Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણી જુગારની મહેફિલ ઠેરઠેર જામી રહી છે. જુગારના દસ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા અને ૮૦ હજારની રોકડ સાથે ૪૪ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા કાળુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, કિશન હમીરભાઈ કાગડીયા, વીજય લાખાભાઈ જમોડ, હમીરભાઈ રાણાભાઈ કાગડીયાને રૂા.૭૩૪૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં જુગાર રમતા રામગર જેરામગર અપારનાથી, બાબુભાઈ ભીખાભાઈ કાગડીયા અને અરવિંદગર ઉર્ફે કાલો દીનેશગર મેઘનાથીને રૂા.૩૫૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
ઓખામંડળના આરંભડા ગામની જયઅંબે સોસાયટીમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ખુશ્બુબેન કલ્પેશભાઈ સામાણી, સંજનાબેન ભુલુભાઈ નાયાણી, વર્ષાબેન અક્ષયભાઈ ગોસ્વામી, ઉમાબેન ભુલુભા નાયાણી, રેખાબેન રમેશગીરી ગોસ્વામી, વિભાબેન દિનેશભાઈ તન્ના, અંજનાબેન કિશોરભારથી ગોસાઈ અને તારાબેન રમેશગીરી ગોસ્વામીને પોલીસે ઝડપી લીધા હતા. જો કે, રાત્રિનો સમય હોવાથી તમામ મહિલાને નોટીસ આપી મુક્ત કરાયા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂા.૧૫૧૨૦ની રોકડ રકમ કબજે કરી હતી.
ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડથી ચારબારા ગામના માર્ગે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સિદ્ધરાજસિંહ બાલુભા ચુડાસમા, હઠુભા અજીતસિંહ ચુડાસમા, અનિરૂદ્ધસિંહ રણજીતસિંહ ચુડાસમા, સંજયસિંહ ગુમાનસિંહ ચુડાસમા અને વિજયસિંહ ઉમેદસંગ જાડેજાને રૂા.૧૧૫૫૦ની રોકડ સાથે પોલીસે દબોચી લીધા હતા.
આ ઉપરાંત આ જ વિસ્તારમાં અન્ય એક જુગારના દરોડામાં નિરૂભા નવુભા જાડેજા, અશોકગર ખીમગર ગોસ્વામી, સિદ્ધરાજસિંહ હરીસિંહ ચુડાસમા, અનોપસિંગ ભીમસંગ ચુડાસમા, સુખદેવસિંહ ગુમાનસિંહ ચુડાસમાને રૂા.૧૦૨૫૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.
ભાણવડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જયોતિબેન પ્રવીણભાઈ અપારનાથી, ગીતાબેન જયસુખભાઈ, સલમાબેન, પ્રવીણગર નારણગર અપારનાથી અને કાનાભાઈ દેવાભાઈ આંબલીયાને રૂા.૧૧૦૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભાણવડમાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા હીરાભાઈ મનુભાઈ સોરઠીયા અને દેવશીભાઈ જીવાભાઈ સોરઠીયાને રૂા.૬૦૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં જુગાર રમી રહેલા મેરામણભાઈ સવાભાઈ કરમુર, કારાભાઈ ઓઘડભાઈ કરમુર, કમલેશભાઈ જીવણભાઈ અંકલેશ્વરીયાને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે વિપુલ રામભાઈ કરમુર નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂા.૧૨૦૦ની રોકડ કબજે લીધી હતી.
ખંભાળિયા તાલુકાના સલાયાના ઉગમણાબારા ગામે જુગાર રમતા સુખદેવસિંહ અજીતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, જયપાલસિંહ રવુભા જાડેજા અને અજીતસિંહ ભીખુભા જાડેજાને રૂા.૬૦૭૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ઉગમણાબારામાં જુગારના અન્ય એક દરોડામાં મહેન્દ્રસિંહ મુળૂજી જાડેજા, હેમતસિંહ હરીસિંહ જાડેજા, ઉમેદસિંહ ભાણજી વાઢેર, જોરૂભા સરતાનજી જાડેજા અને જુવાનસિંહ ખીમાજી જેઠવાને પોલીસે ઝડપી લઈ જુગારના સ્થળેથી રૂા.૧૩૯૫૦ની રોકડ કબજે લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial