Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પાંચ કરોડથી વધુ એસઆઈઆરના ફોર્મ છપાયાઃ એક કરોડથી વધુ પહોંચાડાયા

રાજ્યના ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણીપંચના ડાયરેક્ટરે યોજી સમીક્ષા બેઠક

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૮: ગુજરાતમાં ચાલી રહેલા એસ.આઈ.આર. ની સમીક્ષા કરતા ભારતના ચૂંટણીપંચના નિયામક અને સચિવે ગાંધીનગરમાં રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને એસ.આઈ.આર. પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો, ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા હોવાની માહિતી આ સમીક્ષા બેઠકમાં અપાઈ હતી. ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓકટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસ.આઈ.આર. (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણીપંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદકુમારે બેઠક યોજી હતી.

આ બેઠકમાં એસ.આઈ. આર. પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુકલાએ જણાવ્યું હતું કે, તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૫,૦૩,૮૩,૦૨૨ મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી ૧,૦૧,૦૪,૫૮૪ ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મસ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.

રાજયના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણીપંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદકુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે એસ.આઈ.આર. દરમ્યાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયતા કરી શકાય તે અંંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યની ૮ મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઈલેકશન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરો દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે. વધુમાં, ભારતના ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા એસ.આઈ. આર. અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી.પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh