Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પગાર વધારા સહિતના લાભો આપવા માંગણીઃ
જામનગર તા. ૮: ગુજરાત રાજ્ય આશા વર્કર કર્મચારી સંઘ (સંલગ્ન ભારતીય મજદૂર સંઘ) દ્વારા ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું, અને પગાર વધારા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
આ રેલીમાં વિશાળ સંખ્યામાં આશા વર્કર બહેનો જોડાયા હતાં અને મ્યુનિ. કમિશનરને પાઠવેલ આવેદનપત્રમાં રજૂઆત સાથે માગણી કરવામાં આવી હતી, જેમાં આશા વર્કરને ૧૮ હજાર, આશા સહયોગીની, આશા ફેસીલીટેટરને ર૪ હજાર અને બીટીટી કો-ઓર્ડીનેટરને ૩૦ હજાર પ્રતિમાસ પગાર આપવો જોઈએ.
આ કર્મચારીઓને ઈપીએફ, ઈએસઆઈનો સાથે પેન્શનનો લાભ આપવામાં આવે. તેમના કામ દરમિયાન મૃત્યુના કિસ્સામાં પાંચ લાખની સહાય આપવામાં આવે, નિવૃત્ત લાભ સ્વરૂપે ૧૦ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે, યોગ્યતા ધરાવતા આશા વર્કરને એએનએમ તથા બઢતી આપવામાં આવે, આશા વર્કરને વર્ષમાં બે વખત ગણવેશ આપવામાં આવે, અથવા તેના બદલામાં રોકડની ચૂકવણી કરવામાં આવે. આશા વર્કરને યાત્રા ભથ્થું ચૂકવવામાં આવે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન લાભાર્થી પ્રવેશ મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષની છે તેને પપ વર્ષની કરવી જોઈએ, મોબાઈલ આપવા, ટેબલેટની સુવિધા આપવી જોઈએ, અને માતૃત્વના કિસ્સામાં રજા આપવામાં આવે. આ તમામ માંગણીઓ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial