Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલેટ્સ વિશે આયુર્વેદ દૃષ્ટિકોણથી માર્ગદર્શન
જામનગર તા. ૪: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા *પોષણ માસ ૨૦૨૫: સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન અંતર્ગત જામનગરમાં પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીડીએસ શાખા, જામનગરના સહયોગથી ટાઉન હોલમાં આયોજિત પોષણ વાનગી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ આંગણવાડી વર્કર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિલેટ્સમાંથી બનેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર, ડો. હિરેન ઠક્કરના પ્રતિનિધિત્વમાં કામગીરી કરવામાં આવી હતી. આયુર્વેદના દૃષ્ટિકોણથી પોષણનું મહત્વ સમજાવવા માટે સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપરના મેડિકલ ઓફિસર ડો. અંકિતા સોલંકી દ્વારા મિલેટ્સ અને પોષણ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં મિલેટ્સની ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ મેયબેન ગરસર, ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગોમતીબેન ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, અને જામનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial