Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. નવી રેલવે લાઈન ખુલ્લી મૂકે પછી ભિખારીઓ વધી શકે !
નવી દિલ્હી તા. ૨૮: દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ મુકાયો છે. વિપક્ષના વિરોધ વચ્ચે વિધાનસભામાં બિલ પાસ કરાયું છે, અને જણાવાયુ છે કે એક નવી રેલવે લાઈન શરૂ થયા પછી ભીખારીઓ વધી શકે તેમ હોઈ આ કાનૂન બનાવાયો છે.
મિઝોરમ વિધાનસભાએ બુધવારે (૨૭મી ઓગસ્ટ) 'મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ ૨૦૨૫' પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે.
મીડિયા અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને ૨૪ કલાકની અંદર તેને રાજ્ય અથવા ઘરે પાછા મોકલવામાં આવશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ, હાલમાં આઈઝોલમાં ૩૦થી વધુ ભિખારીઓ છે, જેમાંથી ઘણાં બહારથી આવ્યા છે.
સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, 'મિઝોરમમાં હાલમાં ખૂબ ઓછા ભિખારીઓ છે. તેનું કારણ અહીંનું મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને એનજીઓની મદદ અને સરકારની યોજનાઓ છે. પરંતુ ટૂંક સમયમાં સાઈરાંગ-સિહમુ રેલવે લાઈન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બહારથી આવતા ભિખારીઓનું જોખમ વધી શકે છે.'
વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) નેતા લાલચંદમા રાલ્ટેએ કહૃાું કે, 'આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ છે. ભિખારીઓને મદદ કરવા માટે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત બનાવવી જોઈએ.'
મુખ્યમંત્રી લાલદુહોમાએ કહૃાું કે, 'આ કાયદાનો વાસ્તવિક હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી પરંતુ ચર્ચ, એનજીઓ અને સરકારની મદદથી તેમનું પુનર્વસન કરવાનો છે જેથી મિઝોરમને ભિખારી મુક્ત બનાવી શકાય.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial