ચિરવિદાય

મોટી વેરાવળઃ હાલ જામનગર નિવાસી સ્વ.અમૃતલાલ લધાભાઈ ખાખરીયા, સ્વ. વાલીબેન ના પુત્ર મનસુખલાલ (નિવૃત્ત સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર, જિલ્લા પંચાયત, જામનગર) (ઉ.વ.૭૦) તે દક્ષાબેન ના પતિ, રસીકલાલ અમૃતલાલ ખાખરીયા (નિવૃત્ત એસ.ટી.નિગમ) તેમજ દયાબેન ગોરધનદાસ લઘાણીના ભાઈ, પ્રદિપ તથા પૂજાના પિતા, નિલેશભાઈ રસીકલાલ ખાખરીયાના કાકા, દિનેશભાઈ રમણીકભાઈ ખાખરીયા, અશ્વિનભાઈ રમણીકલાલ ખાખરીયાના અદાના દીકરા ભાઈ, શાંતિલાલ વલ્લભદાસ મજીઠીયાના જમાઈ, નિલેશભાઈ શાંતિલાલ મજીઠીયાના બનેવી તથા નાનજી કારા સોમૈયાના ભાણેજનું તા. ૨૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮ ને સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ મૂળ લતીપર નિવાસી ડો. શાંતિભાઈ પરસાત્તમભાઈ આચાર્ય (નિવૃત્ત પ્રાધ્યાપક, ગુજરાત વિદ્યાપીઠ) (ઉ.વ.૯૩) તે ડો. મીનાલીબેન જોષી (નિવૃત્ત આચાર્ય, ગુ.સા.મહેતા કન્યા વિદ્યાલય)ના પતિ, મેઘ ના પિતા, હિરલના સસરા અને તોયા ના દાદાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૩૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગર ના પ્રાર્થના મંદિરમાં રાખેલ છે.

close
Ank Bandh