Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨મા સમૂહ લગ્નમાં ૨૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાશેઃ
ખંભાળીયા તા. ૯: ખંભાળીયામાં દ્વારકા હાઈ-વે પાસે તત્ત્વ હોટલ નજીક રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ કાર્યકર સમિતિ તથા રાજગોર યુવક મંડળ દ્વારા ૩૨મા સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિતનું આયોજન તા. ૧૩-૨-૨૬ના કરવામાં આવ્યું છે.
સવારે ૬ વાગ્યે મંડપ મુહૂર્ત, ૮:૩૦ વાગ્યે યજ્ઞોપવિત, કાશીયાત્રા, ૧૦:૩૦ વાગ્યે હસ્ત મેળાપ, બપોરે સમૂહ ભોજન યોજાશે. કાર્યક્રમનું દીપ પ્રાગટય જામનગર દ્વારકા જિલ્લા રાજગોર પ્રમુખ કોયાભાઈ આલાભાઈ ઓડીચ તથા ઉપપ્રમુખ બાબુભાઈ દેવજીભાઈ અસવાર કરશે, જે કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો મૂળુભાઈ બેરા, પબુભા માણેક તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ખંભાળીયા, સિક્કા, જામનગર, ખાવડી, નવાગામ, બારા, જોગવડ, પીપળીયા, દ્વારકા, ગોઈન્જ, મોવાણ, ભાડથર, પડાણા, સલાયા તથા સુરતના ૨૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહ લગ્નના જમણવારના દાતા મોરબીના મુકેશભાઈ ઘનશ્યામભાઈ રાજગોર છે. દંપતીઓને કરીયાવરમાં સોના-ચાંદીના દાગીના તથા ઘર વપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવનાર છે.
કાર્યક્રમમાં રાજગોર સમાજના ગોર આચાર્ય પ્રવિણભાઈ શામજીભાઈ દવે, નવીનભાઈ શામજીભાઈ દવે, સમાજના બારોટજી અશોકભાઈ બારોટ, સચીનભાઈ બારોટ જોડાશે. રાજગોર બ્રાહ્મણ સમાજના પ્રમુખ લખમણભાઈ માલદેભાઈ ઓડીચની આગેવાનીમાં સમગ્ર આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial