Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાક્ટર હાલ પાલિકાના જ ૭૦ ટકા વાહનો વાપરે છે!
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે પાલિકાના જ ટેમ્પો તથા ટ્રેક્ટરો જતા હતાં તથા ૪ર વ્યક્તિનો રોજમદારો તથા કાયમી કર્મચારીઓનો સ્ટાફ પણ હતો, પરંતુ ડોર ટુ ડોરનું કામ કોન્ટ્રાક્ટરને આપવાનો 'કીમિયો' કરાવીને કમિશનનો લાભ લેવો હોય ેમ તત્કાલિન અધિકારીએ મુખ્ય પદાધિકારી સાથે 'સંકલન' કરીને ૪ર વ્યક્તિનો સ્ટાફ તથા ૧૭ વાહનો સાથેની ડોર ટુ ડોર કચરાની કામગીરી બંધ કરીને કરોડોના ખર્ચે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. આ કામગીરી કરતા બેતાલીસને અન્ય કામે લગાડીને ના કામ હોય તો બેસાડીને.
શરૂઆતમાં આ કોન્ટ્રાક્ટર દ્વારા નવા વાહનો શરૂ કરીને કામનો દેખાવ કરાયો મહિને ૧૩-૧૪ લાખના બીલો અને ૪રર વ્યક્તિનો પગાર પાલિકા ઉપર બોઝા રૂપ પછી ભારે ઉહાપોહ થતા આઠ લાખ ફીક્સથી ભાડુંથી કોન્ટ્રાક્ટ મહિના લેખે અપાયો પણ તેમાં પણ પાલિકાના જ ૭૦ ટકા વાહનો. આ કોન્ટ્રાક્ટર મામૂલી ભાડાથી વાપરે છે. નવા વાહનો પણ પાલિકાના વગર મંજુરીએ આ કોન્ટ્રાક્ટરને જે તે અધિકારીએ પોતાના 'લાભ' માટે આપી દીધાનું કહેવાય છે, ત્યારે હવે નવી એજન્સી નિમવાનું ચાલુ થયું છે, ત્યરે નિયમિત રોજેરોજ કચરો ઉપાડે, સ્વચ્છતા રાખે તેવી કામગીરી કરતી એજન્સીને કચરાનો કોન્ટ્રાક્ટ આપવા માગ કરાઈ છે. કચરાના કોન્ટ્રાક્ટરની મલાઈ અહીંથી બીજે બદલી થઈ ગયેલા સુધી પહોંચતી હોવાનું કહેવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial