Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે
જામનગર તા. ૧૭: જામનગરના વોર્ડ નં. ૭માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૦૦.૦૫ લાખના ૧૧ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતાં.
વોર્ડ નં. ૭માં શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહૃાા છે, જેના ભાગરૂપે તારીખ ૧૩.૯.૨૦૨૫ ને શનિવારના જામનગરના વોર્ડ નંબર સાતમાં આવેલી આનંદ સોસાયટી શેરી નંબર સાત અને આઠમાં સીસી રોડના કામ, ખોડીયાર કોલોની શક્તિ નગર પોલીસ ચોકીની બાજુમાં ઉમેશભાઈના ઘર પાસેથી પેવર બ્લોકના કામ અને શિવમ પાર્ક શેરી નંબર ચારમાં કરણસિંહ સોલંકી ના ઘર પાસે આવેલા કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તદ્પરાંત કેવલિયા વાળી સોસાયટી શેરી નંબર ત્રણમાં શિવ દર્શન એપાર્ટમેન્ટ વાળા રસ્તા પર સીસી રોડના કામ અને કોમન પ્લોટ માં કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
ત્યાર પછી ઓશવાળ -૪ સોસાયટી, શેરી નંબર -૧ માં અશ્વિનભાઈ માલાણી ના ઘર પાસે કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે સવારે ૧૧.૦૦ વાગ્યે ગજાનંદ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ ની સામે ના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામ, મયુર પાર્ક સોસાયટી શેરી નંબર એક તથા બે માં ઓર્ચીડ બિલ્ડીંગ પાસે સીસી રોડના કામ, વાસાવીરા સોસાયટી ભાનુ પાર્ટી પ્લોટની બાજુની શેરીમાં સીસી રોડના કામ શિવમ એવન્યુ -૧ પાસેના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામ અને સીતારામ સોસાયટી મહાકાળી ના મંદિર પાસે આંતરિક શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમોની શૃંખલામાં ધારાસભ્ય સાથે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી આ ઉપરાંત વોર્ડ નંબર ૦૭ ના ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો, અને વોર્ડ નંબર ૦૭ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial