Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નૂરી ચોકડી પાસે ત્રણ ચપલા સાથે એક ઝબ્બેઃ
જામનગર તા. ૯: જામનગરના શાંતિનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૯ ચપલા સાથે એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે. તેણે સપ્લાયરનું નામ આપ્યું છે. જ્યારે નૂરી ચોકડી નજીક પુલના ખૂણા પાસેથી એક શખ્સ ત્રણ ચપલા સાથે પકડાયો છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ પાછળ આવેલા શાંતિનગરમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે શાંતિનગરની શેરી નં.રમાં નયનદીપસિંહ કનકસિંહ જેઠવા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.
આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૧૭ ચપલા મળી આવ્યા હતા. જથ્થા સાથે નયનદીપસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે શાંતિનગરની શેરી નં.પમાં રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા ઉર્ફે તરબૂચ પાસેથી દારૂ લીધાની કબૂલાત આપી છે.
જામનગરના નૂરી ચોકડી વિસ્તારમાં રંગમતી નદીના પુલ નજીકથી ગઈરાત્રે પસાર થતાં કલ્યાણ ચોક પાસે રહેતા હિતેશ દિલીપભાઈ નકુમ નામના શખ્સને રોકી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ચેક કરતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial