Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચંદ્રાવાડામાં તીનપત્તી રમતા પાંચ પકડાયાઃ
જામનગર તા. ૨૧: કલ્યાણપુરના ચંદ્રાવાડામાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટતા પાંચ ઝડપાઈ ગયા છે. રૂ।.૨૮૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે કલ્યાણપુરના નંદાણામાં એક ઓફિસમાંથી એલસીબીએ પાંચ શખ્સને તીનપત્તી રમતા પકડી પાડી રૂ।.૧,૩૨,૮૬૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં ગુરૂવારની રાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે એક શાળા નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા નગાભાઈ લીલાભાઈ ઓડેદરા, રામભાઈ કરશનભાઈ અમર, કેશુભાઈ પરબતભાઈ અમર, હાજાભાઈ બાલુભાઈ અમર, ભીમાભાઈ જેઠાભાઈ ઓડેદરા નામના પાંચ શખ્સ રૂ।.૧૩૨૦૦ રોકડા અને ત્રણ મોબાઈલ સાથે ઝડપાઈ ગયા હતા.
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં એક ઓફિસમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી દ્વારકા એલસીબીના સ્ટાફે નંદાણામાં ભીમશીભાઈ પાલાભાઈ જોગલની ઓફિસમાં દરોડો પાડતા જુગારની મહેફિલ મળી આવી હતી.
ત્યાં નાલ આપી તીનપત્તી રમતા જમનભાઈ રામજીભાઈ નકુમ, રૃંધાભાઈ વેજાણંદભાઈ ચાવડા, મુળૂભાઈ કેશુરભાઈ ચાવડા, રૃંધાભાઈ વજશીભાઈ ચાવડા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ।.૯૧૮૬૦ રોકડા, છ મોબાઈલ મળી કુલ રૂ।.૧,૩૨,૮૬૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial