Advertisement
Author: નોબત સમાચાર

જામજોધ૫ુરના માલવડાનેસ વિસ્તારમાંથી મળી દેશીની ભઠ્ઠીઃ દારૂ, આથો, બાઈક જપ્ત

ગંગાજળીયાનેસવાળા આરોપીની કરાઈ ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુરના માલવડાનેસ વિસ્તારમાંથી પોલીસે દેશી દારૂની એક ભઠ્ઠી કબજે કરી લીધી હતી. સ્થળ પરથી ૪૦૦ લીટર આથો, ૧૦૫ લીટર દારૂ, બાઈક કબજે લેવાયા હતા.

જામજોધ૫ુર તાલુકાના માલવડાનેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી ગયા સપ્તાહે પોલીસે પીઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી ગંગાજળીયાનેસમાં રહેતા સરમણ દેવાભાઈ મુછાર નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી બે બેરલમાં ભરેલો ૪૦૦ લીટર આથો તથા ૧૦૫ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો તેમજ જીજે-૧૦-સીક્યુ ૮૨૩૩ નંબરનંુ બાઈક મળી રૂ।.૫૬૫૦૦નો મુદ્દામાલ કબજે કરી સરમણ દેવાભાઈની ધરપકડ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh