Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીમાં લોહાણા સમાજ દ્વારા તડામાર તૈયારી

શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: આગામી વિક્રમ સંવત ર૦૮ર કારતક સુદ-૭ ને બુધવાર, તા. ર૯-૧૦-ર૦રપ ના પૂ. જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતીનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની ર૭ મી નાત (સમૂહ ભોજન) ના પ્રસંગોને ધામધૂમથી ઉજવવા શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

છોટીકાશી જામનગરમાં વિક્રમ સંવત ર૦પ૬ (સને ૧૯૯૯) (પૂ. જલારામબાપાની ર૦૦ મી જન્મ જયંતી) થી શરૂ કરાયેલ સમૂહ જ્ઞાતિભોજનનો આ અવિરત સેવાયજ્ઞ ર૬ વર્ષ પૂર્ણ કરી ર૭ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ હોય, ત્યારે આ વર્ષે પણ જલારામ જયંતીની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.

જલારામ જયંતીની ઉજવણી અંતર્ગત તા. ર૮-૧૦-ર૦રપ ને મંગળવારના સાંજે ૬ કલાકે 'જલારામનગર', પ્રણામી સંપ્રદાયનું મેદાન, પ્રણામી સ્કૂલ પાસે, નવાનગર બેંકની સામે, હિરજી મિસ્ત્રી રોડ, જામનગરમાં રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન યોજવામાં આવેલ છે.

શ્રી જલારામ જયંતીના દિવસે એટલે તા. ર૯-૧૦-ર૦રપ ને બુધવારના સવારે ૭-૩૦ કલાકે જામનગર પાંજરાપોળ (લીમડાલાઈન) ની ગૌશાળામાં ગાય માતાને ઘાસ, લાડું આરોગવાનો કાર્યક્રમ તેમજ આ જ દિવસે જ્ઞાતિભોજન પૂર્વે સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનો ભોજન સમારોહ (માસ્તાન) સવારે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. ત્યારપછી શહેરમાં પ્રસાદ વિતરણ માટે 'જલારામ રથ'નું પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારપછી સમસ્ત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) બપોરના ૧૧ થી ર વાગ્યા દરમિયાન રાખવામાં આવેલ છે.

વિશેષમાં થેલેસેમિયા બાબતે જાગૃતિ લાવવા માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન ડો. દિપકભાઈ ભગદેના માર્ગદર્શન હેઠળ રઘુવંશી ડોક્ટરોની ટીમ દ્વારા ભોજન સમારંભના સ્થળ પર જ્ઞાતિ ભોજનના સમય દરમિયાન પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલ છે.

જલારામ જયંતીના દિવસે જલારામ મંદિર બાપા અને જલારામ મંદિર સાધના કોલોનીમાં સાંજે ૭ કલાકે મહાઆરતી તથા પ્રસાદ રાખવામાં આવેલ છે.

શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના કર્મઠ સદસ્યોએ અવિરત રપ વર્ષ સુધી જ્ઞાતિ સમૂહ ભોજનના આ સેવાયજ્ઞનું આયોજન કરેલ જેમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્ના સહિતના સ્થાપક સદસ્યોના નેજા હેઠળ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવતી.

ઉપરોક્ત તમામ કાર્યક્રમોની સફળતાપૂર્વક ઉજવણી માટે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના નવયુવાન સદસ્યો સર્વે સૌરભ ડી બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદીપ મોદી, હિરેન રૂપારેલિયા, નિશિત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયાના નેજા હેઠળ સૌ યુવાન કાર્યકરો ભાઈઓ-બહેનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh