Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્વિજય પ્લોટમાંંથી તીનપત્તી રમતા પાંચ મહિલા પકડાયાઃ અન્ય બે દરોડામાં છ ઝબ્બેઃ
જામનગર તા. ૨૩: જામનગરના ગોકુલનગર નજીક સરદારનગરની શેરી નં.૮માં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત છને એલસીબીએ પકડી લઈ પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ. પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. કાલાવડના ધોરાજી રોડ પરથી ચાર શખ્સ ગંજીપાના કૂટતા પકડાયા છે. દિગ્વિજય પ્લોટ-પ૮માંથી પાંચ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા છે. બુટાવદરમાંથી બે પત્તાપ્રેમીની અટકાયત કરાઈ છે. જામનગરમાંથી એક વર્લીબાજની ધરપકડ થઈ છે.
જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે સરદારનગરની શેરી નં.૮માં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી મુંગણી ગામના બ્રિજરાજસિંહ સુભાષસિંહ જાડેજા, ક્રિપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા, ભાવેશ કાંતિલાલ સોનગરા તથા શોભનાબા બળદેવસિંહ ગોહિલ, જયદીપાબેન વિજયભાઈ ગોસ્વામી, સોનલબેન વિજયભાઈ શ્રીમાળી નામના છ વ્યક્તિ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૩૩૨૬૦ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૂ. ૧,૭૩,૨૬૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
કાલાવડના ધોરાજી રોડ પર મીઠી વિરડી પુલ પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા સંજય અરજણભાઈ કાકરીયા, મનસુખભાઈ જસાભાઈ બાબરીયા, છગનભાઈ રૂપાભાઈ વાણીયા, રાહુલભાઈ વાલજીભાઈ કાકરીયા નામના ચાર શખ્સ રૂ. ૫૩૮૦ સાથે પકડાઈ ગયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં ભાનુપરાની શેરી નં.રમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા વર્ષાબેન હીતેશભાઈ ભદ્રા, શાંતુબેન માધુભાઈ પઢીયાર, આરતીબેન પ્રદીપભાઈ કારીયા ઉર્ફે દિવ્યાબેન, સાવિત્રીબેન વાલજીભાઈ દામા, પ્રફુલાબેન જયંતિભાઈ કટારમલ નામના પાંચ મહિલાને પોલીસે પકડી લીધા હતા. પટમાંથી રૂ. ૨૦૯૦ કબજે કરાયા છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીક આવેલા બુટાવદર ગામની સોસાયટીમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા કારાભાઈ ગોવિંદભાઈ મકવાણા, કિશોરભાઈ જીવાભાઈ મકવાણા નામના બે શખ્સને શેઠવડાળા પોલીસે પકડી લઈ પટમાંથી રોકડ તથા ગંજીપાના કબજે લેવાયા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા અખ્તર જાહિદહુસેન મિરઝા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial