Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૧૬ - સુર્યાસ્તઃ ૬-૪૬
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૩ :
તા. ૨૦-૦૨-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૦,
મુસ્લિમ રોજઃ ૦૨, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,
યોગઃ સાધ્ય, કરણઃ વણિજ
તા. ૨૦ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે દોડધામ રહે પરંતુ આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત પણ જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. સામાજિક-જાહેર જીવનક્ષેત્રે માન-સન્માન મળી રહે. ખર્ચ-વ્યયના યોગ બને.
બાળકની રાશિઃ મીન
તુલા સહિત બે રાશિના જાતકોને વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામકાજમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો સરળતા અનુભવાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્તતા જણાય. સિઝનલ ધંધામાં ઘરાકી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪
Leo (સિંહ: મ-ટ)
આડોશ-પાડોશના કામમાં, ભાઈ-ભાંડુવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી પ્રસન્નતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૬
Libra (તુલા: ર-ત)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૨
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧
સુર્યોદય : ૭-૧૭ - સુર્યાસ્ત : ૬-૪૬
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૨ :
તા. ૧૯-૦૨-ર૦૨૬, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૯,
મુસ્લિમ રોજઃ ૧, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,
યોગઃ સિદ્ધ, કરણઃ તૈતિલ
તા. ૧૯ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહ્યાં કરે. તેથી આપે સમય-સંજોગો અનુસાર આગળ વધવું પડે. અનુભવી, વડીલવર્ગના માર્ગદર્શન, સલાહ-સૂચન પ્રમાણે કામ કરવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનત વધારવી પડે. યાત્રા-પ્રાવસનું આયોજન થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર રહે.
બાળકની રાશિઃ કુંભ ૧પ.૦૦ સુધી પછી મીન
ધન સહિત બે રાશિના જાતકોના કાર્યની કદર-પ્રસંશા થાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની હળવી થાય
Aries (મેષ: અ-લ-ઈ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. બપોર પછી ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬
Cancer (કર્ક: ડ-હ)
માનસિક-પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતાના લીધે કામકાજમાં વિલંબ જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં પરિવારનો સહકાર મળી રહે. અગત્યની મુલાકાત થાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૮
Libra (તુલા: ર-ત)
બપોર સુધી આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. પરંતુ ત્યારબાદ કામમાં કોઈને કોઈ રૂકાવટો આવ્યા કરે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ શાંતિ-રાહત થતા જાય. આપના કાર્યમાં વ્યસ્ત થતા જાવ.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૪
Capricorn (મકર: ખ-જ)
સીઝનલ ધંધામાં આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી દોડધામ-શ્રમ ઘટે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ ઉચાટ-ઉદ્વેગ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. બપોર પછી રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
સુર્યોદય : ૭-૧૭ - સુર્યાસ્ત : ૬-૪૫
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૧ :
તા. ૧૮-૦૨-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,
મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ શતતારા,
યોગઃ શિવ, કરણઃ બાલવ
તા. ૧૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં શાંતિ જણાય. અંતરમાં કોઈ વ્યથાની પીડાનો અનુભવ ક્ષણિક રહે. આર્થિક બાબતોની ગુંચવણો ઉકેલવા વધુ ધીરજ-સમય જોઈશે. વ્યયનો પ્રસંગ આવતો જણાય. અગત્યની કામગીરીઓને આગળ ધપાવવા યોગ્ય સંજોગો મદદ આપશે. નોકરીમાં સ્થિતિ યથાવત જણાય. વેપાર-ધંધામાં વ્યર્થ દોડધામ રહે. આરોગ્યની ચિંતા રહે.
બાળકની રાશિઃ કુંભ
વૃષભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કાર્ય માટે સાનુકૂળતા જણાય. લાભ-સફળતા-મુલાકાત ફળદાયી રહેે
Aries (મેષ: અ-લ-ઈ)
વધુ પરિશ્રમે આપને કાર્ય સફળતા મળતી જણાય. પુરૂષાર્થ વધારજો. સંપત્તિના પ્રશ્નો હલ કરી લેજો.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
અગત્યના કાર્ય માટે સાનુકૂળતા થતી જણાય. લાભ-સફળતા-મિલન-મુલાકાત ફળતી જણાય.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૮-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
અણધાર્યા ખર્ચના પ્રસંગો બની શકે. તબીયત સાચવવી જરૂરી બને. શત્રુ-વિરોધીથી સાવધાન રહેવું.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨
Cancer (કર્ક: ડ-હ)
અશાંતિ-તણાવ જણાય. અગત્યના કાર્યનો બોજ વધતો જણાય. વાદ-વિવાદથી દૂર રહેવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯
Leo (સિંહ: મ-ટ)
આર્થિક સંકળામણ અનુભવાય. ગૃહવિવાદ ટાળજો. લાભ અટકતો લાગે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
મિત્રો-સગા-સંબંધીની મદદ મેળવી શકો. યાત્રા-પ્રવાસ ફળે. કાર્ય સફળતા અને લાભની તક મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧
Libra (તુલા: ર-ત)
આપના માર્ગ આડેના વિઘ્ન હશે તો તે દૂર થાય. તબીયત સાચવવી. નોકરીમાં આપને સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
મહેનતનું ફળ ધીમું મળતુ જણાય. સમસ્યાને સુલઝાવી શકશો. નાણાભીડનો અનુભવ થાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધામાં આગળ વધી શકો. સાનુકૂળ તક પ્રાપ્ત થાય. સુખદ પ્રસંગનું આયોજન થવાથી આપને આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
પ્રગતિકારક સંજોગોનો તમે લાભ ઉઠાવી શકો. આપને કોઈ મુંઝવણ હોય તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આવક સામે ખર્ચ વધુ જણાય. ધાર્યું ફળ મળવાનું વિલંબમાં પડી શકે છે. કૌટુંબિક કામ થવાથી રાહત રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તણાવ હળવો બને. નવા સંબંધોથી લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને. કાર્યમાં આપને સફળતા મળવાથી રાહત રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬
સુર્યોદય : ૭-૧૮ - સુર્યાસ્ત : ૬-૪૫
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૩૦ :
તા. ૧૭-૦૨-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૭,
મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ પરિઘ, કરણઃ કિંસ્તુઘ્ન
તા. ૧૭ - ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં સ્વસ્થતા અને સમતોલન જાળવવું ઘણું અગત્યનું થઈ પડે. સંયમ જાળવવો. નાણાકિય કઠિન સંજોગો આવે હવે ખોટા ખર્ચા ઘટાડીને ગણતરી-કરકસર કરવી પડેે. નોકરિયાત વર્ગને અકારણ વિવાદ કે તણાવ જણાય. ધંધા-વ્યવસાયમાં આપની પ્રગતિ ધીમી પણ મહત્ત્વની જણાય. કૌટુંબિક બાબતો ગૂંચવાય નહીં તે જો જો.
બાળકની રાશિઃ મકર ૦૯:૦૫ સુધી પછી કુંભ
મિથુન સહિત બે રાશિના જાતકોને પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના હાથ ધરેલા કાર્યો અંગે સંજોગોનો સાથ મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આપે સાચવવું પડે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના વ્યાવસાયિક કાર્યો અંગે વધુ ધ્યાન અને અન્યનો સાથ જરૂરી માનજો. લાભની તક મળી શકે છે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકો. સ્વજનો-સ્નેહીજનોનો સહકાર મળી રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬
Cancer (કર્ક: ડ-હ)
વ્યાવસાયિક અને આધ્યાત્મિક બનીને કાર્ય ફળ પ્રાપ્ત થતું જણાય. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી બની શકે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૪
Leo (સિંહ: મ-ટ)
આપને ઉતાવળે આંબા પાકે નહીં તે સમજીને વીચારીને ડગ ભરશો તો સફળતા આવી મળશે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના ધાર્યા કામ અંંગે અવરોધ હશે તો તેને પાર કરી શકશો. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
આપના મહત્ત્વના કાર્યો ફળદાયી જણાય. ધાર્યા કાર્ય સફળ થાય. પ્રગતિકારક તક આપને પ્રાપ્ત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
માનસિક ચિંતા-બેચેનીમાંથી બહાર આવી શકશો. ખર્ચ-વ્યય અટકાવજો. સામાજિક કાર્ય થઈ શકે છે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના ગૃહસ્થ જીવનમાં સંવાદિતા સર્જાય. કાર્ય સફળતા માટે તબિયત આપે સાચવવી જરૂરી જણાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના નોકરી-ધંધા કે અન્ય કોઈ કામ અંંંગે ટેન્શન હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
અંગત સમસ્યાઓનો હલ મળતો જણાય. આશા અમર સમજવી. ખર્ચ-ખરીદીના પ્રસંગો બની શકે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
ધીરજના ફળ મીઠા સમજતા કાર્ય લાભ વિલંબથી મળતો જણાય. સ્વજનો-સ્નેહીથી મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬
વૃશ્ચિક સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં કાર્યોમાં સાવધાની રાખવી, આર્થિક તંગી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આરોગ્ય આપનું સાથ છોડતું જણાય. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી આવશ્યક બની રહે. વેપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગની સલાહ કારગત સાબિત થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત વધારવી પડે. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૦ થી રર સારી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પરિસ્થિતિ આપના પક્ષમાં આવી શકે છે. વ્યાપાર-ધંધા-વ્ય્વસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો ધીમી ગતિએ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બને. જીવનસાથી સાથે નજીવી બાબતે વિવાદ થાય. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાન અંગેના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૧૬ થી ૧૯ તણાવ રહે. તા. ર૦ થી રર લાભદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે મહત્ત્વની કામગીરી થકી માન-સન્માન મળે. તા. ૧૬ થી ૧૯ વિવાદ ટાળવા. તા. ર૦ થી રર લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર કરી શકો. આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. ઘર-પરિવાર માટે સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર આનંદદાયી.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા આપ તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૦ થી રર પારિવારિક કાર્ય થાય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે નફા-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્યપ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬ થી ૧૯ મધ્યમ. તા. ર૦ થી રર ખર્ચાળ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ સામાજિક કાર્યો. તા. ર૦ થી રર મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. કલ્પના અને હકીકતની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ-સંતાન અંગે ચિંતા હશે તો તે દૂર થવા લાગશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૬ થી ૧૯ આરોગ્ય સુધરે. તા. ર૦ થી રર સાવધાની રાખવી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદો રહેશે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળતા જણાય. નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થઈ શકે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત પરિણામ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસ ફળદાયી નિવડે. તા. ૧૬ થી ૧૯ સુખદ. તા. ર૦ થી રર આરોગ્ય સાચવવું.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પારિવારિક ક્ષેત્રે માતા-પિતા-વડીલ વર્ગથી લાભ થાય. વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગીનો અનુભવ થાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય રહેશે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર સાનુકૂળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આકસ્મિક લાભનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયનું આર્થિક રોકાણ શક્ય બને. આપને કોઈને કોઈ આકસ્મિક નાણાકીય લાભ થવાની શક્યતા જણાય છે. અધુરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબિયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર સ્વાસ્થ્ય સાચવવું.
કુંભ સહીત બે રાશિના જાતકોને આવનારું સપ્તાહ ખર્ચાળ રહે, આર્થિક પરિસ્થિતિ સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે શુભ પરિણામ લાવતું જણાય. વ્યાપર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્ય બન્નેનો સાથ મળતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્ય જીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને મહેનત કરતા વધારે ફળ મળતું જણાય. વેપાર-ધંધામાં અણધારી તેજી જોવા મળે. નાણાકીય આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેરજીવન ક્ષેત્રેના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યો લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ બની રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગ-તકલીફમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે સફળતા મળે. તા. ૯ થી ૧ર શાંતિપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સુધરે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી શકશો. ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહે. નાણાકીય સ્થિતિ સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. તા. ૯ થી ૧૩ કાર્યશીલ. તા. ૧૪ થી ૧પ સાનુકૂળ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ઉત્સવાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં એક નવો ઉમંગ તથા ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા જણાવ, જેનું શુભ પરિણામ પણ આપને પ્રાપ્ત થતું જણાશે. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૯ થી ૧ર શુભ ફળદાયી. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દુર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળીભૂત થાય. વ્યાપાર-ધંધામાં વિકાસ જોવા મળે. તા. ૯ થી ૧ર ધનલાભ. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજનાને અમલમાં લાવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે, અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બને. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. વ્યર્થ વિવાદમાં પડવું નહીં. તા. ૯ થી ૧ર સફળતાદાયક. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની મહેનત-બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૯ થી ૧ર સારી. તા. ૧૩ થી ૧પ મિલન-મુલાકાત.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધોમાં નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માન-સન્માન વધે. તા. ૯ થી ૧ર લાભદાયી. તા. ૧૩ થી ૧પ વાદ-વિવાદ ટાળવા.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે પ્રવાસ-પર્યટન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા રહે. કામનું ભારણ ઘટતા રાહત અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો દૂર થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે, જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવા જેવી ખરી. આવકની સાથે ખર્ચનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાનો ખર્ચ થતો જણાય. તા. ૯ થી ૧ર મુસાફરી. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો મર્યાદિત થતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબુ આર્થિક સાહસ ટાળવું યોગ્ય રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે હળવા-મળવાનું થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીઓ જણાય. પ્રવાસ-મુસાફરી આનંદદાયી રહે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય. તા. ૧ર થી ૧પ ખર્ચ-ખરીદી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદ રહે. પારિવારિક સદસ્યો સાથે સમય સુખરૂપ પસાર થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવા કાર્યની શરૂઆત થઈ શકે, જો કે ધાર્યા લાભ માટે હજુ રાહ જોવી પડે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવી નુક્સાનકારક સાબિત થાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧ર આનંદદાયી. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.