Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં વન વિભાગ દ્વારા ૯ લાખથી વધુ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવાનું લક્ષ્યઃ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે જામનગર ૭૬ મા વન મહોત્સવની 'એક પેડ ર્માં કે નામ ર.૦' અંતર્ગત જામનગર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશના મહાન સપૂત સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીજી દ્વારા વર્ષ ૧૯પ૦ માં શરૂ કરાયેલી પરંપરાને જાળવી રાખી, વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ-જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
વન મહોત્સવ અંતર્ગત, જામનગર જિલ્લામાં વનિકરણના અનેક પ્રગતિશીલ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. સામાજિક વનિકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જામનગર જિલ્લામાં કુલ ૧૯.૪૩ લાખ ઔષધિય, સ્થાનિક અને ફળાઉ પ્રજાતિના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું આ મહોત્સવના માધ્યમથી વિતરણ તથા વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કુલ ૧૧૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વિશેષ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં ૧પ.૯૩ લાખ રોપા વાવવાનો કે વિતરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગત્ વર્ષે ૧ હેક્ટરમાં વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે, અને ચાલુ વર્ષે ર હેક્ટર વિસ્તારમાં વન કવચ અને ૧ હેક્ટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મીંગની અસર ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવેતર થાય તે આજના સમયની માગ છે. આ સમયે તેઓએ વન મહોત્સવની શરૂઆત કરાવનારા સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીજીને યાદ કર્યા હતાં. તેઓએ વધુમાં જણાવ્યું કે, વન વિભાગ દ્વારા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે અને જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ સાઈડ અને રોપા વાવેતર થઈ શકે તેવા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ કાર્યક્રમમાં હાજર રહેલ તમામને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાડવવામાં આવેલ હતો.
આ પ્રસંગે 'ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત'ના સ્વપ્નને સાકાર કરી શકાય તે હેતુથી ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને વૃક્ષારોપણ અને તેના જતન માટે પ્રતિબદ્ધતા દાખવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, કમિશનર ડી.એન. મોદી, વન અધિકારી પ્રશાંત તોમર અને એ.પી. પેલ, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સંસ્થાના ટ્રસ્ટી મૂળુભાઈ કંડોરિયા, લાલાભાઈ ગોરિયા, હરદાસભાઈ કંડોરિયા, કનારા, આમંત્રિત મહેમાનો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial