Advertisement
Author: નોબત સમાચાર

સર્વત્ર દરેક સંબંધોમાં આવો પ્રેમ આત્મીયતા હોય તો જીવન જીવવા જેવું લાગે

                                                                                                                                                                                                      

રજાનો દિવસ હતો અને લગભગ દસ વાગ્યાનો સમય હશે, ડ્રોઈંગ રૂમમાં રિતેશ સરિતા અને બાપુજી સતીષ ભાઈ નાસ્તા-ચા પતાવીને બેઠા હતા   સરિતા અને સતીષ બજારમાંથી લેવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. ઘરની વસ્તુઓ પોતાના અંગત વપરાશની વસ્તુઓ ,દીકરા ચિન્ટુ માટેની વસ્તુઓ વગેરે એ પછી સરિતાએ પપ્પાને પૂછ્યું કે પપ્પાજી આમ તો તમારી બધી વસ્તુ મેં લખી નાખી છે પણ  તમારે બીજી  કોઈ વસ્તુ ખલાસ થવા આવી હોય એ કાંઈ લાવવાની છે? પપ્પાજી કહે મારી બધી જરૂરિયાતો તને ખબર જ હોય છે અને તે લખી જ હોય છે એનાથી વિશેષ મારે શું હોય?  આ બાળકો અને પપ્પાજી ના સંબંધો એકદમ પારદર્શક , એ જોઈને આપણને થાય કે પિતા કે સસરા હોય તો આવા જોઈએ. પુત્રવધૂને પોતાના  પપ્પા યાદ આવે જ નહીં.

પપ્પાની એટલે કે સસરાની સમય સમયની દવાઓનો ખ્યાલ પણ સરિતા રાખતી હતી. પપ્પાના નાસ્તા, દવા, જમવાના સમય એ સાચવે. પપ્પાને ક્યાં તો એ યાદ રાખે. એની કાંઈ તકલીફ હોય તો એ પપ્પાને કહે. અથવા તો પપ્પા સતીષભાઈ વહુ બેટાનો ચહેરો જોઈ સમજી જાય. આમ તો સરિતા લાગણી ચહેરા પર દેખાવા ન દે પણ તોય બાપ તો બાપ હોય એ જોઈને માપ કાઢી લે. હમણાં રક્ષાબંધને સરિતાને એના ભાઈને રાખડી બાંધવા પિયર જવાનું હોય એ પપ્પા ને ખબર. એમણે કહેલું દીકરા રિતેશ કે સરિતાનો ભાઈ નીતિન  ટુરમાંથી બપોરે આવવાનો છે ને? તો  બપોરે જમ્યા પછી   એના ભાઈને રાખડી બાંધવા લઈ જજે. એ વખતે રિતેશ કાંઈ ન બોલ્યો. પિતાજીને થયું કે આ કેમ કાંઈ બોલતો નથી. એ ચૂપ રહૃાા .બીજે દિવસે સવારે સતિષભાઈ સોફા પર ચ્હાની  રાહ જોઈ  બેઠા હતા  અને બાજુમાં દીકરો રિતેશ એનું કામ લેપટોપ પર કરતો હતો. સરિતા ચ્હા લઈને આવી અને પપ્પાજી ને આપી, પપ્પાજી એ પૂછ્યું બપોરે જમ્યા પછી આરામ કરી પિયર જઈશ ને ? સરિતા કહે કે પપ્પાજી હું નથી જવાની, પપ્પાજી કહે કેમ? આણે ના પાડી? તરત રિતેશ બોલ્યો કે હું શુ કામ ના પાડું? એ બોલ્યા કે તો શું છે ? નીતિન નથી આવ્યો ટૂર પરથી? શું છે? સરિતા કહે રિલેક્ષ પપ્પાજી ,  ભાઈ આવી ગયો છે.... પારુલ દીદી બપોરે આવવાના છે , હું કેવી રીતે જાઉં? પપ્પાજીએ તરત દીકરી ને ફોન લગાવ્યો અને જે કહૃાું તે સમજાવીને  પ્રેમથી કહૃાું અને સરિતાને કહૃાું પારુલ સવારે જ આવશે અહીંયા જમશે ,  તું તારું જવાનું ગોઠવજે સરિતા નાચી ઉઠી.... સસરાજીને વળગી પડી.... આંખમાં આંસુ સાથે બોલ્યા કે મારે તો દીકરી વળાવી અને દીકરી આવી, પારુલ પછી તું જ છે...

 આ સસરા. અરે આવા તો અનેક કિસ્સા, અરે એકવાર રિતેશ સરિતાએ નક્કી કર્યું કે માં ના ગયા પછી પપ્પાજી ક્યાંય બહાર ગયા નથી... આપણે પપ્પા ના બાળપણના ખાસ મિત્ર  દિનકર કાકા ને અને પપ્પાજી ને ફરવા મોકલીએ... પંદર દિવસ ફરી આવે .તેમણે આ વાત પપ્પાજી ને કરી. પપ્પાજી કહે કે હું એમ ફરવા ન જાઉં. તમે લોકો પણ ક્યાં બહાર નીકળ્યા છો? તમે લોકો સાથે આવો તો જ જઈશ... નહીં તો નહીં... સરિતા કહે કે  દિનુ કાકા અને તમે જાઓ ને? સતિષભાઈ કહે ના ના એ દીનો નકામો છે... બોરિંગ છે... હું તો એની સાથે બોલતો જ નથી... સરિતા કહે પપ્પાજી ગુસ્સો તો અમને પણ એમના પર છે પણ  એની એ લાચારી સમજો...એ અત્યારે કેટલા દુઃખી હશે?

સતીશ અને દિનકરભાઈ બાળપણના મિત્ર , ક્યારેય એકલા ન હોય બધે સાથે ને સાથે. સાવ નાના હતા ત્યારે સાંજે એકબીજાને ઘરે જ જમી લે.... પરણ્યા એક જ તારીખે , ફરવા ગયા બે યુગલ સાથે જ... અને માનશો ? બન્નેની પત્ની બિમાર પડી મૃત્યુ પામી એક જ મહિનામાં આગળ પાછળ. બે ય મીઠું ઝઘડે , બાળકો વચ્ચે ન પડે... કારણ ખબર કે બેય પાછા  એક જ થશે...બન્ને એકબીજાની ખામી ખૂબી, ગમો અણગમો જાણે , એકબીજા ના પગલાં પડે ને ખબર પડે કે આ શું કરશે? સતીષભાઈ તો દિનકરભાઈ ને ઘણીવાર ખખડાવે... દિનકરભાઇ સતીષ ને ઘેર આવે અને સતિષભાઈ છાપામાં મોઢું નાખી બેસી રહે તો દિનકર છાપું ફાડીનાખે.... સાલા છાપા જુવે છે મને જો...., બાળકો હસી પડે... આવા તો કેટલાય કિસ્સા . આ દિનકરભાઇ દસ દિવસથી ગાયબ હતા....

આજે, આ લોકો સવારે ખરીદીની યાદી બનાવતા હતા ત્યારે અચાનક ડોરબેલ  વાગી..... ક્યારેય નહીં ને આજે સતિષભાઈ બોલ્યા કે દીનો હશે... ખબરદાર જો કોઈ કાંઈ  બોલ્યું છે તો....  સરિતાએ બારણું ખોલ્યું... સામે ખરે ખર દિનુકાકા જ હતા... એણે આવો પણ ન કહૃાું , દિનુકાકા આદત મુજબ કેમ છે બેટા ,ચાલ પાણી લઇ આવ, સરસ ચ્હા લઇ આવો આજે તો જમીશ પણ અહીં જ....એમ કહૃાું  પણ સરિતા કાંઈ બોલ્યા વગર અંદર ચાલી ગઈ , એમણે રિતેશ સામે જોઈ કહૃાું શું થયું? રીતેશ પણ કોઈ પ્રતિભાવ આપ્યા વગર અંદર ચાલ્યો ગયો.  એ પછી એમણે એમના મિત્ર સતિષભાઈ સામે જોયું.... એ પણ છાપામાં માથું નાખી બેઠો હતો... આ વખતે દિનકરભાઈએ છાપું ન ફાડ્યું... બારણા તરફ વળ્યાં અને  ભારે હૈયે બોલ્યા *અહીં પણ મારું કોઈ નથી....* એ સાથે જ સતિષભાઈ ઉભા થયા અને બોલ્યા અહીં બધા જ તારા છે પણ તું નથી ગણતો.. નાલાયક  , હરિભાઈ ના વૃદ્ધાશ્રમમાં રહેવા ગયો? કહૃાું પણ નહિ? તું બહુ દિવસથી દેખાયો નહીં એટલે એક સાંજે હું આંટા મારતો તારા  ઘેર ગયો તો તારી પુત્રવધૂએ  ખરાબ રીતે કહૃાું કે હવે અહીં  નથી... એ પછી હરિભાઈ મળ્યા ત્યારે એમણે વાત કરી... એને ય નવાઈ લાગી કે તમને ખબર નથી? બાકી તમને કીધા વગર એ પાણી પણ ન પીએ . અહીં આવી  રિતેશ સરિતાને કહૃાું તો એમને ય આઘાત લાગ્યો....,પણ  અચાનક શું થયું? દિનકર કહે.... તેના પાડી હતી... તોય ગયા વર્ષે  ઘર મિલકત બધું દીકરા વહુ ના નામે કરી નાખ્યું, દીપકને ઇન્ડસ્ટ્રી નાખવી હતી,દૂર  મોટો ફ્લેટ લેવો હતો...એ લઇ લીધો... તને કહું તો તું ગુસ્સે થાય  એટલે...આ મેં તારાથી છુપાવ્યું....પણ ભૂલ કરી... પછી ઘણું બની ગયું મેં તારાથી છાનું રાખ્યું.... હજી બે થાપણ મારા નામે રાખી છે..... મારું પેન્શન આવે છે એટલે એમાંથી હરિભાઈને ખર્ચના આપી શકાય પણ એય કહે છે કે તારા પૈસા ન જોઈએ ...આજે મન મૂંઝાતું હતું..  એમ થયું કે તારા આગળ હૈયું ઠાલવું ... સાથે જમીયે વાતો કરીએ.... તારો રિતેશ.... આ દીકરી સરિતા તને જે પ્રેમ આપે છે એ જ મને આપે છે... થોડું વહાલ કરી આવું...  રિતેશ સરિતાની આંખમાં પણ આંસુ હતા... સરિતા બોલી કે જે થયું તે... હવે તમે અહીં અમારી સાથે રહેશો... આટલું મોટું ઘર છે....અમારો રૂમ , દીકરા મોન્ટુનો રૂમ પપ્પાજી નો રૂમ ગેસ્ટ રૂમ અને ઓફિસ રૂમ ,તમે બે મિત્રો મોજ થી રહો.... અમે  તમારા બેયનું ધ્યાન રાખશું.... મોન્ટુને તો બે બે દાદાજી સાથે મીંજ આવશે... દિનકર ભાઈ ખચકાતા હતા.... સતિષભાઈ તાડૂક્યા.... ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છે તો... આ બે ના સ્વભાવથી હરિભાઈ તો વાકેફ હોય ને.... એ પણ નાનપણથી સાથે હતા.... પણ ઘનિષ્ઠ નહીં....

આ આનાકાની ચાલતી હતી અને હરિભાઈ  દિનકરભાઈનો સામાન લઇ આવી ગયા... બધા એ તાળીઓ પાડી.... એ બોલ્યા કે મને ખબર હતી કે સતિષભાઈ અને એમના બાળકો હવે આને જાવા નહીં દ્યે... બધા રાજી થયા અને સતિષ ભાઈ...દિનકરભાઇ ... રિતેશ સરિતા મોન્ટુ અને હરિભાઈ બધા ફરવા ગયા....

આવો પ્રેમ ક્યાં મળે? વહુને દીકરી માને, વહુ સસરાને પપ્પા માને... મિત્રો ભાઈથી વિશેષ... આપણને થાય... આવો પ્રેમ સર્વત્ર હોય....

 

(સોશિયલ મીડિયા પર છૂટક અમુક નાના કિસ્સા જોયેલા એ પરથી પ્રેરાઈ આ સંકલિત વાર્તા લખી છે.)

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh