Advertisement
Author: નોબત સમાચાર

ધરતીકંપ પુસ્તક શ્રેણી ૧-ર-૩ નું રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે વિમોચન

વૈજ્ઞાનિક ડો. પારૂલ સી. ત્રિવેદી લિખિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: તાજેતરમાં જામનગરના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ધરતીકંપ અંગે જનજાગૃતિ અને સજ્જતા કેળવાય તેવા ઉમદા હેતુથી જાણીતા વૈજ્ઞાનિક ડો. પારુલ સી. ત્રિવેદી દ્વારા લિખિત ધરતીકંપ પુસ્તક શ્રેણી (ભાગ ૧-ર-૩) નું વિમોચન કર્યું હતું.

આ પુસ્તકશ્રેણી (ભાગ ૧-ર-૩) નું વિમોચન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (ર૮-ર-ર૦ર૬) અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૮-૩-ર૦ર૬) ના ઉપક્રમે યોજાયું હતું, જેમાં પુસ્તકના વિવેચક અને વિખ્યાત ઈસરો વૈજ્ઞાનિક (ભૂતપૂર્વ) હિરેનભાઈ ભટ્ટ તથા બી.એસ. શાહ પ્રકાશનના ચેરમેન સુધીરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતાં તથા પ્રો. (ડો.) દક્ષાબેન સી. ત્રિવેદી, એ.કે. દોશી મહિલા કોલેજ, જેઓ લિખિકાના બહેન છે. તેમને ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું.

શિક્ષણ મંત્રીએ આ વૈજ્ઞાનિક-સાહિત્યિક કૃતિમાં ધરતીકંપનું વિજ્ઞાન અને મહત્ત્વપૂર્ણ માહિતીને સરળતાથી જનસામાન્ય સુધી પહોંડવાના લેખિકાના પ્રત્યનો અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન જણાવી પ્રશંસા કરી હતી. આ પુસ્તક શ્રેણીને ભવિષ્યની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી લેખિકાને અભિનંદન પાઠવ્યા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. પારુલ સી. ત્રિવેદી જામનગરના વતની છે અને તેઓએ આર્યસમાજ સ્કૂલ તથા ડી.કે.વી. સાયન્સ કોલેજમાં અભ્યાસ કરેલો છે. વર્તમાન સમયમાં તેઓ કેન્દ્ર સરકારના મૌસમવિજ્ઞાન વિભાગમાં સાયન્ટીસ્ટ તરીકે કાર્યરત છે. જે સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh