Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર નોટીસો આપવામાં આવે છે... નોટીસોની સમય મર્યાદા પૂરી થવા છતાં કોઈ પગલાં નહીં...!
જામનગર તા. ૩૦: જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી કંપનીએ એપ્રિલ-ર૦રપ થી કામગીરી બંધ કરી દીધી છે. મનપા તંત્ર માત્ર નોટીસો આપ્યે રાખે છે અને નોટીસમાં દર્શાવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ જવા છતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં શંકાસ્પદરીતે ઢીલી નીતિ અપનાવી રહ્યું હોવાનું જણાવી આ કંપનીને આપેલી જમીન, ઈમલો સહિતનો તાકીદે કબજો લઈ નુક્સાનીનું વળતર વસૂલ કરવા ન.પ્રા.શિ. સમિતિના સદસ્ય નીતિનભાઈ માડમે રજૂઆત કરી છે.
જામનગર મહાનગરપાલિકાએ આપેલી ૧૭ એકરની વિશાળ જમીન પર વેસ્ટ ટુ એનર્જી કંપનીએ ર૦ર૧ થી કચરો બાળીને વીજળી પેદા કરવાનું અને વીજળી સરકારને વેંચાતી આપવાનું શરૂ કર્યું હતું.
પણ... કોઈપણ જાતની જાણ કર્યા વગર આ કંપનીએ અચાનક જ એપ્રિલ ર૦રપ થી કામકાજ બંધ કરી દીધું છે. આથી મનપા તંત્રએ કરાર રદ્ કરી જમીન, ઈમલોનો કબજો સોંપવા ૧પ દિવસ સુધીની નોટીસ આપી હતી.
આ નોટીસની સમય અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં કંપની સામે શા માટે કોઈપણ પ્રકારની નોટીસમાં દર્શાવ્યા પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી...? કંપનીને બબ્બે-ત્રણ ત્રણ નોટીસો આપવામાં આવી છે.
આ કંપની સામે ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનમાં ચાલતી પીટીશનમાં પણ મહાનગરપાલિકા પક્ષકાર છે, જેથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જાણ કમિશનરને કરવાની હોય છે. તેમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
વેસ્ટ ટુ એનર્જી કંપનીએ કરારભંગ કરી કામગીરી બંધ કરી દેતા જામનગર મહાનગરપાલિકાની તિજોરી ઉપર પણ જંગી ખર્ચનો બોજો આવી રહ્યો છે.
જામનગરમાં નાના-મધ્યમ વર્ગના લોકોની મિલકતો સીલ કરતા, વાહનો-રેંકડીઓ જપ્ત કરતા અને વેપારીઓ પાસેથી કોઈને કોઈ બહાને સ્થળ ઉપર જ દંડ વસૂલતા તંત્ર વેસ્ટ ટુ એનર્જી કંપની સામે શા માટે કડક કાર્યવાહી કરવામાં ઢીલ વર્તી રહ્યું છે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial