Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ માર્ચ, શનિવાર અને ફાગણ વદ દશમનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. અગત્યના કાર્યો થવા  પામે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે તન-મન-ધન અને વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક  પ્રશ્ને ચિંતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુનો સાથ મળે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  સંતાનની ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં કોઈને કોઈ  રૂકાવટ-મુશ્કેલી આવતી જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૬

 

Libra (તુલા: ર-ત)

આપના ધારણા પ્રમાણેનું કામકાજ થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકિય-સરકારી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવહારિક કામ અંગે  દોડધામ-શ્રમ-ખર્ચનો અનુભવ થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ રહે. પરદેશના કામ અંગે  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૩

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.  તબિયત અસ્વસ્થ જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની  મીઠાશથી કામ સરળ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાની સાથે બીજું કામ આવી જતા, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૩



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh