Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરની બેંક ઓફ બરોડાના કથળતા વહીવટ અંગે રજૂઆત

સૂરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૧૩: ઓખામંડળના મીઠાપુરની બેંક ઓફ બરોડાના કથળેલા વહીવટ અંગે સૂજરકાડી ચેમબર ઓફ કોમર્સ દ્વારા બેંકના એજીએમ (જામનગર) સમક્ષ ફરિયાદ સાથે રજૂઆત કરવામાં આવી છે.

બેંકના એક કેશિયર ૧૦-૩૦ વાગ્યે અને બીજા ૧૦-૪પ કલાકે ફરજમાં આવ્યા હતાં. પરિણામે બેંકમાં કામકાજ મોડેથી શરૂ થતા ૩૦ થી ૩પ બેંક ગ્રાહકો એકત્ર થઈ ગયા હતાં.

રિશેષમાં જમવા જતા કર્મચારીના સ્થળે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી નથી. અન્ય બેંકનો ચેક જમા કરાવવા તેના પેસા બીજા દિવસે આપી દેવાના હોય છે, જ્યારે મીઠાપુરની આ બેંકમાં સમયસર પૈસા જમા થતા નથી અને રજૂઆત કરવા જતા સમયે ઉદ્ધત જવાબ આપવામાં આવે છે, અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે, અને એવા જવાબ આપવામાં આવે છે કે ૪ થી પ દિવસ તો      થશે જ કારણ કે અહિં કલિયરીંગ હાઉસ નથી. આ જવાબ તદ્ન ખોટો અને ગેરવ્યાજબી છે.

બે ની જરૂરિયાત સામે માત્ર એક જ કેશિયરની સેવા ઉપલબ્ધ હોય છે. અમુક સમયે રોકડ રકમ મશીનમાં જમા કરાવવાનું જણાવવામાં   આવે છે.

આથી સૂરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પરિમલભાઈ દાસાણીએ આ અંગે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh