Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગલા પૈસાની માગણી કરતા વેપારીને ધમકાવાયાઃ
જામનગર તા. ૧૭: ધ્રોલના ખારવા રોડ પર દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા એક વેપારીએ ઉધારમાં સિગારેટ લેવા આવેલા વ્યક્તિઓને આગલા પૈસા આપો તેમ કહેતા ધોકો લઈને આવેલા આ શખ્સોએ વેપારી તથા તેમના ભાઈને ગાળો ભાંડી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ધ્રોલ શહેરમાં ખારવા રોડ પર રહેતા વિજયભાઈ થોભણભાઈ ગડારા નામના વેપારી ગઈકાલે બપોરે પોતાની પ્રોવિઝન સ્ટોર પર હાજર હતા ત્યારે ત્યાં મનિષ પરમાર ઉર્ફે કબૂતર નામનો શખ્સ સિગારેટ ખરીદવા આવ્યો હતો. આ શખ્સ બે સિગારેટ લઈને ચાલ્યા ગયા પછી થોડીવાર પછી મનિષ તથા માંડાભાઈ ઝુંઝા નામના બે શખ્સ ફરીથી આવ્યા હતા.
આ શખ્સોએ ફરીથી ઉધારીમાં સિગારેટ આપવાનું કહેતા વેપારી વિજયભાઈએ આગલા પૈસા આપો તેમ કહેતા તારા પૈસા લઈને આવું છું તેમ કહીને બંને વ્યક્તિ જતા રહ્યા હતા. ત્યારપછી એક્ટિવા સ્કૂટરમાં ધોકા સાથે ધસી આવેલા મનિષ ઉર્ફે કબૂતર અને માંડાભાઈએ ગાળો ભાંડી મહેશભાઈ તથા વિજયભાઈને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની વિજયભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial