Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર કાકાને પાઈપ ફટકારાયોઃ
જામનગર તા. ૧૬: જોડિયાના મફતીયાપરામાં રહેતા એક યુવાન પોતાના કાકાના ઘર પાસે વસવાટ કરતા શખ્સને પાણીના નિકાલ બાબતે થયેલી બોલાચાલી માટે સમજાવટ કરવા જતા તેમના પર ત્રણ શખ્સે હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર આ યુવાનના કાકાને પણ પાઈપ ફટકારાયો હતો.
જોડિયા શહેરના મફતીયાપરામાં રહેતા માછીમાર ગુલામહુસેન રફીકભાઈ સનાના કાકા મનસુરભાઈના પાડોશી આમદ સીદીકભાઈ સના સાથે થોડા દિવસ પહેલાં પાણીના નિકાલ બાબતે જોડિયાના નાનાવાસમાં રહેતા યુનુસ ઈશાક રાધા, એજાઝ બોદુ રાધા, રમઝાન બોદુ રાધાને બોલાચાલી થઈ હતી.
તે બાબતે સમજાવટ કરવા ગઈકાલે રાત્રે ગુલાબહુસેન સના જતા એજાઝ રાધાએ માથાકૂટ કરી ફડાકો ઝીંકયો હતો. જ્યારે યુનુસ ઈશાકે પાઈપથી હુમલો કર્યાે હતો. રમઝાન બોદુભાઈએ ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. આ વેળાએ મનસુરભાઈ વચ્ચે પડતા તેઓને માથામાં પાઈપ ફટકારી દેવામાં આવ્યો હતો. જોડિયા પોલીસ સ્ટેશનમાં તેની મોડીરાત્રે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial