Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ પીઆઈની કરાઈ નિયુક્તિ

 સાયબર ક્રાઈમમાં પણ પીઆઈ મૂકાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ખંભાળિયા, કલ્યાણપુર એલઆઈબી, ભાણવડ, વાડીનારમાં પીઆઈની નિમણૂક કરાઈ છે અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની નિયુક્તિ કરવામાં આવી છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં કેટલાક પીઆઈની બદલી કરવામાં આવ્યા પછી હાજર થયેલા છ પોલીસ અધિકારીને જુદા જુદા પોલીસ મથકનો ગઈકાલે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ ચાર્જ સોંપ્યો છે.

અગાઉ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા પીઆઈ આર.એન. હાથલીયાને ખંભાળિયાથી કલ્યાણપુર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે પીઆઈ એસ.એસ. ગામેતીને લીવ રિઝર્વમાંથી એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે, ભાણવડ પોલીસ મથકમાં પીઆઈ કે.જે. કરપડાને મૂકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમમાં પીઆઈ કે.એસ. ગલચરને તથા પીઆઈ સી.આર. રાણાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ અપાઈ છે અને પીઆઈ એમ.જી. જાડેજાને વાડીનાર મુકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh