Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વીઝા માટે વન ટાઈમ એક લાખ ડોલર ફી લાગુ કરીને ભારત સહિતના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગને નિશાન બનાવ્યા બાદ ધારણા મુજબ હવે હેલ્થકેર-ફાર્મા ઉદ્યોગને ટાર્ગેટ કરીને ફાર્મા આયાત પર ૧૦૦% ટેરિફનું શસ્ત્ર ઉગામતા ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા બાદ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૬% અને નેસ્ડેક ૦.૪૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૯ અને વધનારની સંખ્યા ૨૧૨૦ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર એફએમસીજી, ઇન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૧૬,૫૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૬,૮૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૬,૫૧૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૭૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૬,૭૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ. ૧,૪૩,૮૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૪૪,૨૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૪૩,૫૩૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૨૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૪૩,૯૨૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ટાટા કેમિકલ (૯૨૦) : કોમોડીટી કેમિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૯૩૪ થી રૂ. ૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૯૪૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!
સ્ટેટ બેન્ક (૮૬૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૮૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૮૮૪ થી રૂ. ૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૬૮) : રૂ. ૮૫૭ નો પ્રથમ તેમજ રૂ. ૮૫૦ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૮૮૦ થી રૂ. ૮૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કલ્યાણ જ્વેલર્સ (૪૫૫) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૪૬૭ થી રૂ. ૪૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૪૪૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, આગામી સપ્તાહ ભારતીય શેરબજાર માટે ઉતાર-ચઢાવ ભરેલું રહી શકે છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની પ્રગતિ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે. બજારમાં સૌથી મોટો ફોકસ એમપીસીની વ્યાજદર જાહેરાત પર રહેશે, જ્યાં ૦.૨૫% રેપો રેટ ઘટાડાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો રેપો રેટમાં ઘટાડો થાય તો બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટર માટે સકારાત્મક અસર જોવા મળી શકે છે, જ્યારે સ્થિર વ્યાજ દર બજારમાં નિરાશા ફેલાવી શકે છે. એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક બજારોમાં નબળાઈ પણ ભારતીય ઇક્વિટી પર દબાણ જાળવી શકે છે.
સાથે જ ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં સકારાત્મક સમાચાર બજારમાં શોર્ટ-ટર્મ રાહત આપી શકે છે, પણ અમેરિકાની દબાણવાળી નીતિ અને ફાર્મા ઉત્પાદનો પર ઊંચા ટેરિફ રોકાણકારોની ચિંતા વધારી શકે છે. ફાર્મા અને આઈટી સેક્ટરમાં વેચવાલી ચાલુ રહે તેવી શક્યતા છે, ખાસ કરીને અમેરિકન આઈટી સર્વિસ કંપનીઓના નબળા ગાઈડન્સને ધ્યાનમાં લેતા આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ ડોમેસ્ટિક થીમ્સ જેમ કે કન્ઝમ્પ્શન, બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે અને સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જરૂરી રહેશે.