Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં
જામનગર તા. ૪: મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે ફાયર સેફટી તાલીમનું સફળ આયોજન સંપન્ન થયું હતું. જેમાં ફાયર વિભાગના પદાધિકારીઓ દ્વારા ૩૦૦થી વધુ બહેનોને લાઈવ ડેમો સાથે ફાયર સેફટીની તાલીમ અપાઈ હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ફાયર સેફટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારી ડો. પી.આર.ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સપોર્ટ બેઈઝ સેન્ટર, ૧૮૧ અભયમ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વિમેન, વિકાસગૃહ રેસ્ક્યુ હોમ, આંગણવાડીના બહેનો તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ હાઈસ્કૂલની દીકરીઓ સહીત ૩૦૦થી વધુ બહેનો અને દીકરીઓ હાજર રહી હતી.
આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સલામતી જાળવવા અને સ્વ-રક્ષણ માટે જાગૃતિ કેળવવા હેતુ યોજાયેલ આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સુમેળ ઉપેન્દ્ર, જસ્મીન ભેસદડીયા, પ્રોજેક્ટ ઓફિસર પરેશ રાઠોડ અને ફાયરમેન મનીષભાઈ તથા સંદીપભાઈ દ્વારા ફાયર સેફટીની તાલીમ લાઈવ ડેમો સાથે આપવામાં આવી હતી. જે ઉપસ્થિત બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial