રિલર છે. તે યુએસ શ્રેણી 'મોન્ક'નું સ્થાનિક રૂપાંતર છે, જેમાં રામ કપૂર ડિટેક્ટીવ અરમાન મિસ્ત્રી તરીકે અભિનય કરે છે, જે જટિલ કેસોને ઉકેલવા માટે પોતાના તેજસ્વી મન અને ઝીણવટભરી આદતોનો ઉપયોગ કરે છે. મોના સિંહ પોલીસ અધિકારી સેહમત સિદ્દીકીની ભૂમિકા ભજવે છે, જે તેમના સહ કર્મચારી છે, જ્યારે શિખા તલસાનિયા અને ક્ષિતિશ દાતે તપાસ ટીમની ભૂમિકા ભજવે છે.
બેસ્ટ ઓફ લક પંડયા
મોટા પડદાની ગુજરાતી ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ પંડયા' શેમારૃં ઓટીટી ઉપર આવી ગઈ છે. સ્વચ્છ, સુંદર, પારિવારિક ફિલ્મ પિતા ( દર્શન જરીવાલા) પુત્રના સંઘર્ષ ઉપર આધારિત છે. પ્રમાણિક પિતા અકસ્માતે લાંચના છટકામાં પકડાઈ જાય છે. દિશાહીન પુત્ર એટલે કે ફિલ્મનો અભિનેતા મલ્હાર ઠાકર પિતાને જેલમાંથી નિર્દોષ છોડાવે છે. અહી કોર્ટની કાર્યવાહી જ ફિલ્મનું કથાનક છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અને સંપાદન રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર અને જીમી સતીશ અસીજા દ્વારા કરવામાં આવ્યું છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને મનોરંજન મુબારક.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ખુલ્લેઆમ ખંખેરવામાં આવી રહ્યા છે!
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે. માગ્યા મેહ વરસી રહ્યા છે. ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિ લાવે તાણી એવી એક પ્રાચીન કહેવત બહુ પ્રચલિત છે. સારો વરસાદ ખેડૂત માટે તો સમૃદ્ધિ લાવે જ છે, સાથે સાથે તમામ સામાન્ય લોકો માટે પણ મોટી રાહત સાબિત થાય છે. સમાજની મોંઘવારી મોટે ભાગે ખાધ્ય પદાર્થો આધારિત હોય છે. અંગ્રેજોના સમયમાં દેશનો મોંઘવારી આંક સિમલા આધારિત હતો. આઝાદી પછી પણ સિમલા આધારિત આંક ચાલુ રહ્યો. આજે કયા આધારે મોંઘવારી આંક નક્કી કરવાના પેરામીટર્સ છે તે લગભગ કોઈને ખબર નથી. પરંતુ, એક વાત તો ચોક્કસ છે કે, મોંઘવારીનું પ્રમાણ નક્કી કરતો આંક ચોમાસા ઉપર તો તે નિર્ભર નથી જ!
આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં ૫૫ ટકા વરસાદ થયો છે, ૬૦ ટકા જળ સંગ્રહ થયો છે અને ૮૦ ટકા ખેતી લાયક જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. એક સમયે કોરો ધાકોડ રણ વિસ્તાર ગણાતાં કચ્છમાં પણ અનરાધાર વરસે છે.
મૂળ વાત
દેશ અને ગુજરાતમાં બે દાયકાથી ચોમાસું સતત સારું રહ્યું હોવા છતાં ખેત આધારિત ઉત્પાદનો સતત મોંઘા બની રહ્યા છે. રસોડામાં કુકરની સિટી કરતાં ગૃહિણીઓના નિસાસા વધુ મોટા અવાજે સંભળાઈ રહ્યા છે. બીજી ગંભીર બાબત એ છે કે, સતત વરસાદ છતાં ખેડૂતો પણ ઓછા ભાવ મળતા હોવાની કાગારોળ કરી રહ્યા છે! ભારત સરકાર ઉપર ખેત સબસીડીઓનું મોટું ભારણ છે. ક્રૂડ, શસ્ત્રો અને ત્રીજા ક્રમે ખાતરની આયાતનું બિલ હોય છે. સારો વરસાદ થાય એટલે ખાતરની માંગ વધે તે સ્વાભાવિક છે. પરંતુ અહી ઊલટું છે, ભારત સરકાર ઉપર ખાતર ઉપર આપવામાં આવતી સબસીડીઓનું ભારણ મોટું થાય છે. એક સમયે ઈફકોના ચેરમેને કહ્યું હતું કે, આયાતી ખાતર ઉપર સરકારે દેશમાં ૭૦ ટકા જેટલી જંગી સબસિડી આપવી પડે છે.
મારો જાત અનુભવ છે કે, ટામેટાં ઉગાડતા ખેડૂતને કિલોએ માત્ર પાંચ રૂપિયા જ મળે છે, જ્યારે ગૃહિણીને તે ૫૦ રૂપિયાની આસપાસ મળે છે. આમ, ખેડૂત અને ગ્રાહક બન્ને માથે ઓઢીને રોવે છે. આમ કેમ? આજના દિવસે જામનગરમાં ટામેટાંનો ભાવ ૮૦/ રૂપિયે કિલો છે.
ખેડૂતોને કેમ પોષણક્ષમ ભાવો મળતા નથી? ગ્રાહકોને ખેત ઉત્પાદનો કેમ વ્યાજબી ભાવે મળતા નથી? બન્નેને કોણ લૂંટે છે? સરકારનો કૃષિ વિભાગ કેમ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે. ગુજરાતના કૃષિ મંત્રી ખુદ એક અનુભવી ખેડૂત છે. તો ગરબડ ક્યાં છે?
જામનગરમાં શાકભાજીના છૂટક ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા વચ્ચે છે. સારા ચોમાસા છતાં સિંગતેલનો ૧૫ કિલોનો નવો ડબ્બો ૩૦૦૦/ સુધી પહોંચે છે. લાગે છે કે, વરસાદ અને ખેતીને કોઈ સંબંધ રહ્યો જ નથી!
સંગઠન
અપૂરતા બજારભાવને કારણે ટેકાના વધુ ભાવો લેવા માટે ખેડૂતો લગભગ દર વર્ષે બૂમ બરાડા પાડે છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે માલ વેંચવા માટે લાંબી કતારો લાગે છે. ખેડૂતોનું બહુ મજબૂત અને વિશાળ સંગઠન છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો રાજ્ય અને કેન્દ્રની સરકારોને હચમચાવી શકે છે. મહેન્દ્રસિંહ ટીકેટ તો લગભગ અડધું વર્ષ આંદોલનોમાં જ વ્યસ્ત રહે છે. દિલ્હીની બોર્ડર ઉપર પણ ખેડૂતો સતત આક્રોશપૂર્ણ આંદોલનો કરતા હોય છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો હવે રાજકીય બની ગયા છે. અહી ખેડૂત આંદોલન ભૂતકાળ બની ગયા છે. જો કે અપૂરતા ભાવોની લાગણી ભૂતકાળ બની નથી. ખેતી ક્ષેત્રના લોકો રાજકીય ક્ષેત્રે મોટો ભાગ પડાવે છે. તે ખેત પેદાશ ોના તંદુરસ્ત ભાવો મળે તે માટે પૂરતા જાગૃત નથી. ગુજરાત પાસે ખેડૂતો માટે લડી શકે તેવો કાયમી અને મજબૂત નેતા નથી.
દેશના ખેડૂતોએ એક આંદોલન વચેટિયાઓ દ્વારા કરવામાં આવતા શોષણ વિરુદ્ધ પણ કરવાની જરૂર છે.
મૂળ સમસ્યા
ખેડૂત અને ગ્રાહકો વચ્ચેની આ કડી જ સમસ્યાઓનું મૂળ છે. તેને સામાન્ય ભાષામાં દલાલ પણ કહેવામાં આવે છે, દલાલો ઉપરાંત છૂટક વેપારીઓ પણ પાપના ભાગીદાર છે. મારા એક ખેડૂત મિત્રને તેને મળતા અપૂરતા ભાવો બાબતે પૂછ્યું, તો સાવ દેશી ભાષામાં એક વાક્યમાં જવાબ આપ્યો કે, શેઢે બેસીને ખેતી કરવી હોય પછી શું થાય. આનો અર્થ એવો થાય કે ખેતી કરવી હોય તો ચાસમાં ઊતરવું પડે. સૌરાષ્ટ્રમાં હવે મોટાભાગની ખેતી ભાગીયા જ કરે છે. જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ છે. તેને ખેતીની ઊપજનો અમુક હિસ્સો આપી દેવાનો, તે મહેનત કરે, રખોપું કરે. ખેત માલિક સમયાંતરે પોતાના ખેતરના શેઢે ચક્કર મારી આવતા રહે. ફાલ તૈયાર થાય એટલે ગામમાં ખરીદી કરવા મા ટે દલાલો ફરવા લાગે, આ દલાલોને પાક વેંચી નાખે. ભાગીયા પણ પોતાનો ભાગ લઈ લઇલે.
ખેડૂતો હવે વિવિધ ધંધા કરવા માટે શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે. નવી યુવા પેઢીને ખેતીમાં બહુ રસ નથી. મોટી જમીનના ભાગ પડતાં નાના નાના ટુકડા થવા લાગ્યા છે તેથી ઉતારો પણ ઓછો અને નબળો આવે છે.
ખેડૂતો સરળ બેઠી આવક માટે જમીન પવનચક્કી અને સોલાર કંપનીઓને લાંબા ભાડા પટ્ટે આપવા લાગ્યા છે.
આપણાં ખેડૂતો પ્રયોગશીલ પણ નથી. પાકોની વિવિધતા અને આધુનિક ખેતી માટે બહુ ઓછા જાગૃત છે. સરકારે નવું સંશોધિત નેનો યુરિયા બજારમાં મૂક્યું તો તે મફત આપવું પડે છે. ખરીદદાર મળતા નથી. એક ગુણી યુરિયા જેટલી શક્તિ આ નાની બોટલમાં હોય છે. સમય અને શક્તિનો મોટો બચાવ થાય છે. દાયકાઓની ખેતીને કારણે જમીનના રસકસ ચૂસાઈ ગયા છે. રાસાયણિક ખતરોના બેફામ વપરાસની અસરો દેખાઈ રહી છે. બાજરા અને ઓળાના રીગણમાંથી ખુશ્બુ જતી રહી છે. સલાડ હવે તંદુરસ્તીનું પ્રતીક કે માધ્યમ રહ્યું નથી.
દલાલ
ખેતીમાં સૌથી વધુ કમાણી વચેટિયા લોકો કરે છે. પાંચ રૂપિયાના કિલો ટામેટાં ગ્રાહકને ૫૦ રૂપિયે મળે છે. ૪૫/ રૂપિયા વચ્ચેના લોકો બિન્દાસ્ત કમાય છે! સરકારે ખેડૂતોને પોષણક્ષમ અને પૂરતા ભાવ મળે તે માટે ઠેર ઠેર માર્કેટ યાર્ડ બનાવ્યા છે. મને લાગે છે કે, આ પદ્ધતિ લભાગ નિષ્ફળ સાબિત થઈ છે. આજે પણ વરસાદની આગોતરી આગાહીઓ છતાં માર્કેટ યાર્ડમાં ખેત જણસો પલળી જાય છે, બગડી જાય છે. પૂરતી અને આધુનિક સંગ્રહ વ્યવસ્થા હોય તેમ લાગતું નથી.
ખેડૂતો પોતે સંગ્રહ કરતા નથી, આથી જે ભાવ મળે તે ભાવે માલ વેંચી નાખવો પડે છે. દલાલો તેનો ભરપુર ગેરલાભ ઉઠાવે છે. ડીસામાં બટેટાં ૧૦/ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે, મોટી કંપનીઓ તેની વેફર બનાવી વેલ્યૂ એડિશન કરી ૧૦૦/ રૂપિયે કિલો લેખે ભૂખ્યા લોકોને વહેંચે છે! ટોમેટો સોસ અને કેચઅપમાં પણ મોટી નફાખોરી છે.
રાજકીય વર્ચસ્વ માટે વારંવાર મેદાનમાં ઉતરતા ખેડૂતો પોતાના આર્થિક ઉત્કર્ષ માટે કેમ જાગૃત થતા નથી તે મોટો સવાલ છે. ખેતીના વ્યવહારોમાં બાંધકામ ઉધ્યોગ પછી બીજા ક્રમે કાળુ નાણું ઉત્પન્ન થાય છે.
ખેતી ક્ષેત્ર ઉપર સરકારની મોટી રહેમ નજર હોવા છતાં આ ક્ષેત્ર કાયમ કાગારોળ કરે છે. નજીકના ભવિષ્યમાં કોઈ ક્રાંતિકરી પરિવર્તનો આવે તેવી શક્યતા નથી, કારણકે ખેડૂતો અને સરકાર બન્ને ખોટા રસ્તે છે!
હવે તો જાગો
આદર્શ અર્થશાસ્ત્ર અનુસાર માંગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થતા હોય તે ઉત્તમ વ્યવસ્થા ગણાય. વર્તમાન સમયમાં આવા આદર્શ નિયમો અને નૈતિકતાનો સરેઆમ ઉલાળિયો થઈ ગયો છે. માંગ, પુરવઠા અને ભાવોને કોઈ સ્નાન સુતકનો સંબંધ રહ્યો નથી.
રાસાયણિક ખાતરો, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન સહિતના અનેક પરિબળોને કારણે ખેડૂતોને ઉત્પાદન મોંઘું પડી રહ્યું છે. ખેત પેદાશોમાં બજાર સુધી પહોંચતા સુધીમાં માલમાં નુકશાની પણ વધુ આવે છે. પડતર દિવસેને દિવસે વધી રહી છે. બીજી તરફ દલીલ એવી પણ થઈ રહી છે કે, ટામેટાંની પડતર કિમત ૧૫/ રૂપિયા કિલોની હોય તો, ગ્રાહકો તો તેના ૪૦ થી ૫૦ રૂપિયા ચૂકવે જ છે. તો આ સરેરાશ ૩૦ થી ૩૫ રૂપિયા નફો કોના ગજવામાં ઘૂસી જાય છે? સુરેન્દ્રનગર વિસ્તારના મારા એક ખેડૂત મિત્રએ કહ્યું કે, તે ચણાનું વાવેતર કરે છે, પાક તૈયાર થાય એટલે અમદાવાદ બાજુના વાઘરી લોકો આવે અને આખો પાક ખરીદી લે છે. કરુણતા એ છે કે, આ ખેડૂત કરતાં વાઘરી લોકો વધુ કમાણી કરે છે! તરબૂચ વેચાણ ક્ષેત્રે પણ આ લોકોની મોનોપોલી છે.
સરકાર તેની ચોકીદાર તરીકેની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ અને નિષ્ક્રિય સાબિત થઈ છે. ખેડૂતોને કાયમ રાહત કે સબસીડીઓ આપવાથી પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ ખોટી છે. વિદેશોમાં આવી કોઈ હાલત નથી. સરકાર અને સંસ્થાઓના અનેક પ્રતિનિધિ મંડળો આધુનિક ખેતીના અભ્યાસ માટે વારંવાર વિદેશ જાય છે, શું તેઓ વેચાણ વ્યવસ્થાનો અભ્યાસ નહીં કરતાં હોય? ત્યાં ખેતરથી વપરાશકાર સુધી માલ કેમ પહોંચે છે તે નહીં જોતા હોય?
નર્મદા યોજના
ખેતી ક્ષેત્રે સચરાચર વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની કેનલો થવાથી પાક ઉત્પાદનમાં સોનામાં સુગંધ ભળી છે. જ્યારે જ્યાં વરસાદ ખેંચાય કે નબળો પડે ત્યાં માં નર્મદા પહોંચી જાય છે. ગુજરાતના ખેડૂતો ત્રણ પાક લઈ શકે છે. ગુજરાતના અનેક ડેમો ઉનાળામાં તળિયા ઝાટક થાય ત્યારે સૌની યોજના દ્વારા તેમાં પાણી ઠાલવવામાં આવે છે. સરકારની પાણી લક્ષી યોજનાઓ અને અસરકારક વિતરણ એક મોટા ભગીરથ કાર્ય સમાન છે.
સારાંશ
સરકારે અને ખેડૂત સંગઠનોએ હવે સક્રિય થવાની અને નવું વિચારવાની જરૂર છે. વચેટિયા અથવા દલાલો શોષણ ન કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખેતરથી ગ્રાહક સુધી માલ પંહોચે તે દરમિયાન કાળાબજારી ન થાય તેની કાળજી રાખવી પડશે. મારે તેની તલવાર જેવી બજારનીતિ સરકાર શા માટે ચલાવી રહી છે તે પ્રજાને અને ખેડૂતોને સમજાતું જ નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એન્ટી એજિંગની દવાઓનો અભરખો ભારે પડી શકે છે...
હિન્દી મનોરંજન જગતમાં કાંટા લગા ફેમ સિંગર અને અભિનેત્રી શેફાલી ઝરીવાલાના ૪૨ વર્ષની યુવા વયે અચાનક નિધનથી મને બહુ નવાઈ નથી લાગી. મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જાહેર કરવામાં આવ્યું છે. મહિલાઓને બહુ જૂજ પ્રમાણમાં હૃદયની બીમારી થાય છે, આવા કારણોસર અચાનક ટપકી જવું તે નવાઈની બાબત છે. થોડા ઘણાં મીડિયા અહેવાલો અનુસાર તે એન્ટી એજિંગ દવાઓ લેતી હતી. મનોરંજન જગતમાં યુવતીઓ અને મહિલાઓ માટે સ્લિમ અને ફીટ રહેવું બહુ મહત્ત્વનું છે. એવું પણ કહેવાય છે કે, અહીં ચરબી વધતી જાય તેમ તેમ આવક ઘટતી જાય છે. રેખા અને હેમા માલિની જેવી પ્રૌઢ વયની અભિનેત્રીઓ પણ હીટ દેખાવા માટે ફીટ રહેવા અવનવા પેંતરા કરતી હોવાનું વારંવાર બહાર આવે છે. માત્ર મહિલાઓ જ નહીં પુરૂષો પણ આ વિષચક્રમાં ફસાયા છે. અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર તેના ઉત્તમ દાખલા છે. શરીર શ્રોષ્ઠવ હેમખેમ જાળવવા માટે લાખો કરોડોનો ખર્ચ પણ કરવો પડે છે. યોવન જાળવા માટેના પ્રયોગોના પરિણામો સારાં જ આવશે તે નિશ્ચિત હોતું નથી, શેફાલી ઝરીવાલાની જેમ અચાનક એક્સિટ પણ થઈ જાય છે.
પ્રભુ દ્વારા પ્રસાદ રૂપે મળેલા માનવ શરીરને આપણે રસાયણોની પ્રયોગશાળા બનાવી દીધુ છે! દરેક વ્યક્તિ પોતાની જાતને શ્રેષ્ઠ માને છે અને શ્રેષ્ઠ બનાવવા માટે ઇકડમં ત્રિકડમં કરે છે. આરોગ્યની ડિક્ષનેરીમાં આડઅસર નામનો બહુ ભયંકર શબ્દ છે. આખી માનવજાત તેનાથી ફફડે છે. આમ છતાં યુવાન અને નિરોગી દેખાવા માટે આડઅસરને પણ ઘોળીને પી જાય છે.
દાખલા
રાસાયણિક દવાઓ દ્વારા અમરત્વ તો મળતું નથી, પરંતુ તંદુરસ્તી કેટલા પ્રમાણમાં મળે છે તે રામ જાણે. જામનગરમાં મારા નજીકના મિત્ર છે, તેમનું વજન આસરે ૯૫ કિલોગ્રામ આસપાસ રહે. તબીબે તેને કહ્યું કે, તમે ડાયાબિટીસની બોર્ડર લાઇન ઉપર છો. આ રોગથી બચવું હોય તો વજન ઘટાડો. અનેક ઉપચારો અને ઉપવાસ-એકટાણા પછી પણ વજન ઉતર્યું નહીં. ત્યારબાદ મહિનામાં ચોક્કસ દિવસે રાજકોટથી આવતા નિષ્ણાત તબીબના સંપર્કમાં આવ્યા. તબીબે રોજની એક ગોળી તરીકે કોર્ષ લખી આપ્યો. અમેરિકામાં સફળ ગણાતી આ ટીકડી રોજ સવારે લેવાની. ૨૪ કલાક સુધી ભૂખ તરસ લાગે જ નહિ! બે મહિના સુધી આ ગોળી લેવાથી તેમનું વજન ૭ કિલો ઘટ્યું છે. હજુ દવા ચાલુ છે. એક ગોળીની કિમત ૩૫૦ રૂપિયા છે અને દવા નિર્માતા કંપની ડેનિશની આ દવાનું નામ છે વેગોવી. એક મહિનાનો કોર્સ ૧૦ હજારથી લઈ ૨૬ હજાર સુધી હોય શકે છે! ૨૪ કલાક સુધી ભૂખ જ ન લાગે તે નફામાં! હવે આ દવા ઇન્જેકશન સ્વરૂપે પણ મળે છે અને તે સપ્તાહમાં એકવાર લેવાનું!
જામનગરના એક નામાંકિત અને દેખાવડા તબીબ સોનાના બિસ્કિટ ખાઈ શકે તેટલી આર્થિક ક્ષમતા ધરાવે છે, આમ છતાં ખાખરા ખાઈને દિવસો પસાર કરે છે. તેમને સ્લિમ એન્ડ ટ્રીમ બોડીનો શોખ છે!
નાના, મોટા, ધનિક, નિર્ધન, મહિલા, પુરૂષ તમામ વર્ગના લોકોએ તંદુરસ્ત અને ફીટ દેખાવા માટે શરીરને જાણે કે પ્રયોગશાળા બનાવી દીધું છે. પેટને પીડા આપી સુખી થવાના ચક્કરમાં લોકો ડિપ્રેશનમાં સરી પડે છે! પછી એન્ટી ડિપ્રેશનની દવાઓ ગળવા લાગે છે. ટૂંકમાં આખી જિંદગી દવાઓના ભરોસે ચાલે.
બીમાર લોકો દવા ઉપર નિર્ભર રહે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ તંદુરસ્ત લોકો પણ દવા લેવા લાગે તે મોટું આશ્ચર્ય છે. દવાના નામે અનેક રસાયણો પેટમાં પધરાવે છે. યુવા પેઢીમાં એનર્જી ડ્રિન્કની નવી ઘેલછા લાગી છે. જાતજાતના શક્તિવર્ધક પીણાંના નામે મળતાં ડબલાં અને શીશીઓ ગટગટાવે છે.
ભવિષ્ય
વર્તમાન સમયમાં કોઈ રોગ હોય અને કેમિકલવાળી દવાઓ લઈએ તે માનવ સહજ સ્વભાવ છે, પ રંતુ હવે તો ભવિષ્યમાં થનારા રોગો શોધી તેનો ઉપચાર કરવાની નવી ફેશન નીકળી છે. આપણે સૌથી વધુ ડરતાં હોઈએ તો તે હૃદય રોગ અને કેન્સર છે. મેડિકલ સાયન્સ હવે ભવિષ્યમાં થનારા રોગો શોધી આપે છે અને અત્યારથી ઉપચારના ગતકડાં બટકાવી દે છે. જામનગના એક મોટા કારખાનામાં તેના કર્મચારીઓને આગામી પાંચ વર્ષમાં ચાર પ્રકારના કેન્સર થવાની શક્યતા છે કે નહીં? તેનું લેબોરેટરી પરીક્ષણ વ્યાજબી ભાવે કરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે! શહેરોમાં અ સંખ્ય લોકો આવા ભાવિ રોગો ખિસ્સાના ખર્ચે શોધી રહ્યા છે. લોકોને કોલેસ્ટ્રોલ અને બોર્ડર લાઇન સ્યુગરનો ભય તો લાંબા સમયથી બતાવવામાં આવી રહ્યો છે, હવે તેમાં કેન્સરનો ઉમેરો કરવામાં આવ્યો છે. પ્રોસ્ટેટ, લીવર, ઇન્ટેસ્ટાઇન, પ્રેનક્રિયાસના કેન્સરની આગાહી કરવામાં આવે છે.
બીજી રીતે વિચારીએ તે આ આગાહી આશીર્વાદ સમાન પણ છે. શરીરમાં ૧૧૦ પ્રકારના નાના મોટા કેન્સર થઈ શકે છે. દર્દીઓ લાખો, કરોડોના ખર્ચમાં દટાઈ જાય છે. જો આ જીવલેણ રોગની અ ગમચેતી મળે અને થોડા ખર્ચમાં ગંભીર પીડા અને મોટા ખર્ચમાંથી બચી શકાય તે આવકાર્ય છે.
આમ કેમ
દાયકાઓ પહેલા દવાઓ ઓછી હતી તો રોગ પણ ઓછા અને સામાન્ય હતા. હવે દવાઓ આધુનિક બની તો રોગો પણ વકરવા લાગ્યા છે. એક સમયે જૂનાગઢમાં એક પણ મલ્ટી સ્પેિ સયાલિટી હોસ્પિટલ કે આઈ.સી.યુ. ન હતા તે સમયે પણ લોકો આરામથી નિરોગી જીવન જીવતા હતા. આજે હોસ્પિટલો અને દર્દીઓ બન્ને ઉભરાઇ રહ્યા છે!
કારણ સ્પષ્ટ છે.. આપણે પ્રભુ પ્રસાદમાં મળેલા શરીરને કેમિકલની પ્રયોગશાળા બનાવી દીધુ છે. ગંભીર બાબત તો એ છે કે, હવે લોકો નિષ્ણાત તબીબની સલાહ વગર પણ દવાઓ ગળચી રહ્યા છે. અનેક લોકો ડોલો નામની કોરોના સમયથી પ્રચલિત થયેલી દવા જાતે ખરીદી નાના રોગોના ઈલાજ કરી રહ્યા છે. આ બહુ ભયંકર બાબત છે. આપણે આયુર્વેદના નામે પણ ઊંટવૈદું કરી રહ્યા છીએ. અમારા એક મિત્રએ જાહેરાત વાંચી આયુર્વેદનો ઉપચાર શરૂ કર્યો, પછી ખૂબ પીડાયા! સા માન્ય માણસો તો ઉપચારના નામે અખતરા કરે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ અનેક તબીબો પણ અખતરા કરતાં હોય છે. રોગ ન મટે તો બીજીવાર વધુ પાવારની દવા આપે! એક તબીબ ખૂબ સફળ છે કારણ કે તે, પ્રથમ મુલાકાતમાં હાઇ પાવરની દવા લખી નાખે છે! દર્દી ઘોડાની જેમ દોડવા લાગે!
અમારા એક મિત્રને ગોઠણનો દુખાવો હતો, તબીબે ની રિપ્લેસમૅન્ટની સલાહ આપી, તેમણે સલાહ ન માની અને ઓપરેશન ન કરાવ્યું, આજે સાત વર્ષ પછી લાંબુ ચાલે છે અને ઘૂટણનો દુખાવો પણ ગાયબ થઈ ગયો છે.
આશ્ચર્યની બાબત એ છે કે, તબીબી જગતમાં બે વત્તા બે એટલે ચાર થાય તેવો નિયમ જ નથી! ગમે તેટલા થાય!
તો શું કરવું?
મારી સલાહ છે કે, કારણ વગર, રોગ વગર કે નિષ્ણાતની સલાહ વગર કોઈ દવા લેવી નહીં. મેડિકલ જગતમાં સેકન્ડ ઓપીનીયન બહુ પ્રચલિત છે, આમાં પણ ભેરવાઈ જવાની પૂરતી શક્યતા છે. એક જ રોગ માટે બે તબીબો ભાગ્યે જ સમાન ઉપચાર, સારવાર કે દવા આપે. જ્યારે સારવારની જરૂર પડે ત્યારે ભરોસો હોય તે તબીબ પાસે જવું અને ભગવાન ભરોસે તેને તાબે થઈ જવું!
સરકાર
કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસે આજે પણ હોસ્પિટલ સંચાલન માટે કોઈ એસઓપી (માર્ગદર્શિકા) નથી. આરોગ્ય વિભાગ પણ બીમાર હાલતમાં છે. તેના મંત્રી અને સચિવ તબીબ જ હોવા જોઈએ, પરંતુ તેમ નથી. જે લોકો તબીબી જ્ઞાન ધરાવતા નથી તે લોકો કેવી રીતે નિર્ણયો લઈ શકે! તબીબી શાખામાં સારવાર વિજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમ તબીબી મેનેજમેન્ટ શાખા પણ હોવી જોઈએ. કદાચ છે પણ ખરી, પરંતુ તેમાં ભાગ્યેજ કોઈ જતું હશે. મેનેજમેન્ટ અને સારવાર બન્ને અલગ બાબતો છે ત્યારે હોસ્પિટલના અધિક્ષક નિપુર્ણ ડૉક્ટર જ હોય તે કેમ ચાલે? દવાઓની ગુણવત્તા અને ભાવ પણ ભગવાન ભરોસે છે. નકલી તબીબો અને નકલી દવાઓ હજારો લોકોના જીવ લઈ રહી છે. પ્રભુ પ્રસાદ રૂપે મળેલા શરીરને સાચવવા માટે સરકાર પણ ગંભીર નથી. રાજ્યની હજારો ખાનગી હોસ્પિટલોની સરકાર દ્વારા આકસ્મિક તપાસણી (ઓડિટ) થતું હશે કે કેમ તે મોટો સવાલ છે. તબીબી જગત નિરંકુશ હોય તે ચાલી શકે નહીં. આયુષ્માન અને માં અમૃતમ કાર્ડ આવ્યા પછી તે દર્દીઓની હાલત બગડી હોય તેમ લાગી રહ્યું છે. બિનજરૂરી સારવાર થઈ રહી હોવાની ફરિયાદો વધી રહી છે.
નૈતિકતા
તબીબી જગતમાં નૈતિકતા ટોચ ઉપર હોવી જોઈએ. લાગે છે કે તળિયે જઈ બેઠી છે. દર્દી દેવો ભાવઃ ભુલાઈ રહ્યું છે. આ ધંધો નથી, પરંતુ સેવા છે. હોસ્પિટલો કોર્પોરેટ બની છે અને ટાર્ગેટ ના મનું દૂષણ વધ્યું છે. હોસ્પિટલના તબીબોને પણ ટાર્ગેટ આપવામાં આવે છે. એ.સી. અને ફ્રીઝના વેચાણના ટાર્ગેટ હોઈ શકે, પરંતુ ઓપરેશનના ટાર્ગેટ કેવી રીતે હોય?
તબીબી જગતમાં ડ્રગ ટ્રાયલ શબ્દ પણ બહુ ચર્ચિત છે. દર્દીની જાણ બહાર તેના ઉપર દવાના પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તબીબોને તે માટે તગડી રકમ પણ ચૂકવામાં આવે છે. અમદાવાદમાં આવી ગંભીર ઘટના બહાર આવી છે.
તબીબી જગતમાં તો તબીબના જન્મ સમયથી પૈસો મારો પરમેશ્વરના પાઠ ભણાવવામાં આવે છે, એમ કહો કે ગળથૂથીમાં જ ધંધો મળે છે. તબીબી શિક્ષણ અતિ ખર્ચાળ થઈ ગયું છે. કરોડો રૂપિયા ખર્ચી શિક્ષણ મેળવે તે બિચારા શું કરે? તબીબી અભ્યાસ ક્ષેત્રે હવે મફત જેવું કશું રહ્યું જ નથી. લોકો ચીન અને આફ્રિકા સુધી ડૉક્ટર બનવા માટે જાય છે.
પ્રારંભમાં લખ્યું તેમ, માનવ શરીર પ્રભુની સૌથી મોટી પ્રસાદી છે, ઓટો રીપેર અને સુપર કોમ્પ્યુટરની સુવિધા પણ ધરાવે છે. માણસના કોઈ અંગ કારખાના કે પ્રયોગશાળામાં બની શકયા નથી. એક સમયે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રયોગ બહુ ચાલ્યો હતો, તેનું શું થયું તે ખબર નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને ઈશ્વર તંદુરસ્તી બક્ષે અને નિરોગી જીવન જીવે તેવી અભ્યર્થના.
- ૫રેશ છાયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અપ્રમાણસર મિલકતોના સ્ત્રોત કેમ જાહેર થતા નથી?
ભારત આર્થિક રીતે મહાસત્તા તો નજીકના ભવિષ્યમાં જ બની જશે, પરંતુ નીતિમત્તાની દ્દષ્ટિએ ક્યારે વિશ્વગુરૂ બનીશું તે નિશ્ચિત નથી! ભ્રષ્ટાચારનો ભોરિંગ ઊધઈની જેમ વળગ્યો છે, નીતિમત્તાનું અવમૂલ્યન બહુ પીડદાયક બાબત છે. પ્રામાણિક આચરણની અધોગતિ કેન્સરની જેમ રગે રગમાં ફેલાઈ ગઈ છે. આઝાદીના ૬ દશકા પછી પણ વડાપ્રધાન કક્ષાની વ્યક્તિએ ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું સૂત્ર આપવું પડે તે ૧૪૦ કરોડની જનતા માટે શરમજનક બાબત છે. રામ, કૃષ્ણ, ગાંધી અને સરદારના આ દેશમાં દરેકના વિચાર અને વ્યવહારમાં ક્યાંક અને ક્યારેક રાવણ, શકુની, મંથરા અને ગોડસે ઝબકી જાય છે તે બહુ દુઃખદ છે! આ દેશમાં બે ચીજો જ અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે. ઑક્સિજન અને ભ્રષ્ટાચાર! જીવન જીવવાના બે જ માર્ગ છે.. ભ્રષ્ટાચાર કરો અથવા ભ્રષ્ટાચારના ભોગ બનો!
જે જન્મે છે, તે ભ્રષ્ટાચાર કરે છે તેવું કડક વિધાન તો ન કરી શકાય, પરંતુ આઘું પાછું કર્યા વગર જીવવું શક્ય નથી! હવે તો ગોલમાલ એટલી વ્યાપક અને આધુનિક થઈ ગઈ છે કે, પકડવી કે પુરવાર કરવી તે પણ ચાંદ તારા તોડવા જેવી બાબત બની ગઈ છે!
ઘટનાઓ
માર્ચ મહિનામાં દિલ્હીના ન્યાયાધીશ યશવંત શર્માના ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, આગ ઠારવાની કામગીરી દરમિયાન જંગી માત્રામાં રોકડ રકમ મળી. આશ્ચર્યની બાબત એ છે કે આ ઘટનામાં ત્રણ મહિના પછી પણ વાસ્તવિકતા બહાર આવી નથી! એક સમયે મહા કૌભાંડી શેરદલાલ હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદ યોજી અને વડાપ્રધાન કક્ષાની વ્યક્તિને કેવી રીતે શૂટકેસ ભરી રૂપિયા આપ્યાં હતા તે ઘટના રજૂ કરી હતી. આ પ્રકરણ પણ હવા..હવા થઈ ગયું! દેશમાં મોબાઇલના આગમન સમયે ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળો બહુ ચગ્યો હતો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા, આ પ્રકરણ પણ ઇતિહાસમાં દટાઈ ગયું. મોટા નેતા સુબ્રમણ્યમ સ્વામી સરકારી ગેરરીતિઓ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તે માટે મહેનત પણ ઘણી કરે છે. રાફેલ લશ્કરી વિમાનો ખરીદીમાં પણ ગોટાળા કરવામાં આવ્યાના આક્ષેપો છે. બોફોર્સ તોપ પણ ભ્રષ્ટાચારનો ભોગ બની ચૂકી છે. ભાજપ, કોંગ્રસ, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ, બિહારમાં લાલુ પ્રસાદ યાદવ સહિતના અનેક મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોમાં જેલગમન કરી ચૂક્યા છે.
આપણાં વિસ્તારની જ વાત કરીએ તો રાજકોટમાં ટાઉન પ્લાનીંગ અધિકારી મનસુખ સાગઠિયા પાસેથી ૧૮ કરોડ જેવી જંગી બેનામી સંપત્તિ મળી! આ ૧૮ કરોડ રૂપિયા કોણે કોણે, કયા કયા કામ માટે આપ્યાં તે એક વર્ષથી હજુ અદ્ધરતાલ છે. થોડા દિવસો પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વર્ગ બે ના અધિકારી જીગ્નેશ શાહ પાસેથી રૂપિયા ત્રણ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો ઝડપાઇ છે!
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો
આજની આ એન્જિઑગ્રાફી લખવાનો વિચાર લાંચ રૂશ્વત વિભાગની કામગીરી ઉપરથી આવ્યો છે. ગુજરાત સરકારનો આ વિભાગ સરકારી કર્મચારીઓની આર્થિક ગેરવર્તણૂક ઉપર નજર રાખે છે અને જવાબદાર સામે કાર્યવાહી કરે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં ગૃહ વિભાગના મંત્રી તરીકે હર્ષ સંઘવી અને નિયામક તરીકે પિયુષ પટેલ (આઈ.પી.એસ.) વડા છે.
આ વિભાગની વેબ સાઇટ ઉપર તેમની કામગીરી અને સિદ્ધિઓ બાબતે કોઈ ખાસ જાણકારી મળતી નથી. પરંતુ મારી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ એક વિગત અનુશાર છેલ્લે જાન્યુઆરી ૨૦૨૨ મા આ વિભાગે કામગીરીની જાણકારી આપી હતી, ત્યારબાદ તે મૌન છે! ત્યારે આપેલી વિગતો અનુસાર ૨૦૨૧ માં ૧૮૪ અધિકારીઓ અને કર્મચારીઓની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતોના ૧૧ કેસોમાં ૫૬.૬૧ કરોડની બેનામી સંપત્તિ મળી હતી. આ આંકડો નાનો ન કહેવાય. ત્યારે ગૃહ વિભાગમાં સૌથી વધુ ૪૯ કેસમાં ૭૪ આરોપી હતા. પંચાયત વિભાગમાં ૨૯ કેસ અને ૪૮ આરોપી, મહેસૂલ વિભાગમાં ૨૯ કેસ અને ૪૫ આરોપી, શહેરી વિભાગમાં ૧૨ કેસ અને ૧૯ આરોપી, શિક્ષણ વિભાગમાં ૭ કેસ અને ૮ આરોપી અને કેન્દ્ર સરકારમાં ૭ કેસ અને ૧૧ આરોપીઓ હતા. ૫૬.૬૧ કરોડની જંગી લાંચ કોણે કોણે આપી હતી તે જાહેર કરવામાં આવ્યું નથી.
નરેન્દ્ર મોદી કક્ષાના નેતા ખાતો નથી અને ખાવા દેતો નથી જેવું સૂત્ર આપે ત્યારે લાંચ રૂશ્વત બ્યુરોનું મહત્ત્વ કેટલું વધી જાય છે તે સમજી શકાય છે. દેશ અને રાજ્યમાં અસંખ્ય ચૂંટણી ભ્રષ્ટાચાર નિર્મૂલનના મુદ્દા ઉપર લડવામાં આવે છે. ચૂંટણી પછી આ નારાઓ અંતર્ધ્યાન થઈ જાય છે.
મુખ્ય મુદ્દો
કાનૂન અનુસાર લાંચ લેવી ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ફરિયાદ મળ્યા બાદ સક્રિય થાય છે. છટકું ગોઠવે છે અને લાંચ લેનારને ઝડપે છે. લાંચ લેનાર વ્યક્તિ કે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેના કાર્ય સ્થળ અને રહેણાંક સ્થળે સર્ચ કરવામાં આવે છે. વારંવાર સમાચારોમાં વાંચવા મળે છે કે, ભ્રષ્ટાચારી કર્મચારી કે અધિકારી પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાસર મિલકતો કે રોકડ રકમ મળી. આ કાળી કમાણીનો સ્ત્રોત શું? સરકાર તેમાં કેમ ઊંડી ઊતરતી નથી તે બહુ મોટો સવાલ છે. કરોડો રૂપિયા કોણે આપ્યાં? કયા ગેરકાયદે કામ માટે આપ્યા? તે કાયમ અધ્યાહાર જ રહે છે, તેથી લાંચ આપનાર ધંધાદારી લોકો તેની ભ્રષ્ટ કળા ચાલુ જ રાખે છે. લાંચ આપનાર લોકોને પણ પકડવા જોઈએ. એક ભ્રષ્ટ અધિકારી સરેરાશ લાંચ આપનાર ૧૦ લોકોને ખુલ્લા પાડે તો પણ, લોકો લાંચ આપતાં ડરે!
પારદર્શિતા
ગુજરાતમાં ભ્રષ્ટાચાર પણ આધુનિક બન્યો છે. ડિજિટલ બન્યો છે. વધુ વ્યાપક બન્યો છે. દાહોદમાં મનરેગા યોજનામાં થયેલા જંગી ભ્રષ્ટાચાર હજુ તાજો જ છે. એક નાના જિલ્લામાં લાંબા સમય સુધી જાહેરમાં કરોડોની ગોલમાલ થાય અને રાજકારણીઓ અને અધિકારીઓને ખબર પણ ન પડે તે બહુ કહેવાય! લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો સોશિયલ મીડિયા ઉપર તેની રોજબરોજની ટ્રેપનો બહુ પ્રચાર કરે છે, પરંતુ વાર્ષિક કામગીરી જાહેર કરતાં નથી તે બહુ મોટું આશ્ચર્ય છે. કદાચ વાર્ષિક આંકડાઓ વધતા હોય તો સરકારની છબી ખરડાય તેવું બની શકે છે.
લોક જાગૃતિ
દરેક નાગરિકની પ્રથમ ફરજ છે કે, લાંચ ન આપવી જોઈએ. પ્રામાણિકતા બન્ને પક્ષે હોવી જોઈએ. કળયુગમાં ૧૦૧ ટકા પ્રામાણિકતા શક્ય નથી. વસ્તી વધવાની સાથે કામનું ભારણ પણ વધી રહ્યું છે. ધનની લાલસા બેફામ બની છે. મારા માટે સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ અને મહેસૂલ વિભાગમાં થાય છે. માર્ગ અને મકાન વિભાગ પણ મોખરે છે. એક સરકારી હોસ્પિટલનો વર્ગ ત્રણનો કર્મચારી આધુનિક એસ.યુ.વી. ગાડી લઈને નોકરી કરવા આવે અને તંત્રની નજરે ન ચડે તે ગજબ કહેવાય! ખેતીની જમીનનો હેતુ ફેર કરવાનું ટેબલ પણ મલાઇદાર હોવાનું કહેવાય છે. ધનીકો દારૂની મહેફિલ માણતા પકડાય છે, પરંતુ ભિખારી લોકો પીધેલા પકડતા નથી, કેમ? ઠેર ઠેર માઉસ ટ્રેપ ગોઠવાયેલી હોય છે, ફસાયા એટલે મર્યા! લેશન કરીશ તોં ચોકલેટ આપીશ.. એ પણ વાલી દ્વારા બાળકને અપાયેલી લાંચ જ છે.
અમદાવાદમાં લંડન જતા વિમાનને ભિષણ અકસ્માત નડ્યા પછી સુરત વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીને ખબર પડી કે સુરત વિમાની મથક આસપાસ પણ હવાઈ વ્યવહાર માટે જોખમી કહી શકાય તેટલી ઊંચાઈના બહુમાળી મકાનો બની ગયા છે. જો અમદાવાદનો અકસ્માત ન થયો હોત તો આ ઇમારતો સામે વાંધો ન હતો. અહી રન-વે આસપાસના બાંધકામોની માર્ગદર્શિકાનો અમલ નથી થયો તે દીવા જેવું સ્પષ્ટ છે. અહી ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે તેવો છે. સુરત તો ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખનો વિસ્તાર છે, તો પણ દીવા નીચે કેમ અંધારૃં રહ્યું તે મોટો સવાલ છે.
મોટો સવાલ
નૈતિક અધઃપતન સંપૂર્ણ નાબૂદ કરવું શક્ય છે? જવાબ ના છે! નૈતિક્તાનું અવમૂલ્યન તો સદીઓ જૂની પરંપરા છે. નૈતિક અધપતનમાં નબળી વ્યક્તિને છેતરવામાં આવે છે અને બળિયાના બે ભાગ પડે છે. દેશમાં આવકવેરા રિટર્ન કેટલા લોકો સાચા ભરે છે? ૧૪૦ કરોડ લોકોમાંથી કેટલા લોકો કાયમ સાચું જ બોલે છે? લાંબી કતારોમાં શોર્ટકટ કેટલા લોકો શોધે છે? અતિ ધનિક લોકો કેમ કોઈ દિવસ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વિઝા, કે મંદિરોની લાઇનમાં ઉભેલા દેખાતા નથી?
દેશમાં એક વી.આઇ.પી. કલ્ચર ફેલાઈ ગયું છે. જેને સામાન્ય લોકોને પરેશાન કરતા કોઈ પ્રશ્નો કે સમસ્યા નડતી નથી.
મારો નાનો અને સામાન્ય પ્રશ્ન ફરી ફરી દોહરાવું છું. ગુજરાત સરકાર અપ્રમાણસર મિલકતોનો સ્ત્રોત કેમ શોધતી નથી? વિદેશોમાં પડેલું કાળું નાણું કેમ વધતું જ જાય છે? નબળી કંપનીઓના શેર કેમ વારંવાર ઉછાળા મારે છે?
ત્રાસવાદની જેમ ભ્રષ્ટાચાર સામે પણ ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઈએ. જોકે, નાગરિકોની જવાબદારી પણ ઓછી નથી. દરેક નાગરિકને કાયદાનો ભય હોવો જોઈએ. કાયદાનું અમલીકરણ પણ સમાન થવું જોઈએ. નેતાઓ પીયુસી વગરના વાહનો લઈ રેલી કાઢે તો તેને પણ દંડ થવો જોઈએ. રાજકોટમાં તાજેતરમાં આર.ટી.ઑ. નિયમ ભંગ કરતી ભાજપની વહન રેલી નીકળી હતી, પત્રકારોએ પોલીસને સવાલ કર્યો કે, આ નિયમોના ભંગ સામે શું પગલાં લેશો? પોલીસ અધિકારીએ જવાબ આપ્યો કે ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવીશ! પછી શું થયું, રામ જાણે.
'નોબત'ના વાચકો અને ચાહકો શક્ય હોય તેટલું મહત્તમ પ્રામાણિક જીવન જીવે તેવી અભ્યર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વિવિધ પરીક્ષાઓ માટેનું સમય પત્રક આપણે હજુ નિશ્ચિત નથી કરી શક્ય!:
આઝાદીને ૭૫ વર્ષ થયાં. આ કોઈ નાનો કે ટૂંકો સમયગાળો નથી. દેશના ભવિષ્યને કંડારવા માટેના નીતિ નિયમો નિશ્ચિત કરવા માટે વધુ પડતો છે. હા, ટેકનોલોજીમાં જે કઈં પરિવર્તનો આવે તે પ્રમાણે નવા નવા રસ્તાઓ પસંદ કરવા પડે તે સ્વાભાવિક છે. પરંતુ શિક્ષણ કે નોકરી જેવી પ્રાથમિક બાબતોમાં પણ આપણે ઠેબા ખાતા હોઈએ તે બહુ નિરાશાજનક છે. હું છેલ્લા એક દાયકાથી જોઈ રહૃાો છું કે, તબીબી જેવી મહત્ત્વની શિક્ષણ શાખામાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા ન્યાયતંત્ર સુધી પંહોચે છે. વિદ્યાર્થીઓ અટવાયા કરે છે. આ વર્ષે પણ નીટ-પીજી માટે નવી ગાઈડલાઇન આપવામાં આવી અને બે ને બદલે એક જ પાળીમાં પરીક્ષા લેવી તેવું જણાવવામાં આવ્યું. ૧૫ જૂનની પરીક્ષા હવે નવા ફોર્મેટ મુજબ ૩ ઓગસ્ટના દિવસે લેવામાં આવશે. મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓ જીવનના મહત્ત્વના ત્રણ મહિના ગુમાવશે!
માત્ર શિક્ષણ ક્ષેત્રે જ આવું છે તેવું નથી, નોકરી અને ભરતીના લાંબાગાળાના સમય પત્રકો પણ આપણી પાસે નથી! યુવાનો માટે શિક્ષણ અને નોકરી બે મહત્ત્વના પડાવ હોય છે. બંનેમાં કોઈ નિશ્ચિત ટાઈમટેબલ જ નથી! જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ પટેલે ૧૦ મે ના દિવસે એક્સ. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી લખ્યું હતું કે 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતીકાલની પરીક્ષા યથાવત છે'! આનો અર્થ એવો કાઢી શકાય કે, પરીક્ષાર્થીઓ છેલ્લે સુધી અસમંજસમાં રહે છે કે, પરીક્ષા લેવાશે કે નહીં? ૧૭ મે ના લેવાનાર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા, કારણ કે જી.પી.એસ.સી. ઈન્ટરવ્યૂ પેનલના એક સભ્ય સરદારધામમાં આ પરીક્ષાની જ મોક ટેસ્ટ લેવાની કમિટીના સભ્ય હતા! બધા પરીક્ષાર્થીઓ વિલા મોઢે બેસી ગયા!
યુ.પી.એસ.સી.માં પાંચ લાખ લોકોએ પ્રિલિમ પરીક્ષા આપી હતી જેનું પરિણામ માત્ર ૧૭ દિવસમાં આપી દીધું જ્યારે જી.પી.સી.માં માત્ર ૯૭૦૦૦ લોકો જ હતા છતાં દોઢ મહિના ઉપરાંત સમય થયો છતાં પરિણામના કોઈ વાવડ નથી!
નિશ્ચિતતા
અમેરિકા મહાસત્તા હોવાના અનેક કારણો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે નિશ્ચિત દિવસે જ થાય છે, જે ૧૮૪૫ થી નવેમ્બરમાં પ્રથમ સોમવાર પછી પ્રથમ મંગળવાર યોજાય છે. જે ત્યાંની સમયબદ્ધતા દર્શાવે છે. અમેરિકામાં બીજી કેટલી નિશ્ચિતતા હશે તેનો અભ્યાસ કર્યો નથી, પરંતુ દેશના વડાની ચૂંટણીની તારીખ પણ નક્કી હોય છે. ભારતમાં કોઈ સમય પત્રક જેવી પદ્ધતિ નથી, તેનું દુઃખ છે!
આપણે ત્યાં ધાર્મિક કેલેન્ડરને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. મારા મતે જિંદગીમાં શિક્ષણ અને નોકરી ધર્મ કરતાં વધુ મહત્ત્વના છે. કુંભ મેળાની તારીખ નક્કી હોય શકે છે, પરંતુ તબીબી અભ્યાસક્રમોની પરીક્ષા તારીખ નક્કી નથી કરી શક્યા!
જીવનમાં નિશ્ચિતતા હોય તો વિકાસ કે પ્રગતિ ઝડપી અને ચોક્કસ બને છે. ભવિષ્યનું આયોજન જ વર્તમાનને સુખી બનાવે છે. દેશમાં પ્રથમ ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની પરીક્ષાની તારીખો દર વર્ષે બદલતી રહે છે. બીજું, રાજ્યવાર પણ અલગ અલગ સમયપત્રક હોય છે. પરિણામે કોઈ એક સમય પત્રક બની શકતું નથી. કેટલીક પરક્ષાઓ 'લગ્નગાળો હોવાથી' મુલતવી રહે છે અથવા પાછી ઠેલવામાં આવે છે! હસમુખ પટેલે જ એક પોસ્ટમાં લખ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રની બાજુમાં જ સમૂહલગ્નનું સ્થળ હોવાથી બહુ ઘોંઘાટ થવાની શક્યતા હતી, આયોજકો સાથે ચર્ચા કરી સમૂહ લગ્નનો સમય બદલાવવામાં આવ્યો છે!
પરીક્ષા
ભારતીય યુવાન તેના જીવનમાં બે પ્રકારની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. (૧) અભ્યાસ દરમિયાન (૨) નોકરી માટે. અભ્યાસ દરમિયાન દર વર્ષે નાની મોટી અનેક કસોટીઓ લેવામાં આવે છે. ગુજરાતમાં ધોરણ ૮ સુધી કોઈને નાપાસ ન કરવા તેવી નીતિ એક સમયે હતી. કૌન બનેગા કરોડપતિ શ્રેણીની જેમ પહેલો પડાવ ધોરણ ૧૦ નો આવે. નબળા વિદ્યાર્થીઓ અહી સુધી ભણી અભ્યાસ છોડી દે છે. આ ડિગ્રી મેળવનારની સમાજમાં કોઈ વેલ્યૂ હોતી નથી. ત્યાર બાદ ધોરણ ૧૨ માં પ્રથમ વખત વિદ્યાર્થી સાચી અને કડક કસોટી આપે છે. જન્મના ૧૭ વર્ષ સુધી તો ગાડું ગબડે જાય છે. ધોરણ ૧૨ પછી જો જીતા વહી સિકંદર!
શિક્ષણ પછી નોકરીના ઈન્ટરવ્યૂ રૂપી પરીક્ષાઓ આપવી પડે છે. દેશમાં (૧) યુ.પી.એસ.સી. (૨) જી.પી.એસ.સી. (૩) ગૌણ સેવા પસંદગી મંડળ (૩) રેલવે ભરતી બોર્ડ (૪) બેન્કિંગ ભરતી બોર્ડ જેવા અસંખ્ય ભરતી બોર્ડ છે. આકાશના તારા ગણી શકો, પણ નોકરી દાતા બોર્ડ કે સંસ્થાઓ ગણી ન શકો તેવી હાલત છે. દરેકના નિયમો તો અભિમન્યુના સાત કોઠા કરતા પણ અટપટા હોય છે! દેશમાં ખાનગી નોકરી દાતાઓ પણ વિપુલ પ્રમાણમાં છે. તેમના સંકલનની તો કોઈ સિસ્ટમ જ નથી. ગુજરાતમાં મોટા ઉદ્યોગ ગૃહોમાં નોકરી માટે રાજ્ય સરકાર દર વર્ષે 'ભરતી મેળા' યોજે છે, તેની શું સ્થિતિ છે તે ખબર નથી. હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે.. કેમ્પસ પ્લસમેન્ટ!
દેશની કડવી વાસ્તવિકતા તો એ છે કે, આખી જિંદગી પરીક્ષાઓ આપવાની, પરંતુ ફળ રૂપે તો નસીબ જ!
કેન્દ્રીય જાહેર સેવા આયોગ
આ કેન્દ્ર સરકારનો વિભાગ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક બંધારણીય સંસ્થા છે જેને વિવિધ પ્રમાણિત પરીક્ષાઓ દ્વારા અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રીય સિવિલ સર્વિસીસ માટે અધિકારીઓની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ૨૦૨૩ માં, ૧.૩ મિલિયન અરજદારોએ ફક્ત ૧૨૫૫ જગ્યાઓ માટે ઉમેદવારી કરી હતી. યુપીએસસી વાર્ષિક ૧૪ થી ૧૫ મુખ્ય પરીક્ષાઓનું આયોજન કરે છે. આ પરીક્ષાઓમાં સિવિલ સર્વિસીસ, એન્જિનિયરિંગ સેવાઓ અને સશસ્ત્ર દળો સહિત વિવિધ ભૂમિકાઓ આવરી લેવામાં આવે છે. ઉદાહરણોમાં સિવિલ સર્વિસીસ પરીક્ષા (સીએસઈ), એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષા (ઈએસઈ), અને નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)/નેવલ એકેડેમી (એનએ) પરીક્ષાનો સમાવેશ થાય છે.
૨૦૨૪ માં યુપીએસસી સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા માટે આશરે ૯,૯૨,૫૯૯ ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી ફક્ત ૫,૮૩,૨૧૩ ઉમેદવારોએ જ ખરેખર પરીક્ષા આપી હતી. એટલે એમ કહી શકાય કે અરજી કરનાર ઉમેદવારોમાંથી ૫૦ ટકા તો પરીક્ષા આપવા આવ્યા જ નહીં!
નાના અને મધ્યમ પદો માટે ૧૬ જૂન, ૨૦૨૪ ના, ભારતમાં ૭૯ કેન્દ્રો પર આશરે ૧૩.૪ લાખ વિદ્યાર્થીઓએ માત્ર ૧૧૦૫ જગ્યાઓ માટે યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી. ફક્ત ૧૪,૬૨૭ ઉમેદવારો કટ-ઓફથી ઉપર સ્કોર કરવામાં સફળ રહૃાા અને મુખ્ય તબક્કા માટે લાયક બન્યા. આ ઉપરથી સમજી શકાય છે કે નોકરી માટે કેટલી તિવ્ર હરીફાઈ છે.
જી.પી.એસ.સી.
ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાતમાં વિવિધ પદો ઉપર નોકરી માટે પરીક્ષા લે છે. તેની વેબ સાઇટ છે, ભરતીનું કેલેન્ડર પણ છે, વર્ષ ૨૦૨૫ માં ૧૭૫૧ પદો માટે ૭૯ જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ વેબસાઇટ ઉપર પુષ્કળ જાણકારી મૂકવામાં આવે છે. સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારોએ તે નિયમિત જોવી જોઈએ. આ આયોગના ચેરમેન તરીકે નિવૃત્ત આઈ.પી.એસ. શ્રી હસમુખ પટેલ છે, જેમની આ કાર્ય માટે નિષ્ઠા જાણીતી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ
આ મંડળ સરકારી વિભાગોમાં નાના પદો ઉપર ભરતી કરે છે. જો કે હવે હાઇબ્રીડ જેવી કોન્ટ્રેક્ટ ભરતી આવ્યા પછી આ મંડળ ત્રિશંકુ હાલતમાં છે. રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી નિમણૂક આપવા માટે ભલામણ કરે છે. રાજ્ય સરકાર હેઠળના/ખાતાના વડાઓની કચેરીઓમાં વર્ગ-૩ ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગના કર્મચારીઓને બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી, યોગ્ય ઉમેદવારોની બઢતી માટેની ભલામણ કરે છે અને રાજય સરકાર હેઠળના વિવિધ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓનું આયોજન કરે છે. મંડળ દ્વારા ૨૦૨૫-૨૬ ના વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે.
રોજગાર કચેરી
ગુજરાતમાં રોજગાર ઇચ્છુક માટે 'રોજગાર કચેરી' પણ છે. તેની હાલમાં શું ભૂમિકા છે તેની જાણ નથી. લગભગ અપ્રસ્તુત હોવાનું જણાઈ રહૃાું છે. આટલા મહત્ત્વના વિભાગ માટે સરકાર પણ ગંભીર હોય તેમ લાગતું નથી. આ કચેરીની વિકાસ ગાથા અલગથી પ્રકાશિત કરવી જોઈએ. કેન્દ્ર સરકારમાં 'એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જ' છે, તેની કામગીરી પણ જાણ બહાર છે. રાજ્ય સરકાર 'રોજગાર સમાચાર' પ્રકાશિત કરે છે, બહુ ઉપયોગી થતું હોય તેવા અહેવાલ નથી.
ધસારો
સરકારી નોકરી માટે ધસારો વધી રહૃાો છે. રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત બહાર પડી છે. તેમાં ૨૩૮૯ જગ્યાઓ માટે પાંચ લાખથી વધુ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. અંતિમ તારીખ સુધીમાં હજુ વધુ નોંધાશે. રાજ્યમાં નાની નોકરીઓ માટે પણ મોટો ધસારો જોવા મળે છે. વર્તમાન સરકારે માળખાકીય સુવિધાઓની સાથે 'નિશ્ચિત અને નક્કર રોજગાર' અભિયાન શરૂ કરવાની જરૂર છે. સરકારી નોકરીઓ બાબતે તો હજુ પણ કઈક પારદર્શિતા છે, પરંતુ ખાનગી ક્ષેત્રે રોજગારીને પણ વધુ પારદર્શક બનાવવી જોઈએ. તેના ભરતીના નિયમો હોવા જોઈએ. અખબારોમાં જાહેરાત આપીને કે રોજગાર કચેરી દ્વારા ભરતી કરવી જોઈએ.
સારાંશ
ભારતમાં શૈક્ષણિક પરીક્ષાઓની પદ્ધતિ અટપટી છે. દેશમાં રાજ્ય અને કેન્દ્રના અલગ અલગ અભ્યાસક્રમો અમલમાં છે. સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઉત્તર દક્ષિણ જેવું છે. સ્નાતક કક્ષાએ હવે ખાનગી યુનિવર્સિટીનો કોન્સેપ્ટ આવ્યો એટલે 'રીંગણાં લઉં બે ચાર, લે ને દસ બાર' જેવું ચાલે છે. મોસાળે વિવાહ અને માં પીરસણે હોય પછી શું કહવાનું હોય! પરંતુ આ બધામાં ગુણવતા માર ખાઈ રહી છે તેની કોઈને ચિંતા નથી. નબળી શિક્ષણ અને પરીક્ષા નીતિને કારણે આપણું ભવિષ્ય ધૂંધળું બની રહૃાું છે. ભારત પાસે ગૂગલ, એન્ડ્રોઇડ, એપલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા, કોકાકોલા, નેસ્લે, ઇન્ટેલ, એન વિડિયા, એ.એમ.ડી. કેમ નથી? કારણ કે આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કોઈ માનસિકતા જ નથી. ભારત પાસે પોતાનું કહી શકાય તેવું ઈમેલ આઈ.ડી. (જી મેઇલ) નથી.
માં સરસ્વતીને હૃદયથી પ્રાર્થના કે, આઝાદીના સુવર્ણ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને પરીક્ષાઓ ક્ષેત્રે સંપૂર્ણ સક્ષમ બનાવી દે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નીતિ નિયમો વગરની નાના પાયાની રમતોનો વધતો જતો ક્રેઝ!
માનવનો મૂળભૂત સ્વભાવ મનોરંજન અને યુદ્ધનો છે. આ બે પ્રવૃત્તિ માટે અવનવા તિકડમ કરે છે. સંઘર્ષ કરવો તે મારા જેવા કરોડો લોકોના ગજા બહારની પ્રવૃત્તિ છે. સાદી ભાષામાં કહેવું હોય તો, જે જન્મે છે, તે મનોરંજન ઈચ્છે છે! કહેવાય છે કે આદિ માનવો જળચરોના શિકાર કરી મનોરંજન મેળવતા હતા, અહી એક કાંકરે બે પક્ષી મારતા હતા, સમય પસાર કરવા સાથે ખોરાક પણ મળી રહેતો હતો. જળચરોના શિકારથી મન ભરાઈ ગયું એટલે જંગલી જીવોનો શિકાર કરવા લાગ્યા. બીજા અર્થમાં કહીએ તો કોઈ પ્રવૃત્તિ કાયમી મનોરંજન બની શકતી નથી. દર વખતે કઇંક નવું જોઈએ!
આજે ચર્ચા કરવી છે, ગામે ગામ ફૂટી નીકળેલા બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, ગોલ્ફ વગેરે રમતોની. નાના પાયે થોડા લોકો ભેગા મળી મનફાવે તેમ રમતો રમી મનોરંજન મેળવે. જામનગરમાં પણ આ વાયરો વાયો છે. ઠેર ઠેર અબાલ વૃદ્ધો મેદાનમાં સારો એવો સમય પસાર કરે છે. પીકલ બોલ નામની રમત ચાર લોકો સાથે મળીને રમે છે. જામનગરમાં પીકલ બોલ રમવાના એક કલાકના ૫૦૦ થી ૬૫૦ સુધીનો ભાવ ચાલે છે. બોક્સ ક્રિકેટ માટે એક હજારથી બે હજાર સુધીનું ભાડું ચૂકવવું પડે છે. ભાવ પ્રમાણે સુવિધાઓ આપવામાં આવે છે.
આ રમતો હજારો લોકોને નવી રોજગારી પણ પૂરી પાડી રહૃાું છે. લોકો પાસે પોતાની માલિકીનું મેદાન નથી તે ભાડે રાખે છે, એટલે બીજાનું બોક્સ ભાડે રાખી આવક રળે છે. ઉનાળામાં આવા મેદાનો આખી રાત ધમધમે છે. જામનગરમાં ખંભાળિયા રોડ, લાલપુર અને કાલાવડ રોડ ઉપર આવી રમતો માટે પુષ્કળ સુવિધાઓ ઊભી થઈ છે. યુવતીઓ અને મહિલાઓ પણ કિટ્ટી પાર્ટી રૃપે આવી રમતો રમે છે અને મજા માણે છે!
સુરત અને અમદાવાદમાં તો હવે વિશાળ મેદાનો ગોલ્ફ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમની પાસે મોટી જમીનો છે તેનું લેન્ડ સ્કેપિંગ કરી ગોલ્ફના મેદાનમાં તબદીલ કરવામાં આવે છે. આ વિસ્તારના જાણકારોના જણાવ્યા અનુસાર ગોલ્ફ માટેના તૈયાર મેદાનનું વાર્ષિક ભાડું એક કરોડ રૃપિયા સુધીનું હોય છે. ભાડે રાખનાર વ્યક્તિ છૂટક રમવા માટે વ્યક્તિઓ પાસેથી ભાડું ઉઘરાવે છે. અહી કલાકના ૫ થી ૧૦ હજાર સુધીનું ભાડું ગોલ્ફ રમનારે ચૂકવવું પડે છે. અહી ગોલ્ફ સ્ટિક, બોલ, સહાયક, ઇ કાર્ટની સુવિધા પણ ફી અનુસાર આપવામાં આવે છે. ભાડું ગોલ્ફ હોલ અનુસાર લેવામાં આવે છે. ગોલ્ફ શીખવા માટે ટ્રેનર પણ રાખવામાં આવે છે. અમદાવાદમાં બાવળા, બગોદરા રોડ ઉપર આવા અનેક ગોલ્ફ કોર્સ ધમધમી રહૃાા છે.
બોક્સ ક્રિકેટ
ગુજરાતમાં વેકેશન પૂર્ણ થયું તો પણ રમતોની પ્રવૃત્તિ ધમધમતી રહેશે. કેટલાક મનોરંજન પ્રેમી લોકો ચોમાસામાં પણ 'રેન ગેમ' રમત હોય છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, 'સગવડિયો ધર્મ'! બોક્સ ક્રિકેટ એ રમતોમાં સગવડિયો ધર્મ છે. જેમની પાસે મેદાન નથી, મેદાન જાળવવા માટે સમય, નાણાં અને શકતી નથી તે લોકો અહીં તેમનો શોખ પૂરો કરે છે બોક્સ ક્રિકેટ એ મૂળભૂત રમત નથી પરંતુ નેટ પ્રેક્ટિસનું 'પુઅર વર્ઝન' છે. વાસ્તવમાં મોટા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે જાળી બાંધી રમે છે જે પરંપરાગત રીતે નેટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટનમાં કાઉન્ટી ક્રિકેટમાં આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી હતી. અહી વિદેશના ખેલાડીઓ આવે અને કાઉન્ટી પહેલાં પ્રેક્ટિસ કરે. મૂળ તો બ્રિટનના હવામાન સાથે ખેલાડીઓનું અનુકૂલન સાધવાનો હેતુ હતો. આ પ્રવૃત્તિને 'વોર્મ અપ એક્સરસાઈઝ' પણ કહેવામાં આવતી હોય છે. ધીરે ધીરે આ પ્રથા ક્રિકેટ રમત અન્ય દેશોમાં પણ પ્રચલિત થઈ. હવે તો તે જામનગર અને ઓખા સુધી પહોંચી ગઈ છે.
જામનગરમાં પ્રદર્શન મેદાન, નવા રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર અને સમર્પણ હોસ્પિટલ આસપાસના મેદનોમાં રવિવારે મોટાપાયે ક્રિકેટ રમાતુ હતું, પરંતુ હવે બન્ને સ્થળો ભૂતકાળ બની ગયા છે. યુવાનો અને વડીલો બન્ને વર્ગ બોક્સ ક્રિકેટ તરફ વળ્યા છે. એક અંદાજ અનુસાર એકલા સુરતમાં જ પાંચ હજાર જેટલા બોક્સ ક્રિકેટ છે. જામનગર જિલ્લામાં પણ ૧૫૦ જેટલા બોક્સ ક્રિકેટ છે.
અહી સંચાલકો દ્વારા ખેલાડીઓને ફી અનુસાર સુવિધાઓ આપવામાં આવે છે. બેટ, સ્ટંપ, પેડ, બોલ, ગ્લોવ્ઝ, પાણી, ઠંડા પીણાં પણ આપવામાં આવે છે. અહી બોક્સની કોઈ નિશ્ચિત સાઇઝ કે માર્ગદર્શિકા હોતી નથી. મનફાવે તેમ રમવાનું! ભાડું કલાક અનુસાર હોય અને અગાઉથી બુકિંગ કરાવવું પડે છે.
અનેક ગ્રુપ અને સંસ્થાઓ પૂર્ણ કક્ષાની ક્રિકેટ સ્પર્ધાઓ પણ યોજે છે. જે મેદાનમાં રમવામાં આવે છે, યુ ટ્યુબ ઉપર લાઈવ પણ કરવામાં આવે છે. યુ ટ્યુબ લાઈવ કરવાનો ભાવ ૮ કલાકના ૧૦ હજારથી ૨૫ હજાર સુધીનો હોય છે. રાજકોટમાં તો નાની નાની ટુર્નામેંટનું પણ જીવંત પ્રસારણ કરવાનો ક્રેઝ છે!
પિકલ બોલ
આ રમત ટેનિસ અને ટેબલ ટેનિસનું વર્ણ શંકર વર્ઝન છે. બન્ને રમતોનો સારાંશ અહી લેવામાં આવ્યો છે. તાજેતરમાં સુપર સ્ટાર રણવીરસિંહ દુબઈમાં પિકલ બોલ રમતો જોવા મળ્યો હતો. તેમણે પોતાની આ તસવીર ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. આ ઉપરથી નક્કી કરી શકાય છે કે પિકલ બોલ રમત ક્યાં સુધી પંહોચી છે! જામનગરમાં આ રમત રમાડતાં ત્રણથી ચાર જ બોક્સ છે.
ગુજરાતીઓ માત્ર મનોરંજન માટે રમી રહૃાા છે તેથી તેના કોઈ ચોક્કસ નીતિનિયમો હોય તેમ લાગતું નથી. એક સમયે 'ગલી ક્રિકેટ' શબ્દ બહુ પ્રચલિત થયો હતો, બાળકો મનફાવે તેમ રમે. હવે આ ગલી ક્રિકેટ નવા સ્વરૃપે રમાઈ રહૃાું હોય તેમ લાગે છે!
૧૯૬૫માં પિકલબોલ પેસિફિક નોર્થવેસ્ટમાં એક લોકપ્રિય રમત બની અને ધીમે ધીમે અન્યત્ર લોકપ્રિયતામાં વધારો થયો. ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી, સતત ચાર વર્ષ સુધી, સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આ રમતને યુનાઇટેડ સ્ટેટસમાં સૌથી ઝડપથી વિકસતી રમત તરીકે નામ આપવામાં આવ્યું. ૨૦૨૪ સુધીમાં, એવો અંદાજ હતો કે યુનાઇટેડ સ્ટેટસમાં ૧૯.૮ મિલિયન ખેલાડીઓ હતા, જે ૨૦૨૧ થી ૩૧૧% વૃદ્ધિ દર્શાવે છે.
અમેરિકામાં પિકલબોલે નવેમ્બર ૨૦૦૯માં એરિઝોનામાં તેની પ્રથમ પિકલબોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. હવે દર વર્ષે વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવાની પરંપરા છે. યુ.એસ. ઓપન પિકલબોલ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ૨૦૧૬માં યોજાઈ હતી, અને ત્યારથી દર વર્ષે ફ્લોરિડાના નેપલ્સમાં ઇસ્ટ નેપલ્સ કોમ્યુનિટી પાર્કમાં રમાય છે. આ ટુર્નામેન્ટ કલાપ્રેમી, વ્યાવસાયિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે ખુલ્લી છે. ૨૦૨૪ ની ઇવેન્ટમાં ૩૩૦૦ થી વધુ સ્પર્ધકો અને ૫૦ હજાર થી વધુ દર્શકો હતા.
ભારતમાં પિકલબોલની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, સક્રિય ખેલાડીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહૃાો છે અને કોર્ટ બાંધકામમાં પણ તેજી આવી રહી છે. આ રમત વિવિધ રાજ્યોમાં ફેલાઈ ગઈ છે અને ભારતીય સેલિબ્રિટીઓનું ધ્યાન પણ આકર્ષિત કરી રહી છે.
સુવિધા
ગુજરાતમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ રમતો વ્યાપક લોકપ્રિયતા હાંસલ કરી રહી છે. હાલમાં તે રમતને બદલે મનોરંજન બની છે. એક સમયે ક્રિકેટ, ટેનિસ, બાસ્કેટબોલ માત્ર રાજકોટ અને જુનાગઢ જીમખાનમાં જ રમાતા હતા. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા ટેનિસના અચ્છા ખેલાડી હતા. ગુજરાતીઓમાં ક્રિકેટ રમત નસે નસમાં વહેતી હોવાથી બીજી રમતો આગળ વધી શકતી નથી. દેશમાં વિવિધ રમતોના સંકલન અને આયોજન માટે કેન્દ્રમાં 'સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા' કાર્યરત છે. ગુજરાતમાં પણ રમત ગમત વિભાગ છે. જો કે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની નજર હજુ સુધી આ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ઉપર પડી હોય તેમ લાગતું નથી. હાલમાં તો તેઓ ૨૦૩૬ ની ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજવા માટે તત્પર છે. તેઓ આ માટે ડેલિગેશન લઈ વિદેશ જઈ રહૃાા છે.
સરકાર
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્વતંત્ર વિભાગ તરીકે અસ્તિત્વમાં નહોતો, પરંતુ રાજ્યમાં યુવા પ્રવૃત્તિઓને વેગ આપવા માટે, તા. ૧૭-૧૨-૧૯૯૦ ના એક અલગ વિભાગ તરીકે તેની રચના કરવામાં આવી હતી. વિભાગને ફરીથી ફાળવવામાં આવેલા નવા વિષયો અનુસાર, સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)ના સૂચના મુજબ મૂળ યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગથી, વિભાગનું નામ બદલીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાખવામાં આવ્યું છે. તે મુજબ, વિભાગ હવે આ નામ હેઠળ કાર્યરત છે. આ વિભાગ રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગ્રહાલયો, પુરાતત્વ, પુસ્તકાલયો, રેકોર્ડ અને હસ્તપ્રતો, શતાબ્દી ઉજવણી, સ્મારકો અને એકેડેમી સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે.
ખેલો ઈન્ડિયા
રમતો માણસને પ્રફુલ્લિત કરે છે, શારિરીક શ્રમ પણ થાય છે અને આરોગ્ય માટે અતિ મહત્ત્વની છે. ફિટનેસ જાળવવા માટે દરેક વ્યક્તિએ નાની મોટી કોઈ પણ રમતનો શોખ કેળવવો જોઈએ. કઈં ન કરી શકો તો, સાઈકલિંગ, જોગિંગ અને વોકિંગ પણ કરી શકાય છે. જામનગર મહાનગરપાલિકા સરૃ સેકશન રોડ ઉપર બેડી ઓવરબ્રિજ પાસે જૂના બ્રુકબોન્ડ મેદાનમાં વિશાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવી રહી છે ત્યારે અહીં, સાઈકલિંગ, જોગિંગ અને વોકિંગ માટે પણ સુવિધા ઊભી કરવી જોઈએ કારણ કે, હજારો લોકો રમતો ઉપરાંત આ પ્રવૃત્તિને મહત્ત્વ આપતા હોય છે. જામનગર શહેરમાં ૬ લાખની વસ્તી વચ્ચે માત્ર રણમલ તળાવ જ છે, ત્યારે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વોકિંગ જોગિંગ ટ્રેક બને તે જરૃરી છે.
'નોબત'ના વાચકો અને ચાહકો શરીર અને સ્વભાવને માફક આવે તેવી એક રમત ચોક્કસ રમે. એન્જિઑગ્રાફીના લેખક નિયમિત વોકિંગ કરી ફિટનેસ જાળવી રાખે છે. તમે પણ કોઈ રમત ન રમી શકો તો સાઈકલિંગ, જોગિંગ કે વોકિંગ અવશ્ય કરવું જોઈએ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જાપાની મિયાઝાકી જાત લગભગ કોઈપણ જમીનમાં ઉગાડી શકાય છે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ મે મહિનામાં માવઠાની આગાહી કરે ત્યારે તે કારેલા જેવી કડવી ઝેર લાગે! કારણ કે, મે-જૂનમાં સ્વાદ લાલસામાં તરબતર મન સપનામાં પણ કેરીના રસના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતું હોય છે! આવે સમયે અંબાલાલનું માવઠું સાતે કોઠે અંધારા લાવી દે છે. ગુજરાતીઓ પાછા સમાધાનકારી વલણ પણ અપનાવી લે, જેવી ઉપર વાળાની ઈચ્છા કહી, ગુજરાતણો માવઠામાં પણ કેરી ઘોળવાનું પડતું મૂકીને મેથીના ગોટાનો તાવડો ગેસ ઉપર ચડાવી દે! મારા મતે ગુજરાતી પતિ પત્ની વચ્ચે સૌથી વધુ ઝઘડા રસોઈ બાબતે થતા હશે અને સૌથી વધુ પ્રેમ કથાઓ પણ કદાચ રસોડામાં જ લખાતી હશે! કેસર ઘોળતી પત્ની કડવી કેવી રીતે લાગે?
મે જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં કેરી વિશે ન લખીએ તો આ સ્વાદ સુગંધ કા રાજા ને દુઃખ લાગે! દ્વારકાથી ડલ્લાસ સુધી અને રાજાથી રંક સુધી ખવાતી, ચુસાતી કેરીની આજે અહી શાબ્દિક મજા માણીએ!
ફળોનો રાજા કેરી અને પ્રાણીઓનો રાજા સિંહ, બન્ને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે અને વિશ્વ પ્રસિદ્ધ છે. ગિરની કેરી અને સિંહનો જેમણે પણ અનુભવ કરી લીધો તેમનું મન આહ્લાદક થઈ જાય છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની સોડમ અને સ્વાદ દુનિયાભરમાં મશહૂર છે. કેરીના ગુણ પણ અનેક છે. ઉનાળામાં ઠંડક આપે છે, પોષણ આપે છે. ભર ઉનાળે કેરી ઉપર લેખ લખતાં લખતાં મોઢામાં પાણી છૂટે છે. આ બહુ કપરૂ કામ છે. લેખક બિચારો ઢીલો પડી જાય છે. કેરી સ્વાદ પ્રિય લોકોની મોટી કમજોરી છે. વિશ્વમાં ઊગતી કેરીઓમાંથી ૫૦ ટકા તો એકલા ભારતીય લોકોજ આરોગી જાય છે.
'તાઈયો નૌ તામાગો'
આ વખતે વાત કરવી છે, કર્ણાટકની. કર્ણાટકમાં ચાલી રહેલ કેરીનો ઉત્સવ ફળ પ્રેમીઓ માટે સ્વર્ગ બની ગયો છે, જેમાં રાજ્યભરના સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી ૫૦ થી વધુ અનોખી કેરીઓની જાતો પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શિત કરવામાં આવેલી ઘણી સ્વદેશી અને હાઇબ્રિડ જાતોમાંથી, એક વિદેશી ફળે બધાનું ધ્યાન ખેંચ્યું છેઃ મિયાઝાકી કેરી, જેને *વિશ્વની સૌથી મોંઘી કેરી* તરીકે પ્રખ્યાત રીતે પણ ઓળખવામાં આવે છે. લાલબાગના આ ૩-દિવસીય કેરી અને જંકફ્રૂટ મેળામાં વિશ્વની સૌથી મોંઘી કેરી રૂપિયા બે લાખ પ્રતિ કિલોગ્રામના ભાવે પ્રદર્શિત કરવામાં આવી છે.
મૂળ જાપાનની, મિયાઝાકી કેરી ફક્ત તેના આકર્ષક લાલ-જાંબલી રંગ અને વૈભવી પોત માટે જ નહીં, પરંતુ તેની આકર્ષક કિંમત માટે પણ જાણીતી છે. જાપાનમાં, એક કિલોગ્રામ મિયાઝાકી કેરી ?૨ લાખ સુધી મળી શકે છે. આ વર્ષે, ઉત્સવમાં કર્ણાટકમાં ઉગાડવામાં આવેલા આ દુર્લભ ફળોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચિક્કમગલુરુ જિલ્લાના કદુર તાલુકાના એક ખેડૂત જાપાનથી તેના બીજ લાવ્યા અને પ્રયોગ કર્યો. આ કિંમતી કેરીઓ લગભગ રૂપિયા બે હજારના પ્રતિ ટુકડાના ભાવે વેચાઈ રહી છે, જે કેરીના ઉત્સાહીઓ અને જિજ્ઞાસુ ખરીદદારો બંનેમાં નોંધપાત્ર રસ ધરાવે છે. ખેડૂતો કહે છે કે મિયાઝાકી જાત લગભગ કોઈપણ જમીનમાં ઉગાડી શકાય છે, જે સ્થાનિક ખેડૂતો માટે વૈવિધ્ય કરણ અને નફો વધારવા માટે એક સક્ષમ વિકલ્પ બનાવે છે. કર્ણાટકના ખેડૂતો દ્વારા આ આંતરરાષ્ટ્રીય જાતનું સફળ અનુકૂલન રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ છે. તે ફક્ત સ્થાનિક ખેડૂતોમાં નવીનતા અને પ્રયોગોને પ્રકાશિત કરતું નથી પરંતુ પરંપરાગત પાકોથી આગળ વધવા ઇચ્છુક લોકો માટે ઉચ્ચ નિકાસ સંભાવના અને નફાકારક વળતરનો સંકેત પણ આપે છે.
ભારતમાં ઉગાડવામાં આવતી કેરીઓનો ક્રેઝ એટલો બધો છે કે તે અમેરિકાથી યુરોપ અને જાપાનમાં મોટા પાયે આયાત કરવામાં આવે છે. દર વર્ષે ભારત સમગ્ર વિશ્વને ૫૦ હજાર ટનથી વધુ કેરીનો સપ્લાય કરે છે. સફેદ, માલદા, દશેરી, સિંદૂરી, કેસરી, અલ્ફોન્સો, રાતૌલ-ભારતમાં કેરીની એટલી બધી જાતો છે કે તમે તેમના નામ ગણતા ગણતા થાકી જશો. આવી જ એક કેરી ભારતમાં ઉગાડવામાં આવે છે, જે લગભગ સંપૂર્ણપણે જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. તેની કિંમત પ્રતિ કિલો લાખ રૂપિયામાં છે.
આ કેરી 'મિયાઝાકી કેરી' છે, જે મૂળ જાપાનની છે. પરંતુ હવે તે ભારતમાં વ્યાપારી રીતે ઉગાડવામાં આવે છે અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. જાપાનમાં મિયાઝાકી કેરીને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે.
મિયાઝાકી કેરીને ખાસ બનાવે છે તેનો રંગ અને પોત. તેનું બાહ્ય આવરણ થોડું જાંબલી રંગનું છે. તે જ સમયે, ખોરાકમાં તેનો સ્વાદ એકદમ અનોખો હોય છે. ભારતના દક્ષિણ રાજ્યો, ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વી ઘાટના વિસ્તારોનું વાતાવરણ તેને ઉગાડવા માટે વધુ સારૂ છે. એટલા માટે પુણેથી ઓડિશા સુધી તેનું ઉત્પાદન સારૂ થાય છે.
જાપાનમાં, આ કેરીને 'તાઈયો નૌ તામાગો' પણ કહેવામાં આવે છે, જેનો હિન્દીમાં અનુવાદ 'સૂર્યનું ઈંડું' તરીકે થાય છે. આ કેરીનો સ્વાદ સૂર્ય સુધી પહોંચવા જેટલો દુર્લભ છે. તેને ખૂબ કાળજીથી ઉગાડવી પડે છે. દરેક કેરી પર જાળી મૂકીને માવજત કરવામાં આવે છે. આ કેરી ચોક્કસ હવામાન, સૂર્યપ્રકાશ અને કડક ધોરણો હેઠળ ઉગાડવામાં આવે છે. તો જ તેની જાપાનમાં નિકાસ શક્ય બને છે.
મિયાઝાકી કેરી આજે ભારતના ઘણાં ખેડૂતો માટે વરદાન બની ગઈ છે. તેની ખેતી કરીને ખેડૂતો લાખો રૂપિયા કમાઈ શકે છે. આ કેરીનું એક ઝાડ પણ તેમને સારી આવક આપે છે. તેનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો બે લાખ રૂપિયાથી સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની છે. ૨૦૨૩ના સરકારી ડેટા અનુસાર, ભારતે જાપાનમાં ૪૦ ટનથી વધુ કેરીની નિકાસ કરી હતી, જેમાંથી મોટો જથ્થો મિયાઝાકી કેરીનો હતો.
રસોઈ
રાંધણકળામાં પણ કેરીનો દબદબો છે. ગૃહિણીઓ મનફાવે તેમ કેરીને પતિના જઠરમાં પધરાવવા પ્રયત્નશીલ હોય છે. કેરીના બાળપણ એટલે કે ખાખટી કે ખાખડી જેવી નાની કે કાચી કેરીના અથાણાં, સલાડ બને છે, મોટા ફળના ત્યારબાદ અથાણાં બને છે. કેરીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. ખાટી, ન પાકેલી કેરીનો ઉપયોગ બંગાળી ભોજનમાં ચટણી, અથાણાં, દાળ અને અન્ય સાઇડ ડીશમાં થાય છે. આમ પન્ના નામનું ઉનાળુ પીણું કેરી વડે બનાવવામાં આવે છે. કેરીના પલ્પને જેલી બનાવીને અથવા લાલ ચણાની દાળ અને લીલા મરચાં સાથે રાંધેલા ભાત સાથે પીરસી શકાય છે. કેરીની લસ્સી સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. પાકેલી કેરી અથવા કેરીના પલ્પને છાશ અને ખાંડ સાથે ભે ળવીને તૈયાર કરવામાં આવે છે. પાકી કેરીનો ઉપયોગ કઢી બનાવવા માટે પણ થાય છે. આમરસ એક લોકપ્રિય જાડો રસ છે, જે ખાંડ અથવા દૂધ સાથે બનાવી શકાય છે અને તેને રોટલી અથવા પુરીઓ સાથે ખાવામાં આવે છે. પાકેલી કેરીના પલ્પનો ઉપયોગ જામ બનાવવા માટે પણ થાય છે જેને મંગડા કહેવાય છે. આંધ્ર અવકાયા એ કાચી, કાચી, પલ્પી અને ખાટી કેરીમાંથી મરચું પાવડર, મેથીના દાણા, સરસવનો પાવડર, મીઠું અને સીંગદાણાના તેલ સાથે મિશ્રિત અથાણું છે. દાળ બનાવવા માટે આંધ્રપ્રદેશમાં પણ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતીઓ મીઠી અને મસાલેદાર, છીણેલી કેરીની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કેરીનો ઉપયોગ કરે છે. કેરીનાં ગોટાળા ધોઈને તેના પાણીથી ફજેતો નામની કાઢી જેવી વાનગી બનાવવામાં આવે છે. જુના જમાનામાં કંજૂસ લોકો ફજેતો બનાવતા હતા, પરંતુ હવે આ ફજેતા એ ફાઇવ સ્ટાર કિચન અને વાનગીઓની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
કેરીનો ઉપયોગ મુરબ્બા (ફળની જાળવણી), મુરામ્બા (એક મીઠી, છીણેલી કેરીની સ્વાદિષ્ટ), આમચુર (સૂકી અને પાઉડર ન પાકેલી કેરી), અને મસાલેદાર સરસવ-તેલનું અથાણું અને આલ્કોહોલ સહિત અથાણાં બનાવવા માટે થાય છે. પાકેલી કેરીને ઘણીવાર પાતળા સ્તરોમાં કાપવામાં આવે છે, તેને સુકાઈ જાય છે, ફોલ્ડ કરવામાં આવે છે અને પછી કાપવામાં આવે છે.
કેરીનો ઉપયોગ જ્યુસ, સ્મૂધી, આઈસ્ક્રીમ, ફ્રુટ બાર, પાઈ અને મીઠી મરચાંની ચટણી બનાવવા માટે અથવા મીઠી અને મસાલેદાર મરચાંની પેસ્ટ સાથે મિશ્રિત કરવા માટે થાય છે. તે ગરમ મરચાંના પાવડર અને મીઠામાં બોળેલી લાકડી પર અથવા તાજા ફળોના મિશ્રણમાં મુખ્ય ઘટક તરીકે લોકપ્રિય છે. મધ્ય અમેરિકામાં, કેરીને કાં તો લીલી, મીઠું, સરકો, કાળા મરી અને ગરમ ચટણી સાથે ભેળવીને ખાવામાં આવે છે અથવા વિવિધ સ્વરૂપોમાં પાકીને ખાવામાં આવે છે.
કેરીના ટુકડાને છૂંદીને આઈસ્ક્રીમ પર ટોપિંગ તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા દૂધ અને બરફ સાથે મિલ્કશેક તરીકે ભેળવી શકાય છે. મીઠા ગ્લુટિનસ ચોખાને નાળિયેર સાથે સ્વાદ આપવામાં આવે છે, પછી મીઠાઈ તરીકે કાપેલી કેરી સાથે પીરસવામાં આવે છે. દક્ષિણપૂર્વ એશિયાના અન્ય ભાગોમાં, માછલીની ચટણી અને ચોખાના સરકો સાથે કેરીનું અથાણું બનાવવામાં આવે છે. માછલીની ચટણી અને સૂકા ઝીંગા સાથે કેરીના સલાડમાં લીલી કેરીનો ઉપયોગ કરી શકાય છે.
કાચી લીલી કેરીને કાપીને સલાડની જેમ ખાઈ શકાય છે. દક્ષિણપૂર્વ એશિયાના મોટા ભાગના ભાગોમાં, તેઓ સામાન્ય રીતે સરકો, સોયા સોસ અથવા મીઠું સાથે ખાવામાં આવે છે-જે સામાન્ય રીતે અંગ્રેજીમાં *મેન્ગો સલાડ* તરીકે ઓળખાય છે.
કેરી વિશે લખવા બેસીએ તો નોબતના ૮ પાના પણ ઓછા પડે. કેરી એ એક સંપૂર્ણ ફળ છે.ગુજરાતમાં તો મહિલાઓના કેસરબેન નામ પણ રાખવામાં આવે છે. ગુજરાતીમાં કેરી ઓન કેસર ફિલ્મ પણ બની હતી, જો કે તે, આપણી ખવાતી કેરી ઉપર ન હતી. પુરૂષોમાં આંબાભાઈ નામ જોવા મળે છે. કુળની લખાતી નામાવળીને આંબો કહેવામાં આવે છે. આંબો જલદી ન પાકે તેવી કહેવત પણ છે.
નોબતના વાચકો અને ચાહકોને મિયાઝાકી કેરી મુબારક!
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ નામનું દૈનિક આ ઘર્ષણને શસ્ત્રોની કસોટી તરીકે જુવે છે!
ભારતના જન્મ સાથે જ પાકિસ્તાન નામનો જુડવા ભાઈ મળ્યો છે. સલીમ જાવેદની કથા જેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન બન્નેના સંબંધોમાં આવ્યા કરે છે. દિવાર ફિલ્મમાં એક ભાઈ ચોર અને બીજો ભાઈ પ્રામાણિક પોલીસ અધિકારી હોય છે. બન્ને માતા માટે કશ્મકશ કરે છે. દિવારનો મેરે પાસ માં હૈ ડાયલોગ બહુ લોકપ્રિય બન્યો. ફિલ્મ હતી એટલે વાર્તાનો અંત આવ્યો, પરંતુ ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં આવો અંત શક્ય છે? બન્ને દેશો વચ્ચેના સંઘર્ષમાં બે ક્ષેત્રો બહુ કમાણી કરે છે. એક શસ્ત્ર ઉત્પાદકો અને બીજું મનોરંજન જગત! બન્નેને મોટા ધંધા દેખાય છે. ઓપરેશન સિંદૂર નામ રજિસ્ટર્ડ કરાવવા માટે દેશના અગ્રણી ઉદ્યોગપતિ સહિતના મનોરંજન નિર્માતાઓ દોડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વપરાયેલા આયુધોના પરિણામો ચકાસવા માટે આખી દુનિયાના શસ્ત્ર નિર્માતાઓ અને સંશોધકો ઊંધે માથે પડ્યાં છે. એન્જિઑગ્રાફીથી લઈને સ્કૂલ ઓફ લંડન સુધી ઓપરેશન સિંદૂરના આઉટપુટ બાબતે પિસ્ટપીંજણ થઈ રહી છે.
સવાલ-૧
ભારત પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ સૌહાદપૂર્ણ સંબંધો શક્ય છે ખરા?
યુરોપના ૧૧ દેશ વચ્ચે નામની જ સરહદ છે, કોઈ સલામતી તંત્ર નથી. માત્ર વિઝા બાબતે જ પુરાવા માંગવામાં આવે છે, નથી કોઈ દરવાજા, નથી કોઈ લશ્કરી પહેરો, લોખંડી તારની વાડ કે મેટલ ડિકટેટર. આવી પરિસ્થિતિ આપણા માટે સપનામાં પણ કલ્પી શકાય તેમ નથી.
બન્ને દેશોની માનસિકતા સંપૂર્ણ અલગ અલગ છે, જે બદલવી શક્ય નથી. આઝાદીના ૭૫ વર્ષમાં ન થયું તે આગામી ૭૫ વર્ષમાં થવાની કોઈ શક્યતા નથી. અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશો પણ યુદ્ધ જીતી શક્યા નથી. અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યાં, અમેરિકાના મોટા દુશ્મન ઓસામા બિન લાદેનને પાકિસ્તાને વર્ષો સુધી સંતાડી રાખ્યો. આ બન્ને ભૌગોલિક રીતે વારસામાં મળ્યા છે.
પ્રથમ સવાલના જવાબમાં સ્પષ્ટ કહેવાનું કે, ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ દિવસ મનમેળ શક્ય નથી. અહી ભગવાન કૃષ્ણે કહ્યું છે તેમ યુદ્ધ એજ કલ્યાણ છે! ભગવાન શ્રી કૃષ્ણના કથનમાં થોડું મોડીફિકેશન કરીએ તો.. યુદ્ધ નહીં પરંતુ આત્મરક્ષા જ કલ્યાણ છે. આપણા સંબંધોમાં પાકિસ્તાન સેનાના અક્કડ વલણને કારણે કાયમી શાંતિ શક્ય નથી. ભારત સાથે ઘર્ષણના બહાને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. કહેવાય છે કે, પાકિસ્તાનમાં અલ્લાહ અને આર્મી જ સર્વસ્વ છે.
સવાલ-૨
શું ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોમાં શાંતિની રાજકીય ઈચ્છા શકતી છે ખરી? બન્ને દેશોના નેતાઓ સાથે મળીને ઇસ્લામાબાદમાં દિવાળી અને દિલ્હીમાં ઈદ સાથે ઉજવી શકે ખરા? મારા મત મુજબ જવાબ ના છે.
ભારત-પકિસ્તાનના રાજકારણ જ એક બીજા ઉપર નિર્ભર છે. બન્ને માટે લાગણી અને સંવેદનાનો મુદ્દો છે. મતોની ખેતી પણ મબલક પાકે છે. પાકિસ્તાન તો ભારતનો ભય બતાવીને દુનિયામાંથી મદદ ઉઘરાવે છે. નરેન્દ્ર મોદી પણ ભૂતકાળમાં મિયાં મુશરફ નામની ત્રાડો પાડી સભાઓ ગજવતા હતા! આજે પણ તેમના માટે આ મુદ્દો લીલોચ્છમ છે.
તજજ્ઞ અભિપ્રાય
કિંગ્સ કોલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને યુદ્ધ તજજ્ઞ સિનિયર લેક્ચરર ડૉ. વોલ્ટર લાડવિગે દક્ષિણ એશિયામાં અમેરિકાની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતે પોતાનું ધ્યાન પાકિસ્તાનથી હટાવીને ચીન જેવા મોટા વ્યૂહાત્મક પડકાર તરફ વાળવું જોઈએ. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની ચોકસાઈ ક્ષમતાઓની પ્રશંસા કરી.
લાડવિગે જણાવ્યું હતું કે, જો ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષમાં ફસાયેલું રહે છે, તો તે એશિયાના મોટા ચિત્ર પરથી ધ્યાન ગુમાવી શકે છે અને આ તેના હિતમાં નથી.*
તેમણે કહ્યું કે, પુલવામા હુમલા પછી ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા દર્શાવે છે કે ભારત હવે રક્ષણાત્મક વ્યૂહરચનાને બદલે આક્રમક આતંકવાદ વિરોધી નીતિ અપનાવી છે. તેમણે કહ્યું, *પહેલાં ભારતીય સરકારો આતંકવાદ સંબંધિત ઘટનાઓ માટે પુરાવા એકત્રિત કરતી હતી, પરંતુ હવે એવી નીતિ બની ગઈ છે કે, ભારત સીધો લશ્કરી જવાબ આપી શકે છે.*
લાડવિગે એમ પણ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ખૂબ જ પ્રભાવશાળી છે, પરંતુ તેના તમામ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેને વધુ ઝડપથી વિકાસ કરવાની જરૂર છે. *પાકિસ્તાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ આ વિકાસને જોખમમાં મૂકી શકે છે.
તાજેતરના યુદ્ધવિરામ અંગે, લાડવિગે કહ્યું કે તણાવ ઓછો થવાનું કારણ વિદેશી મધ્યસ્થી કરતા બંને દેશોની ઇચ્છાશક્તિ વધુ હતી. તેમણે સ્પષ્ટતા કરી, *ભારત અને પાકિસ્તાને લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવા માટે કરાર કર્યો હતો. આ બંને પક્ષોની સંમતિથી થયું હતું.
ધ ન્યૂયૉર્કર દૈનિકના ડેક્સટર ફલિનકીસ લખે છે કે, મારા મતે, અંતિમ શાંતિમાં મુખ્ય અવરોધ હંમેશાં પાકિસ્તાની લશ્કર રહ્યું છે. પાકિસ્તાનના સેનાપતિઓએ માત્ર બળવાખોરીને વેગ આપ્યો નથી, પરંતુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપ્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે. પાકિસ્તાની લોકશાહીનું ગળું દબાવીને, તેમણે બંને દેશ વચ્ચે સમાધાન પણ લગભગ અશક્ય બનાવ્યું છે. પાકિસ્તાની સૈન્યને તેના વિશાળ બજેટ અને સ્થાનિક રાજકારણમાં નિયમિત હસ્તક્ષેપને વાજબી ઠેરવવા માટે એક દુશ્મનની જરૂર છે.
વિદેશ નીતિ
તાજેતરના ઓપરેશન સિંદુર દરમિયાન આપણને વિદેશી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવાની પણ તક મળી. ગુજરાતીમાં કહેવાય છે કે, લગ્ન પ્રસંગે જેટલા લોકો આવે તેટલા લોકો પોલીસ સ્ટેશન પ્રસંગે સાથે આવતા નથી!
આ વખતે સ્પષ્ટ કહેવું પડે કે બે કે ત્રણ દેશોને બાદ કરતાં કોઈ દેશ માત્ર ભારત પડખે ઊભા રહ્યા નથી. અમેરિકા સહિત ઘણાં દેશોએ દહીં અને દૂધ એમ બંનેમાં પગ રાખ્યો? અમેરિકા, યુએઇ, ચીન સહિતના દેશોએ પાકિસ્તાનની પ્રવૃત્તિ વખોડી નથી. ચીન અને અમેરિકાના પ્રભાવ હેઠળ રહેલા આઈ. એમ. એફ. તો યુદ્ધ દરમિયાન જ પાકિસ્તાનને જંગી નાણાકીય સહાય મંજૂર કરી દીધી! હવે બહાર આવ્યું છે કે નાણાં સહાયના બદલામાં ૧૧ કડક શરતો પણ રાખી છે. પરંતુ નાદાર દેશ આવી કોઈ શરતો પાળે ખરો? આઈ.એમ.એફ. દ્વારા આપવામાં આવેલી છેલ્લી ત્રણ જંગી નાણા સહાયનું ઓડિટ કરવામાં પણ તે સહકાર નથી આપતું. વાસ્તવમાં આઈ.એમ.એફ.એ આવા સમયે કોઈ લોન આપવી ન જૉઇએ અને ભારતને સહકાર આપવો જોઈએ.
હવે, પાકિસ્તાનના ત્રાસવાદી વર્તનનો વિરોધ કરવા અને ખુલ્લું પાડવા ઓલ પાર્ટી ડેલિગેશન વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરશે. આ આઝાદીના સમયથી ચાલ્યો આવતો પ્રોટોકોલ છે. નરેન્દ્ર મોદીએ આ પ્રતિનિધિ જૂથમાં કોંગ્રેસના શશી થરૂરને મહત્ત્વનું સ્થાન આપતાં અનેક અજ્ઞાનીઓના ભવાં તણાયા અને કેટલાકે તેને માસ્ટર સ્ટ્રોક કહ્યો. પરંતુ ૧૯૯૪ માં કોંગ્રેસ સરકારે આવા જ પ્રતનિધિ મંડળમાં અટલબિહારી વાજપેયીને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું તે યાદ રાખવા જેવું છે.
તાજેતરમાં નાટો સંગઠનના ૬ દેશના વડા સામે ચાલીને યુક્રેન ગયા. આપણી એટલી તાકાત હોવી જોઈએ કે વિદેશી પ્રતિનિધિઓ ભારત આવે અને ટેકો જાહેર કરે. અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોએ તો બન્ને દેશોનો આંતરિક મામલો છે તેમ કહીને હાથ ખંખેરી નાખ્યા!
શસ્ત્ર પરીક્ષણ
આપણે ઓપરેશન સિંદૂરને ભાવાત્મક રીતે લીધું, પરંતુ અમેરિકા, રશિયા, ચીન, ઇઝરાઈલ અને તુર્કી જેવા દેશોએ તેને તેના શસ્ત્રોના પરીક્ષણ તરીકે લીધું!
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ નામનું દૈનિક આ ઘર્ષણને પ્રાદેશિક સંપ્રભુતા તરીકે જોવાને બદલે શસ્ત્રોના પ્રદર્શન તરીકે જુવે છે. તેની લેખિકા સોફિયા વુંગ દુ લખે છે કે, ચીની અને પશ્ચિમી લશ્કરી સિસ્ટમો વચ્ચે કિંમતનો તફાવત નોંધપાત્ર છે. પાકિસ્તાનના ચીની બનાવટના વિંગ લૂંગ ૨ ડ્રોનની કિંમત પ્રતિ યુનિટ આશરે બે યુ.એસ. મિલિયન ડોલર છે, જ્યારે અમેરિકન એમ. કયુ. ૯ રીપર જેવી તુલનાત્મક પશ્ચિમી સિસ્ટમોની કિંમત આશરે ૩૦ થઈ ૪૦ યુ.એસ. મિલિયન ડોલર છે.
ફાઇટર એરક્રાફ્ટના ભાવમાં પણ મોટો તફાવત છે. જેમાં જેએફ-૧૭ થંડરની કિંમત પ્રતિ યુનિટ અંદાજિત ૨૫ થી ૩૨ યુ.એસ. મિલિયન ડોલર છે, જ્યારે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર્સની કિંમત ૨૮૮ યુ. એસ. મિલિયન ડોલર જેટલી ઊંચી છે!
ચીની શસ્ત્ર પ્રણાલીઓનું યુદ્ધક્ષેત્ર પરીક્ષણ વૈશ્વિક લશ્કરી ગતિશીલતામાં વ્યૂહાત્મક પરિવર્તનનો સંકેત આપી શકે છે. દાયકાઓથી, પશ્ચિમી લશ્કરી ટેકનોલોજી-ખાસ કરીને અમેરિકન શસ્ત્ર પ્રણાલીઓ-એ નિર્વિવાદ શ્રેષ્ઠતા જાળવી રાખી છે, પ્રીમિયમ કિંમતોને વાજબી ઠેરવી છે. ચીની ટેકનોલોજી પશ્ચિમી આયુધોની સરખામણીએ સસ્તી છે, જે ગરીબ દેશો માટે મહત્ત્વનું છે.
અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટને આ સંઘર્ષમાં બહુ મજા ન આવી. કારણ કે તેમાં અમેરિકાના શસ્ત્રોનો લઘુતમ ઉપયોગ થયો. તેના બન્ને વિરોધી દેશ રશિયા અને ચીનના શસ્ત્રો વપરાયા. ભારતે રશિયન શસ્ત્રો વાપર્યા, તે સફળ થયા. જર્મનીના યુદ્ધ વિમાનો પણ ચાલ્યા! સામે પક્ષે પાકિસ્તાને ઉપયોગમાં લીધેલા ચીન અને ટર્કીના શસ્ત્રો નિષ્ફળ રહ્યા.
નિષ્કર્ષ
ભારત-પાકિસ્તાન સંઘર્ષ જન્મ સમયથી ચાલ્યો આવે છે. તે કાયમી રીતે વિન વિન રીતે ઉકેલાય તેમ પણ નથી. કારણ કે, મોટા નેતાઓ અને દેશોને આ શાંતિ સુલેહ પચે તેમ નથી. પાકિસ્તાન તેની હાલત અને માનસિક્તામાંથી બહાર આવી શકે તેમ નથી. ભારત પાકિસ્તાનના ટુકડા કરવા માટે બલુચિસ્તાનના બળવાખોરોને મદદ કરે તેવા વિચાર છે, પરંતુ તેમાં પણ સારાવાટ નથી. અફઘનિસ્તાનમાં રશિયા સામે લડવા માટે અમેરિકાએ તાલિબાનોને મદદ કરી, ત્યારબાદ તાલિબાનો જ અમેરિકા સામે થઈ ગયા! તાલિબાનો અને બલુચિયો એક જ ડીએનએ ધરાવે છે, તે આપણે યાદ રાખવું પડશે! ભારતે આરપારની લડાઈ તરીકે જાહેર કરેલા વર્તમાન યુદ્ધને પણ ચાર દિવસમાં સમેટી લેવું પડ્યું છે. કારણ કે, પાકિસ્તાન સાથેનો કોઈ સંઘર્ષ અંતિમ કે નિર્ણાયક હોઈ શકે નહીં. અથિક રીતે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ ત્યારે ખર્ચાળ અને લોહિયાળ યુદ્ધ પોસાય તેમ નથી. યુદ્ધનો ઉન્માદ વિનાશકારી હોય છે. ઈરાક, સિરીયા, અફઘનિસ્તાન, પાકિસ્તાન જેવા વૈચારિક રીતે નાદાર દેશો જ લડી શકે!
'નોબત'ના વાચકો અને ચાહકો તરફથી પ્રભુને પ્રાર્થના કે બન્ને દેશો વચ્ચે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારો બની રહે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આંતરિક સમસ્યાઓ વચ્ચે પણ પાકિસ્તાન યુદ્ધખોર માનસિકતા છોડતું નથી!
ભારત પાકિસ્તાન વચ્ચે વધુ એક વખત સંઘર્ષ થયો અને અમેરિકન દાદા ડોનાલ્ડ ટ્રમ્પની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી આખું દૃશ્ય બદલાઈ ગયું. સમાધાન પણ થઈ ગયું. આ વખતના યુદ્ધવિરામ પછી ફરી એક વિચાર મનમાં ઘૂમરાયા કરે છે કે, દરેક વખતે આપણો ફટકો નબળો પડે છે કે, દુશ્મન જ અવળચંડો છે? લોકોને લાગે છે કે, પાકિસ્તાન આપણી ભલમનશાહીનો લાભ ઉઠાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ બન્ને સાથે જાય. પરંતુ અહી તો દેશનો પ્રશ્ન છે એટલે પ્રાણ જવાનો સવાલ જ નથી ઊઠતો. પ્રકૃતિ બદલે તેવા કોઈ સંજોગો નથી!
ભારતના નેતાઓ યુદ્ધ બાબતે બહુ જોરથી ખાંડાં ખખડાવે છે એટલે દેશવાસીઓને બહુ મોટી આશા જાગે છે. 'આ વખતે તો કઇંક મોટું થશે જ' તેવી આશામાં બેઠા હોય ત્યાં છેક અમેરિકાથી ટ્રમ્પ દાદા 'યુદ્ધ વિરામ'ની જાહેરાત કરી દે છે!
ભૂતકાળ
ભારત સદીઓથી આક્રમણખોરોનો ભોગ બનતું આવ્યું છે! હૂણથી લઈને પાકિસ્તાન સુધીના યુદ્ધ લડવા પડ્યાં છે. બીજી તરફ દૃષ્ટિ કરીએ તો દુનિયામાં અમેરિકા અને ચીન બે એવા દેશ છે કે જે કદી સરહદી યુદ્ધ લડ્યા જ નથી! ભારતના નસીબમાં યુદ્ધ જ મોટી કથા હોય છે. સરકાર બિચારી વિકાસની વાતો કરે અને ફિલ્મો હંમેશાં યુદ્ધ ઉપર જ બને! શાંતિ કે વિકાસને કેટલો કચકડે કંડારાયો છે તે રામ જાણે. વર્તમાન સમયમાં પણ ભારત તેના કાયમી દુશ્મન પાકિસ્તાન સામે જંગે ચડ્યું છે. 'ઓપરેશન સિંદૂર' કાશ્મીરના પહેલગામ સ્થિત બાઈસરન વેલી હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે શરૂ થયું. દેશના મારા સહિતના હજારો લેખકો તેનું વિશ્લેષણ કરી રહૃાા છે. હજારો સેના નિષ્ણાત, યુદ્ધ અભ્યાસુ ઓપરેશન સિંદૂર ઉપર પોત પોતાનો મત વ્યક્ત કરી રહૃાા છે. દેશની અડધી વસ્તી જે ૫૦ વર્ષ આસપાસની છે તેને યુદ્ધનો અનુભવ કર્યો જ નથી, કારણ કે, ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લે ૧૯૭૧ માં પૂર્ણ કક્ષાનું યુદ્ધ થયું હતું!
મેં ૧૦ વર્ષની બાળ વયે અંધારપટ અનુભવ્યો હતો. જૂનાગઢમાં એ સમયે જૂજ સુવિધાઓ અને જરૂરિયાતો હોવાથી લોકો યુદ્ધને ગંભીરતાથી લેતા. અંધારપટ જાહેર થાય ત્યારે અચૂક લાઇટો બંધ રાખતા હતા. બારી ઉપર પડદા કે છાપાં લગાવી દેતા હતાં. ૧૯૭૧ ના આ સમયે અમારા ઘરમાં કઠોળ આધારિત રસોઈ વધી ગઈ હતી. શેરીમાં કે જવાહર રોડ ઉપર કોન્સ્ટેબલ પણ જો હાથમાં દંડો લઈને નીકળે તો લોકો ભયના માર્યા ઘરમાં ઘૂસી જતા હતા. એકવાર સેના એ માર્ચપાસ્ટ કરી ત્યારે સ્વયંભૂ કફર્યૂ લાગી ગયો હતો! ત્યારે ભય અને અજ્ઞાન બન્ને હતાં!
વર્તમાન
ઓપરેશન સિંદૂરના પ્રારંભ પહેલાં મોકડ્રીલ રૂપે જામનગરમાં અંધારપટનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે મને ૧૯૭૧ ના દિવસો યાદ આવી ગયા. લાગ્યું કે નાગરિકો હવે બહુ બેજવાબદાર બની ગયા છે. મારા જેવા શિસ્તબદ્ધ લોકોએ અંધારપટના નિયમોને પાળ્યા! બાકી મોટાભાગના લોકોએ તેની નોંધ પણ ન લીધી અને નિયમોનું પાલન પણ ન કર્યું! ૧૯૭૧ માં, જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહૃાું હતું, ત્યારે ભારતની વસ્તી આશરે ૫૪ કરોડની હતી. આજે તેનાથી ત્રણ ગણી એટલે કે આશરે ૧૫૦ કરોડ સુધી પંહોચી ગઈ છે. મારી ધારણા છે કે, આજની તારીખે એક અબજ નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિનો અનુભવ કે અંદાજ નથી.
ટેલિવિઝન ઉપર યુદ્ધની ઉગ્ર ચર્ચાનું સંચાલન કરતા યુવાન ટીવી એન્કરોએ યુદ્ધ માત્ર પડદા ઉપર નિહાળ્યું છે. યુદ્ધ બાબતે અજ્ઞાની આ યુવા પેઢીએ ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે એવો દાટ વાળ્યો કે, દર્શકોને થયું કે આ સંઘર્ષ ૨૪ કલાકમાં પતી જશે અને ભારતનો ભવ્ય વિજય થશે. એક ગુજરાતી સમાચાર પત્રના યુવા તંત્રીએ તો પ્રથમ દિવસે જ બ્રેકિંગ ન્યૂઝ કર્યા કે, પાકિસ્તાનના સેના પ્રમુખને પદભ્રષ્ટ કરી ધરપકડ કરી લેવામાં આવી છે! ગજબનું ચાલ્યું! બીજા દિવસથી કેટલાક સમાચાર માધ્યમોએ માફી પણ માંગવાનું શરૂ કરી દીધું! વાંક તેમનો નથી, તેમની બિનઅનુભવી ઉમરનો છે!
શસ્ત્રો
ભારતની વર્તમાન પેઢીના સૈનિકો પ્રથમવાર કેટલાંક આયુધો વાપરી રહૃાાં છે. એક હિન્દી સમાચાર ચેનલ ઉપર એક નિવૃત્ત સેના અધિકારીએ નિખાલસ કબૂલાત કરી કે, અમારા સમયમાં આ ટેકનોલોજી હતી નહીં, માટે વર્તમાન સંઘર્ષમાં તેની શું ભૂમિકા અને અસર છે તેની મને જાણ નથી. વાહ! સરસ અને નિખાલસ કબૂલાત કરી. તેમના સમયમાં ડ્રોન કે એસ-૪૦૦ પ્રકારના શસ્ત્રો ન હતાં.
૨૦૨૫
આ વખતે પહેલગામ નરસંહાર પછી ભારતે 'હવે બહુ થયું'ની માનસિકતા સાથે પકિસ્તાનને ધૂળ ચાટતું કરવા માટે 'મિશન સિંદૂર' શરૂ કર્યું. બહુ ચર્ચિત બાબતો ફરી રિપીટ કરવી નથી. આ વખતે હજુ યુદ્ધ શરૂ થયું નહોતું, કાયદેસર ભાષામાં 'સંઘર્ષ' હતો. કારણ કે, રાષ્ટ્રપતિ 'યુદ્ધ ઘોષણા' કરે પછી જ યુદ્ધ કહી શકાય. ભારતીય લોકોમાં હજુ યુદ્ધનો જવર ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યાંજ અમેરિકાના માથા ફરેલ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની માલિકીના સોશિયલ મીડિયા 'ટ્રુથ' ઉપર યુદ્ધ વિરામની ખુશખબર આપી દીધી! આઝાદી સમયથી આપણે કહેતા આવ્યા છીએ કે, એક સર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે કાશ્મીર મુદ્દે ત્રીજા દેશની દરમિયાનગીરી સ્વીકારતા નથી.
આમ છતાં ભારતે અમેરિકાને શા માટે માથું મારવા દીધું? વધુ એક સવાલ એ છે કે, અમેરિકાએ મધ્યસ્થીની ભૂમિકા ભલે બજાવી, પરંતુ તેમને પહેલાં જાહેરાત કરવાની 'ફુઆની ભૂમિકા' કેમ ભજવવા દીધી? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના બે કલાક બાદ આપણાં અધિકારીઓએ આ જાહેરાત કરી. બીજો સવાલ એ છે કે, વધુ નબળું કોણ પડ્યું? કોને યુદ્ધવિરામની જરૂર પડી? સ્વાભાવિક છે કે, પાકિસ્તાન ભારતના પ્રમાણમાં આર્થિક રીતે નબળો અને સંરક્ષણની દૃષ્ટિએ અશક્ત દેશ છે. જો આમ છે તો, આપણે તેને ખોખરો કરવાનો મોકો કેમ હાથથી જવા દીધો?
તાજા અહેવાલો મુજબ હવે ટ્રમ્પદાદા કહે છે કે તેમણે મધ્યસ્થી નહ પણ માત્ર મદદ કરી છે!
ભારતીય સેનાએ તેની પત્રકાર પરિષદમાં 'આપણો ઉદેશ પૂરો થયો' તેવી જાહેરાત કરી. પરંતુ લોકોના મનમાં હજુ અનેક સવાલો સળવાળી રહૃાા છે!
રાજકીય
ભારત પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ માત્ર લશ્કરી જ નથી હોતો. રાજકીય દાવપેચ પણ મોટો ભાગ ભજવે છે. પાકિસ્તાન કંગાળ રાષ્ટ્ર છે, અંધાધૂંધી ચારેકોર છે. સેના અને રાજકીય નેતાઓ વચ્ચે આંતરિક ઘર્ષણ છે. રાજકીય પક્ષો વચ્ચે મનમેળ નથી. મજબૂત લોકશાહી નથી. દેશના સમગ્ર તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે. દુનિયાનું અબજો ડોલરનું દેવું ચૂકવવાની ક્ષમતા કે મનોવૃત્તિ નથી. દેશમાં અનેક ત્રાસવાદી જૂથો સક્રિય છે, પંજાબ અને બલૂચિસ્તાન આઝાદી માંગે છે. તેના બીજા પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તો આના કરતાં પણ ખરાબ હાલત છે. બન્ને દેશો વચ્ચે સરહદ જેવું કઈ નથી. ત્રાસવાદીઓ મુક્ત રીતે અવજવાર કરે છે. પકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં તો પરિસ્થિતિ એટલી હદે કથળેલી છે કે, ચીન જેવા શક્તિશાળી દેશને પણ ગ્વાદર બંદર બાંધકામમાં તકલીફ પડે છે. સ્થાનિક કબીલાઓને કારણે ચીની અધિકારીઓ વારંવાર ભાગી છૂટે છે!
આવા કંગાળ દેશ પ્રત્યે અમેરિકા, ચીન, તુર્કી, સાઉદી અરેબિયા, આઈએમએફને કેમ આટલું બધું મમત છે? ઓપરેશન સિંદૂર સમયે પણ આ દેશો પાકિસ્તાનની મદદે દોડી આવ્યા અને વધુ નાલેશી થતી અટકાવી. ભારતે સંઘર્ષ અધૂરો છોડવો પડ્યો!
પ્રથમ તો ચીનને એશિયામાં પગ રાખવો હોય તો પાકિસ્તાન એક માત્ર દેશ છે. તેને અબજો ડોલરની ખેરાત કરે છે. એશિયામાં ચીન ન ઘૂસે તે માટે અમેરિકાને ઊંડો રસ છે, આથી તે પાકિસ્તાનને ખુશ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તુર્કી અને સાઉદી અરેબિયા મુસ્લિમના નાતે મદદ કરે છે. રશિયા ભારતને મદદ કરતું હોવાથી અમેરિકાને તે પસંદ નથી. આથી ભારતની સરહદો સળગતી રહે તે માટે કાયમ બળતામાં ઘી હોમે છે.
અમેરિકાને તેના ધંધામાં જ રસ છે. ભારત તેની આ ભૂખનો લાભ લેવામાં ઊણું ઉતરતું હોય તેમ લાગે છે. અમેરિકા માટે ભારત ચીન પછીનું સૌથી મોટું બજાર છે. આપણી ખરીદ શક્તિ પણ બહુ મોટી છે. આમ છતાં સમય આવ્યે તે આપણને દબાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ આખી દુનિયા સાથે આપણને પણ 'ટેરિફ વોર'માં છોડ્યા નથી. ટ્રમ્પ દાદાએ સમાધાન ઉલ્લેખમાં કોઈવાર 'ત્રાસવાદ' શબ્દ કેમ વાપર્યો નથી?
આ વખતે પણ યુદ્ધ વિરામમાં પહેલી જાહેરાત કરી આપણને ક્ષોભમાં મૂકી દીધા. ભારતે આ બાબતે સામાન્ય વિરોધ પણ કેમ નથી નોંધાવ્યો? તે આશ્ચર્યજનક છે.
હવે શું?
પાકિસ્તાન શું ઓપરેશન સિંદૂર પછી સુધરી જશે? ભુરાયા આખલાને બદલે ગરીબ ગાય જેવું થઈ જશે? પીઓકે સોંપી દેશે? ત્રાસવાદીઓને છાવરવાનું બંધ કરી દેશે? આપણે માંગણી કરેલા ત્રાસવાદીઓને સોંપી દેશે?
આ બધા સવાલોનો જવાબ એક જ છે.. ના!
પાકિસ્તાન સુધરશે નહીં. ચીન અને અમેરિકા પોતાના સ્વાર્થ માટે તેને પંપાળવાની પ્રવૃત્તિ ચાલુ રાખશે.
તો આપણે શું કરવાનું? આપણે આપણાં દરવાજાને ચુસ્ત બંધ રાખવાના. સલામતી બંદોબસ્ત ખૂબ કડક રાખવાનો. પહલગામની બાઈસરન વેલીમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી ત્રાસવાદીઓએ નિરાંતે નરસંહાર કર્યો. દુર્ઘટના બાદ આરામથી સરકી ગયા, હજુ સુધી આપણને તેની ઓળખ મળી નથી!
નવો ટર્ન
આ યુદ્ધ પછી સોશિયલ મીડિયા અને જાગૃત લોકો વચ્ચે નવી વાત આવી છે. ખાવા માટે ફાંફાં મારતો દેશ અતિશય ઊંચી, મોંઘી અને જોખમી અણુ શક્તિ દેશ કેવી ધારણ કરી શકે? અણુ શસ્ત્રો બનાવવા ખાવાના ખેલ નથી. તે બનાવવાની સાથે સાચવવા માટે પણ તિજોરી ખાલી કરવી પડે છે. પાકિસ્તાન તેની પાસે ૧૦૦ થી વધુ અણુ શસ્ત્રો હોવાનો દાવો કરે છે. ચર્ચા એવી ચાલી છે કે, આમૂલ્ય શસ્ત્રો પાકિસ્તાનના નથી, પરંતુ અમેરિકાએ એશિયામાં પોતાના સ્વાર્થ માટે સંતાડેલા આયુધો છે. તે અમેરિકન બનાવટના અને માલિકીના છે. જો હવે ભારત તેના ઉપર હુમલો કરે તો જગત જમાદારની જમાદારી એશિયા ખંડમાં નબળી પડી જાય. જો, ચીન સાથે સંઘર્ષ થાય તો પાકિસ્તાનમાંથી જ તેને ફાયર કરી શકાય. આથી ટ્રમ્પ દાદાએ પોતાના શસ્ત્રો બચાવવા મોદીનું શરણ લેવું પડ્યું.
જે હોય તે, પ્રભુ સૌને સદબુદ્ધિ આપે અને ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રભુ, પયગંબર અને ઈશુને પ્રાર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મૃત્યુ પછીની બધી બાબતો માન્યતા અને અંધશ્રદ્ધા જ છે!ઃ જીવન એટલે શ્વાસથી શૂન્ય સુધીની સફર!
ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે કે જમને તેડાં ન હોય. બીજી કહેવત છે કે, ડોશી મરે તેનો વાંધો નથી, પરંતુ જમ ઘર ભાળી જાય. વધુ એક કહેવત છે કે હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો! અન્ય એક કહેવત છે કે, ચિંતા ચિતા સમાન છે. ધરતીને એક ઉપનામ તરીકે મૃત્યુલોક પણ કહેવામાં આવે છે. ચિંતકો અને ગુરૃજનોએ જીવનની સાથે મૃત્યુ ઉપર પણ બહુ ફિલોસોફી કરી છે. અહી ફિલોસોફીથી વધુ કઈં કરી શકાય તેમ નથી. મને પણ મૃત્યુની એન્જિઑગ્રાફી કરવા માટે બહુ ફંફોસવું પડ્યું!
જીવન એટલે શ્વાસથી શૂન્ય સુધીનો પ્રવાસ. માણસને આદિકાળથી અકળ રહસ્યોમાં વધુ રસ પડે છે. સરળ બાબતોમાં તે ઊંડો ઉતરતો નથી. જ્યાં અકળતા દેખાય ત્યાં ચોંટી પડે છે. ક્યારેક તે અંધશ્રદ્ધા સુધી પંહોચી જાય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા ભણેલા ગણેલા પણ જોઈ શકતા નથી.
જન્મ પછી શું? બધાને ખબર છે. મૃત્યુ પછી શું? કોઈને ખબર નથી. આમ છતાં આત્માની શાંતિ માટે અસંખ્ય વિધિ વિધાનો પ્રચલિત છે. ધરતી ઉપર જીવતે જીવ ભટકતા લોકોના આત્માને શાંત કરવા માટે નહીં થતા હોય તેટલા પ્રયાસો મૃતાત્માને શાંતિ માટે કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિનો પાયો જ કરૃણા અને દયા ઉપર નિર્ભર છે. દરેક માન્યતા અને કર્મને કારણે અબોલ જીવોના ઉદ્ધાર માટે કરી છૂટવાની પ્રેરણા આપે છે. આ પૈકી મૃત પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ દરમિયાન છાપરા ઉપર કગડાને કાગવાસ નાખવામાં આવે છે. મોટું શ્રાદ્ધ હોય ત્યારે કાગડાઓને ખીર પૂરી પીરસવામાં આવે છે. બહુ શિક્ષિત લોકો પણ પિતૃઓ માટે આ કાર્ય કરતા જોવા મળે છે. શું કાગવાસ ખરેખર પ તિૃઓની શાંતિ માટે છે? માણસના મૃત્ય પછી નૉમિયું, દસમું અને વરશી સુધીની વિધિઓ કરવામાં આવે છે, જેથી મૃતકના આત્માને શાંતિ મળે અને ભવે ભવના ફેરામાંથી છૂટે. મૃત્યુના ૧૩ દિવસ સુધી આત્મા ધરતી ઉપર હોય છે તેવું શસ્ત્રો કહે છે. વિધિ વિધાન કર્યા પછી અનંત પરિભ્રમણ માટે આત્મા ચાલ્યો જાય છે.
કાશી
હિન્દુ શસ્ત્રો મુજબ કાશી અથવા વારાણસીનું મરણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અસંખ્ય વૃદ્ધો મૃત્યુ પછી મોક્ષ મળે તે આશામાં જીવનની છેલ્લી અવસ્થા કાશીમાં વિતાવે છે. અંતિમ ક્રિયા માટે ત્યાં મણિકર્ણિકા ઘાટ પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે, અહી જેના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને સીધો મોક્ષ મળે છે. ૬૬ યોનીના ફેરામાંથી મુક્તિ મળે છે. આ ઘાટ ઉપર ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ચિતાઓ સળગતી જોવા મળે છે.
બનારસ કે કાશી તરિકે પણ જાણીતું વારાણસી શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વના સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.
વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક-વિશ્વેશ્વર-મંદિર આવેલું છે. આદિકાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્ત્વને કારણે જ ગુજરાતીમાં કહેવત છે કે ''સુરતનું જમણ અને કાશીનું મરણ.''
કાશી નગરમાં જીવનનો અંતિમ સમય પસાર કરવાથી મનને શાંતિ મળે છે અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાથી આત્માને શાંતિ મળે છે. અહી પાર્વતીની બહેન અને ભગવાન શંકરના સાળી માતા ગંગા નદી સ્વરૃપે વહે છે. ગંગાજી સ્વયં સ્વર્ગમાંથી અવતર્યા હોવાથી તેને મોક્ષ માટેના પર્યાય માનવામાં આવે છે. ભગવાન શંકર, માતા પાર્વતી એ અહી આગમન કર્યું હતું ત્યારે અનેક દેવી દેવતાઓ પણ ગંગા ઘાટે પધાર્યા હતા. કહેવાય છે કે, રામ સીતાના લગ્ન પ્રસંગે દેવી દેવતાઓનો જે જમાવડો હતો તેના કરતાં પણ ભવ્યાતિ ભવ્ય દિવ્ય હાજરી અહી જોવા મળી હતી. આથી માન્યતા છે કે, મોક્ષ મળવા માટે કાશીમાં મૃત્યુ જરૃરી છે. ધરતી ઉપર એક માત્ર આ સ્થળ એવું છે જે સ્વર્ગ સાથે સીધો નાતો ધરાવે છે.
કાશીમાં મૃત્યુ અને હરદ્વારમાં અસ્થિ વિસર્જનનું બહુ મહત્ત્વ છે. હરદ્વારમાં મૃત્યુનું મહાત્મ નથી, અહી અસ્થિ વિસર્જન પૂરતું જ મહત્ત્વ છે.
લોકોની અંતિમ ઈચ્છા કે મૃત્યુ ઈચ્છા પણ હોય છે. થોડા વર્ષો પહેલાં દ્વારકાના વતની અને હાલ મુંબઈમાં મેગા કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા ધનાઢ્ય વ્યક્તિના પિતાએ માંદગીના અંતિમ તબક્કામાં કૃષ્ણ ભૂમિ દ્વારકામાં દેહ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધનાઢ્ય પુત્રએ પિતાની અંતિમ ઇચ્છાને માન આપી તેમને એર એમ્બ્યુલન્સમાં દ્વારકા લાવ્યા અને પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી!
શાસ્ત્રો
સજ્જન લોકોને શાંતિથી મૃત્યુ મળે અને દુર્જનો પીડા મૃત્યુ પામે તેવી માન્યતા તદ્દન ખોટી છે. સજ્જન વ્યક્તિ પણ લાંબો સમય પીડા ભોગવી અંતિમ શ્વાસ લે અને દુર્જન હાર્ટ એટેકથી ક્ષણમાં મરી તેવું બની શકે. રામાયણમાં મારિચ નામનો રાક્ષસ હતો, તેણે આખી જિંદગી ઋષિ મુનિઓના હવનમાં હાડકાં નાખ્યાં, પરંતુ તે અચાનક એક બાણ લાગવાથી મરી ગયો! લાંબી કોઈ પીડા ભોગવી નહીં. બીજી તરફ મહાભારતમાં ભીષ્મ પિતામહ ૧૪ દિવસ સુધી બાણ સૈયા ઉપર કણસતા રહ્યા. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં શાંતિથી મૃત્યુ પામી શક્યા નહીં. વિભીષણ રાક્ષસ હોવા છતાં ક્યાંય તેના મૃત્યુનો ઉલ્લેખ નથી. હિન્દુ શસ્ત્રો મુજબ એક માત્ર હનુમાનજીને અમરત્વ પ્રાપ્ત થયું હતું. યુધિષ્ઠિર કૂતરા સાથે સ્વર્ગમાં પ્રવેશવા જાય છે ત્યારે ભગવાન ઇન્દ્ર તેને રોકીને કહે છે કે, અહી માત્ર મનુષ્યને જ પ્રવેશ છે,પ્રાણીઓને નહીં. એવી માન્યતા છે કે, તેથી કૂતરા આજે પણ જ્યારે યમને જોવે છે ત્યારે રોવે છે! ભગવાન શિવ એક માત્ર વ્યક્તિ જે, તે આદિ દેવ કહેવાય છે અને તેને જન્મ કે મૃત્યુ નથી.
હિન્દુ કેલેન્ડરમાં મૃતકો માટે ખાસ શ્રાદ્ધ માસ આવે છે. આ મહિના દરમિયાન મૃતકોને શાંતિ માટે વિવિધ કર્યો કરવામાં આવે છે.
માન્યતા
માનવી કોઈ પણ ધર્મમાં માનતો હોય, અભણ હોય કે શિક્ષિત હોય, સ્ત્રી હોય કે પુરૃષ, ધનિક હોય કે નિર્ધન, કોઈને કોઈ માન્યતાઓમાં બંધાયેલો હોય છે. કેટલીક માન્યતાઓ કામચલાઉ હોય છે તો કેટલીક જડતાથી ચોંટેલી હોય છે. માન્યતા અને અંધશ્રદ્ધાને બહુ નજીકનો સંબંધ છે. જન્મ પછીનું બધું સત્ય પરંતુ મૃત્યુ પછીની તમામ બાબતો માન્યતા આધારિત છે. જન્મ પછી બાળક રડતું હોય અને તેને ખોરાક આપીએ તો તે ખુશ થાય અથવા રડવાનું બંધ કરી દે તે હકીકત છે પરંતુ મૃત્યુ પછી પીપળે પાણી રેડવાથી કે કાગડાઓને કાગ વાસ નાખવાથી મૃતકનો આત્મા ખુશ થાય કે તેને શાંતિ મળે તે માન્યતા છે અથવા અંધશ્રદ્ધા છે!
મારા માનવા અનુસાર અને જાણકારી મુજબ મરણ પછીની બધી માન્યતાઓ કે ભ્રમણાઓ હિન્દુ ધર્મમાં સૌથી વધુ છે. બીજા ધર્મોમાં પણ વિધિ વિધાન હોય છે, પરંતુ તે બહુ જૂજ હોય છે અથવા બહુ જૂજ લોકો તેને અનુસરે છે. મૃત્યુ પછી થતાં ધાર્મિક કર્યો મૃતક કરતાં તેના જીવીત સંબંધીઓને વધુ શાંતિ આપે છે. આપણે લોકો હકીકત કરતાં માન્યતાને વધુ પ્રોત્સાહન આપીએ છીએ. હમણાં હમણાં એવા મિમ્સ બહુ ચલે છે કે, અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સને ત્યાં કોઈ પરલોક દેખાણું નથી, કોઈ દેવતા કે અલૌકિક જીવોની હાજરી જણાઈ નથી. ઉપર કોઈ સ્વર્ગ કે નર્ક નથી.
યમલોક
સૂર્ય પુત્ર યમરાજને હિન્દુ ધર્મમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે. યમરાજ મૃત્યુ પછી વ્યક્તિના આત્માને તેના કર્મો અનુસાર ઉપરોક્ત સ્થાન પ્રદાન કરે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિએ સારા કાર્યો કર્યા હોય તો તેના આત્માને સ્વર્ગમાં સ્થાન મળશે, જ્યારે, જો કોઈ વ્યક્તિએ ખરાબ કાર્યો કર્યા હોય તો તેના આત્માને નરકની યાતનાઓ ભોગવવી પડશે. યમરાજ ફક્ત વ્યક્તિને મૃત્યુ જ નથી આપતા પણ મૃત્યુ પછીની યાત્રા પણ નક્કી કરે છે. તે શનિદેવના ભાઈ પણ હતા. કહેવાય છે કે, માણસનો જીવ લેવા માટે ભગવાન ઇન્દ્રના પ્રતિનિધિ યમ પાડા ઉપર બેસીને આવે છે. યમ રાજાએ યુધિષ્ઠિર સાથે સ્વર્ગના દ્વારે આવેલા કૂતરાને પ્રવેશ નહોતો આપ્યો એટલે આજે પણ કૂતરા રોવે ત્યારે યમનું આગમન થયું હોવાનું માનવામાં આવે છે.
ભારતીય પૌરાણિક કથાઓમાં, યમને મૃતકોના દેવ, વેદોમાં તેમને મૃત્યુ પામેલા પ્રથમ માણસ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જેમણે મૃત્યુના માર્ગને ઉજાગર કર્યો હતો, તે પછીથી બધા માનવો અનુસરે છે. તે દક્ષિણ (મૃત્યુનો પ્રદેશ)ના રક્ષક છે અને મૃતકોના વિશ્રામ સ્થાનનું નેતૃત્વ કરે છે, જે પૃથ્વીની નીચે સ્થિત છે. વેદોમાં, યમને પાપોની સજા આપનાર તરીકે નહીં, પરંતુ મૃતકોના સારા અને ખરાબ કાર્યોનું વજન કરનાર ન્યાયાધીશ (ધર્મરાજા) તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમને લાલ આંખો અને લાલ વસ્ત્રો સાથે, લીલા કે કાળા દેખાવમાં ભવ્ય તરીકે વર્ણવવામાં આવ્યા છે. તે ફાંસો અને ગદા ધરાવે છે, જેને ખોપરીથી શણગારવામાં આવી શકે છે, અને ભેંસ પર સવારી કરે છે. ચાર આંખોવાળા કૂતરા તેના રાજ્યના પ્રવેશદ્વારની રક્ષા કરે છે, અને કાગડો અને કબૂતર તેના સંદેશવાહક તરીકે કાર્ય કરે છે. યમ તિબેટ, ચીન અને જાપાનમાં બૌદ્ધ પૌરાણિક કથાઓમાં પણ છે , જ્યાં તેઓ મૃતકોના નિવાસસ્થાનના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે.
જીવન બગીચાની વસંત જેવું છે, પાનખર પણ તેની નિયતિ છે. ૬૪ યોનિમાં માનવ દેહ માત્ર એકવાર જ મળે છે. માનવ અવતાર મળ્યો છે ત્યારે પવિત્ર કર્યો, સદવિચાર, ભાઈચારો, લાગણી, ઉપકાર અને જીવદયાની ભાવના રાખવી. અંતિમ ક્ષણે ધન, દૌલત, જમીન જાયદાદ કે વાડી વજીફા કઈં સાથે નથી આવતું. સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જ ગયો હતો. કફનમાં ખિસ્સું હોતું નથી.
અસ્તુઃ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યે કાલી કાલી આંખેની બીજી સિઝને પણ જમાવટ કરીઃ એડોલન્સનો દરેક હપ્તો સિંગલ શોટમાં શુટ કરવામાં આવ્યો છે!
નાનો પડદો હવે મનોરંજનના ચાહકોના દિમાગ ઉપર પક્કડ જમાવી રહ્યો છે. જો કે, બીજી વાસ્તવિકતા એ પણ કે, કેટલીક અંગ્રેજી અને દક્ષિણ ભારતની ફિલ્મો એટલા વિશાળ લેન્ડસ્કેપ ઉપર તૈયાર કરવામાં આવે છે કે, દર્શકોએ ફરજિયાત તેની ખાસ ઇફેક્ટ માણવા માટે મોટા સિનેમા ઘરોમાં જવું જ પડે છે. જુરાસિક પાર્ક, સ્ટાર વોર્સ, બાહુબલી, આર.આર.આર, જેવી ફિલ્મો નાના પડદે મજા નથી આપતી. તેની સાઉન્ડ ઇફેક્ટ, વીએફએક્સ ઇફેક્ટ મોટા પડદે જ માણી શકાય છે. ભૂતકાળમાં શોલે ફિલ્મ આવી હતી, જે ૭૦ એમ.એમ.માં બની હતી અને લોકો ખાસ તે ફિલ્મને માણવા માટે રાજકોટની ગેલેક્સી સિનેમામાં જોવા જતા હતા. બીજા કોઈ સિનેમા હોલમાં તેના જેવી ડોલબી સાઉન્ડ સિસ્ટમ ન હતી! જો કે હવે ટેલિવિઝન પણ અપડેટ થઈ રહ્યા છે, પરંતુ સિનેમા હૉલ બની નથી શક્યા.
આજે વાત કરવી છે ઓટીટી મનોરંજનની. મનોરંજન જગતમાં જ્યારથી સિઝન કોન્સેપ્ટ આવ્યો છે ત્યારથી દર્શકો ગોટે ચડયા છે. માંડ મજા આવે, પ્લોટ જામે ત્યાં વાર્તા અધૂરી રહી જાય. બીજી સિઝન બે ચાર વર્ષ પછી આવે ત્યાં મૂળ વાર્તા ભૂલાય જાય છે. આગામી સમયમાં મહારાની-૪, ગુલ્લાક-૩, સનફ્લાવર-૩ આવી રહી છે.
યે કાલી કાલી આંખે
નેટફલીક્ષ ઉપર યે કાલી કાલી આંખેની બીજી સિઝન આવી, દર્શકોને બહુ મજા પાડી અને દરેક પાત્રોએ જમાવટ કરી. વિક્રાંત નામનો યુવાન સામાન્ય એન્જિનિયર નાની નોકરીની શોધમાં હોય છે ત્યારે અખેરાજ અવસ્થી નામના માથાભારે અને ભ્રષ્ટાચારી રાજકારણીને ત્યાં તેના પિતા તેને મોટા પગારની નોકરીએ રાખવી દે છે. અખેરાજની પુત્રી પૂર્વા સ્કૂલ સમયથી વિક્રાંતના પ્રેમમાં પડી હોય છે, વિક્રાંત બીજી યુવતી શિખાને પ્રેમ કરતો હોય છે. પૈસા, સત્તા, પ્રેમ અને ગુંડાગીરીની ભેળસેળ દર્શકોને ઝકડી રાખે છે. બીજો ભાગ ૬ એપિસોડ કરી ત્રીજા ભાગ માટે અધૂરો છોડી દીધો! શિખાનું શું થયું? પૂર્વા અને વિક્રાંત છેલ્લા દૃશ્યમાં ઘાયલ કેમ થયા? અખેરાજ અવસ્થીને શાર્પ શૂટરે ગોળી મારી તે વાગી કે નહીં? દર્શકો માંડ વાર્તામાં ડૂબ્યાં હતા ત્યાં રસ ભંગ થયો. દર્શકોના આકર્ષણ માટે અને રસભંગ ન થાય તે માટે ભાગની સંખ્યા વધારવાની જરૂર છે. આ વેબમાં દરેક સિઝનમાં ૧૦-૧૦ હપ્તા કરવા જોઈએ. જો કે અંગ્રેજી વેબ સિરિઝોમાં તો ૧૨ કે ૧૫ સિઝન પણ ચાલતી હોય તેવું બની શકે છે.
ખૌફ
અતિશય ક્રુર અને ભયાનક હોરર ટેલિવિઝન શ્રેણી છે. વર્કિંગ વુમન હોસ્ટેલમાં કમોતે મરેલા યુવકની આત્મા હાહાકાર મચાવે છે. મોનિકા પંવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણ, ગીતાંજલિ કુલકર્ણી અને શિલ્પા શુક્લા મુખ્ય કલાકારો છે. અહીં તમામ પુરૂષ પાત્રોને હૈવાન બતાવાયા છે. હોરર પસંદ કરતા દર્શકોને ગમે તેવી આ વેબ ફિલ્મ છે.
મધુ નામની યુવતી કોલેજકાળમાં બાળાત્કારનો ભોગ બને છે અને દિલ્હી નોકરીની શોધમાં ભટકે છે. મહા મહેનતે રી મોટ એરિયાની હોસ્ટેલમાં શ્રાપિત હોય તેવો ખખડધજ રૂમ મળે છે. આ શહેરમાં મનોરોગી હકીમ (રજત કપૂર) મહિલાઓની હત્યા કરી તેના લોહીમાં વિંછીને વાટીને મેળવે અને દર્દીઓની સારવાર કરે છે. ખૌફમાં દરેક પાત્રએ ભયાનક વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો છે. આ હોસ્ટેલમાં રહેતી અનેક મહિલાઓ પૈકી માત્ર ચાર મહિલાઓ જ અતૃપ્ત આત્માનો ભોગ બને છે.
અસંખ્ય ડરામણા અનુભવ થવા છતાં યુવતીઓ હોસ્ટેલ છોડીને કેમ જતી રહેતી નથી? તે પ્રશ્ન દર્શકોને કનડે છે! રજત કપૂર કસાયેલા કલાકાર છે અને અહી અર્ધ પાગલ હકીમની ભૂમિકા ભજવી છે. જે દવાના નામે દર્દીઓને ધીમું ઝેર પીવડાવે છે. આ દવા બનાવવા માટે યુવતીઓને છેતરીને પોતાના દવાખાનામાં લાવે છે અને ખૂન કરી તેના લોહીમાં ઝેર ભેળવી કહેવાતી દવા બનાવે છે. મજબૂત કાળજાના લોકોએ જ ખૌફ શ્રેણી જોવા ભલામણ છે.
છોરી-૨
હોરર વેબ છોરીની બીજી સિઝન આવી ગઈ છે. જે ૨૦૨૧ માં આવેલી છોરીની સિક્વલ છે. બીજી સિઝનમાં નુસરત ભરૂચા, સોહા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. સોહા પહેલીવાર અહી ડાર્ક શેડમાં જોવા મળે છે. ગામ ઉપર સૂર્યદેવનો પ્રકોપ દૂર કરવા બલિદાન માટે સાત વર્ષની છોકરીનું અપહરણ કરવામાં આવે છે. નુસરત તેની સાત વર્ષની પુત્રીને અંધશ્રદ્ધાળુ સંપ્રદાયથી બચાવવા માટે સંઘર્ષ ખેલે છે, અહી કબીલમાં સોહા અલી ખાન તાંત્રિક વિધિ કરી બલીને સાચવે છે. આ ખંડેરમાં અનેક માતા અને પુત્રીઓ અતૃપ્ત આત્મા તરીકે ભૂત બની ભટકતા હોય છે. હોરર પસંદ કરતા દર્શકોને એમેઝોનની આ વેબ ગમશે.
જ્વેલ થીફ-ધ હેઇસ્ટ બિગીન્સ
મનોરંજન જગતમાં કિંમતી હીરાની ચોરીની અસંખ્ય વાર્તાઓ આવી ગઈ. લગભગ દરેક ભાષામાં આ પ્રકારની ફિલ્મો અને વેબ બની. જ્વેલ થીફ નામે જ દેવ આનંદની ફિલ્મ આવી હતી. ૧૯૭૮ માં ધર્મેન્દ્ર અને ઝીનત અમાનંની ફિલ્મ શાલીમાર આવી હતી, તેમાં ૧૩૫ કરોડનો શાલીમાર હીરો ચોરવાની વાર્તા હતી અને તે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં બની હતી. સૈફ અલીખાન તેની નવીનત્તમ ફિલ્મ જ્વેલ થીફ ધ હેઇસ્ટ બિગિન્સમાં ૫૦૦ કરોડના રેડ સન નામના કિંમતી હિરાને ચોરવાની વાર્તા આવી છે. વેબમાં કઈં વખાણ કરવા જેવું નવીન નથી. જૂની બોટલમાં જૂનો દારૂજ ભરી દીધો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ પ્લેટફોર્મ નેટફલીક્ષ ઉપર છે. નિર્માતા આની હજુ ત્રીજી સિઝન પણ બનાવવાના છે!
એડોલન્સ
બાળકની ૧૨ થી ૧૮ વર્ષની વયને અંગ્રેજીમાં એડોલન્સ કહેવામાં આવે છે. આ વય દરમિયાન તેના દિમાગ ઉપર અંકિત થાય તે આખી જિંદગી તેના વર્તનમાં પ્રતિબિંબિત થાય. માત્ર ચાર હપ્તાની આ બ્રિટિશ વેબ શ્રેણીમાં બાળકના મગજ ઉપર સોશ્યલ મીડિયા, તેની અસર, સાયબર બુલીંગ, વિચારો આધારિત કથા રજૂ કરવામાં આવી છે.
આ વેબ ૧૩ વર્ષના જેમી મિલર (ઓવેન કૂપર) નામના સ્કૂલના છોકરા પર કેન્દ્રિત છે, જેમીની તેની સ્કૂલમાં એક છોકરીની હત્યા બાદ ધરપકડ કરવામાં આવે છે. ઇંગ્લેન્ડના એક શહેરમાં, સશસ્ત્ર પોલીસે એક પરિવારના ઘરે દરોડો પાડ્યો અને ૧૩ વર્ષના છોકરા જેમી મિલરની તેની સહાધ્યાયી કેટી લિયોનાર્ડની હત્યાના શંકાના આધારે ધરપકડ કરી. જેમીની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે અને પછી તેને સુરક્ષિત તાલીમ કેન્દ્રમાં કસ્ટડીમાં લેવામાં આવે છે. જેમીની શાળામાં તપાસ અને ફોરેન્સિક મનોવિજ્ઞાની દ્વારા ઇન્ટરવ્યૂ, સોશિયલ મીડિયા પર મળેલા મેનોસ્ફિયર અને ગુંડાગીરી સાથે સંકળાયેલી સ્ત્રીઓ પ્રત્યે જેમીના વિચારોને ઉજાગર કરે છે. ઘરે, જેમીનો પરિવાર જેમીની ધરપકડ અને ત્યારબાદ અટકાયતનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરતી વખતે સમુદાયના તેમના વિરોધનો સામનો કરે છે તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.
આ વેબની વિશિષ્ટતા એ છે કે તેના દરેક એપિસોડ એક જ ટેકમાં શૂટ કરવામાં આવ્યા હતા. બે દૃશ્યો વચ્ચે કેમેરા કટ આવતો જ નથી. ટેકનિકલી આ બહુ મોટી બાબત છે. અસામાન્ય દર્શકોને નેટફલીક્ષની આ વેબમાં જરૂર રસ પડશે.
ચમક- ધ કંકલયુઝન
''ચમક'' શ્રેણીમાં, એક યુવાન રેપર કાલા કેનેડા છોડીને પંજાબ આવે છે અને તેને ખબર પડે છે કે તેના સ્વર્ગસ્થ પિતા સુપ્રસિદ્ધ ગાયક તારા સિંહ હતા, જેમની સ્ટેજ પર હત્યા કરવામાં આવી હતી. જેમ જેમ કાલા રાજકારણ, ઓનર કિલિંગ અને કોર્પોરેટ હરીફાઈના જટિલ પરિદૃશ્યમાંથી પસાર થાય છે. તે એક મહત્ત્વાકાંક્ષી કલાકાર છે. એમસી સ્ક્વેર સાથે એક અચાનક રેપ સ્પર્ધા કાલાની લોકપ્રિયતામાં વધારો કરે છે. જોકે, તેની સફર અંધારામાં ફસાઈ જાય છે, સામ્રાજ્ય જે એક સમયે તેના પિતાની માલિકીનું હતું પરંતુ હવે પ્રતાપના હાથમાં છે. ત્રણ આકર્ષક સિદ્ધાંતો વચ્ચે-રાજકીય કાવતરાં, ઓનર કિલિંગ અથવા વ્યવસાયિક ટેકઓવર વચ્ચે આકાર લેતી વાર્તા પ્રેક્ષકોને ગમશે. ચમક સોની લિવ ઉપર છે.
આગામી આકર્ષણ
ધ ઈટનોટ ૩૦ એપ્રિલે રજૂ થઈ. ધ ઈટનોટ એ આર્જેન્ટિનાની કોમિક બુક આધારિત વિજ્ઞાન સાહિત્ય શ્રેણી છે. તેમાં બ્યુનોસ એરેસમાં એલિયન આક્રમણ સામે લડતા બચી ગયેલા લોકોને દર્શાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં તમને સમય યાત્રા અને થ્રિલર એકસાથે જોવા મળશે.
'અનધર સિમ્પલ ફેવર' ૧ મેના દિવસે એમેઝોન પ્રાઇમ ઉપર આવશે. ૨૦૧૮માં રિલીઝ થયેલી 'અ સિમ્પલ ફેવર'ની સિક્વલ છે. એક રસપ્રદ બ્લેક કોમેડી રહસ્ય છે. અન્ના કેન્ડ્રિક અને બ્લેક લાઇવલીની ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ ઇટાલીમાં એક લગ્નમાં થયેલી હત્યા પર આધારિત છે.
કોસ્ટાઓ ૧ મેના ઝી-૫ ઉપર આવશે. ૧૯૯૦ ના દાયકાના ગોવામાં સેટ કરેલી આ ફિલ્મ કોસ્ટાઓની આસપાસ ફરે છે, જે એક કસ્ટમ અધિકારી છે, તે ડ્રગ માલિકની હત્યા કર્યા પછી મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. અહી નવાઝુદ્દીન સિદ્દીકી કસ્ટમ અધિકારીની ભૂમિકામાં એક્શન મેન તરીકે જોવા મળશે.
'બ્રોમાન્સ'૧ મેના સોની લિવ ઉપર રજૂ થશે. મલયાલમ સિનેમાની શક્તિશાળી એડવેન્ચર કોમેડી 'બ્રોમાન્સ'ની વાર્તા બિન્ટો (મેથ્યુ થોમસ)ની આસપાસ ફરે છે જે એક જનરલ સર્જન છે. તેમાં અર્જુન અશોકન, મહિમા નામ્બિયાર, સંગીત પ્રતાપ અને કલાભવન શાજોન છે.
બ્લેક વ્હાઇટ એન્ડ ગ્રે-લવ કિલ્સ તા. ૨ મેના સોની લિવ ઉપર રજૂ થશે. આ ૭ એપિસોડની નાટક શ્રેણી છે. આ શ્રેણીમાં તિગ્માંશુ ધુલિયા, મયુર મોરે અને પલક જયસ્વાલ છે.
કુલ ૨મેના જીઓ હોટસ્ટાર ઉપર આવશે. નિમરત કૌર અને રિદ્ધિ ડોગરા અભિનીત આ થ્રિલર શ્રેણી શાહી પરિવારમાં હત્યા પછી સત્તા માટેનો સંઘર્ષ દર્શાવે છે. આ શ્રેણીમાં નિમરત કૌર ઇન્દિરાની ભૂમિકા ભજવે છે. જ્યારે રિદ્ધિ ડોગરા અને અમોલ પરાશર હરીફ ઉત્તરાધિકારી છે. રોબિનહૂડ ૧મેના ઝી-૫ ઉપર રજૂ થઈ છે. નીતિન અને શ્રીલીલાનો તેલુગુ એક્શન-રોમાન્સ હવે નાના પડદે આવે છે. વેંકી કુડુમુલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે અને માયથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત છે.
'નોબત'ના ચાહકો અને વાચકોને આ વેકેશન મનોરંજનમય રહે તેવી શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વર્તમાન પોપ ફ્રાન્સિસ ઉદારમતવાદી અને સેવાભાવી ધર્મગુરૂ હતાઃ પોપ પાયસ ૯ સૌથી લાંબો સમય ધર્મગુરૂની ગાદી ઉપર રહ્યા
વિશ્વના સૌથી શક્તિશાળી પ્રજાના ધર્મગુરૂ પોપનું તાજેતરમાં અવસાન થયું. ૮૮ વર્ષના પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમારી ભોગવતા હતા. રોમન કેથોલિકનું વડું મથક વેટિકન દુનિયાનો સૌથી નાનો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ છે. રોમન કેથોલિક ધર્મ ખ્રિસ્તી ધર્મની સૌથી મોટી શાખા છે, જેમાં રોમના બિશપ, જેને પોપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના આધ્યાત્મિક અધિકાર હેઠળના તમામ ચર્ચોનો સમાવેશ થાય છે. તે એક વૈશ્વિક સંસ્થા છે કેથોલિક ચર્ચનું મુખ્ય મથક વેટિકન સિટીમાં આવેલું છે.
કેથોલિક ચર્ચ પોપ દ્વારા સંચાલિત એક ધાર્મિક સંસ્થા છે, જેમને શ્રદ્ધા અને સામાજિક વ્યવહારના મામલામાં સર્વોચ્ચ સત્તા માનવામાં આવે છે.રોમન કૅથલિકો માને છે કે, બાઇબલ અને પવિત્ર પરંપરા (ચર્ચ દ્વારા પસાર કરાયેલા ઉપદેશો અને પ્રથાઓ) બંને સાક્ષાત્કારના અધિકૃત સ્ત્રોત છે.કૅથલિકો ઈસુની માતા મેરી અને અન્ય સંતોની પૂજા કરે છે, તેમને તે મના માટે પ્રાર્થના કરવાનું કહે છે. પોપ પાયસ ૯ સૌથી લાંબો સમય એટલેકે ૩૧ વર્ષ ૭ માસ સુધી વડા પદે રહ્યા હતા.
કેથોલિક ચર્ચ
કેથોલિક ચર્ચ, જેને રોમન કેથોલિક ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌથી મોટું ખ્રિસ્તી ચર્ચ જુથ છે, જેમાં ૨૦૨૪ સુધીમાં વિશ્વભરમાં ૨ અબજ ધાર્મિક દિક્ષા પામેલા કેથોલિકો છે. તે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક છે અને પશ્ચિમી સંસ્કૃતિના ઇતિહાસ અને વિકાસમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે. ચર્ચમાં ૨૪ સુઇ યુરીસ (સ્વાયત્ત) ચર્ચનો સમાવેશ થાય છે, જેમાં લેટિન ચર્ચ અને ૨૩ પૂર્વીય કેથોલિક ચર્ચનો સમાવેશ થાય છે, જેમાં વિશ્વભરમાં લગભગ ૪ હજાર ડાયોસીસ અને એપાર્ચીનો સમાવેશ થાય છે, દરેકની દેખરેખ એક અથવા વધુ બિશપ દ્વારા કરવામાં આવે છે. પોપ, જે રોમના બિશપ છે, તે ચર્ચના મુખ્ય પાદરી હોય છે. વેટિકન સિટીમાં સેન્ટ પીટર્સ બેસિલિકા, વિશ્વનું સૌથી મોટું કેથોલિક ચર્ચ બિલ્ડિંગ છે, જ્યાં સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ નિવાસ કરે છે.
કેથોલિક ચર્ચે પશ્ચિમી ફિલસૂફી, સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીત, કાયદો અને વિજ્ઞાન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. કેથોલિકો મિશન, ઇમિગ્રેશન, ડાયસ્પોરા અને ધર્માંતરણ દ્વારા સમગ્ર વિશ્વમાં નિવાસ કરે છે. પૂર્વીય કેથોલિક ચર્ચો, જેમાં આશરે ૧૮ મિલિયનની સંયુક્ત સભ્યપદ છે, તે પૂર્વીય ખ્રિસ્તીઓના એક જૂથનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ વિવિધ ઐતિહાસિક સંજોગોને કારણે આ જૂથો દરમિયાન અથવા પછી પોપ સાથે સમુદાયમાં પાછા ફર્યા હતા અથવા સમુદાયમાં રહ્યા હતા. ૧૬ મી સદીમાં, સુધારાને કારણે અલગ, પ્રોટેસ્ટન્ટ જૂથોની રચના થઈ.
હિટલર
૧૯૪૩ ની આસપાસ, એડોલ્ફ હિટલરે તત્કાલીન પોપનું અપહરણ કરી જર્મનીમાં તેમને નજરકેદ કરવાની યોજના બનાવી. તેમણે એસએસ જનરલ વુલ્ફને કાર્યવાહી માટે તૈયારી કરવા માટે આદેશ આપ્યો, યુદ્ધમાં વ્યસ્ત હિટલર તે યોજના પાર પાડી ન શક્યો, કારણકે તેને પોતાના જ જનરલોનો આ બાબતે વિરોધ સહન કરવો પડ્યો હતો. પોપ પાયસ બારમાને હોલોકોસ્ટ દરમિયાન લાખો યહૂદીઓને બચાવવામાં મદદ કરવાનું શ્રેય આપવામાં આવે છે, પરંતુ ચર્ચ પર તેના શિક્ષણ દ્વારા સદીઓથી યહૂદી વિરોધીતાને પ્રોત્સાહન આપવાનો અને નાઝી અત્યાચારોને રોકવા માટે યોગ્ય કામગીરી ન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
વર્તમાન
૨૦૦૫માં ચૂંટાયેલા પોપ બેનેડિક્ટ (૧૬), ધર્મનિરપેક્ષતા સામે પરંપરાગત ખ્રિસ્તી મૂલ્યોને સમર્થન આપવા અને રોમન ટ્રાઇડેન્ટાઇન માસના મહત્તમ ઉપયોગ માટે જાણીતા હતા, જેને તેમણે *અસાધારણ સ્વરૂપ* શીર્ષક આપ્યું હતું. વૃદ્ધાવસ્થાની નબળાઈઓને ધ્યાનમાં લઈને, બેનેડિક્ટે ૨૦૧૩ માં રાજીનામું આપ્યું, લગભગ ૬૦૦ વર્ષોમાં આ પ્રકારે રાજીનામું આપનાર પ્રથમ પોપ બન્યા હતા.
વર્તમાન પોપ ફ્રાન્સિસ બહુ ઉદાર મતવાદી અને સેવાભાવી ધર્મગુરૂ હતા. તેમણે વિવિધ ચર્ચો વચ્ચેની ગેરસમજણ દૂર કરી અને વિવિધ ધર્મગુરૂઓ સાથે સંવાદ સાધી તેમને નજીક લાવ્યા હતા. તેઓ શાંતિના પ્રખર ચાહક હતા અને શાંતિદૂત હતા. દુનિયાના રાજકીય નેતાઓ પોપ ફ્રાન્સીસીને માનતા અને સન્માન આપતા પરંતુ યુદ્ધ બાબતે તેમને ગણકારતા ન હતા! ઇઝરાયલ અને અમેરિકા દુનિયાના વિવિધ ભાગોમાં નરસંહાર કરતા હતા તેનો પોપ વિરોધ કરતા રહ્યા. અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે તેમણે માત્ર શાંતિના મુદ્દા ઉપર જ વાત કરી હતી. પોપ સ્પષ્ટ રીતે માનતા હતા કે શાંતિ જ સાચો ધર્મ છે.
૨૦૧૩માં દક્ષિણ ગોળાર્ધના પ્રથમ પોપ અને આઠમી સદીના ગ્રેગરી ૩ પછી યુરોપની બહારના પ્રથમ પોપ બન્યા. ફ્રાન્સિસે પૂર્વીય ચર્ચો સાથે કેથોલિક ધર્મના અંતરને વધુ નજીક લાવવાના પ્રયાસો કર્યા. તેમના સ્થાપના સમારોહમાં પૂર્વીય ઓર્થોડોક્સ ચર્ચના કોન્સ્ટેન્ટિનોપલના પેટ્રિઆર્ક બર્થોલોમ્યુએ હાજરી આપી હતી, જે ૧૦૫૪ પછી પહેલી વાર હતું, જ્યારે કોન્સ્ટેન્ટિનોપલના પૂર્વીય ઓર્થોડોક્સ એક્યુમેનિકલ પિતૃઆર્ક પોપના સ્થાપનમાં હાજરી આપી, જ્યારે તેઓ ૨૦૧૬માં મોસ્કોના પેટ્રિઆર્ક કિરીલને પણ મળ્યા હતા, જે સૌથી મોટા પૂર્વીય ઓર્થોડોક્સ ચર્ચના વડા હતા; ૧૦૫૪ બાદ આ બંને ચર્ચ વચ્ચેની પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક હતી. ૨૦૧૭માં ઇજિપ્તની મુલા કાત દરમિયાન, પોપ ફ્રાન્સિસે કોપ્ટિક ઓર્થોડોક્સ ચર્ચ સાથે પરસ્પર માન્યતા ફરીથી સ્થાપિત કરી હતી.
પ્રોટેસ્ટન્ટ
ખ્રિસ્તી ધર્મમાં બે ભાગ છે જેમાં એક કેથોલિક છે અને બીજે પ્રોટેસ્ટન્ટ. કૅથલિક અને પ્રોટેસ્ટંટ ધર્મ વચ્ચેનો મુખ્ય તફાવત પોપના અધિકાર અને બાઇબલના અર્થઘટનની આસપાસ ફરે છે. કૅથલિકો પોપના અધિકારને પીટરના અનુગામી અને ચર્ચના વડા તરીકે માને છે, જ્યારે પ્રોટેસ્ટંટ સામાન્ય રીતે શાસ્ત્રના વ્યક્તિગત અર્થઘટન અને બાઇબલને અધિકારના એકમાત્ર સ્ત્રોત તરીકે ભાર મૂકે છે. વધુમાં, કૅથલિકો સાત સંસ્કારોને માન્યતા આપે છે, જ્યારે મોટાભાગના પ્રોટેસ્ટંટ ફક્ત બેને માન્યતા આપે છેઃ બાપ્તિસ્મા અને ધર્મપ્રચાર. પ્રોટેસ્ટંટ ધર્મમાં કેથોલિક ચર્ચની જેમ એક જ, સર્વોચ્ચ વડા કે પોપ નથી. તેના બદલે, વિવિધ સંપ્રદાયોમાં વિવિધ મંત્રીઓ અને પાદરીઓ વચ્ચે સત્તા વહેંચવામાં આવે છે. આ વિકેન્દ્રિત માળખું પ્રોટેસ્ટંટ ધર્મનું મુખ્ય લક્ષણ છે. અગ્રણી પ્રોટેસ્ટંટ સંપ્રદાયોમાં એંગ્લિકનિઝમ, પ્રેસ્બીટેરિયનિઝમ, મેથોડિઝમ, પેન્ટેકોસ્ટાલિઝમ અને બાપ્ટિસ્ટનો સમાવેશ થાય છે.
પોપ ફ્રાન્સિસ
વર્તમાન પોપ ફ્રાન્સિસનું મૂળ નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૩૬ના જન્મ અને ૨૧ એપ્રિલ ૨૦૨૫ના દિવસે હૃદયરોગના હુમલામાં અવસાન થયું. ૨૦૧૩ થી ૨૦૨૫ સુધી કેથોલિક ચર્ચના વડા અને વેટિકન િ સટી સ્ટેટના સાર્વભૌમ હતા. તેઓ સોસાયટી ઓફ જીસસ (જેસુઈટ ઓર્ડર)ના પ્રથમ પોપ હતા, પ્રથમ લેટિન અમેરિકન, અમેરિકાના પ્રથમ, દક્ષિણ ગોળાર્ધના પ્રથમ અને આઠમી સદીના સીરિયન પોપ ગ્રેગરી પછી યુરોપની બહાર જન્મેલા અથવા ઉછરેલા પ્રથમ પોપ હતા.
વેટિકન સિટી
વેટિકન સિટી, સત્તાવાર રીતે વેટિકન સિટી સ્ટેટએક ભૂમિગત દેશ અને એન્ક્લેવ છે જે રોમ, ઇટાલીથી ઘેરાયેલો છે અને ઐતિહાસિક રીતે તેનો એક ભાગ છે. તે ૧૯૨૯ માં લેટરન સંધિ સાથે ઇટાલીથી સ્વતંત્ર બન્યું, અને હોલી સીના ''સંપૂર્ણ માલિકી, વિશિષ્ટ પ્રભુત્વ અને સાર્વભૌમ સત્તા અને અધિકારક્ષેત્ર'' હેઠળ એક અલગ પ્રદેશ છે, જે પોતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એક સાર્વભૌમ એન્ટિટી છે, જે શહેર-રાજ્યની ટેમ્પોરલ પાવર, શાસન, રાજદ્વારી અને આધ્યાત્મિક સ્વતંત્રતા જાળવી રાખે છે.
૪૯ હેક્ટર (૧૨૧ એકર)ના ક્ષેત્રફળ અને લગભગ (૨૦૨૪ સુધીમાં)ની વસ્તી સાથે, તે ક્ષેત્રફળમાં માત્ર ૧૧૦૦ નાગરિકો ધરાવતું વિશ્વનું સૌથી નાનું સાર્વભૌમ રાજ્ય છે. તે વિશ્વની સૌથી ઓછી વસ્તીવાળી રાજધાનીઓમાંનું એક પણ છે. હોલી સી દ્વારા સંચાલિત, વેટિકન સિટી સ્ટેટ એક ચર્ચ અથવા ધાર્મિક-રાજાશાહી રાજ્ય છે જે પોપ દ્વારા શાસિત છે, જે રોમના બિશપ અને કેથોલિક ચર્ચના વડા છે. રાજ્યના સર્વોચ્ચ કાર્યકર્તાઓ વિવિધ મૂળના બધા કેથોલિક પાદરીઓ છે. એવિગ્નન પોપસી પછી પોપ મુખ્યત્વે એપોસ્ટોલિક પેલેસમાં રહેતા હતા જે હવે વેટિકન સિટી છે, જોકે ક્યારેક રોમમાં અથવા અન્યત્ર ક્વિરિનલ પેલેસમાં રહે છે.
વેટિકન સિટીમાં સેન્ટ પીટર્સ બેસિલિકા, સિસ્ટાઇન ચેપલ, વેટિકન એપોસ્ટોલિક લાઇબ્રેરી અને વેટિકન મ્યુઝિયમ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો છે. તેમાં વિશ્વના કેટલાક સૌથી પ્રખ્યાત ચિત્રો અને શિલ્પો છે. વેટિકન સિટીની અનોખી અર્થવ્યવસ્થાને કેથોલિક વિશ્વાસીઓના દાન, ટપાલ ટિકિટો અને સ્મૃતિચિત્રોના વેચાણ, સંગ્રહાલયોમાં પ્રવેશ ફી અને પ્રકાશનોના વેચાણ દ્વારા નાણાકીય રીતે ટેકો મળે છે. વેટિકન સિટીમાં કોઈ કર નથી, અને તમામ વસ્તુઓ ડ્યુટી-ફ્રી છે. વિશ્વના તમામ ધર્મોના લોકો વેટિકન સિટીની મુલાકાતે આવે છે. અહી કોઈ પ્રવેશ બંધી નથી. વિશ્વનું આ નમૂનેદાર શહેર કે દેશ છે.
વેટિકન સિટીનું વાતાવરણ સમશીતોષ્ણ, ભૂમધ્ય આબોહવા છે. અહી ઓક્ટોબરથી મધ્ય મે સુધી હળવો, વરસાદી શિયાળો અને મે થી સપ્ટેમ્બર સુધી ગરમ, શુષ્ક ઉનાળો રહે છે. મુખ્યત્વે ધુમ્મસ અને ઝાકળ પણ અનુભવાય છે. ૨૮ જૂન ૨૦૨૨ ના અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું. વેટિકન સિટીને પોતાની કોઈ પોલીસ કે સૈન્ય નથી. સમગ્ર દેશનું સંચાલન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે.
અહી વિવિધ સ્થળોના પ્રવેશ ટિકિટ લેવી પડે છે. જો તમે રોમ સિટી પાસ ખરીદો, જેમાં કોલોસીયમ અને વેટિકન મ્યુઝિયમ જેવા વિવિધ પર્યટન સ્થળોમાં પ્રવેશનો સમાવેશ થાય છે. ઓન લાઇન એડવાન્સ ટિકિટ બુક કરાવી લેવી હિતાવહ છે.
વિઝા
ભારતીય નાગરિકોને વેટિકન સિટીની મુલાકાત લેવા માટે શેંગેન વિઝાની જરૂર પડે છે કારણ કે ત્યાં ફક્ત ઇટાલી દ્વારા જ પહોંચી શકાય છે અને તેને શેંગેન વિસ્તારનો ભાગ માનવામાં આવે છે. વેટિકન સિટીની પોતાની વિઝા ન હોવાથી, ભારતીય પ્રવાસીઓએ માન્ય ઇટાલિયન શેંગેન વિઝા અથવા અન્ય શેંગેન દેશનો વિઝા મેળવવો આવશ્યક છે.
માર્ગ
ભારતના બેંગલુરૂથી વેટિકન સિટી જવા માટે, તમારે બેંગલુરૂથી રોમ, ઇટાલી સુધી વિમાન દ્વારા પંહોચી શકાય છે, કારણ કે વેટિકન સિટી રોમની અંદર એક સ્વતંત્ર રાજ્ય છે. સૌથી સામાન્ય રૂટમાં રોમમાં લિયોનાર્ડો દા વિન્સી-ફ્યુમિસિનો એરપોર્ટ (એફસીઓ) સુધી ઉડાન ભરવી અને પછી જાહેર પરિવહન અથવા ટેક્સી/રાઇડ-શેરિંગ સેવાનો ઉપયોગ કરીને વેટિકન સિટી જવું પડે છે.
દુનિયામાં વેટિકન એકમાત્ર સંપૂર્ણ ધાર્મિક દેશ છે, જેની કોઈ વ્યાપારિક કે ઉત્પાદકીય પ્રવૃત્તિ નથી. આ એક જ ધર્મનું વડું મથક છે. પોપના નિધનથી અહી શોકનું મોજું છે. નવા પોપની વરણી ટૂંક સમયમાં કરવામાં આવશે. નવા પોપ દુનિયામાં સાચા અર્થમાં શાંતિ લાવે અને યુદ્ધ સમાપ્ત થાય તેવી પ્રભુ ઈસુને અભ્યર્થના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્યમાં અગ્નિ શમનના નક્કર અભ્યાસક્રમની જ ખામી!: રાજ્યનું અડધું ફાયર તંત્ર ઇન્ચાર્જના ભરોસે!
ગુજરાતમાં રહેણાંક અને ધંધાદારી વિસ્તારોમાં અકસ્માતે વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટનાઓ બહુ ઝડપથી વધી રહી છે. અનેક લોકો જીવ ગુમાવે છે અથવા આખી જિંદગી પીડા ભોગવે તે હદે ઘાયલ થાય છે. આવા ગંભીર અકસ્ માતોમાંથી હોસ્પિટલો પણ બાકાત નથી. સુરતના ટ્યુશન ક્લાસથી લઈ રાજકોટના ગેમ ઝોન સુધીની દુર્ઘટનાઓ માન સપટ ઉપરથી ભૂંસાતી નથી. અમદાવાદના અમરાઇ વાડી વિસ્તારમાં પુષ્કર એપાર્ટમેન્ટમાં માતા અને પુત્રીઓએ જીવ બચાવવા જે લાચારી ભોગવી તે દૃશ્યો નિહાળી હૃદય દ્રવી ઉઠ્યું. સુરતના સાત બેડ રૂમના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ આગની લપેટમાં ભરખાઈ ગયું. ગુજરાતમાં આગની ઘટનાઓ હવે બહુ ઝડપથી વધી રહી છે ત્યારે આપણે આપણી જૂની ઘરેડની માનસિકતા અનુસાર શોર્ટ સર્કિટનો રિપોર્ટ બનાવી ફરજ પૂરી કરી રહ્યાં છીએ. આપણને ઊંડા ઉતરવાનો સમય નથી, દાનત નથી કે તે માટેનું જ્ઞાન નથી તે રામ જાણે!
સુરતના એપાર્ટમેન્ટમાં જાણવા મળ્યા અનુસાર ફ્લેટધારકે બાથરૂમમાં અતિ ઉચ્ચ કહી શકાય તેવી સોના બાથ સીસ્ટમ પોતાના બાથરૂમમાં ફીટ કરાવી હતી. સાંજે સોના બાથ લીધા પછી ઇલેકટ્રીક સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયા અને સવારે આગ ભભૂકી ઉઠી! જાણકાર વ્યક્તિના કહેવા અનુસાર પાણીને વરાળમાં તબદીલ કરતી આ સિસ્ટમ ગુજરાતના ઉનાળા માટે અર્થહીન છે. ઠંડા સમયે અને ઠંડા પ્રદેશોમાં તે ચાલે. ભૂલકણા લોકો માટે તો આવી કોઈ આધુનિક સિસ્ટમ ન ચાલે.
ગુજરાતમાં ફાયર બ્રિગેડ તંત્રને લૂણો લાગ્યો છે. અડધું તંત્ર ઇન્ચાર્જ અધિકારીઓ સંભાળી રહ્યા છે. કાયમી છે તે પૈકીના કેટલાક તો પ્રિ- મેચ્યોર રાજીનામા ધરી બેઠા છે. ૧૪ એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ ડે પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકમાં પ્રથમ એવો દિવસ રહ્યો કે જ્યારે આ ઉજવણીમાં ફાયર શાખાનો કોઈ ઉચ્ચ અધિકારી હાજર ન હતો!
બેજવાબદાર
આપણે મૂળભૂત પ્રકૃતિ અનુસાર બહુ બેજવાબદાર લોકો છીએ. ખિસ્સામાં રૂપિયા આવે એટલે ગામ આખાને ખિસ્સામાં લઈને ફરવા લાગીએ છીએ. ચોરી કે કાયદાનો ભંગ કરવાની બાબતોને વટ તરીકે રજૂ કરીએ છીએ. અડધી રાત્રે દારૂ પી લકઝરી એસ.યુ.વી. લઈ નબીરાઓ નિર્દોષ લોકોને કચડી મારે છે. હજારો દુર્ઘટનાઓ પછી પણ આપણે સુધરતા નથી. છટક બારી નામની વૃત્તિ આપણાં લોહીમાં ભળી ગઈ છે.
મોટા ભાગની દુર્ઘટનાઓ પાછળ આવી બેદરકારી કે મનોવૃતિ જ હોય છે. આપણામાં શિક્ષણ આવ્યું પરંતુ અણઘડતા વધી છે. સારા રોડ સ્મૂધ ડ્રાઇવિંગ માટે છે, આપણે તેને બેફામ ડ્રાઇવિંગ રોડ બનાવી દીધા છે. વડોદરા-સુરત રોડ સિક્સ લેન છે, પરંતુ વાહનો ત્યાં બેફામ ઝડપે દોડે છે. જાણે સીધા સ્વર્ગમાં રોડ જતો હોય તેટલી ઝડપ હોય છે.
આગ લાગવાની મોટાભાગની દુર્ઘટનાઓમાં બેદરકારી મુખ્ય હોય છે, ગણ્યા ગાંઠ્યા બનાવોમાં વીમો પકવવાની ગણતરી પણ હોય છે. ડીસામાં ફટાકડા બનાવવાનું કારખાનું ભગવાન ભરોસે ચાલતું હતું. ત્યાંના શ્રમિકોને ફટાકડા બનાવવાનો કે તેના જોખમો બાબતે અનુભવ કે જાણકારી ન હતી. જ્યાં દારૂખાનું રાખ્યું હતું ત્યાં જ રસોઈ બનાવતા હતા! વાસ્તવમાં સલામતીના પગલાં લેવા તે માલિક અને સંચાલકની જવાબદારી હોય છે.
રાજકોટમાં ગેમઝોનની આગ તો ઠરી ગઈ પરંતુ ફાયર શાખાનો ભ્રષ્ટાચાર હજુ ધગધગી રહ્યો છે. ગુજરાતમાં સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ લગભગ નહિવત છે. અમેરિકામાં તો ઘરમાં અગરબત્તી કરવામાં આવે કે પૂરી ત ળવામાં આવે તો પણ તેના ધૂમડાને કારણે ફાયર એલાર્મ ધણધણી ઉઠે છે. આગની દુર્ઘટનામાં ચેતવણી પણ બચાવ માટેનું મોટું માધ્યમ છે. ગુજરાતમાં આગના બનાવોમાં ચેતવણી સિસ્ટમનો અભાવ પણ જવાબદાર છે. આગ લાગે ત્યારે લોકો બચાવો બચાઓ નું બૂમો પાડે છે, જે દૂર સુધી જતી નથી અને આગની આસપાસના લોકો ભાગી શકતા નથી, આગની ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
અગ્નિશમનના સાધનોનું બહુ મોટું માર્કેટ છે. જેમાં મોટો હિસ્સો આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓનો છે.
આમ કેમ?
બહુમાળી ઇમરતોમાં આગ બોમ્બ ધડાકાની જેમ ગણતરીની ક્ષણોમાં ફેલાઈ જાય છે. વાસ્તવમાં આગને ફેલાતાં સમય લાગે, ભાગી શકાય છે. વિસ્ફોટથી બચી ન શકાય તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ ક્રમશઃ આગળ વધતી આગ તો બચાવ માટે સમય આપે જ છે. તો પછી સમય કેમ નથી મળતો?
આપણે દૃશ્યો જોઈ કહીએ કે, અગ્નિગ્રસ્ત મોટા એપાર્ટમેન્ટ કે વ્યાપારી સંકુલોમાં લોકોને ભાગવાનો સમય પણ નથી મળતો અને જીવતા ભુંજાઈ જાય છે. બોબ્બ વિસ્ફોટ થાય તો સમજ્યા કે ભાગવાનો સમય ન મળે! પરંતુ આગની ઘટનામાં ભાગવું શક્ય છે. મારા મત પ્રમાણે આપણી ચેતવણી સિસ્ટમ અતિશય નબળી છે. આગ લાગતાં જ ફાયર એલાર્મ ધણધણી ઊઠવો જોઈએ. અહી તો એપાર્ટમેન્ટનો ૫૦ ટકા ભાગ રાખ થઈ જાય તો પણ બંધ ફ્લેટમાં ખબર નથી પડતી!
તંત્રની લાચારી
વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે, બાંધકામ પણ જેટ સ્પીડથી થાય છે, સરકાર પાસે કાયદા અને સલામતીનો અમલ કરવા માટે પૂરતું મહેકમ નથી, જે છે તેમાં અનેક ફૂટેલા લોકો છે. ગુજરાતમાં ફાયર ફાઇટિંગ (અગ્નિશમન) માટેના શિક્ષણની શું હાલત છે તે ખબર નથી. પરિસ્થિતિ વકરી રહી છે. મહાનગરોમાં તો ફાયર બ્રિગેડ મજબૂત હોય છે પરંતુ નગરપાલિકા કક્ષાએ તો કંગાળ સ્થિતિ છે. મહાનગરોમાં બહુમાળી આવાસો ઝડપથી વધી રહ્યા છે, ત્યાં પંહોચી શકે તેવા સાધનો બહુ જૂજ છે. દુબઈ કે શાંઘાઇ જેવા વિસ્તારોમાં હવે રોબોટ અને ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારમાં ડાઇરેક્ટર જનરલ ફાયર સર્વિસિસ સિવિલ ડિફેન્સ ઍન્ડ હોમગાર્ડ્સ નામનો વીભાગ છે જે ગૃહ વિભાગ હેઠળ આવે છે. આ વેબસાઇટ પણ ૨૦૧૫ પછી અપડેટ થઈ હોય તેમ લાગતું નથી! ધડિરેક્ટોરેટ, સ્ટેટ ફાયરપ્રીવેન્શન સર્વિસિસની સ્થાપન ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૫ માં કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ નામની વેબસાઇટ પણ છે જ્યાં વિવિધ પ્રકારની મંજૂરીઓ મેળવવા માટેની અરજીઓ કરી શકાય છે. ગુજરાત સરકાર અગ્નિ શમન માટેના આધુનિક સાધનો વસાવે છે પરંતુ પૂર્ણ શિક્ષિત અને પૂરતા કર્મચારીઓનો અભાવ હોવાનું જણાય છે. ગુજરાતને ઔધ્યોિ ગક રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે પરંતુ ઔધ્યોગિક સલામતી માટે ખાટલે મોટી ખોટ છે. બહુમાળી બાંધકામ વધી રહ્યા છે અને વિસ્તાર પણ વધી રહ્યો છે ત્યારે માત્ર જમીન ઉપરથી બચાવ કામગીરી કરવાનો ખ્યાલ હવે છોડી દેવો જોઈએ અને હેલિકોપ્ટર નો ઉપયોગ થઈ શકે તે બાબતે પણ વિચાર કરવાની જરૂર છે. ગુજરાત સરકાર હવે ધીરે ધીરે જાગે છે અને ગુજરાતમાં વન સ્ટેટ, વન ફાયર સર્વિસ નામની વહીવટી વ્યવસ્થા ઊભી કરવાનો ઇરાદો ધરાવે છે.
શિક્ષણ
અગ્નિશમન બહુ મહત્ત્વની અને આવશ્યક સેવા, નોકરી છે. આ વિષય ઉપરના મારા અભ્યાસમાં જણાયું કે ગુજરાતમાં આ બાબતેના શિક્ષણ કે તાલીનમી નામ પૂરતી વ્યવસ્થા છે. બહુ જૂજ જગ્યાએ અને સરકારી રીતે ફાયર ફાઇટિંગ માટેના અભ્યાસક્રમ ચાલે છે. આ ક્ષેત્રમાં નોકરી માટે ચીફ ફાયર ઓફિસર બનવા માટે જરૂરી કોઈ અભ્યાસક્રમ ગુજરાતમાં ૨૧મી સદીમાં ઉપલબ્ધ નથી. હાલમાં નાગપુરની સંસ્થામાં ચાલતા આ વિષયના અભ્યાસને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં માત્ર નીચલી પાયારીના ફાયરમેન કોર્ષ કેટલાક શહેરોમાં ખાનગી સંસ્થાઓ ચલાવે છે, જેમાં ધોરણ ૧૦ પછી પ્રવેશ મળે છે. જામનગરમાં એક ખાનગી સંસ્થા આ અભ્યાસક્રમ ચલાવી રહી છે અને તેમાં ૫૦ બેઠકો છે.
જાનમાલની સલામતી માટે આધુનિક અગ્નિશમન પદ્ધતિ અને ૨૧ મી સદીના સાધનોનું શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર ગંભીર હોય તેમ જણાતું નથી. વાસ્તવમાં ગુજરાત સરકારે ધોરણ ૧૨ પછી ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ હોવો જોઈએ, જેથી ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ અને અધિકારીઓ મળી રહે.
ગુજરાતમાં જોખમી કેમિકલ બનાવતા એકમો વધી રહ્યા છે, હાઇ રાઇઝ આવાસોનું પ્રમાણ વધી રહ્યું છે, ફાયર ફાઇટિંગ માટેના આધુનિક સાધનો અને પદ્ધતિ સંશોધન માટે પણ વિશાળ અવકાશ છે ત્યારે ગુજરાત સરકારે આ માટેની અલાયદી ઇન્સ્ટિટ્યુટ કરવાની જરૂર છે.
વિશેષ
હિન્દુ સંસ્કૃતિમાં આગની કેટલીક યાદગાર ઘટનાઓ છે. મહાભારતમાં લાક્ષાગૃહ અને રામાયણમાં લંકા દહન આજે પણ રોચક પ્રસંગ મનાય છે. ૧૯૭૪ માં હોલિવૂડની અંગ્રેજી ફિલ્મ ટાવરિંગ ઇનફર્નો આવી હતી જેમાં અમેરિકાના સૌથી ઊંચા બહુમાળી મકાનમાં ભયંકર આગ ફાટી નીકળે છે. એન્જિઑગ્રાફીના લેખકે રાજકોટના ગેલેક્સી સિનેમામાં આ ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે, મકાનો આટલાં ઊંચા હોય શકે છે અને આગ આટલી વિકરાળ અને ભયાનક હોઈ શકે છે. ત્યારબાદ ૧૯૮૦માં રજૂ થયેલી બી. આર. ચોપરાની બૉલીવુડ હિન્દી ફિલ્મ ધ બર્નિગ ટ્રેન પણ સફળ રહી. ૨૦૨૪ માં રજૂ થયેલી પ્રતિક ગાંધીની ફિલ્મ અગ્નિ પણ સફળ રહી. મધર ઈન્ડિયા ફિલ્મના દૃશ્યમાં અભિનેત્રી નરગીસ શુટીંગ દરમિયાન સાચ્ચે આગમાં ફસાઈ ગઈ હતી અને તે ફિલ્મના હીરો સુનિલ દત્તે સાહસ બતાવી તેને ઉગરી લીધી હતી, આ ઘટનાને કારણે બન્ને પ્રેમમાં પડ્યા અને ઘર સંસાર માંડ્યો હતો!
ફરી વાચકોને યાદ કરાવવાનું કે ગુજરાતમાં અગ્નિશમન તંત્ર ખુદ અવ્યવસ્થાની આગમાં લપેટાયું છે. અહી ભરતી, ખરીદી, શિક્ષણ અને ભ્રષ્ટાચાર બાબતે તત્કાળ ફાયર ફાઇટિંગ કરવાની જરૂર છે.
'નોબત'ના વાચકો અને ચાહકો આગથી બચવા માટે ગુણવત્તા વાળા સાધનો અને વાયરો વાપરે, સાવચેતી જાળવે અને આગની ઘટના સમયે બીજાને બચાવવામાં મદદ કરે તેવો અનુરોધ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૫૫ ફિલ્મોમાં કામ કર્યુંઃ મનોજ કુમારને પ્રથમ સફળતા હરિયાલી ઔર રસ્તા ફિલ્મથી મળી
એન્જિનિયરિંગની ડિગ્રી લઈ બેકાર ફરતા ભારત નામના યુવાનની જિંદગીમાં આવતી સમસ્યાઓ મનોજ કુમારે ફિલ્મ રોટી કપડા ઔર મકાનમાં અદભૂત રીતે વર્ણવી! બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ જેવા ગીતની રચના કરી આખા સમાજની હાલત વર્ણવી દીધી! મનોજ કુમાર ભારતીય ફિલ્મોના વર્સેટાઈલ નિર્માતા, નિર્દેશક અને અભિનેતા રહ્યા. તેનો દેશપ્રેમ માત્ર ટિકિટ બારી સુધી સીમિત ન હતો, તે દર્શકોના દિલ દિમાગમાં સ્થાન ધરાવતા હતા. ભારતીય સિનેમા જ ગતમાં ટોચના પાંચ કલાકારોની નામાવલી તૈયાર કરવામાં આવે તો તેમાં મનોજ કુમારનું નામ અવસ્ય લખવું પડે. મનોજજી ઉપર મહાનિબંધ લખો તો પીએચ. ડી.ની ડિગ્રી મેળવી શકાય. નિર્માતા દિગ્દર્શક તરીકે દેશભક્તિ તેમનો પ્રિય વિષય હતો. વર્તમાન સમયમાં તો ૧૦ માંથી ૮ નિર્માતા યેનકેન પ્રકારે દેશભક્તિને વાર્તામાં ગોઠવી દે છે. મનોજ કુમાર આ પૈકીના ન હતા. તે વ્યવસાઈક રીતે ધંધાદારી હતા, પરંતુ કલાકાર તરીકે દિલથી દેશપ્રેમી રહ્યા. તે સમયના દર્શકો પણ તેની ફિલ્મો માન મરતબા સાથે જોતા હતા. ફિલ્મ રોટી કપડા ઔર મકાન તેના વિષય અને માવજત માટે આજે પણ લોકો યાદ કરે છે. શોરમાં અકસ્માતે વાચા ગુમાવી બેઠેલા પુત્રના પિતાની વ્યથા મનોજ કુમારે અદ્ભુત રીતે નિભાવી. પુત્રના મૌનને કારણે પિતાને દુનિયાના બધા અવાજ કોલાહલ જ લાગે છે.
મનોજ કુમાર મસાલા ફિલ્મ બનાવતા હતા. રોટી કપડા ઔર મકાનમાં જિન્નત અમાન અને શોરમાં જયા ભાદુરી ઉપરના ગીતો વરસાદમાં શુટ કરી પોતાના રસિક મિજાજનો પરિચય કારાવ્યો. બીજી તરફ પુરબ ઔર પશ્ચિમનું જય જગદીશ હરે આજે પણ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગાવામાં આવે છે.
આજના નિર્માતાઓ સરકારને પસંદ પડે તેવા વિષયો અને દૃષ્ટિકોણ ધરાવતી વાર્તાઓ લખે છે. મનોજ કુમાર આવી માટીના માનવી ન હતા. હળવી ભાષામાં એમ પણ લખી શકાય કે તે અફઘાન ત્રાસવાદી નેતા ઓસામા બિન લાદેન સાથે શાબ્દિક અનુસંધાન ધરાવતા હતા. મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનના અબોટાબાદમાં થયો હતો અને લાદેનનું મૃત્યુ પણ અબોટાબાદમાં જ થયું હતું!
મનોજ કુમાર
મનોજ કુમારનું મૂળ નામ હરિકૃષ્ણગિરિ ગોસ્વામી; જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૭ ના અને મૃત્યુ ૪ એપ્રિલ ૨૦૨૫ના દિવશે. એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક, ગીતકાર અને સંપાદક હતા જેમણે હિન્દી સિનેમામાં કામ કર્યું હતું. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૫૫ ફિલ્મોમાં કામ કર્યું. તેમને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી સફળ અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. દેશભક્તિ ફિલ્મોના વલણની શરૃઆત કરવા માટે જાણીતા થતાં તેમને ભારત કુમાર ઉપનામ આપવામાં આવ્યું હતું. ભારતીય સિનેમા અને કલામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૫માં સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સાત ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત કરનાર પણ હતા.
મનોજ કુમારનો જન્મ બ્રિટિશ ભારત (હાલના ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાન)ના ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતના એબોટાબાદ શહેરમાં એક પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું જન્મ નામ હરિકૃષ્ણગિરી ગોસ્વામી. જ્યારે તેઓ ૧૦ વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર ભાગલાને કારણે જંડિયાલા શેરખાનથી દિલ્હી સ્થળાંતરિત થયો હતો. મનોજ કુમારે ફિલ્મોમાં નસીબ અજમાવતા પહેલા હિન્દુ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ અભિનેતા દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલના પ્રશંસક હતા અને શબનમમાં દિલીપ કુમારના પાત્ર પરથી પોતાનું નામ મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું.
કારકિર્દી
મનોજ કુમારનો કલાકાર તરીકેનો પ્રથમ તબક્કો ૧૯૫૭, ૧૯૬૪ ગણી શકાય. ફેશન (૧૯૫૭) માં બહુ ઓછી નોંધાયેલી ફિલ્મથી શરૃઆત કરી અને ત્યારબાદ સહારા (૧૯૫૮), ચાંદ (૧૯૫૯) અને હનીમૂન (૧૯૬૦) જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કર્યા પછી, તેમણે કાંચ કી ગુડિયા (૧૯૬૧) માં તેમની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી. ત્યારબાદ પિયા મિલન કી આસ (૧૯૬૧), સુહાગ સિંદૂર (૧૯૬૧), રેશમી રૃમાલ (૧૯૬૧) પણ સફળ રહી, પરંતુ આમાંથી મોટાભાગની ફિલ્મોની લાંબી નોંધ લેવાઈ નહીં. પહેલી મોટી વ્યાપારી સફળતા ૧૯૬૨ મા વિજય ભટ્ટની માલા સિંહા સામેની હરિયાળી ઔર રાસ્તા સાથે મળી. હરિયાળી ઔર રાસ્તા પછી શાદી (૧૯૬૨), ડૉ. વિદ્યા (૧૯૬૨) અને ગ્રહસ્તી (૧૯૬૩)ની સફળતા મળી, જે ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી રહી.
રાજ ખોસલાની રહસ્યમય થ્રિલર ફિલ્મ ''વો કૌન થી?'' (૧૯૬૪)મા મનોજ કુમારને મુખ્ય ભૂમિકામાં બીજી એક મોટી સફળતા મળી. આ ફિલ્મ સુપરહિટ બની, જેનું શ્રેય મદન મોહનને પણ મળ્યું. ''લગ જા ગલે'' અને ''નૈના બરસે રિ મઝીમ'' જેવા મદન મોહન દ્વારા રચિત મધુર ગીતો લોકપ્રિય થયા. આ બંને ગીત લતા મંગેશકરે ગાયા હતા.
લોકપ્રિયતા
૧૯૬૫નું વર્ષ કુમાર માટે ખૂબ જ મહત્ત્વનું રહ્યું, કારણ કે તેનાથી તેમના સ્ટારડમનો ઉદય થયો. તેમની પહેલી દેશભક્તિ ફિલ્મ શહીદ હતી, જે સ્વતંત્રતા ક્રાંતિકારી ભગત સિંહના જીવન પર આધારિત હતી. તેને વિવેચકો તેમજ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, અને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ પછી રોમેન્ટિક ડ્રામા ''હિમાલય કી ગોદ મેં'' આવ્યું, જે બ્લોકબસ્ટર હતું જેણે તેમને એક બેંકેબલ સ્ટાર બનાવ્યા. વર્ષના અંત પહેલા, તેમણે રહસ્યમય થ્રિલર ''ગુમનામ'' સાથે બીજી હિટ ફિલ્મ આપી. ૧૯૬૬માં સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો, જ્યારે તેઓ આશા પારેખ સાથે દો બદન માટે ખોસલા સાથે ફરી જોડાયા. આ ફિલ્મ ખોસલાનું દિગ્દર્શન, કુમારના અભિનય અને ગીતકાર શકીલ બદાયુની દ્વારા લખાયેલા ગીતો માટે યાદ કરવામાં આવે છે, જેમાં મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ''રહા ગર્દિશોં મેં'' અને લતા મંગેશકર દ્વારા ગવાયેલ ''લો આ ગઈ ઉનકી યાદ''નો સમાવેશ થાય છે. તે વર્ષે તેમણે શક્તિ સામંતની સાવન કી ઘટામાં શર્મિલા ટાગોર સાથે અભિનય કરીને બીજી હિટ ફિલ્મ આપી.
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને લોકપ્રિય સૂત્ર ''જય જવાન જય કિ સાન'' પર આધારિત ફિલ્મ બનાવવા સૂચન કર્યું. તેનું પરિણામ તેમના દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ, દેશભક્તિ આધારિત ફિલ્મ ૧૯૬૭ મા ''ઉપકાર'' બનાવી. ઉપકાર બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચ પર રહ્યું અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બન્યું. તેનું સંગીત ૧૯૬૦ના દાયકાનું છઠ્ઠું સૌથી વધુ વેચાતું હિન્દી ફિલ્મ આલ્બમ હતું. ઉપકારનું એક ગીત, ''મેરે દેશ કી ધરતી'' આજે પણ દર વર્ષે ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અચૂક વગાડવામાં આવે છે. આ ફિલ્મે કુમારને બીજા શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તેમજ તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કાર અપાવ્યો. તેમની ફિલ્મ, પથ્થર કે સનમ પણ ખૂબ જ સફળ રહી, પરંતુ સાધના સાથેની અનિતા ફિલ્મ ફ્લોપ ગઈ. ૧૯૬૮ માં, તેમણે રાજ કુમાર અને વહીદા રહેમાન સાથે નીલકમલમાં અભિનય કર્યો. તે જ વર્ષે, તેઓ દિલીપ કુમાર અને વહીદા રહેમાન સાથે આદમી કરી. નીલકમલ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ, ૧૯૬૮ની તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. ૧૯૬૯ માં રાજેશ ખન્નાનો ઉદય થયો, જેમણે આરાધના અને દો રાસ્તે એમ એક પછી એક બે બ્લોકબસ્ટર ફિલ્મો આપીને દેશભરમાં ધૂમ મચાવી. તે વર્ષે મનોજ કુમારની એકમાત્ર મોહન સેહગલની ફિલ્મ સાજન હતી જેમાં આશા પારેખ હતાં. આ ફિલ્મ હિટ રહી હતી, અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટોચના દસમા ક્રમે હતી.
૧૯૭૦માં કુમાર ''પૂરબ ઔર પશ્ચિમ'' જેવી યાદગાર ફિલ્મ બનાવી, તે બ્લોકબસ્ટર સાબિત થઈ. લંડનમાં ૫૦ અઠવાડિયાથી વધુ ચાલી હતી. પૂરબ ઔર પશ્ચિમે ૨૩ વર્ષ સુધી આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો, તેનો રેકોર્ડ ૧૯૯૪માં ''હમ આપકે હૈ કૌન'' ફિલ્મે તેને તોડી નાખ્યો. ૧૯૭૦માં તેમની અન્ય રિલીઝ ''યાદગાર'', ''પહેચાન'' અને ''મેરા નામ જોકર'' હતી. પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી, જ્યારે પહેચાન હિટ ફિલ્મ સાબિત થઈ, પરંતુ રાજ કપૂરની મેરા નામ જોકર (જેમાં તેમણે સહાયક ભૂમિકા ભજવી હતી) રિલીઝ સમયે મોટી ફ્લોપ રહી, પરંતુ સમય જતાં તેની વ્યાપક નોંધ લેવામાં આવી. ૧૯૭૧માં બલિદાન, બે-ઈમાનમાં અભિનય કર્યો અને શોરમાં દિગ્દર્શન અને અભિનય કર્યો. આ ફિલ્મોને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. યાદગાર ગીત ''એક પ્યાર કા નગ્મા હૈ'' હતું, જે લતા મંગેશકર અને મુકેશ દ્વારા ગવાયેલ યુગલગીતને અદ્ભુત લોકપ્રિયતા મળી. કુમારે બે-ઈમાન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પહેલો અને એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો, તેમજ શોર ફિલ્મ માટે શ્રેષ્ઠ સંપાદનનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ૧૯૭૦ની ફિલ્મ રોટી કપડાં ઔર મકાન કેમ ભૂલી શકાય! ૧૯૭૫ની સન્યાસી, ૧૯૭૬ની દસ નંબરી અને ૧૯૮૧ની ક્રાંતિ આજે પણ ફિલ્મ ચાહકો માટે નજરાના સમાન છે. ૧૯૯૯ની જયહિન્દ તેમની છેલ્લી ફિલ્મ હતી.
પરિવાર
મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામી પણ લગ્ન પહેલાં ફિલ્મ લાઇનમાં આવ્યા હતા, જો કે તેની કારકિર્દી નોંધનીય રહી નથી. તેમનો પુત્ર કુણાલ ગોસ્વામી પણ ફ્લોપ અભિનેતાનું બિરૃદ ધરાવે છે. બીજો પુત્ર વિશાલે પણ ત્રણ ફિલ્મો ક્લાર્ક, જયહિન્દ અને કલયુગ કી રામાયણ જેવી ફ્લોપ ફિલ્મો આપી ખોવાઈ ગયો.
વિવિધતા
મનોજ કુમારને માત્ર દેશપ્રેમી કલાકારનું બિરૃદ આપવું પણ અન્યાય કહેવાય. તેમણે વોહ કૌન થી (૧૯૬૪), ગુમનામ (૧૯૬૫), પથ્થર કે સનમ અને અનિતા (૧૯૬૭), સાવન કી ઘટા અને દોબદન (૧૯૬૬), હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨), મેરા નામ જોકર અને પહેચાન (૧૯૭૦), સન્યાસી (૧૯૭૫), દસ નંબરી (૧૯૭૬), શિરડી કે સાઈ બાબા (૧૯૭૭) જેવી અનેક ફિલ્મો કરી જેમાં દેશ ભક્તિ વિષય ન હતો. તેમણે તમામ પ્રકારના પત્રો ભજવ્યા, પોતાના દ્વારા નિર્મિત ફિલ્મોમાં મોટા ભાગે પોતાના પાત્રનું નામ ભારત જ રાખતા હતા.
ભારતીય હિન્દી ફિલ્મ જગતના પ્રતિભાશાળી કલાકાર મનોજ કુમારને 'નોબત'ના વાચકો અને ચાહકો તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
૬ દાયકા પછી ગુજરાતમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
સત્તા અને સંપત્તિ ત્રણ પેઢી સુધી ટેકે!
ગુજરાતી ભાષાની આ ઉક્તિ કોંગ્રેસ પક્ષને બરોબર બંધ બેસતી છે. જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો ત્રણ પેઢીનો કાર્યકાળ પૂરો થયો. કોંગ્રેસના વડા રાહુલ ગાંધી ખુદ સ્વીકારે છે કે, અહી વર્તમાન સમયમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસના અનેક નેતાઓ વફાદારી ચુકે છે. ઇતિહાસ કહે છે કે, ઘર ફૂટે ઘર જાય! આંતરિક ઝઘડાઓ અને લોભ લાલચમાં અનેક સલ્તનતો ભૂંસાઈ ગઈ. રાજપાઠ અલોપ થયાં. લંકામાં પણ જો વિભીષણ ન હોત તો રામાયણ કઇંક અલગ જ હોત. મહાભારતમાં જો દુર્યોધન ન હોત તો કથા કઈંક જુદી હોત. કૃષ્ણ હોય તો પણ મહાભારત થઈ શકે છે.
રામ પછીની અયોધ્યા અને કૃષ્ણ પછીના હસ્તિનાપુરની કથા કોઈને ખબર નથી અથવા જાણવાનો રસ નથી. ખંડહર બતા રહા હૈ કી, ઇમારત કભી બુલંદ થી. આ દેશ માટે જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી કે ભાજપ પહેલાના દેશ નેતાઓએ શું પ્રદાન કર્યું તે જાણવામાં રસ નથી. બધાને એ બાબત ખબર છે કે રાહુલ ગાંધી કંઈ કરી શકતા નથી. એક સમયે અમેરિકાને સક્ષમ જવાબ આપવામાં ઇન્દિરા ગાંધી લાજવાબ હતાં. ઈન્દિરાજી સામે કોઈ દેશ ખાંડાં ખખડવી શકતો ન હતો. આજે અમેરિકા આપણી સામે ગેરવર્તન કરે છે તો પણ રાજકર્તાઓ મૌન છે. પિયુષ ગોયલ અને એસ. જયશંકર બિચારાની જેમ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઊડાઊડ કરે છે. વિદેશ પ્રધાન જયશંકર લંડનમાં પત્રકારોને કહે છે કે, પીઓકે ભારતમાં ભળી જશે, પછી કાશ્મીર પ્રશ્ન ઊકલી જશે. કેવી રીતે હલ થશે તે બોલતા નથી!
અધિવેશન
ગુજરાતમાં ૬ દાયકા બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાઇ રહ્યું છે ત્યારે તેની એન્જિઑગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો છે. ૮ અને ૯ એપ્રિલના કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત દેશભરમાંથી ૩૦૦૦ જેટલા નેતાઓ ભાગ લેશે. ચૂંટણી સમયે રાજ્યોમાં આવા સંમેલનો ચોક્કસથી થોડા વહેલા યોજાય છે, પરંતુ ગુજરાતમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. રાહુલ ગાંધીનું અકાળે સક્રિય થવું અને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવું એ દિલ્હીની ચૂંટણીનો પ્રભાવ જણાય છે અને એવું લાગે છે કે કોંગ્રેસે ૨૦૨૨ની નહીં પણ ૨૦૧૭ની જેમ ગુજરાતની આગામી ચૂંટણી લડવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ૬૧ વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં કોંગ્રેસના મહારથીઓ મંથન માટે મળી રહ્યા છે. અગાઉ ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. વર્તમાન અધિવેશન ૮ એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી ૯ એપ્રિલેના એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. આ પ્રસંગ મહાત્મા ગાંધીના કૉંગ્રેસ અધ્યક્ષ બનવાના ૧૦૦ વર્ષ અને સરદાર પટેલના ૧૫૦મા જન્મજયંતી વર્ષને ધ્યાનમાં રાખીને સાબરમતી તટ પર યોજાશે.
એ.આઇ.સી.સી.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રેસિડિયમ અથવા કેન્દ્રીય સંગઠન છે. તે રાજ્ય-સ્તરીય પ્રદેશ કોંગ્રેસ સમિતિઓમાંથી ચૂંટાયેલા સભ્યોથી બનેલું છે અને તેમાં એક હજાર જેટલા સભ્યો છે. તે એઆઈસીસી છે જે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો અને કોંગ્રેસ પ્રમુખની પસંદગી કરે છે, જે એઆઈસીસીના વડા પણ છે.હાલમાં વર્તમાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે છે. મનમોહનસિંહ પ્રથમ એવા વડાપ્રધાન હતા જે ક્યારેય પક્ષના પ્રમુખ રહ્યા ન હતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના પછી કુલ ૬૧ લોકોએ તેના પ્રમુખ તરીકે સેવા આપી છે. સોનિયા ગાંધી પક્ષના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રમુખ છે, જેમણે ૧૯૯૮ થી ૨૦૧૭ અને ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી વીસ વર્ષથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું છે.
એઆઈસીસીના સંગઠનાત્મક અધિકારીઓ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો દ્વારા પસંદ કરાયેલા ઘણા મહાસચિવો છે. એઆઈસીસી રાષ્ટ્રીય સ્તરે પક્ષ માટે નિર્ણય લેવા અને નીતિ ઘડવા માટે જવાબદાર છે. તે રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની ચૂંટણીઓ માટે પક્ષનો કાર્યસૂચિ અને વ્યૂહરચના પણ નક્કી કરે છે.
માનસિકતા
ગુજરાતમાં કાયમ માટે કોંગ્રેસ નેતાગીરીને કોષતા સ્થાનિક નેતાઓ ભાજપમાં ભળીને ખુણો પાળે છે. જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડતા સમયે કહ્યું હતું કે, કોંગ્રેસમાં અમારૃં કોઈ સાંભળતું નથી! હવે ભાજપમાં તેનું કોણ સાંભળતું હશે તે રામ જાણે? જયરાજસિંહ જેવી હાલત અનેક નેતાઓની થઈ છે. જૂની કહેવત અનુસાર આ લોકો માટે કોઠીમાં મોં ઘાલીને રોવા જેવી હાલત થઈ છે. ક્રિકેટ મેચમાં બારમા ખેલાડીના ભાગે કોઈ કામ હોતું નથી, અને ક્યારેક રનર કે ફિલ્ડર જેવા કામો મળે. તેણે ટીમના સભ્ય તરીકે માત્ર ગણવામાં આવે. કોંગ્રેસમાંથી દીવાલ કૂદીને આવેલા હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ હવે બારમા ખેલાડી તરીકે જીવન ગુજારે છે. અર્જુનભાઇ મોઢવાડીયા જેવા નેતા ટીમમાં સામેલ થવા માટે લાંબા સમયથી પેડ બાંધીને બેઠા છે! કહેવાય છે કે, મંત્રીમંડળમાં વિલંબ થતો હોવાથી તેમને રાજી રાખવા સ્વર્ણિમ સંકુલમાં મંત્રી જેવી જ ચેમ્બર આપવામાં આવી છે!
લાગે છે કે, કોંગ્રેસના નેતાઓની જિજીવિષા જ મરી પરવારી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર રાહુલ ગાંધી વિરૂદ્ધ બળાપો ઠાલવ્યો. જે લગભગ પાણી વલોવવા જેવી બાબત રહી. જયરાજસિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ ૨૦૧૨નું પેપર ૨૦૨૫ માં કાઢ્યું! ત્યારે તેને ખબર નથી કે ૨૦૨૩ સુધી પોતે પણ પેપર સેટિંગ ટીમના સભ્ય હતા!
રાહુલ ગાંધી કહે છે કે, ગુજરાતમાં ૨૦-૨૫ કોંગ્રેસી નેતાઓ ભાજપ માટે કામ કરે છે! ત્રણ દાયકા સુધી કયો નેતા કામ વગર બેઠો રહે? રાહુલ ગાંધીની હાલત પણ દિશાહીન નાવડી જેવી છે. ફ્લોપ સ્ટારનું લેબલ બહુ મજબૂતીથી ચોંટી ગયું છે. જૂનો ઇતિહાસ કે સિદ્ધિઓ કામ લાગતી નથી.
સાયકોલોજીના નિયમ અનુસાર માનસિકતા ઝડપથી બદલાતી નથી. ધંધાને ધર્મ મનાતા નેતાઓ હવે કોઈ ક્રાંતિ કરી શકે તેવી તાકાત ધરાવતા નથી.
હકીકત
રૂપિયાની સરખામણીમાં ડોલર હવામાં ઊડી રહ્યો છે. ક્રૂડ તેલ ચાર વર્ષમાં સૌથી નીચી સપાટીએ હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા નથી. દેશ હરણફાળ ભરતો હોવા છતાં પરિવારો આર્થિક તંગીને કારણે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે. દોઢ દાયકાથી વસ્તી ગણતરી થઈ નથી, ક્યારે થશે તે ખબર નથી, દેશમાં માંડ એક ટકા લોકો જ આવકવેરો ભરે છે, ૯૯ ટકા લોકોની આવક બાબતે નાણાં મંત્રાલય અંધારામાં છે. અમેરિકા નરેન્દ્ર મોદી પાછળ આદુ ખાઈને પાછળ પડ્યું છે. અનેક ગરબડો હોવા છતાં ભાજપ વિજેતા છે. કારણ કે તેનો કોઈ પર્યાય નથી, નરેન્દ્ર મોદીએ વિપક્ષના સુપડાં સાફ કરી નાખ્યા છે.
ગણતરી
ગુજરાતમાં ભાજપ મતોની સોલીડ ગણતરી કરી જીતે છે. તેની મતબેન્ક અકબંધ છે. સામે પક્ષે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી અને અપક્ષો ભાગ પાડી રહ્યા છે. કોંગ્રેસ પાસે કોઈ કરિશ્મા કરી શકે તેવો ચહેરો કે મુદ્દો નથી. જો કે ભાજપમાં પણ નરેન્દ્ર મોદીને બાદ કરો તો હાલત બહુ સારી નથી. પોતાના જોરે જીતી શકે તેવા ઉમેદવારો ગણ્યા ગાંઠ્યા છે. ભાજપ હિન્દુત્વના નામે લોકપ્રિયતાની વૈતરણિ પાર કરે છે. સામે પક્ષે કોંગ્રેસ પાસે નાવડી કે હલેસાં કંઈ નથી. અરે, હલેસાં મારનાર પણ બચ્યા નથી. વૈતરણી તો શું, નાની કેનાલ પણ ઠેકી શકે તેવું જોર બચ્યું નથી! નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની બધી શક્તિઓ શોષી લીધી છે. માત્ર કોંગ્રેસની જ નહીં, પક્ષના નેતાઓ પણ મોદીજીના નામની કાંખઘોડી લઈ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી કોઈ વિરોધ થઈ શકતો નથી. કોંગ્રેસીઓ પણ સરકારની આંખે થવા માંગતા નથી!
વિરોધ
નરેન્દ્ર મોદી કે અમિત શાહ માત્ર રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલનો જ વિરોધ કરે છે, તેવું નથી. ભાજપમાં રહેલા મોટા નેતાઓ સામે પણ નારાજગી છે. જામનગરના એક જમીન વિકાસ સાથે સંકળાયેલા ધંધાર્થીને ભાજપના નેતા સાથે ભાગીદારી મોંઘી પડી, કારણ કે, તે નેતા પક્ષની ગુડ બુકમાં નથી! બીજી તરફ વિપક્ષના બે નેતાઓ પક્ષની ગુડ બુકમાં રહ્યા. શંકરસિંહ વાઘેલા અને અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપજ વિપક્ષમાં હોવા છતાં મોટી રહી. રાહુલ ગાંધીએ તાજેતરના તેમના ગુજરાત પ્રવાસમાં ભાજપ સાથે ઈલુ ઈલુ કરતા હોય તેવા ૨૪ નેતાઓ તરફ અંગુલી નિર્દેશ કર્યો. સોશિયલ મીડિયા ઉપર બિનધિકૃત રીતે તે ૨૪ નામ પણ ફરવા લાગ્યાં.
કોંગ્રેસને ઊધઈ ગ્રસી રહી છે. તેમની પાસે કોઈ પ્રભાવશાળી નેતા કે મુદ્દો નથી. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને મળતું નાણા ભંડોળ પણ કુંઠિત કરી નાખ્યું છે. નાણા વગરનો નાથીઓ બિચારો કરે પણ શું? નાણાવાળા નાથાલાલ જ કળયુગમાં પૂજાય છે.
હવે શું
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, તેથી શું ગુજરાતમાં પક્ષના દેખાવમાં સુધારો થશે? આવું માનવું શેખ ચલ્લીના સ્વપ્ન જેવું છે. રાજકીય વિશ્લેષક તરીકે કહી શકાય કે, કોંગ્રેસ પુનઃ જીવિત થવા માટે ધમપછાડા કરી રહી છે. હવે તેને નવપલ્લવિત થવા માટે માત્ર નસીબ જ આધાર ગણી શકાય. ગુજરાતમાં તેની મતબેન્ક બહુ ઘસાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી તેમાં ભાગ પડાવે છે તેથી અનામત ગુમાવવાની હદ સુધી તેના ઉમેદવારો આવી ગયા છે. પરંતુ જેમને ભાજપ ટિકિટ ન આપે તે કોંગ્રેસમાં ભળી ચૂંટણી લડે છે. કેટલાક જીતે તે ફરી ભાજપ તરફ દોડ્યા જાય છે. ભાજપ જીતે છે, લોકશાહીમાં તો જે જીતે તે સિકંદર!
'નોબત'ના વાચકો અને ચાહકોને તંદુરસ્ત, સ્વચ્છ, પારદર્શક લોકશાહી મળી રહે તેવી શુભેચ્છા.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શક્તિશાળી લોકોની લગામથી રૃંધાઈ રહેલું પત્રકારત્વ!: પત્રકારત્વના ક્ષેત્રમાં કામના કાયદાનો બહુ જૂજ અમલ થાય છે
બ્રિટનના રાજઘરાનાના પુત્રવધૂ લેડી ડાયનાના અકસ્માતે મૃત્યુ પછી દુનિયામાં પાપારાઝી પત્રકારો પ્રકાશમાં આવ્યા. ત્યાં સુધી તેમની કોઈ ઓળખ હતી નહીં. તેઓ હંમેશાં પડદા પાછળ રહી પત્રકારત્વ કરતા હતા. જોખમો ઉઠાવીને અનેક સમાચારો દુનિયાના વાચકો સમક્ષ મુકતા હતા. આ પાપારાઝી પત્રકારોને આપણે ફ્રીલાન્સ પત્રકારો તરીકે ઓળખીએ છીએ. તેમની એક અલગ દુનિયા છે. અમારા એક મિત્ર તેને છૂટકીયા તરીકે પણ ઓળખાવે છે. સંબોધન ગમે તે હોય, તે લોકો કામ સારૃં કરે છે. લેડી ડાયનાના લગ્નેતર સંબંધો તેમના કારણે જ પ્રકાશમાં આવ્યા અને બ્રિટનના રાજ ઘરાનાને શરમમાં મૂકવું પડ્યું. બ્રિટનના કોઈ મોટા અખબારો શાહી પરિવાર વિરૂદ્ધ કે અણછાજતું લખતાં ખચકાટ અનુભવે. પરંતુ પાપારાઝી ને કારણે સ્ટોરી પ્રકાશિત કરવા માટે મજબૂર બન્યા હતા. મહા રાષ્ટ્રના શક્તિશાળી મુખ્ય મંત્રી એ. આર. અંતુલેએ તેના સિમેન્ટ કૌભાંડ પ્રકાશિત થતાં ગાદી છોડવી પડી હતી.અમરિકન પ્રમુખ નિક્સન સામે વોટર ગેટ કૌભાંડ પણ પત્રકારોને કારણે જ ફેલાયું હતું. ઇન્દિરા ગાંધીના કટોકટી કાળમાં પત્રકારો ઉપર તવાઈ આવી હતી.
બધા માટે લખતા પત્રકારો માટે હજુ બહુ લખતું નથી અને તેઓ હંમેશાં નેપથ્યમાં જ રહે છે. આજે અહી થોડા વણ લખાયેલા વિષય ઉપર ઝાંખો પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. ઔચિત્ય ભંગ ન થાય તે માટે નામ કે સ્થળ લખવામાં સંયમ રાખ્યો છે.
ઉદ્દેશ્ય
વર્તમાન પત્રકારત્વની એન્જિઑગ્રાફી કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, સામાન્ય લોકો આ ક્ષેત્ર બાબતે બહુ જાણકારી ધરાવતા નથી તમને માહિતગાર કરવાનો છે. આ બહુ સન્માનજનક વ્યવસાય છે. આ માત્ર નોકરી કે ધંધો નથી, પરંતુ લોકશાહીની ચોથી જાગીર છે. અહી આવનાર યુવાનો કે યુવતીઓ એક કમિટમેન્ટ સાથે આવે છે. પત્રકારત્વ લોકોનો અવાજ છે. લેખમાં અનુભવોના આધારે વાસ્તવિક્તાની નજીક જવાનો પ્રયાસ કર્યો છે. સમાજ જીવનાં દરેક પાસામાં જેમ કળિયુગ પ્રવેશી ગયો છે તેમ અહી પણ ટૂલકિટ નામનો લૂણો લાગ્યો છે. અસલામતીના કારણે પોત નબળું પડ્યું છે. માંદગીની ચર્ચા કરીએ તો જ ઈલાજ મળે તેમ અહી થોડી નબળાઈ આવી છે, વિટામિન મળે અને શક્તિનો ફરી સંચાર થાય તેવી ભગવાન રામને પ્રાર્થના.
પત્રકારત્વ
ધરતી ઉપરના પ્રથમ પત્રકાર અથવા માહિતી પ્રસાર માટે નારદમુનિનું નામ કહી શકાય. અહી પત્રકારત્વનો ઇતિહાસ લખવો નથી, પરંતુ વર્તમાનમાં ડૂબકી મારવાનો આશય છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આગમન પછી પત્રકારત્વમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. અહી પણ કેટલાંક દૂષણો પગ જમાવી બેઠા છે અને માટીપગા લોકો વધી રહ્યા છે. મે મારી કારકિર્દી આજ સુધી આ ક્ષેત્રમાં જ પસાર કરી છે. પત્રકારત્વમાં પાતાળ લોક સુધી ફરી આવ્યો છું. અહી લખતાં કરતાં ન લખતાં લોકોનું પ્રભુત્વ વધી રહ્યું છે. છેલ્લા એક દશકમાં ટૂલકિટ નામનો નવો શબ્દ હાહાકાર ફેલાવી રહ્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે અંગ્રેજી ભાષામાં એક સમયે બીબીસીના પત્રકાર માર્ક ટૂલી, હિન્દી ભાષામાં અરૂણ શૌરી, ખુશવંતસિંહ અને ગુજરાતી ભાષામાં હસમુખ ગાંધીની હાક વાગતી હતી. આપણે પણ કાંતિ-શીલા ભટ્ટ, હરિ દેસાઇ જેવા નામી કલ મબાજોનો યુગ જોયો છે. મોટા મોટા મહારથી લોકો પણ રોજ સવારે ઈન્ડિયન એક્સપ્રેસ પ્રથમ વાંચવાનો આગ્રહ રાખતા હતા, કારણ કે તેમને પણ બીક લાગતી હતી કે, આજે આપણું પણ કઈં છપાઈ ગયું નથી ને? એક સમયે સરકાર ધ્રૂજાવવા માટે બે કોલમના સમાચાર પૂરતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ દૈનિકમાં તિહાર જેલ બાબતે માત્ર બે કોલમના સમાચાર પ્રકાશિત થયા, તેથી કેન્દ્રના ગૃહ મંત્રી વહેલી સવારે જેલમાં દોડી ગયા હતા. તિહારમાં ખૂંખાર હત્યારા રંગા અને બિલ્લાને ફાંસીની સજા આપવાની હતી, તેના ઈન્ટરવ્યૂ માટે મહિલા પત્રકાર સુપ્રિમ કોર્ટનો આદેશ મેળવી ત્યાં સુધી પહોંચ્યા હતા. આવા હતા રાજકારણી અને પત્રકાર!
પાપારાઝી
આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ પાસે પાપારાઝી બાબતે જાણકારી માંગતા એ કહે છે કે, પાપારાઝી એ સ્વતંત્ર ફોટોગ્રાફરો છે જે અભિનેતાઓ, સંગીતકારો, રમતવીરો, રાજકારણીઓ અને અન્ય સેલિબ્રિટીઓ જેવા ઉચ્ચ પ્રોફાઇલ લોકોના ફોટા લે છે, પાપારાઝી સેલિબ્રિટીઓનો સતત પીછો કરવા માટે જાણીતા છે, ઘણીવાર લાંબા લેન્સ અને સ્પીડલાઇટ ફ્લેશનો ઉપયોગ કરે છે અથવા તો વ્યક્તિગત, અપ્રિય અથવા ખાનગી ક્ષણોને કેદ કરવા માટે વાહનોમાં તેમનો પીછો કરે છે. પાપારાઝી દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ સામાન્ય રીતે ટેબ્લોઇડ્સ, ગોસિપ મેગેઝિન અને વેબસાઇટ્સને વેચવામાં આવે છે, જ્યાં તે ધ્યાન આકર્ષિત કરવા અને વેચાણ વધારવા માટે પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકારની આક્રમક ફોટોગ્રાફી ઘણીવાર વિવાદાસ્પદ હોય છે કારણ કે તે સંકળાયેલા વિષયોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકે છે. મારા સંશોધન અનુ સાર આ લોકો કલમ પણ ચલાવે છે અને ખુફિયા જાણકારી બહાર લાવે છે. જો કે તેની આવક આસ્થાઈ અને ક્ષુલ્લક હોય છે. માત્ર તે જે તે સ્ટોરી પૂરતા જ પત્રકાર હોય છે. જીવનનિર્વાહ માટે બીજા કામ પણ કરી લેતા હોય છે.
ઇલેક્ટ્રોનિક મીડિયા
૨૦ મી સદીના અંતમાં આ પત્રકારત્વનો આરંભ થયો. સેટેલાઈટ ચેનલોનો વ્યાપ ઝડપથી વધ્યો અને પત્રકારત્વની દિશા અને દશા બદલાઈ ગયા! ઈન્ડિયા ટૂડેની ચેનલ આજતક બહુ લોકપ્રિય બની. ત્યારબાદ ઈન્ડિયા ટીવીના રજત શર્મા, એન.ડી. ટીવીના પ્રણવ અને રાધિકા રૉય પ્રકાશમાં આવ્યા.
ગુજરાતમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયા અસ્તિત્વ ધરાવે છે. અહી મોટા ભાગે છૂટકીયા, કામચલાઉ પત્રકારોની સંખ્યા સૌથી વધુ છે. જેટલું કામ, તેટલા દામ જેવી સ્થિતિ છે. કાયમી નોકરી નથી. શોષણનું પ્રમાણ વધુ છે. ગુજરાતી સમાચાર ચેનલોમાં દેશના ધનાઢ્ય કોર્પોરેટ જગતથી માંડીને લોકડાયરા કરતા કલાકાર સુધીના લોકો માલિકી હક્ક ધરાવે છે! એક સમયના પ્રતિભાશાળી પત્રકાર ઈશુદાન ગઢવીએ ચેનલની પોલિસીમાં ફીટ ન બેસતાં પત્રકારત્વ છોડી અરવિંદ કેજરીવાલ સાથે જોડાઈ ગયા. રાજકારણમાં જોડાયા પછી ખંભાળિયાથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને હારી ગયા. હવે તે ફિફ્ટી ફિફ્ટી રાજકારણ અને પત્રકારત્વ બન્ને કરે છે. જામનગરના કેટલાક પત્રકાર રાજકારણમાં ડૂબકી લગાવી આવ્યા છે. કેટલાંક તો સાઈડ લાઇન થયા પછી રાજકીય લોકોની પ્રચાર કામગીરીમાં જોડાઈ ગયા! કેટલાક દૂધ અને દહી બંનેના આચમન કરે છે. માત્ર જામનગરમાં જ આવું છે, તેવું નથી, આખા ગુજરાતી પ ત્રકારત્વનો આ આયનો છે. જીવન નિર્વાહ માટે બે ઘોડાની સવારી કરવી જ પડે છે!
કામ અને વેતન
પત્રકારત્વના ક્ષેત્રમાં કામના કાયદાનો બહુ જૂજ અમલ થાય છે. મોટા ભાગના પત્રકારો કાયમી પે રોલ ઉપર હોતા નથી. શ્રમ કાયદા અનુસાર પી.એફ. પણ કેટલાનું વ્યવસ્થિત રીતે કપાતું હશે તે રામ જાણે! કામના કલાકો નિશ્ચિત નથી. ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ તો ૨૪ કલાક સાવધ રહેવું પડે છે. મોટાભાગના પત્રકારોને સ્ટોરી દીઠ મહેનતાણું મળે છે. નિયમિત મળે તે નક્કી નથી હોતું. થોડા સમય પહેલાં એક નામાંકિત ગુજરાતી સમાચાર ચેનલે મોટી છટણી કરી હતી. અનેક પત્રકારો બેરોજગાર થયા હતા. રાષ્ટ્રીય કક્ષાની ચેનલો માત્ર અમદાવાદમાં જ કાયમી કર્મચારી રાખે છે, જિલ્લા કક્ષાએ કામ પ્રમાણે દામ જેવી નોકરી આપે છે. પ્રિન્ટ મીડિયામાં ઓળખપત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બૂમ (ચેનલના લોગો સાથેનું માઇક)મળવું મુશ્કેલ છે. રાજ્યકક્ષાએ કામ કરતા લોકોને સારો કહી શકાય તેવો પગાર મળે છે. રાજકોટ, વડોદરા, સુરતમાં એક કરતાં વધુ પત્રકારો એક બેનર હેઠળ કામ કરતાં હોય છે.
ખર્ચ
પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમનું સંચાલન બહુ ખર્ચાળ પ્રક્રિયા કે વ્યવસાય છે. ૩ થી ૪ રૂપિયામાં ફેરિયા પાસે મળતા અખબારની પડતર કિમત ૨૦ થી ૩૨ રૂપિયા સુધીની મોંઘી હોય છે. મફતમાં જોવા મળતી સમાચાર ચેનલ ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત ૬૮ વર્ષથી આજે પણ અડીખમ ઊભું છે. મેં મારા ૩૫ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાએ એક માત્ર દિવ્ય ભાસ્કર દૈનિકને ઊભું થતું જોયું છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો સમાચાર જગતમાં માલિકો અને નોકરો બન્ને માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય છે.
ભરોસો
વાચકોનો ભરોસો જ સમાચાર મધ્યમનો મુખ્ય પાયો છે. કેટલાક અંશે ભરોસો તૂટયો હોય કે ઘસાયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. પ્રજાનો અવાજ ક્યાંક શક્તિશાળી લોકોનો અવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનનું સ્વરૂપ મનાતા તબીબોને આજે શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે તેમ, સમાચાર મધ્યમોને પણ ગોદી મીડિયા કહી આંગળી ચીંધવામાં આવે છે! નાની મોટી ચૂંટણી આવે ત્યારે લોકો પક્ષપાતના આક્ષેપો પણ લગાવે છે. રાઇટ અપ નામનું દૂષણ આ ભરોસાને ભરખી રહ્યું છે જ્યાં પૈસા લઈને સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે.
કળયુગ
જીવનનાં બધા પાસામાં જેમ કળયુગ વ્યાપી ગયો છે તેમ આ ક્ષેત્ર પણ તેનો ભોગ બન્યું છે. કળીયુગના બધા દૂષણો નિતનવા સ્વરૂપે જોવા મળે છે. પહેલાનાં સમયમાં વાંચક ભરોસાથી સમાચાર વાંચતાં અને જોતા હતા, આજે શંકાની નજરે જોવે છે! તેમાં પણ ટૂલકિટ નામનું પ્રદૂષણ તો હદ પાર કરી ગયું છે. મોટા, શક્તિશાળી લોકો લેખિત કે અધ્યાહરમાં સૂચન સ્વરૂપે સૂચનાઓ આપે છે, મીડિયા તેને અનુસરે છે! આ ક્ષેત્રમાં નવા હોનહાર યુવક-યુવતીઓ આવતા ઓછા થઈ ગયા તેનું મુખ્ય કારણ એ છે કે પત્રકારત્વ આર્થિક અને સામાજિક આકર્ષણ ગુમાવી રહ્યું છે. નવી પેઢીને અઘોષિત બંધનો પણ નથી ગમતાં. બળવાખોર પત્રકારો આત્માના અવાજ અનુસાર રહેવા માંગે છે તે યુ ટ્યુબ, એક્સ, ડેઈલી હન્ટ, ફેસબુક જેવા માધ્યમો ઉપર પત્રકારત્વ કરે છે.
ટૂલકીટ
લગામનું દૂષણ આજકાલનું નથી, દાયકાઓથી કલમને કંટ્રોલ કરવામાં આવે છે. ચાર દાયકા પહેલાં પણ પત્રકારના ડેસ્ક ઉપર શું નથી લખવાનું તેની યાદી રાખવામાં આવતી હતી. એન્જિઑગ્રાફીના લેખક પણ આવી શેઠની યાદીને અનુસરતા હતા! શેઠની, રાજકીય નેતાઓ કે પક્ષોની, ધનિકોની ટૂલકિટ એટલે માર્ગદર્શક સૂચનો કે સૂચનાઓ, જે લિખિત કે અલિખિત હોઈ શકે છે. શું લખવું? કેવું લખવું? કેમ લખવું? ક્યારે લખવું કે ન લખવું? વગેરે.. વગેરે નિષ્ઠા પૂર્વક લખવાનો અંહી પ્રયાસ કર્યો છે. આ મારા વિચારો અને અનુભવ છે. સશક્ત પત્રકારો સમાજ ને મળી રહે તે જરૂરી છે. પત્રકારત્વ માત્ર નોકરી નથી, મિશન છે.
પત્રકારત્વ ઉપર વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ આવતાં અંકમાં કરીશું. આ વ્યવસાય ઉપર ફિલ્મો બની છે, પુસ્તકો પણ લખાયાં છે.
નોબતના વાચકો અને ચાહકોના જ્ઞાન વર્ધન માટે મારો આ નમ્ર પ્રયાસ છે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા ભારત જેવા મોટા દેશ સામે પણ સમયાંતરે ખાંડાં ખખડાવે છે!: ટ્રમ્પને યુક્રેન અને ચીનની જેમ વળતો જવાબ આપણે આપવો જોઈએ!
ભારતના બે મોટા રાજ્યો જેટલી જ વસ્તી ધરાવતું અમેરિકા આટલી બધી દાદાગીરી શેના આધારે કરી શકે છે? ભારત જેવા ૧૫૦ કરોડની વસ્તી ધરાવતા દેશથી લઈ સૌરાષ્ટ્ર કરતાં ઓછી વસ્તી ધરાવતા દેશ યુક્રેન સાથે વારંવાર અણછાજતું વર્તન કરે છે અને દુનિયા તે સહન પણ કરે છે! અમેરિકાના એલોન મસ્કની કાર કંપ ની ટેસ્લા અને ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં જંગી રાહતો આપવી પડી છે. દુનિયામાં અનેક દેશોનો વિરોધ હોવા છતાં ડોલર એક જ સર્વ માન્ય ચલણ છે. યુરોપના દેશોએ અલગ સંગઠન બનાવી યુરો નામનું આંતરરાષ્ટ્રીય ચલણ વહેતું મૂક્યું, પરંતુ અમેરિકાની દાદાગીરી અને રાજકારણને કારણે તે ચાલ્યું જ નહીં! માત્ર ૩૬ કરોડની વસ્તી ધરાવતો આ દેશ કોના જોરે કુદકા મારી રહ્યો છે?
ચોકીદાર
અમેરિકાના નવનિર્વાચીત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકા ફર્સ્ટનું સૂત્ર આપ્યું અને અમેરિકન મતદારોને તે શિરાની જેમ ગળે ઉતરી ગયું. અત્યાર સુધી અમેરિકાએ દુનિયામાં સ્વાર્થ કે સેવા માટે અમેરિકાની તિજોરી ખૂલી મૂકી દીધી હતી. ટ્રમ્પ દાદાએ ફરી તેને મજબૂત તાળાં મારવાની શરૂઆત કરી છે. ભારતની ચૂંટણીમાં પણ એક સમયે મૈં ભી ચોકીદાર સૂત્ર બહુ ચાલ્યું, અને પરંપરાગત રીતે જીત્યા પછી ભુલાઈ ગયું! આપણે પણ હવે ટ્રમ્પ દાદા પાસેથી નિષ્ઠાવાન ચોકીદારીના પાઠ ભણવા પડશે.
ટેકનોલોજી
અમેરિકાની આ સૌથી મોટી તાકાત છે. વિશ્વની સૌથી વધુ વપરાતી ટેકનોલોજીમાં અમેરિકાની કંપનીઓની મોનોપોલી છે. ચીન ભલે ઉત્પાદક દેશ કહેવાય, પરંતુ અમેરિકા આજે પણ ટેકનોલીજીનો દેશ છે. આપણો દેશ ૨૧મી સદીમાં હજુ રેલવેના ડબ્બાઓ આધુનિક કરી રહ્યું છે ત્યારે અમેરિકાની એક નાની કંપની ફેરલી એરોસ્પેસ કંપનીનું બ્લૂ ઘોસ્ટ નામનું અવકાશયાન ચંદ્ર ઉપર ફેબ્રુઆરીના અંતમાં ઉતારવામાં આવ્યું છે. અમેરિકાની નાની કંપનીઓ પણ ચંદ્ર અને મંગળ સુધી પગ ફેલાવી રહી છે. અમેરિકાની ચિપ (સેમિકંડક્ટર) ઉત્પાદક કંપની એનવીડિયાનો મોટો દબદબો છે. તેના માલિક વિશ્વના ધનિકોમાં પ્રથમ નંબરે છે! એન્જિઑગ્રાફીના વાચકો માટે આજે અહી અમેરિકાની તાકાત સમાન મોટી કંપનીઓ અને ટેકનોલોજી ઉપર પ્રકાશ પાડવો છે. દુનિયાની ૯૦ ટકા મોટી કંપનીઓ અમેરિકાની છે અથવા અમેરિકનોની માલિકીની છે. આલ્ફાબેટ (ગૂગલ વગેરે), મેટા (ફેસબુક, વૉટ્સઅપ વગેરે), વૉલમાર્ટ, વિઝા અને માસ્ટર કાર્ડ, જે. પી. મોર્ગન, સિટિ બેન્ક, માઈક્રોસોફ્ટ, એપલ, ટેસ્લા, એમેઝોન, બોઈંગ, એરબસ, નેટફલીક્ષ, મનોરંજન માટેનું ડિઝની લેન્ડ, જોન્સન એન્ડ જોન્સન, કોકાકોલા, પેપ્સી, સ્ટારબકસ, ઉબેર, ફાઇઝર, આઈ. બી. એમ., મેક ડોનાલ્ડ, નેસ્લે, મોર્ગન સ્ટેન્લી, સ્કાઇ ટીવી વિગેરે. દુનિયામાં અમેરિકન કંપનીઓની મોનોપોલી છે. આપણે પણ તેની ચુંગાલમાં છીએ. સવાર પડે એટલે વૉટ્સઅપ ખોલવું જ પડે, એન્જિઑગ્રાફી લખવા માટે માઈક્રોસોફ્ટ વાપરવું જ પડે, તેને નોબતમાં મોકલવી હોય તો જીમેલ વાપરવુંજ પડે!
એનવીડિયા
એનવીડિયા કોર્પોરેશન એક અમેરિકન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન અને ટેકનોલોજી કંપની છે જેનું મુખ્ય મથક કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં છે અને ડેલવેરમાં સ્થાપિત છે. ૧૯૯૩ માં જેન્સન હુઆંગ (પ્રેસિડેન્ટ અને સીઈઓ), ક્રિસ માલાચોસ્કી અને કર્ટિસ પ્રીમ દ્વારા સ્થાપિત, તે એક સોફ્ટવેર કંપની છે જે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જી૫ીયુએસ), ડેટા સાયન્સ અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઈએસ) અને મોબાઇલ કમ્પ્યુટિંગ અને ઓટોમોટિવ માર્કેટ માટે સિસ્ટમ ઓન અ ચિપ યુનિટ્સ (એસઓસીએસ) ડિઝાઇન અને સપ્લાય કરે છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) હાર્ડવેર અને સોફ્ટવેરનો પણ અગ્રણી સપ્લાયર છે.
કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ એજ-ટુ-ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે અને સુપરકોમ્પ્યુટર્સ અને વર્કસ્ટેશનમાં આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને બાંધકામ, મીડિયા અને મનોરંજન, ઓટોમોટિવ, વૈજ્ઞાનિક સંશોધન અને ઉત્પાદન ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં એપ્લિકેશનો માટે થાય છે, ૨૦૨૩ ના બીજા ક્વાર્ટરમાં ૮૦.૨% ના બજાર હિસ્સા સાથે, એનવીડિયા ડિસ્ક્રીટ ડેસ્કટોપ જીપીયુના વૈશ્વિક વેચાણમાં મોટા માર્જિનથી આગળ છે. કંપનીએ શીલ્ડ પોર્ટેબલ (હેન્ડહેલ્ડ ગેમ કન્સોલ), શીલ્ડ ટેબ્લેટ (ગેમિંગ ટેબ્લેટ), અને શીલ્ડ ટીવી (ડિજિટલ મીડિયા પ્લેયર), તેમજ તેની ક્લાઉડ ગેમિંગ સેવા જીફોર્સ નાઉની રજૂઆત સાથે ગેમિંગ ઉદ્યોગમાં તેની હાજરીનો વિસ્તાર કર્યો.
વિશ્વની તમામ સ્માર્ટ પ્રોડક્ટ માટે આ કંપનીનો સહકાર જરૂરી છે. ન્યુરાલિંકના ઇલોન મસ્ક માણસના મગજમાં જે ચિપ ફીટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તે ચિપ આ કંપની તૈયાર કરી છે!
માઈક્રોસોફ્ટ
દુનિયામાં પ્રથમ સોફ્ટવેર ક્રાંતિ લાવનાર આ અમેરિકન કંપની છે. અભણ માણસ પણ આજે કોમ્પ્યુટર ચલાવી શકે છે. દુનિયાની તમામ ભાષાઓને સપોર્ટ કરે છે. એક જમાનામાં કોમ્પ્યુટર માટે એરકન્ડિશન મશીન ફરજિયાત હતું, આજે તે કચ્છના રણમાં પણ કાર્યરત રહી શકે છે. અમેરિકાનું આ ગેમ ચેન્જર મશીન છે.
ગૂગલ
દુનિયામાં આધુનિકતા માટેની સૌથી મોટી ક્રાંતિ લાવનાર ગૂગલ અમેરિકન કંપની છે. અક્ષર જ્ઞાન વગરનો માણસ પણ આ અંગ્રેજી કમાન્ડ વાળો સોફ્ટવેર વાપરી શકે છે. અભણ ડ્રાઈવર પણ ગૂગલ મેપ સરળતાથી ઉપયોગ કરી શકે છે! અ મેરિકન ટેકનોલોજી યુઝર ફ્રેન્ડલી હોવાથી દુનિયામાં છવાઈ ગઈ છે. ભારત પાસે આજે પણ જીમેઈલનો પર્યાયી નથી! ગૂગલની તમામ કંપનીઓ આજે આલ્ફાબેટ નામની કંપની હેઠળ ચાલે છે.
મેટા
સોશિયલ મીડિયા એપ્લિકેશનની આજે દુનિયાભરમાં મોનોપોલી છે. મેટની માલિકીની ફેસબુક ઉપર ભારત અને ચીનની વસ્તી કરતાં વધુ વપરાશકર્તાઓ ઍક્ટિવ છે. આજે એમ કહેવાય છે કે, ફેસબુક અને વૉટ્સઅપ ની પેરન્ટ કંપની મેટા દુનિયાનો સૌથી શક્તિશાળી આભાસી દેશ છે, જેના સભ્યો એકત્ર થાય તો મહાસત્તાને પણ ઉથલાવી દે!
ઓપરેટિંગ સિસ્ટમ
દુનિયામાં કોમ્પ્યુટર, મોબાઈલ ક્ષેત્રે વપરાતી ૯૯ ટકા ઓપરેટિંગ સિસ્ટમ અમેરિકાની બનાવટ છે. માઈક્રોસોફ્ટ, એન્ડ્રોઇડ અને એપલ તમામ અમેરિકન છે. આ ઉપરાંત સંદેશાવ્યવહાર માટે નવી કંપની સ્ટારલિંક ચારેતરફ ફેલાઈ રહી છે. દુનિયાના ૧૦૦ દેશોમાં તે મોબાઈલ ટાવર વગર આકાશમાં તરતા સેટેલાઇટથી સુપરફાસ્ટ ઇન્ટરનેટ પૂરૃં પાડે છે.
વિમાની કંપની
દુનિયામાં ઉડતા ૯૦ ટકા વિમાનો અમેરિકન કંપની એરબસ અને બોઈગ બનાવે છે! આ બે કંપની જ દુનિયાના ૫૦ ટકા જેટલું બજેટ અને નાણાકીય વ્યવહારો કરે છે. આ બન્ને વિવિધ પ્રકારના હેલિકોપ્ટર, સેનાના લડાયક વિમાનો, કાર્ગો વિમાનો પણ બનાવે છે. એવિએશન ક્ષેત્રે અન્ય કંપનીઓ પણ આ બન્નેની ટેકનોલોજી અને સંશોધનો વાપરે છે.
બેન્કિંગ
આર્થિક વ્યવહારો માટે પણ આ દેશ ટોચ ઉપર છે. ભારતમાં જેની એક પણ બ્રાન્ચ નથી તેવી અમેરિકાની સિટી બેન્ક માટે મુંબઇમાં ગોરેગાંવમાં ૩ હજારથી વધુ લોકો નોકરી કરે છે. ભારતમાં મોટાભાગના ઓનલાઇન આર્થિક વ્યવહારો માટે દાયકાઓથી માસ્ટર અને વિઝા કાર્ડ ચલણમાં છે. ભારતે પોતાનું રૂપે કાર્ડ બનાવ્યું, પરંતુ અમેરિકન કંપનીઓની દાદા ગીરીને કારણે ભારતે તેનું માર્કેટિંગ સીમિત કરી દીધું છે. જે. પી. મોર્ગન, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, ગોલ્ડમેન સાચસ મુખ્ય છે. વિશ્વમાં થતાં તમામ ડોલરના વ્યવહારો અમેરિકન બેન્કો આધારિત હોય છે! અમરીકનું અર્થતંત્ર એટલું વિશાળ અને વ્યાપક છે કે દુનિયાના તમામ દેશે તેને એસેસ આપવું પડે છે.
લાંબા અંતરની રોકડની લેણદેણ માટે અમેરિકાની વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો દબદબો છે. આપણે આંગડિયા પ ેઢીના યુગમાં છીએ ત્યારે આ કંપનીની સ્થાપન ૧૮૫૧ માં ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. આજે પણ તે મોખરાની રોકડ લેણદેણ કંપની છે! દુનિયાભરમાં ઓનલાઇન ચૂકવણી માટે ગેટવે તરીકે સૌથી વધુ વપરાતી સિસ્ટમ પેપલ એલોન મસ્કની છે.
અમેરિકા
ઐતિહાસિક કથા અનુસાર અમેરિકાની શોધ ક્રિસ્ટોફર કોલંબસ નામના નાવિકે કરી હતી. મસાલા અને તેજાના માટે દરિયો ખેડવા માટે નિકળેલો કોલંબસ માર્ગ ભૂલી જતા ૧૪૯૨માં અમેરિકા પહોંચી ગયો. તે ત્યાં લાંબો સમય રોકાયો અને આ દેશનું મહત્ત્વ દુનિયા સમક્ષ મૂક્યું! કોલંબસે જે દરિયાઈ માર્ગ ઉપર પ્રવાસ કર્યો હતો તેને આજે પણ સ્પાઇસ રૂટ કહેવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ), જેને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અથવા અમેરિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ૫૦ રાજ્યોનું સંઘીય પ્રજાસત્તાક છે અને વોશિંગ્ટન, ડી.સી. તેની રાજધાની છે. ૪૮ સંલગ્ન રાજ્યો ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદ ધરાવે છે, ઉત્તરપશ્ચિમમાં અલાસ્કાનો અફાટ બરફ આચ્છાદિત પ્રદેશ અને પેસિફિક મહાસાગરમાં હવાઈનો દ્વીપસમૂહ છે.
વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક, યુ.એસ. આર્થિક સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા, નવીનતા, માનવ અધિકારો અને ઉચ્ચ શિક્ષણમાં સૌથી ઊંચા ક્રમે છે. લગભગ ૧૮૯૦ થી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર રહ્યું છે. તે કોઈપણ દેશ કરતાં સૌથી વધુ સંપત્તિ ધરાવે છે અને ઓઈસીડી દેશોમાં માથાદીઠ સૌથી વધુ ઘરગથ્થુ આવક ધરાવે છે, જોકે યુ.એસ.માં સંપત્તિની અસમાનતા મોટાભાગના અન્ય વિકસિત દેશો કરતા વધારે છે. યુ.એસ. બહુવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોનું સભ્ય છે અને વૈશ્વિક રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને લશ્કરી બાબતોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે.
અમેરિકા આધુનિક વિચારસરણી માટે પણ વિવાદ અને ચર્ચામાં રહે છે. ભારતમાં જેટલી સરળતાથી સાબુ ખરીદી શકાય તેટલી સરળતાથી અહી બંદૂક ખરીદી શકાય છે. વિશ્વની તમામ બ્રાન્ડનો દારૂ મળે છે. સેક્સ અહી સામાન્ય બાબત છે. લોકો બચતોમાં બહુ માનતા નથી અને વિક એન્ડમાં સપ્તાહની આવક વાપરી નાખે છે. લગ્નજીવન બહુ ટકાઉ હોતા નથી. ટેસ્લાના માલિક એલોન મસ્કને ચાર પત્ની અને ૧૪ બાળકો છે! વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાલમાં ત્રીજી પત્ની છે.
અમેરિકામાં આવેલું હોલીવુડ સૌથી સફળ ફિલ્મોના નિર્માણ માટે જાણીતું છે. તેની ફિલ્મો દુનિયાભરમાં જોવાય છે. દુનિયાના સૌથી આધુનિક ભવ્ય શહેરોમાં તેનું લાસ વેગાસ પ્રથમ ક્રમે છે. અહી ટ્રમ્પના જુગરખાના ધમધમે છે. ટ્રમ્પનું વ્યક્તિગત ખાનગી નિવસ્થાન માર-એ-લાગો દુનિયાનું સૌથી મોંઘું અને વિશાળ આવાસ છે!
અમેરિકાને દુનિયામાં યુદ્ધ ભડકાવનારો દેશ માનવામાં આવે છે. ફર્સ્ટ પોસ્ટના પત્રકાર પલકી શર્મા લખે છે કે, બીજા દેશોમાં હસ્તક્ષેપ અમેરિકાની જૂની ટેવ છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ૨૯ દેશો ઉપર હુમલા કર્યા છે. જો કે, ટ્વીન ટાવર ઉપરનો હુમલો, તે અમેરિકા ઉપરનો સૌથી મોટો હુમલો હતો. અમેરિકાની ધરતી ઉપર હજુ સુધી કોઈ યુદ્ધ ખેલાયું જ નથી!
અમેરિકા ભારત સાથે ભલે હાઉડી-હાઉડી રમે, પરંતુ નિયમિત રીતે અહી પોતાની તાકાતનું પ્રદર્શન કરતું રહે છે. તાજેતરમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીય લોકોને હાથકડી અને પગમાં બેડી પહેરાવી ધકેલી દીધા હતા અને ભારત વિરોધ પણ નોંધાવવામાં નિષ્ફળ રહ્યું!
'નોબત'ના વાચકો અને ચાહકોએ મહાસત્તા અમેરિકાનો પ્રવાસ જીવનમાં અચૂક એકવાર કરવો જોઈએ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પુષ્પા-૨, પાતાળ લોક, હિસાબ બરાબર, મહેતા બોય્ઝ અને મિસિસ મુખ્ય રજૂઆતોઃ
પાપ-પુણ્યના કુંભમાં ડૂબકી મારવી હોય તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવું પડે, પરંતુ મનોરંજનના મહાકુંભમાં રસ તરબોળ થવું હોય તો ઘર બેઠા ગંગા છે! ટેલિવિઝનનો નાનો પડદો હવે મોટા મનોરંજનનું માધ્યમ બની ગયો છે. ઑટીટી એપ્લિકેશન દ્વારા મનફાવે તે સમયે ફિલ્મો, શ્રેણીઓ સહિતના જથ્થાબંધ કાર્યક્રમો રિકલાયનર સોફામાં પોપ કોર્ન આરોગતા માણી શકાય છે. પુષ્પા-૨ મોટા પડદા ઉપર ૮૦૦ કરોડની કમાણી કરે તો પણ નાના પડદે પણ રજૂ કરવી પડે છે. મારા જેવા દર્શકો હવે ઘરે બેઠાં બેઠાં મનોરંજનની દુનિયામાં જૂજ ખર્ચે પગ પખાળી લે છે!
નાના પડદે ફેબ્રુઆરી મહિનો ગરમ રહ્યો અને આગામી સમયમાં ૫૬ ભોગ મળવાનું આયોજન થઈ ચૂક્યું છે. બે દાયકા પહેલા નિષ્ફળ રહેલી ફિલ્મ સનમ તેરી કસમ (કમલ હસનવાળી નહીં) હમણાં ઓટીટી ઉપર ફરી રજૂ થઈ અને સફળ રહી. મોટા પડદે નિષ્ફળ રહેલી ફિલ્મો હવે ધામધૂમથી અહી આવી રહી છે. જંગી કમાણી કરનાર અલૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-૨ થોડી લાંબી કરી રીલોડ ટેગ લાઇન સાથે રજૂ કરવામાં આવી.
ઇમરજન્સી
કંગના રનૌત સ્ટારર ફિલ્મ ઇમરજન્સી નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કંગનાએ માહિતી આપી છે કે આ ફિલ્મ ૧૭ માર્ચે પ્રીમિયર થશે. આ જાહેરાત પછી, કંગનાના ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. કંગના રનૌતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. ઇન્દિરા ગાંધી અને તેના કટોકટીકાળ ઉપર આ ફિલ્મ બની છે.
છાવા
વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ મોટા પડદે ધૂમ મચાવી રહી છે. માર્ચના અંતમાં નાના પડદે રજૂ થવાની ધારણાં છે. પુષ્પા-૨ ની જેમ અહીં પણ તેની લંબાઈ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.
મસાલા મનોરંજન
ક્રાઈમ થ્રિલર પ્રેમીઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ ઝી-ફાઇવ પર રજૂ થયેલી વેબ સિરીઝ 'ક્રાઈમ બીટ' ચોક્કસ ગમે તેવી છે. આ શ્રેણીની વાર્તા એક પત્રકાર પર કેન્દ્રિત છે જે બદલાની આગમાં એક ખતરનાક ગેંગસ્ટરનો સામનો કરે છે અને છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને રાજકારણના જાળમાં ફસાઈ જાય છે. શ્રેષ્ઠ ક્રાઈમ જર્નાલિસ્ટ બનવા માટે તે મુશ્કેલ પડકારોનો સામનો કેવી રીતે કરશે? તેની વાર્તા મજા પડે તેવી છે. આ ફિલ્મમાં સાકિબ સલીમ, સબા આઝાદ, રાહુલ ભટ્ટ, સાઈ તામહણકર અને આદિનાથ કોઠારે જેવા નવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
'ઉપ્સ.. અબ ક્યા' એ ગિના રોડ્રિગ્ઝ અને જસ્ટિન બાલ્ડોનીના પ્રિય શો 'જેન ધ વર્જિન'ની હિન્દી રિમેક છે. આ એક રોમેન્ટિક કોમેડી છે જેમાં એક કુંવારી યુવતી તેના ગાયનેકોલોજિસ્ટની ભૂલને કારણે તેના બોસના બાળકથી ગર્ભવતી બને છે, જેના કારણે તે તેના બોસ અને તેના બોયફ્રેન્ડ સાથે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ જાય છે. આ શોમાં શ્વેતા બાસુ પ્રસાદ, આશિમ ગુલાટી, જાવેદ જાફરી અને સોનાલી કુલકર્ણી જેવા કલાકારો જોવા મળશે. આ વેબમાં અભિનેત્રી અમી અલ્યા કે જે કેટરીના કૈફની હમસકલ લાગે છે તે પણ મુખ્ય ભૂમિકામાં છે. ૮ હપ્તાની આ વેબ શ્રેણી જીઓ હોટસ્ટારમાં રજૂ થઈ છે.
ઝીરો ડે એ એક અંગ્રેજી રાજકીય થ્રિલર શ્રેણી છે જેમાં રોબર્ટ ડી નીરો, લિઝી કેપલાન, જેસી પ્લેમોન્સ અને એન્જેલા બે સેટ અભિનીત છે. ૨૦ ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી શકો છો.
બહુચર્ચિત વેબ સિરીઝ આશ્રમ ૩ ભાગ ૨ની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે. પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલની ક્રાઈમ ડ્રામા વેબ સિરીઝ 'આશ્રમ ૩ પાર્ટ ૨'નું ટ્રેલર લોન્ચ થયા પછી, હવે તે ૨૭ ફેબ્રુઆરીએ મેક્સ પ્લેયર ઉપર રજૂ થઈ. આ ઓટીટી સંપૂર્ણ ફ્રી ટ્રાન્સમિશન છે. ધાર્મિક બાબાઓના આશ્રમમાં ચાલતી ગરબડીઓ, મહિલાઓનું શારીરિક શોષણ, ડ્રગ્સ, માફિયાગીરી જેવા પાસાઓને આવરી લે છે.
મહેતા બોય્ઝ
બોલિવૂડના કસાયેલ કલાકાર બોમન ઈરાનીએ મહેતા બોય્ઝ દ્વારા નિર્માણ કાર્યમાં પણ ઝુકાવ્યું છે. પિતા પુત્ર વચ્ચેના મતભેદોને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અમેઝોન ઉપર આ ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા છે. બોમન જૂના ઘરને છોડવા નથી માંગતા અને પુત્ર પોતાની કારકિર્દી વિકસવવા માટે મુંબઈ જતો રહે છે. પુત્રી લગ્ન કરી વિદેશમાં સ્થાઈ હોય છે. પિતા અને પુત્ર વચ્ચેના ગંભીર મતભેદોને કારણે પુત્રી પિતાને પોતાની સાથે વિદેશ લઈ જવા ઈચ્છે છે. પરંતુ આકસ્મિક કારણોસર બોમને હવાઈ મથકથી સીધા પુત્રના નાના જૂના ઘરમાં જવું પડે છે. અહી બનતી ઘટનાઓ દર્શકોને ભરપુર મનોરંજન પૂરૃં પાડે છે.
મિસિસ
મહેતા બોયઝની જેમ આ ફિલ્મ પણ પારિવારિક છે. નવપરીણિત પતિ અને પત્ની વચ્ચેના તંગ સંબંધો ઉપરની આ એક વધુ ફિલ્મ કહી શકાય! નૃત્યમાં રૂચિ ધરાવતી સાન્યાને તબીબ પાત્ર મળવાથી ખુશ છે. પતિ ઉચ્ચ ડિગ્રીધારી હોવાથી પોતાના મુખ્ય શોખ નૃત્યને પણ તિલાંજલિ આપે છે. દરેકના દાંપત્યજીવનમાં બને છે તેમ થોડા વખત પછી સાન્યા સસરા અને પતિની કચકચથી તંગ આવી જાય છે. લગ્ન પછી તે મોટાભાગે રસોડામાં જ પસાર કરવો પડે છે, ઉપરથી બે પુરૂષોની ટકટક તેને નીરસ કરી દે છે. રિચાની ભૂમિકામાં સાન્યા મલ્હોત્રા, દિવાકરની ભૂમિકામાં નિશાંત દહિયા, સસરાની ભૂમિકામાં કંવલજીત સિંઘ છે. મિસિસ ફિલ્મ મલયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન કિચન (૨૦૨૧)ની રિમેક છે.
બ્લેક વારંટ
દેશની નામચીન તિહાર જેલમાં ૩૫ વર્ષ ફરજ બજાવનાર સુનિલ ગુપ્તા નામના જેલર દ્વારા લખાયેલ પુસ્તક બ્લેક વારંટ ઉપર આ શ્રેણી આધારિત છે. દર્શકોમાં તે લોકપ્રિય ફિલ્મ બની છે. સાત હપ્તાની આ શ્રેણીમાં કુખ્યાત ગુનેગાર ચાર્લ્સ શોભરાજ અને રંગા બિલાની વાર્તા છે. સુનિલ ગુપ્તાની ભૂમિકામાં ઝહાન કપૂર છે. જેલની દીવાલો પાછળની જિંદગી અહીં બખૂબી દર્શાવવામાં આવી છે.
ધૂમ ધામ
આપણાં ગુજરાતી સુપરસ્ટાર પ્રતિક ગાંધીની આ ફૂલ લેન્થ હિન્દી ફિલ્મ છે. યામી ગૌતમ અને પ્રતીક ગાંધીની એક્શનથી ભરપૂર ફિલ્મ 'ધૂમ ધામ' નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. 'ધૂમ ધામ'ની વાર્તા વીર ખુરાના અને કોયલ ચઢ્ઢાની આ સપાસ ફરે છે, જેઓ એક મનમેળ ન ખાતુ દંપતી છે અને ગોઠવાયેલા લગ્નમાં બંધાય છે.
ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ
હિન્દી ફિલ્મ ''ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ''ની વાર્તા એક ગુપ્ત સમાજની આસપાસ ફરે છે જે છત્રપતિ શિવાજી મહારાજના ૧૭મી સદીમાં છુપાયેલા ખજાનાને શોધી કાઢે છે, હીરો રાજીવ તેને ખોટા હાથમાં ન જવા દેવાના મિશનનું નેતૃત્વ કરે છે, અને અંતે શિલેદાર્સના વડા તરીકે ઉભરી આવે છે. ''ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ'' ડિઝની પ્લસ હોટસ્ટાર પર છે.
હિસાબ બરાબર
આ ફિલ્મ હિન્દી ભાષાની વ્યંગાત્મક એક્શન કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં આર. માધવન મુખ્ય ભૂમિકામાં છે. નીલ નીતિન મુકેશ, કીર્તિ કુલ્હારી, રશ્મિ દેસાઈ અને ફૈઝલ રશીદ સહાયક ભૂમિકાઓમાં છે. આ વાર્તા એક રેલ્વે ટિકિટ ચેકરની છે જે નાના બેંક વ્યવહારોમાં વિસંગતતાઓ ઉજાગર કરે છે, જે તેને ઊંડા પ્રણાલીગત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તરફ દોરી જાય છે. આ ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયો અને એસપી સિનેકોર્પ દ્વારા કરવામાં આવ્યું છે. ઝી-૫ની આ ફિલ્મમાં મુખ્ય હીરો આર. માધવન બેંકમાં માત્ર ૧૭.૨૫ રૂપિયા ઓછા જમા થતાં બેન્ક સામે લડાઈ કરે છે, અને કરોડોનું કૌભાંડ બહાર આવે છે. નાના નાના હિસાબોથી તેના નજીકના લોકો પણ પરેશાન રહે છે, પરંતુ તે હિસાબ બરાબર કરે છે.
પાતાળલોક-૨
મારધાડ અને એક્શન પેક વેબની આ બીજી સિઝન છે. સ્વર્ગમાં દેવતાઓ રહે છે, ધરતી ઉપર માનવો રહે છે અને પ ાતાળ લોકમાં ગંદા કીડા રહે છે તે થીમ છે. ફિલ્મો હીરો પોતાના નવા સહકર્મીને કહે છે કે આપણું પોલીસ સ્ટેશન પાતાળ લોકમાં આવેલું છે અને ગંદા કિડાઓ સાથે જ પનારો પડ્યો છે. બીજી સિઝનમાં વાર્તા નાગલેન્ડની અંધારી આલમ ઉપર આધારિત છે. હાથીરામ ચૌધરીની મુખ્ય ભૂમિકામાં જયદીપ આહલાવતનો અભિનય કાબિલે દાદ છે.
આર્થિક કટોકટી
આ કોઈ વેબ સિરિઝનું નામ નથી, પરંતુ ઓટીટી એપ્સ ની વર્તમાન હાલત છે. મોટા ભાગની એપ્સ નફો રળતી નથી. આંતરરાષ્ટ્રીય એપ નેટફલીકસને દર્શકો ન મળતાં મહિને ૫૦૦ રૂપિયાને ઘટાડીને ૧૯૯ કરી નાખ્યા, પરંતુ તે મોટા ખોટના ખાડામાં ઉતરી ગઈ. જો કે વિશ્વના ૧૫૦ દેશોમાં તેનું પ્રસારણ હોવાથી તેની પાસે કન્ટેન્ટનો દુકાળ નથી અને ભારતની ખોટ પણ નડતી નથી. ભારતના ટોચના ધનિક મુકેશ અંબાણીની ઓટીટી એપ વૂટનું તો બાળમરણ થઈ ગયું. ત્યારબાદ જીઓ સિનેમા લોન્ચ કર્યું અને આઈપીએલના મફત પ્રસારણને કારણે થોડો સમય ટકી ગયું. મોટા ટેક ઓવર કરવા માટે જાણીતી રિલાયન્સે વિશ્વની માતબર ડિઝની હોટસ્ટારનો ભારતનો ધંધો ખરીદી લીધો. તેના બીજા સાહસ જીઓ સિનેમાને પણ તાળાં લાગી ગયા પછી હવે ત્રીજા પ્રયાસમાં જીઓ હોટસ્ટાર શરૂ કર્યું છે. જીઓએ વિશ્વ વિખ્યાત મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લેનો અમદાવાદનો બીજા દિવસનો જલસો સંપૂર્ણ મફત લાઈવ કર્યો હતો. ડિઝની હોટસ્ટાર જેવી કન્ટેન્ટ સમૃદ્ધ કંપની પણ ભારતમાં નફો રળવામાં ટૂંકી પડી છે. સોની લિવ અને ઝી-૫ હચુડચુ છે. ભારતમાં ક્રિકેટની બાબતમાં પણ માત્ર આઈપીએલને ટીવી વ્યૂઅરશીપ મળે છે, બાકીની મેચોમાં બહુ કમાણી થતી નથી! શિવરાત્રિ પર્વ પ્રસંગે પણ સોમનાથથી લઈ સદગુરૂ ઈશાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કર્યું છે.
ભારતમાં એમેઝોન પ્રાઇમ, નેટફલીક્સ, જીતેન્દ્રની પુત્રી એકતા કપૂર સંચાલિત અલ્ટ બાલાજી (એડલ્ટ કન્ટેન્ટ), મેક્સ પ્લેયર (ટાઈમ્સ જૂથનું ફ્રિ એપ), શેમારૂ, ઇરોઝ નાવ જેવા ૧૦ ઓટીટી પ્લેટફોર્મ છે.
બાળ અવસ્થા
ભારતમાં ઓટીટી (ઓવર ધ ટોપ) મનોરંજન હજુ બાલ્યા અવસ્થામાં છે. સામાજિક શ્રેણીઓમાં પણ અચાનક ગંદા દૃશ્યો અને શબ્દો આવવા લાગે છે, પરિવાર સાથે બેસીને જોવામાં સંકોચ થાય તેવું છે. કેટલીક એપ તો ભારતીય સંસ્કૃતિને ન શોભે તેવું મનોરંજન બેફામ પીરસે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને નીતનવીન મનોરંજન મુબારક.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કુદરતી ખેતી માટે સુષુપ્ત જ્વાળામુખીની રાખ અને લાવા મહત્ત્વનાઃ આપણો ગિરનાર પણ વાલ્કેનો ટુરીઝમની શક્યતાઓથી ભરપૂર છે!
વાલ્કેનો એટલે જ્વાળામુખી. આ સ્થળે જ્યારે વિસ્ફોટ થયા હોય અને તે દરમિયાન લાવા અને રાખ નીકળે તે સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ જાય છે, અહીં ફળદ્રુપ જમીન સર્જાય છે. આ જ્વાળામુખી સુષુપ્ત થયા બાદ મોટા વિસ્તારમાં મોટી માત્રામાં રાખ, કાદવ જમા થાય છે. આ જમીનમાં ઊગતી ખેત પેદાશો પોષક તત્ત્વોથી ભરપૂર અને ઝેરી રસાયણોથી મુક્ત હોય છે. આ વિસ્તારમાં હવે લોકો ડિટોક્સ થવા માટે જઈ રહ્યા છે. વિશ્વમાં નવતર કહી શકાય તેવા વાલ્કેનો ટુરીઝમ કે વાલ્કેનો લાઈફનો ક્રેઝ વધી રહ્યો છે. ધનાઢ્ય લોકો કુદરત તરફ વળી રહ્યા છે. પ્રદૂષણ વધતાં તંદુરસ્ત જીવન માટે ઓર્ગેનિક વસ્તુઓ અપનાવી રહ્યા છે. રસાયણો મુક્ત ખોરાકની માંગ વધી રહી છે. દુનિયાની વિશાળ જનસંખ્યાની માંગને પહોંચી વળવા હાલમાં ઓર્ગેનિક ઉત્પાદનો અપૂરતા છે, તેથી મોંઘા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અને જૂનાગઢ નજીક સાસણના વિસ્તારોમાં ધનાઢ્ય લોકોના ઓર્ગેનિક ફાર્મ હાઉસ વધી રહ્યા છે. કેરળમાં ઓર્ગેનિક જીવનશૈલી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. ત્યાંનો મસાજ વિશ્વ પ્રસિદ્ધ છે. જો કે આ તો પરંપરાગત પ્રાચીન વ્યવસ્થા છે. સુષુપ્ત જ્વાળામુખીના કમાન્ડ વિસ્તારમાં જ્વાળામુખીના લાવા અને રાખ ઠંડા થતાં તે અતિ ફળદ્રુપ હોવાનો વૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે. અહીં હવે ખેતી થવા લાગી છે, રાખના માલિશ, મસાજ કરવાનો ક્રેઝ વધ્યો છે!
વિશ્વમાં સુષુપ્ત જ્વાળામુખીઓ અનેક અને અસંખ્ય છે. બીજી તરફ ધગધગતા લાવા ઓકતા જ્વાળામુખીઓ પણ હૈયાત છે. ધરતીના પેટાળમાં ખદબદતા આ કુદરતી રાક્ષસ સામે આધુનિક વિજ્ઞાન પણ વામણું પુરવાર થયું છે. જ્યાં જ્વાળામુખી ફાટે ત્યાંથી સલામત ભાગી જવામાં જ શાણપણ છે. કારણ કે, આ દૈત્ય પૃથ્વીની રચના સમયથી અસ્તિત્વમાં છે અને હજુ ધરતીના અંત સુધી જીવિત રહેશે. ધરતીના પેટાળમાં ક્યાં, કેટલો, કેવો લાવારસ હૈયાત છે તેનું આકલન કરવું શક્ય નથી. ધરતી ઉપર ઉપસી આવેલા નાના મોટા પહાડો જ્વાળામુખીની રચના જ હોવાનું અનુમાન છે. એવરેસ્ટથી લઈને આપણા ગિરનાર સુધીના પર્વતો જ્વાળામુખી નામની ભૌગોલિક પ્રક્રિયાનું જ પરિણામ છે.
આકર્ષણ
પ્રદૂષણ અને માંદગીથી પીડાતા લોકો માટે તંદુરસ્ત જીવનશૈલી મુખ્ય આકર્ષણ છે. જ્યાં શુદ્ધ હવા અને ખોરાક મળે ત્યાં ધસારો વધે છે. સામાન્ય માણસ પણ જાણી ગયો છે કે બજારમાં મળતાં શાકભાજી અને બીજા ખોરાક કેમિકલથી ભરપુર હોય છે. રસાયણો વગર ખોરાક શક્ય નથી. કેરીને કાર્બનથી પકવવામાં આવે છે. ફુલાવર, કોબી, ટામેટાં, કેળાં જેવા તમામ શાકભાજી ફાયદા કરતા નુકસાન વધુ કરે છે. દૂધ, ઘી, તેલ નકલી બને છે. ખેતીમાં રસાયણોના બેફામ વપરાશથી હવે માંદગી હાથવગી થઈ ગઈ છે. રોગમાંથી સાજા થવા માટે મળતી દવાઓમાં પણ ભેળસેળ થઈ રહી છે, દવાઓ નકલી બને છે.
જાગૃતિ વધવાની સાથે લોકો હવે કુદરત તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક વસ્તુઓનું પ્રમાણ હજુ નહીંવત છે, તેથી મોંઘી પણ છે. કેટલીક ચીજો અને સુવિધાઓ કોમન મેન માટે હજુ દુર્લભ અને આર્થિક રીતે પહોંચની બહાર છે. આમ છતાં લોકો હવે કુદર તરફ સરકી રહ્યા છે. કુદરતી ઉત્પાદનો અને સેવાનું આકર્ષણ વધી રહ્યું છે.
પ્રક્રિયા
વાલ્કેનો એટલે એક સમયે ફાટેલા અને ત્યારબાદ સેંકડો વર્ષોથી સુષુપ્ત જ્વાળામુખી. જ્વાળામુખી ફાટે ત્યારે તેની સાથે લાવારસ, રાખ સહિતના ભૂગર્ભ ખનિજો ધરતી ઉપર ઠાલવે છે, જે કાળક્રમે પથ્થર કે માટીના સ્વરૂપે સ્થિર થાય છે. આ માટીમાં અદ્ભુત દ્રવ્યો હોય છે. જો અહી ખેતી કરવામાં આવે તો કોઈપણ જાતના કુદરતી કે રાસાયણિક ખાતર વગર પાક ઊગી શકે છે. આથી દુનિયાના આવા સુષુપ્ત જ્વાલામુખીના કમાન્ડ વિસ્તારમાં નૈસર્ગિક ખેતી કરવામાં આવે છે. આરોગ્ય અને તંદુરસ્તીની ચિંતા કરતા ધનાઢ્ય લોકો અહી આવી જ્વાળામુખીના કમાન્ડ વિસ્તારમાં ઊગેલી ખેત પેદાશો આરોગે છે. અહીં વહેતા શુદ્ધ અને સાત્ત્વિક પાણી ગ્રહણ કરે છે. દુન્યવી બાબતોથી દૂર રહે છે. અહીની રાખ કહો કે માટી, અદ્ભુત ગુણો ધરાવે છે, તેનો માલિશ કરવામાં આવે છે. આધુનિક ભાષામાં તેને મડ બાથ અથવા મડ મસાજ પણ કહેવામાં આવે છે. જ્વાલામુખીની રાખ અથવા માટીના પોષક ગુણોને કારણે શરીર નિરોગી બને છે. નવી ભાષામાં કહેવું હોય તો શરીર ડિટોક્સ થાય છે!
હવે ડિટોક્સની વ્યાખ્યા સમજીએ. સામાન્ય ખોરાક, હવા અને પાણીને કારણે શરીરમાં ઝેરી તત્ત્વો જામી જાય છે, જેનો સામાન્ય દવા કે શ્રમથી નિકાલ થતો નથી. આ ઝેરી તત્ત્વોને કારણે રક્તચાપ, સ્યુગર, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારી આવે છે. આ ઝેરી તત્ત્વોનો નિકાલ કરવા માટે નીતનવી પદ્ધતિઓ પ્રચલિત છે. યોગ પણ તેમની એક છે. શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ડિટોક્સ!
પશ્ચિમના તબીબશાસ્ત્ર અનુસાર જ્વાળામુખીના વિસ્તારમાં પાકતા ખોરાક કે વહેતા પાણીમાં અદ્ભુત શક્તિ અને ઔષધિય ગુણો રહેલા છે. ધરતી ઉપર તેનાથી વિશેષ ગુણ બીજે ક્યાંય નથી.
હવાઈ ટાપુ
અમેરિકાના સૌથી મોટા ટાપુ હવાઈ ઉપર આજે પણ જ્વાળામુખી લબકારા મારે છે. વારંવાર લાવા વહે છે અને હજારો ચોરસ માઈલ વિસ્તારમાં લાવા ઠંડો થઈ જમીન બની ગયો છે. હવાઈ ટાપુ આજે વાલ્કેનો ટુરિઝમ માટે હોટ ફેવરિટ છે.
અન્ય
દુનિયામાં જાપાન, ચીલી, ગ્વાટેમાલા, તુર્કી, યૂથોપિયા, પોર્ટુગલ, રશિયા, ઈકવાડોર, શ્રીલંકામાં સક્રિય અથવા સુષુપ્ત જ્વાળામુખી છે. ભારતમાં આંદામાન સમુદ્ર સ્થિત બેરેન ટાપુ ઉપર હાલમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે. તે પોર્ટ બ્લેરથી ૧૩૮ કિલોમીટરના અંતરે છે અને તેનો પહેલો વિસ્ફોટ ૧૭૮૭માં થયો હતો. ત્યારથી, ૨૦૨૧ સુધી તે ૧૦ થી વધુ વખત ધુમાડો અને ગરમીના મોજા ફેલાવી ચૂક્યો છે.
સક્રિય અથવા સંભવિત સક્રિય જ્વાળામુખી ઉપરાંત, વિવિધ વૈજ્ઞાનિકો અને અભ્યાસો દર્શાવે છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પાણીની અંદરના કેટલાક જ્વાળામુખી હોઈ શકે છે.
ગિરનાર
સૌરાષ્ટ્રમાં પથરાઈને પડેલો ગરવો ગઢ ગિરનાર પણ એક સમયનો સુષુપ્ત જ્વાળામુખી જ છે. આપણે આજે પણ કહીએ છીએ કે ગિરનાર પર્વત ઔષધિઓનો ભંડાર છે. આપણે તેના ઔષધિય મહત્ત્વને ભૂલી ગયા છીએ અને ધાર્મિક મહત્ત્વ વધી ગયું છે! ગિરનારમાં વસતા સાધુઓનું આયુષ્ય બહુ લાંબુ હોવાની માન્યતા છે. અહી અઘોરી લોકો પણ વસતા હોવાનું મનાય છે. ગિરનાર કરોડો વર્ષ પહેલાં સક્રિય જ્વાળામુખી હોવાનું મનાય છે અને તેની રચનામાં લાવા અને રાખ છે. જે હવે માટીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગિરનાર પર્વત અલભ્ય જડીબુટ્ટી માટે કેમ અનુકૂળ છે? કારણ કે તે વાલ્કેનો માઉન્ટેન છે. અહીની અસંખ્ય ઔષધિઓ પારખવા માટે આયુર્વેદ નિષ્ણાતો પણ વર્ષોથી મહેનત કરી રહ્યા છે. દુર્લભ મૂળિયાં, પાંદડા, ડાંખળા, ફૂલ અને ફળનો પૂરતો અભ્યાસ થયો નથી.
ગિરનાર પર્વતને વાલ્કેનો લાઈફ કે પ્રવાસન સ્થળ તરીકે અલાયદો તારાવવો જોઈએ. આપણે ધર્મને મહત્ત્વ આપ્યું, પરતું કુદરતની ભેટને ભૂલી ગયા છીએ. આજના સમયમાં કહેવાય છે કે, જામસાહેબ અજાડ ટાપુ ઉપર ઊગતો બાજરો ખાય છે. કારણ કે અહીની જમીન અને હવા કુદરતી અને રસાયણો મુક્ત છે. ગિરનાર પર્વત અજાડ ટાપુ કરતાં અનેક ગણા વધુ કુદરતી ખનિજો અને ચોખ્ખી હવા ધરાવે છે.
ગિરનારની માટીની પણ પ્રયોગશાળામાં તપાસ કરવાની જરૂર છે. ત્યાં વધુ સંશોધનો કરવામાં આવે તો અમૂલ્ય ખજાનો મળી શકે. ગિરનારને પ્રવાસનને બદલે આયુર્વેદ માટે વિકસિત કરવાની જરૂર છે.
તુલસીશ્યામ
જૂનાગઢના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળ તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા (કુંડ) પ્રસિદ્ધ છે. અહીં પાણી સતત ગરમ રહે છે. વૈજ્ઞાનિક કારણ એ છે કે પેટાળમાં ફોસફરસ હોવાને કારણે પાણી ગરમ રહે છે. આ પ્રકારના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત રહે છે અથવા મટી જાય છે. ભારતમાં આવા ગરમ પાણીના કુંડ અનેક જગ્યાએ આવ્યા છે. આ પણ એક વાલ્કેનો ઇફેક્ટ જ છે!
પ્રકાર
જ્વાળામુખી વિસ્ફોટના ત્રણ મુખ્ય પ્રકાર છે
(૧) મેગ્મેટિક વિસ્ફોટ એ સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. તેમાં મેગ્માની અંદર ગેસનું ડિકમ્પ્રેશન શામેલ છે જે તેને આગળ ધપાવે છે. ફ્રેટિક વિસ્ફોટ મેગ્માની નજીક હોવાને કારણે વરાળના સુપરહીટિંગ દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રકાર કોઈ મેગ્મેટિક પ્રકાશન દર્શાવતો નથી, તેના બદલે હાલના ખડકના દાણાદાર અને પથરીલા બને છે.
(૨) ફ્રેટિક વિસ્ફોટ મેગ્મા અને પાણીની સીધી ક્રિયાપ્રતિક્રિયા દ્વારા ચલાવવામાં આવે છે, ફ્રેટિક વિસ્ફોટોથી વિપરીત, જ્યાં કોઈ તાજો મેગ્મા સપાટી પર પહોંચતો નથી. આ વ્યાપક વિસ્ફોટ પ્રકારોમાં ઘણાં પેટા પ્રકારો છે. સૌથી નબળા હવાઇયન અને સબમરીન છે, પછી સ્ટ્રોમ્બોલિયન છે, ત્યારબાદ વલ્કેનિયન અને સુર્ટ્સિયન છે. મજબૂત વિસ્ફોટ પ્રકારો પેલિયન વિસ્ફોટ છે,
(૩) પ્લિનિયન વિસ્ફોટ-સૌથી મજબૂત વિસ્ફોટોને અલ્ટ્રા-પ્લિનિયન કહેવામાં આવે છે. સબગ્લેશિયલ અને ફ્રેટિક વિસ્ફોટો તેમના વિસ્ફોટ પદ્ધતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને શક્તિમાં ભિન્ન હોય છે. જ્વાળામુખી વિસ્ફોટક શક્તિનું એક મહત્ત્વપૂર્ણ માપ જ્વાળામુખી વિસ્ફોટ સૂચકાંક છે, જે ૦ થી ૮ સુધીનો ક્રમનો સ્કેલ છે, જે ઘણીવાર વિસ્ફોટક પ્રકારો સાથે તેનું માપ સંબંધિત હોય છે.
પહેલું સુખ
ગુજરાતી કહેવત અનુસાર પહેલું સુખ તે જાતે નર્યા છે. માણસ કાયમ આ સુખની શોધમાં ભટકે છે. જો કે વસ્તી વધારા અને સ્વાર્થને કારણે શરીર સુખ હવે દોહ્યલું બની ગયું છે. બાબા રામદેવ યોગને અપનાવવા માટે આહવાન કરે છે. માણસ નીતનવા અખતરાઓ કરીને પણ સુખી નથી થતો. આયુર્વેદમાં પણ પેટની સ્વસ્થતા મહત્ત્વની ગણવામાં આવી છે. ઉપવાસ તેનું મહત્ત્વનું માધ્યમ છે. કદાચ પહેલા સુખ માટે વાલ્કેનો થેરાપી કારગર નિવડે પણ ખરી! મસાજ થેરાપીમાં કાદવમાં સ્નાન કરવાને મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે કદાચ વાલ્કેનો મસાજનું સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ વર્ઝન પણ હોઈ શકે છે!
'નોબત'ના વાચકો અને ચાહકોને શરીર સુખ સરળતાથી અને કાયમ માટે મળી રહે તેવી શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં મોટાભાગના પક્ષાંતર ધંધા સાચવવા કે વધારવા માટે થાય છે!
ભારતની લોકશાહી હવે યુવાન થઈ ગઈ છે. ૧૯૪૭ થી ૨૦૨૫ સુધીના સ્વતંત્રતા પ્રવાસમાં દેશે અનેક તડકી છાંયડી જોઈ અને અનુભવી. વ્યક્તિનું જીવન હોય કે દેશનું જીવન હોય, બંનેમાં સુખ અને દુઃખ, ચડતી અને પડતી આવે રાખે. આજે અહી આ વિષય ચર્ચવાનો ઉદ્દેશ એટલો જ છે કે, ભારતનું રાજકારણ ગાંધી અને સરદારના મૂલ્યોથી ભટકી ગયું છે. ગાંધી અને સરદારે અંગ્રેજોને દેશ છોડોનો પડકારો કર્યો હતો, આજે ભારતીય લોકો કાયદેસર કે ગેરકાયદેસર ભારત છોડી સુખની શોધમાં દુનિયામાં ભટકી રહ્યા છે. શું ભારતમાં સુખ નથી? આઝાદી પછી સેવેલા સપના શું પૂરાં થયાં નથી? ભારતના નાગરિકોને હાથમાં હાથકડી અને પગમાં બેડી બાંધી તગેડી મૂકવામાં આવે છે તો પણ આપણા પેટનું પાણી કેમ હલતું નથી! ૧૫૦ કરોડની વસ્તી ધરાવતો દેશ ૩૬ કરોડની વસ્તી ધરાવતા દેશ અમેરિકા સામે કેમ વામણો સાબીત થઈ રહ્યો છે? ભારતીય લોકો કેમ ટટ્ટાર ચાલી નથી શકતા? અમેરિકામાં લાખો ચીની લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી જાણવા નથી મળ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમણે હાથકડી પહેરાવી દેશ નિકાલ કર્યા હોય!
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં માહિતી આપી કે, આ ઘટના પહેલીવાર નથી બની. ભૂતકાળમાં પાંચવાર અમેરિકાએ ભારતીય લોકોને તગેડી મૂક્યા છે. આ બાબત બચાવની નહીં શરમજનક કહેવાય. પાંચ વાર આવું થયું તો પણ આપણે જાગ્યા નથી અને નાગરિકો સુખની શોધમાં ભાગી રહ્યા છે! ભૂતકાળમાંથી આપણે શીખવાની ઈચ્છા કે ઇરાદો રાખતા જ નથી. ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો અને કુંભમેળાની ડૂબકીઓ પણ આપણી મનોવૃત્તિને સુધારી શક્તિ નથી.
ટૂંકી દૃષ્ટિ
ભારતની મોટી કરૂણતા એ છે કે, આપણે લાંબુ વિચારી શકતા નથી. નૈતિકતાને બદલે સ્વાર્થ ઉપર સવાર થઈ સુખની શોધમાં આંધળી દોટ મૂકી છે. સોને કી ચિડિયા ગણાતાં પંજાબ પ્રાંતના લાખો લોકો ભારત છોડી ભાગી રહ્યા છે! શું સોનાની ચિડિયા પણ તેમને ઓછી પડે છે? વિદેશમાં સોનાના ઝાડ ઊગે છે? વિદેશ ભાગવામાં આપણાં ગરવા ગુજરાતીઓ પણ પાછળ રહ્યા નથી. સરકારના દાવા મુજબ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મોટો સવાલ એ છે કે, તો પછી ગુજરાતીઓ કેમ સુખની શોધમાં ભાગી રહ્યા છે? આ આપણી માનસિકતા છે કે જરૂરિયાત છે? ઉત્તર ગુજરાતના લોકો લાખો કરોડો ખર્ચી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે તો સૌરાષ્ટ્રના લોકો કેમ ભાગતા નથી? ડાંગ જેવા પછાત વિસ્ તારના લોકો પણ વિદેશ ભાગ્ય હોવાના પ્રમાણ મળતાં નથી.
આપણી વિચારધારા તદ્દન અસ્પષ્ટ અને દિશાહીન છે. ભારતીય લોકો સુખની વ્યાખ્યા નક્કી કરી જ શકતા નથી. રીંગણનો ઓળો ખાવો કે પિઝા, પાસ્તા ખાવા તે પણ નક્કી નથી કરી શકતા. બન્ને ઝાપટે છે.
રાજકીય ભૂમિકા
રાજકારણીઓ સતત કાયમી દાવો કરી રહ્યા છે કે દેશ અમે ચલાવીએ છીએ. વાત સ્વીકારવી પણ પડે કે, લોકશાહીનું ચાલક બળ ચૂંટાયેલા લોકો જ છે. ગાંધી અને સરદાર જે દેશદાઝ ધરાવતા હતા તે હવે કાળક્રમે લુપ્ત થઈ રહી છે. મહાત્મા ગાંધી વિદેશમાં ધિકાતી વકાલત છોડી ભારત આવી ગયા હતા. આજે ધનીકો અને રાજકીય લોકો યેનકેન પ્રકારે પોતાના સ્વાર્થ માટે ભારત છોડી રહ્યા છે. અમેરિકાને મારા તમારા જેવા લાચાર લોકોની જરૂર નથી, તે પણ સદ્ધર લોકોને સહર્ષ આવકારે છે.
રાજકીય મૂલ્યો ઘસાઈ રહ્યા છે, રાજકારણીએ પોતાનું વર્ચસ્વ જાળવવા માટે સબળ લોકોના ખોળામાં બેસવું પડે છે. ગરીબોના ઉદ્ધારના નામે સત્તામાં આળોટતા નેતાઓ અને કાર્યકરો ખાનગીમાં શક્તિશાળી લોકોની પગચંપી કરતા હોય છે. ગુજરાતના મોટા ગજાના રાજકીય નેતા નીતિન પટેલે હૈયાવરાળ કાઢતા કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે!
રાજકારણ શું દલાલી માટે છે? દલાલો માટે છે? આ કોલમના લેખકે પણ દુનિયા બહુ બારીકાઈથી જોઈ છે. રાજકારણમાં સેવાના નામે મેવા અને સલામતી શોધવાની માનસિકતા છેલ્લા અઢી દાયકાથી જ શરૂ થઈ છે. ધંધાને બચાવવા કે વધારવા માટે રાજકીય શરણ શોધતા લોકો નૈતિકતાના નામે મોટું કલંક છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના એક રાજકીય નેતાએ ભાજપને દાયકાઓ સુધી ઉતારી પાડવાનું કર્મ કર્યું અને થોડા સમય પહેલાં તે મહાશય હળવેકથી ભાજપમાં સરકી ગયા! હવે મંત્રીપદના સપના જોવે છે.
પબ્લિક હૈ, સબ જાનતી હૈ. પરંતુ, મતદારો પણ હવે પોત ગુમાવી ચૂક્યા છે. પક્ષપલટો કરનાર નેતાને પાઠ ભણાવવો જોઈએ.
સેવા કે મેવા?
રાજકારણ સેવા માટેનું માધ્યમ છે તેવું આદર્શોમાં કહેવાય છે, પરંતુ કવિ ન્યાયે, શબ્દાનું પ્રાસ મેળવી મારા જેવા દેશ ચિંતકે સેવા સાથે મેવાને આબાદ ફીટ બેસાડી દીધા છે. થોડા સમય પહેલાં એક જર્જરિત કોંગ્રેસી નેતા ભાજપમાં ભળી ગયા પછી બહુ ખુશ દેખાતા હતા, મારાથી અનાયાસે ખુશીનું કારણ પુછાય ગયું.. તેમણે પણ લુચ્ચું હાસ્ય વેરતાં કહ્યું કે.. ગોઠવાઈ ગયું!
દેશની ધીમી ગતિનું કારણ જ આ ગોઠવણ છે. સેવાદારો દ્વારા સેવાના નામે ગજવામાં મેવા સેરવવાની જે રમત ચાલી રહી છે તે તંદુરસ્ત લોકશાહી માટે બહુ જોખમી છે.
ચોકીદાર
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ ઉચ્ચ સાહિત્યકાર કે ફિલ્મી લેખક કરતાં પણ ચોટદાર ડાઈલોગ આપી શકે છે. જેમ ફિલ્મની સાથે સંવાદો પણ ભુલાઈ જાય તેમ ચૂંટણી પૂરી થતાં આવા સૂત્રો પણ હવા.. હવા થઈ જાય છે. એક સમયે ભાજપના નેતાઓ અને કાર્યકરોને મતદારોના હક્કો અને વિકાસ માટે મૈ ભી ચોકીદાર નો નારો ગજવ્યો હતો. ચૂંટણી પૂરી થઈ એટલે ચોકીદારો વિસરાઈ ગયા! વિકાસના ભોજન સમારંભમાં પહેલી પંગતમાં પીરસણિયાઓ જ અડિંગો જમાવી માલ મલિદા ઝાપટી લે છે. હાલારના નાના કોન્ટ્રાકટરો મહાનગરપાલિકામાં અને મોટા કોન્ટ્રાકટરો ગાંધીનગરમાં સિફતથી રાજકીય ખેસ પહેરી ગોઠવાઈ ગયા છે. ચોકીદારોની ફરજો અને નૈતિકતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મોદી સાહેબ પણ મોટા મનના નેતા છે, સૂત્રો આપી ભૂલી જાય છે, માફ કરી દે છે અથવા આંખ આડા કાન કરી દે છે. રાજકોટમાં ટી. પી. ઑ. સાગઠિયાના કેસમાં કોઈ રાજકીય નેતા તો શું, કાર્યકરનું નામ પણ ન ખૂલ્યું!
કોંગ્રેસ
અહી કોંગ્રસ બાબતે બહુ કઈ લખી કે બોલી શકાય તેમ નથી, કારણ કે ગુજરાતમાં ત્રણ દાયકાથી તે સત્તામાં નથી. તેના સૂત્રો કે નિર્ણયો નાના બાળકના તોફાનોની જેમ ભૂલી જવા જોઈએ. મધમાખીઓ મધપૂડો હોય ત્યાં જાય, કોંગ્રેસ પાસે ન તો મધપૂડો રહ્યો છે કે મધમાખીઓ! હાલારના એક રાજકીય નેતા ચૂંટણી કોંગ્રેસમાંથી લડે અને માથું કમલમ બાજુ રાખીને મીઠી નિંદર માણે છે! મતદારો પણ બહુ ઉદાર દિલ અને મનના છે, આવા ડબલ ઢોલકી નેતાઓની કાયમી નોંધ રાખતા નથી.
ડબલ ઢોલકી નેતાઓ માત્ર હાલારમાં જ છે, તેવું નથી, અત્ર તત્ર, સર્વત્ર છે. આ યુનિવર્સલ ફીનોમિના છે. રાષ્ટ્રીય માનસિકતા કે માંદગી છે. કોંગ્રેસ પાસે સત્તા નથી એટલે તેના લેખાં જોખાં બહુ કરી શકાય તેમ નથી. વાચકો માફ કરે!
ઉપચાર
દરેક ચૂંટણીમાં કાજુ બદામ ખાનાર લોકો દ્વારા મતદારોને રેવડી ઓફર કરવામાં આવે છે. આવકવેરાની મર્યાદા ૧૨ લાખ કરવાના અને આઠમાં પગાર પંચની જાહેરાતે દિલ્હીના મતદારોના મન પિગળવી દીધાં તેમ ચૂંટણી નિષ્ણાતો કહે છે. કારણ કે, અહી પગારદાર અને મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં છે. મતદારોને પણ ફિક્કી ગુજરાતી ફિલ્મ જેવા વિપક્ષને બદલે દે ધનાધન જેવા દક્ષિણની ફિલ્મો જેવા નેતાઓ બહુ ગમે છે. મતદારો હિસાબ માંગવાનું લગભગ ભૂલી ગયા છે. જામનગરમાં રેલવે સ્ટેશનનું આધુનિકરણ કેમ ન થાય? વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાલારમાં કેટલા નવા ઉદ્યોગો આવ્યા, કેટલાને રોજગારી મળી તેના આંકડા કેમ જાહેર ન થાય? અમદાવાદ જેવો ફ્લાવર શો અહી કેમ ન થાય? જામનગરના પ્રવાસીઓને કેટલીક ટ્રેનો માટે શા માટે હાપા આવન જાવન કરવી પડે? વિશ્વ પ્રસિદ્ધ ઓઇલ રિફનારીઓ હોવા છતાં હવાઈ અડ્ડો કેમ સૂમસામ ભાસે છે? એક સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ કેમ ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યું છે? જામનગરનું નામ ઓઇલ રિફાઇનરીઓને કારણે દુનિયામાં ઓળખાય છે, તો પછી એક પણ ઇન્ટરનેશનલ માઈલસ્ટોન જેવી માળખાકીય સુવિધા કેમ નથી? શહેરી વિકાસ માટે મહત્ત્વની ગણાતી ટી.પી. સ્કીમોનો અમલ જામનગરમાં કેમ ગોકળ ગાયની ઝડપે કરવામાં આવે છે?
મતદારો જો રેવડીઓથી જ સંતુષ્ટ હોય તો કદી કાજુ બદામ મળવાના નથી!
દેશની ૧૫૦ કરોડની જનતાને નરેન્દ્ર મોદી પ્રત્યે મોટી આશા છે. તે કૉઈ ક્રાંતિ કરશે જ તેવી આશામાં ગુજરાતમાં ૩૦ વર્ષથી અને કેન્દ્રમાં ૧૦ વર્ષથી બેસાડે છે. ખોબલે ને ખોબલે મત ઠાલવે છે. કેજરીવાલ જેવા રાજકીય નેતાથી નિરાશ થાય ત્યારે મતદારો મોદીના ખોળામાં માથું ઢાળી દે છે.
નરેન્દ્ર મોદીના નામે પથરા પણ તરે છે તેવું કહેવાય છે. વાસ્તવમાં મોદીજીએ હવે આ પથરાઓને દૂર હડસેલવા પડશે. દેશની લોકશાહીની મોટી કરૂણતા એ છે કે તેમાં રાજકીય પક્ષ ગુણવત્તાના આધારે નહીં પરંતુ સંખ્યાના આધારે ગાદી હાંસલ કરે છે.
સેવા પરમો ધર્મઃ
સેવા એજ મહાન ધર્મ છે તેવું ગીતમાં કહ્યું છે. આપણાં સેવકો હવે આગળ વધી રહ્યા છે, સેવાની સાથે આબાદ રીતે મેવાને પણ જોડી દીધા છે. ભારતમાં એમ કહેવાય છે કે, અહી બે રીતે પાપ ધોવાઈ શકે છે, એક.. કુંભમેળામાં ડૂબકી મારવાથી અને બીજું.. ભાજપમાં જોડવાથી! આવું બધું વાંચીને ભાજપ પ્રેમી લોકો નારાજ થશે તે નિશ્ચિત છે, પરંતુ કોઇકે તો ખાંડાં ખખડાવવા જ પડશે.
'નોબત'ના વાચકો અને ચાહકો લોકશાહીના સાચા પ્રહરી બને, સત્તાને સવાલો પૂછે અને સંતોષકારક પરિણામ ન મળે તો કડક શિક્ષકની જેમ સેવકને શિક્ષા પણ કરે તેવી હિમ્મત અને લાગણી પ્રભુ આપે તેવી અભ્યર્થના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાધુ-સંતોએ ધર્મમાં વધુ અને સંસારી પ્રવૃત્તિઓમાં ઓછી ડૂબકીઓ લગાવવી જોઈએ
પ્રયાગરાજના મહાકુંભના મુખ્ય અતિથિ જેને કહી શકાય તે સાધુ સંતો તો નેપથ્યમાં જ રહ્યા! આ ધર્મ સમારંભના મુખ્ય આયોજક, સ્વપ્નદૃષ્ટા, રાજકીય નેતા યોગી આદિત્યનાથજી પણ સાધુ જ છે. એક તરફ ધર્મનો મહા મેળો પ્રયાગરાજમાં ધમધમી રહ્યો છે ત્યારે બીજીતરફ જૂનાગઢમાં કેટલાક સાધુ-સંતો અને રાજકીય નેતાઓએ અંદરો અંદર બાંયો ચડાવી છે. સાધુ સંતોની પુણ્ય ભૂમિ મનાતા જૂનાગઢમાં ભવનાથ અને ભૂતનાથ મંદિરના સંતો હવે તો વેશ્યાઓ અને ડાન્સરો સુધીના એક બીજા ઉપર આક્ષેપો કરવા સુધી પંહોચી ગયા છે! આ સનાતન ધર્મ ઉપર મોટું કલંક છે.
સનાતન ધર્મમાં સાધુ, સંત, મહંત અને બાવા એમ ચાર ભાગ પડેલા છે. દરેકની ભૂમિકા, જીવન, આચરણ અને પ્રવૃત્તિ બાબતે કોઈ લેખિત ગાઈડલાઇન નથી, પરંતુ માન્યતાઓ સ્પષ્ટ છે. સેના અને પોલીસમાં દરેક કેડરનો પોષાક અલગ હોય તેમ આ ક્ષેત્રમાં પણ હોદ્દા, પંથ, કાર્ય અનુસાર અલગ-અલગ પહેરવેશ હોય છે. નજીકનો દાખલો લઈએ તો જામનગરમાં આણદાબાવા મહંતનો અને ખીજડા મંદિરના મહંતનો પોષાક ભિન્ન હોય છે. સ્વામિનારાયણ પંથ પણ તેનો આગવો પહેરવેશ ધરાવે છે. આ તમામને સંન્યાસી ગણવામાં આવે છે. તે ભૌતિક બાબતોથી પર રહે છે.
માત્ર હિન્દુ કે સનાતન ધર્મમાં જ આ વ્યવસ્થા છે તેવું નથી. દરેક ધર્મમાં અલગ અલગ નામથી આ વ્યવસ્થા છે. જૈન, ક્રિશ્ચન, મુસ્લિમ, ઈસાઈ, જ્યુસ, શીખ એમ દરેક ધર્મ સંસાર ત્યજી ધર્મ પ્રણેતા બનવાની વ્યક્તિને મંજૂરી આપે છે.
પ્રયાગરાજમાં એક સમયની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડામાં સામેલ થઈ ત્યારે મોટો સવાલ એ ઊભો થયો કે, કિન્નર અખાડામાં મહિલા શા માટે? ત્યાં માત્રને માત્ર કિન્નરો જ હોવા જોઈએ. દુઃખની બાબત એ છે કે, આ બહુ મહત્ત્વના ક્ષેત્રમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે, સમાજને માર્ગ બતાવનારાઓ પોતે જ માર્ગ ભટકી ગયા, જો કે આ અંગે વિવાદ સર્જાતા સભ્યપદ છીનવાયુ હોવાના અહેવાલ છે.
લક્ષણો
સાધુ, સંત, મહંત કે બાવાના લક્ષણો શું હોવા જોઈએ? ટૂંકમાં જાણવું હોય તો કહી શકાય કે, સરળ, સહનશીલ, જ્ઞાની, કરૂણાસભર, ધર્મ પરાયણ, શાંત, અજાત શત્રુ, સાદગી સભર, વિશ્વાસુ, નિર્મોહી વગેરે.. વગેરે. બીજી રીતે કહીએ તો કામ, ક્રોધ, લોભ કે મોહ ત્યાગીને જીવતા લોકો આ વ્યાખ્યામાં આવે.
સાધુ સંતના ઉમદા લક્ષણો માપવા હોય તો ભગવાન બુદ્ધ અને મહાવીરના જીવન ચરિત્રો વાંચવા. બંનેએ ત્યાગીને ભોગવો નો ઉત્તમ જીવન માર્ગ દર્શાવ્યો.
સંસાર છોડતાં પહેલા દિક્ષા લેવી જરૂરી છે. દીક્ષા માટે દરેકની અલગ અલગ વિધિઓ પ્રસ્થાપિત છે, જે ફિરકાઓ કે પંથ અનુસાર હોય છે. ગાદીપતિ અને સેવક એમ બે ફાંટા પણ હોય છે. સંસાર ત્યાગ કરનાર લોકો જુદી માટીના હોવા જોઈએ. જૈન સાધુ અને સાધ્વીજીઓ બહુ કઠોર જીવન જીવે છે. મારા મત અનુસાર આ પંથ સાધુતાના સૌથી વધુ લક્ષણો ધરાવે છે. તેઓ પગપાળા વિહાર કરે છે, માંગીને ખાય છે અને ભૌતિક સુખ સુવિધાઓથી અંતર જાળવે છે. રામાયણમાં રાક્ષસરાજ રાવણ પણ સીતાનું અપહરણ કરવા માટે સાધુ વેશ ધારણ કરી આવ્યો હતો, તેનો મતલબ એ કે, સાધુની પ્રતિષ્ઠા એટલી ઊંચી હતી કે, સીતા માતા પણ તેના પ્રત્યે કરૂણા દાખવે અને વિશ્વાસ કરે!
ચલતા ભલા
એક પ્રસિદ્ધ ઉક્તિ અનુસાર સાધુ તો ચલતા ભલા. એનો અર્થ એવો કે, સાધુતા અપનાવેલ વ્યક્તિએ કાયમ માટે એક ઠેકાણે રહેવું ન જોઈએ. તેનું કાયમી રહેઠાણ ન હોવું જોઈએ, તેમણે સતત પરિભ્રમણ કરતાં રહેવું. આ પાછળનો ઉત્તમ આદર્શ એવો પણ છે કે, સાધુ સમગ્ર સમાજને નિરંતર નિહાળી શકે, સમાજનું મૂલ્યાંકન કરી શકે અને સમયોચિત માર્ગદર્શન કરી શકે. ધર્મનો વ્યાપ વધારી શકે. બીજી તરફ સાધુ સંતો થોડા સમય માટે રોકાઈ શકે, નિત્યક્રમ કરી શકે અને શ્રમ મુક્ત થઈ શકે તે માટે નિવાસ સુવિધાઓ પણ ઠેર ઠેર ઊભી કરવામાં આવી છે. મંદિરો, ધર્મશાળા, ઉતારા તે માટે સ્થાપવામાં આવે છે.
વર્તમાન
વર્તમાન સમયમાં જીવનના તમામ પાસાઓને કળયુગની અસરો થઈ છે, તેમાંથી સાધુ, સંતો, મહંતો, બાવાઓ પણ મુક્ત રહી શક્યા નથી. કેટલાક કિસ્સાઓમાં તો સામાન્ય માનવી કરતાં વધુ વૈભવી જીવન જીવે છે, મિલકતો ઊભી કરે છે, પોતાનું વર્ચસ્વ વધારવા માટે કાવાદાવા કરે છે. જૂનાગઢમાં તો મંદિરની ગાદી માટે અધિકારીઓ અને પદાધિકારીઓને મોટી રકમ આપવામાં આવી હોવાની વાત બહુ ચગી છે! દ્વારકામાં પણ સંતો વારંવાર વિવાદમાં ચમકતા રહે છે. ધર્મના રક્ષકો બોડીગાર્ડ રાખે છે. ખાનગી વિમાનોમાં ઊડાઊડ કરે છે. ધનિક ભક્તોને ઘરે જ ઉતારો રાખે છે. પોતાના મોટા આધુનિક સંકુલો બનાવી તેને આશ્રમ જેવું રૂપાળું નામ આપે છે. મોંઘી ફી વાળી શાળા કોલેજોનું સંચાલન કરે છે. ધર્મ એ જીવન શુદ્ધિનું સાધન છે, હથિયાર નથી!
જવાબદારી
ધર્મના રક્ષકો જ માર્ગ ભૂલે તો તેના માટે જવાબદારી કોની? જવાબ સાદો અને સ્પષ્ટ છે.. સમાજની જ. સાધુ, સંતો જો સાદગી ભૂલે તો તે માટે તેના અનુયાયીઓ અને ભક્તો જ સીધી રીતે જવાબદાર મનાય. ગુરૂ પણ જો ગુનેગાર હોય તો તેનો કાન આમળવાની જવાબદારી શિષ્યોની છે. નબળા મનના લોકો હવે ધર્મમાં ચમત્કાર કે આશરો શોધી રહ્યા છે. પોતાના ગુરૂ સંસારની વૈતરણિ પાર કરાવી દેશે તેવા ભ્રમમાં ચેલાઓ રાચી રહ્યા છે. ધર્મગુરૂ જો સ્વર્ગની સીડી ચડાવી શકતા હોત તો, પહેલાં પોતે જ ચડી જાત!
જામનગરની ભાગોળે આલીશાન મહેલ જેવો બંગલો ધરાવતા ધનિક, મોટા ગુરૂ પધરામણી કરે ત્યારે તેના માટે બંગલો ખાલી કરી આપી બહુમાળી એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહે છે. ગુરૂજીની વિદાય પછી પરત ફરે છે. મોટા નામાંકિત ધર્મ ગુરૂને પ્રવાસ માટે ચાર્ટર્ડ વિમાનો પણ આપવામાં આવે છે. શિષ્ય લાભની કે પ્રતિષ્ઠા વધારવાના હેતુથી આવું કરે તે સ્વાભાવિક છે, પરંતુ સાધુ, સંતો પણ આવું સ્વીકારે તે ખૂંચે તેવું છે.
અહી તમામ ધર્મો બાબતેની ચર્ચા કરવામાં આવે છે, કોઈ ચોક્કસ ધર્મ, સમુદાય કે વ્યક્તિની વાત નથી. હા, જવાબદારી તમામ લોકોની છે.
ગણતરી
ભારત ધર્મ આધારિત દેશ છે. આગામી વસતી ગણતરીમાં ધાર્મિક સાધુ, સંતો, મહંતો, આશ્રમો, મંદિરો, ઉતારા જેવી બાબતોની પણ અલાયદી ગણતરી થવી જોઈએ. તમામ ૧૩ અખાડાના સભ્યો કેટલા, તેની મિલકતો કેટલી જેવી બાબતોની ગણતરી કરવામાં આવે તે જરૂરી છે. દેશમાં સંપ્રદાયો કેટલા, તે બાબતે પણ અભ્યાસ કરવામાં આવે તે જરૂરી છે. સરકાર ઉપરાંત યુનિવર્સિટીઓ, સંશોધકો પણ આ વિષય ઉપર અભ્યાસ કરી શકે છે.
વ્યાખ્યા
સાધુ એટલે ધાર્મિક તપસ્વી, ભિક્ષુક અથવા હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં કોઈપણ પવિત્ર વ્યક્તિ જેણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે. તેમને ક્યારેક યોગી, સન્યાસી અથવા વૈરાગી તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં સાધુ માટે ભિખ્ખુ શબ્દ છે. સાધુ એટલે એવી વ્યક્તિ જે 'સાધના' કરે છે અથવા આધ્યાત્મિક શિસ્તના માર્ગને ઉત્સુકતાથી અનુસરે છે. જોકે મોટાભાગના સાધુઓ યોગી છે, પરંતુ બધા યોગી સાધુ નથી હોતા. સાધુનું જીવન ફક્ત બ્રહ્મના ધ્યાન અને ચિંતન દ્વારા ચોથા અને અંતિમ આશ્રમ (જીવનનો તબક્કો) મોક્ષ (મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ) પ્રાપ્ત કરવા માટે સમર્પિત હોય છે. સાધુઓ ઘણીવાર સાદા વસ્ત્રો પહેરે છે, જેમ કે હિન્દુ ધર્મમાં ભગવા રંગના વસ્ત્રો અને જૈન ધર્મમાં સફેદ અથવા કંઈ નહીં, જે તેમના સન્યાસ (દુન્યવી સંપત્તિનો ત્યાગ)નું પ્રતીક છે. હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં સ્ત્રી ભિક્ષુકને ઘણીવાર સાધ્વી કહેવામાં આવે છે, અથવા કેટલાક ગ્રંથોમાં આર્યિકા કહેવામાં આવે છે.
એક સદી વ્યાખ્યા અનુસાર સાધના કરે તે સાધુ! ''સાધુ'' શબ્દ ઋગ્વેદ અને અથર્વવેદમાં જોવા મળે છે જ્યાં તેનો અર્થ ''સીધો, સાચો, સીધા ધ્યેય તરફ દોરી જતો'' થાય છે. વૈદિક સાહિત્યના બ્રાહ્મણ સ્તરમાં, આ શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે સંદર્ભના આધારે ''સુનિશ્ચિત, દયાળુ, તૈયાર, અસરકારક અથવા કાર્યક્ષમ, શાંતિપ્રિય, સુરક્ષિત, સારો, સદાચારી, માનનીય, ન્યાયી, ઉમદા'' હોય. હિન્દુ મહાકાવ્યોમાં, આ શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ''સંત, ઋષિ, રૂષ્ટા, પવિત્ર પુરૂષ, સદાચારી, પવિત્ર, પ્રામાણિક અથવા સાચો'' હોય. સંસ્કૃત શબ્દો ''સાધુ'' ('સારા માણસ') અને ''સાધ્વી'' ('સારી સ્ત્રી') એવા ત્યાગીઓનો ઉલ્લેખ કરે છે જેમણે પોતાના આધ્યાત્મિક વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમાજથી અલગ અથવા તેની ધાર પર જીવન જીવવાનું પસંદ કર્યું છે. આ શબ્દો ''સાધ'' મૂળમાંથી આવ્યા છે, જેનો અર્થ થાય છે ''પોતાના ધ્યેય સુધી પહોંચવું'', ''સીધું કરવું'', અથવા ''સત્તા મેળવવી''. સાધના શબ્દમાં પણ આ જ મૂળનો ઉપયોગ થયો છે, જેનો અર્થ ''આધ્યાત્મિક અભ્યાસ'' થાય છે. તેનો શાબ્દિક અર્થ ''સાધના'' અથવા આધ્યાત્મિક શિસ્તનો માર્ગ અપનાવનાર વ્યક્તિ થાય છે.
કુંભમેળો
દેશમાં યોજાતા કુંભ મેળાઓ સાધુ, સંતો, મહંતો, સંન્યાસીઓ માટેનું સૌથી મોટું પર્વ છે. આ પ્રસંગે સૌથી વધુ સંખ્યામાં એકત્ર થાય છે. મૂળભૂત અર્થમાં આ સાંસારિક જીવો માટેનું પર્વ કે પ્રસંગ નથી. એક માન્યતા અનુસાર સાધુ સંતો જ્યાં સ્નાન કરે, ત્યાં ત્યારબાદ જ સંસારી લોકો સ્નાન કરી શકે, સાધુ સંતોના સ્નાનથી નદી પવિત્ર થાય અને તેનો લાભ સંસારી લોકોને મળે. પ્રયાગરાજના કુંભમાં અમૃત સ્નાન સામાન્ય લોકોએ પ્રથમ કર્યું અને દુર્ઘટનાને કારણે સાધુ સંતોએ બપોરે સ્નાન વિધિ કરી. શાસ્ત્રો અનુસાર આ ક્રમ માન્ય નથી!
બીજી એક માન્યતા અનુસાર ગંગામાં કર્મોના પાપ ધોવાતાં નથી. મહાભારતમાં ભીષ્મ ગંગા પુત્ર હોવા છતાં તેમણે કર્મોના ફળ ભોગવવા પડ્યા હતા. મૃત્યુ માટે બાણ સૈયાની પીડા ભોગવવી પડી હતી. તો પછી કળયુગમાં જાણી જોઈને કરેલા પાપ કેવી રીતે ધોવાય?
પાતળી ભેદ રેખા
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. આપણે કાયમ આ રેખાની મધ્યમાં જીવીએ છીએ. સાચું અને સાતત્ય પૂર્ણ જીવન જીવીએ અને સાત્ત્વિક પરંપરાને અનુસરીએ તેવો હાર્દિક અનુરોધ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોંગ્રેસને હડસેલવા માટે ભાજપે કેજરીવાલના ખભે બંદૂક રાખી છેઃ દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન થશેઃ
પ્રાચીનકાળથી દિલ્હી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. દિલ્હી દેશનું હૃદય છે. વર્તમાન ભારતની રાજધાની છે. ઐતિહાસિક અને આધુનિક દૃષ્ટિએ આ શહેર કાયમ ધમધમતું રહે છે. હાલમાં પણ ધમધમી રહ્યું છે, કારણ કે ત્યાં ૫ ફેબ્રુઆરીના દિવસે સ્થાનિક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન છે. દિલ્હીનો પાયો જ કઈં એવા મુરહતમાં ખોડાયો છે, કે આ શહેર ધરતીકંપ વગર પણ ધ્રૂજતું રહે છે. નવી ભાષામાં કહીએ તો દિલ્હી વાઇબ્રન્ટ સિટી છે. અહી મોદી અને શાહની સત્તાને પડકારતા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે. મોદીજીને પણ કેજરીવાલ તરફે સોફ્ટ કોર્નર છે, તેથી તેને પાડી દેવા માટે એડીચોટીનું જોર લગાવતા નથી. દિલ્હીના મતદારો ગુજરાતના મતદારો જેટલા મોદી મેજીકમાં અભિભૂત થયા નથી. દિલ્હી એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બે વહીવટી તંત્રો છે. દિલ્હીમાં સ્થાનિક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્નેનો સમાંતર વહીવટ ચાલે છે! ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં કુલ ૭૦ બેઠકમાંથી કેજરીવાલે ૬૨ અને મોદીએ માત્ર ૮ બેઠકો જીતી હતી! આ વખતે પણ કેજરીવાલનું શાસન કાયમ રહે તેવા સંજોગો છે.
ઇતિહાસ
દિલ્હી અનેક સામ્રાજ્યોની રાજધાની તરીકે એક મહત્ત્વપૂર્ણ રાજકીય કેન્દ્ર રહ્યું છે. દિલ્હીનો ઇતિહાસ ૮ મી સદીના તોમર રાજપૂત રાજવંશથી શરૂ થાય છે. આ શહેરને અનેક વખત બાંધવામાં આવેલ, નાશ પામેલ અને પુનઃનિર્મિત શહેર પણ માનવામાં આવે છે, કારણ કે ભારતીય ઉપખંડ પર સફળતાપૂર્વક આક્રમણ કરનારા બહારના લોકો રાજધાની લૂંટી લેતા હતા. આક્રમણખોરો શહેરના વ્યૂહાત્મક સ્થાનથી એટલા પ્રભાવિત થતા કે તેને પોતાની રાજધાની બનાવતા.
પ્રાચીન યુગથી મધ્ય યુગ સુધી, દિલ્હી પર તોમર, ચૌહાણ, ગૌતમ જેવા શક્તિશાળી રાજપૂત રાજવંશોનું શાસન હતું. દિલ્હી સલ્તનત એ પાંચ ક્રમિક રાજવંશોની શ્રેણી માટે આપવામાં આવેલ નામ છે, જે ભારતીય ઉપખંડની એક પ્રબળ શક્તિ તરીકે દિલ્હીને તેમની રાજધાની બનાવીને રહ્યા.
સલ્તનતના સમયગાળા દરમિયાન, શહેર સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. દિલ્હી સલ્તનતનો અંત ૧૫૨૬મા થયો, જ્યારે બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં છેલ્લા લોદી સુલતાન, ઇબ્રાહીમ લોદીના દળોને હરાવ્યા અને મુઘલ સામ્રાજ્યની રચના કરી.
મુઘલોએ આ વિસ્તારમાં ત્રણ સદીઓ સુધી શાસન કર્યું. ૧૬મી સદી દરમિયાન, મુઘલ રાજધાની સ્થળાંતરિત થતાં શહેરનો નાશ થયો. પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીની અંદર શાહજહાનાબાદ શહેર અને તેના સીમાચિહ્નો, લાલ કિલ્લો અને જામા મસ્જિદનું નિર્માણ કર્યું. તેમના અનુગામી ઔરંગઝેબના મૃત્યુ પછી, મુઘલ સામ્રાજ્ય શ્રેણીબદ્ધ બળવાઓથી હચમચી ઉઠ્યું. તેમણે મરાઠાઓ, શીખો અને બંગાળ, અવધ અને હૈદરાબાદ જેવા ભૂતપૂર્વ મુઘલ પ્રાંતોના ઘણાં ભાગ ગુમાવ્યા. નાદર શાહ દ્વારા દિલ્હીને લૂંટી લેવામાં આવ્યું. રાજપૂતોએ દિલ્હીની દક્ષિણમાં મુઘલ ગઢના ઘણાં મહત્ત્વપૂર્ણ શહેરો કબજે કર્યા. ૧૭૫૭માં દિલ્હીના યુદ્ધમાં મરાઠાઓએ દિલ્હી પર કબજો કર્યો અને ૧૮૦૩ સુધી તેનું નિયંત્રણ ચાલુ રાખ્યું, જ્યારે બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશરો દ્વારા પરાજિત થયા. ૧૮૦૩માં, દિલ્હી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કબજે કરવામાં આવ્યું.
ભારતમાં બ્રિટિશ કંપનીના શાસન દરમિયાન, મુઘલ સમ્રાટ બહાદુર શાહ (બીજા) ફક્ત એક પ્રતિષ્ઠિત નેતા બની ગયા હતા. ૧૮૫૭ના ભારતીય બળવાએ કંપની શાસનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો અને બહાદુર શાહ બીજાને ભારતના સમ્રાટ જાહેર કર્યા. જોકે, અંગ્રેજોએ ટૂંક સમયમાં દિલ્હી અને તેમના અન્ય પ્રદેશો પર ફરીથી કબજો કર્યો, જેનાથી ટૂંકા ગાળાના બળવાનો અંત આવ્યો. આનાથી ભારતમાં સીધા બ્રિટિશ શાસનની શરૂઆત પણ થઈ. ૧૯૧૧માં, બ્રિટિશ ભારતની રાજધાની કોલકાતાથી નવી દિલ્હી ખસેડવામાં આવી, જે એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ દિલ્હીનું છેલ્લું શહેર હતું.
ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળ્યા પછી, નવી દિલ્હી નવા રચાયેલા ભારતીય પ્રજાસત્તાકની રાજધાની બની.
ભૂતકાળ
દિલ્હીમાં હાલની વહીવટી વ્યવસ્થા બ્રિટિશ ભારત (૧૮૫૮-૧૯૪૭) થી શરૂ થઈ છે. ૧૯૧૧ ના દિલ્હી દરબાર દરમિયાન, ભારતની રાજધાની કોલકાતાથી નવી દિલ્હી ખસેડવામાં આવી હતી. બાદમાં નવેમ્બર ૧૯૫૬ માં દિલ્હીનો દરજ્જો વધારીને કેન્દ્રશાસિત પ્રદેશ કરવામાં આવ્યો. ૧૯૯૧ ના ૬૯મા બંધારણીય (સુધારા) અધિનિયમ અમલમાં આવ્યા પછી, દિલ્હીનું ઔપચારિક નામ બદલીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અથવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી રાખવામાં આવ્યું.
૧૯૭૦ ના દાયકા દરમિયાન, દિલ્હીમાં ફક્ત ચાર વહીવટી જિલ્લાઓ હતા, ઉત્તર, દક્ષિણ, મધ્ય અને નવી દિલ્હી. જાન્યુઆરી ૧૯૯૭ અને સપ્ટેમ્બર ૨૦૧૨ ની વચ્ચે, નવ વહીવટી જિલ્લાઓ અને ૨૭ પેટાવિભાગો હતા. સપ્ટેમ્બર ૨૦૧૨માં, શહેરના નકશામાં બે નવા વહીવટી જિલ્લાઓ, જેમ કે દક્ષિણ-પૂર્વ દિલ્હી અને શાહદરા ઉમેરવામાં આવ્યા.
૧૯૭૮ માં, દિલ્હી પોલીસ કાયદો જાહેર કરવામાં આવ્યો, જેના દ્વારા દિલ્હી પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ આવ્યું. ત્યારથી ડેપ્યુટી કમિશનર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની લગભગ બધી સત્તાઓ દિલ્હી પોલીસ કમિશનરને સોંપવામાં આવી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) એપ્રિલ ૧૯૫૮ માં અસ્તિત્વમાં આવ્યું. જાન્યુઆરી ૨૦૧૨ માં, એમસીડીને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમસીડીમાં વિભાજીત કરવામાં આવ્યું. ૨૦૨૨ માં, ૩ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરીથી નવી સ્થાપિત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મર્જ કરવામાં આવ્યા જેનું નેતૃત્વ મ્યુનિસિપલ કમિશનર કરે છે.
હાલમાં દિલ્હીમાં ૧૧ જિલ્લા છે, જેમાં નોર્થ-વેસ્ટ જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે અને સૌથી નાનો જિલ્લો ન્યુ દિલ્હી છે. દિલ્હીની અંદાજિત વસ્તી ૩ કરોડની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અહી ૧.૫૫ કરોડ મતદારો છે, જેમાં ૮૩ લાખ ૫૦ હજાર પુરુષો અને ૭૧ લાખ ૭૩ હજાર મહિલા મતદારો છે. ૧૩,૦૩૩ મતદાન મથકો છે.
છેલ્લી ચૂંટણી
દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણી ૨૦૨૦માં થઈ હતી. સમગ્ર દેશમાં મોદી વેવ હોવા છતાં તેની અસર અહી જોવા નથી મળી. ૨૦૨૦માં દિલ્હીમાં કેજરીવાલને ૬૨ અને મોદીને ૮ બેઠક મળી હતી. એન.ડી.એ.ના બેનર હેઠળ ભાજપની આગેવાનીમાં જનતા દળ, લોક જનશક્તિ પાર્ટીએ જોડાણ કર્યું હતું. યુ.પી.એ.માં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ હતા. આમ આદમી પાર્ટી એકલે હાથે ચૂંટણી લડી હતી. ત્યારે આપને ૫૩.૫૭ ટકા મત મળ્યા, એન.ડી.એ.ને માત્ર ૩૯.૭૭ ટકા મત મળ્યા હતા. યુ.પી.એ.ને ૪.૩૦ ટકા જ મત મળ્યા હતા. જો કે ત્યાર પછી ત્યાં રાજકીય ટક્કર વધી અને મનિષ સીસોદિયા અને કેજરીવાલ જેલમાં જઈ આવ્યા, કેજરીવાલે જામીન ઉપર મુક્ત થતાં જ રાજીનામું આપી દીધું અને હવે અતિષી મારલેના સિંઘ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪થી મુખ્યમંત્રીની ગાદી સંભાળી રહ્યા છે.
વર્તમાન
હવેની ચૂંટણીમાં ભાજપ જૂના અનુભવો પછી બેકફૂટ ઉપર આવી ગયો છે. જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા ઘટી નથી. ચૂંટણી જીતવા માટે ભાજપ પાસે નક્કર મુદ્દાઓ નથી. કોંગ્રેસ તો લાચાર અવસ્થામાં બારમાં ખેલાડી તરીકે રમે છે. નરેન્દ્ર મોદી જાહેરમાં ગમે તે ભાષણો આપતા હોય, ખાનગીમાં તેને અરવિંદ કેજરીવાલ તરફે લાગણી છે. કારણ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી હતી. ગુજરાતમાં જો ત્રીપાંખિયો જંગ ન થયો હોત તો ભાજપને મોટું નુકસાન થયું હોત. આપે કોંગ્રેસના મતો તોડયા, તેથી ભાજપ જીતી ગયું.
પંજાબમાં ભાજપનો પન્નો ટૂંકો પડે છે તેથી ત્યાં પણ કેજરીવાલને જીતવા દીધાં અને કોંગ્રેસનો કાંટો કાઢી નાખ્યો. મોદીનો મૂળ ટાર્ગેટ કોંગ્રેસને પાડી દેવાનો છે, તેથી જ્યાં તે સત્તામાં હોય ત્યાં 'આપ'ને મેદાનમાં ઉતારી દેવાની. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી!
અહી ભાજપે ત્રણ સંકલ્પ પત્ર જાહેર કરી પોતાના સેવાના ઈરાદાઓ જાહેર કર્યા છે. ગરીબો માટે ઢગલાબંધ જાહેરાતો કરી છે. પરંતુ માત્ર સસ્તો ગેસ સિલિન્ડર આપવાથી કે સસ્તું શિક્ષણ આપવાથી ગરીબી દૂર થતી નથી. અરવિંદ કેજરીવાલે ૧૫ મુદ્દાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને મધ્યમ વર્ગ માટે અનેક જાહેરાતો કરી છે. અરવિંદ કેજરીવાલે બજેટમાં મધ્યમ વર્ગને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું, શિક્ષણ, આરોગ્ય, કરવેરા અને વરિષ્ઠ નાગરિક કલ્યાણમાં નોંધપાત્ર સુધારાઓ કરવાની ખાત્રી આપી છે. શિક્ષણ ખર્ચમાં વધારો કરી બજેટના ૧૦% કરવાની જાહેરાત કરી છે. ખાનગી શાળાઓની ફી પર મર્યાદા લાદવા પણ હૈયા ધારણા આપી છે.
શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કેજરીવાલની સારી કામગીરીની વ્યાપક નોંધ લેવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં નબળા શિક્ષણનો મુદ્દો બહુ ચગ્યો હતો.
કોંગ્રસ
ગુજરાતની જેમ જ દિલ્હીમાં કોંગ્રેસ ખખડી ગઈ છે. એક સમયે શીલા દીક્ષિત અને અજય માકન જેવા ધુરંધરો હતા. ઇન્દિરા ગાંધી દિલ્હીના વહીવટમાં સીધો રસ લેતા હતા. શીલા દીક્ષિત અહી ૧૫ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલનો ઉદય થયો અને કોંગ્રેસનો અસ્ત થયો. આશ્ચર્યની બાબત એ છે કે, અહી ભાજપ ક્યારેય મુખ્ય ભૂમિકામાં આવી શક્યો નથી. દિલ્હીના નેતાઓ વડાપ્રધાન કાર્યાલય અહીથી સૌથી નજીક હોવાથી દેશના બીજા નેતાઓ કરતાં ગાંધી પરિવારની ગુડ બુકમાં વધુ રહેતા હતા. હાલમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સારી રીતે જાણે છે કે, દિલ્હીમાં ચૂંટણી જીતવી તે તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. જ્યાં ભાજપનો ગજ ન વાગતો હોય ત્યાં કોંગ્રસ માટે તો અશક્ય છે.
અંતમાં
૫ ફેબ્રુઆરીએ મતદાન થશે અને ૮ ફેબ્રુઆરીએ મતગણતરી થશે ત્યારે અરવિંદ કેજરીવાલ જીતશે તેવી ધારણા છે. ભાજપ માટે ચમત્કાર જ એક આશા છે. દિલ્હી બહુ અટપટી સામાજિક વ્યવસ્થા ધરાવે છે, આખા દેશના નાના મોટા લોકો અહી પડ્યા પાથર્યા રહે છે. લગભગ તમામ ધનિકો અહી બંગલા, ઓફિસ ધરાવે છે. દિલ્હીને દેશનું પાવર કોરિડોર પણ કહેવામાં આવે છે.
દિલ્હી પ્રજાનું પાવર કોરિડોર બને તેવી અભ્યર્થના.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
૧૫૦ કરોડની વસ્તીમાં વિકાસના ફળોની વ્યાખ્યા નક્કી કરવી મુશ્કેલઃ પૂંજીપતિઓનો રાજ્ય વ્યવસ્થા ઉપર કબજો વધી રહ્યો છે!
સરકારી કર્મીઓના નવા પગારધોરણો નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૮ માં પગાર પંચની રચના કરવામાં આવી છે. સરકારી તિજોરી ઉપર પગાર અને પેન્શનનું ભારણ સતત વધી રહ્યું હોવા છતાં શા માટે કર્મચારીઓને સતત પગાર વધારો આપવામાં આવી રહ્યો છે? કારણ સ્પષ્ટ છે. સરકારમાં આવકવેરા સહિતના સૌથી વધુ અને સાચા કરવેરા માત્ર સરકારી કર્મચારીઓ તરફથી જ આવે છે. સરકારી ખર્ચને પહોંચી વળવા માટે સરકારે આવક વધારવી હોય તો આ ટેક્સ પેયરોના હાથમાં વધુ રકમ મૂકવી પડે! દેશના વિકાસના ફળો કાળું નાણું ખાઈ રહ્યું છે તે વડાપ્રધાન અને નાણામંત્રી બહુ સારી રીતે જાણે છે, પરંતુ તેમની પાસે આ સમસ્યાના ઉકેલ માટે રામબાણ ઈલાજ કે ઇરાદો નથી. જમીન અને બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ કાળું નાણું છે. અહી ૬૦ઃ૪૦ ના ધોરણે વહીવટ ચાલે છે. બીજું ક્ષેત્ર સબસિડી છે, જ્યાં સરકારના અબજો રૃપિયા ડૂબી જાય છે. મોટાં માથાં ઇલેક્ટરોલ બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને ખુશ કરે છે અને સરકારી તિજોરીમાંથી છટકી જાય છે.
આવી ગરબડવાળી આર્થિક વ્યવસ્થા માત્ર ભારતમાં જ છે, તેવું નથી! બધા દેશોમાં ધનિકોનો દબદબો વધી રહ્યો છે. અમેરિકાની તાજેતરની ચૂંટણીમાં મોટા ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર ચૂંટાયા અને વિશ્વના અતિ ધનિક ટેસ્લા અને સ્ટારલિંકના માલિક એલોન મસ્ક ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપ્યો. આ વખતે એ પણ જાણવા મળ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ટિકિટ રાખવામાં આવી છે. બીજી રીતે કહીએ તો આ પ્રખ્યાત સિંગર રેહાના કે કોલ્ડ પ્લે જેવો મેગા શો છે. અખબારી અહેવાલો અનુસાર આપણા જામનગરી મુકેશ અંબાણીએ આ મેગા મેળાવડામાં હાજરી આપવા માટે રૃપિયા ૮ કરોડનું જંગી દાન કર્યું છે ત્યારે ત્યાં પ્રવેશ પ્રાપ્ત થયા છે. બીજા કેટલા ધનિકોએ કેટલી રકમ ચૂકવી તે હજુ જાહેર થયું નથી.
આવા ઉઘરણાઓથી સરકારી તિજોરીમાં ગાબડું પડે તે સ્વાભાવિક છે. અમેરિકામાં પણ ભારે મંદી છે, બેરોજગારી ચરમસીમા ઉપર છે, ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે. ભારતમાં પણ કઈં રામરાજ નથી! સરકારી આવક જંગલી ઊંદરો પોતાના દરમાં તાણી જાય છે.
બજેટ
સરકારી તિજોરીની ચિંતા કરવાનું કારણ એ છે કે, આવતા સપ્તાહે નિર્મલા સિતારમણ તેનું આઠમું બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરશે. વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કોઈ મોટો ચમત્કાર થાય તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. ચવાઈ ગયેલી ભાષામાં કહીએ તો, જૂની બોટલમાં નવો દારૃ હશે! દર વર્ષે બજેટ પહેલાં દેશનું આર્થિક ચિત્ર રજૂ કરવામાં આવે છે, આ ચિત્ર એમ.એફ. હુશેન જેવા કસબી તૈયાર કરતાં હોય તેવું લાગે છે. આર્થિક ચિત્ર ગુલાબી, નયનરમ્ય હોય છે, પરંતુ ધરતી ઉપર નકરા બાવળો જ હોય છે.
નરેન્દ્ર મોદી સરકાર આર્થિક ક્રાંતિ કરવામાં લગભગ નિષ્ફળ રહી છે, ૧૦ વર્ષમાં પ્રામાણિક કરદાતાઓને કઈં લાભ થયો નથી અને કરચોરોને કડક સજા પડી નથી. કરદાતાઓની સંખ્યામાં વધારો પણ બહુ મામૂલી છે. આવકવેરા ખાતું કરચોરોને પકડવા માટે છાપા મારે છે, પરંતુ તેમાં કઈં બહુ ખિચડી પાકતી નથી. આવકવેરાની રેડ પડી હોય અને તે ધંધાદારી રડી પડ્યો હોય તેવા દૃશ્યો ટીવીમાં જોવા મળતા નથી. જામનગરમાં એક મોટા ધંધાદારી વ્યક્તિને ત્યાં આવકવેરાની રેડ પડ્યા બાદ બહુ ખુશ દેખાતા હતા અને મજાકમાં કહેતા હતા કે, ગંગા સ્નાન કરી પવિત્ર થઈ ગયા! ટૂંકમાં અત્યાર સુધીની કાળી આવકનું ઓડિટ થઈ ગયું!
જ્યાં સુધી આર્થિક તંદુરસ્તી નહીં હોય, ત્યાં સુધી સાચો અને સાતત્ય પૂર્ણ વિકાસ શક્ય નથી. વર્તમાન વ્યવસ્થા જોતાં લાગે છે કે, છેવાડાના માણસને હજુ લાંબો સમય સુધી છેવાડાના જ રહેવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ ટીવી ઉપર જોઈને જ સંતોષ માનવો પડશે. છેવાડાના લોકોના નસીબમાં હજુ ભારતના રાઇસીના હિલ્સ કે અમેરિકાના કેપિટલ્સ હિલ ઉપર ભોજનના સંજોગો નથી!
વિકાસના ફળ
વિકાસના ફળ વિશ્વ વિખ્યાત મોનાલિસાના ચિત્ર જેવા છે. વાસ્તવમાં છે કે નહીં? તે ખબર નથી. બીજું, વિકાસ કહેવો કોને? કોઈ પણ અર્થશાસ્ત્રી તેની સ્પષ્ટ વ્યાખ્યા આપી શક્યા નથી. અંધ વ્યક્તિઓ હાથીની વ્યાખ્યા કરે તેવું છે. કોઈ કહે તે થાંભલા જેવો છે, કોઈ કહે કે તે સુપડા જેવો છે.. વગેરે વગેરે! ૧૫૦ કરોડની જંગી વસ્તીમાં સુખની વ્યાખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. જ્યાં વ્યાખ્યા નક્કી ન થઈ શકતી હોય ત્યાં ફળની ચર્ચા કે કલ્પના કરવી અશક્ય છે. ગુજરાતી ભાષામાં દીવાસ્વપ્ન નામનો શબ્દ છે, કદાચ કોઈ અર્થશાસ્ત્રી એ જ શોધ્યો કે અનુભવ્યો હશે.
આપણી વાત કરીએ તો રોજબરોજ બુલેટ ટ્રેન, મેટ્રો, વંદે ભારત, આંતરરાષ્ટ્રીય વિમાની સેવા જેવા શબ્દો ડગલેને પગલે કાને પડે છે, વાસ્તવિકતા એ છે કે હાલારના લોકોને આજે પણ લાંબી મુસાફરી માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્હી સુધી જવું પડે છે. ગુજરાતના પ્રવાસીઓને દાર્જીલિંગ જવા માટે દિલ્હીને બદલે વાયા બેંગલોર ફ્લાઈટ મળે છે! બાલી જવા માટે મુંબઈ હવાઈ મથક ઉપર ૧૨ કલાક રાહ જોવી પડે છે! આમ કેમ? ગુજરાતીઓને વિકાસના ફળ ક્યારે માણવા મળશે?
મધ્યપ્રદેશના ઈન્દોર કે ઉજ્જૈન જવા માટે કોઈ સીધી અને સરળ ટ્રેન સૌરાષ્ટ્રમાંથી નથી! આમ કેમ! વિકાસના ફળ આપણાં સુધી કેમ નથી પહોંચતા? સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ જવું હોય તો વાયા સુરેન્દ્રનગર જ ટ્રેન વ્યવહાર છે. લીમડી-ચોટીલા જેવા અતિ વ્યસ્ત માર્ગ ઉપર ટ્રેન વ્યવહાર ૨૦૨૫માં પણ નથી! રેલવે બજેટ બનાવતા લોકો શું આયોજન કરે છે? સૌરાષ્ટ્રના એક પણ સાંસદે કે ધારાસભ્યએ લીમડી-ચોટીલા રેલ લાઇન બાબતે કડક માંગણી કેમ કરી નથી? જામનગરના રેલવે સ્ટેશનના આધુનિકરણ માટે વડાપ્રધાને લોકસભાની ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું, એટલે કે વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં તેની જોગવાઈ હોવી જોઈએ, પરંતુ હજુ સુધી કઈં થયું નથી, માટે એવું ધારવાનું કે બજેટમાં આર્થિક જોગવાઈ હતી તે ડૂબી ગઈ અથવા તે બજેટમાં આવી કોઈ જોગવાઈ હતી જ નહીં અને આધુનિકરણની માત્ર લોલીપોપ આપી દેવામાં આવી હતી?
રચના
ભારતમાં નાણા મંત્રાલયના આર્થિક બાબતોના બજેટ વિભાગ દ્વારા વાર્ષિક ધોરણે બજેટ તૈયાર કરવામાં આવે છે. નાણામંત્રી બજેટ બનાવતી સમિતિના વડા છે. હાલના ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ છે. બજેટમાં પૂરક વધારાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. ભારતનું પહેલું બજેટ ફેબ્રુઆરી ૧૮૬૦ ના જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પી.સી. મહાલનોબિસને ભારતીય બજેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
બજેટના પ્રકારો
(૧) વેચાણ બજેટઃ ભવિષ્યના વેચાણનો અંદાજ. ધંધાકીય એકમો વર્ષ દરમિયાન કેટલું વેચાણ થશે તેનો અંદાજ લગાવે છે.
(૨) ઉત્પાદન બજેટઃ વેચાણ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે ઉત્પાદિત થનારા એકમોની સંખ્યાનો અંદાજ હોય છે. ઉત્પાદન બજેટ તે એકમોના ઉત્પાદન સાથે સંકળાયેલા વિવિધ ખર્ચનો પણ અંદાજ લગાવે છે, જેમાં શ્રમ અને સામગ્રીનો સમાવેશ થાય છે. ઉત્પાદનલક્ષી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે.
(૩) મૂડી બજેટઃ નવી મશીનરી, રિપ્લેસમેન્ટ મશીનરી, નવા પ્લાન્ટ, નવા ઉત્પાદનો અને સંશોધન વિકાસ પ્રોજેક્ટ્સ જેવા સંસ્થાના લાંબાગાળાના રોકાણો અનુસરવા યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
(૪) રોકડ બજેટઃ ચોક્કસ સમયગાળા માટે ભવિષ્યના રોકડ વ્યવહારો અને જરૃરિયાતો અનુસાર અંદાજ મૂકવામાં આવે છે. તે સામાન્ય રીતે ટૂંકાગાળાના ભવિષ્યમાં સમયગાળાને આવરી લે છે. રોકડ પ્રવાહ બજેટ વ્યવસાયને નક્કી કરવામાં મદદ કરે છે કે, આવક ક્યારે ખર્ચને આવરી લેવા માટે પૂરતી હશે અને ક્યારે કંપનીને બહારથી ધિરાણ મેળવવાની જરૃર પડશે.
(૫) માર્કેટીંગ બજેટઃ ઉત્પાદન અથવા સેવાનું માર્કેટિંગ કરવા માટે પ્રમોશન, જાહેરાત અને જનસંપર્ક માટે જરૃરી ભંડો ળનો અંદાજ.
(૬) પ્રોજેક્ટ બજેટઃ ચોક્કસ કંપનીના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખર્ચનો અંદાજ. આ ખર્ચમાં શ્રમ, સામગ્રી અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ બજેટ ઘણીવાર ચોક્કસ કાર્યોમાં વિભાજિત થાય છે, જેમાં દરેકને કાર્ય બજેટ સોંપવામાં આવે છે. પ્રોજેક્ટ બજેટ સ્થાપિત કરવા માટે ખર્ચ અંદાજનો ઉપયોગ કરવામાં આવે છે.
(૭) મહેસૂલ બજેટઃ સરકારની આવક પ્રાપ્તિ અને સુવિધાઓના ખર્ચનો સમાવેશ થાય છે. આવકમાં વિવિધ કર હોય છે, જે સરકાર વસૂલ કરે છે. વિવિધ દેશો અને યુનિયનોએ ચાર પ્રકારના કર અધિકારક્ષેત્રો બનાવ્યા છેઃ આંતરરાજ્ય, રાજ્ય, સ્થાનિક અને ખાસ દરજ્જાવાળા કર અધિકારક્ષેત્રો (મુક્ત-વેપાર ક્ષેત્રો). તેમાંથી દરેક અનુરૃપ આવક બજેટ સ્તરો સુધી નાણા પ્રવાહ પૂરો પાડે છે.
(૮) ખર્ચ બજેટઃ સરકાર, વ્યવસાય કે વ્યક્તિઓ માટે ખર્ચ બજેટ બહુ મહત્ત્વનું છે. વધુ પડતા ખર્ચને કારણે સરકાર, વ્યવસાય કે વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય અને અનિશ્ચિત બને છે.
(૯) શૂન્ય આધારિત બજેટઃ આ પ્રકારના બજેટમાં ગત વર્ષની કોઈ પણ જોગવાઈઓને આગળ વધારવામાં આવતી નથી, પરંતુ નવેસરથી જ જોગવાઈ કરવામાં આવે છે. પાછલા વર્ષના બજેટમાંથી કોઈ પણ વસ્તુ આગળ ધપાવવામાં આવતી નથી. મર્યાદિત સંશાધનોને કાળજીપૂર્વક અને ઉદ્દેશ્યથી ફાળવવામાં આવે ત્યારે આ પ્રકારના બજેટનો સ્પષ્ટ ફાયદો છે. શૂન્ય આધારિત બજેટ બનાવવામાં વધુ સમય લાગે છે કારણ કે બજેટના તમામ ભાગોની મેનેજમેન્ટ દ્વારા સમીક્ષા કરવાની જરૃર હોય છે.
(૧૦) વ્યક્તિગત બજેટઃ પોતાના અથવા ઘર માટેના ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ બજેટમાં વ્યક્તિગત આવકનો સમાવેશ કરે છે જેમાં પગાર, નફો, અન્ય આવકોને ધ્યાનમાં લેવામાં આવે છે.
એન્જિઑગ્રાફીના લેખકનો અનુરોધ છે કે, દરેક વ્યક્તિ કે સંસ્થાએ ભવિષ્યની આવકો અને ખર્ચ બાબતે સુક્ષ્મ રીતે વિચારી બજેટ તૈયાર કરવું જોઈએ. સુખાકારીનો પાયો આર્થિક તંદુરસ્તી ઉપર જ નિર્ભર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રયાગરાજના કુંભમેળામાં તમામ ૧૩ અખાડા સામેલ થયા છેઃ જૂનાગઢમાં શિવરાત્રિ પર્વે વિવિધ અખાડાઓ હાજરી પુરાવે છે
ભારતીય સંસ્કૃતિમાં અખાડાઓ પ્રાચીનકાળથી મહત્ત્વ ધરાવે છે. અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે વિવિધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરે છે. આ પ્રકારના ઉદેશથી દેશ અને ધર્મ બન્નેની રક્ષા માટે અખાડાના સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા રહ્યા. મહાભારતમાં પણ જરાસંઘના અખાડાનો ઉલ્લેખ જોવા મળે છે. બે પ્રકારના અખાડા હોય છે, જેમાં (૧) મલ કુસ્તી માટેના અખાડા અને (૨) સાધુ સંતોના અખાડા. પ્રયાગરાજમાં કે ગિરનારના શિવરાત્રિના મેળામાં આવે છે તે સાધુ સંતોના અખાડા હોય છે. જૂનાગઢમાં શિવરાત્રિ પર્વ પ્રસંગે શાહી સ્નાન માટે આવતા નાગા બાવાઓના અખાડા સામાન્ય રીતે કોઈ ધાર્મિક પ્રસંગોએ જોવા મળતા નથી, તે માત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરમાં એક રાત્રિએ જ એકત્ર થાય છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અખાડા અતિ પ્રાચીન માનવામાં આવે છે. સામાન્ય રીતે ૧૩ પ્રકારના અખાડા છે. ઉત્તર પ્રદેશના મહાકુંભના સ્થળ પ્રયાગરાજમાં આ તમામ ૧૩ અખાડા ઉપસ્થિત રહ્યા છે. અખાડા સનાતન ધર્મની ધરોહર છે.
એન્જિઑગ્રાફીના લેખક મૂળ જૂનાગઢના વતની છે, માટે તેને ૪૦ વર્ષ પહેલાનાં ભવનાથના શિવરાત્રિના અદ્ભુત મેળાનો અનુભવ છે. શિવરાત્રિની રાત્રિએ નાગા બાવાઓના સરઘસની રવાડી નીકળે તે જોવા માટે મોટી જનમેદની ઉપસ્થિત હોય. ઢોલ, નગરાં અને વિવિધ વાદ્યો સાથે અંગ કસરતના ખેલ કરતાં અસંખ્ય નાગા બાવાઓ ભવનાથના મૃગી કુંડ તરફ પ્રયાણ કરે અને ત્યાં શાહી સ્નાન કરે. આ નાગા બાવાઓ પૈકીનાં કેટલાક અઘોરી પણ હોય છે. શાહી સ્નાન બાદ તમામ ગિરનારના જંગલમાં ચાલ્યા જાય છે. સામાન્ય દિવસોમાં તે ક્યાંય જોવા નથી મળતા.
આ લેખકે અનેકવાર ત્યાં ભાંગનો પ્રસાદ લીધો છે. અહી ભાંગ, ચરસ, ગાંજો જેવા નશીલા દ્રવ્યો અનેક સાધુઓ અને અખાડાઓમાં જોવા મળતા હતા, અનેક સંસારીઓ તેની મજા લેવા સાધુઓની સેવા ચાકરી પણ કરતાં હતા!
વર્તમાન
કુંભ મેળા કે ભવનાથના મેળાનું હવે આધુનિકરણ થઈ ગયું છે, ઓરિજિનલ ફ્લેવર રહી નથી. મારા મતે આવી પ્રાચીન પરંપરાઓના મેળાવડાઓમાં સરકારે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. કુંભના મેળામાં ફિલ્મી કલાકારોના મનોરંજન કાર્યક્રમો યોજાય તો અખાડાઓની મજા મરી જાય છે.
સાંસ્કૃતિક મહત્ત્વ
ગુજરાતમાં પણ મુખ્યત્ત્વે જૂનાગઢ ભારતીય સંસ્કૃતિમાં અખાડાઓ પ્રાચીનકાળથી મહત્ત્વ ધરાવે છે. અખાડાઓ સાધુઓનો એવો સમૂહ છે જે સંકટના સમયે રાજધર્મથી વિરૂદ્ધ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રરક્ષા અને ધર્મરક્ષા માટે કામ કરતો હતો. આ પ્રકારના સંકટથી દેશ અને ધર્મ બન્નેની રક્ષા માટે અખાડાના સાધુઓ પોતાની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો પણ ઉપયોગ કરતા હતા. તેથી અખાડા અંતર્ગત પહેલવાનો માટે એક મેદાન હતું જેનો ઉપયોગ શરીર શૌષ્ટવ વધારવા માટે થતો હતો. સાધુઓ જુદા-જુદા દાવપેચ અજમાવીને અભ્યાસ કરતા હતા. સાધુઓના આ અખાડા પરથી વ્યાયામ શાળા માટે પણ આ શબ્દ પ્રચલિત બન્યો હોવાનું માનવામાં આવે છે.
વર્તમાનમાં અખાડા
ભારતના સાધુઓમાં અખાડા પ્રથા આજે પણ મહત્ત્વ ધરાવે છે. ભારતના સૌથી મોટા સાધુઓના કુંભમેળામાં સાધુઓના દેશભરના અનેક અખાડાઓના દર્શન થાય છે. સાધુઓના અખાડાઓ આવેલા છે. શિવરાત્રિના મેળામાં આ સાધુઓ વિવિધ અંગ કસરતના કરતબો અજમાવે છે. આ બન્ને મેળાઓમાં સાધુઓના અખાડાઓ સંમેલિત થઈને શાહી સ્નાન કરે છે. જદુનાથ સરકારે દશાનામી સંપ્રદાયના નિર્વાણી અખાડા દ્વારા તેમને આપવામાં આવેલી ૧૯મી સદીની હસ્તપ્રતના આધારે વિવિધ અખાડાઓની સ્થાપના તારીખનું દસ્તાવેજીકરણ કર્યું.
દશનામી સંપ્રદાયમાં ૧૦ અખાડા છે, જેમાંથી ૬ પ્રાચીન અખાડા છે. સરકાર દ્વારા ટાંકવામાં આવેલી હસ્તપ્રત ૬ અખાડાઓના વડાની વંશાવળીની વિગતો આપે છે. આ હસ્તપ્રત મુજબ, ૬ લશ્કરી અખાડા નીચેના વર્ષોમાં સ્થાપવામાં આવ્યા હતા, દશનામી લશ્કરી અખાડાઓમાં માંસ ખાવા અથવા નશીલા પદાર્થો લેવા પર પ્રતિબંધ હતો.
(૧) આવાહન અખાડા (૨) અટલ અખાડા (૩) નિર્વાણી અખાડા (૪) નિરંજની અખાડા (૫) જુના અખાડા જે મૂળરૂપે ''ભૈરવી અખાડ'' તરીકે ઓળખાતું હતું. (૬) આનંદ અખાડા.
અખાડામાં ચોક્ સંપ્રદાય હોય તેની માન્યતાની એક ચોક્કસ પ્રણાલી છે અને તેની અંદર કોઈ ચોક્કસ ગુરૂના વંશને પરંપરા કહેવામાં આવે છે. ત્યાં ૩ અલગ-અલગ માન્યતા-પ્રણાલી સંપ્રદાય છે (વૈષ્ણવ, શૈવ અને દશાનામી સંપ્રદાય), જેમાંથી દરેક ૩ પ્રકારના ગુરૂ-શિષ્ય પરંપરા વંશ (દેવ, ઋષિ અને માનવ પરંપરા) માંથી એકને અનુસરે છે, દરેક સંપ્રદાય-પરંપરામાં શાસ્ત્રધારીઓના અનેક અખાડા હોઈ શકે છે. (બૌદ્ધિક) અથવા અસ્ત્રાધારી (યોદ્ધાઓ), અને મોટા અખાડામાં એક અથવા વધુ કાયમી માથાઓ (વડા) હોઈ શકે છે.
અખાડાના બે પ્રકાર છે.. શાસ્ત્રધારી અને અસ્ત્રાધારી. આદિ શંકરાચાર્યએ દશનામી સંપ્રદાયની સ્થાપના કરી, ત્યારે તેમણે તપસ્વીઓને બે વર્ગોમાં વિભાજિત કર્યાઃ (૧) શાસ્ત્રધારી (શાસ્ત્ર ધારકો) બુદ્ધિજીવીઓ અને (૨) અસ્ત્રાધારી (શબ્દશસ્ત્ર ધારકો) યોદ્ધાઓ. આ નાગા સાધુઓ (દશનામી સંપ્રદાયનો પેટા સમૂહ)નો સંદર્ભ આપે છે, જે શંકરાચાર્ય દ્વારા હિંદુ સેના તરીકે કામ કરવા માટે બનાવવામાં આવેલ સશસ્ત્ર આદેશ છે. આ શસ્ત્રો ધરાવનાર સાધુઓ જરૂર પડે ત્યારે યોદ્ધા કે રક્ષક તરીકે સેવા આપતા હતા અને આ રીતે તેઓ અખાડા અથવા રેજિમેન્ટમાં વહેંચાયેલા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટીતંત્રે અખાડાઓની લડાયક ભૂમિકાને મર્યાદિત કરી હતી. હાલમાં, નાગા સાધુ હજુ પણ શસ્ત્રોવહન કરે છે, પરંતુ તેઓ કુસ્તી સિવાય કોઈ પણ પ્રકારની લડાઈની પ્રેક્ટિસ ભાગ્યે જ કરે છે.
પ્રયાગરાજ કુંભ
આ મહા કુંભ મેળા વહીવટીતંત્રે ૧૩ અખાડાઓને ત્રણ મુખ્ય સ્નાન દિવસોમાં 'રાજસી સ્નાન' (જેને 'અમૃત સ્નાન' અને 'શાહી સ્નાન' પણ કહેવાય છે) માટે મંજૂરી આપી છે જેમાં કયા સમય અને ક્રમમાં કરવામાં આવશે તે અંગેનું સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જે ૧૩ મુખ્ય અખાડાઓ છે તેમાં (૧) મહા નિર્વાણી અખાડા (૨) નિરંજની અખાડા (૩) જૂના દશનામ અખાડા (૪) અવહાન અખાડા (૫) નિર્મોહી અખાડા (૬) દિગંબર અખાડા (૭) નિર્વાણી અખાડા (૮) નવા ઊદાશીન અખાડા (૯) બાબા ઊદાશીન અખાડા (૧૦) નિર્મલ અખાડા (૧૧) અટલ અખાડા (૧૨) આનંદી અખાડા (૧૩) અગ્નિ અખાડા.
રાજકીય
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વૈશ્વિક રીતે હિન્દુ સમ્રાટ તરીકે ઊભરી આવ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પછી કોણ? તેવા સવાલના જવાબમાં હવે હિન્દુ મહા નેતા તરીકે યોગીજી પ્રસ્થાપિત થયા છે. પ્રયાગરાજના મહાકુંભ મેળા પછી હવે તે સીધી રીતે દિલ્હીની દોડમાં આગળ નીકળી ગયા છે. ભાજપમાં પણ તે ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.
સંગઠન
સાધુ સંતોના અખાડાઓની મહા પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે, જે સમયાંતરે મળે છે અને સંગઠન માટે ચર્ચા કરે છે. વિવાદ થાય ત્યારે ન્યાય નિર્ણય પણ કરે છે. અખિલ ભારતીય અખાડા પરિષદ હિન્દુ સમાજમાં અખાડાઓની પ્રણાલી પર આધારિત છે. સંસ્કૃતમાં અખાડાનો શાબ્દિક અર્થ કુસ્તીનું મેદાન થાય છે, પરંતુ તે ચર્ચાનું સ્થળ પણ દર્શાવે છે. હિન્દુ ધર્મના સ્વરૂપ અને હિન્દુ ફિલસૂફીના આધારે આવા ૧૩ સંગઠનો છે જે પરિષદને અનુસરે છે. મોટાભાગના અખાડા વૈષ્ણવ (વિષ્ણુના ભક્તો) અને શૈવ (શિવના ભક્તો) છે.
જ્યારે અખિલ ભારતીય અખાડા પરિષદ ચૂંટણી રાજકારણમાં ભાગ લેતું નથી, હિન્દુ સમાજમાં તેનું સ્થાન એક અગ્રણી હિન્દુ નેતૃત્વ સંગઠન તરીકે ખૂબ મહત્ત્વનું છે. કેટલીકવાર, તેણે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સહયોગ કર્યો છે, જે એક હિન્દુ ધાર્મિક સંગઠન છે. તે રાજકારણમાં વધુ ખુલ્લેઆમ સામેલ છે અને હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોના સંઘ પરિવારનો ભાગ છે. અખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના સ્થળે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટેના આંદોલનને પ્રોત્સાહન અને સમર્થન આપ્યું છે. આ સ્થળ હિન્દુ દેવતા રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. ૧૯૮૯માં નિર્મોહી અખાડાએ આ સ્થળ અંગે મુકદ્દમો દાખલ કર્યો હતો, અને ૨૦૧૦ માં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા તેમના દાવાને સમર્થન આપવામાં આવ્યું હતું, જેણે અખાડાને સ્થળના એક તૃતીયાંશ ભાગનો નિયંત્રણ આપ્યો હતો.
નૈસર્ગિક
અખાડામાં દિક્ષા લેનાર સાધુ સંતો દુન્યવી બાબતોથી દૂર રહે તેવો સામાન્ય રિવાજ છે. સુખ અને ભોગ વિલાસ તેમના માટે વર્જ્ય છે. લઘુતમ વસ્ત્રો સાથે સતત ધર્મ આરાધના અને તપસ્યા કરતા રહે છે. કંદમૂળ ખાઈને જીવે છે. વસ્તીથી દૂર એકાંત કે જંગલમાં નિવાસ કરે છે અને સતત પ્રવાસ કરતા રહે છે. જૂનાગઢમાં શિવરાત્રિની રાત્રિએ નાગા બાવાઓનું સરઘસ નીકળે છે તે તેની નૈસર્ગિક જીવન શૈલી છે. પાંચ દાયકા પહેલાં નાગા બાવાઓ મૃગી કુંડમાં શાહી સ્નાન કરતા અને આજે કરે છે તેમાં ઘણો ફરક છે. હાલમાં સદા સાધુઓ પણ વસ્ત્રહીન થઈ નાગાબાવાના સરઘસમાં ભળી જઈ ડૂબકી લગાવે છે. નકલી સાધુઓનો રાફડો ફાટ્યો છે.
જ્યાં અખાડાઓ પ્રવૃત્તિ કરતા હોય ત્યાંથી સરકારે દૂર રહેવું જોઈએ. પ્રયાગમાં હવે નૈસર્ગિક કુંભમેળો રહ્યો નથી. સાધુઓ પણ ભૌતિક સુખ સુવિધાઓ ધરાવતા થયા છે. કેટલાક સાધુઑ અતિ મોંઘા મોબાઈલ, લેપટોપ કે ટેબ વાપરતા થયા છે. હાર્લી ડેવિસન કે બી. એમ. ડબલ્યુ. જેવી મોંઘી બાઇક વાપરે છે. તેમને પણ આધુનિકતાનો પવન લાગી ગયો છે.
કુંભ એ અતિ પ્રાચીન પરંપરા છે, તેના આયોજનની એક અલાયદી વ્યવસ્થા હોય છે, જે સંપૂર્ણ રીતે અખાડા અને સાધુઑ હસ્તક હોય છે. સરકારે તેના આયોજનમાં પડવું ન જોઈએ. ત્યાં વાતાનુકૂલિત નગર ઊભું કરવું, ફિલ્મ કલાકારોના કાર્યક્રમો યોજવા, વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કરવા જેવી બાબતો આ નૈસર્ગિક ઉજવણીમાં વિક્ષેપ ઊભો કરે છે. કુંભનો પ્રચાર કરવાથી લાખો કરોડો લોકો ત્યાં ઉમટી પડે છે જેમને એક ઉત્કંઠા સિવાઈ બીજો કોઈ હેતુ હોતો નથી.
મહાકુંભનું પ્રવાસન વધારવાના ઉદ્દેશથી સરકારે સંચાલન કે આયોજન ન કરવું જોઈએ. ત્યાં મહા સ્નાન માટેની જગ્યા મર્યાદિત છે, ત્યાં કરોડો લોકો ધસારો કરે તો ત્યાંની પવિત્રતા કે પર્યાવરણ જાળવી નથી શકાતી. ગુજરાતમાંથી ૨૦ લાખ લોકો ત્યાં જવાની ધારણા છે.
કુંભના મેળામાં પવિત્રતા, પર્યાવરણ અને પરંપરા જળવાઈ રહે તે માટે જાગૃત બનવા માટે અનુરોધ છે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આરોગ્ય, સ્વભાવ અને સંપત્તિ ૫૫ વર્ષ પછીની ત્રણ મોટી સમસ્યા છે
વૃદ્ધાવસ્થા વણ ઉકેલ્યો કોયડો છે. લાચારી, મુંઝવણ, અશક્તિ, નિવૃત્તિ ઘેરી વળે છે. કેટલાક વૃદ્ધો ટટ્ટાર ચાલે છે, પરંતુ અંદરથી તૂટી ગયા હોય છે. આજના જમાનામાં અચાનક એક્ઝિટ કરનાર લોકોને નસીબદાર માનવામાં આવે છે. કેમ?
તાજેતરમાં નાના પાટેકરની ફિલ્મ વનવાસ જોઈ, અને મનમાં ફરી વૃદ્ધાવસ્થાનો કીડો સળવળવા લાગ્યો! યુવાનીની પ્રેમ કથા, સંઘર્ષ અને વનવાસનો વસવસો, બહુ યાદ આવે છે. તેના ઉપર અનેક ફિલ્મો પણ બની ચૂકી છે. આજે મોટા ભાગના ઘરમાં વનવાસ કે બાગબાનની કથા છે. દીકરાઓ સાચવે છે, તેવા પણ કરોડો કુટુંબો છે. દરેક સમાજ, ગામ, જ્ઞાતિ, દેશ અને દુનિયામાં વૃદ્ધોની અલગ દુનિયા અને કથા હોય છે. જામનગરમાં જોગર્સ પાર્ક ખૂલવાથી અનેક પ્રૌઢ લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. ઉંમર વધવા સાથે જરૂરિયાતો ઘટવા લાગે છે. રોગોના ભોગ બનવાથી ખોરાક ઉપર પણ પ્રતિબંધ આવે છે, પગ અને આંખ નબળા પડવાથી અવરજવર બાધિત બને છે. સંતાનો ડૉકટર પાસે સમયસર લઈ જાય તેટલી જ અપેક્ષા રહે છે.
વનવાસ
નાના પાટેકરની આ ફિલ્મ આમ તો સામાન્ય કથાનક ધરાવે છે. ત્રણ દીકરા અને તેની પત્નીઓ ઘરના વડીલ દીપક ત્યાગીના સ્વભાવથી કંટાળી ગયા હોય છે. સીમલામાં રહેતા દીપકને મોટી ઉમરે થતી નબળી યાદશક્તિની બીમારી લાગુ પડે છે. પરિવારમાં દીપક સામે રોષ પણ રહે છે. ત્રણ પુત્ર અને તેની પત્ની દીપકને વારાણસી લઈને જાય છે, દરેક વૃદ્ધાશ્રમ સંચાલકો સંતાનોના ઓળખ પત્રો માંગે છે, જે આપવાની તૈયારી નથી. અંતે દીપકને વારાણસીમાં અનાથ હાલતમાં છોડી દેવામાં આવે છે. નબળી યાદશક્તિને કારણે તે અટવાતો રહે છે અને નાટકીય ઘટનાઓ પછી તે કીડની રેકેટમાં ફસાઈ જાય છે. તેની મદદે વીર નામનો લંપટ, ખિસ્સા કાતરૂ આવે છે અને દીપકનું સરનામું શોધે છે. સમગ્ર ફિલ્મમાં વૃદ્ધ દીપકની લાચારી જ તરફડે છે. ફિલ્મમાં વીરની પ્રેમકથા અડધો સમય ખાઈ જાય છે. જો કે તેની પ્રેમકથાને પરિણામે જ વાર્તાનો અંત આવે છે. દીપક ત્યાગીને નામે જમીન હોય છે, જેનું ૪૦ કરોડનું જંગી વળતર મળવાની ઘટનાથી તેના ત્રણ પુત્ર ડેથ સર્ટિફિકેટ પણ બનાવી નાખે છે!
વનવાસ જેવો મુદ્દો ધરાવનારી અનેક ફિલ્મો આવી. જેમાં અમિતાભ બચ્ચનની બાગબાન યાદગાર છે. ૧૯૮૦ ના સમયમાં ફિલ્મ શ્રદ્ધાંજલિ અને બંધન કચ્ચે ધાગોકાનું કથાનક પણ આ સામાજિક સમસ્યા ઉપર આધારીત હતું. વનવાસ માત્ર નાના પાટેકરના અભિનય પૂરતી સીમિત છે, જો કે બાગબાનના અમિતાભ સુધી પહોંચી શકતી નથી. ૨૦૧૫ માં રજૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ પિકુ પણ સફળ રહી હતી. જેમાં કબજીયાતથી પીડાતા ૭૦ વર્ષના ભાષ્કર બેનરજીની કથા હતી.
વડીલોએ ઊંચાઈ ફિલ્મ પણ જોવી જોઈએ. અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અનુપમ ખેર અભિનીત, આ ફિલ્મ આપણને ત્રણ વૃદ્ધ મિત્રોના જીવનમાં લઈ જાય છે. મિત્રોએ તેમના મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવાનો નિર્ણય કર્યો. ટ્રેક દરમિયાન, આ મિત્રો તેમના જીવનના અંગત, ભાવનાત્મક અને આધ્યાત્મિક પાસાઓ વિશે ખુલે છે. તેઓ તેમની શારીરિક મર્યાદાઓ સામે લડે છે અને સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે તે શોધે છે. આવી ફિલ્મો જોવાથી આપણામાં હકારાત્મક શક્તિ અને વિચારોનું સિંચન થાય છે. ઉમરને આપણે શક્તિ સાથે સાંકળવી ન જોઈએ.
સ્વભાવ અને સંપત્તિ
૫૫ વર્ષ પછીની આ બે મોટી સમસ્યા કહેવાય છે. સ્ત્રી કે પુરુષે જીવનના અંતિમ ભાગમાં સ્વભાવ સાથે બાંધછોડ કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે.. જીભ ઉપર રાખવા જોઈએ. જો કે, આ તબક્કે એક હાથે તાલી પડતી નથી, સંતાનોના સ્વભાવ ઉપર પણ વૃદ્ધત્વ નિર્ભર રહે છે. પુત્રવધૂઓ પણ કૌટુંબિક શાંતિ અને ઝગડાઓમાં કારણભૂત બની શકે છે. વનવાસ ફિલ્મમાં પણ પુત્રવધૂઓ સસરાના નિકાલ માટે કાવાદાવા અને ઝગડા કરતી જણાય છે.
કુટુંબમાં બહુ ઓછી મિલકત અને વધુ પડતી મિલકત પણ કારણ બની શકે છે. જામનગરમાં પણ એક નામાંકિત પરિવારમાં વહુના આગમન અને સ્વભાવને કારણે તાજેતરમાં ભાગલા પડ્યા છે. અહીં, સંપત્તિનો સવાલ નહીં, પરંતુ સ્વભાવની સમસ્યા હતી. વૃદ્ધાવસ્થા દરેક માટે કમજોર કડી છે. ઘર છોડીને જવું પણ ક્યાં?
વૃદ્ધાશ્રમ
આ વ્યવસ્થા આવકારદાયક તો નથી જ, પરંતુ અનિવાર્ય છે. દુનિયાના બધા દેશોમાં ઓલ્ડ એઇજ હોમનો કોન્સેપ્ટ સ્વીકાર્ય છે. અનેક વિકસિત દેશોમાં કેર હોમ પ્રચલિત છે. ત્યાં લોકો પ્રામાણિકતાથી કરવેરા ભરે છે અને સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન આપે છે. કેર હોમ સંચાલકોને પણ મદદ કરે છે. બ્રિટનમાં કેર યુકે એ વૃદ્ધ લોકો માટે રહેણાક સંભાળ પ્રદાતા છે. તેઓ આવાસ જરૂરિત, ડિમેન્શિયા કેર અને નર્સિંગ કેર ઓફર કરતા ૫૦૦થી વધુ ઘરનું સંચાલન કરે છે. કંપનીએ અગાઉ ૨૦૨૧ સુધી આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણીનું સંચાલન પણ કર્યું હતું. ૨૦૦૨માં બ્રિટન સરકારે ઓલ્ડ એઇજ હોમને સત્તાવાર રીતે નર્સિંગ સાથે કેર હોમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને રહેણાક ઘર કેર હોમ્સ તરીકે જાણીતા બન્યા હતા. બ્રિટનમાં કેર હોમ્સ અને નર્સિંગ સાથે કેર હોમ્સ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં અલગ સંસ્થાઓ દ્વારા સંચાલન થાય છે. કેર હોમમાં દાખલ થવા માટે, ઉમેદવાર દર્દીને તેમની સ્થાનિક કાઉન્સિલ પાસેથી જરૂરિયાતો અને તેમની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. દર્દીને નર્સિંગ સંભાળની જરૂર હોય તો ઉમેદવારનું નર્સ દ્વારા મૂલ્યાંકન પણ થઈ શકે છે.
ગુજરાતઃ ગુજરાતમાં રાજ્ય સરકારના સમાજ સેવા વિભાગ દ્વારા વૃદ્ધોની સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી સંચાલકો અને ટ્રસ્ટ દ્વારા પણ વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. મોટાભાગના આવા સંકુલો આર્થિક સમસ્યાઓથી પીડાતા હોવાનું જણાય છે.
મારા મતે ગુજરાતની કુલ વસ્તીના બહુ ઓછા ટકા વૃદ્ધો એકલતા અને લાચારી ભોગવે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને પુત્રો કે પુત્રવધૂઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવું નથી. અનેક વડીલોને સંતાન ન હોવાથી પણ લાચારી ભોગવવી પડે છે. બીજા કેટલાકને સંતાનમાં માત્ર પુત્રી જ હોવાથી અને તે સાસરે ચાલી ગઈ હોવાથી તકલીફો ભોગવવી પડે છે. ગણ્યાગાંઠીયા વૃદ્ધોને જ સંતાનો તરફથી ત્રાસ મળતો હોય તેવું બની શકે છે.
મોટાભાગના સંતાનો વડીલોની ખૂબ સારી સંભાળ રાખે છે, છેલ્લા શ્વાસ સુધી સેવા કરે છે. ગુજરાતની સામાજિક રચના જ પ્રેમ અને લાગણી ઉપર રચાયેલી છે.
ગુજરાતમાં વૃદ્ધોના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાર્યરત છે. આ વિભાગની વેબસાઇટ ઉપર જણાવ્યા અનુસાર તે વૃદ્ધ કલ્યાણ યોજના હેઠળ (૧) વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂા.૫૦૦૦ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના (૨) ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (૩) રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (નેશનલ ફેમિલી બેનીફીટ સ્કીમ) અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) ચલાવે છે. ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગની વેબસાઇટ અનુસાર રાજ્યમાં ૨૮ વૃદ્ધાશ્રમ તેમની યાદીમાં છે જેમાં જામનગરમાં (૧) શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ, લીમડાલેન, જામનગર અને (૨) એમ.પી. શાહ, મ્યુનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમ, એરોડ્રામ, ખોડીયાર કોલોની સામે, જામનગર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થવા છતાં ત્યાં કોઈ વૃદ્ધાશ્રમ ન હોવાનું તે જણાવે છે. ગુજરાતમાં હવે સારી સુવિધા ધરાવતા અનેક વૃદ્ધાશ્રમો શરૂ થયા છે. જામનગરમાં પણ વાત્સલ્ય ધામ ચાલે છે. રાજકોટમાં સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય સંકૂલ આકાર પામી રહ્યું છે.
સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જામનગરમાં શ્રી આણદાબાવા સેવા સંસ્થા, લીમડા લાઇનમાં હાલ ૧૮ મહિલા આશ્રય મેળવી રહ્યા છે. એમ.પી. શાહ, મ્યનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમમાં સ્ત્રી અને પુરૂષ મળીને કુલ ૧૧૩ અને વસઈમાં ૪૦ વડીલો આશ્રિત છે.
સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત કુલ ૨૮,૩૪૩ વૃદ્ધ માસિક રૂા.૧૦૦૦/- ની સહાય મેળવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો જેમને સંતાન નથી તેવા વૃદ્ધ વ્યક્તિ માન્ય છે. તેમજ સંતાન હોય પણ ૦ થી ૨૦ સુધીના બીપીએલ સ્કોર ધરાવતા હોય તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
વનવાસ
તંદુરસ્ત અર્થમાં વનવાસ સમય દરમિયાન વ્યક્તિ શાંત જીવન, સ્વચ્છ હવા, શુદ્ધ ખોરાક, નચિંત સંબંધો સાથે ઉત્તરાર્ધ પસાર કરી શકે છે. પરંતુ આપણે જીવનને સ્વાર્થ અને લોભમાં અટપટું અને પીડાદાયક બનાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, પુતિન જેવા દુનિયાનો ભાર લઈ ફરતા નેતાઓ મોટી ઉમરે પણ તંદુરસ્ત જીવન જીવે છે. પરાવલંબન ટાળવા માટે પોઝિટિવ વિચારસરણી, જુસ્સો અને ઊચા વિચાર જરૂરી છે. માત્ર તણાવ રાખવાથી દુઃખ ઓછું થતું નથી. વનવાસ સાચા અર્થમાં સમાજને સમજવાની ઉમર છે. દુનિયામાં કરોડો વૃદ્ધો જાત મહેનત કરી જીવન જીવે છે. પશ્ચિમના દેશોમાં બાળકો ૧૮ વર્ષના થાય એટલે માતા-પિતાને અલગ તારવી દે છે. ત્યાં વાલીઓ અને સંતાનો જેવા લાગણીના સંબંધો જોવા નથી મળતા. ભારતની સંસ્કૃતિ લાગણીના પાયા ઉપર ઊભી છે. માત્ર ૧૦ ટકા સંતાનો જ ગદ્દાર નિકળતા હોય છે. ૯૦ ટકા સંતાનો અને વહુઓ વડીલોની દેખભાળ બહુ સારી રીતે કરે છે. સરકાર આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય માટે પણ કાળજી રાખે છે.
જે લોકો, જેટલો આવકવેરો ભરે તે પ્રમાણમાં સરકારે તેમને પેન્શન પણ આપવું જોઈએ. વિદેશમાં આવી વ્યવસ્થા છે. એન્જિઑગ્રાફીના લેખકે આખી જિંદગી કરવેરા ભર્યા, છતાં વળતર પેટે કઈ મળતું નથી. આરોગ્ય વીમાની મોટી રકમ દર ૩૬૫ દિવસે સંપૂર્ણ ડૂબી જાય છે. નવા વર્ષે ફરી નવું જંગી પ્રીમિયમ ભરવું પડે છે. વીમાની રકમ ડૂબી શા માટે જાય? ૬૦ વર્ષ પછી આરોગ્ય વીમાની રકમ અને પ્રીમિયમ બાબતે પુનઃવિચાર કરવો જરૂરી છે.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી
પ્રભુએ નવું વર્ષ આપ્યું છે, તો માણસે પણ નવું જીવન શરૂ કરવું જોઈએ. આ ઈસુનું નવું વર્ષ છે, ભગવાન ઈસુનો જન્મ થયો, હિન્દુ કેલેન્ડરમાં પણ કારતક માસથી નવું વર્ષ શરૂ થયું છે. ભગવાન રામ અનિષ્ટ રાવણ ઉપર વિજય મેળવી પરત ફર્યા હતા. આપણે પણ અનિષ્ટો ઉપર વિજય પ્રાપ્ત કરી નવા જીવન કે નવા આચાર-વિચારોનો પ્રારંભ કરવો જોઈએ. જીવીત વિશ્વમાં એક માત્ર સાપ જ સમયાંતરે પોતાના આવરણ સમાન કાંચળી ઉતારે છે, બીજા કોઈ જીવમાં આવી દુર્લભ વ્યવસ્થા નથી! માણસો તો સ્વાર્થ માટે નીતનવા રંગ-રૂપ ધારણ કરતા રહે છે. ધર્મ અને સાદગીના પાઠ ભણાવતા લોકો લકઝરી લાઈફ જીવે છે, ચાર્ટર્ડ વિમાનોમાં ઊડે છે અને સંસારી કરતાં વધુ સુખ સુવિધાઓ ભોગવે છે. એક માત્ર સામાન્ય માનવી જ સામાન્ય જિંદગી જીવે છે બાકી બધા સાદગીના નાટકો કરે છે!
એક રાજાને વિચાર આવ્યો કે મારા રાજમાં કેટલા લોકો એવા છે કે જે મારા નિર્ણય કે આદેશને માન આપે છે તે ચકાશું. તેને શહેરની વચ્ચે કુંડ બનાવ્યો અને તેના ઉપર સફેદ કપડું ઢાંકી દીધું, અને આદેશ કર્યો કે દરેક નાગરિકે તેમાં એક કળશો દૂધ નાખવાનું. થોડા પવિત્ર લોકોએ દૂધ નાખ્યું, બીજા લોકોએ વિચાર્યું કે બધા જ દૂધ નાખે છે, ત્યારે હું એક લોટો પાણી નાખીશ તો કોઈને ખબર નહીં પડે અને દૂધમાં ફર્ક નહીં પડે! શહેરના મોટાભાગના લોકોએ આવું વિચારી હોજમાં પાણી ઠાલવ્યું, રાજાએ સફેદ કપડું દૂર કર્યું ત્યારે ખબર પડી કે પોતાના રાજમાં ઘણાં તકલાદી મનોવૃત્તિવાળા લોકો છે.
આ વાર્તા બહુ જૂની અને ચવાઈ ગયેલી છે, પરંતુ આજના સમયમાં પણ સો ટકા બંધ બેસતી કથા છે. હું એક જ કચરો જાહેરમાં ફેંકીશ તો શું ફર્ક પડશે? હું એક કરવેરા નહીં ભરૃં, તો શું ફર્ક પડશે? હું એક ભેળસેળ કરીશ તો શું ફર્ક પડશે? આવું વિચારી મોટાભાગના લોકો રાષ્ટ્રને નબળું પાડે છે!
૨૦૨૫ ના વર્ષમાં નાના-મોટા, ધનિક-નિર્ધન, સ્ત્રી-પુરૂષ સૌ કોઈએ એક સારો નિર્ણય કરવો જોઈએ. દરેક વ્યક્તિ એક પવિત્ર નિર્ણય કરે તો સમાજને લાભ થશે. કુંડમાં દૂધ જ નાખવાનો નિર્ણય તમામ લોકો કરે તો રામરાજ્ય દૂર નથી. રામની જરૂર નથી, રામ જેવા કર્મો કરવાની આવશ્યકતા છે. વર્તમાન વર્ષને સચ્ચાઈના વર્ષ તરીકે ઉજવો. જો કે આવી મધમીઠી સલાહ તો હજારો મોટીવેશનલ વકતાઓ આપે છે, પરંતુ આપણને તે કાનથી આગળ ઊતરતી જ નથી.
સત્યના પ્રયોગો
મહાત્મા ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ વગર સત્યની મહત્ત્વતા અધૂરી ગણાય. મારી જાણ અનુસાર ગાંધીજી પછી કોઈપણ રાજકીય કે સામાજિક અગ્રણીએ સત્યનો ઉલ્લેખ કરી કાર્ય કર્યા નથી. કદાચ સત્યને અભેરાઈ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. ગાંધીજીના સત્યના પ્રયોગોના ફળ આપણે આરોગી રહ્યાં છીએ, પરંતુ હવે નવા નેતાઓ દ્વારા પ્રજાને ઓર્ગેનિકને બદલે પરાણે પકવેલા ફળ ખવડાવવામાં આવી રહ્યાં છે! પરિણામ શું આવશે તે રામ જાણે.
સત્યના પ્રયોગો આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
દેશમાં ચૂંટણી લડતા લોકોએ પોતાની મિલકતોની જાણકારી જાહેર કરવી જરૂરી છે, તે રીતે હવે આ લોકોએ પોતાના જીવનનો સત્ય ટૂંકસાર પણ આપવાનું ફરજિયાત કરવું જોઈએ. દરેક ઉમેદવારે ખુલ્લા મને પાપોનું શાબ્દિક પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રજા હવે ઠાલા વચનોથી થાકી ગઈ છે! ગાંધીજીના સત્યના પ્રયોગો આત્મકથા દરેક લોકો માટે અલ્ટિમેટ ગાઈડલાઇન છે, અવશ્ય વાચવી અને અનુસરવી જોઈએ.
આજે અહીં કેટલાક સરળ અને અમલમાં મૂકી શકાય તેવા નિર્ણયોની ચર્ચા કરવી છે. એન્જિઑગ્રાફીના વાચકો એકાદ પ્રણ લે તેવી આગ્રહભરી વિનંતી છે.
સત્ય વક્તા
સમાજમાં અસત્ય બહુ મોટું ઘર્ષણ પેદા કરે છે. વારંવાર અસત્ય બોલવાથી ભરોસાની કડી તૂટે છે. દરેક વ્યક્તિએ સત્ય બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. કળીયુગમાં કદાચ રોજ સત્ય બોલવું શક્ય ન હોય તો સપ્તાહમાં ચોક્કસ દિવસે સત્ય બોલવું. આ માટે ચોક્કસ વાર પણ નક્કી કરવો. આ દિવસે જો સત્યનું ઉચ્ચારણ ન થઈ શકે તો મૌન પાળી સામેની વ્યક્તિની માફી માંગી લેવી. સત્ય હમેશાં અસત્યથી લાંબુ ટકે છે. સત્ય ગંગાજળ જેવું પવિત્ર છે, તેનું પાન અનેક વિટંબણાઓ દૂર કરે છે. સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી દેવું કે, આ ચોક્કસ વારે હું સત્ય જ બોલીશ! દેશના ૧૫૦ કરોડ લોકો જો આવો નિર્ણય કરે તો ૧૫૦ કરોડ સત્યોનું ઉચ્ચરણ થાય!
સત્ય આચરણ
આ બહુ જરૂરી છે. ડગલેને પગલે અસત્યનું આચરણ યુદ્ધ પેદા કરે છે. સત્ય બોલવું અને સત્યનું આચરણ કરવું તેમાં બહુ મોટો ફર્ક છે. આવકવેરાના પત્રકમાં સાચી વિગતો જ ભરવી, તે સત્યનું આચરણ છે. ખોરાકમાં ભેળસેળ ન કરવી, દાદાગીરી ન કરવી, ખોટો દેખાડો ન કરવો, નબળા માણસને અન્યાય ન કરવો, પઠાણી વ્યાજ ન વસૂલ કરવું, દર્દીને બિનજરૂરી દવાઓ ન આપવી, સારવારમાં પણ પ્રમાણભાન રાખવું, અસીલને ખોટા ભ્રમમાં ન નાખવો જેવા અનેક સત્ય આચરણના માર્ગો છે.
કળીયુગમાં અસત્ય વ્યાપક અને સર્વત્ર છે. ડગલેને પગલે દરેક બાબતોમાં સંશય રહે છે. સત્યના આચરણને કારણે પ્રગતિની ગતિ ધીમી હોય છે, પરંતુ નક્કર હોય છે.
સત્ય જીવન
કળીયુગમાં સો ટકા સાચા જીવનની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ ડગલેને પગલે અસત્ય પણ ચલાવી ન લેવાય. નવી પેઢીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ખબર જ નથી. મારે તેની તલવારના યુગમાં ગાંધીજીને વાચવા કોણ નવરૂ છે? વર્તમાન સમયમાં દરેક નાગરિકે જીવનમાં એક સત્ય અપનાવવું જોઈએ. તંદુરસ્ત શરીર માટે આપણે નીતનવા અખતરા કરીએ છીએ, ચાલવું, દોડવું, ઉપવાસ, ભક્તિ, ઉજવણી વગેરે.. વગેરે. તો પછી સ્વચ્છ જીવન માટે સત્યના પ્રયોગો કેમ ન કરી શકીએ?
ધનિક લોકોને ઓછી આવકના પ્રમાણપત્રો મેળવવા માટે દોડધામ કરતાં જોઈને દયા આવે છે. સરકારી લાભો લેવા માટે હાથે કરીને ગરીબ દેખાવાની મનોવૃત્તિને હું માનસિક ગરીબી ગણું છું. આ દેશમાં કાગળ ઉપર ગરીબ દેખાવાની પણ ફેશન છે. શું આપણે આપણી સાચી આવક પણ ન બતાવીએ? આ દેશમાં નાણુ પણ કાળુ છે! એક તરફ લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરીએ અને બીજીતરફ તે અપવિત્ર થાય તેવા કાળા ધોળા કરીએ છીએ? ખોટા આવકવેરા પત્રકો ભરનાર લોકોને લક્ષ્મીજીનું પૂજન કરવાનો નૈતિક અધિકાર નથી. ડમી શાળાઓ ચલાવનાર સંચાલકોને સરસ્વતી માતાની પૂજા કરવાનો અધિકાર નથી. અસત્ય જીવન જીવતા લોકો માટે સંકટ મોચક હનુમાનજી પણ મદદે આવતા નથી.
સત્ય ભારત
હવે, સત્ય ભારત કરવાનો સમય પાકી ગયો છે. અસત્યના પાયા ઉપર મહાન ભારતની ઇમારત લાંબુ નહીં ટકે. સ્વચ્છ ભારત અભિયાન કરતાં પણ સત્ય ભારત અભિયાન બહુ મહત્ત્વનું છે. નરેન્દ્ર મોદી વિવિધ અભિયાનો સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે પ્રખ્યાત છે. તેમણે પોતાનું નામ દેશના ઇતિહાસમાં લખાવવા માટે આ ઉત્તમ માર્ગ છે. કદાચ, અડધો દેશ પણ સત્યનો માર્ગ અપનાવે તો બેડો પાર થઈ જાય! કળીયુગનો પ્રભાવ ચરમસીમા ઉપર છે. સેવાદારો હવે મેવાદારો બની ગયા છે.
ગુજરાત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામે અભિયાન ચલાવવામાં આવે છે. ખોવાયેલી કે ચોરાયેલી ચીજ વસ્તુઓ શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવે છે, આવી ઘટનાઓની પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે. ગુજરાત સરકારે આવી રીતે સત્ય વચન અભિયાન શરૂ કરવું જોઈએ. દિવસમાં એકવાર સાચું બોલવું જોઈએ. તેરા તુજકો અર્પણની જેમ નૈતિકતા અભિયાન શરૂ કરવામાં આવે તો પોલીસ વિભાગનું મનોબળ વધે તે નિશ્ચિત છે.
૨૦૨૫ ની સાલમાં પ્રામાણિકતા અને સત્યતા વધે તે માટે તમામ લોકોએ પ્રયાસો કરવા જોઈએ. તંદુરસ્ત જીવન માટે શુદ્ધ પર્યાવરણ મહત્ત્વનું છે તેમ તંદુરસ્ત સમાજ માટે સત્ય પ્રાણવાયુ છે. ઝાડ અને શબ્દ લીલાચ્છમ રહેશે તો જ જીવન મજબૂત બનશે.
સત્યનો સ્વાદ કડવો પણ હોય શકે છે, તો પણ ઔષધિ સમજીને આરોગી લેવું જોઈએ. મહાભારતમાં અશ્વસ્થામાં મરાયો જેવું અર્ધસત્ય ન બોલાયું હોત તો તેનો અંત કદાચ જુદો હોત. રાજ કપૂરની ફિલ્મ બૉબીમાં પણ જૂઠ બોલે, કૌવા કાટે, કાલે કૌવે સે ડરીઓ ગીત હતું. સાચી વાત છે, જૂઠ જેવા કાળા મનહૂસ કાગડાઓથી દૂર રહેવું જ જોઈએ. આપણે ધર્મભીરૂ પ્રજા છીએ, તો પણ રામ અને કૃષ્ણને બદલે વારંવાર શકુની અને મંથરા જેવું વર્તન કરવા માંડીએ છીએ. તસુભાર જમીન માટે મહાભારતમાં મોટો ઝગડો થયો હતો, આજે પણ જર, જમીન અને જોરૂ કજિયાના છોરૂ માનવામાં આવે છે.
શું આપણે નવા વર્ષમાં આવી અનેક માન્યતાઓને ખોટી ન પાડી શકીએ? આ અસત્ય નામનો મહારોગ વળગ્યો છે, જીવલેણ છે, જડીબુટ્ટી નજીકમાં મળે તેવી આશા નથી. સડેલી આ માનસિકતાને કાપીને દૂર ફેકી શકાય તેમ પણ નથી. આ મહાવ્યાધિને નેસ્તનાબૂત કરવા માટે એક માત્ર સત્ય નામના ઉપચારનો આશરો છે. રોજ થોડું થોડું સત્ય જીવતા રહેશું તો અસત્યને માત કરી શકીશું.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધનિકો અને રાજકીય લોકો એકબીજામાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે
૨૦૨૪ના અંગ્રેજી વર્ષની આ છેલ્લી એન્જિઑગ્રાફી છે. ઈચ્છા હતી કે આ વખતે પોઝિટિવ નોટ સાથે લખવું. સારા સારા પ્રસંગોની અવશ્ય નોંધ લેવી. લખવા બેઠો ત્યારે થોડો વિચાર બદલ્યો અને સોલ્ટ એન્ડ પેપર દૃષ્ટિકોણ નક્કી કર્યો. અનેક ઘટનાઓ જોઈ, સાંભળી, વાંચીને હૃદય પ્રફુલ્લિત થાય છે અને ક્યારેક ખિન્ન પણ થાય છે. આપણા હાથમાં કશું નથી, પડે એવા દેવાશે ના ન્યાયે બધા લોકો દિવસો પસાર કરી રહ્યા છે. એક ભારતમાં બે ભારત વસે છે. એક ભારત કોલ્ડ પ્લેની લાઇનમાં છે અને બીજું ભારત આધારકાર્ડની લાઇનમાં છે. બન્ને પરેશાન છે. એકને ટિકિટ નથી મળતી અને બીજાને અપડેટ નથી થતું! એક ભારતમાં બે ભારત વસે છે. એક ભારતને પૂરતા ભાવ મળતાં નથી અને બીજાને મોંઘવારી નડે છે! અહી પણ બન્ને પરેશાન છે!
વાચકોની જાણ માટે કે, વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લે ભારતમાં પ્રોગ્રામ રજૂ કરવાનું છે, અને તેની મોંઘીદાટ ટિકિટો માટે યુવાનોમાં આંધળો ક્રેઝ છે! આધાર કાર્ડ માટેની કતારો વિશે લખવાની હવે જરૂર લાગતી નથી. ૨૦૨૪નું વર્ષ આમાં જ ચાલ્યું અને ૨૦૨૫નું વર્ષ પણ આમ જ ચાલશે. બહુ વિચારવાથી દુઃખી થવાય અને ન વિચારવાથી પણ દુઃખી થવાય! શું વિચારવાથી સુખી થવાય તેની રેસીપી કે ફોર્મ્યુલા ઉપલબ્ધ નથી. કોઈને તે શોધવાની નવરાશ પણ નથી. એક મોટી મોબાઈલ કંપનીએ તાજેતરમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત આપી તેમાં લખ્યું કે.. માત્ર ફોન સાથે જ નહીં, પરિવાર સાથે પણ સમય વિતાવો! મોબાઇલમાં પરિવાર ગોતીએ છીએ અને નજીકના પરિવારને નજર અંદાઝ કરીએ છીએ! ધર્મસ્થાનોમાં ભીડ બેકાબૂ બની રહી છે અને બીજીતરફ ભ્રષ્ટાચાર, ભેળસેળ, અવ્યવસ્થા બેકાબૂ બની છે. માણસ ભગવાનથી ડરે છે કે કેમ? તે પણ બહુ મોટી પહેલી છે!
૨૦૨૪ના વિદાય લેતા વર્ષમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરીએ.
રાજકીય
દેશ અને દુનિયામાં આ વર્ષ રાજકીય રીતે કોઈ નાવીન્ય સભર ન રહ્યું. નવા નેતાઓ આવ્યા, ત્યાં નવીનતા ન આવી અને જૂના નેતા રિપીટ થયા ત્યાં તાજગી ન આવી. દુનિયાના સૌથી શક્તિશાળી અને બાધોડકા દેશ અમેરિકામાં તરંગી દિમાગના ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાયા, તેના માથે પરસ્ત્રી ગમનથી લઈ અનેક આક્ષેપો છે. દુનિયાના અતિ મોડર્ન દેશ અમેરિકામાં ૨૧ મી સદીમાં પણ સર્વોચ્ચ પદ માટે મહિલાને ત્યાંના મતદારો પસંદ નથી કરતાં તે બહુ આશ્ચર્યની વાત છે. અમેરિકાની આ ચૂંટણીએ, એ બાબત પ્રસ્થાપિત કરી કે સત્તા ઉપર મોટા, માથા ફરેલ અને જિજીવિષા ધરાવતા ઉદ્યોગપતિઓ કબજો જમાવી રહ્યા છે. એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ ટેકો આપ્યો. આદર્શ લોકશાહી સામાન્ય રીતે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખવાની વાતો કરે છે, પરંતુ તે ખ્યાલ કદાચ હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યો છે. ધનીકો પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકીય નેતાઓના ખભે ચડી બેસે છે. ચીનમાં તો જે ધનિક સત્તા વિરોધ બોલે તેના કપરા હાલ થાય છે. અલિબાબ ગ્રૂપના જેક મા સાચું બોલવાના ફળ ભોગવી રહ્યા છે. રશિયામાં તો ઓઇલ ટાઈકુન પુટીન વર્ષોથી સત્તા ભોગવે છે. ભારતમાં પણ ધનીકો અને રાજકીય નેતાઓ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે! અહી ધનીકો કદી આધારકાર્ડની લાઈનોમાં ઊભેલા જોવા નથી મળતાં! કેમ? આધારકાર્ડની લાઇનમાં ઊભતા લોકો ચાર્ટર્ડ વિમાનમાં ઉડતા જોવા નથી મળતાં! અસમાનતા ચરમસીમાએ છે. પાડોશી દેશોમાં પણ ૨૦૨૪નું વર્ષ સારૃં રહ્યું નથી. ભારતના આશ્રિત દેશ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ખળભળાટ છે. બન્ને દેશો રાજકીય અને આર્થિક રીતે દેવાળીયા છે. પાકિસ્તાન તો રાજકીય, આર્થિક અને સલામતી એમ તમામ રીતે પાયમાલ થઈ ગયું છે. નેપાળ બેહાલ છે. રશિયા અને ઈઝરાયેલ લડવામાં વ્યસ્ત છે. માનવતા મરી પરવારી છે. દુનિયામાં યુદ્ધનો માહોલ છે. સંયુક્ત રાષ્ટ્ર વેરવિખેર છે. આફ્રિકા ભગવાન ભરોસે છે.
ભારતમાં નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે જનાદેશ મેળવી લીધો છે. મહારાષ્ટ્રમાં તડજોડ રાજકારણ હજુ ચાલુ છે. ભાજપમાં અમિત શાહને બદલે હવે યોગી આદિત્યનાથ બીજા નંબર ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોઈ પહેલાં કે બીજા નંબરે નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મજબૂત થવાના પ્રયાસો કરી રહ્યા છે! અર્જુનભાઇ મોઢવાડીયા મંત્રી પદની રાહમાં છે. મતદારોના મન કી બાત કોણ સાંભળે છે તે મોટી પહેલી છે.
૨૦૨૪ ના વર્ષમાં દુનિયામાં કોઈ પણ નેતામાં નવી કે તાજગી ભરી માનવતાવાદી દૃષ્ટિ જોવા મળી નથી.
આર્થિક
૨૦૨૪ના વર્ષમાં ધનિકોની સંપત્તિઓના હિસાબ કિતાબ માટે કેલ્ક્યુલેટર પણ ટૂંકા પડે તેવો સરસ રહ્યો. માઈક્રોસોફ્ટ, ટેસ્લા, અમેઝોન સહિતના અનેક વિદેશી ધનીકો સાથે આપણા ગુજરાતી અંબાણી અને અદાણી પણ ધનિકોની યાદીમાં ચમકતા રહ્યા! શેરબજાર દર વર્ષની જેમ અકળ રહ્યું. અંબાણીએ બોનસ શેર જાહેર કરતાં રોકાણકારોના ગાલ ગુલાબી થઈ ગયા, પરંતુ ડબલ શેર અને અડધા ભાવ થઈ જતાં મૂડી ડૂબી ગઈ હોવાની ફિલિંગ આવી! આ વર્ષમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં નવી કંપનીઓ ભરણા માટે બજારમાં આવી. નામ પણ ન સાંભળ્યું હોય તેવા આઈ.પી.ઑ.માં લોકોએ તગડો નફો કમણાં અને નામી કંપનીઓમાં રૂપિયા ફસાઈ ગયા! શેર માર્કેટમાં કોઈ ગણીત ચાલતું નથી, માત્ર નસીબ જ ચાલે છે. ગુજરાતમાં આ વર્ષમાં પોન્ઝી સ્કિમોમાં લાખો લોકોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા. છેલ્લે બી.ઝેડ. નામની કંપનીમાં કરોડોનું કૌભાંડ થઈ ગયું. કરૂણતા એ વાતની છે કે, નાના માણસોના પરસેવાની કમાણી તણાઇ ગઈ. નાણા વિભાગ પાસે આવી પોન્ઝી સ્કીમો પકડવાની કોઈ રાજકીય ઈચ્છા શક્તિ નથી. ૧૫૦ કરોડના દેશમાં માત્ર ૬ કરોડ લોકો જ આવકવેરો ભારે છે. ધનીકો પણ માત્ર ૬ લાખ રૂપિયાની આવકના પ્રમાણપત્રો ગજવે ઘાલીને જલસા કરે છે! કાળું નાણુ બેફામ વધી રહ્યું છે. જમીન-મકાનોની લે-વેંચમાં ૬૦:૪૦ ની લેતી દેતી ખુલ્લેઆમ ચાલે છે. રોકડ વ્યવહારો ટ્રેસ કરવા માટે આવકવેરા વિભાગ પાસે કોઈ ટેકનિક નથી. દેશમાં આજે પણ માત્ર પગારદાર વર્ગ જ સાચો આવકવેરો ભરે છે.
આગામી ૨૦૨૫ના વર્ષમાં આર્થિક ક્ષેત્રે કોઈ ચમત્કાર થવાની અપેક્ષા રાખતા નહીં. મધ્યમ વર્ગ પાસે આગળ કૂવો છે અને પાછળ ખાઈ છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને ગ્રાહકોને ખાદ્ય ચીજો સસ્તી મળતી નથી. દેશની જેવી પરિસ્થિતિ છે તેવી તેવું જ ગુજરાતમાં છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસના દાવ કરે છે અને બીજી તરફ વ્યાજખોરો બેફામ છે. નબળા લોકો માટે આત્મહત્યા એક જ માર્ગ બચે છે. સુરતના હીરા બજારમાં મંદી છે. આર્થિક ક્ષેત્રે ૨૦૨૫ નું વર્ષ ૨૦૨૪ જેવું જ રહેશે.
મનોરંજન
દેશની પ્રજાને વર્ષ ૨૦૨૪ દરમિયાન દરેક ક્ષેત્રમાંથી મનોરંજન મળી રહ્યું! જેમને સુખી થવું હતું તેના માટે આનંદ માણવાના ઘણાં રસ્તા રહ્યા. થિયેટર જગતની વાત કરીએ તો આ વર્ષે સિકવલો વધુ ચાલી. સ્ત્રી-૨ અને પુષ્પ-૨ એ ભારે સફળતા સાથે જંગી કમાણી કરી. આમિર ખાન દ્વારા નિર્મિત લાપતા લેડીઝ પણ લોકોને ગમી. મનોરંજન દુનિયામાં દક્ષિણનો દબદબો રહ્યો. બીજી તરફ રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનેલી અને અમિતાભ બચ્ચન, પ્રભાસ, દિપીકા પાદુકોણે જેવા મેગા સ્ટારનો જમાવડો હોવા છતાં કલ્કી-૨૮૯૮ ફિલ્મનો બોક્સ ઓફિસ ઉપર કરૂણ રકાસ થયો! કાંગુંવાના પણ ખરાબ હાલ થયા. છેલ્લા પાંચ વર્ષથી ટીવીના નાના પડદે ઑ.ટી.ટી. આગળ વધી રહ્યું છે. આ વર્ષે નાના બજેટ અને તદ્દન ગામડાંની પૃષ્ટભૂમિ ઉપર બનેલી વેબ સીરિઝ પંચાયતનો દબદબો રહ્યો. બીજી ધ્યાન ખેંચનાર વેબ ફિલ્મ ડિસ્પેચ રહી. કામાંધ પત્રકારની ભૂમિકામાં મનોજ વાજપાઈ જેવા સશક્ત કલાકારે સેક્સ અને નગ્ન દૃશ્યો શા માટે ભજવવા પડ્યા તે દર્શકો માટે મોટો કોયડો રહ્યો.
જામનગર
આખી દુનિયાની પંચાત કરીએ, અને આપણા શહેરને ભૂલી કેમ જવાય? છોટીકાશી અને સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં ૨૦૨૪નું વર્ષ મિશ્રિત લાગણીવાળું રહ્યું. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ હવે પૂર્ણતાને આરે છે. શહેરના ધણી જામસાહેબે વારસદાર પસંદ કરી લીધા. ત્રણ નવા બગીચા બનાવવા માટે જગ્યા ફાળવવા પણ તૈયાર થયા છે. હાલારે દેશના મોટા ધનિક અંબાણી પરિવારનો જલસો પણ દૂરથી માણ્યો. અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગમાં દુનિયાની હસ્તીઓ ઉમટી પડી. જામનગરનું હવાઈ મથક ૧૦ દિવસ માટે આંતરરાષ્ટ્રીય જાહેર કરવામાં આવ્યું. વંદે ભારત ટ્રેનને ભારે સફળતા મળી. બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ શરૂ થતાં ભક્તોને મોટી રાહત થઈ. દ્વારકાનો સુદામા સેતુ હજુ પણ અકળ કારણોસર બંધ છે.
બીજી તરફ, ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, નજીકના સમયમાં તેનો નક્કર ઉકેલ દેખાતો નથી. ટ્રાફિક પોલીસ સી.સી. ટી.વી. જોઈને વાહનચાલકોને દંડી પોતાની પીઠ થાબડી રહી છે. ટી.પી. સ્કિમોનો વહીવટ ગોકળગાયની ગતિએ ચાલે છે. કાલાવડ-ધોરાજીનો ધોરી માર્ગ વર્ષોથી ખખડધજ છે. પ્રજા અને નેતાઓ બન્ને આ બાબતે મૌન છે! સતત વરસાદ સારો થતો હોવા છતાં ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા છે. ખેડૂતો પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાની કાગારોળ કરે છે અને ગ્રાહકોને ચીજ વસ્તુઓ મોંઘા ભાવે મળે છે. વચ્ચેનો મોટો નફો ખાનાર અદૃશ્ય છે.
આ વર્ષમાં હાલારે બે મોટા નામ ગુમાવ્યા. 'નોબત' પરિવારના અને જાહેર જીવનના અગ્રણી કિરણભાઈ માધવાણીનો દેહવિલય થયો. હાસ્ય મનોરંજન ક્ષેત્રે હાલારનું નામ રોશન કરનાર વસંત પરેશ 'બંધુ' પણ ચાલ્યા ગયા. રવિન્દ્ર જાડેજા ચમકતા રહ્યા છે.
જે હોય તે..
૨૦૨૪નું વર્ષ સુખે દુઃખે પસાર થઈ ગયું. ૨૦૨૫નું વર્ષ પણ આમ જ પસાર થઈ જશે. ચિંતા કરવાથી કે રોકકળ કરવાથી કઈ નહીં વળે. મન ચંગા, તો કથરોટ મેં ગંગા! આપણે મોટું મન રાખવું. સુખી થવા માટે આ રામબાણ ઈલાજ છે. દેવું કરીને ઘી ન પીવાની વણમાંગી સલાહ છે. વધુ વ્યાજની લાલચમાં ન ફસાવું. ઓનલાઇન ફ્રોડથી બચવું. કાળી ચૌદસે કુંડાળામાં પગ ન પડી જાય તેની કાળજી રાખવી, જો કે હવે તો આ દિવસ સિવાય પણ કુંડાળા દોરાયેલાં હોય છે, તેથી બારેમાસ સાવચેત રહેવું.
'નોબત'ના વાચકો અને ચાહકોને ૨૦૨૫ના વર્ષની હાર્દિક શુભકામના...
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''ધ પેશન ઓફ ક્રાઈસ્ટ'' પ્રભુ જીસસ વિશેની પ્રથમ ફિલ્મ હતીઃ
યહૂદી ધર્મમાં કદાચ સૌથી ઓછા તહેવારો આવે છે. મારી જાણ અનુસાર ગુડ ફ્રાઈડે અને નાતાલ એમ બે જ મોટા તહેવાર આવે છે. જો કે, યહૂદીઓ ફાઇવ ડે વીક કરીને દર શનિ અને રવિવાર ઉજવે છે તે અલગ બાબત છે. નાતાલ નજીક આવી રહી છે. ગુજરાતીઓ પણ નાતાલ ઉજવશે. ભગવાન ઈસુનો બેથલહામમાં જન્મ થયો તે દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઈસુના જન્મ અને જીવન ઉપર અનેક સંશોધનો થયા છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ઈસુના જન્મમાં એક સમાનતા હતી. કંસને આકાશવાણી દ્વારા જાણકારી થઈ હતી કે દેવકીનું આઠમું સંતાન તેના મૃત્યુનું કારણ બનશે, આથી કંસે દેવકીને જેલમાં બંધ કરી તેના સંતાનોને મોતને ઘાટ ઉતારતો રહ્યો. ઈસુના જન્મ સમયની પણ આવી કથા છે. રાજા હેરિસને જાણકારી મળી હતી કે બેથલહામમાં જન્મનાર બાળક તેના શાસનનો અંત લાવશે. આથી રાજા હેરિસે અહીં જન્મેલા બાળકોની સામૂહિક હત્યાનો આદેશ આપ્યો હતો. કૃષ્ણ અને ઈસુ બન્ને ઉગરી ગયા!
આજે ભગવાન ઈસુના જન્મ પ્રસંગે તેમના જીવન ઉપર બનેલી ફિલ્મોની એન્જિઑગ્રાફી કરવી છે. ભગવાન ઈસુના જીવન ઉપરની ફિલ્મો બાબતે લગભગ નહિવત લખાયું છે. આજે ઈસુ આપણા વચ્ચે પડદા ઉપર જીવી રહ્યા છે તેમ માનવું રહ્યું.
ભગવાન ઈસુના જીવન ઉપર જ બનેલી સળંગ ફિલ્મો બહુ જૂજ છે. મોટાભાગની ફિલ્મો તેના જીવન સંદેશ આધારિત છે. નાતાલ કે ક્રિસમસ નામ આધારિત બધી ફિલ્મો ઈસુ ઉપર હોતી નથી. માત્ર આ દિવસે બનતી ઘટનાઓ ઉપરનું ફિલ્માંકન હોય છે. દાખલા તરીકે ૨૦૨૪ માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ મેરી ક્રિસમસ કે જેમાં કેટરીના કૈફ અને વિજય સેતૂપતિ મુખ્ય ભૂમિકામાં હતા તે ફિલ્મ ઈસુના જીવન સાથે કોઈ સંબંધ ધરાવતી ન હતી! આ જ રીતે તાજેતરમાં રજૂ થયેલી ઇંગ્લિશ ફિલ્મ બ્લેક ડવસનું કથાનક નાતાલના દિવસે લંડનમાં ચાઇનીઝ અધિકારીની હત્યા ઉપર આધારિત છે. પરંતુ ઈસુના જીવન સાથે કોઈ લેવાદેવા નથી! ૧૮૯૭માં ધ પેશન ઓફ ક્રાઈસ્ટ નામની જીસસ વિશેની પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ આલ્બર્ટ કિર્ચનર દ્વારા રોમન કેથોલિક પૃષ્ઠભૂમિના પ્રકાશન ગૃહ, લા બોન પ્રેસ માટે બનાવવામાં આવી હતી. તાજેતરમાં નેટફલીક્સ ઉપર રજૂ થયેલી ફિલ્મ મેરી સૌથી લેટેસ્ટ ફિલ્મ છે. આમ ભગવાન ઈસુના જીવન ઉપર લગભગ સવાસો વર્ષથી દુનિયાની તમામ ભાષાઓમાં ફિલ્મો બની રહી છે. નાટકો જુદા! અંગ્રેજી ફિલ્મ વિવેચકોના જણાવ્યા અનુસાર સવાસો વર્ષમાં અંગ્રેજી ભાષામાં જ નાની મોટી ૨૫૦થી વધુ ફિલ્મો બની ચૂકી છે.
જીસસ ઉપર બનેલી કેટલીક ફિલ્મોની જાણકારી અત્રે પ્રસ્તુત છે.
ધ લાસ્ટ ટેમ્પટેશનઃ ઈસુના જીવન ઉપર બનેલી ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી વધુ લોકપ્રિય રહી. ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ એ ૧૯૮૮ની ધાર્મિક ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન માર્ટિન સ્કોર્સીસ દ્વારા કરવામાં આવ્યું છે. સ્કોર્સીસ અને જય કોક્સના અપ્રમાણિત પુનઃલેખન સાથે પૌલ શ્રેડર દ્વારા લખાયેલ, તે સમાન નામની નિકોસ કાઝાન્ત ઝાકીસની ૧૯૫૫ની વિવાદાસ્પદ નવલકથાનું રૂપાંતરણ છે. વિલેમ ડેફો, હાર્વે કીટેલ, બાર્બરા હર્શી, આન્દ્રે ગ્રેગરી, હેરી ડીન સ્ટેન્ટન અને ડેવિડ બોવી અભિનીત આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મોરોક્કોમાં કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મ ઈસુ ખ્રિસ્તના જીવન અને ભય, શંકા, હતાશા, અનિચ્છા સહિત વિવિધ પ્રકારની લાલચ સાથેના તેમના સંઘર્ષને દર્શાવે છે. પુસ્તક અને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ખ્રિસ્તીઑને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાની કલ્પના કરીને લલચાવવામાં આવે છે, જેના કારણે અમૂક ખ્રિસ્તી જૂથ દ્વારા આક્રોશ પેદા થયો હતો, અને આ કાર્યને નિંદા તરીકે દાવો કર્યો હતો. આ ફિલ્મ ગોસ્પેલ્સ પર આધારિત નથી, પરંતુ શાશ્વત આધ્યાત્મિક સંઘર્ષના કાલ્પનિક સંશોધન પર આધારિત છે.
બેન-હૂર
બેન-હૂર એ ૧૯૫૯ની અમેરિકન ધાર્મિક મહાકાવ્ય ફિલ્મ છે, જેનું નિર્દેશન વિલિયમ વાયલર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નિર્માણ સેમ ઝિમ્બાલિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ચાર્લ્ટન હેસ્ટન શીર્ષક પાત્ર તરીકે અભિનય કરે છે. સમાન શીર્ષક સાથે ૧૯૨૫ની સાયલન્ટ ફિલ્મની રિમેક, તે લ્યુ વોલેસની ૧૮૮૦ની નવલકથા બેન-હરઃ અ ટેલ ઓફ ધ ક્રાઈસ્ટ પરથી લેવામાં આવી હતી. પટકથાનો શ્રેય કાર્લ ટનબર્ગને આપવામાં આવે છે, પરંતુ તેમાં મેક્સવેલ એન્ડરસન, એસ.એન. બેહરમેન, ગોર વિડાલ અને ક્રિસ્ટોફર ફ્રાયના યોગદાનનો સમાવેશ થાય છે. આ કલાકારોમાં સ્ટીફન બોયડ, જેક હોકિન્સ, હાયા હરારેટ, હ્યુગ ગ્રિફિથ, માર્થા સ્કોટ, કેથી ઓ'ડોનેલ અને સેમ જાફે પણ છે. આ ફિલ્મ માત્ર ઈસુના જીવન ઉપર આધારિત ન હતી, પરંતુ તે સમયગાળા દરમિયાનના લડાયક રજાઓ વિશેની હતી. આ બિગ બજેટ ફિલ્મ હતી.
સન ઓફ ગોડ
સન ઓફ ગોડ ફિલ્મ ક્રિસ્ટોફર સ્પેન્સર દ્વારા નિર્દેશિત અને માર્ક બર્નેટ અને રોમા ડાઉની દ્વારા નિર્મિત ૨૦૧૪ ની અમેરિકન મહાકાવ્ય બાઈબલની ફિલ્મ છે. આ ફિલ્મ જીસસ ક્રાઇસ્ટના જીવનને રજૂ કરે છે. જે હિસ્ટ્રી ચેનલ પર માર્ચ ૨૦૧૫માં પ્રસારિત કરવામાં આવી, અને ફિલ્મ પછી તરત જ એડી ધ બાઇબલ કન્ટીન્યુઝ નામની બીજી ટીવી શ્રેણી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં ડિયોગો મોર્ગાડો, ગ્રેગ હિક્સ, એડ્રિયન શિલર, ડાર્વિન શો, સેબેસ્ટિયન નેપ, જો વર્ડેન, સિમોન કુન્ઝ, પોલ માર્ક ડેવિસ, મેથ્યુ ગ્રેવેલ, એમ્બર રોઝ રેવાહ અને રોમા ડાઉની છે.
આ ફિલ્મ અમેરિકા અને કેનેડામાં એક સાથે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મને ખ્રિસ્તી પ્રકાશનો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી પરંતુ સામાન્ય રીતે મુખ્ય પ્રવાહના વિવેચકો તરફથી નકારાત્મક સમીક્ષાઓ મળી હતી, જેમણે તેને ''ખૂબ નિસ્તેજ'' ગણાવી હતી. આ હોવા છતાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી, તેણે ૨૨ મિલિયન ડોલરના બજેટ સામે ૭૦ મિલિયન ડોલરની કમાણી કરી, જે તેને અત્યાર સુધીની સાતમી સૌથી વધુ કમાણી કરનાર ક્રિશ્ચિયન ફિલ્મ બની. તે ૨૦ મી સેન્ચ્યુરી ફોક્સ હેઠળ રિલીઝ થનારી પ્રથમ ક્રિશ્ચિયન મૂવી હતી.
મેરી, મધર ઑફ જીસસઃ એ ૧૯૯૯ની અમેરિકન ટેલિવિઝન માટે બનેલી બાઈબલના ડ્રામા ફિલ્મ છે જે તેની માતા મેરીની આંખો દ્વારા ઈસુની વાર્તાને ફરીથી કહે છે. જો કે ફિલ્મમાંની દરેક વસ્તુ ન્યુ ટેસ્ટામેન્ટમાં નોંધવામાં આવી નથી, પણ આ ફિલ્મ ઈસુના જીવનમાં મેરીના મહત્ત્વ પર ભાર મૂકે છે, ઉદાહરણ તરીકે, તેમના દૃષ્ટાંતો મેરીએ તેમના બાળપણમાં કહેલી વાર્તાઓથી પ્રેરિત હોવાનું અને મેરીને ઉછરેલા ઈસુનું ચિત્રણ કરીને સૂચવ્યું છે. આ ફિલ્મ મેરી સાથે બંધ થાય છે જે સૂચવે છે કે તેના પુત્રનુ મૃત્યુ એ અંત નથી, પરંતુ શરૂઆત છે, અને તેણીએ અને શિષ્યોએ ઈસુ વિશે પ્રચાર કરવાનું શરૂ કરવું જોઈએ, અને તેમણે શીખવ્યું તેમ શીખવવું જોઈએ, જેમ તે જીવે છે તેમ જીવે છે, જેમ તે પ્રેમ કરે છે તેમ પ્રેમ કરે છે.
કિલિંગ જીસસઃ આ એક અમેરિકન ટેલિવિઝન ફિલ્મ હતી, જે બિલ ઓ'રેલી અને માર્ટિન ડુગાર્ડના સમાન શીર્ષકના ૨૦૧૩ પુસ્તકથી આધારિત હતી. નેશનલ જિયોગ્રાફિક ટીવી ચેનલની આ ફિલ્મમાં હાઝ સ્લીમેન, કેલ્સી ગ્રામર, સ્ટીફન મોયર, એમેન્યુએલ ક્રિક્વિ અને જ્હોન રાયસ-ડેવિસ જેવા ધુરંધર કલકારોનો સમાવેશ થતો હતો. આ ફિલ્મ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર માર્ચ ૨૯, ૨૦૧૫ના પ્રસારિત થઈ હતી.
પ્રભુ જિસસના જીવનનો અંત પીડાદાયક હતો. તેમણે સમજ સામે સત્ય રાખવા માટે ખૂબ પીડા ભોગવી. મધર મેરી તેની ધાર્મિક સંસ્થાને સંપૂર્ણ સમર્પિત હતાં. પરંતુ સગર્ભા થતાં તેમને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. તે નઝરથન વતની હતા અને પ્રસૂતિ માટે લપાતા છુપાતા બેથલહામ પહોચ્યાં હતાં. માતા મેરીએ પોતાના પુત્રને પણ પવિત્ર કર્યો માટે ચર્ચને સમર્પિત કરી દીધો હતો. ફિલ્મોમાં પ્રભુ ઇસુનું જીવન બે ભાગમાં વહેચાયેલું છે. એક તો માતા મેરીનું જીવન અને ઇસુનો જન્મ અને બીજી કથામાં ઈસુના જીવન અને અંત સુધીની કથા આવે છે.
નાતાલ
નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ. આ શબ્દ 'ક્રાઇસ્ટ્સ માસ' નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલીન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ ૧૦૩૮માં કરવામાં આવ્યો હતો. ''ક્રાઇસ્ટેસ'' શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે ''માએસે'' શબ્દ લેટીન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં ઈસુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર એક્સનો ઉપયોગ ૧૬મી સદીના મધ્યભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી, તેના કારણે ઘણી વખત ક્રિસમસના ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં ક્રીસમસ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈસુના જન્મદિન તરીકે કરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહાર ઈસુ)એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યા મુજબ કુંવારી મેરીની કૂખે જન્મ લીધો હતો. નાતાલની વાર્તા બાઇબલને આધારિત છે. આ વાર્તા અનુસાર ઈસુ ખ્રિસ્તનો જન્મ મેરી અને તેનાં પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. પ્રચલિત પરંપરા અનુસાર ઈસુનો જન્મ પાલતુ પ્રાણીઓથી ભરેલા તબેલામાં થયો હતો. જોકે બાઇબલની વાર્તામાં પ્રાણીઓ કે તબેલાનો કોઇ ચોક્કસ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ બાઇબલમાં ગમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને ઈસુના જન્મ પર્વ નાતાલની હાર્દિક શુભકામના. વિશ્વમાં દરેક મનુષ્યોમાં પ્રભુ ઈસુના જીવન સંદેશનું અવતરણ થાય અને પવિત્ર જીવન જીવે તેવી કામના.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહાભારતના લોહિયાળ ભીષણ યુદ્ધ સમયને કમુરતા ગણવામાં આવે છેઃ કમુરતામાં શુભ કાર્યો વર્જિત છે
ગુજરાતીઓ મોટાભાગે અંગ્રેજી કેલેન્ડરને માને છે. વડીલો ધરમ કરમ કરવા માટે ગુજરાતી કેલેન્ડર અથવા પંચાંગને વધુ અનુસરે છે. કડિયા, સુથાર, પ્લંબર સહિતના કારીગરો પણ ગુજરાતી કેલેન્ડર અનુસાર અમાસના દિવસે ચોક્કસ રજા પાળે છે. તે લોકો રવિવાર કે અંગ્રેજી કોઈપણ વાર તહેવાર પાળતા નથી. દિવાળીમાં પણ અવશ્ય રજા રાખે. ગુજરાતમાં કદાચ આ એક જ એવો વ્યવસાય છે જે ગુજરાતી પંચાંગને અનુસરે છે! બીજો વર્ગ પૂજારીઓનો છે, જે ગુજરાતી પંચાંગ અનુસાર ક્રિયા, કર્મ, પૂજા-અર્ચન કે હોમ હવન કરે છે. આમ ગુજરાતમાં બે વર્ગ એવા છે જે આપણા શાસ્ત્રોને ચુસ્ત રીતે વળગેલા છે. કારીગરો અને પૂજારીઓ અંગ્રેજી કેલેન્ડરને અનુસરતા નથી.
કમુરતા નામનો રાક્ષસ કાળ માત્ર ગણીયા ગાંઠિયા ગુજરાતી લોકોને જ નડે છે. બાકીના લોકો આ સમય દરમિયાન શુભ કાર્યો અવિરત કરતા રહે છે.
ગુજરાતી કેલેન્ડર કે હિન્દુ કેલેન્ડરને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ માન્યતા આપે છે. ગુજરાતીઓ તિથિઓને માને છે અને માન પણ આપે છે. કારતક માસથી શરૂ કરી આસો માસ સુધી તમામ તિથિઓ સંપૂર્ણ પાળવામાં આવે છે. શુભ કાર્યો માટે તો ખાસ અનુસરવામાં આવે છે. સગાઈ, લગ્ન, ઉદ્ઘાટન સહિતના શુભ કાર્યો માટે પંચાંગ અવશ્ય જોવામાં આવે છે. શુભ દિવસે પણ ચોઘડીયા જોવામાં આવે છે. સામાન્ય રીતે બપોરે ૧૨:૩૯ના સમયને વિજય મુહૂર્ત માનવામાં આવે છે. ગુજરાતી પંચાંગ સામાન્ય રીતે શુભ કાર્યો માટે અનુસરવામાં આવે છે. જો કે, ડિસેમ્બરથી જાન્યુઆરી માસ આવે એટલે ગુજરાતીઓ સતર્ક બની જાય છે. કારણ કે, આ અંગ્રેજી મહિનામાં કમુરતા નામનો રાક્ષસ કાળ આવે છે. એક મહિના સુધી અશુભ દિવસો રહે છે. આ વખતે ૨૦૨૪ મા ૧૫ ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થશે.
અર્થ
ગુજરાતી શબ્દકોષ અનુસાર કમુરતાનો અર્થ ખરાબ મુહૂર્ત, ખરાબ વેળા, અશુભ કે અમંગળ સમય એવો થાય છે.
કારણ
ધર્મના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થતી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવામાં આવે છે. જેથી મંદિરો ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.
ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતા કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામ ક્ષેત્રમાં હોવાથી કમૂરતાની ગણના કરવાની રહેતી નથી. બીજી માન્યતા અનુસાર નર્મદા નદીના ભરૂચ બાજુના કાંઠા પછી કમુરતા અસર કરતા નથી પરંતુ આપણી બાજુ તેને પાળવામાં આવે છે.
ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે.
કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ અથાર્ત ધનુર્માસ અથાર્ત કમુરતા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં ગુરૂ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમુરતા પૂર્ણ થઈ જાય છે.
કમુરતામાં વર્જ્ય
ગૃહ પ્રવેશ કે લગ્ન જેવાં કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર, પહેલીવાર તિર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઇ નવી વસ્તુની ખરીદી વગેરે જેવાં કાર્યો કમુરતામાં કરવામાં આવતાં નથી.
કમુરતામાં માન્ય
કમુરતાના સમયગાળા દરમિયાન સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઇએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ. ધાર્મિક યાત્રા કરવી જોઇએ. બ્રાહ્મણ, ગુરૂ, ગાય અને સાધુ-સંતોની સેવા કરવી જોઇએ.
આ વર્ષે ૨૦૨૪ માંદ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે સૂર્ય દેવનું ગોચર ધન રાશિમાં ૧૫ ડિસેમ્બરે રવિવારે રાત્રે ૧૦:૧૯ વાગ્યે થશે. તે સમયે સૂર્યની ધન સંક્રાંતિ થશે. આ આધારે કમુરતા ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે.
સમાપ્તિ
સૂર્ય દેવ ધન રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે. જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે કમુરતા સમાપ્ત થાય છે. ૨૦૨૫ મા સૂર્ય દેવ મકર રાશિમાં ૧૪ જાન્યુઆરીએ મંગળવારે પ્રવેશશે, તે દિવસે કમુરતાનું સમાપન થશે. ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષ ૨૦૨૫માં મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે.
કમુરતામાં તમે દૈનિક પૂજા કરી શકો છો. આ દરમિયાન વ્રત રાખવા પર કોઈ પાબંદી નથી. તમે તમારા ઇષ્ટદેવની આરાધના કરી શકો છો. સાથે જ તમે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરી શકો છો.
લગ્ન
ગુજરાતી પરિવારોમાં લગ્નને સૌથી મોટું શુભ કાર્ય માનવામાં આવે છે અને સુખ શાંતિ માટે દંપતી વચ્ચેનો મનમેળ બહુ મહત્ત્વનો છે, આથી વડીલો કોઈ જોખમ લેવા ન માંગે તે સ્વાભાવિક છે. ધનુર્માસમાં પવિત્ર અને સુબહ મુરહત હોતાં નથી. શુભ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આથી લગ્ન થતાં નથી. લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૂર્ય, ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતાં નથી. ત્યાં જ, ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી. ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે. જેથી માંગલિક કાર્યો થઈ શકતાં નથી. ધનારક કમુરતા કે મીનારક કમુરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે.
માન્યતા
કમુરતા એક પ્રસ્થાપિત માન્યતા છે. તે સૂર્યની ચાલ આધારિત છે. હવે, સૂર્યદેવ આખા વિશ્વમાં પરિભ્રમણ કરે છે, આથી તેની ચાલ, ગતિ અને દિશાની અસર આખી દુનિયામાં સમાન રીતે થવી જોઈએ! ગ્રહોનો પ્રવેશ, દિશા, ગતિ અને અસરો માત્ર ગુજરાતીઓ ઉપર જ થાય તે બહુ આધારભૂત બાબત નથી. સમગ્ર દુનિયામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી તમામ શુભ કર્યો કરવામાં આવે છે અને તેના સુખદ પરિણામો પણ મળે છે. ગ્રહમાળાના ગ્રહો શા માટે આપણે જ અસર કરે? પરંતુ ગ્રહોની ચાલ અને અસરો બાબતે આપણી માન્યતા બહુ ઊંડી અને જૂની છે.
આપણે બહુ સગવડીઓ ધર્મ પાળીએ છીએ. અસંખ્ય વિદેશી ગુજરાતીઓ કમુરતાના સમયમાં સ્વદેશ આવે છે અને ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવે છે. માર્મિક રીતે એમ પણ કહેવામાં આવે છે કે, કમુરતામાં લગ્નપ્રસંગ કરવામાં આવે તો સસ્તો પડે! વર કન્યાનાની કુંડળી મેળાપક સમયે પણ ૩૬ ગુણ મળે તે ઉત્તમ ગણાય છે. પરંતુ ઉચ્ચ ગુણાંક ધરાવનાર દંપતીના જીવનમાં પણ વિડંબનાઓ આવી શકે છે, લગ્ન ભંગ થયાના ઉદાહરણો જોવા મળે છે. કમુરતાં પણ એક માનસિક માન્યતા જ છે. કમુરતા બાબતે લાંબી લચક એન્જિઑગ્રાફી લખનાર પણ કમુરતમાં શુભ કાર્યો કરવાનું ટાળે છે તે પણ હકીકત છે!
અશુભ
ગુજરાતી પંચાંગમાં કમુરતાનો એક સમયગાળો જ અશુભ માનવામાં આવતો નથી, પરંતુ દૈનિક ધોરણે પણ કેટલાંક ચોઘડિયાને અશુભ ગણવામાં આવે છે. ચલ, કાળ, રોગ, ઉદ્વેગ ને પણ અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો વર્જિત છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયને પણ અશુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસને જેમ વણલખ્યો શુભ દિવસ માનવામાં આવે છે તે રીતે કાળી ચૌદશને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં કોઈનું અવસાન થયું હોય તો તે સમયને પણ અશુભ ગણવામાં આવે છે.
જો કે, કેટલાંક અશુભ સમયને શાંત કરવા માટે પાઠ, પૂજા, ધૂપ દીપ, હવન પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે, આ કાળ સમયે માનસિક શાંતિ માટે ભગવાનનું નામ અવસ્ય લેવું. બની શકે તો ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો. દાન ધર્માદાને પણ મહત્ત્વ આપવું.
સારાંશ
ધરતી ઉપર બે મહત્ત્વની બાબતો. જન્મ અને મૃત્યુ ચોઘડિયાં જોયા વગર થાય છે. કમુરતામાં જન્મેલ બાળક યશસ્વી અને સફળ બની શકે છે. શુભ મુહૂર્તમાં જન્મેલ બાળક નઠારુ હોય શકે છે. ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો હોવા છતાં તારણહાર ગણાયા. ભગવાન ઈશુનો જન્મ અંધાધૂંધી વચ્ચે બેથલહામમાં થયો હોવા છતાં યહૂદીઓના તારણહાર બન્યા.
કાળ મહત્ત્વનો નથી, કર્મો જ મહાન છે. કર્મ કરશો તેવા ફળ મળશે. ભગવાન કૃષ્ણે ભાગવત ગીતમાં આપેલા ઉપદેશને કંઠસ્થ રાખવો.
'નોબત'ના વાચકો અને ચાહકોને તારીખ ૧૫ ડિસેમ્બરથી શરૂ થતાં કમુરતા નડે નહીં અને માનસિક શાંતિ તથા શારીરિક સુખ જળવાઈ રહે તેવી શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશમાં અંદાજે રોજ ૩ કરોડ લોકો લગ્ન કરવા બાબતે ખાંખાંખોળા કરે છે!
ગુજરાતમાં લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી છે. કમુહર્તા પહેલાં પ્રસંગ આટોપી લેવા વડીલો ઉંધા માથે થયા છે, પ્રેમના આ પ્રસંગમાં ધંધો કરી લેવા વેપારીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહૃાા છે. લગ્નની આ ભરપૂર સિઝનમાં વાત કઇંક જુદી કરવી છે. નેટફિલક્ષ ઉપર દક્ષિણ કોરિયાની વેબ સીરિઝ 'ધ ટ્રંક' ૨૯ મી નવેમ્બરે જ રીલીઝ થઈ છે. આમ તો મિસ્ટ્રી મનોરંજન છે, પરંતુ લગ્નની નવી પ્રથા આધારિત હોવાથી રસ પડ્યો. બીજી ગુજરાતી ફિલ્મ જોઈ, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની'. બન્ને લગ્ન ઉપર આધારિત છે, પરંતુ 'ધ ટ્રંક' નવા સમાજ તરફ ઈશારો કરે છે. ઉચ્ચ ધનાઢ્ય લોકોમાં કોન્ટ્રેક્ટ મેરેજ' ની ફેશન કે જરૂરિયાત હશે તે અહી જામનગરમાં બેઠાં બેઠાં ખબર નથી, પરંતુ ટેકનોલોજીમાં મહારથી ગણાતાં દક્ષિણ કોરિયામાં તો આ વિષયની ફિલ્મ બની છે, માટે ત્યાં જરૂરિયાત અનુસાર કરાર આધારિત ટૂંકા ગાળાના લગ્નની આવી વિચારસરણી કે વ્યવસ્થા હશે તેવું માનવું રહૃાું.
થાઈલેન્ડમાં તો થોડા દિવસો કે કલાકો માટે પણ સ્ત્રી મિત્ર' મળી શકે છે. દુનિયામાં અનેક દેશોમાં કે વિસ્તારોમાં 'ભાડુતી પતિ' કે 'ભાડૂતી પત્ની' ની પ્રથા ઘણી આગળ વધી ગઈ છે. હિન્દુ સંસ્કૃતિમાં તો લગ્ન બંધનને સાત જનમ સુધી વિસ્તરેલું અને અપેક્ષિત ગણવામાં આવ્યું છે. પરંતુ હવે તકલાદી સમાજ, વિચારસરણી, સ્વાર્થ કે સ્વભાવને કારણે એક ભવ પણ ભારે પડે છે.
ધ ટૂંકઃ અબજો પતિ હીરો એકાકી જીવન જીવે છે, એકલતાને કારણે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, માનસિક રોગી પણ છે. તેની સ્વરૂપવાન પત્ની તેને છોડીને ચાલી ગઈ છે, જો કે તેણીએ પૈસાના આકર્ષણને કારણે હીરોને છૂટાછેડા નથી આપ્યાં અને સસરાની દેખભાળ કરે છે. અબજોપતિ યુવાનને તેની એકલતા ટાળવી છે, પરંતુ પહેલાં કડવા અનુભવને કારણે બીજા લગ્ન નથી કરવા માંગતો!
આથી હાન-જેઓન-વોન (યુવાન) કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે. દો-ઇન-જી નામની યુવતી સાથે એક વર્ષ સાથે રહેવામાં કરાર કરે છે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આવા ભાડૂતી પતિ-પત્ની પૂરા પડતી 'એજન્સી જયુ મેરિજ' દ્વારા બન્ને સંપર્કમાં આવ્યા હોય છે. યુવાનના આ બીજા લગ્ન છે અને યુવતીના આ પાંચમા કરાર આધારિત લગ્ન છે. મજાની એ બાબત પણ છે કે, લગ્ન કરારમાં 'ઈમોશનલ એટેચમેન્ટ કે નોનઈમોશનલ એટેચમેન્ટ' જેવી જોગવાઈ પણ હોય છે. આ ફિલ્મના બન્ને પાત્રો નોન ઈમોશનલ એટેચમેન્ટનો કરાર ધરાવતા હતા. આપણી ભાષામાં કહીએ તો '૨૪ કલાકની બાઈ' કહેવાય! જો કે આ બાઇ ટાપટીપ કરી સાથે હરેફરે પણ ખરી, પાર્ટીમાં આવે અને એકલતા દૂર કરે, આ કરાર હેઠળ 'સેક્સ' ન આવે
જો કે, ઉલ્મની હિરોઈન ડ્રગ્સના રવાડે ચડેલા યુવકને 'કરાર બહારની' લાગણી દર્શાવી સુધારવાના પ્રયાસો કરે છે.
કરાર લગ્નઃ ધ ટ્રંક નો વિષય આપણાં જેવા વફાદાર' સમાજ માટે સમજવો કે પચાવવો જરાક અઘરો છે. જો કે રૂઢિચુસ્ત સમાજમાં પણ ઢગલાબંધ 'આડા સંબંધો' જોવા મળે છે. આપણે ત્યાં 'લગ્ન કરાર' હોય છે પરંતુ 'કરાર લગ્ન' ની પ્રથા નથી. હા, મૈત્રી કરાર શબ્દ ક્યારેક છૂટો છવાયો સાંભળવા મળે છે. લગ્નોમાં મૂળમાં તો એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા' માટેનો ખાનગી, અલિખિત કરાર હોય જ છે.
ધ ટ્રંક ફિલ્મમાં 'ન્યુ મેરેજ' કંપની આવી કામચલાઉ વ્યવસ્થા કરી આપે છે. આપણે ત્યાં 'મોટી ઉમરે લગ્ન'ને લગભગ ટાળવામાં આવે છે અથવા સામાજિક સંસ્થાઓ વડીલો માટે લગ્ન મેળાઓ યોજે છે.
ગુજરાતી ફિલ્મ 'ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની' નો અહી હવે ઉલ્લેખ કરવો જોઈએ. આ કંપની ચલાવતા બે મિત્રો એકલતામાં અટવાતા બે પાત્રોને લગ્નના તાંતણે બાંધી આપે છે. ઈરાની કાફે ચલાવતા પ્રૌઢ રૂસ્તમ અંકલ અને નૃત્યાંગના શાલિની આંટી એકલતા ટાળવા માટે જીવતર જોડે શરૂ કરે છે. આમ તો આ ફિલ્મ ચિલ્લા ચાલુ લવસ્ટોરી જ છે. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ 'ધ ટ્રંક' જેવી કોન્ટ્રેક્ટ મેરેજ વાર્તા રજૂ કરવાની ક્યારે હિમ્મત કરશે?
સપ્તપદીઃ 'સપ્તપદી' નામની ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ૨૦૧૩ માં બનાવી હતી. જેમાં પતિ-પત્ની પોતાના માનસિક અસ્વસ્થ બાળકની સારવાર અને જીવન સુધારણા માટે કાર્ય કરતાં હોવાની વાર્તા હતી. સપ્તપદી ફિલ્મમાં હીરો અને હિરોઈન લગ્નના સાત ફેરા સમયે એક બીજાને આપેલાં વચનો વફાદારી પૂર્વક પૂરાં કરતાં જોવા મળે છે.
કદાચ, દુનિયામાં ગુજરાતી સ્ત્રી-પુરુષો સૌથી વફાદાર હશે! લગ્નના સાત ફેરામાં ગોર મહારાજે લેવડાવેલ એક પણ વચન ન પાળી શકવા છતાં જીવવાના અંત સુધી સાથે રહે છે અને પાર્ટનરને ગંગા જળ પીવડાવી છૂટા પડે છે!
સાત ફેરા વખતે લેવામાં આવતા સપ્તપદીના વચનો પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લગ્નમાં વર-વધૂ બંને પવિત્ર અગ્નિને સાક્ષી માનીને દેવ, ગુરુજન અને તેમના માતા-પિતા સામે આ સપ્તપદીના વચન ઉચ્ચારે છે અને ૭ જીવન સુધી પતિ-પત્ની તરીકે એકબીજાના સંબંધો જાળવી રાખવાનું વચન આપે છે.
પહેલા વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તીર્થ, ધર્મ, વ્રત, યજ્ઞ જેવા કોઇ પણ ધાર્મિક કાર્યોમાં હું તમારી સાથે રહીશ. વર જોડે બીજા વચનમાં કન્યા માંગે છે કે, તમે તમારા માતા-પિતાનું સન્માન જે શ દે જ રીતે મારા માતા-પિતાનું પણ સન્માન કરશો. તથા મારા પરિવારની ગરિમા પ્રમાણે ભગવાનમાં માનતા રહેશો તો, હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું. ત્રીજા વચનમાં કન્યા વરને કહે છે. હું દરરોજ તમારી આજ્ઞાનું પાલન કરીશ. તથા સમયસર ગળ્યું તથા તમારા મનગમતાં ભોજન તૈયાર કરીને તમારી સામે રાખીશ. ચોથું વચન જે કન્યા વરને આપે છે, હું સ્વચ્છતાપૂર્વક એટલે કે, સ્નાન કરીને દરેક શૃંગારને ધારણ કરીને મન, વાણી અને શરીરથી તમારો સાથ નિભાવીશ. પાંચમું વચન જે કન્યા વરને આપે છે, હું તમારા દુઃખમાં ધીરજ અને તમારા સુખમાં પ્રસન્નતા સાથે રહીશ. હું તમારા સુખ-દુઃખની સાથી બનીશ. હું ક્યારેય પરપુરૂષનો સાથ રાખીશ નહિ. છઠ્ઠું વચન જે કન્યા વરને આપે છે, હું તમારું દરેક કાર્ય ખુશીથી કરીશ. સાસુ-સસરાની સેવા અને બીજા સંબંધીઓનો સત્કાર કરીશ. તમે જ્યાં રહેશો ત્યાં રહીશ, હું તમને ક્યારેય ઠગીશ નહિ એટલે કે, તમારો વિશ્વાસ ક્યારે નહિ તોડું. સાતમા અને છેલ્લા વચનમાં કન્યા પતિને વચન આપે છે કે, હું ધર્મ, અર્થ અને કામ સંબંધી કાર્યોમાં તમારી ઇચ્છાનું પાલન કરીશ. અહીં અગ્નિદેવ, બ્રાહ્મણ અને માતા-પિતા સહિત દરેક સંબંધીઓની સાક્ષીમાં તમને મારા પતિ માનીને મારું તન તમને અર્પણ કરું છું.
સામે પક્ષે કન્યા પણ પોતાના ભાવિ ભરથાર પાસે સાત વચનો માંગે છે. સાવિત્રી નામની સ્ત્રી સત્યવાન નામના પતિને યમરાજ પાસેથી પાછી લાવ્યાની વાર્તા બહુ પ્રસિદ્ધ છે.
મેટ્રીમોનીઃ વર્તમાન સમયમાં ઠેર ઠેર લગ્ન માટે પાત્રો શોધી આપતી સંસ્થાઓ અને કંપનીઓ ખૂલી ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શ્રેણીમાં પત્રકાર પોપટલાલ સતત યોગ્ય પાત્રની શોધમાં અવિરત ફરતા રહે છે. આપણાં સમાજમાં પણ આવા પોપટલાલ માટે 'મેચ મેકિંગ' કરાવી આપવાનો મોટો ધંધો ધમધમે છે. લગ્ન મેળવડાઓ આખું વર્ષ ચાલતા રહે છે. હવે તો સોસિયલ મીડિયા ઉપર પણ કુંવારા લોકો ખાંખાંખોળા કરતા રહે છે. બીજી તરફ 'લૂંટેરી દુલ્હન' ના કિસ્સા પણ પ્રસિદ્ધ થતા રહે છે. જો કે આશ્ચર્યની બાબત એ છે કે 'લૂંટેરા દુલ્હા' ની ઘટનાઓ પ્રકાશમાં આવતી નથી! અનેક પુરુષો સ્ત્રીઓને આંબા આંબલી બતાવી ઘર માંડે છે અને પછી.. સંતાકૂકડી શરૂ થાય છે!
દેશની મોખરાની મેટ્રીમોની વેબસાઈટના અંદાજ અનુસાર દેશમાં રોજ લગભગ ૩ કરોડ લોકો જીવનસાથીની શોધમાં ખાંખાંખોળા કરતા હોય છે.
લગ્ન માટે પાત્રો દર્શાવતી ઓનલાઈન અને ઓફલાઈન મેચમેકિંગ સેવાઓની અનેક શ્રેણી ઓફર કરે છે. તેની ઓનલાઈન સેવાઓમાં કોમ્યુનિટી મેટ્રિમોની, એલિટ મેટ્રિમોની અને આસિસ્ટેડ મેટ્રિમોનીનો સમાવેશ થાય છે. આ વેબસાઇટસ વપરાશકર્તાઓને વય, ધર્મ, જાતિ, વ્યવસાય અને સ્થાન જેવા માપદંડોના આધારે સંભવિત જીવન ભાગીદારોને શોધવા અને તેમની સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દેશમાં અનેક નામી કંપનીઓ નેટવર્ક દ્વારા ઓફલાઇન મેચમેકિંગ સેવાઓ પણ પ્રદાન કરે છે. આ કેન્દ્રો એવા વપરાશકર્તાઓને વ્યક્તિગત મેચમેકિંગ સેવાઓ પ્રદાન કરે છે જેઓ મેચમેકિંગ માટે વધુ પરંપરાગત અભિગમ પસંદ કરે છે. અનેક સંસ્થાઓ મફતમાં પણ આ સેવા આપે છે.
કાયદોઃ
સરકારમાં લગ્નની નોંધણી કરાવવી જોઈએ. દાંપત્ય જીવનનો આ મહત્ત્વનો દસ્તાવેજ છે. વારસાઈ કે
કાનૂની ગૂંચ ઊભી થાય ત્યારે સરકારી નોંધણી જ માન્ય ગણવામાં આવે છે. વિદેશ ગમન, બેન્ક લોન, જવાબદારીઓ સમયે પણ તે ઉપયોગી બને છે. ગુજરાતમાં 'લગ્ન નોંધણી માટે સબ રજિસ્ટ્રાર' કચેરી કાર્યરત હતી, પરંતુ હવે તે કચેરી બંધ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ તલાટી અને નગરપાલિકાઓ હવે લગ્ન નોંધણીનું કામ કરે છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ એ ભારતની સંસદનો એક અધિનિયમ છે જેમાં ભારતના લોકો અને વિદેશી દેશોમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે બિનસાંપ્રદાયિક નાગરિક લગ્ન (અથવા *રજિસ્ટર્ડ મેરેજ) માટેની જોગવાઈ છે, જે ધર્મ અથવા આસ્થાને અનુસરવામાં આવે છે, ધાર્મિક અને નાસ્તિકો મને અજ્ઞેયવાદીઓ માટે પણ આ કાયદા હેઠળ લગ્ન કરી શકે છે. આ અધિનિયમ ૧૯મી સદીના અંતમાં પ્રસ્તાવિત કાયદાના ટુકડામાંથી ઉદ્દભવ્યો હતો. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરવામાં આવેલા લગ્નો વ્યક્તિગત કાયદાઓ દ્વારા સંચાલિત નથી અને તેને બિનસાંપ્રદાયિક માનવામાં આવે છે. નોબતના વાંચકો અને ચાહકોનું દાંપત્ય જીવન સુખમય અને સમજમય રહે, લગ્ન ઇચ્છુકોને ઝડપથી યોગ્ય પાત્ર મળી રહે અને ઘરસંસાર માંડી બેઠેલાઓને ગૃહસ્થી સરળતાથી ચાલતી રહે તેવી શુભકામના.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વિદેશોમાં સિઝનલ ફૂડ જેવી કોઈ વ્યવસ્થા કે શોખ જ નથી!: બારેમાસ પિઝા, પાસ્તા, નુડલ્સ, મોમોઝ અને બર્ગર ઝાપટતા લોકો મૌસમના વૈભવથી અજાણ
શિયાળાના પગરણ થયા. ઠંડી પડતાં જ ગાલ રતુમડા અને ભોજનની થાળી લીલીછમ્મ થવા લાગે. વિશ્વમાં દોમદોમ સાયબી ભોગવતા બીજા દેશોમાં શિયાળાની આવી જાહોજલાલી નથી. બારે માસ પિઝા, બર્ગર, કોક, થીક શેક અને નૂડલસ જ આરોગવાના. ગુજરાતીઓ ભારે નસીબદાર છે, ખાવાના શોખીન ગુજરાતીઓને જીભના ચટકા અને ભરપુર ખેત પેદાશો આપી છે. જો કે કાળઝાળ ઉનાળામાં પણ રસભર કેરીઓનો અંબાર ખડકાઈ જાય છે. શરીર ઉપર સ્વેટર અને થાળીમાં લીલી હળદર આવે એટલે જલસા પડી જાય. ગામડાઓમાં ખેતરે ખેતરે જયાફત ઉડવા લાગે. શિયાળામાં સુરતી અને કાઠીયાવાડી જમણના ટોળાં જામવાં લાગે. સુરતી ઊંધિયું અને કાઠીયાવાડી ઘૂટો હવે દેશ બહાર પણ ફેમસ થઈ ગયા છે.
નવરાત્રિમાં લોક ગાયકોને વિદેશમાં તડકો પડે તેમ શિયાળામાં ગુજરાતી રસોઈયાઓ પણ હવે દેશે દેશ ઉડતા થઈ ગયા છે. વિદેશી ગુજરાતીઓ પણ ઓવનમાં પકાવેલ રેડી ટુ ઈટ ખોરાકથી વાજ આવી ગયા છે. ત્યાં શિયાળો લગભગ આઠ માસ હોય એટલે ઠંડીની નવાઈ નથી. પરંતુ ભારે ઠંડીથી બચવા માટે સિનિયર સિટીઝનો વતનની વાટ પકડે છે અને અહીં દેસી તડકાની જયાફતો ઉડાવે છે.
અમારા એક સ્નેહી તાજેતરમાં ટેક્સાસથી આવ્યા હતા તે કહે, ગુજરાતમાં માત્ર આછા લીલા કલરની જ કોબી મળે, ત્યાં લાલ, પીળી, બદામી જેવા અનેક કલરના કોબીજના દડા મળે. કલરનું વૈવિધ્ય હોવાનું કારણ એ કે અમેરિકામાં આસપાસના અનેક દેશોમાંથી કોબી આયાત થાય એટલે જેવો દેશ તેવો કલર! કેનેડા અને મેક્સિકોની કોબી સૌથી વધુ ટેસ્ટી અને જયુસી હોય. દડા જેવા ઓળાના રીંગણ પણ ગુજરાત કરતાં લાંબા સમય સુધી મળે. અમેરિકા, કેનેડા, બ્રિટનમાં હવે ગુજરાત જેવા શાકભાજી મળતાં થઈ ગયા છે. જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતમાંથી જ આયાત થતા મરી મસાલા સરળતાથી મળી રહે. જો કે ગુજરાત જેવી સોડમદાર બાંધાની હિંગ હજુ મળતી નથી. વિદેશના લોકો આપણાં જેવા મૌસમના વૈભવથી સાવ અજાણ છે. થાળીમાં સિઝન અનુસાર ભોજન પીરસાય તે માત્ર આપણને જ ખબર છે.
આજે અહીં કેટલાંક ઓફ બીટ શાક અને ભાજી બાબતે ગુજરાતીઓને માહિતગાર કરવા છે.
કારેલા
પ્રભુએ ગુજરાતીઓને શિયાળાની અદ્ભુત ઔષધિ જેવાં કારેલા આપ્યા છે. આ માત્ર લીલું શાક નથી પરંતુ એક કડવાણી પણ છે. જે લોહીને સ્વચ્છ કરે છે અને પાચનક્રીયા સરળ બનાવે છે. કારેલા મધુપ્રમેહથી પીડિત લોકો માટે તો આશીર્વાદ સમાન છે. કારેલનું માત્ર શાક જ નથી બનતું, પરંતુ જ્યુસ પણ અફલાતુન બને છે. નૈણા કોઠે જ્યુસ પીવાથી તંદુરસ્તી માટે અમૃત સમાન છે. કારેલાના રસમાં આંબળા ઉમેરવાથી સોનામાં સુગંધ ભળે છે. આમળાં કારેલાનો જ્યુસ સવારે નાસ્તા પછી પણ પી શકાય છે. લોહીને શુદ્ધ કરે છે અને રક્તચાપને પણ સુધારે છે. કારેલા સ્વાદમાં કડવા હોવાથી અનેક લોકોને પસંદ નથી પડતાં, પરંતુ એક ઔષધિ તરીકે અવશ્ય ખાવા જોઈએ.
કારેલા પેટમાં જમા થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, યકૃતને સ્વસ્થ બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને લોહીને સાફ કરે છે. કારેલાના રસના સેવનથી તેમજ કારેલાનું શાક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભો થાય છે. કારેલામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે.
આમળા
સ્વાદમાં ખાટાં છે, પરંતુ ગુણમાં મીઠાં છે. આરોગ્ય માટે તે ઉત્તમ છે. આમળાનો રસ એક મહા ઔષધિ છે. એક લોકકથા અનુસાર ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે અચૂક આમળાં આરોગતા હતા. આમળાંથી લોહી શુદ્ધ થાય છે. આમળાંનું અથાણું બનાવી આખું વર્ષ આરોગી શકાય છે. વૈદીક શાસ્ત્રમાં ચ્યવનપ્રાસનું અનેરૃં મહત્ત્વ છે. ચ્યવનપ્રાસને અમૃત સાથે સરખવામાં આવ્યું છે. આમળાં અને કારેલાના જ્યુસનું મહત્ત્વ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.
આમળાં એક સુપરફૂડ છે જે હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર કંટ્રોલ કરે છે, શરીરને ડિટોક્સ કરે છે, ત્વચા સ્વચ્છ રાખે છે અને પ્રજનનક્ષમતા વધારે છે. રોજિંદા આહારમાં આમળાનો રસ, પાઉડર કે કાચા આમળાનો સમાવેશ કરી શકાય છે.
ગાજર
ગાજર પણ શિયાળાની જ દેણ છે. ગાજરના હલવાનો સમાવેશ શાહી ભોજનમાં કરવામાં આવે છે. ગાજરનો જ્યુસ પણ અતિ ગુણકારી છે. લોહીનું પરિભ્રમણ વધારે છે અને તંદુરસ્તી માટે તમામ ગુણ ધરાવે છે. ગાજરને શાક, રાયતું કે અથાણાં તરીકે આરોગવામાં આવે છે. ગાજરનું સેવન આંખ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરનું સેવન કરવાથી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાચનક્રિયા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયના દર્દીઓ માટે ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લીલું લસણ
શિયાળાએ કેટલીક ઔષધિરૂપી લીલોતરી આપી છે તેમાં લીલા લસણનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી લોકો માટે આ બહુ સ્વાદિષ્ટ લીલોતરી છે. લીલા લસણ વગર થાળી અધૂરી ગણાય છે. મોટાભાગના શાકમાં લીલા લસણનો ઉપયોગ થઈ શકે છે. આ પણ એક ઔષધિ જ ગણી શકાય છે. શિયાળામાં તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. કોથમીર-મરચાંની લીલી ચટણીમાં તેને ઉમેરવાથી આખી થાળીની રંગત ફરી જાય છે.
ભાજી
ગુજરાતમાં લગભગ ૧૦ પ્રકારની ભાજી શિયાળામાં મળે છે. કોથમીર, તાંદળજો, પાલક, મૂળા ભાજી, મેથીની ભાજી તેમાં મુખ્ય છે. જો કે હવે અનેક ભાજી લગભગ આખું વર્ષ મળે છે. ચોમાસામાં તો વરસતા વરસાદમાં મેથીના ભજીયા હાઇ ડીમાન્ડમાં રહે છે. જો કે શિયાળામાં મળતી ભાજીઓના ગુણ અને અસરો વિશેષ હોય છે. ભાજી હવે આધુનિક સૂપમાં પણ ગોઠવાઈ ગઈ છે. પાલકનો સૂપ તો હવે સામાન્ય બની ગયો છે. ગુજરાતી થાળીમાં લીલોતરી ન હોય તો ભોજન અધૂરૂ મનાય છે. તમામ ભાજીમાં લોહીને શુદ્ધ કરવાનો મોટો ગુણ હોય છે. આપણે ત્યાં સરસોની ભાજી બહુ ખવાતી નથી, પરંતુ પંજાબમાં તો મકકે કી રોટી અને સરસોનું શાક બહુ સામાન્ય હોય છે. જો કે સ્વાદ શોખીન ગુજરાતીઓ હવે આ વાનગીને બહુ શોખથી અને ફેશનમાં ખાવા લાગ્યા છે. કોથમીરની લીલી ચટણી બહુ સામાન્ય થઈ ગઈ છે.
શિયાળામાં આપણે લીલી ભાજી અવશ્ય ખાવી જોઈએ. બાળકોને તો ખાસ આપવી જોઈએ. કારણ કે તેમાં કેલ્શીયમ અને વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે.
ગુજરાતી થાળી
સામાન્ય ગુજરાતી થાળીમાં રોટલી, દાળ અથવા કઢી, ભાત અને શાક (શાકભાજી અને મસાલાના વિવિધ સંયોજનોથી બનેલી વાનગી, જે કાં તો મસાલેદાર અથવા મીઠી હોઈ શકે છે)નો સમાવેશ થાય છે. આ થાળીમાં કઠોળ અથવા આખા કઠોળ (ગુજરાતીમાં કઠોર કહેવાય છે) જેમ કે મગ, કાળી કઠોળ વગેરે, ઢોકળા, પાતરા, સમોસા, ફાફડા વગેરે જેવી નાસ્તાની આઈટમ (ફરસાણ) માંથી બનાવેલ તૈયારીઓનો પણ સમાવેશ થશે અને મોહનથાલ, જલેબી, સેવૈયા વગેરે જેવી મીઠી (મિષ્ટાન) પણ ગણાય છે.
ગુજરાતી રાંધણકળા સ્વાદ અને ઠંડીમાં વ્યાપકપણે બદલાય છે, જે પરિવારની રુચિ તેમજ ગુજરાતના પ્રદેશ પર આધાર રાખે છે કે જેનો તેઓ સંબંધ છે. ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ ગુજરાતના પાંચ મુખ્ય પ્રદેશ છે જે ગુજરાતી ભોજનમાં તેમનો અનન્ય સ્પર્શ પ્રદાન કરે છે. ઘણી ગુજરાતી વાનગીઓ સામાન્ય રીતે વિશિષ્ટ રીતે મીઠી, ખારી અને મસાલેદાર હોય છે.
ગુજરાતી થાળીમાં રોટલી મુખ્ય છે. શિયાળામાં રોટલી ઉપર ગાયનું ઘી લગાવવાથી ખૂબ લાભદાઈ થાય છે. ગાયનું ઘી સામાન્ય સંજોગોમાં આયુર્વેદિક ઔષધિનું સ્થાન ધરાવે છે. શિયાળાની ઠંડીમાં થાળીમાં ગાયના ઘીને અવસ્ય સ્થાન આપવું જોઈએ. ગાયના ઘીને રોટલા ઉપર કે ખીચડીમાં ઉમેરીને આરોગી શકાય છે.
ચેતતા રહેવું
ગુજરાતીઓની યુવા પેઢી હવે પિઝા, પાસ્તા, મેક્રોની, નુડલ્સ, મોમોઝના રવાડે ચઢી ગયા છે. તેમણે પરંપરાગત ફૂડ હવે બહુ ભાવતું નથી. મરી વડીલોને વિનંતી છે કે, શિયાળામાં તેમણે આપણી આરોગ્યપ્રદ વાનગીઓ અવશ્ય આગ્રહ કરીને ખવડાવવી જોઈએ. ચીઝથી બને તેટલું દૂર રહેવું. વર્ષના આઠ મહિના ભલે ઉદરમાં ગમે તે ભરો, શિયાળામાં તો માતા પીરશે તે જ ગ્રહણ કરવું જોઈએ. રોટલા, ઊંધિયું, ઓળો, ઘૂટો, ચાપડી ઊંધિયું, પોંક, ઊંબાડિયું પણ બહુ સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે. શિયાળામાં તંદુરસ્તી મહત્ત્વની છે. માટે બની શકે તો વિદેશી ખોરાક ટાળવો જોઈએ.
શિયાળાના ફાયદા
શ્વસનતંત્ર માટે ઠંડી હવા જરૂરી છે. તે ફેફસાંને સાફ કરવા અને બિલ્ટ-અપ લાળથી છૂટકારો મેળવવાનો એક અસરકારક માર્ગ છે. જ્યારે આપણે ઠંડી હવામાં શ્વાસ લઈએ છીએ, ત્યારે તે આપણાં ફેફસામાં રીફ્લેક્સ પ્રતિક્રિયા પેદા કરે છે, જે લાળને સાફ કરવામાં મદદ કરે છે. ઠંડી હવા ''વેસોકોન્સ્ટ્રક્શન રિસ્પોન્સ'' નામના રીફ્લેક્સનું કારણ બનીને અનુનાસિક માર્ગોને સાફ કરવામાં પણ મદદ કરે છે જે રક્તવાહિનીઓને સાંકડી કરે છે અને પ્રવાહીને તમારા ગળામાં જતા અટકાવે છે. આ તમારા નાક અને સાઇનસમાં બળતરા અને સોજો પણ ઘટાડે છે, તેમજ ચેપને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.
આપણી સામાન્ય માન્યતાથી વિપરીત, શિયાળાના ઘણાં ફાયદા છે અને શિયાળાના સીધા કે આડકતરા સ્વાસ્થ્ય લાભો અનેક છે. સંશોધન દર્શાવે છે કે ઠંડુ હવામાન વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે. તે લોકોને સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે અને તે મૂડને સુધારી શકે છે. શિયાળાને શરદી અને જકડન જેવી પીડાઓને બદલે લાભકારક માનવો જોઈએ.
ભારતીય લોકો ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૌસમનો અનુભવ કરે છે. હિમાલયના નજીકના વિસ્તારોમાં લગભગ આઠ મહિના ઠંડક રહે છે. ગુજરાતમાં કેલેન્ડર પ્રમાણે ચાર મહિના શિયાળો ગણાય, પરંતુ કડકડતી હિમાલયન ઠંડી માત્ર ગણતરીના દિવસોમાં જ પડે છે.
'નોબત'ના વાચકો અને ચાહકો ઠંડા ઠંડા કુલ કુલ દિવસોની ભરપૂર મજા માણે તેવી શુભેચ્છા અને લીલા શાકભાજી વધુ પ્રમાણમાં આરોગે તેવી વિનંતી.
૫ેરશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેદાન કરતાં ઘરમાં લડાતાં યુદ્ધ વધુ જીવલેણ હોય છે!: સંગીતકાર રહેમાને ૨૯ વર્ષના દાંપત્યજીવન પછી છૂટાછેડા લીધા!
એકતરફ સુખના સાધનો વધી રહ્યાં છે ત્યારે દુઃખોની ભરમાર પણ કુદકે ને ભૂસકે વધી રહી છે. આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપી રહ્યું છે ત્યારે સંવેદનાઓ પણ આશ્ચર્યજનક રીતે બુઠ્ઠી થઈ રહી છે. ઇન્ટરનેટ શક્તિશાળી બની રહ્યું છે ત્યારે લાગણીઓનો દુકાળ પડી રહ્યો છે. અમેરિકાના એલોન કાકાને કોઈ સમજાવો કે, ગગન ગમન પછી કરજો, પહેલા સુખની ચાવી બનાવી આપો! બુઠ્ઠી થયેલી લાગણીઓને ફરી લીલીછમ કરી આપો. એકબીજાના હૃદય સુધી પહોંચવાની કેડી કંડારી આપો. અમારુ નેટ ધીરુ હશે તો ચાલશે, સંબંધો સાચા અને મજબૂત બને તેવા કનેક્ટિંગ દોરડાં નાખી આપો. સંદેશા વ્યવહાર તો ફાઇવ જી અને સિક્સ જી સુધી પહોંચી ગયા છે પરંતુ પ્રેમના ગણિત સાવ શૂન્ય થઈ ગયા છે. વસતી વધી રહી છે છતાં મને કેમ ચારે તરફ લાશો ફરતી દેખાય છે? સ્મશાનમાં માણસો ફરે છે અને સમાજમાં કેમ ભૂતો રખડે છે? આંખોમાં મોતીઓ આવ્યો છે કે મારી દૃષ્ટિમાં જ ભેંકાર રડે છે? સમાજમાં મોટિવેશનલ સ્પીકરો વધતા જાય છે અને સારા વિચારોનો કેમ દુકાળ પડતો જાય છે?
જે હોય તે.. કઇંક તો ગરબડ છે! સોશિયલ મિકેનિઝમ હવે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે. કોઈ કોઈનું સાંભળતું જ નથી. ધનીકો સોનાના બિસ્કિટ ખાઈ રહ્યા છે અને ગરીબોને ગ્લુકોઝના બિસ્કિટ દાન કરી ફોટા પડાવી રહ્યા છે. બસ.. આ વાઇરસ જ લાગણીઓને ખોરવી રહ્યો છે.
મનોવૈજ્ઞાનિક કારણો
સમાજમાં નબળાઈ, ઈર્ષા, દેખાદેખી, અજ્ઞાન જેવી અનેકવિધ બાબતો હકીકતમાં મનોવૈજ્ઞાનિક કારણે છે. દૂબળી ગાયને બગા જાજી, કહેવત પ્રમાણે નબળા મનના લોકોને દૂષણો વળગે છે. દેવું કરીને ઘી પીવા જેવી જીવનશૈલી હવે ઊધઈની જેમ સામાજિક તંદુરસ્તીને કોરી ખાય છે. આમદની અઠ્ઠન્ની, ખર્ચા રૂપૈયા જેવી હાલત જ ઘરેલુ ઝઘડાઓનું મુખ્ય કારણ હોય છે. ઘરેલુ અશાંતિ માટે આર્થિક પરિબળો મોટો ભાગ ભજવે છે. અતિ ધન અને ગરીબી બન્ને કુટુંબને વેરવિખેર કરી નાખે છે. શાંતિ મેળવવા માટે અશાંતિનો માર્ગ પકડે છે.
નબળી માનસિકતાનો ઈલાજ શું? દોરા ધાગા, લીંબુ મરચાં કે સાધુ બાવા નથી? તેના માટે તબીબી શાખામાં ન્યુરોસાયકિયાટ્રી બ્રાન્ચ છે, માનસિક બીમારીઓને વૈજ્ઞાનિક રીતે દૂર કરે છે. સામાન્ય રીતે અહીં માનસિક ઉશ્કેરાટ કે આવેગને શાંત કરી સાચો માર્ગ બતાવવામાં આવે છે. વર્તમાન સમયમાં ડિપ્રેશન મહારોગ તરીકે ઊભરી આવી છે. સોશિયલ મીડિયા ઉપર પડ્યા પાથર્યા રહેતા લોકોને લાઇક્સ ઓછા આવે તો પણ ડિપ્રેશન આવી જાય છે. એક ગુજરાતી ધનિક વ્યક્તિ રોજ સવારે અચૂક પોસ્ટ મૂકે. પોતે કારોબારમાં વ્યસ્ત રહેતા હોવાથી પોષ્ટ મૂકવા માટે ખાનગી કંપનીને મોટી રકમ પણ ચૂકવે. તે લોકો રોજ સવારે સાહેબને પસંદ પડે તેવી પોષ્ટ અપલોડ કરે. જો તે પોષ્ટને મોટી સંખ્યામાં લાઇક્સ ન મળે તો ધનિક સાહેબનો મગજ છટકી જાય! આ ધનિક સાહેબને સંતોષ આપવા માટે એજન્સીએ ઓર્ગેનિક લાઇક્સને બદલે આર્ટિફિસિયલ લાઇક્સ નો રોજ ઢગલો કરવા માંડ્યો. સાહેબ ખુશ થઈ ગયા!
આ પણ આધુનિક બીમારી છે. સોશિયલ મીડિયાને કારણે હજારો લોકો પરેશાન રહે છે. લગ્ન, છૂટાછેડા, આર્થિક છેતરપિંડી, શારીરિક ઉત્પીડનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પક્ષના નેતાઓને તેમની પોષ્ટ ઉપર કેવો પ્રતિભાવ મળે છે તેની ગંભીર નોંધ રાખે છે. થોડા સમય પહેલાં ઓછા લાઇક્સ આવતા હોય તેવા નેતાઓ પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી!
આર્થિક કારણો
ભારતમાં દેખાદેખીનું પ્રમાણ ભયજનક છે. એકતરફ ઓછી આવક અને બીજી તરફ મોટા ખર્ચ લોકોને દેવામાં ધકેલી રહ્યા છે. દેશમાં ૬૦ ટકા પરિવારો આર્થિક સંકડામણ ભોગવે છે. જેમાંથી અડધા પરિવારો તો પરાણે ગૃહસ્થી ચલાવે છે. જીવનનિર્વાહ માટે બહુ તકલીફો ભોગવતા લોકોમાંથી બહુ ઓછા લોકો માનસિક સંતુલન જાળવી શકે છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ વચ્ચે વૈમનસ્યનું મુખ્ય કારણ સેક્સ અથવા નાણા હોય છે. ઘર કંકાસ માટે નાણાની તંગી સૌથી મોટું હોય છે. આ ઉપરાંત સંતાનોના ભણતરના પ્રશ્નો, પુત્ર-પુત્રીના લગ્નેતર સંબંધો, જમીન-જાયદાદના પ્રશ્નો પણ ગૃહ કલેશ માટે જવાબદાર હોય છે. એક વખત રકઝક શરૂ થાય પછી તે વિકરાળ બનતી જાય છે. પરપોટો ફૂટબોલ બની જાય છે. દાયકાઓ પહેલાં સમાજમાં પંચાયત નામની વ્યવસ્થા હતી. આ પંચાયત લોકોના, પરિવારો વચ્ચે મધ્યસ્થી કરતી અને પ્રશ્નો ઉકેલવામાં આવતા હતા. હવે કોર્ટ-કચેરી આવી બાબતોના નિકાલ કે ઉકેલ માટે બહુ લાંબો સમય લે છે.
જો, પરિવાર સમજુ હોય તો આર્થિક પ્રશ્નો હાલ થઈ શકે છે, નાણાની તંગી વચ્ચેથી માર્ગ કાઢી શકાય છે. કરકસર કે જતું કરવાની ભાવના રાખવાથી પરિવારમાં સુમેળ અને શાંતિ સ્થપાઈ શકે છે. લડાઈ ઝઘડા કરવાથી સમસ્યા હલ થતી નથી પરંતુ વકરે છે.
દો પત્તી
તાજેતરમાં રજૂ થયેલી કાજોલ અને ક્રીતી સેનોન અભિનીત ફિલ્મ દો પત્તી ગૃહ કંકાસ ઉપર જ આધારિત છે. ફિલ્મમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે, ગૃહ કલેશનો સૌથી ગંભીર ભોગ બાળકો બને છે. માતા પિતા વચ્ચેના ઝઘડામાં બાળક તેની નિર્દોષતા ગુમાવી દે છે અને ભવિષ્યમાં હિંસક મનોવૃત્તિવાળું બની શકે છે. દો પત્તી ફિલ્મમાં પોલીસ અધિકારી કાજોલને અંતમાં સાચી ઘટનાની ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. મા-બાપના ઝઘડાઓ તેની આગામી આખી પેઢીને બરબાદ કરી દે છે. છૂટાછેડાના કેસમાં તો બાળકોની હાલત બહુ કફોડી બની જાય છે.
ઘરેલુ હિંસા
બંધ દરવાજા વચ્ચે ખેલાતા યુદ્ધો બહુ ભયંકર પરિણામો લાવે છે. સામાન્ય રીતે આબરૂ જવાની બીકે પોલીસ સ્ટેશન કે કોર્ટ સુધી પહોંચતા નથી. દો પત્તી ફિલ્મમાં ટેલિફોનિક ફરિયાદના આધારે પોલીસ અધિકારી કીર્તિનાં ઘરે પહોંચે છે, પરંતુ પરિવાર કોઈ ઘટના ન ઘટી હોવાનું જ રટણ કરે છે. મારપીટ જેવી હિંસક ઘટનાઓ પણ ખાનગી રાખવામાં આવે છે. ગરીબ, મધ્યમ અને તવંગર એમ બધી કક્ષાના પરિવારોમાં બંધ બારણે યુદ્ધો ખેલાતા હોય છે. ભારતીય પરિવારોમાં આંતરિક ઝઘડાના મુખ્ય કારણોમાં આર્થિક તંગી, સેક્સ, મિલકત કે દારૂ હોય છે.
અર્થ
સંયુક્ત રાષ્ટ્રની વ્યાખ્યા અનુસાર ઘરેલુ દુર્વ્યવહાર સામાન્ય રીતે નજીકના સંબંધ, કૌટુંબિક સંબંધ કે ઘનિષ્ઠ ભાગીદાર પ્રત્યે અપમાનજનક વર્તનની દ્વારા પ્રતિપાદિત થાય છે. જ્યાં દુરુપયોગકર્તા પીડિત પર શક્તિ અને નિયંત્રણનો ઉપયોગ કરે છે. ઘરેલું દુર્વ્યવહાર માનસિક, શારીરિક, આર્થિક અથવા જાતીય પ્રકૃતિનો હોઈ શકે છે. તેનો ભોગ સ્ત્રી કે પુરુષ તે ગમે તે હોય શકે છે. ઘરેલુ હિંસા એ ઘરના દરવાજાઓની અંદર ખેલાતું યુદ્ધ છે. ઘણીવાર પતિ અને પત્ની ઓરડાની અંદરનો ઝઘડો બહાર ન જાય તેટલા ધીમા અવાજે ઝઘડો કરતા હોય છે. મૌન પણ એક જાતનો વિવાદ જ છે.
લગ્ન
ભારતીય સમાજમાં નવો પરિવાર શરૂ કરવા માટે લગ્ન કરવામાં આવે છે. વિદેશમાં એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા માટે દાંપત્યજીવન આકાર લે છે. મારા મત અનુસાર વેસ્ટર્ન કલ્ચરમાં આપણાં કરતાં વધુ મોકળાસ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણવાર લગ્ન કરી ચૂક્યા છે. મજાકમાં એવું પણ કહેવાય છે કે, ડોનાલ્ડના ત્રીજીવારના પત્ની બીજીવાર અમેરિકાના ફર્સ્ટ લેડી બનશે! બે દિવસ પહેલા દેશના ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાને લગ્ન જીવનના ૨૯ વર્ષ બાદ પત્ની સાયરા બાનું સાથે છૂટાછેડા લીધા! સેલિબ્રિટીઓ જેટલા સરળતાથી લગ્ન ભંગ કરી શકે તેટલી અનુકૂળતા આપણને ગુજરાતીઓને નથી! ઉચ્ચ વર્ગના યુવક યુવતીઓ હવે ડેટીંગ કરે છે. લગ્ન પહેલાં છૂટથી હરવા ફરવાને ડેટીંગ કહેવાય તેવું હું માનું છે. હકીકતની ખબર નથી. નવાઈની બાબત એ છે કે, અનેક કિસ્સાઓમાં તો ડેટિંગ દરમિયાન જ બ્રેક અપ થઈ જાય છે. સંતાન ડેટીંગ ઉપર જાય તે મા-બાપ અને વડીલ લોકોને ખબર પણ હોય છે. મોટાભાગે આવું કલ્ચર નીઓ રીચ કે ફિલ્મ જગતમાં છે.
અબજોપતિ વિજયપત સિંઘનિયાનો કિસ્સો પણ ચોંકાવનારો છે. અતિ ધનિક આ વ્યક્તિને તેના સંતાનોએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ફિલ્મ કલાકાર ધર્મેન્દ્રની બન્ને પત્નીના સંતાનો સારા મનમેળથી રહે છે. મારા એક મિત્રને બે પત્ની છે, ત્રણેય લોકો સુમેળથી અમેરિકામાં સાથે રહે છે. સંતાનો પણ આનંદથી સાથે હરેફરે છે.
ગણિત
સંબંધોનું કોઈ ચોક્કસ ગણિત કે નિયમો હોતા નથી. લાગણી કે ધિક્કાર માટે કોઈ ચોક્કસ કારણો પણ હોતા નથી. બસ.. ચાલે છે. પરિવારની અખંડતા ચાઇનીઝ માલ જેવી છે, ચલે તો ચાંદ તક.. ન ચલે તો સામ તક!
વિનંતી
'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે, મગજ ઉપર બરફ રાખો, શાંતિ જ સુખી જીવનની ચાવી છે. દલીલોથી દૂર રહેવું. આર્થિક બાબતોમાં બહુ ઊંડા હિસાબ-કિતાબ ન કરવા. ખોટ જતી હોય તો, ખોટ ખમીને ખસી જવું. જ્યાં પણ વિવાદ થાય ત્યાં લવાદ થવાનો પ્રયાસ કરવો. વિવાદ હિંસક ન બને તેની ખાસ કાળજી લેવી. સ્વાર્થનું પ્રમાણ નહિવત રાખવું. જ્યાં પ્રેમ કે લાગણી જણાય ત્યાં વધુ અવરજવર રાખવી. રામ અને કૃષ્ણ જેવા ભગવાનની હાજરીમાં પણ વિખવાદ અને યુદ્ધ થયા હતા! કૃષ્ણ પણ કૌરવોને તસુભાર જમીન જતી કરવા માટે રાજી નહોતા કરી શક્યા. તો આપણે તો કળયુગના તકલાદી માણસ છીએ, ક્યારે અને ક્યાં બટકી જઈએ તે રામ જાણે!
'નોબત'ના સૌ વાચકોને તંદુરસ્ત અને વિવાદ વિહીન જીવન પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખુરશી ચૂંટણી પછી જોખમમાં!: ચૂંટણી સમયે જ ધર્મવીર-૨ ફિલ્મ એકનાથ શિંદેને પ્રમોટ કરવા રજૂ કરવામાં આવી
મૂળ મરાઠી ભાષાની અને બે ભાગમાં બનેલી ફિલ્મ ધર્મવીર પડદા ઉપર ખાસ દેખાવ ન કરી શકી. આ ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦૨૨ માં રજૂ થયો હતો અને ધર્મવીર-૨ મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે રજૂ થયો એટલે તેની નોંધ લેવામાં આવી. આ ફિલ્મ શિવ સેનાના થાણે જિલ્લાના નેતા આનંદ દીઘેની બાયોગ્રાફી છે. ચાર દાયકા પહેલા મહારાષ્ટ્રમાં આખા દેશની સાથે અહીં પણ કોંગ્રેસની આણ પ્રવર્તતી હતી. મહારાષ્ટ્રમાં શિવ સેનાને બેઠી કરવામાં આનંદ દીઘે ઉર્ફે ધર્મવીરની નોંધનીય ભૂમિકા હતી. ગામડે ગામડે ફરીને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે આવાજ ઉઠાવ્યો.
આનંદ દીઘે તો શિવ સૈનિક હતા અને હાલમાં તો ભાજપ સમર્થિત બળવાખોર શિવ સેના સત્તા ઉપર છે, તો પછી ધર્મવીર ફિલ્મ અને આનંદ દીઘેની કેમ ચર્ચા થાય છે અને તે ઉપર અહી કેમ નોંધ લેવી પડે છે?
આનંદ દીઘેની સાથે તેમના વિશ્વાસુ કાર્યકર તરીકે ત્યારે આજના વર્તમાન મુખ્ય મંત્રી એકનાથ શિંદે હતા! આમ એકનાથ શિંદેને વર્તમાન સમયમાં હિન્દુવાદી અને ઓરિજિનલ શિવ સૈનિક તરીકે રજૂ કરવા માટે ધર્મવીર ફિલ્મને પ્રોજેક્ટ કરવામાં આવી હોય તેવી અનુભૂતિ થાય છે. આનંદ અને એકનાથ બન્ને સિક્કાની બે બાજુ હતી. આનંદનું અકસ્માતે મોત થતાં તેના સમર્થકો તોફાને ચઢ્યા અને હોસ્પિટલમાં આગ ચાંપી દીધી. આવા સમયે એકનાથ શિંદે પોતાના ગુરૂ આનંદ દીઘેના નશ્વર દેહને આગથી બચાવવા માટે પોતાના ખભે નાખી દોડ્યા હતા!
આજ એકનાથ શિંદે સમય આવ્યો ત્યારે આખી શિવ સેનાને ખભે નાખી દોડ્યા અને સત્તા માટે ભાજપમાં ભળી ગયા!
ચૂંટણી
મહારાષ્ટ્રમાં હવે મતદાન આડે માત્ર પાંચ દિવસનો જ સમય છે. ૨૦ તારીખે વિધાનસભા માટે ૯.૭૦ કરોડ મતદારો મતદાન કરશે. ગુજરાતનું પાડોશી રાજ્ય હોવાના નાતે આપણે તેની ઉપર સીધી નજર રાખીએ તે સ્વાભાવિક છે. પાડોશી હોવા છતાં રાજકીય રીતે આપણાથી તદ્દન ઊલટી પરિસ્થિતિ છે. વર્તમાન ચૂંટણીમાં ત્યાં ૬ મોટા નેતા સેવા માટે મહાસંગ્રામ લડી રહ્યા છે. આ ૬ નેતામાં દેવેન્દ્ર ફડનવીસ, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અજીત પવાર અને પૃથ્વીરાજ ચૌહાણ છે. ત્યાં સત્તા ન મળવાથી ભાજપ ગભરામણ અનુભવે છે. મોદી અને શાહે તેની સીધી હરીફ શિવ સેનાનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો! આ ૬ નેતાની કુસ્તીમાં ત્યાં સ્થિર સરકાર બને તેવા સંજોગો ઓછા છે. જો ભાજપ સમર્થિત ઉમેદવારો બહુમતીમાં નહીં જીતે તો ભાજ૫ની નેતાગીરી ત્યાં નવી સરકારને બહુ લાંબુ નહીં જીવવા દે!
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ સમર્થિત શાસક મહાયુતિ ગઠબંધન અને વિપક્ષના મહા વિકાસ અઘાડી (એમવીએ) વચ્ચે સીધી સ્પર્ધા છે. બંને ગઠબંધન પાસે પડકારોનો સમાન હિસ્સો છે.
મહાયુતિ એ ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું ગઠબંધન છે. તેની સામે મુખ્ય હરીફ એમ.વી.એ. છે, જેની આગેવાની કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટી અને શરદ પવારની એનસીપી-એસપી છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ ચાર પક્ષો મહારાષ્ટ્રમાં પ્રાદેશિક રાજકીય પક્ષો છે.
ભાગીદારી
રાજ્યમાં વિધાનસભાની કુલ ૨૮૮ બેઠક છે. સત્તાધારી ભાજપ શિવસેના અને એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યની ચૂંટણી લડી રહી છે. મહાયુતિ ગઠબંધન સીટ-શેરિંગ ફોર્મ્યુલાના ભાગરૂપે, ભાજપ ૧૪૮ બેઠકો પર લડશે, શિવસેના ૮૦ પર અને એનસીપી ૫૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
એ જ રીતે, કોંગ્રેસ એમવીએ અથવા મહા વિકાસ અઘાડી ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૦૧ સીટ પર ચૂંટણી લડશે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ૯૪ બેઠકો પર અને એનસીપી (એસપી) ૮૮ બેઠકો પર લડશે. બન્ને ગાંઠબંધનોએ કેટલીક બેઠકો સ્થાનિક મજબૂત ઉમેદવારો માટે છોડી દીધી છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં ૮૫ જેટલી બેઠકો પર પવાર વિરુદ્ધ પવાર અને સેના વિરુદ્ધ સેનાનો માહોલ છે.
અહીં ભાજપના દેવેન્દ્ર ફડનવીશ હવે મુખ્યમંત્રી બનવા તલપાપડ છે. શિંદેને હોદ્દો છોડવો નથી, શરદ પવાર પોતાની પુત્રી સુપ્રિયા સુલે માટે આકાશ પાતાળ એક કરે છે જે વર્તમાનમાં સાંસદ છે. શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ અને નાના પટોળે પણ મોટી ખુરશીના સપના જોવે છે. આમ બધાં જ મહેનત કરશે તો કોઈ એક ને બહુમતી મળવાની શક્યતા બહુ ઓછી છે. જો ભાજપને વધારે બેઠકો મળશે તો પહેલો ભોગ શિંદેનો લેવાશે. રાજ ઠાકરે પણ થોડા મતો આગળ પાછળ કરી શકે છે.
લોકસભાની હાર
સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનને લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મહા વિકાસ અઘડી ગાંઠબંધનના ભાગીદારોના હાથે આંચકો લાગ્યો હતો. એકંદરે, એમવીએ ૪૮ માંથી ૩૦ બેઠકો જીતી હતી, અને મહાયુતિએ માત્ર ૧૭ બેઠકો જીતી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ મોદી અને એકનાથની ટીમ ઉપર મરાઠી લોકોએ બહુ રસ દાખવ્યો નહોતો. મોદીજીના ભવ્ય પ્રચાર બાદ પણ નબળા પરિણામો આવ્યા હતા! મતદાનની આજ પેટર્ન રિપીટ થાય તો ૨૦ તારીખે તકલીફ પડી શકે છે.
તાજેતરમાં કોંગ્રેસ રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી મહત્તમ ૧૩ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેના-યુબીટી પ્રતિસ્પર્ધી ભાજપ સાથે ૯-૯ બેઠકો પર જીતી હતી, જ્યારે શરદ પવારની પાર્ટીએ ૮ બેઠકો જીતી.
ભાજપ
મહારાષ્ટ્રમાં ભાજપ માટે લાંબા સમયથી દ્રાક્ષ ખાટી રહી છે. આ વખતે પણ રાજકારણના ચાણક્ય મનાતા અમિત શાહ મુખ્યમંત્રીના નામ બાબતે મગનું નામ મરી પાડતા નથી, આથી ભાજપના ટોચના નેતાઓ નારાજ છે. હવે તેમને બીજા નંબરની ખુરશી પસંદ નથી. લોકસભામાં નબળા દેખાવ પછી અહીં કોઈ જીત માટે ખોંખારો ખાઈને બોલી શકતું નથી. મહારાષ્ટ્રના નબળા પરિણામોને કારણે દિલ્હીમાં પણ પરિસ્થિતિ વિકટ બની છે. મોદીજીએ ત્યાં પણ બીજા નાના પક્ષોના ખભે માથું મૂકવું પડ્યું છે! દેવેન્દ્ર ફડનવીસ અહી બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે માટે તેમને હવે બીજા નંબરની ખુરશી કે કેબિનમાં શોરવતું નથી. ભાજપ પાસે અહીં નીતિન ગડકરી, ગોપીનાથ મુંડે, એકનાથ ખડગે જેવા અનેક નેતાઓ હોવા છતાં લાંબા સમય માટે નિર્ણાયક સત્તા મેળવી શકી નથી. આ વખતે પણ અનેક નેતાઓ મોટું પદ પામવા માટે દિલ્હી દરબારમાં અને નાગપુરના સંઘ કાર્યાલયે દંડવત કરી આવ્યા છે.
કોંગ્રેસ
એક સમયે સમગ્ર દેશની સાથે કોંગ્રેસની અહી પણ આણ પ્રવર્તતી હતી. પરંતુ શિવ સેના અને ભાજપના હિન્દુવાદ સામે તે ખખડી ગઈ. બીજી તરફ જય મહારાષ્ટ્ર નો નારો પણ ખોંખારો ખાઈને બોલી શકી નથી. તાજેતરમાં બીજા પક્ષોના આંતરિક વિખવાદને કારણે લોકસભામાં સારો દેખાવ કરી શકી. ૧૯૬૧ માં રાજ્યની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોંગ્રસના ૨૧ મુખ્યમંત્રીઓએ મહારાષ્ટ્રનો વહીવટ સાંભળ્યો છે. હિન્દુત્વનું મોજું આવ્યું ત્યારથી ભાજપ અને શિવ સેના ત્યાં મોટું કદ ધરાવતા થયા છે. જો કે ભાજપ અને શિવ સેના વચ્ચે હિન્દુત્વ બાબતે ખેચતાણ રહેતાં તેનો ફાયદો કોંગ્રેસને મળતો રહ્યો છે.
શિવ સેના
મહારાષ્ટ્રમાં બાલા સાહેબ ઠાકરેનો દબદબો હતો. મરાઠીના હિતો અને હિન્દુત્વનો ભગવો ઝંડો તેમની આગવી ઓળખ રહ્યા. સાહેબના વારસદારો તરીકે ઉદ્ધવ અને રાજ તેમના પેગાડામાં પગ ઘાલી શક્યા નથી તે પણ હકીકત છે. એકનાથ શિંદે આખી શિવ સેનાને હાઈજેક કરી ગયા તો પણ બન્ને નોંધનીય વિરોધ કરી શક્યા નથી. શિંદે હવે ઓરિજનલ સેનાના વડા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ધર્મવીર-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી તેમાં બાલા સાહેબના ગણ્યા ગાંઠિયા દૃશ્યો છે. રાજ અને ઉદ્ધવને તો બાકાત જ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ જોઈ એવું લાગે કે શિવ સેના સુપ્રીમો આનંદ દીઘે અને એકનાથ શિંદે જ હતા અને છે! જો આમને આમ ચાલ્યું તો નવી પેઢીને ઠાકરે પરિવારની ભૂમિકા યાદ પણ નહીં રહે. ભાજપની ટોચની નેતાગીરીએ શિંદેને ખભે બંદૂક ફોડીને સત્તા આંચકી લીધી છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે, વર્તમાન સમયમાં ભાજપ માટે એકલે હાથે સત્તા મેળવી શકાય તેમ નથી. જો કે આ ગણિત કોંગ્રસ, સેના, એન.સી.પી. બધાને લાગુ પડે છે.
શક્યતા
સર્વેક્ષણ એજન્સી મેટ્રિઝ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલ મુજબ, મહારાષ્ટ્રનું શાસક જોડાણ, મહાયુતિ, ૨૦ નવેમ્બરના યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવા માટે ઉજળા સંજોગો દેખાય છે. વર્તમાન ગઠબંધન માટે નોંધપાત્ર લીડની આગાહી સર્વેક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ ૧૩ બેઠકો મળી હતી તેથી તે ઉત્સાહમાં છે પરંતુ સંગઠન નબળું છે. ભાજપમાં બધું છે પરંતુ હિન્દુ મતો શિવ સેના સાથે વેચાઈ જાય છે. બધા પક્ષો હિન્દુ મતોમાં ભાગ પડાવતા હોવાથી ભાજપ માટે જીતના કપરાં ચઢાણ રહે છે. શિવ સેનામાં પણ હવે ત્રણ ચોક્કા હોવાથી મુશ્કેલી છે. ઉદ્ધવ, રાજ અને એકનાથને આ મતોમાં ભાગ પાડવો પડે છે. ભાજપ દેશમાં હિન્દુવાદ સર્જી શક્યો છે પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠા વાદ હજી તેનાથી દૂર છે. તેનો જય મહારાષ્ટ્રનો નારો બુલંદ બન્યો નથી.
પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, અને થાણે-કોંકણમાં ભાજપને નોંધપાત્ર સમર્થન મળવાની ધારણાં છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડા જેવા પ્રદેશોમાં મજબૂત દેખાવ કરે તેવી ધારણાં છે.
મતદારો
રાજ્યમાં ૯,૭૦,૨૫,૧૧૯ મતદારો છે, જેમાં ૫,૦૦,૨૨,૭૩૯ પુરૂષો અને ૪,૪૯,૯૬,૨૭૯ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૬,૧૦૧ ટ્રાન્સજેન્ડર મતદારો, ૬.૪૧ લાખ દિવ્યાંગ (વિકલાંગ વ્યક્તિઓ) અને ૧.૧૬ લાખ સેવા મતદારો છે, મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૪૧૪૦ ઉમેદવારો મેદાનમાં છે. નંદુરબાર જિલ્લાની શાહદા બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો છે, જ્યારે નાંદેડ ઉત્તરમાં ૩૩ ઉમેદવારો છે જે સૌથી વધુ છે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ટ્રમ્પના ચૂંટણી વચનથી ગુજરાતના લોકોનું બીપી હાઇ!: ગેરકાયદે વિદેશ ગમન માટે ભારતમાં પણ જેલની હવા ખાવી પડે છે!
અમેરિકામાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ગુજરાતના લોકોનો રક્તચાપ બહુ વધી ગયો છે. કારણ કે, ભારતના મિત્ર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા આ ધૂની ધનિક ઉદ્યોગપતિએ જીતશે તો ગેરકાયદે વસાહતીઓને દેશ નિકાલ કરવાનું સૌથી મોટું અભિયાન હાથ ધરાશે તેવું વચન ચૂંટણીમાં આપ્યું છે. આગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિજય પછીના પ્રથમ સંબોધનમાં પણ ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાના તેમના નિર્ણયનો પુનઃઉચ્ચાર કર્યો છે. ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના હજારો લોકો અમેરિકામાં સોનેરી સપનાઓ આંજીને ઘૂસ્યા છે. હવે જો ટ્રમ્પ દાદા ઘૂસણખોરો ઉપર દાદાગીરી કરે તો દુનિયામાં હાહાકાર મચી જાય તેમ છે. કારણ કે, આ સોનાની ચિડિયા જેવા દેશમાં સૌથી વધુ ચાઇનીઝ લોકો ઘૂસ્યા છે. ત્યારબાદ કદાચ ભારતનો ક્રમ આવે! અમેરિકામાં ઝાડ ઉપર ડોલર ઊગે છે તેવું સામાન્ય લોકો માને છે. ત્યાંની વાસ્તવિકતા કેમ છુપાવવામાં આવે છે, તે એક મોટું રહસ્ય છે. અમેરિકામાં બેકારી અને મોંઘવારી વધી રહ્યાં છે. તેનો પહેલો ભોગ ગેરકાયદે વસાહતીઓ જ બને છે. કારણ કે, તેમને કાયમ લપાતા છુપાતા જીવવું પડે છે. નોકરીમાં પણ શોષણ મોટા પાયે કરવામાં આવે છે. પકડાઈ જાય તો જીવન જેલમાં વિતાવવું પડે છે.
ગુજરાતના એક પત્રકાર અમેરિકામાં સ્થાઈ થયા છે. તેમણે એક ટીવી મુલાકાતમાં જણાવ્યું કે, અહી સોનાના ઝાડ ઊગતા નથી કે રોડ ઉપર ડોલરના ઢગલા જોવા મળતા નથી. ગુજરાતના જે લોકો ડોન્કી રુટ ઉપર જાય છે તે ત્યાંની સાચી હકીકત કહેતા નથી, માટે અન્ય ગુજરાતીઓને અમેરિકા જવાનો લોભ ભરખી જાય છે. જે લોકો ત્યાં અધિકૃત દસ્તાવેજો વગર પકડાય છે, તેમને અગાઉથી રાજ્યાશ્રય બાબતે પણ એજન્ટો દ્વારા પાઠ ભણાવવામાં આવે છે. જે બહુ કપરી બાબત છે. પત્રકાર મહોદયે સ્પષ્ટ કહ્યું કે, સામાન્ય ભણતર ધરાવતા યુવાનોએ ત્યાં બહુ જવાનો મોહ રાખવો નહીં. એન્જિનિયરિંગ ડિગ્રી ધારકો માટે પણ કપરાં ચઢાણ છે. માત્ર ઉચ્ચ ડિગ્રીધારકો માટે ઉજળા સંજોગો છે.
ઘૂસણખોરો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા લોકોની બહુ મોટી સમસ્યા છે. તે દેશ ઉપર ભારણ છે. અમેરિકાને ઉધયની જેમ કોતરી રહ્યા છે. ત્યાં ભારતીય લોકો ઉપર બહુ ઊંડી શંકા કરવામાં આવતી નથી, પરંતુ, પાકિસ્તાન, બાંગલાદેશ, ચીન, આફ્રિકાના લોકો ઉપર અમેરિકાનું વહીવટી તંત્ર સખ્ત નજર રાખે છે. તેમને રોજગાર મેળવવામાં પણ મુશ્કેલી પડે છે, ઓછું વેતન મળે છે. ગેરકાયદે ઘૂસણખોરોને અમેરિકાની નામાંકિત કંપનીઓમાં કે સરકારમાં જોબ મળતી નથી. રહેવા માટે મકાનો પણ ઝડપથી મળતાં નથી, ગંદા અને નબળા વિસ્તારોમાં જીવન વ્યતીત કરવું પડે છે. અમેરિકા કાયદો અને વ્યવસ્થાનો દેશ છે. મૂળ અમેરિકાના લોકો ગેરકાયદે વસાહતીઓને ધિક્કારે છે. કારણ કે, તે તેમના ટેક્સના રૂપિયા કોતરી ખાય છે. નોકરીઓ પણ પડાવી લે છે. અમેરિકાનું વહીવટી તંત્ર પણ આવા લોકોથી ત્રસ્ત છે. તેમાં પણ તેમના ટ્વીન ટાવર ઉપરના હુમલા પછી તો વિદેશી ઘૂસણખોરોને બહુ ભાવ આપવામાં આવતો નથી. અમેરિકાના લોકો માટે ઘૂસણખોરો બહુ મોટો ચૂંટણી વિષય છે. આથી જ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવાનું ચૂંટણી વચન આપવું પડ્યું હતું.
જો બાઈડને ૨૦૨૦ મા ટ્રમ્પને હરાવ્યા, ત્યારે ગેરકાયદે વસાહતીઓ સાથે માનવીય અને વ્યવસ્થિત વ્યવહાર અને ઉદાર ઇમિગ્રેશન નીતિઓનું વચન આપ્યું હતું. બાઈડન વહીવટી તંત્રે ઘૂસણખોરો સામે બહુ કડક કે નોંધનીય કાર્યવાહી કરી નથી. જો કે, સામે પક્ષે બાઈડનના આવા નિર્ણયથી મૂળ અમેરિકનો નારાજ થયા તે પણ વાસ્તવિકતા છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન યુ.એસ.-મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને જો ચૂંટાયા તો સરહદ ઉપરની દીવાલ સજ્જડ બંધ કરવાનું વચન આપ્યું છે. તેમના વહીવટીતંત્રે ૧૯૫૫-માઇલ (૩૧૪૫-કિમી) સરહદ પર ૪૫૫ માઇલ (૭૨૬ કિમી) અવરોધો બાંધ્યા હતા, ટ્રમ્પે બાઈડનની ઉદરવાદી વલણની ટીકા કરી હતી અને એરિઝોનામાં એક ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન ઉદાર વલણને રદ કરી દેવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પગલું સરહદને પર્યાપ્ત રીતે સુરક્ષિત કરશે નહીં, તેમ છતાં તે સ્થળાંતર કરનારાઓને અટકાવવા માટે નિર્ણાયક પ્રયાસો કરશે. ટ્રમ્પે પ્રચાર કાર્યક્રમમાં એમ પણ કહ્યું હતું કે, તેઓ ચીન અને અન્ય રાષ્ટ્રો પર દબાણ કરશે કે, તેમના દેશોમાંથી સ્થળાંતર કરનારાઓને યુએસ-મેક્સિકો સરહદ પર આવતા રોકવા માટે સઘન પગલાં લે.
ભારત
ભારત મહદ્અંશે અમેરિકાથી અંજાયેલો દેશ છે. રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો સતત અમેરિકાની મહાનતા ઉપર ઓળઘોળ રહે છે. ત્યાં જવામાં અને રહેવામાં ગર્વ સમજે છે. હવે, જો ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવાનું અભિયાન શરૂ કરે તો, ભારતમાં નાના મોટા તમામ લોકોને પરસેવો વળી જાય તેમ છે. કારણ કે, કરોડો ભારતીઓને અમેરિકા સાથે સીધા કે આડા સંબંધો છે. મોદી સરકાર અમેરિકા સાથે સૌહાર્દ પૂર્ણ સંબંધો બાબતે વારંવાર કથા-વાર્તા રજૂ કરે છે અને તે બાબતે ગર્વ અનુભવે છે. નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો શો કર્યો હતો. હવે જથ્થાબંધ ગુજરાતીઓ લીલા તોરણે ગુજરાત પાછા ફરે તો ભાજપ સરકારને બહુ મજા ન આવે તે સ્વાભાવિક છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવે તો ભારતીઓને હાંકી કાઢવામાં ન આવે તે માટે મોદી સરકાર દ્વારા ઘણાં સમયથી રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે!
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી બોર્ડર અને ઇમિગ્રેશન પોલિસીના આસિસ્ટન્ટ સેક્રેટરી રોયસ મુરેએ તાજેતરમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે ભારત સરકારના સહયોગ બદલ આભાર માન્યો હતો.
તેણીએ કહ્યું કે, અમે વિવિધ મુદ્દાઓમાં ભારત સરકાર સાથેના અમારા કાર્યકારી સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ અને અમારી પાસે જે ભાગીદારી છે તેને આવકારીએ છીએ. માનવ દાણચોરો અથવા અનૈતિક ટ્રાવેલ એજન્સીઓ કે જેઓ સંવેદનશીલ સ્થળાંતર કરનારાઓનો શિકાર કરે છે અને તેમને ખોટી માહિતી પૂરી પાડે છે, તેની ભારત સાથે સતત આપલે કરીએ છીએ.
પુનઃ ઉચ્ચાર
ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના વિજય ભાષણમાં કહ્યું કે, ''ઇમિગ્રન્ટ્સનું સ્વાગત છે, પરંતુ તેઓએ કાયદેસર રીતે આવવું પડશે.'' આમ ભારતીયો માટે ટ્રમ્પની જીતનો અર્થ સ્પષ્ટ છે કે, હવે લાલિયાવાડી નહીં ચાલે. સામાન્ય રીતે રિપબ્લિકન નેતાઓ ઇમિગ્રેશન પર સખત હોવા માટે જાણીતા છે; હકીકતમાં, તેમની મોટાભાગની ઝુંબેશ બાઈડન-હેરિસ વહીવટ હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં વધારાની આસપાસ કેન્દ્રિત હતી. તેમની પાછલી મુદતમાં ઇમિગ્રેશન નીતિઓ બાબતે સ્પષ્ટતા જોવા મળી હતી, જેણે કુશળ વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને અસર કરી હતી, ખાસ કરીને જેઓ એચ-૧બી, એફ-૧ અને એચ-૪ વિઝા ધરાવતા હતા.
ટ્રમ્પનું શાસન ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અમેરિકામાં અંદાજિત ૧૦ મિલિયન લોક અધિકૃત દસ્તાવેજો વગર રહે છે. આ લોકોના જવાથી કુશળ વ્યક્તિઓ માટે નવા દરવાજા ખૂલી શકે છે. જે ભારતીયો, જેઓ મોટાભાગે કામ માટે એચ-૧બી અથવા અભ્યાસ માટે એફ-૧ જેવા કાનૂની માર્ગોનો ઉપયોગ કરે છે, તેઓને ત્યાં નવી તકો મળી શકે છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવી પોઈન્ટ આધારિત સિસ્ટમ રજૂ કરવાનો સંકેત આપ્યો હતો. અત્યારે, અમેરિકન પ્રવેશ સિસ્ટમ કુટુંબ આધારિત છે. ટ્રમ્પ માને છે કે, તે કુશળ સ્થળાંતર કરનારાઓની તુલનામાં આર્થિક રીતે ઓછું યોગદાન આપે છે.
હમ નહીં સુધરેગે
ભારતીય લોકો દરવાજા કરતાં બારીઓ શોધવામાં નિપૂર્ણ છે. ગુજરાતી ભાષામાં તેને છટકબારી પણ કહેવામાં આવે છે. દાયકાઓથી અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ બાબતે કડક કાયદાઓ અને સજાઓ છે. પરંતુ તેનો અમલ બાબાગાડી જેવો નબળો અને ધીમો છે. ત્યાંની પોલીસ ભારતની પોલીસ જેટલી બરછટ અને તેજ નથી. ત્યાંની પોલીસ પણ કાયદાથી ડરે છે, ખોટો કેસ થઈ જાય અને ભોગ બનનાર વ્યક્તિ પોલીસ ઉપર કાનૂની કાર્યવાહી કરે તો તેની નોકરીને ગંભીર અસર પહોંચે છે. માટે ત્યાંની સ્થા નિક પોલીસ કે જે હોમ લેન્ડ ડીપાર્ટમેન્ટ હેઠળ આવે છે તે પોતાની ફરજમાં છાસ ફૂંકી ફૂંકીને પીવે છે!
અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂકવા હોય તો તેના વતન દેશવાળા પણ તેને સ્વીકારવા જોઈએ. ભારત માટે તો આ બાબત બહુ ગંભીર નથી, પરંતુ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકન જેવા સંખ્યાબંધ દેશો પોતાના જ નાગરિકોનો સ્વીકારવા માટે સરળતાથી રાજી નહીં થાય! ભારતની સરહદે સેના સાથેની અથડામણમાં માર્યા જતા ત્રાસવાદીના નશ્વર દેહને પણ પાકિસ્તાન સ્વીકારતું નથી. તો પછી, અમેરિકા જેને તગેડી મૂકે તેને સરળતાથી અવકારશે તે બહુ મુશ્કેલ બાબત છે. અમરીકા જે ગેરકાયદે વસાહતીઓને રવાના કરશે તે જશે ક્યાં? ભારતમાંથી ખોટા દસ્તાવેજો અને એજન્ટો દ્વારા જનાર વ્યક્તિ ભારતમાં પરત ફરે તો તેની સામે પણ કાનૂની સિકંજો તૈયાર જ હશે.
અનેક લોકો ખોટા દસ્તાવેજો દ્વારા વિદેશગમન કરે છે. તેવા લોકો જઈ શકે છે, પરંતુ ભારત પરત ફરી શકતા નથી. ગુજરાતમાં અનેક એજન્ટો કબૂતરબાજીમાં જેલમાં સબડી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ આવા ગેરકાયદે ભરતીઓને સ્વદેશ રવાના કરે તો તેમણે હવાઈ મથકેથી સીધા જેલમાં જવાનો વારો આવે! આ સંજોગોમાં અમેરિકામાંથી હાંકી કઢાયેલા લોકો સાથે સ્વદેશમાં કાનૂની કાર્યવાહી ૫ણ થઈ શકે છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને નમ્ર વિનંતી કે, જ્યારે પણ વિદેશગમન કરવાની ઈચ્છા કે જરૂરિયાત ઊભી થાય ત્યારે નામાંકિત એજન્ટ દ્વારા કાયદેસર રીતે જ પ્રવાસ કરવો!
- પરેશ છાયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ટ્રમ્પ અને મસ્ક એક થઈ કમલાને હંફાવી રહ્યા છે.: આધુનિક અમેરિકામાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બની શકી નથી!
ભારતમાં મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી વડાપ્રધાન પદની ચૂંટણીમાં ઝંપલાવે તો શું થાય?
૧૦ થી ૧૨ રિચર સ્કેલનો જંગી ભૂકંપ આવે અને લોકશાહી અને સામંતશાહીના નામે કાગારોળ થઈ જાય!
અમેરિકામાં આવું કંઈ થયું નથી. સામાજિક, નૈતિક કે આર્થિક ભૂકંપ આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ નામના અતિ ધનિક ઉદ્યોગપતિ બીજીવાર અમેરિકાના પ્રમુખ બનવા માટે મેદાને જંગમાં ઉતર્યા છે!
કલ્પના નંબર.. બે
મુકેશ અંબાણી વડાપ્રધાન પદની ચૂંટણીમાં ઝંપલાવે અને ગૌતમ અદાણી તેનો ખુલ્લેઆમ પ્રચાર કરે તો શું થાય?
આપણાં દેશમાં સૌથી મોટી રાજકીય ઉથલ પાથલ થઈ જાય. રાજકીય અને સામાજિક કટોકટી સર્જાય જાય.
અમેરિકામાં આવું કંઈ થયું નથી. બધું સમુંસૂતરું ચાલે છે. ટ્રમ્પ દાદાને વિશ્વના ધનિકોમાં ટોચના છે તેવા ટેસ્લાના એલોન મસ્ક સરાજાહેર ટેકો આપી પોતાના એક્સ મીડિયા ઉપર જોરદાર પ્રચાર કરી રહ્યા છે. એલોન ટ્રમ્પની નીતિઓ, જાહેરાતો અને અગાઉના શાસનકાળને જબરજસ્ત ટેકો આપી રહ્યા છે. તે એક્સ ઉપર ટ્રમ્પની તરફેણમાં જથ્થાબંધ પોસ્ટ મૂકી રહ્યા છે. કમલા હેરિસની ઠેકડી પણ ઉડાવે છે.
ચૂંટણી
વિશ્વની મહાસત્તા અને દાદા ગણાતા દેશ અમેરિકામાં પાંચ નવેમ્બરે મતદાન છે. આપણે દિવાળીના પર્વમાં વ્યસ્ત હશું ત્યારે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીશ વચ્ચે કાંટે કી ટક્કર ચાલતી હશે. વર્તમાન પ્રમુખ જો બાઈડેન ઉમરને કારણે ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે અને ભારતીય મૂળના કમલા હેરીશ હવે તેને સ્થાને ચૂંટણી જંગમાં છે. ટ્રમ્પ અને બાઈડેન, બન્નેને ઉમર નડે છે. આમ છતાં ટ્રમ્પ હજુ ખસ્યા નથી. તેની સામે જૂના અનેક કાનૂની કેસો ચાલી રહ્યા છે.
અમેરિકા વિશ્વનો સૌથી આધુનિક વિચારસરણીવાળો દેશ ગણાય છે, મુકત સમાજ જીવન છે અને સામાજિક સંબંધોમાં બહુ જૂજ વિશ્વાસ રાખે છે. આ દેશની બીજી બાજુ એ પણ છે કે, અમેરિકાના મતદારો સામાન્ય રીતે દેશના વડા તરીકે મહિલાને પસંદ કરતાં નથી. આ વખતે પણ કમલાને તેનું મહિલપણું નડવાની જોરદાર શક્યતાઓ છે. અમેરિકાના ઇતિહાસમાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બન્યા નથી. અમેરિકાની ચૂંટણીઓમાં હવે ધીરે ધીરે બદીઓ ઘૂસવા લાગી છે. ટ્રમ્પ પહેલીવાર જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે તેની સામે ગરબડના આક્ષેપો થયા હતા. ૨૦૨૦ માં ચૂંટણી હાર્યા ત્યારે પણ મોટી ધમાલ થઈ હતી અને તેના સમર્થકો વ્હાઇટ હાઉસમાં ઘૂસી ગયા હતા.
વર્તમાન
વર્તમાન સમયમાં અમેરિકા અનેક વિવાદો અને નબળાઇઓથી ઘેરાયેલું છે. ત્યાં મંદી અને બેરોજગારીએ ભરડો લીધો છે. લાખો લોકો નિર્વાસિતો તરીકે ઘૂસી રહ્યા છે. દુનિયામાં ચાલતા સશસ્ત્ર જંગમાં તે પ્રણેતા હોવાની છાપ પણ છે. માનવ અધિકારોનો ભંગ કરતાં યુદ્ધમાં તે સતત ઉશ્કેરણી કરતું આવ્યું છે. અફઘાનિસ્તાન, યુક્રેન અને ઇઝરાઈલ યુદ્ધમાં તે સીધી રીતે ભાગીદાર છે. દેશમાં મંદી અને બેરોજગારી છે ત્યારે આવા ખર્ચાળ યુદ્ધમાં સામેલ ન થવું જોઈએ તેવો પ્રજામત છે.
નિશ્ચિત દિવસ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે નિશ્ચિત દિવસે જ થાય છે, જે ૧૮૪૫થી નવેમ્બરમાં પ્રથમ સોમવાર પછી પ્રથમ મંગળવાર યોજાય છે. જે ત્યાંની સમયબદ્ધતા દર્શાવે છે. આ વખતે ૫ નવેમ્બરે ચૂંટણી યોજાશે.
લાયકાત
અમેરિકાના બંધારણની જોગવાઈ અનુસાર પ્રમુખ તરીકે ચૂંટણી લડનાર વ્યક્તિ યુનાઈટેડ સ્ટેટ્સનો જન્મેલો નાગરિક હોવો જોઈએ, વય ઓછામાં ઓછી ૩૫ વર્ષની જોઈએ અને ૧૪ વર્ષથી યુનાઈટેડ સ્ટેટ્સનો રહેવાસી હોવો જોઈએ. ઉમેદવાર ૩૫ વર્ષનો થાય અથવા ૧૪ વર્ષનું રહેઠાણ પૂરું કરે તે પહેલાં પ્રચાર ઝુંબેશ ચલાવવાનું શરૂ કરી શકે છે, પરંતુ નિમણૂકના દિવસ સુધીમાં વય અને રહેઠાણની આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે. પ્રમુખ બે ટર્મથી વધુ સમય માટે ચૂંટાઈ શકતા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ જોન ટ્રમ્પનો જન્મ જૂન ૧૪, ૧૯૪૬ ના થયો હતો. તે એક અમેરિકન રાજકારણી, મીડિયા વ્યક્તિત્વ અને ઉદ્યોગપતિ છે જેમણે ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૫મા પ્રમુખ તરીકે સેવા આપી હતી.
પિતાએ તેમને ૧૯૭૧માં કૌટુંબિક રિયલ એસ્ટેટ બિઝનેસના પ્રમુખ બનાવ્યા. ટ્રમ્પે કંપનીનું નામ બદલીને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન રાખ્યું અને કંપનીને ગગનચુંબી ઈમારતો, હોટેલ્સ, કેસિનો અને ગોલ્ફ કોર્સના નિર્માણ અને નવીનીકરણ તરફ આગળ વધારી. ૧૯૯૦ના દાયકાના અંતમાં શ્રેણીબદ્ધ વ્યાપારી નિષ્ફળતાઓ પછી, તેણે નવા સાહસો શરૂ કર્યા. તેણે રિયાલિટી ટેલિવિઝન શ્રેણી ધ એપ્રેન્ટિસનું સહ-નિર્માણ કર્યું અને હોસ્ટ કર્યું. ટ્રમ્પ અથવા તેની કંપનીઓ અમેરિકામાં ૪ હજારથી વધુથી વધુ કાનૂની કાર્યવાહીમાં વાદી અથવા પ્રતિવાદી છે, જેમાં ૬ વ્યવસાયિક નાદારીનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે ૨૦૧૭ માં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સામે રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. મુલરની વિશેષ સલાહકાર તપાસમાં નક્કી થયું હતું કે રશિયાએ ટ્રમ્પની તરફેણ કરવા ૨૦૧૭ની ચૂંટણીમાં દખલ કરી હતી. ઝુંબેશ દરમિયાન, તેમની રાજકીય હોદ્દાઓને લોકવાદી, સંરક્ષણવાદી અને રાષ્ટ્રવાદી તરીકે વર્ણવવામાં આવી હતી. તેમની ચૂંટણી અને નીતિઓએ અસંખ્ય વિરોધને વેગ આપ્યો. અગાઉ લશ્કરી અથવા સરકારી અનુભવ વિનાના તેઓ એકમાત્ર યુએસ પ્રમુખ હતા. ટ્રમ્પે ષડયંત્ર સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમની ઝુંબેશ અને પ્રમુખપદ દરમિયાન ઘણાં ખોટા અને ભ્રામક નિવેદનો કર્યા હતા.
કમલા હેરીસ
કમલા દેવી હેરીસનો જન્મ ઓક્ટોબર ૨૦, ૧૯૬૪ ના થયો હતો. તે એક અમેરિકન રાજકારણી અને એટર્ની છે જે ૨૦૨૧થી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૯માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન હેઠળ સેવા આપે છે. હેરિસ વર્તમાન ચૂંટણીમાં રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. આફ્રો-જમૈકન અને તમિલ ભારતીય વંશની મહિલા (માતા શ્યામલા ગોપાલન) તરીકે, તે ઉપરાષ્ટ્રપતિ, કેલિફોર્નિયાના એટર્ની જનરલ અને સાનફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્નીની દરેક ઓફિસો સંભાળનાર પ્રથમ મહિલા, પ્રથમ બ્લેક અમેરિકન અને પ્રથમ એશિયન અમેરિકન છે. વધુમાં, ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી તેણીએ યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટમાં કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કર્યું. યુ.એસ.ના રાજકીય ઈતિહાસમાં તે સર્વોચ્ચ ક્રમાંકિત મહિલા અધિકારી છે.
નામાંકિત
અમેરિકન ઇતિહાસમાં કેટલાક પ્રમુખો નામાંકિત રહ્યા અને સમગ્ર દુનિયામાં તેની નોંધ લેવામાં આવી. પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન તેમાં એક છે. ત્યાર બાદ ૧૬માં પ્રમુખ અબ્રાહમ લિંકન, ૩૨મા પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, ૩૫મા પ્રમુખ જોહ્ન એફ. કેનેડી, ૩૭મા પ્રમુખ રિચાર્ડ નિક્સન, ૪૦માં પ્રમુખ રોનાલ્ડ રેગન, ૪૧મા પ્રમુખ જ્યોર્જ બુશ, ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટન, ૪૪મા પ્રમુખ બરાક ઓબામા નોંધનીય છે.
આ નેતાઓએ અમેરિકા અને દુનિયામાં પોતાની હાજરી પુરાવી. અમેરિકામાં પ્રમુખ બદલે, સત્તાધારી પક્ષ બદલે, પરંતુ અમેરિકા ફર્સ્ટનો નારો બદલતો નથી. અમેરિકા આર્થિક અને સામાજિક મહાસત્તા છે અને રહેશે. આજે દુનિયામાં તેના ચલણ ડોલરની આણ પ્રવર્તે છે.
શક્યતા
અમેરિકામાં વર્તમાન સમયમાં બે મોટા પરિબળ કામ કરે છે. (૧) અમેરિકામાં કમલા હેરિસ કરતાં ટ્રમ્પ હરિફાઈમાં આગળ છે કારણ કે ત્યાંનું મીડિયા અને ઉદ્યોગ ટ્રમ્પની તરફેણ કરે છે. ટ્રમ્પ તરંગી છે, પરંતુ બેરોજગારી અને મંદી નાથવા માટે તેમણે તેમના કાર્યકાળમાં સારું કામ કર્યું હતું. ચીન સામે તે ટક્કર લેવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ વર્તમાન પ્રમુખ જો બાઈડેનના સમયગાળામાં અમેરિકા નબળું પડ્યું હોવાનો મત છે. યુક્રેન અને ઇઝરાઈલ યુદ્ધને નિર્ણાયક મદદ કરી શક્યા નથી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કમલા હેરીસ મહિલા હોવાથી પણ જીતની શક્યતા ઘટી જાય છે. અમેરિકામાં પ્રમુખ તરીકે મહિલાના જીતની તકો ઓછી રહે છે.
વર્તમાન પ્રમુખ જો બાઈડન મોટી વયને કારણે વારંવાર વિવાદોમાં સપડાયા છે. તેમની યાદશક્તિ નબળી પડી છે. આમ છતાં હોદ્દા ઉપર ચીટકી રહ્યા છે. પક્ષના અનેક લોકોએ મનાવ્યા પછી ફરી ઉમેદવારી નોંધાવી નથી. તે વ્યક્તિગત રીતે તો બીજી ટર્મ માટે પણ ચૂંટણી લડવા ઇચ્છતા હતા.
મતદારો અને પક્ષો
અમેરિકામાં ૨૧૫ મિલિયનથી વધુ નોંધાયેલા મતદારો છે. ત્યાં રાજ્યવાર મતદાન ગણવામાં આવે છે. ભારતમાં લોકસભામાં દેશ માટે મતદાન કરવામાં આવે છે તેવી પદ્ધતિ નથી. ત્યાં ઇલેક્ટરોલ વોટ ગણવામાં આવે છે. ભારતમાં જે પક્ષને બહુમતી મળે તેના ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે, જ્યારે અમેરિકામાં પ્રમુખે જાતે નામજોગ ચૂંટાવું પડે છે. અમેરિકામાં લોકશાહી હોવા છતાં બે જ રાજકીય પક્ષો માન્ય છે. (૧) રિપબ્લિકન અને (૨) ડેમોક્રેટ. આ દેશ આધુનિક અને સદ્ધર હોવા છતાં ઇવીએમને બદલે મતદાન માટે કાગળના મતપત્રોનો ઉપયોગ કરે છે. નવા ચૂંટાયેલા પ્રમુખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ માં સત્તાના સૂત્રો સંભાળશે અને ચાર વર્ષ માટે હોદ્દા ઉપર રહેશે.
આ ચૂંટણી અમેરિકાના ૫૦ રાજ્યમાં યોજાઈ રહી છે. ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ૫૩૮ માંથી ઓછામાં ઓછા ૨૭૦ ઈલેક્ટોરલ કૉલેજ મત જીતવા માટે જરૂરી છે.
ભારતની જેમ અમેરિકામાં ચૂંટણી સમયે રોડ શો થતા નથી, જંગી જાહેરસભાઓ યોજાતી નથી. આપણાં જેવી ઉત્કંઠા કે ઉશ્કેરાટ પણ જોવા નથી મળતો. એક પીઢ રાષ્ટ્રની જેમ તે પ્રમુખ પસંદગીમાં પણ ધીર ગંભીર રહે છે. જો કે ટ્રમ્પના રાજકારણમાં પ્રવેશ પછી ઘણાં નાટકીય વળાંકો અને ઘટનાઓ આવી છે. આ વખતે ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલાનો ભય વધી ગયો છે. તેના ઉપર ગોળીબારની ઘટના પણ બની હતી. ત્યાં કોઈ પણ ઘટના કે દુર્ઘટનાને રાજકીય રંગ આપવામાં આવતો નથી. 'નોબત'ના વાચકો અને ચાહકો વતી અપેક્ષા રાખીએ કે અમેરિકાને આ વખતે મહિલા પ્રમુખ મળે. અમેરિકા આધુનિકની સાથે સાથે બહુ રૂઢિચુસ્ત દેશ છે, પોતાના સામાજિક વિચારો ઝડપથી બદલાતા નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને દિવાળી પર્વની હાર્દિક શુભકામના અને આગામી વર્ષ સુખમય નિવડે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયા અને ઇઝરાઈલ જંગે ચઢવાથી દુનિયામાં અશાંતિનો માહોલઃ ગાઝા, લેબેનોન અને યુક્રેનમાં વહેતી લોહીની નદી
આપણા માટે વર્તમાન વર્ષની કોઈ મોટા આનંદ પ્રમોદના વર્ષ તરીકે માનવતાની તવારીખમાં નોંધ લેવામાં આવશે નહીં. નબળા દેશોનું મોટા અને માથાભારે દેશો શોષણ કરી રહ્યાં છે. દુનિયાના અડધા દેશો દેવાના ડુંગર હેઠળ કચડાઈ રહ્યાં છે. અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન જેવા માલેતુજાર દેશો ગરીબો પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરે છે. જે નબળા દેશો કાબુમાં નથી રહેતા ત્યાં રાજકીય, સામાજિક, આર્થિક કે લશ્કરી અશાંતિ ઊભી કરે છે. સરવાળે પીડા તો નાના અને મજબૂર લોકોએ જ ભોગવવી પડે છે.
રશિયા જેવી મહાસત્તા અને પુતિન જેવા ખુંખાર નેતા ગુજરાત કરતાં નાના દેશ યુક્રેન સામે તલવાર વીંઝી રહ્યા છે. યુક્રેનમાં અમેરિકા પોતાના હિતો સાચવવા માટે હજારો લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યું છે. અમેરિકા અને અફઘાનિસ્તાન યુદ્ધનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. ભારત પણ વારંવાર આ બ્લડ બાથનો અનુભવ કરી ચૂક્યું છે. હવે માનવજાતે નવેસરથી વિચારવાની જરૂર છે. બળિયાના બે ભાગનો ન્યાય ભૂલવાની જરૂર છે. પરંતુ અફસોસ, આપણે ઇતિહાસમાંથી કશું શીખવા માંગતા જ નથી. ભગવાન બુદ્ધને લોકો ભૂલી ગયા છે. તે શાંતિના પહેલા બ્રાન્ડ એમ્બેસેડર હતા. મહાત્મા ગાંધી પણ અહિંસાના હિમાયતી હતા. પોતાની રક્ષા કરવી તે દરેક જીવનો અધિકાર છે. બીજા ઉપર હુમલો કરવાની સત્તા કોઈએ આપી નથી.
રામના સમયમાં પણ રાવણ હતો અને કૃષ્ણના સમયમાં પણ કંસ હતો. તો, આજે તો કલયુગ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ચલણમાં છે, આમ છતાં તેના હિમાયતી ઘણાં લોકો છે. જ્યારે ધૂતરાષ્ટ્ર અંધ બને છે ત્યારે મહાભારત થાય છે. ગાંધારી આંખે પાટા બાંધે છે ત્યારે પરિવાર બેફામ બને છે. સીતા જ્યારે સોનેરી હરણ પાછળ દોડે તો જ રાવણ પ્રવેશ કરી શકે છે! પાંડવોએ જુગારના ખેલથી દૂર રહેવું જોઈએ. પરંતુ સમય ભાન ભુલાવે છે. કોઈ યુદ્ધથી વિકાસ થયો નથી, વિનાશ જ થયો છે. મંથરા અને કૈકઈને આપણે રોલ મોડલ નથી બનાવતા. બાળકોના નામ પણ કંસ, રાવણ, મંથરા નથી રાખતા, તો પછી વિચારો કેમ કંસ અને મંથરા જેવા રાખીએ છીએ? લડાઈ એ ઉકેલ નથી, શસ્ત્ર પોતાની સલામતિ માટે રાખી શકાય, પરંતુ હુમલા માટે નહીં!
યુદ્ધ
ઇતિહાસ જોતાં જણાશે કે, યુદ્ધથી જીત થતી નથી, માત્ર વિનાશ જ થાય છે. મહાભાતનું યુદ્ધ ૧૦૦ કૌરવો પણ જીતી શક્યા નહોતા! રાવણ પણ વાનર સેના સામે વામન થઈ ગયો હતો. બ્રિટિશરો પણ ગાંધીજી સેના સામે લાચાર હતા. વિશ્વના ત્રણ મહાશક્તિશાળી દેશો, અમેરિકા, રશિયા અને બ્રિટન છેલ્લા પાંચ દાયકામાં એક પણ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી શક્યા નથી. રશિયા એ અફઘાનિસ્તાનમાં લડાઈ કરી અને શરમજનક રીતે ભાગવું પડયું! આ યુદ્ધ પછી રશિયા ભાંગી પડ્યું અને મહાસત્તાનો હોદ્દો છીનવાય ગયો. રશિયા અફઘાનિસ્તાનમાં જીતી એશિયામાં ઘૂસવા માંગતુ હતું, પરંતુ પોતે જ ખોવાઈ ગયું! તેની અર્થવ્યવસ્થા પડી ભાંગી. પરંતુ જેનો સ્વભાવ જ લડવાનો હોય તેને કોણ સુધારી શકે? હવે તે યુક્રેન સામે જંગે ચડ્યું છે. બે વર્ષમાં તો હજુ કાઈ ઉકાળી શક્યું નથી! તેને હંમેશાં અમેરિકાથી મોટા થવાનો મોહ છે.
રશિયા મૂળભૂત રીતે ખનિજો અને પ્રવાસન સ્થળોથી ભરપૂર દેશ છે. તે વિશ્વનો બીજા નંબરનો ઓઇલ ઉત્પાદક દેશ છે. અનાજ અને દવા બાબતે આત્મનિર્ભર દેશ છે. ટૂંકમાં તે સમૃદ્ધ દેશ છે, પરંતુ યુદ્ધના ચાળે ચડી બરબાદ થઈ રહ્યો છે. હિમાચ્છાદિત પ્રદેશો અને વૉડકા માટે પ્રસિદ્ધ છે. બરફના ઘર ઇગલું માત્ર આ દેશમાં જ માણી શકાય. રશિયા સામ્યવાદી દેશ છે. ચીન પણ સામ્યવાદને માને છે, પરંતુ બન્ને સામ્યવાદી દેશને હુંફાળા નહીં પરંતુ સ્વાર્થના સંબંધો છે. ચીન પણ આ દેશમાં પોતાનો માલ વેંચવામાં હજુ સફળ નથી થયું. યુક્રેન સાથે લડાઈ પછી તે થોડું ચીન પ્રત્યે નરમ પડયું છે. રાશિયાનો પ્રથમ દુશ્મન અમેરિકા છે. મૂડીવાદી અમેરિકા જગત જમાદાર તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ તેની જમાદારી હજુ બહુ જામતી નથી. અમેરિકાના વડપણ હેઠળના 'નાટો' સંગઠનમાં જોડાવાની યુક્રેનની દાનત જ યુદ્ધનું કારણ બની છે. કારણ કે આ સંગઠનમાં યુક્રેન જોડાય તો અમેરિકાની સેના કાયમ માટે રશિયાની સરહદ ઉપર ગોઠવાય જાય તે રાશિયાને પસંદ નથી.
પરિણામ
ધરતી ઉપર ખેલાયેલા તમામ યુદ્ધોના પરિણામો વિપરીત રહ્યા છે. અમેરિકા દુનિયામાં સુપર પાવર તરીકે ઓળખાય છે, પરંતુ હજુ સુધી કોઈ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી શક્યું નથી. રશિયા પણ અફઘાનિસ્તાન પછી હવે યુક્રેનમાં ભરાઈ પડ્યું છે. અમેરિકા આર્થિક રીતે પગભર છે, ટેકનોલોજી પણ સારી છે, પરંતુ તેને દુનિયા ઉપર રાજ કરવું છે, તેમાં રશિયા અને ચીન નડે છે. તેથી વારંવાર આ બન્ને દેશોને ભીડવવા ખેલ કરે છે. યુક્રેન યુદ્ધ પણ તેના દિમાગની ઉપજ છે. અમેરિકા શકુની જેવું લુચ્ચું છે. રાવણ પાસે જેમ સોનાની લંકા હતી તેમ અમેરિકા પણ સોનાની લંકા છે. તે અફઘાનિસ્તાનમાં બે દાયકા સુધી લડયું, અને કોઈ પરિણામ વગર પાછું ફર્યું! અમેરીકાએ અફઘાનિસ્તાનમાં લડવા ઉપર એટલો જંગી ખર્ચ કર્યો કે, તે રકમમાંથી આફ્રિકા, ઇથોપિયા, લિબિયા, ઘાના, જેવા ભૂખમરાથી પીડાતા દેશોના તમામ લોકોને આખી જિંદગી કાજુ, બદામ ખવડાવી શકાય! પરંતુ તેને લડવાનો શોખ છે, અને આખી દુનિયામાં યુદ્ધ કરે છે અથવા કરાવે છે.! અમેરિકા સામે શીંગડા ભરાવવા યુરોપના દેશોએ યુરો નામનું ચલણ ડોલર સામે અમલમાં મૂક્યું હતું. પરંતુ અમરિકાની દાદાગીરીને કારણે યુરો ડૂબી ગયો. સિરીયા, ઈરાક, ઈરાન, અફગાનિસ્તાન, પેલિસ્તાઈન સહિત ૭૫% દુનિયામાં અમેરિકાએ ખાંડાં ખખડાવ્યા છે. અને હજુ યુક્રેનમાં યુદ્ધ જોઈને તેને મજા આવે છે. અમેરિકાને કાયમ ચીનને પાડી દેવાના સપના આવે છે. પરંતુ મેળ પડતો નથી.
પીડા
તમામ સંઘર્ષોમાં પીડા સામાન્ય લોકોના ભાગે જ આવે છે. લેબેનોન, ગાઝા, યુક્રેનમાં મધ્યમ અને ગરીબ વર્ગ તબાહ થઈ ગયો. ધનિકો તો દેશ છોડી ભાગી ગયા છે.
ચીન પ્રોક્સી વોર ખેલી રહ્યું છે. હજુ સુધી એકપણ યુદ્ધ લડવાનો અનુભવ નથી. તે માત્ર વ્યાપાર યુદ્ધ જ લડે છે. તે પોતાના ધંધામાં જ વ્યસ્ત છે. આખી દુનિયામાં સસ્તો માલ વહેંચી કમાણી કરે છે. ચીન આર્થિક મહાસત્તા છે. વિશ્વની બીજા નંબરની સૈન્ય સત્તા છે. હોંગકોંગ અને તાઈવાન મામલે તેને પણ લાલચ છે. પરતું દ્રાક્ષ ખાટી છે! અમેરિકામાં મેડિકલ દવાના પ્રથમ પરીક્ષણો વાંદરાઓ ઉપર કરવામાં આવે છે. આ વાંદરા અમેરિકાને ચીન પૂરા પાડે છે. ભારતમાં બનતી દવાઓનો ૭૫% કાચો માલ ચીનથી આવે છે. ઇલેક્ટ્રોનિક માલસામાનમાં પણ ભારત ચીન ઉપર નિર્ભર છે. ગાવલાન ઘાટીમાં ચીન સાથે અથડામણ થતાં ભારતમાં ચીની માલના બહિષ્કાર માટે ઝુંબેશ ચાલી હતી, પરંતુ થોડા સમયમાં તે પડી ભાંગી હતી. કોઈને પણ યુદ્ધ પાલવે તેમ નથી. લડાઈ એ હવે મૂર્ખાઓનો શોખ છે! અને મહામૂર્ખ લોકો તે શરૂ કરે છે.
હવે યુદ્ધ એ જ કલ્યાણ નથી. વાણિયો વેપાર કરે, લડાઈ ના કરે! મહાભારતથી લઈ યુક્રેન સુધીના યુદ્ધના પરિણામો જોતાં જણાશે કે, બરબાદી સિવાય કાંઈ નથી! અફઘાનિસ્તાન ક્યારે પગભર બનશે તે નક્કી નથી. જોકે બીજી તરફ અમેરિકા, રશિયા અને ચીન નાના દેશોને પોતાના ખંડિયા દેશ બનાવવા માંગે છે. તે પરિસ્થિતિ પણ ખોટી છે. યુક્રેન જો અમેરિકા સાથે જોડાય તો રશિયા માટે ખતરો બને, આમ રશિયાના આક્રમણને પણ તદ્દન ખોટું ના કહી શકાય! કાશ્મીર પણ માથાનો દુખાવો છે. તે ભૌગોલિક કરતાં રાજકીય રીતે બગાડેલો કેશ છે. જોકે, ભારત અને પાકિસ્તાન બન્ને પૂર્ણ કક્ષાના યુદ્ધથી દૂર રહે છે, તે બંનેનાં લાભમાં છે.
શાંતિ
વિશ્વમાં શાંતિદૂતો અલોપ છે. શાંતિની અપીલો કોઈ સાંભળતું નથી અને માનતું પણ નથી. આપણાં વડાપ્રધાન રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોમાં મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ દાળ ગળતી નથી. શાંતિના પારેવા લોહીથી લથબથ તરફડે છે.
શાંતિ માટેના મુખ્ય પરિબળોમાં સૂચારૂ વ્યવસ્થા, રોજગારી, શાંતિ અને રાજકીય સ્થિરતા મહત્ત્વના છે. દુનિયામાં આ તમામ પરિબળો નબળા પડી રહ્યાં છે. રાજકીય અસ્થિરતા, બેકારી, મોંઘવારી, ભૂખમરો વ્યાપી રહ્યો છે. દુનિયાના અડધાથી વધુ દેશો કંગાળિયતની કગાર ઉપર છે. જ્યાં તેના જી.ડી.પી. કરતાં દેવાનું પ્રમાણ વધુ છે. ભારતના પડોસી દેશો જ આનું ઉત્તમ ઉદાહરણ છે. લાખો લોકો સુખની શોધમાં અમેરિકા, બ્રિટનમાં ગેરકાયદે ઘૂસવા માંગે છે. આફ્રિકા, બાંગલાદેશ, યુક્રેન, ગાઝા જેવા અનેક વિસ્તારોમાંથી મોટા પાયે હિજરત થઈ રહી છે. ૨૦૮૦ નું વર્ષ અસુખનું વર્ષ ગણી શકાય.
દુનિયામાં જેટલા પણ સંઘર્ષો ચાલે છે તે શાંતિ માટે ચાલે છે તે પણ બહુ કરુણાજનક છે. અનાજના ગોદામો કરતાં શસ્ત્રોના ગોદામો મોટાં અને વ્યાપક થઈ રહ્યાં છે. ભારતીયો પણ કેનેડા, અમેરિકા, બ્રિટન તરફ વધુ આકર્ષણ ધરાવે છે. ભારત પણ વસ્તી વધારાથી ખદબદતો દેશ બની રહ્યો છે. ભારતમાં શાંતિના પારેવા પરેશાન છે.
યુદ્ધ કે સંઘર્ષ કોઈના હિતમાં નથી. દુનિયામાં શાંતિ સ્થાપવા માટે એક નહીં અનેક ફરીસ્તાઓની જરૂર છે. વ્યક્તિ, સમાજ કે દેશ.. યુદ્ધ કોઈના લાભમાં નથી!
'નોબત'ના વાચકો અને ચાહકો શાંતિના માર્ગ ઉપર ચાલે અને અશાંતિ સર્જાતાં તત્ત્વોને જાકારો આપે તેવી અભ્યર્થના. આગામી વિક્રમ સંવત ૨૦૮૧ ના વર્ષમાં સંપ અને સુલેહનું વાતાવરણ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કળયુગમાં અત્ર, તત્ર, સર્વત્ર વ્યાપક રાવણને ક્યાં, ક્યારે અને કેવી રીતે મારશો?
દશેરાના દિવસે રાવણ મળશે, તો મારશોને..
કળયુગમાં રાવણના પૂતળાં બાળીને જ સંતોષ માનવો પડે છે! સતયુગમાં તો રાવણને ઓળખી શકાયો હતો, લંકામાં રહેતો હતો, રાક્ષસ કુળનો હતો, સીતા માતાનું હરણ કર્યું હતું, બહુબલી હતો, દસ માથાં હતા.. વગેરે વગેરે. સાદી ભાષામાં કહોતો, જ્યાં સુધી તેણે સિતાનું અપહરણ નહોતું કર્યું ત્યાં સુધી તે ઓઝલમાં હતો. સંસારના નેપથ્યમાં જીવતો હતો. ઋષિમુનિઓને પરેશાન કરતો હતો. રાવણ કરતાં તેના રોટલીયાઓનો વધુ ત્રાસ હતો. રાવણના બહેન-ભાઈ પણ હાહાકાર મચાવતા હતાં. રાવણનો ભાઈ શહસ્ત્ર મુખ રાવણ તો રાવણના મોત બાદ પણ રામને નડતો હતો. તેને તેની બહેન સુપર્ણખાં સતત ઉશ્કેરતી હતી. ભાઈ- બહેનના દૂષ્પ્રચારને કારણે રામે સગર્ભા પત્ની સીતાને વનમાં મોકલી દીધી હતી. નારાયણ સ્વરૂપ રામને જો ઢગલાબંધ તકલીફોનો સામનો કરવો પડ્યો હોય તો, વિચારો કે, મારા તમારા જેવા સામાન્ય લોકોના કેવા કેવા બેહાલ થતા હશે?
ભગવાન શ્રીકૃષ્ણે સંભવામી યુગે યુગેનું વચન આપ્યું, પાળ્યું કે નહીં તે ખબર નથી, પરંતુ રાવણ હજુ ધરતી ઉપર અડીખમ છે કારણ કે ૨૧મી સદીમાં વૃત્તિના રાક્ષસો બેફામ બન્યા છે.
બહુરૂપી
રાક્ષસો માયાવી હોય છે, વારંવાર સ્વરૂપ બદલી શકે છે. જેવી જરૂર પડે તેવો વેશ ધારણ કરી શકે છે. છળ કપટમાં માહીર હોય છે. સીતા માતાના હરણ સમયે રાવણ સાધુ બન્યો અને મારીચ સોનેરી મૃગ બન્યો હતો! રામને પણ મોહાંધ કરી શક્યો હતો. ભગવાન શિવને પણ ખુશ કર્યા હતા. નવગ્રહો તેના દાસ હતા. રાવણના પુત્રએ દેવોના દેવ ઇન્દ્રને પરાજિત કરી દીધા હતા. વિશ્વકર્માએ દેવો માટે બનાવેલી સોનાની લંકા રાવણે પચાવી પાડી હતી. આકાશ, ધરતી અને પાતાળમાં તેનું, તેના પરિવારનું અને મળતીયાયોનું એકચક્રી શાસન હતું.
આપણે તેની બહુ કથા કરવી નથી. પરંતુ એટલું તો યાદ રાખવું જ પડશે કે, રાવણ અભિ મરા નહીં, ઓર કભી મરેગા ભી નહીં!
૨૦૨૧
આવતીકાલે વિજયાદશમી છે. પરંપરાગત રીતે દરેક ગામ, શહેરોમાં રાવણ દહન કરવામાં આવશે. મનના અને વિચારોના રાવણને મારો જેવા ઢગલાબંધ સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતા રહેશે. સાચી વાત છે, સાચા રાવણને મારી શકવાની આપણી નૈતિક કે શારીરિક તાકાત કે હિંમત બચી નથી. ત્યારે એક રાવણ હતો, આજે કરોડો, અબજો રાવણ ભટકી રહ્યાં છે. નિશ્ચિત સ્વરૂપ કે દેખાવ નથી, કે તેને ઓળખી શકીએ. દશેરાના દિવસે કયા રાવણને મારશો? કેટલાં રાક્ષસોને મારશો? જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી રાવણનું અસ્તિત્વ છે. હવનમાં હાડકાં નાખવાવાળા વધી રહ્યાં છે. ચોરી, ચપાટી, લૂંટ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, દેખાદેખી, ભેળસેળ, કાળાબજાર, ખૂન જેવી અધમ પ્રવૃત્તિઓ કરનાર બધા વર્તમાનમાં રાવણ જ છે. વર્તમાન રામાયણ લખવા માટે વેદવ્યાસ પણ ટૂંકા પડે તેમ છે. શું લખે? કેવું લખે? કેટલું લખે? કોના વિશે લખે? ક્યારે લખે? એક રાવણ હતો માટે લખી શકાયું, લાખો કરોડો નરાધમોની અટપટી માયાજાળ તો શબ્દોમાં કેમ વ્યક્ત કરવી?
રામ તો નારાયણ અવતાર હતા છતાં તે છળ કપટમાં અટવાઈ જતા હતા, રામ સાથે બનતી ઘટનાઓ બાબતે કૈલાશમાં પાર્વતી માતા વારંવાર શિવજી સમક્ષ મુંઝવણ રજૂ કરતાં હતા, દરેક સમસ્યાના જવાબમાં ભગવાન શિવજી કહેતા હતા કે, દેવી, નારાયણે માનવ અવતાર લીધો છે એટલે મુશ્કેલીઓ તો રહેશે જ. ભગવાન રામ પણ ધરતી ઉપર અનેક સમસ્યાઓ, કુટિલતા, સ્વાર્થ, લાગણીઓનો ભોગ બન્યા જ હતા. મર્યાદા પુરૂષોત્તમના લેબલને કારણે પારિવારિક વિટંબણાઓ પણ ભોગવી. રામની સાથે હનુમાન અને વિભીષણ ન હોત તો લંકા વિજય કપરો હોત!
હું, તમે અને આપણે તો નારાયણ અવતાર નથી, મર્યાદા પુરષોત્તમ નથી, દૈવી શક્તિઓ નથી, હનુમાન અને વિભીષણ ક્યાં છે તે ખબર નથી.. તો રાવણ વધ કે લંકા વિજય કેવી રીતે, ક્યારે મળશે તે નિશ્ચિત નથી.
ઉપાય
રાવણ વૃત્તિને નાથવાના અનેક ઉપાયો છે. અશક્ય નથી પરંતુ દુષ્કર જરૂર છે. પ્રથમ સમસ્યા એ છે કે, વર્તમાન સમયમાં રાવણને ઓળખવો કેવી રીતે? કયા કર્મોને આધારે રાવણ છે તે નક્કી કરવું? રાવણ નક્કી કરવાના માપદંડો શું? કયા માપદંડોને વ્યાજબી ગણવા? લૈલા મજનૂ ફિલ્મમાં લતા મંગેશકરનું ગીત હતું કે, જિસને પાપ ના કિયા હો, વહ પહેલા પથ્થર મારે. આપણામાં નાની, મોટી લોભ, લાલસા, ગંદકી ભરી પડી છે, જે આપણી પોતાની જાતને જ નાનો મોટો રાવણ બનાવવા પૂરતી કાફી છે. જ્યાં સુધી જાતે મર્યાદા પુરુષોત્તમ નહીં બનીએ, ત્યાં સુધી રાવણ ઉપર અમોઘ શસ્ત્ર છોડવાનો અધિકાર નથી.
કુટિલતા, સ્વાર્થ, લોભ, ચોરી, લૂંટ, અનૈતિકતા છોડવી પડશે. જો કે, રાવણ પણ મૃત્ય પર્યંત આ બધું છોડી નહોતો શક્યો. માણસ મરે છે, ત્યાં સુધી વૃત્તિ છૂટતી નથી.
પ્રાચીન સમયથી સજ્જનો વીંધતા રહ્યાં છે. ગાંધીજીને ગોળીથી હણી નાખવામાં આવ્યા, ઈશુને શૂળી ઉપર ચઢાવી દેવામાં આવ્યા, ઈન્દિરાજીને પણ અપમૃત્યુ મળ્યું, સોક્રટીસને પણ હળાહળ ઝેર આપવામાં આવ્યું હતું, ભીષ્મ પણ બાણ શૈયા ઉપર પીડા ભોગવી મૃત્યુને પામ્યા હતા. દ્રોપદીના વસ્ત્રોનું ભરી સભામાં હરણ કરવામાં આવ્યું હતું. જે જે જીવો નબળા પડ્યા તેમને માથાભારે માણસો દ્વારા પોતાના હિતો માટે અપમાનિત કરવામાં આવ્યા અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા!
રાવણ વૃત્તિને નાથવાનો સાદો અને સરળ ઉપાય એ જ છે કે, આપણે આસુરી કામોમાં ભાગીદાર ન બનવું.
રાવણ
રાવણ એક બૌદ્ધિક અને શૂરવીર વ્યક્તિ હતો. મારા અભ્યાસ મુજબ એ સમયમાં કદાચ તે જ્ઞાન અને બળમાં શિરમોર હતો. માત્ર તેની વૃત્તિ એ જ તેને બદનામ કરી દીધો. રાવણમાં પણ અનેક ગુણો હતા. રાવણ, સારસ્વત બ્રાહ્મણ મહર્ષિ પુલસ્ત્ય ઋષિના પૌત્ર અને વિશ્રવનો પુત્ર, ભગવાન શિવનો મહાન ભક્ત, પ્રખર રાજનેતા, મહાન અને પરાક્રમી યોદ્ધા, અત્યંત શક્તિશાળી, શાસ્ત્રોનો નિષ્ણાત, મહાન વિદ્વાન હતો. રાવણના શાસન દરમિયાન લંકાનો મહિમા ચરમસીમાએ હતો અને તેણે પોતાના મહેલને સંપૂર્ણ રીતે સોનેરી અને ચાંદીનો બનાવી દીધો હતો, તેથી તેના લંકા શહેરને સુવર્ણ લંકા અથવા સોનાનું શહેર પણ કહેવામાં આવે છે. રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે મંદોદરીનો જન્મ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં થયો હતો. ત્યાં મહારાજા રાવણજીની આજે પણ પૂજા થાય છે અને રાવણની ચાવરી ત્યાં જ છે, જ્યાં રાવણના લગ્ન થયા હતા. રાવણના ત્રણ ભાઈઓ હતા જેઓ કુંભકર્ણ અને વિભીષણ હતા જો કે, પરાશર સંહિતા અને અદ્ભુત રામાયણ અનુસાર, રાવણનો એક મોટો ભાઈ હતો જેનું નામ શતાનન રાવણ અથવા સહસ્ત્રાન હતું અને પરાશર સંહિતા અને અદ્ભુત રામાયણ અનુસાર, સહસ્ત્રાનને માતા સીતાએ ભદ્રકાલીના રૂપમાંના રૂપમાં માર્યો હતો.
બીજી માન્યતા અનુસાર રાવણના લગ્ન મય રાક્ષસની પુત્રીઓ સાથે થયા હતા. તેમના નામ મંદોદરી અને દમ્યામાલિની હતા. મંદોદરીથી તેને મેઘનાદ અને અક્ષયકુમાર નામના બે પુત્રો હતા અને દમ્યામાલિનીથી તેને અતિકાયા, ત્રિશારા, નરાંતક અને દેવંતક નામના ચાર પુત્રો હતા. તેમાંથી અક્ષયકુમાર, ત્રિશારા અને નરાંતકનો વધ ભગવાન શિવના અવતાર હનુમાનજીએ કર્યો હતો. નાગરાજ અનંતના અવતાર લક્ષ્મણજી દ્વારા મેઘનાદ અને અતિકાયાની હત્યા કરવામાં આવી હતી અને દેવંતકની હત્યા વાનર રાજા બાલીના શક્તિશાળી પુત્ર અંગદ દ્વારા કરવામાં આવી હતી, જે ઇન્દ્ર અને રિક્ષારાજના પૌત્ર હતા.
આજના સમયમાં માથાભારે અને ધનિક લોકો રોટલીયા રાખે છે. જે પોતાના બોસના હિતો સાચવે છે અને રક્ષા કરે છે. રાવણના રાજમા પણ આવા નાના-મોટા રોટલીયાઓ અસ્તિત્વ ધરાવતા હતા જેનો બહુ ત્રાસ હતો. સત્કાર્યોમાં વિઘ્ન નાખતા હતા. આજે પણ હવનમાં હાડકાં નાખવા લોકોક્તિ પ્રચલિત છે.
આસુરી વિચારો
આજે પણ રાવણ હજુ જીવે છે. માણસના મગજના એક ખૂણામાં આસુરી વિચારો ચાલતા જ રહે છે. રાવણને બદનામ કરનાર લોકો, રામનું જીવન જીવતા નથી. ચોરી, પરપીડન, ત્રાસવાદ, છેતરપિંડી, લૂંટ, બળજબરી આજે પણ વ્યાપક છે. આ બધા રાક્ષસના લક્ષણો છે. રાવણ તો કારણો સાથે યુદ્ધે ચડયો હતો, આપણે તો કારણ વગર, સ્વાર્થ, દેખાદેખી, લોભ, લાલચથી સજ્જનો સાથે યુદ્ધે ચડી ગયા છીએ. આપણાં અંદર વસતા રાવણને મારો, જે લગભગ અશક્ય છે. ભોળાને મૂર્ખ અને સજ્જનને નિર્બળ ગણવામાં આવે છે. અત્યારે પણ અત્યાચાર અને અશાંતિ વ્યાપક છે. રાવણ અને મંથરા બન્ને હાજરા હજુર છે. રામ તો શોધ્યા જડતા નથી! અહીં નિરાશાજનક વાતો કરવાનો જરા પણ ઇરાદો નથી. પરંતુ ક્યારેક, તમે એકલા બેસી, વિચારજો કે, તમારા મગજમાં કેટલા કલુષિત વિચારો ભર્યા છે.
વિશ્વમાં ઠેર ઠેર યુદ્ધો વિનાશ વેરી રહ્યાં છે. નાના અને ક્ષુલ્લક કારણો માટે રશિયા, અમેરિકા, ઇઝરાઈલ યુદ્ધમય છે. તાલિબાનો અને હમાસ પણ કાળો કેર વાર્તાવે છે. કરુણતા એ બાબતની છે કે, દુનિયામાં બધા શાંતિ અને વિકાસ માટે જંગે ચડયા છે!
રાવણના મર્યા પછી લંકાનું શું થયું? વિભીષણ લંકાપતિ બન્યા પછી શું? અમેરિકા અને રશિયાએ અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યા બાદ શું થયું? શાંતિ, વિકાસ મળ્યા? ગાઝાને ખેદાનમેદાન કર્યા પછી શું ઇઝરાયલ શાંતિથી જીવી શકશે? ભેળસેળ, ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટફાટ કર્યા પછી અમરત્ત્વ પ્રાપ્ત થશે?
આ બધા સવાલોના જવાબો ના છે. રાવણ વિચારો સ્વરૂપે અમર છે. રાવણ જ શું કામ? કૌરવો, શકુની, મંથરા અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે.
આગામી સમય અને નવા વર્ષમાં 'નોબત'ના વાચકોને સદવિચાર પ્રાપ્ત થાય, રામ અને ક્રૃષ્ણ જેવા ઉમદા વિચારોનો અમલ કરવાની શક્તિ પ્રાપ્ત થાય, અનિષ્ઠ સામે લડવાનું બળ મળે તેવી માતાજીને પ્રાર્થના.
-પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નવરાત્રિ ઈંધણાથી શરૂ કરી ચાર ચાર બંગડીવાળી ગાડી સુધી પહોંચી ગયા છેઃ નફાખોરી નહીં પરંતુ પોષણક્ષમ નફો આવકાર્ય છે
ર્માં નાં નોરતાં ગરબે ઘૂમી રહ્યાં છે. ભક્તિનું સ્વરૂપ હવે ધરમૂળથી બદલી ગયું છે. ઘેર ગવાતા બેઠા ગરબા હવે ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. માતાજીની ભક્તિમાં વળી ટિકિટ, દૈનિક પાસ કે સિઝન પાસ કેવા? જે આવે તે રમે, ન રમે તે જોઈને માણે! કોલ્ડ પ્લેની ટિકિટ હોય તે સમજ્યા, પરંતુ આરાધ્ય માતાજી માટે પણ ટિકિટ બુક કરાવવી પડે તે જરા અજુગતું લાગે છે. ધાર્મિક મેળાવડાઓ મનોરંજન બને તે બહુ દુઃખદ છે. ઘણી જગ્યાઓએ નવરાત્રિના આયોજન સ્થળે માતાજીના ફોટા કરતાં નટ-નટીઓના મોટાં બેનરો જોવા મળે છે. કલાકારો આવે તે આવકાર્ય છે પરંતુ નટ નટીઓનો પ્રચાર ન કરવો જોઈએ. ભક્તિના કોઈ પણ સ્વરૂપમાં નફો ધ્યેય હોય તે કોઈ પણ રીતે ચલાવી ન શકાય. પોષણક્ષમ નફો આવકાર્ય છે પરંતુ નફાખોરી ન ચાલે. આપણે હવે જાગૃત થવાની જરૂર છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર પણ ધાર્મિક કાર્યોમાંથી વકરાનું વિરોધી છે. ચાલો.. માનાં નોરતાને અર્થલક્ષીને બદલે ધર્મલક્ષી બનાવીએ.
ર્માં ના ગરબા ચારે દિશામાં ગુંજી રહ્યા છે. પ્રાચીન સમયમાં તો આસો સુદ એકમના દિવસે જ માતાજીનો નાદ ગુંજવા લાગે. હવે સમય બદલી ગયો છે. ૨૧ મી સદીમાં વેલકમ નવરાત્રિથી ગુડબાય નવરાત્રિ સરેરાશ એક મહિનો ચાલે છે. અમેરિકા, બ્રિટન જેવા વિદેશી સ્થળો ઉપરતો બહુ લાંબો ચાલે છે. ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, અતુલ પુરોહિત, આદિત્ય ગઢવી જેવા મોટા કલાકારો નવરાત્રિ શરૂ થતાં ભારતમાં પરત આવી જાય છે.
નવરાત્રિ હવે અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરતો તહેવાર બની ગયો છે. વિદેશમાં ગુજરાતી કલાકારો અને ખેલૈયાઓ બે માસથી ધૂમ મચાવી રહ્યા છે. નવરાત્રિના કલાકારો અને આયોજનો પણ કોર્પોરેટ બની ગયા છે! ગુજરાતી નવરાત્રિ ઈંધણાથી શરૂ કરી ચાર ચાર બંગડી વળી ગાડી સુધી પહોંચી ગયા છે! પરંપરાગત રસ ગરબાના સ્થાને હવે પોપ, રેપ અને વેસ્ટર્ન કૃતિઓ લખાય છે, ગવાય છે.
ગુજરાતી લોક ગાયન ક્ષેત્રે દિવાળીબેન ભીલનું મોટું નામ. પ્રારંભમાં જૂનાગઢની સ્થાનિક ગરબીઓ અને નાના કાર્યક્રમોમાં લોકગીતો ગાતાં હતા. તે સમયે સાદગી અને ભક્તિનું પ્રમાણ બહુ મોટું રહેતું હતું. કોઈ નફાનું લક્ષ્ય નહીં. પ્રાચીન ગરબાનું મહત્ત્વ. સોના ઈંઢોણી, ને રૂપાનું બેડલું જેવા ભક્તિ ગીતો ઉપર ગરબા થતા હતા. ચાચર ચોકમાં ર્માં ગરબે રમે, પાવા તે ગઢથી ઉતર્યા મહા કાળી રે, માતાજીનો ગરબો રૂમે ઝૂમે જેવા લોક ગીતો ગવાતાં હતાં. સાજિંદા પણ હાર્મોનિયમ. તબલાં, મંજીરાં સુધી સીમિત હતા. જૂનાગઢમાં સૂચક બંધુ પણ લોકોને અકર્ષતા હતા.
ગુજરાતમાં લગભગ તમામ ગરબીમાં સ્થાનિક કલાકારો જ ગરબે રમાડતા હતા, એક તાલી, બે તાલી. ટિપ્પણી, હીંચ જેવા નૃત્યના પ્રકાર હતા. ત્યારે ફ્રી સ્ટાઈલ જેવું કશું હતું નહીં. પોરબંદરમાં મેર રાસ પ્રસિદ્ધ હતા, આજે પણ છે. રોજ ગરબા પૂરા થયા પછી દાતા તરફથી દૂધ અને નાસ્તો રમનાર બાળાઓને આપવામાં આવતો હતો. છેલ્લાં દિવસે બાળાઓને લહાણી આપવામાં આવતી હતી.
દિવાળીબેન પછી બીજું સેલિબ્રિટી નામ આવ્યું, પ્રફુલ દવેનું. સાત હજાર ગુજરાતી ગીતો ગાવાનો રેકોર્ડ તેમના નામે છે. મણિયારો અને મારું વનરાવન છે રૂડું થી તેને લોકપ્રિયતા મળી. તેમણે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં કલા રજૂ કરી. પ્રસિદ્ધ ગાયિકા ભારતીબેન કુંચલા તેમના પતિ. ગુજરાતી ગરબા દેશ બહાર લઈ જવાનું શ્રેય આ દંપતીને ફાળે જાય છે.
વાઇબ્રન્ટ નવરાત્રિ
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રિ દરમ્યાન વાઇબ્રન્ટ નવરાત્રિ અમદાવાદમાં ભવ્ય અને કલાત્મક રીતે ઉજવવામાં આવે છે. હવે આ રંગારંગ ભક્તિ કાર્યક્રમ બીજા રાષ્ટ્રીય પર્વોની જેમ જિલ્લા કક્ષાએ યોજાય તે જરૂરી છે.
ઉત્પત્તિ
ગરબાની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ગરભ પરથી થઈ છે જેનો અર્થ થાય છે ગર્ભ. પરંપરાગત રીતે, તે નવ દિવસીય નવરાત્રિ ઉત્સવ દરમિયાન નૃત્ય પણ કરવામાં આવે છે, જેને ગરબા તરીકે ઓળખવામાં આવે છે, જે દર વર્ષે અશ્વિન મહિનામાં યોજાય છે. ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે અને તે નવરાત્રિની ઉજવણી દરમિયાન કરવામાં આવે છે. ગીતોની થીમ દેવી દુર્ગાના નવ સ્વરૂપની આસપાસ છે.
ડાયરા અને ગરબા
કેટલાક ડાયરાના ગાયકો ગરબાના રવાડે ચડયા છે. ડાયરો અને ગરબા બન્ને જુદી જુદી અભિવ્યક્તિની કલા છે. વાસ્તવમાં કિર્તીદાન કે ઇશર દાન ગરબામાં જમાવટ ના કરી શકે, અને ફાલ્ગુની પાઠક કે કિંજલ દવે ડાયરો જમાવી ન શકે! ડાયરામાં પ્રેમ, ભક્તિ કે શૂરવીરતાની વાતો લોક ગીતોની વચ્ચે વણી લઈ રજૂઆત કરવામાં આવે છે. જ્યારે ગરબા માત્રને માત્ર માતાજીની ભક્તિ માટે સતત લય અને તાલ સાથે રજૂ કરવામાં આવે છે. ડાયરામાં ચાચર ચોક ન આવે અને ગરબામાં કાદુ મકરાણી ન આવે. પરતું હવે ડાયરા અને ગરબામાં ભેળસેળ થઈ ગઈ છે.
ગુજરાતી ગરબામાં પંજાબી ભાંગડા, રેપ સોંગ, કોરિયન ડાંસ, પોપ સોંગ, વેસ્ટર્ન ડાંસ જેવી અનેક લોકપ્રિય તર્જ વાગે છે. તેનું પણ સ્પષ્ટ કારણ છે. નવા ગુજરાતી ગરબા લખતા બંધ થઈ ગયા છે. કવિઓ જ ઘટી રહ્યા છે, ત્યાં ગરબા, રાસ કોણ લખે? અવિનાશ વ્યાસ ઘણું નવું સર્જન કરતાં ગયા છે. પરંતુ પંજાબીમાં જેટલું જોશ ભરેલું અને નવતર સર્જન થઈ રહ્યું છે તેટલું ગુજરાતીમાં થતું નથી. લીંબુડા લીંબુડા એ ગરબો નથી. છતાં ગવાય છે.
વિદેશ
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત! સાચી વાત છે, નવરાત્રિ આવે એટલે વિદેશી ગુજરાતીઓને તાન ચડે. ઈન્ડિયન ડાયસ્પોરા ગુજરાતમાંથી ચણિયા ચોળી મંગાવે જ! ફાલ્ગુની પાઠક, કિંજલ દવે, અતુલ પુરોહિત, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, કૈરવી બુચ, જિગરદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, સચીન-જિગર, ઐશ્વર્યા મજમુદાર, ગાર્ગી વોરા, અરવિંદ વેગડા, પાર્થિવ ગોહિલ, લાલિત્ય મુન્શા મોટાં નામ છે. વિદેશમાં બે મહિનાથી ઠેર ઠેર રાસ ગરબાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પ્રસિદ્ધ ગુજરાતી ગીત તારા વિના શ્યામ મને એકલડું લાગે, ના લેખક વડોદરાના અતુલ પુરોહિત વિદેશમાં પણ મોટો ચાહક વર્ગ ધરાવે છે. અમેરિકા અને બ્રિટનમાં માત્ર શનિ અને રવિવારની રાત્રે જ દાંડિયા રાસના કાર્યક્રમો યોજાય છે. વિક એન્ડ માં જ ગુજરાતીઓ આવે છે. નવરાત્રિના નવ દિવસ કોઈ મોટા આયોજનો થતાં નથી. માત્ર નાના અને ઘરેલું ગરબા યોજાય છે. અમેરિકામાં માતાજીના નાના મંદિરોમાં બેઠા ગરબા અને આરતી યોજાય છે. ગુજરાતમાં નવરાત્રિ શરૂ થાય એટલે મોટા કલાકારો ભારત પાછા ફરે છે અને શરદ પૂનમ સુધી આપણાં કાર્યક્રમો કરે છે. આ વખતે ફાલ્ગુની સહિત અનેક કલાકારો ઇઝરાયલ- ઈરાન યુદ્ધને કારણે ભારત પરત ફરી શક્યા નથી તેથી કાર્યક્રમો મોકૂફ રહ્યાં છે.
ગરબા અને દાંડિયા રાસ વિદેશમાં પણ લોકપ્રિય છે જ્યાં ૨૨ થી વધુ યુનિવર્સિટીમાં વ્યાવસાયિક કોરિયોગ્રાફી સાથે દર વર્ષે વિશાળ સ્કેલ પર રાસ/ગરબા સ્પર્ધાઓ યોજાય છે. કેનેડિયન શહેર ટોરોન્ટોમાં હવે સૌથી મોટા વાર્ષિક ગરબાનું આયોજન કરે છે. યુનાઇટેડ કિંગડમમાં પણ ગરબા ખૂબ જ લોકપ્રિય છે જ્યાં અસંખ્ય ગુજરાતી સમુદાયો છે જેઓ પોતાના ગરબા રાત્રિએ યોજે છે અને વિશ્વભરમાં ગુજરાતી સમુદાયમાં વ્યાપકપણે લોકપ્રિય છે.
ગુજરાત
ગુજરાત સરકારે પણ આ લોકપ્રિય નવરાત્રિમાં માઇલેજ લેવાનો પ્રયાસ કર્યો છે. વાઇબ્રન્ટ નવરાત્રિ બેનર હેઠળ ગાંધીનગરમાં મેગા ઇવેન્ટ કરે છે, જેનો મોટો ભાર ધનિક કંપનીઓ ઉપર નાખી દે છે! ગુજરાતમાં સુરત અને વડોદરા મોટા આયોજનો માટે પ્રસિદ્ધ છે. રાજકોટ ઘણું પાછળ છે. જામનગરમાં ગણ્યા ગાંઠ્યા મોટા આયોજનો થાય છે. જેમાં ૭૫ ટકા લોકો મફત પાસનો આગ્રહ રાખે છે. કેટલાક મહિલા મંડળો પોતાની રીતે એક દિવસના રાસ ગરબા યોજે છે.
ડિજિટલ નવરાત્રિનો કોન્સેપ્ટ હવે ચાલે છે. માત્ર ખેલૈયાઓ જ રમી શકે છે. રાસ ગરબા ગ્રુપ કોઈ એક જગ્યાએ પરફોર્મ કરે અને તેનું મોટા પડદા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે. ગરબા રમવા માંગતા જૂથે ફી ભરવાની, એટલે લિન્ક મળે. રમાડે એક જગ્યા એ અને રમે અનેક શહેરોમાં! ફેસબુક લાઈવ પણ આ વખતે ટ્રેન્ડિંગમાં છે.
નગરોના બેઠા ગરબા પણ નોંધનીય હોય છે. જામનગરમાં હવાઈ ચોક સ્થિત હાટકેશ્વર મંદિરમાં નવ દિવસ સુધી બેઠા ગરબા રોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી યોજાઇ રહ્યાં છે.
ચાર નવરાત્રિ
વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં (૧) વસંત નવરાત્રિ, (૨) અષાઢ નવરાત્રિ, (૩) શરદ નવરાત્રિ અને (૪) પુષ્ય નવરાત્રિ છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
૧. ચૈત્રી (વસંત) નવરાત્રિઃ શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રિઃ ગુપ્ત નવરાત્રિ, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ-અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
૩. શરદ (આસો) નવરાત્રિઃ આ ખૂબ જ મહત્ત્વની નવરાત્રિ છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ-અજવાળીયું) થાય છે માટે.
૪. પુષ્ય (પોષ) નવરાત્રિઃ પુષ્ય નવરાત્રિ પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રિ પોષ શુક્લ પક્ષ (પોષ સુદ-અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.
૫. (વૈકલ્પિક) માઘ નવરાત્રિઃ માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપને નવ દિવસમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રિ માઘ શુક્લ પક્ષ (મહા સુદ-અજવાળીયું) દરમ્યાન કરાય છે.
'નોબત' દૈનિકના વાચકો અને ચાહકોને માતાજીના અવિરત આશીર્વાદ મળતા રહે તેવી શુભકામના.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાઇબ્રીડ યુદ્ધ નવી યુદ્ધ નીતિ છેઃ સાયબર યુદ્ધ વર્તમાન આ યુદ્ધોને નકામા બનાવી દેશે
ઇઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધને દુનિયા જેમ્સ બોન્ડની ફિલ્મની જેમ જોઈ રહી છે. નવા નવા આ યુદ્ધનો સુરક્ષા નિષ્ણાતો પણ આશ્ચર્યની નજરે અભ્યાસ કરી રહ્યાં છે. દુનિયા બદલ રહી હૈ! તલવાર અને બખ્તર જેમ મ્યુઝિયમમાં ગોઠવાઈ ગયા છે તેમ આગામી સમયમાં યુદ્ધ ટેન્ક, લડાકુ વિમાનો, મશીનગન, બોમ્બ, મિસાઇલ પણ શ્રાવણ માસના મનોરંજન મેળામાં લોકરંજન કરતા નજરે પડે તો નવાઈ ન પામતા! ઇઝરાઈલ દ્વારા હમાસના સભ્યોને પેજર જેવા જૂના અને લગભગ વિસરાઈ ગયેલા સંદેશા વ્યવહારના સાધન દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા તેથી દુનિયા હચમચી ઉઠી! ગાઝામાં સોલાર ગ્રીડને પણ ટાર્ગેટ બનાવી બહુ મોટું નુકસાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર જેટલો વિસ્તાર ધરાવતું ઇઝરાઈલ તેની આક્રમક શક્તિ માટે પ્રખ્યાત છે. સૌ પ્રથમ એન્ટેબી એરપોર્ટ ઉપર હુમલો કરી હવાઈ ચાંચિયાઓને માત કરવામાં આવ્યા અને બંધકોને મુક્ત કરવાની ઘટના અને સાહસ આજે પણ સુરક્ષાના અભ્યાસક્રમોમાં મોખરે છે.
સાઇબર વોર
૨૧ મી સદીમાં સાઇબર વિશ્વ પાપા પગલી માંડી રહ્યું છે. હવે નિષ્ણાતોને હાર્ડવેરમાં રસ નથી. આખી દુનિયા સોફ્ટવેર પાછળ દોડી રહી છે. આપણાં જેવા સામાન્ય માણસની પણ ગૂગલ જાસૂસી કરે છે, ખાવા પીવાની પસંદગી, ખરીદીનો મુડ, ફરવાના સ્થળો, જરૂરિયાતોની ક્ષણે ક્ષણની નોંધ રાખે છે. મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોય તો પણ જાસૂસી ચાલુ રાખે છે. જો કે તેનો મુખ્ય હેતુ માર્કેટીંગનો છે, સાઈડ બિઝનેસ તરીકે તે મોબાઈલધારકની વ્યક્તિગત માહિતી વેંચી કમાણી કરે છે. ભારતમાં ચૂંટણી સમયે મતદારોની માહિતીના બહુ ઊંચા ભાવ બોલાય છે.
૨૧ મી સદીમાં નાના હુમલાને સાયબર એટેક કહેવામાં આવે છે અને મોટા હુમલાને સાયબર વોર કહેવામાં આવે છે.
ભવિષ્યમાં ઉડતા વિમાનોને તોડી પાડવા માટે મિસાઇલ કે હાઇજેકર્સની જરૂર નહીં પડે. માત્ર તેની કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. વિમાન દિશા શૂન્ય બની તૂટી પડશે, આગામી સમયમાં સાયબર વોરનું મુખ્ય હથિયાર સેટેલાઈટ હશે. જેની પાસે જેટલા આધુનિક સેટેલાઈટ હશે તે શક્તિશાળી ગણાશે. બે દેશ વચ્ચે યુદ્ધ થશે ત્યારે યુદ્ધ વિમાનો રન-વે ઉપરથી ઊડી પણ નહીં શકે, મિસાઇલ ટાર્ગેટ સુધી જઈ નહીં શકે! સેના વચ્ચેનો સંદેશા વ્યવહાર ઠપ્પ પડી જશે, પાવર ગ્રીડમાં જબ્બર વિસ્ફોટ થશે, બેન્કીંગ વ્યવહારો પ્રભાવિત થશે. આ બધું આંખના પલકારામાં બની જશે. જામનગરના પટેલ કોલોની કે ખોડિયાર કોલોની, દ્વારકાના ભથાણ ચોક કે રાજકોટના હોસ્પિટલ ચોકમાં વીજળીના ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થશે અને નગરજનો હતાહત થશે! લાખો લોકોના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફાટશે, લેપટોપ અને કોમ્પુટરના ડેટા ડિલીટ થઈ જશે. ધરતી કરતાં અનેક ગણો મોટો અને વ્યાપક ભૂકંપ સોફટવેરમાં આવશે.
ભવિષ્યમાં સોફ્ટવેર મિત્ર કરતાં દુશ્મન વધારે લાગશે. એટમ બૉમ્બમાં પણ આવું જ થયું છે. અણું વિસ્ફોટની ટેકનોલોજી ઉર્જા ઉત્પાદનને બદલે ધમકી આપવા માટે વધારે થઈ રહી છે. આગામી સમયમાં તમારા ઘરનો રોબોટ પારકા આદેશથી તમારી ઉપર હુમલો કરશે, તમારી જાસૂસી કરશે અને આદેશ મળશે ત્યારે હત્યા પણ કરી નાંખશે!
માણસ ગુસ્સામાં હોય, આનંદમાં હોય, નારાજ હોય ત્યારે હાવભાવ ઉપરથી ખબર પડે છે, રોબોટમાં આવી કોઈ લાગણીઓ નથી, તેથી તેને જજ કરી શકશે નહીં.
ઇઝરાઈલ દ્વારા પેજરમાં વિસ્ફોટ કરવામાં આવ્યા તે બહુ ગંભીર ઘટના છે. આગામી યુદ્ધ કેવી રીતે લડાશે તેની ઝલક જોવા મળી. અફઘનિસ્તાનમાં અમેરિકાના હજારો સ્માર્ટ બોમ્બ ન કરી શક્યા તે ઇઝરાઈલના પેજરે કરી બતાવ્યું!
સાઈબર ત્રાસવાદ
આતંકવાદનું આ નવીનતમ સ્વરૂપ છે. ડિજિટલ અરેસ્ટ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. વર્તમાનમાં આ માત્ર આર્થિક અપરાધો પૂરતું જ સીમિત છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વધતો જશે. સાઇબર ત્રાસવાદમાં હાલમાં ગુન્હેગારો પણ બહુ જૂજ છે અને બિન અનુભવી છે. આગામી સમયમાં દાઉદ, અલ કાયદાના ઓસામા બિન લાદેન કે હમાસના ઈસ્માઈલ હેનીયા જેવા ખૂંખાર માથા સાયબર ત્રાસવાદમાં ઝંપલાવશે ત્યારે શું થશે?
સાયબર યુદ્ધને સામાન્ય રીતે સાયબર એટેક અથવા દેશને નિશાન બનાવતા હુમલાઓની શ્રેણી તરીકે જોવામાં આવે છે. તે સરકારી અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર વિનાશ વેરવાની અને જટિલ સિસ્ટમોને વિક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે, જેના પરિણામે વ્યાપક નુકસાન થાય છે અને જાનહાનિ પણ થાય છે.
જો કે, સાયબર સુરક્ષા નિષ્ણાતોમાં ચર્ચા છે કે સાયબર યુદ્ધની વ્યાખ્યા શું કરવી? યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (ડીઓડી) ઈન્ટરનેટના દૂરઉપયોગ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમને સૌથી ગંભીર ગણે છે, પરંતુ સાયબર વોરફેરની સ્પષ્ટ વ્યાખ્યા આપતું નથી. કેટલાક લોકો સાયબર યુદ્ધને સાયબર હુમલો માને છે જે મૃત્યુમાં પરિણમી શકે છે.
સાયબર યુદ્ધમાં સામાન્ય રીતે રાષ્ટ્ર-રાજ્ય દ્વારા બીજા પર સાયબર હુમલાઓ કરવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, હુમલાઓ આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવે છે જે પ્રતિકૂળ રાષ્ટ્રના ધ્યેયને આગળ વધારવા માંગે છે. તાજેતરના ઇતિહાસમાં કથિત સાયબર યુદ્ધના ઘણાં ઉદાહરણો છે, પરંતુ સાયબર હુમલો કેવી રીતે યુદ્ધનું કૃત્ય બની શકે તેની કોઈ સાર્વત્રિક, ઔપચારિક, વ્યાખ્યા નથી.
હુમલાઓ
વર્તમાન સમયમાં સાત પ્રકારના સાઈબર હુમલાઓને અલગ તારવામાં આવ્યા છે.
(૧) જાસૂસીઃ રહસ્યો ચોરી કરવા માટે અન્ય દેશો પર દેખરેખ રાખવા માટે જાસૂસી કરવામાં આવે છે. સાયબર વોરફેરમાં વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇઝરાઈલની પેગાસસ કંપની જાસૂસી ઉપકરણો બનાવવા માટે જાણીતી છે. ભારતમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. પેગાસસ કંપની માત્ર સરકારોને જ આવા ઉપકરણો વહેંચે છે.
(૨) તોડફોડઃ સરકારની સંવેદનશીલ માહિતી સાથે ચેડા કરવામાં આવે તો સુરક્ષા ઉપર જોખમ સર્જાય છે. પ્રતિકૂળ સરકારો અથવા આતંકવાદીઓ માહિતી ચોરી શકે છે, તેનો નાશ કરી શકે છે અથવા અસંતુષ્ટ અથવા બેદરકાર કર્મચારીઓ અથવા હુમલાખોર દેશ સાથે જોડાણ ધરાવતા સરકારી કર્મચારીઓ જેવા આંતરિક ધમકીઓનો લાભ લઈ શકે છે.
(૩) નકલી વેબસાઇટઃ ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે. આવા હુમલાઓ કાયદેસર વપરાશકર્તાઓને વેબસાઇટને નકલી વિનંતીઓથી ભરીને ઍક્સેસ કરવા માટે લલચાવે છે, અને વેબસાઇટને હેન્ડલ કરવા દબાણ કરે છે. આ પ્રકારના હુમલાનો ઉપયોગ જટિલ કામગીરી અને સિસ્ટમોને વિક્ષેપિત કરવા અને નાગરિકો, લશ્કરી અને સુરક્ષા કર્મચારીઓ અથવા સંશોધન સંસ્થાઓ દ્વારા સંવેદનશીલ વેબસાઇટ્સની ઍક્સેસને અવરોધિત કરવા માટે થઈ શકે છે. નકલી વેબ સાઇટ દ્વારા હોટેલ બુકિંગ, ટ્રાવેલ બુકિંગ સહિતની સેવાઓ સસ્તા ભાવે ઓફર કરવામાં આવે છે અને અંતે ગ્રાહકના રૂપિયા પડાવી લઈ સુવિધા આપવામાં આવતી નથી.
(૪) ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડઃ પાવર ગ્રીડ પર હુમલો કરવાથી હુમલાખોરો વીજળીની ક્રિટિકલ સિસ્ટમ્સને ઠપ્પ કરી શકે છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખલેલ પહોંચાડે છે અને સંભવિત રીતે શારીરિક નુકસાન પહોંચાડે છે. પાવર ગ્રીડ પરના હુમલાઓ સંદેશાવ્યવહાર સહિતની વીજ આધારિત સેવાઓને અવરોધ કરી શકે છે અને સંદેશાવ્યવહાર બિનઉપયોગી જેવી સેવાઓને પ્રભાવિત કરી શકે છે.
(૫) પ્રચાર હુમલાઃ રામાયણમાં રાવણ સાથે યુદ્ધ સમાપ્ત થયા પછી રામનો રાજ્યાભિષેક થયો. આ સમયે રાવણનો ભાઈ સહસ્ત્રમુખ રાવણ છુપા વેશે અયોધ્યામાં પ્રવેશ કરે છે અને નગરજનોને રામના વિરોધમાં ઉશ્કેરે છે. અફવાઓ ફેલાવે છે. અયોધ્યામાં નગરજનોના આક્ષેપોથી કંટાળીને રામ-સીતાનો ત્યાગ કરી દે છે. અહી સહસ્ત્રમુખ રાવણ સફળ થયો. એક તબક્કે રામ જાહેર સંબોધનમાં કહે છે કે, લંકામાં હું યુદ્ધ જીતી ગયો હતો પરંતુ અયોધ્યામાં હારી ગયો! વર્તમાન સમયમાં આ અફવા રાક્ષસ સતત ફરતો રહે છે. તેનું લક્ષ્ય દેશમાં રહેતા અથવા લડતા લોકોના મન અને વિચારોને નિયંત્રિત કરવાનું હોય છે. પ્રચારનો ઉપયોગ શરમજનક બાબતોને ઉજાગર કરવા, લોકોનો તેમના દેશમાંથી વિશ્વાસ ગુમાવવા અથવા તેમના દુશ્મનોનો સાથ આપવા માટે અસત્ય ફેલાવવા માટે થઈ શકે છે.
(૬) આર્થિક વિક્ષેપઃ મોટાભાગની આધુનિક આર્થિક કામગીરીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ દ્વારા થાય છે. હુમલાખોરો નાણાની ચોરી કરવા અથવા લોકોને જરૂરી ભંડોળ મેળવવાથી અવરોધિત કરવા શેરબજાર, પેમેન્ટ સિસ્ટમ્સ અને બેંકો જેવી આર્થિક સંસ્થાઓના કોમ્પ્યુટર નેટવર્કને નિશાન બનાવી શકે છે.
(૭) આશ્ચર્યજનક હુમલાઃ ઇઝરાઈલ દ્વારા કરવામાં આવેલા પેજર હુમલાઓ આ કક્ષામાં આવે. આ પર્લ હાર્બર અને અમેરિકાના ૯/૧૧ જેવા હુમલાના સમકક્ષ છે. મુદ્દો એ છે કે, એક વિશાળ હુમલો કરવાનો છે જેની દુશ્મન અપેક્ષા ન કરે, હુમલાખોરને તેમના સંરક્ષણને નબળા બનાવવા માટે સક્ષમ બનાવે છે. હાઇબ્રિડ યુદ્ધના સંદર્ભમાં ભૌતિક હુમલા માટે જમીન તૈયાર કરવા માટે આ કરી શકાય છે.
ભારત
સાયબર વોર માટે ભારતની કેટલી તૈયારી છે?
આપણાં પડોસી દેશો નબળા અને ખખડી ગયેલા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાન્મારની કોઈ તાકાત કે હેસિયત નથી. તેની પાસે સબળ ટેકનોલોજી નથી, આર્થિક શક્તિ નથી. આમ છતાં આપણે સાવચેત રહેવું જોઈએ. ચીનને એશિયા ખંડમાં પગદંડો જમાવવો છે અને ભારત તેમાં નડે તેમ છે. આથી, ચીન સીધો હુમલો ન કરે, પરંતુ સાયબર યુદ્ધ દ્વારા પીઠ પાછળ ખંજર ભોંકી શકે છે. રશિયા-અમેરિકા-ચીન વચ્ચે કોલ્ડ વોર થાય તો ભારત પણ તેમાં નિશાન બની શકે છે. હાલમાં રશિયા અને ચીન ભેગા મળી નાટો સામે ડોળા કાઢી રહ્યાં છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ક્યારે શું થાય તે નક્કી નથી. આપણે એલર્ટ રહેવું સારું. ચીન ગમે ત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે શ્રીલંકાના ખભે રાખી બંદૂક ફોડી શકે છે. ભારત ચીપ નિર્માણમાં પાપા પગલી માંડે છે, પરંતુ સંપૂર્ણ આત્મનિર્ભરતા ઘણી દૂર છે. સાયબર યુદ્ધ માટે ચીપ, પ્રોસેસર, ઇન્ટરનેટ પાયાના હથિયાર છે. જે બાબતે અમેરિકા, બ્રિટન, ચીન, ઇઝરાઈલ, જાપાન, કોરિયા કરતાં ઘણાં પાછળ છીએ! હમાસ જેવા નાના સંગઠને ઇઝરાઈલની અતિ સુરક્ષિત આયર્ન ડોમ સીસ્ટમ ભેદી નાખી હતી. ભારતની વર્તમાન કોઈ પણ સીસ્ટમ ગમે ત્યારે દગો દઈ શકે તેમ છે. હવે આપણે નવેસરથી શક્તિશાળી બનવાનો સમય આવી ગયો છે, માત્ર આધુનિક લડાકુ વિમાનો, ટેન્ક કે યુદ્ધ જહાજો જ રક્ષા કરી શકે તે ખ્યાલ દૂર કરવો પડશે.
- ૫રેશ છાયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વિધાનસભાની ૧૧૪ બેઠક પૈકી ૨૪ બેઠક પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં છે
જમ્મુ કાશ્મીર ૧૯૪૭ની સાલથી ભારત માટે સંવેદનશીલ, લાગણીશીલ, દેશદાઝ, આબરૂ અને આત્મસન્માનનો વિષય રહ્યો છે. હજુ ૨૦૪૭ સુધી આ મુદ્દાઓ જ વિષય બની રહેશે. ૪૮ કલાક પહેલા આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. એન્જિઑગ્રાફીના લેખકે હજુ ૯૦ દિવસ પહેલાં જ આ રાજ્યનો પ્રવાસ કર્યો છે, તેને આધારે કહી શકું છું કે, કાશ્મીરીઓ માટે આર્થિક કરતાં ધાર્મિક બાબતો વધુ મહત્ત્વની છે. ખિસ્સા ઉપર દીમાગ સવાર છે. જાહેરમાં દેશ પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ કાશ્મીર ફર્સ્ટની લાગણી છે. રાજ્ય પ્રત્યે પ્રેમ હોવો તે આવકારદાયક છે, પરંતુ રાષ્ટ્રભાવના મુખ્ય હોવી જોઈએ. કાશ્મીરીઓને ભાજપ પ્રત્યે કુણી લાગણી નથી. તેનું કારણ હિન્દુ છે. નરેન્દ્ર મોદી કાશ્મીરીઓને તટસ્થતાની વારંવાર હૈયાધારણ આપે છે, પરંતુ કાશ્મીરી મુસ્લિમોને તે ગળે ઊતરતી નથી. જો કે યુવા પેઢી હવે નવા ભારત અને આધુનિક દુનિયાને જોવા લાગી છે તેથી માનસ પરિવર્તન થવા લાગ્યું છે. ૩૬૦ ડિગ્રી પરિવર્તન માટે હજુ લાંબો સમય લાગશે.
ચૂંટણી
બુધવારે પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું. આવકારદાયક બાબત એ છે કે, કોઈ અઘટિત બનાવ ન બન્યો, કોઈ ઉગ્ર વિરોધ ન થયો કે વિવાદાસ્પદ બાબત ન બની. ઠંડા મૂલકમાં વસતા કાશ્મીરીઓએ ઉષ્માસભર વાતાવરણમાં ૬૦ ટકા જેવું ધીંગું મતદાન કર્યું! રાજકીય નેતાઓ અહીં સ્થિરતા ઇચ્છતા હોય કે નહીં તે ખબર નથી, પરંતુ કાશ્મીરીઓ હવે સ્થિરતા અને વિકાસ માંગે છે. જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો છે. મુખ્ય પક્ષો તરીકે ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ, ફારૂક અબ્દુલ્લાનો નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તી મહમ્મદનો પી.ડી.પી. છે. આ વખતની ચૂંટણીમાં અનેક મોટાં માથાં અપક્ષ તરીકે લડી રહ્યાં છે. અહીં પણ તકવાદ અને તોડજોડનું રાજકારણ ચાલે છે. નરેન્દ્ર મોદી તેના પ્રવચનોમાં ટીકા કરે છે તે પક્ષો સાથે સાંઠગાંઠ કરી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયીજીએ ઓમર અબ્દુલ્લાને તેના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. અહીં આ રાજકારણમાં કોમવાદ ભરપૂર છે. ભાજપ હિન્દુ છાપ ધરાવતો હોવાને કારણે સ્થાનિક મતદારોમાં બહુ ગજ વાગતો નથી. જો ભાજપ જીતે તો તેને ચમત્કાર માનવો રહ્યો. ગાંધી પરિવારને કારણે કોંગ્રેસના મૂળિયાં ઊંડા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુના ડોડા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરીને ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. આ નોંધનીય બાબત એટલા માટે છે કે, છેલ્લા ૪૫ વર્ષમાં કોઈ વડાપ્રધાન ડોડાની આ પ્રથમ મુલાકાત હશે. ડોડા, ચિનાબ ખીણનો ભાગ, જેમાં રામબન, ડોડા અને કિશ્તવાડનો સમાવેશ થાય છે, પ્રથમ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરે મતદાન થયું છે. બીજો તબક્કો ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજો અને અંતિમ તબક્કો ૧ ઓક્ટોબરે યોજાશે. પરિણામ ૮ ઓક્ટોબરે જાહેર થશે. મોદીએ જમ્મુના ઉધમપુરમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર પણ કર્યો હતો. ભાજપે જમ્મુની બંને બેઠક-ઉધમપુર અને જમ્મુ-કોંગ્રેસ સામે સતત ત્રીજી વખત જીત મેળવી હતી.
ભારત સરકારે જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો છે. પક્ષના તમામ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી એક ડૉક્ટર તલત મજીદ છે, જે પુલવામાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના તે નવા પાવરફૂલ નેતા માનવામાં આવે છે.
૨૦૧૪
અગાઉની વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪ માં યોજાઈ હતી. ચૂંટણી પછી, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું ૭ જાન્યુઆરી ૨૦૧૬ના અવસાન થયું. રાજ્યપાલ શાસનના ટૂંકા ગાળા પછી, મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
જૂન ૨૦૧૮ માં, ભાજપે પીડીપીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું અને ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું. નવેમ્બર ૨૦૧૮માં, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવી. ઘણાં રાજકીય પક્ષોએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી હોવા છતાં ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું જે હજુ અમલમાં છે.
નવું સીમાંકન
માર્ચ ૨૦૨૦માં, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના નવા સીમાંકન માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યના સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી. કમિશને તેનો વચગાળાનો અહેવાલ ફેબ્રુઆરી ૨૦૨૨માં પ્રકાશિત કર્યો. અંતિમ સીમાંકન અહેવાલ ૫ મે ૨૦૨૨ ના બહાર પાડવામાં આવ્યો હતો જે હેઠળ જમ્મુ વિભાગમાં વધારાની ૬ બેઠક અને કાશ્મીર વિભાગમાં ૧ બેઠક ઉમેરવામાં આવી હતી. સીમાંકન પછી, વિધાનસભાની કુલ બેઠકો વધીને ૧૧૪ બેઠક થઈ, જેમાંથી ૨૪ બેઠક એવા વિસ્તારો માટે નિર્ધારિત કરવામાં આવી છે જે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર હેઠળ આવે છે. બાકીની ૯૦ બેઠકમાંથી ૪૩ બેઠક જમ્મુ વિભાગમાં અને ૪૭ બેઠક કાશ્મીર વિભાગમાં છે.
નેતા
થોડા દિવસો પહેલાં પક્ષમાં જોડાયેલા મુસ્લિમ નેતા સઇદ મુસ્તાક બુખારી ઉપર ભાજપને બહુ મોટી આશા છે. બુખારી ૪૦ વર્ષ સુધી ફારૂક અબ્દુલ્લા સાથે નેશનલ કોંગ્રેસમાં હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે પાર્ટીના નેતા મુસ્તાક બુખારીની તુલના મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથે કરી, જમ્મુ અને કાશ્મીરમાં પહાડી સમુદાયને 'સ્વતંત્રતા' લાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. ૭૫ વર્ષના જૈફ રાજનેતા મુશ્તાક બુખારીને જમ્મુ ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ અનામત મતવિસ્તાર સુરનકોટમાંથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. બુખારીજી મુસ્લિમ સમુદાયમાં ''પીર સાહબ'' તરીકે ઓળખાતા આદરણીય આધ્યાત્મિક નેતા છે અને પહારી સમુદાયમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે, જેની સંખ્યા રાજૌરી, પૂંચ, બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં લગભગ ૧૩ લાખ છે.
જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા, મુફ્તી સઇદ પરિવારનો દબદબો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓમાં નરેન્દ્ર મોદી અને ગાંધી પરિવાર આ વિસ્તારોમાં જાણીતો ચહેરો છે. નરેન્દ્ર મોદી પહેલાં આ બરફ આચ્છાદિત પ્રદેશમાં ભાજપનું કોઈ વજન ન હતું.
લડાઈ
જમ્મુ કાશ્મીરમાં નરેન્દ્ર મોદીના પ્રવેશથી રાજકીય સંઘર્ષ બહુ રોચક બની ગયો છે. અહી ભાજપ ૯૦ માંથી ૬૭ બેઠક ઉપર ચૂંટણી લડે છે. જેમાં જમ્મુની તમામ ૪૩ બેઠકનો સમાવેશ થાય છે. કાશ્મીરની ૪૭ પૈકીની ૨૪ બેઠક લડે છે. બાકીની બેઠક સાથી પક્ષો માટે છોડી દીધી છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરની ૩ બેઠકમાંથી એક પણ બેઠક ઉપર ભાજપે ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા! ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં ૫૦ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ૨૦૧૪ માં તે ૨૫ બેઠક જીત્યું હતું.
સમસ્યા
જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા લોકોનો અસંતોષ અને કોમવાદ છે. ભારતીય જનતા પક્ષે દિલ્હીમાં રાજ સંભાળ્યા પછી કોઈ મોટો ફરક પડ્યો ન હોવાનું લોકો માને છે. બેરોજગારીનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે. જો કે પહાડી વિસ્તાર હોવાથી આર્થિક કે રોજગારી ક્ષેત્રે કોઈ પક્ષ મોટી કામગીરી કરી શકે તેમ નથી. માત્ર પ્રવાસન, કેશર, ડ્રાયફ્રુટ, પશ્મીના કાપડ જ મુખ્ય રોજગારી છે. તેમાં પણ ૬ મહિના તો બરફ હોવાને કારણે ધંધા રોજગાર ઠપ્પ રહે છે. બીજી તરફ આતંકવાદની છાપ હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઓછી રહે છે. અહીંના સ્થાનિક લોકોએ આ મુદ્દાઓ ધ્યાને રાખવાની જરૂર છે. કારણ કે, પરિસ્થિતિ ઝડપથી બદલી શકાય તેમ નથી. ૩૭૦ ની કલમ કાઢી નાખ્યા પછી પણ બહારના રોકાણો બહુ નહીંવત આવી રહ્યાં છે. જમ્મુ કશ્મીરના લોકો ઝડપથી વિકાસ ઇચ્છતા હોય તો માનસિકતા બદલવી પડશે. દેશના ૩૦ ટકા રાજ્ય માત્ર પ્રવાસન ઉપર નિર્ભર છે અને સુખી છે.
સારાંશ
જમ્મુ કાશ્મીરમાં અલગતવાદી તત્ત્વો આઝાદી સમયથી બળવાખોર અને કાનૂન ભંગ કરનાર સાબિત થયા છે. આશ્ચર્યની બાબત એ છે કે, અહીં હજુ સુધી સ્ટેટીક ટીમ દ્વારા આચારસહિંતા દરમિયાન કાળું નાણું કે બિન હિસાબી રોકડ પકડાયાના અહેવાલો નથી! રાજકીય પક્ષો પણ મર્યાદામાં રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ કે અન્ય પક્ષો પણ કોઈ કાંકરીચાળો કરવા માંગતા નથી, જેથી દોષનો ટોપલો માથે આવે.
કાશ્મીરમાં હજુ સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા માટે ઘણી રાહ જોવી પડશે. કારણ કે, અહીંના લોકો હજુ કોહલી કે ધોની કરતાં બાબર આઝમને વધુ સારો ક્રિકેટર માને છે!
પ્રથમ તબક્કાના મતદાન અને મતદારોની માનસિકતાના આધારે બીજા બે તબક્કા પણ આવા જ રહેશે તેવી ભવિષ્યવાણી કરવી શક્ય નથી. આપણે આશા રાખીએ કે કાશ્મીરીઓ કાયમ માટે બરફ જેવા ઠરેલા રહે. સરહદ પાર પણ પાકિસ્તાન હવે પહેલાં જેવું ઉગ્ર અને ભાગલાવાદી રહ્યું નથી. ત્યાં પણ અસ્થિરતા, મોંઘવારી, રાજકીય અસ્થિરતા, ઉગ્રવાદ, અસલામતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાનના બે મોટા આકા અમેરિકા અને ચીને પણ તેને ચીમકી આપી ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરી દેવા જણાવ્યું છે. આ બંન્ને મહાસત્તા ભારતની સામાજિક અને આર્થિક શક્તિથી પરિચિત છે, તેથી ભારતને નારાજ કરવું તેમને પાલવે તેમ નથી. આરબ દેશો પણ પાકિસ્તાનની અસ્થિરતાથી પરેશાન છે. તેમણે પણ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય માટે કડક ધોરણો રાખ્યા છે. આમ, પાકિસ્તાનના રાજકારણીયો અને સેનાને અમેરિકા, ચીન અને આરબ દેશોને નારાજ કરી ભારત સાથે સંબંધો બગાડવા પાલવે તેમ નથી.
આપણે આશા રાખીએ કે, જમ્મુ અને કાશ્મીર પોતાનું હિત જોઈને શાંતિ અને સુમેળ રાખે. બીજી તરફ પી.ઓ.કે. નો પ્રશ્ન નજીકના સમયમાં ઉકલે તેમ નથી તે પણ દીવા જેવું સ્પષ્ટ છે.
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના બીજા બે તબક્કા પણ શાંતિ અને કોમી એખલાશથી સંપન્ન થાય તેવી અપેક્ષા!
-પેરશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે
ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજો વધતી જાય છે, પરંતુ માળખાકીય સુવિધાઓ દિન પ્રતિદિન નબળી પડતી જાય છે! આમ કેમ? ગુજરાતમાં એક તરફ રોડ નેટવર્ક વધી રહ્યું છે ત્યારે ચોમાસામાં રસ્તાઓ તૂટવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બીજી કરુણતા એ છે કે, પૂરગ્રસ્ત ગુજરાતમાં મોદી સરકાર નલ સે જલ યોજના ચલાવી રહી છે. આમ રોડ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ બાબતે આપણે નબળા અને દૃષ્ટિહીન સાબિત થઈ રહ્યા છીએ. ચાલુ ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ ૧૫૦ ટકા વરસાદ પડ્યો. રોડ ધોવાઈ જવા અને પૂર આવવા માટે સરકાર અને તંત્ર એવો બચાવ કેરી રહ્યું છે કે, વધુ વરસાદ પડવાથી સમસ્યા સર્જાઇ છે!
એન્જિનિયરીંગ
ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલના રાજમાં એન્જિનિયરીંગ કોલેજોનો રાફડો ફાટ્યો. ગલીએ ગલીએ આવી કોલેજો ધમ ધમવા લાગી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ તરફ દોડ મૂકી. ખાનગી કોલેજ સંચાલકોએ આ દોડનો ભરપૂર લાભ લીધો. તગડી ફી વસૂલી, પરંતુ શિક્ષણમાં ગુણવત્તા આપી નહીં. ગણી ગાંઠી કોલેજો એન્જિનિયરીંગ ક્ષેત્રે નામના મેળવી શકી. સરકારે સંખ્યા તરફ જ ધ્યાન આપ્યું, ગુણવત્તા વિસરી જવાઈ. શિક્ષણ નબળું રહેતા તેની સીધી અસર સમાજ ઉપર દેખાવા લાગી છે. સિવિલ એન્જિનિયર બનતા વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી, મળે છે તેને પૂરતું વેતન મળતું નથી અને બધું મળે તો નોકરી લાંબી ટકતી નથી!
ગુજરાત સરકારે તાજેતરમાં જણાવ્યું કે, વર્તમાન ચોમાસા દરમિયાન ૩૬ હજાર કિલોમીટર લાંબા માર્ગોને નુકસાન થયું છે. ભારે વરસાદમાં ટકી રહે તેવા માર્ગો નિર્માણ કરવાનું કેમ આપણે ચૂકી ગયા છીએ? ગુણવત્તા નબળી છે કે નિયત ખોટી છે? ગુજરાતમાં હવે એન્જિનિયરિંગ ક્ષેત્રે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. નબળા એન્જિનિયરો સબળ રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકે.
તાજેતરમાં એન્જિનિયરીંગના ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું, તેમાં ૮૦ કોલેજમાંથી ૧૬,૪૬૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પૈકીનાં ૮૩૫૦ નાપાસ થયા! આમ ૫૦ ટકા પણ પાસ થઈ શક્યા નથી. નાપાસ થનાર ઉપરાંત માંડ માંડ પાસ થનારાઓની સંખ્યા જાહેર કરવામાં નથી આવી, પરંતુ તે પણ ઘણાં હશે.
જામનગરની એક કોલેજમાંથી ૪૧ ટકા પાસ થયા, એટલે કે ૪૯ ટકા નાપાસ થાય!
ગુજરાતનાં વહીવટકર્તાઓ જો ગંભીર નહીં બને તો, ભવિષ્યમાં નબળા પરિણામોના પરિણામ ગંભીર આવશે!
નલ સે જલ
ગુજરાતમાં બીજી કરુણતા એ છે કે, છેલ્લા ૧૫ વર્ષથી જોરદાર વરસાદ પડે છે. ચારે તરફ પાણી પાણી થઈ જાય છે. એન.ડી.આર.એફ. બોલાવવી પડે છે. સેનાના હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે ઊડાઊડ કરે છે. માલ મિલકત ધોવાઈ જાય છે. આમ છતાં સરકાર દ્વારા નલ સે જલ યોજના ચલાવવામાં આવે છે. નબળા લોકોને ઘરમાં પાણી મળી રહે તે માટે જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. શું આપણી પાસે વોટર એન્જિનિયરીંગ નથી? વોટર મેનેજમેન્ટ કરી શકે તેવા નિષ્ણાતો નથી? ઈજનેરી વિદ્યાશાખામાં વોટર મેનેજમેન્ટ કે વોટર એન્જિનિયરીંગ નામનો વિષય કે શાખા નથી? ગુજરાત સરકારમાં જળ સંપત્તિ વિભાગ છે. કેન્દ્રમાં પણ આ વિભાગ છે અને તેના મંત્રી આપણા સી.આર. પાટીલ છે. પાટીલજીના મત વિસ્તારમાંથી જંગી નદી તાપી પસાર થાય છે, જેના પાણી સુરતમાં હાહાકાર મચાવે છે. તેના નજીકના જિલ્લા વડોદરામાં વિશ્વામિત્ર નદી તોફાને ચડે છે. આપણા જામનગરમાં પણ રંગમતિ નદીના પાણી અડધા શહેરમાં ફરી વળે છે. દર ચોમાસે ઘેડ પંથક દરિયો બની જાય છે. તો પછી.. નલ સે જલ યોજના કેમ?
હજારો ઇજનેરો તૈયાર થતા હોવા છતાં રોડ અને પાણીની આ પરિસ્થિતિ હોય તો.. આ સમાજ સાથે છલ છે!
ભૂમિકા
ઈજનેરોની ભૂમિકા શું? બહુ સાદી અને સ્પષ્ટ છે. આયોજન અને બાંધકામ વ્યવસ્થિત થાય, ગુણવત્તાયુક્ત થાય, વ્યાજબી ભાવે થાય, કરકસરપૂર્વક અને સારા, ટકાઉ માલ સામાનનો વપરાશ થાય. બીજા સાદા અર્થમાં કહીએ તો, તે બાંધકામ ક્ષેત્રના ચોકીદાર પણ છે. ગ્રાહકોના હિતના રક્ષકો પણ છે. નિર્માણ કરતાં લોકો માટે પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ ક્ષેત્રે ઈજનેરી શાખા સૌથી વધુ બ્રાન્ચ ધરાવે છે. તેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ સૌથી જૂની બ્રાન્ચ છે. હવે અવકાશ વિજ્ઞાન, નેનો ટેકનોલોજી, એ.આઈ. ટેકનોલોજી, મેડિકલ એન્જિનિયરીંગ જેવા અનેક નવા-નવા વિષયો ઉમેરાયા છે.
ઈજનેરી ભણતરની ગુણવત્તા ઘટે એટલે સમગ્ર માનવજીવન ઉપર તેની સીધી કે આડકતરી અસરો પહોંચે. વર્તમાન સમયમાં નવા નિર્માણ પામતા સંકુલો, ભવનો, માર્ગ, પુલ બાબતે વ્યાપક અસંતોષ જોવા મળે છે. તાજેતરમાં અમારા એક મિત્રએ જીવન મૂડી ખર્ચી ફ્લેટ લીધો તેમાં પ્રથમ વરસાદે જ પાણી ટપકવા લાગ્યું! કેમ? જ્યાં ગુણવત્તા નબળી હોય ત્યાં ઇજનેરની જવાબદારી બને છે. બિલ્ડર જો કચાસ રાખવા માંગે તો ઈજનેરે નૈતિકતાના ધોરણોને અનુસરવું જોઈએ. ચોમાસામાં પાણી ભરાય જાય તેવા માર્ગો શા માટે બને છે. નદીના વહેણ ઉપર મેગા મોલ કેમ બની જાય છે? તાજમહાલ અડીખમ ઊભો રહે અને ગરીબોના આવાસો કેમ ખખડધજ બની જાય છે? ખાનગી બિલ્ડરના મકાન સારા બને અને હાઉસિંગ બોર્ડના મકાનો કેમ નબળા બને છે?
ગુજરાતમાં ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે.
યોગદાન
એન્જિનિયરીંગ એ ભારતનો સૌથી મોટી આર્થિક પ્રવૃત્તિ છે, જે દેશના અર્થતંત્રમાં લગભગ ૧૭.૫% યોગદાન આપે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સથી લઈને ટકાઉ ઊર્જા ઉકેલો સુધી, ઉદ્યોગો જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે જ્ઞાન ધરાવતા પ્રતિભાશાળી ઈજનેરો તૈયાર થાય છે. આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને સાયબર સિક્યુરિટીમાં નિપુણ એન્જિનિયરોની માંગ વધી રહી.
દેશમાં સાત હજાર ઈજનેરી કોલેજો, છેલ્લા દાયકાઓમાં એન્જિનિયરોને આકાર આપવામાં ભારતની ભૂમિકા પ્રભાવશાળી રહી છે. આથી, ઈજનેરીનું ક્ષેત્ર લાભદાયી ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈજનેરી અભ્યાસક્રમોમાં વ્યાપક શક્યતાઓ છે.
ઈજનેરી ભણતરમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કેમિકલ, કમ્પ્યુટર, એરોસ્પેસ, બાયોમેડિકલ, સાયબર સિક્યુરિટી, એન્વાયર્નમેન્ટલ, ઔદ્યોગિક, મટિરિયલ અને પેટ્રોલિયમ એન્જિનિયરીંગનો સમાવેશ થાય છે. આશ્ચર્યની બાબત એ છે કે, ક્યાંય વોટર એન્જિનિયરીંગ અભ્યાસ બાબતે વાચવા નથી મળ્યું! જળ વ્યવસ્થાપન બહુ જૂનો અને વ્યાપક વિષય છે.
પ્રસિદ્ધ
ભારતમાં ઇજનેરો દિવસ દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરના એન્જિનિયર્સ ડે પ્રખ્યાત ભારતીય એન્જિનિયર અને રાજનેતા સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. એન્જિનિયરીંગના ક્ષેત્રમાં, સર વિશ્વેશ્વરાય એક અગ્રણી હતા જેમણે ભારતના માળખાકીય વિકાસને નોંધપાત્ર રીતે પ્રદાન કર્યું હતું. સિવિલ એન્જિનિયરીંગને તમામ એન્જિનિયરીંગ શાખાઓની માતા પણ કહેવામાં આવે છે, કારણ કે તે સૌથી જૂની શાખા છે.
વર્તમાન
ગુજરાતમાં વર્તમાન સમયમાં વારંવાર પુલ ધસી પડવા, માર્ગો તૂટી જવા, ચોમાસામાં પાણી ભરાઈ જવા જેવી ઘટનાઓ સાંભળવા મળે છે. અમદાવાદની પોળમાં કેમ પાણી ભરાતું નથી? જામનગરમાં જૂના વિસ્તારોમાં કેમ વરસાદી પાણી ભરાતાં નથી! અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ગમે તેટલો વરસાદ પડે કોઈ સમસ્યા થતી નથી. પશ્ચિમના નવા વિસ્તારો ડૂબી જાય છે. જામનગરમાં કેમ રંગમતિ નાગમતિ નદીના પાણી ઘૂસીને હાહાકાર મચાવે છે? ગુજરાતમાં ભારે વરસાદ થાય તો પાણીનો નિકાલ કેમ ઝડપથી થતો નથી? આપણી ઈજનેરી ક્ષમતામાં ગરબડ વધી રહી છે.
દૂરદૃષ્ટિ
ગુજરાતનાં ઈજનેરી કૌશલ્યમાં દૂરદૃષ્ટીની મોટી ઉણપ સર્જાઇ છે. ઈજનેરી શાખા તાંત્રિકની સાથે કલા પણ છે. માત્ર ડ્રોઈંગ બોર્ડ, પરિકર, ડ્રોઈંગ સીટ, પ્રોટેક્ટર, ફૂટપટ્ટી, પેન્સિલ, કંપાસ, ટી-સ્ક્વેર હાથમાં પકડી લેવાથી સિવિલ ઇજનેર બની નથી જવાતું! આવી વાસ્તવિકતા બધી શાખાઓમાં છે. પાના-પક્કડથી મિકેનિકલ ઇજનેર કે ટેસ્ટર-ડિસમીસ પકડવાથી ઇલેકટ્રીકલ ઇજનેર નથી બનતું. તેમાં બુદ્ધિ અને દૃષ્ટિનો સમન્વય કરવો પડે છે. થોમસ આલ્વા એડિસને વીજળીનો બલ્બ શોધ્યો ત્યારે તેની પાસે દૂરદૃષ્ટિ પણ હતી. એલેન મસ્કએ ઇલેકટ્રીક કાર દોડતી કરી ત્યારે તેની પાસે ભવિષ્યનું દર્શન હતું. સરદાર સરોવર નર્મદા ડેમ બાંધનાર લોકો પાસે જ્ઞાનની સાથે દૃષ્ટિ પણ હતી. આપણે રણજીતસાગર ડેમમાં ૫૦ ટકા કાંપ ભર્યો છે, તેને દૂર કરી ડેમને કેમ પુનઃ જીવિત નથી કરી શકતા? આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કેમ વાવાઝોડાં કે પૂરમાં વીજ લાઈનો ધોવાઈ જાય છે અથવા મોટું નુકસાન ભોગવે છે? ઈજનેરી ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યાં છે, પરંતુ તે બહુ ધીમા અને ક્ષુલ્લક છે.
ગુજરાત સરકારને સૂચન છે કે, દર વર્ષે ઈજનેરી ક્ષેત્રે નવીન કરનાર ઈજનેરોનું પુરસ્કારથી સન્માન કરવું જોઈએ.
સંગઠન
જીઆઈસીઈએ-ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ. જીઆઈસીઈએ વર્ષ ૧૯૪૭ માં સ્થપાયેલ અને હવે એક અનન્ય વ્યાવસાયિક સંસ્થા છે. આજે જીઆઈસીઈએ એ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની અગ્રણી સંસ્થા છે અને ચેરિટેબલ ટ્રસ્ટ અને સોસાયટી હેઠળ નોંધાયેલ બિન-સરકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે. સંસ્થાના નામ ઉપરથી એવું લાગે છે કે તે માત્ર સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ સભ્યો જ ધરાવે છે. ઈજનેરીની બીજી શાખાઓના સભ્યો આ સંગઠનમાં છે? ન હોય તો ગુજરાત સરકારે તેની રચના કરવા માટે આગળ આવવું જોઈએ. સિવિલ એન્જિનિયર્સ સંગઠને વારંવાર તૂટી જતા અને નબળા બાંધકામોના કારણો બાબતે જાહેર જનતાને વાકેફ કરવી જોઈએ. જાહેર સુખ સુવિધાના કામો, કે જે પ્રજાના કરવેરાના નાણામાંથી બને છે તે ઉચ્ચ ગુણવત્તાવાળા બને તે માટે આગળ આવવું જોઈએ. નબળા બાંધકામોને કારણે ઈજનેરોની છાપ પણ ખરડાઇ રહી છે.
આંતરરાષ્ટ્રીય ઉદાહરણ લઈએ તો, સ્માર્ટ મોબાઇલના પ્રારંભ કાળમાં તે હેન્ગ થતાં હતા, ચોંટી જતા હતા, આ ક્ષેત્રેના ઈજનેરોએ તે ખામી સિફતથી દૂર કરી દીધી. આજે સ્માર્ટ ફોનમાં આ સમસ્યા નથી. આપણે પણ વિવિધ ક્ષેત્રોની ઈજનેરી ક્ષતિઓ દૂર કરવા માટેની માનસિકતા અને દૃષ્ટિ કેળવવી પડશે.
ઈજનેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા અને શિક્ષણ આપતા અને મેળવતા તમામ લોકોને નૈતિકતા, દૂરદૃષ્ટિ, પ્રામાણિકતા વધે તેવા પ્રયાસો કરવા અનુરોધ છે. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મજબૂત બાંધકામો બહુ જરૂરી છે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો