Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્રકારે ઈન્ટરવ્યૂમાં બેફામ નિવેદન કરતા પૂર્વ સાંસદ ખફાઃ
જામનગર તા. ૨૭: જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યએ રાજકોટમાં પત્રકારિત્વ કરતા વ્યક્તિ સામે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ આ પત્રકારે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જાહેર જીવનના આ વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાય તે પ્રકારે વિધાનો કર્યા હતા.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને હાલમાં ખેતી તથા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમભાઈ અરજણભાઈ માડમે રાજકોટમાં વસવાટ કરતા અને પત્રકાર તરીકે કામ કરતા જગદીશભાઈ મહેતા સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વિક્રમભાઈ જામનગર જિલ્લાના બે વખત સંસદ સભ્ય રહી ચુક્યા છે અને એક વખત તેઓ ખંભાળિયામાંથી ધારાસભ્યપદે પણ ચૂંટાઈ આવ્યા હતા. તે દરમિયાન ગઈ તા.૧૮ જુલાઈના દિને પત્રકાર જગદીશભાઈએ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તે ઈન્ટરવ્યૂમાં જગદીશભાઈએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર વિક્રમભાઈ વિશે અસત્ય બોલી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદાથી કેટલીક વાત કરી હતી.
તે ઉપરાંત વિક્રમભાઈ જે સમાજમાંથી આવે છે તેમાં અને રાજકીય પાર્ટી તેમજ ખેડૂત વર્ગમાં વિક્રમભાઈની રાજકીય નેતા તરીકેની પ્રતિષ્ઠા ખરડાય અને નાગરિકોમાં નફરત, દ્વેષ, અણગમો પ્રસરે તેવા વિધાનો આ ઈન્ટરવ્યૂમાં વિક્રમભાઈના કહેવા મુજબ પત્રકાર જગદીશભાઈ મહેતાએ કર્યા હતા. જાહેર જીવનમાં વિક્રમભાઈની આબરૂને નુકસાન થાય અને આગામી સમયમાં પણ તેના પડઘા પડે તે પ્રકારનું કૃત્ય કરાતા આખરે વિક્રમભાઈએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી બીએનએસની કલમ ૩૫૬ (ર), ૩૫૩ (૧) (સી) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial